Book Title: Shravaka Jivan Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
Catalog link: https://jainqq.org/explore/004541/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન ભાગ પહેલો આચાર્યશ્રી વિજય ભગુપ્તસૂરીશ્વરજી Page #2 -------------------------------------------------------------------------- ________________ જાણીતા પ્રવચનકાર અને સાહિત્યસર્જક આચાર્ય શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ શ્રાવણ શુક્લા ૧૨ વિ. સ. ૧૯૮૯ના દિવસે (મહેસાણા-ગુજરાત)માં મણીભાઈ અને હીરાબેનના કુળદીપક રુપે જન્મેલા મૂળચંદભાઈ જૂઈની જેમ ઉઘડતી જવાનીના ઉબરે ૧૮ વરસની ઉમરમાં વિ. સ. ર૭ના પોષ વદ ૫ના દિવસે રાણપુર (સૌરાષ્ટ્ર)માં પોતાના પરમ શ્રદ્ધેય આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને ભાનુવિજયજી મહારાજ (વર્તમાનમાં આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી)નું શિષ્યત્વ સ્વીકારે છે. મુનિશ્રી ભગુમવિજયજીના રુપે દીક્ષાજીવનના આરંભથીજ પોતાના ગુરુદેવોના માર્ગદર્શન તળે એમની અધ્યયન-અધ્યાપનની સુદીર્ઘ યાત્રા આરંભાય છે. ૪૫ આગમોના સટીક અધ્યયન ઉપરાંત દાર્શનિક, ભારતીય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન, કાવ્ય-સાહિત્ય વગેરે ‘માઈલસ્ટોન’ વીતાવતી એમની યાત્રા સર્જનાત્મક ક્ષિતિજો તરફ વળી. ‘મહાપંથનો યાત્રી’ નામના પુસ્તકથી ર૦ વરસની ઉમરે આરંભાયેલી એમની લેખનયાત્રા ૧૦૦ જેટલા પુસ્તકોનું સર્જન કરીને પણ અનવરત-અથક ચાલે છે. જાતજાતનું મૌલિક સાહિત્ય, જ્ઞાનસાર-પ્રશમરતિ જેવાં ગ્રંથો પર તત્ત્વજ્ઞાનની સર્વગ્રાહી વિવેચના, જૈન રામાયણ વગેરે લાંબી કથાઓ ઉપરાંત નાની નાની વાર્તાઓના સાહિત્યની સાથે કાવ્યગીતો, પત્રોના માધ્યમથી જીવનસ્પર્શી સ્વચ્છ અને સ્વસ્થ માર્ગદર્શન... આમ સાહિત્યસર્જનની યાત્રા રોજબરોજ વધુ ને વધુ સમૃદ્ધ બનતી જાય છે. પ્રેમાળ સ્વભાવ પ્રસન્ન અને મૃદુ-મધુર આંતર-બાહ્ય વ્યક્તિત્વ અને સંઘશાસન માટે બહુજનહિતાય- બહુજનસુખાય એવી વિવિધ પ્રવૃત્તિઓ એમના જીવનનું મહત્ત્વપૂર્ણ પાસુ છે. વિશેષ કરીને ઉગતી પેઢી અને નાના બાળકોના સંસ્કાર-સર્જનની પ્રક્રિયામાં એમની રુચિ છે સંતુષ્ટિ છે. પ્રવચન, વાર્તાલાપ, સંસ્કાર શિબિર, જાપ-ધ્યાન અનુષ્ઠાન અને પરમાત્મ્ય ભક્તિના વિશિષ્ઠ આયોજનોના માધ્યમથી એમનું બહુમુખી વ્યક્તિત્વ એટલુંજ ઉદ્દાત્ત અને ઉન્નત બન્યું છે. ગુજરાત / રાજસ્થાન મહારાષ્ટ્ર / તામિલનાડુ / આન્ધ્ર / મધ્યપ્રદેશ પ્રદેશોમાં વિહાયાત્રા દ્વારા એમના હાથે અનેક ધર્મપ્રભાવનાના કાર્યો સંપન્ન થયા છે. ‘અરિહંત’ (હિન્દી માસિક પત્ર) તથા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ : મહેસાણા દ્વારા એમનું સાહિત્ય હિન્દી – ગુજરાતી – અંગ્રેજી ભાષામાં નિયમિત પ્રગટ થતું રહે છે. કોલ્હાપુર (મહારાષ્ટ્ર) ખાતે ૪-૫-૮૭ના દિવસે એમના ગુરુદેવે એમને આચાર્યપદ પ્રદાન કર્યું. ત્યારથી એઓ આચાર્ય શ્રી વિજય ગુણસૂરીશ્વરજી મહારાજ તરીકે ઓળખાય છે. - Jan Education International श्रीयुत संपतराज कल्याण VTV महे Page #3 -------------------------------------------------------------------------- ________________ 'તમારે સાચા અર્થમાં શ્રાવક-શ્રાવિકા બનવું 'છે? સાચા જૈન’ બનવું છે? તો તમારે આ (૨૩ પ્રવચનો શાન્તિથી વાંચવાં જ પડશે. 'સરળ, સુબોધ અને સુવાચ્ય ભાષામાં 'અપાયેલાં આ પ્રવચનો તમને વાંચવા કે ગમશે. તમે આ પછીના ભાગોની પ્રતીક્ષા | કરશો ! શ્રાવક જીવન ભાગ : ૧ : પ્રવચનકાર : આચાર્યશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી Page #4 -------------------------------------------------------------------------- ________________ મુનિ ભદ્રબાહુવિજય : અનુવાદક : ડૉ. પ્રહલાદ પટેલ. M.A., Ph.D. વડનગર પ્રકાશક : શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ, મહેસાણા - પિનઃ ૩૮૪ ૦૦૨ મૂલ્ય : 1 પ્રતઃ ૩ હજાર. વિ. સં. ૨૦૪૮. લેસર-સેટિંગ મેક ગ્રાફિક, અમદાવાદઃ ૩૮૦ ૦૦૭. મુદ્રકઃ મહેશ મુદ્રણાલય, અમદાવાદ : ૩૮૦ ૦૦૪. Page #5 -------------------------------------------------------------------------- ________________ ; પ્રાસક આચાર્યશ્રી હરિભદ્રસૂરિ-વિરચિત ધર્મબિંદુના ત્રીજા અધ્યાય ઉપર પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજીએ આપેલાં પ્રવચનોનો આ પહેલો ભાગ છે. પ્રવચનો મૂળ હિન્દી ભાષામાં અપાયેલાં છે. એનો આ ભાવાનુવાદ છે. ભાવાનુવાદ કર્યો છે - ડો. પ્રહલાદ પટેલે. (M.A., Ph.D. વડનગર) જેવી રીતે “ સર ના ચાર ભાગમાં ૯૬ પ્રવચનો પ્રકાશિત થયાં હતાં, તેવી રીતે “શ્રાવક જીવન’ના પણ ચાર ભાગ પ્રકાશિત કરવાની ધારણા છે. બીજો ભાગ તો પ્રેસમાં જવાની તૈયારીમાં છે. એનો અનુવાદ પણ ડો. પ્રહૂલાદભાઈ પટેલે કર્યો છે. જેવી રીતે “ઘણાં સારાં પવMામિના ચાર ભાગ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં [way of Life] છપાયા છે ને ખૂબ આદર પામ્યા છે (હિન્દીમાં બીજી આવૃત્તિ છપાવવાની તૈયારી ચાલે છે.), તેવી રીતે “શ્રાવક જીવનના ચાર ભાગ પણ ખૂબ જ ઉપાદેય બનશે, એવી અમારી શ્રદ્ધા છે. જે કોઈ સ્ત્રી-પુરુષને શ્રાવક-શ્રાવિકા બનવું છે, સાચા અર્થમાં શ્રાવક-શ્રાવિકા બનવું છે, તેમના માટે આ “શ્રાવક જીવન’ના ચારે ભાગ માર્ગદર્શક બનશે. પૂજ્ય આચાર્યદિને સરળ છતાં રોચક અને પ્રેરક ભાષામાં આ પ્રવચનો આપેલાં છે. અનેક રસમય પ્રાચીન-અર્વાચીન દ્રષ્ટાંતોથી, તર્ક-દલીલોથી અને વર્તમાન પરિસ્થિતિઓની પાયલોચનાઓથી આ પ્રવચનો રસપૂર્ણ બનેલાં છે. વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના આજીવન ગ્રાહકોને તથા ટ્રસ્ટના સાહિત્યના ચાહકોને અમારી આગ્રહપૂર્ણ વિનંતી છે કે તેઓ આવાં સુંદર પુસ્તકોની, વિશેષ પ્રસંગોમાં પ્રભાવના કરે. મિત્રોને, સ્નેહીજનોને ભેટ આપે અને એ રીતે સત્સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરે. કાગળ, પ્રિન્ટિંગ, બાઈનિંગ-બધું જ ખૂબ મોંઘુ થઈ ગયું છે, તે છતાં ટ્રસ્ટ એની પુસ્તક-પ્રકાશનની સમ્પ્રવૃત્તિ સતત કરી રહ્યું છે. એ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતની પરમ કૃપાનું ફળ છે અને ટ્રસ્ટના વિશાળ વાચકવર્ગના સહયોગની ઉપલબ્ધિ છે ! મહેસાણા ટ્રસ્ટીગણ વતી ૧-૮-૯૨ જયકુમાર બી. પરીખ Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ, મહેસાણા, : ટ્રસ્ટીમંડળ : જયકુમાર બી. પરીખ સંપતરાજ એસ. મહેતા રમણલાલ ડી. શાહ ચેતનભાઈ એમ. ઝવેરી મુગટભાઈ સી. શાહ અશોકભાઈ આર. કાપડિયા અમિતભાઈ એસ. મહેતા મહેન્દ્રકુમાર એ. કોઠારી હીરાચંદ બી. વૈદ હુકમીચંદ એલ. વૈદ ભુપેન્દ્રકુમાર સી. શાહ મહેસાણા ભીવંડી મુંબઈ મુંબઈ મુંબઈ અમદાવાદ અમદાવાદ મદ્રાસ જયપુર સોલાપુર સૂરત Page #7 -------------------------------------------------------------------------- ________________ એક આવકાર્ય પ્રવચનમાળા (ગુજરાતી આવૃત્તિની પ્રસ્તુતિ) આ પ્રવચનમાળાનું ઉદ્ગમ સ્થાન છે ઃ ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર આચાર્ય હરિભદ્રસૂરિકૃત, અતિ અલ્પકાય પરંતુ પ્રૌઢ અને પ્રાંજલ ગ્રંથ "ધર્મબંદુ”. આ સૂત્રાત્મક ગ્રંથ છે. સૂત્ર માટે શાસ્ત્રકારો કહે છે કે ઃ अल्पाक्षरमसन्दिग्धं सारवत् विश्वतोमुखम् । अस्तोभमनवहां च सूत्रं सूत्रविदो विदुः ॥ અલ્પ અક્ષરોવાળું, સુસ્પષ્ટ, સારમય, વિશ્વતોમુખી, નિરર્થક શબ્દરહિત અને અનિંઘ હોય તે સૂત્ર. કેટલું અર્થસઘન હોય છે સૂત્ર ! ભગવાન મહાવીરે પણ કહ્યું છે કે ઃ - जहा सूई ससुत्ता पंडियावी न विणस्सई । एवं जीवे ससुत्ते संसारे न विणस्सई ॥ (૩ત્તા. ૨૬/૧૬) એક સોય પણ સૂત્રમાં પરોવેલી હોય તો ખોવાતી નથી. તે રીતે (જ્ઞાનરૂપી) દોરાથી (સૂત્રથી) યુક્ત જીવ સંસારમાં નષ્ટ થતો નથી-ભટકતો નથી. આનું અર્થઘટન એ છે કે તીર્થંકર ભગવંતો તથા મહામનીષીઓ દ્વારા રજૂ થયેલ સૂત્રાત્મકતાને જો આપણે સમજીએ તો મનુષ્યજીવન સાર્થક થાય; પરંતુ આવા અર્થગંભીર સૂત્ર-ગ્રંથોનું અધ્યયન કરવું સાધારણ માણસ માટે કપરું કામ છે. પરિણામે પરમ સત્યોથી સાધારણ માણસો વંચિત રહી જાય છે. સંસારી જીવ (ભવ્ય જીવ) સાધુતાના માર્ગે કદમ માંડવા સમર્થ ન પણ હોય છતાં પણ તેનું ધ્યેય મનુષ્યજીવનનું સર્વોત્તમ “પ્રાપ્ય” મોક્ષ જ હોય. સંસારમાં રહીને પણ ક્રમિક આત્મવિકાસની કેડીએ કેવી રીતે અગ્રેસર થવું એનું સર્વાંગસુંદર નિરૂપણ આ ગ્રંથમાં જોવા મળે છે. (જો કે ગ્રંથમાં ગૃહસ્થધર્મ-સાધુધર્મનું નિરૂપણ છે, પરંતુ પ્રસ્તુત પ્રવચનમાળામાં ગૃહસ્થધર્મને સ્પર્શો છે). આ રીતે "ધર્મીબંદુ" ભારતીય સંસ્કૃતિના સૂત્રાત્મક સાહિત્યમાં મૂર્ધન્ય સ્થાને મૂકી શકાય તેવો ગ્રંથ છે, પણ એનાથી વર્તમાન યુગનો માનવ અજાણ રહે તો એ સૂક્ષ્મ નુકસાનનો અંદાજ કાઢવો પણ મુશ્કેલ છે. આ ગ્રંથ ઉપર પ્રવચનમાળા શરૂ કરીને પૂ. મહારાજશ્રીએ એક યુગવર્તી કાર્ય Page #8 -------------------------------------------------------------------------- ________________ * કર્યું છે. પ્રાચીન અને અર્વાચીન યુગના અનુસંધાનના મર્મજ્ઞ આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજીએ સૂત્રોમાં રહેલી સનાતનતા, શ્રેષ્ઠતા, ઉપાદેયતા નિહાળીને એ સર્વેને આધુનિક યુગને અનુરૂપ પ્રવચનમાળામાં ૨જૂ ક૨વામાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આચાર્ય હિરભદ્રસૂરિજી દ્વારા નિર્દિષ્ટ જે તત્ત્વ સૂત્રાત્મકતાની પરિશ્રમ શેય પેટીમાં છુપાયેલું પડ્યું હતું તેને સહગમ્ય અને સર્વજનોપયોગી કરી આપ્યું છે. મૂળ કૃતિના પેલા ગાંભીર્યને સરળતમ શૈલીમાં લોકભોગ્ય બનાવ્યું છે. પ્રસ્તુત પ્રવચનમાળા અનેક વિશિષ્ટતાઓ ધરાવે છે. મૂળ કૃતિ ચિંતનગર્ભ હોવા છતાં પ્રવચનમાળાની શૈલી પ્રાસાદિક છે, વિષયવસ્તુ શાસ્ત્રીય હોવા છતાં દુર્બોધતાથી ૫૨ છે, એમાં હ્રદયને સ્પર્શી જતી વિચારશીલતા છે. ચોટદાર વક્તવ્યને લીધે શ્રોતાઓને ભવભીરુ બનાવવાની ક્ષમતા ધરાવે છે. મૂળ કૃતિના ભારઝલાપણાને અભાવે આવકાર્ય છે. મનુષ્યજીવનની સમગ્રતાનું આકલન કરનાર પૂજ્યશ્રીએ જીવનને એક તટસ્થ તત્ત્વજ્ઞાની તરીકે નિહાળ્યું છે. તેઓશ્રીએ એક બાજુ આર્યસંસ્કૃતિની ભવ્યોજ્જ્વલ પરંપરાનાં રસપાન કર્યાં છે, તો બીજી બાજુ પ્રવર્તમાન યુગની નૈરાશ્યપ્રેરક વિકૃતિઓ પણ જોઈ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ નીચે ભારતીય પ્રજાનાં ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક મૂલ્યોનો હ્રાસ-વિનાશ ઝડપભેર થઈ રહ્યો છે એવા સંજોગોમાં આ પ્રવચનમાળા અમૃતસિંચનનું કામ કરે છે. સુજ્ઞ શ્રોતાઓને (હવે વાચકોને) પ્રતિક્ષણ આત્મોત્થાનના-આત્મશોધનના અપ્રમત્ત ભાવમાં સ્થિર થવાનું સૂચન કરી જાય છે. પૂજ્યશ્રીની મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારતના બિનગુજરાતીભાષી નગરોમાં વહેતી આ હિન્દી પ્રવચનમાળાનાં પીયૂષથી ગુજરાતીભાષી લોકો વંચિત ન રહી જાય એ માટે સત્વર ગુજરાતી અનુવાદ પણ રજૂ કર્યો છે. શ્રદ્ધા રાખીએ કે પૂજ્યશ્રી તરફથી આવી અનેક શાસ્ત્રીય કૃતિઓ ઉપર પ્રવચનમાળાઓ મળતી રહે અને ગુજરાતનું તાત્ત્વિક સાહિત્ય સમૃદ્ધ બને. પટેલ ડૉ. પ્રહ્લાદ M.A., Ph.D. તા. ૧-૫-૮૯ હાટકેશ્વર પાસે, વડનગર (ઉ. ગુજ.) ૩૮૪૩૫૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન ભાગ : ૧ * આચાર્યશ્રી વિજ્ય ભદ્રગુપ્તસૂરીશ્વરજી Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના સ્થાયી સહયોગીઓ ૧. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ ૨. જૈન શ્વે. મૂર્તિ. સંઘ એન્ડ ચેરીટીઝ ૩. અંધેરી ગુજરાતી જૈન સંઘ ૪. પાર્શ્વનાથ જૈન સંઘ ૫. મહાવીર સ્વામી જૈન સંઘ ૬. શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ ૭. સુવિધિનાથ જૈન સંઘ ૮. સુધર્માસ્વામી જૈન સંઘ ૯. પ્રાણલાલ કાનજી દોશી ૧૦. પદ્માબેન ચીનુભાઈ શાહ (પાટણવાળા) ૧૧. માણેકલાલ વી. સવાણી ૧૨. ભરતકુમાર પાનાચંદ શાહ ૧૩. એક સગૃહસ્થ ૧૪. નિર્મળાબેન પ્રવીણચંદ્ર ઝવેરી ૧૫. લીલાધર પાસુ શાહ ૧૬. નટવરલાલ મનસુખલાલ શાહ ૧૭. મીઠુભાઈ માવજી શાહ ૧૮. મહાસુખલાલ લક્ષ્મીચંદ શેઠ ૧૯. જયંતિલાલ ધરમચંદ શાહ ૨૦. ગિરીશભાઈ ચંદુલાલ શાહ ૨૧. નયનાબેન ગિરીશભાઈ શાહ ૨૨. સવિતાબેન રમણલાલ ડી. શાહ ૨૩. અરવિંદભાઈ ભોગીલાલ શાહ ૨૪. પ્રવીણચંદ્ર પોપટલાલ શાહ (ચાણસ્માવાળા) ૨૫. જયંતિલાલ એચ. લોઢા ૨૬. નાગરદાસ કાનજી શાહ ૨૭. જયંતિલાલ મોતીલાલ લાપસીયા ૨૮. શાંતિલાલ ચત્રભૂજ બાબરીયા ૨૯. શ્રી ઉમરશી ખીયશી પોલડીયા ૩૦. રતિલાલ જેઠાલાલ સલોત ૩૧. ચેતનભાઈ મહેન્દ્રભાઈ ઝવેરી ૩૨. કાન્તિલાલ એલ. વસા ૩૩. મુગટલાલ સી. શાહ ૩૪. રાજેશભાઈ પી. મોતા મુંબઈ - ૩૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૭ ઈરલાબીજ મુંબઈ - ૫૬ ગાંધીનગર, બેંગલોર દાસાલેન, બેંગલોર આર. એસ. પૂરમ, કોઈમ્બતૂર તીરનપૂર (T.N.) બુધવાર પેઠ, પૂના ગોવાલિયા ટેંક, મુંબઈ - ૩૬ ગોવાલિયા ટેંક, મુંબઈ - ૩૬ સાયન, મુંબઈ - ૨૨ મુંબઈ - ૨૨ સાયન, સાયન, મુંબઈ - ૨૨ સાયન, મુંબઈ - ૨૨ માટુંગા, મુંબઈ - ૧૯ માટુંગા, મુંબઈ - ૧૯ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઈસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (વેસ્ટ), મુંબઈ - ૫૭ ભાયખલા, મુંબઈ - ૨૭ મુલુંડ, - મુંબઈ - ૮૦ મુંબઈ મુંબઈ - ૫૬ જુ, જુહુ, મુંબઈ - ૫૬ અંધેરી (વેસ્ટ), મુંબઈ - ૫૮ મુંબઈ - મુંબઈ - ૮૬ મુંબઈ - ૮૬ વાલકેશ્વર, ઘાટકોપર, ઘાટકોપર, Page #11 -------------------------------------------------------------------------- ________________ ૩૫. પદ્માબેન વસંતભાઈ શાહ ૩૬. પોપટલાલ બાદરચંદ શાહ ૩૭. અમિતભાઈ સારાભાઈ મહેતા ૩૮. અશોકભાઈ રતિલાલ કાપડિયા ૩૯. મયાભાઈ મણીલાલ કાપડિયા ૪૦. ધીરજલાલ હાલાણી ૪૧. રાજેન્દ્રભાઈ કે. શાહ ૪૨. ગંગાબેન બાલાભાઈ ઝવેરી ૪૩. આણંદજી નાનજી દેઢીયા ૪૪. રતનબાઈ આણંદજી દેઢીયા ૪૫. ચંદુલાલ અંબાલાલ શાહ ૪૬. મણીલાલ મગનલાલ શાહ ૪૭. રામચંદ સવરાજભાઈ ૪૮. મંજુલાબેન રમણીકલાલ જોગાણી ૪૯. અરવિંદભાઈ રતિલાલ શાહ ૫૦. કલાવતીબેન રસિકલાલ વોરા ૫૧. હર્ષદભાઈ અમૃતલાલ શાહ ૫૨. વિદ્યાબેન સ૨દા૨મલ નાહ૨ ૫૩. શકરચંદ નાથાલાલ શાહ (સૂરજવાળા) ૫૪. રસિકલાલ વિઠ્ઠલદાસ શાહ (ચાણસ્માવાળા) ૫૫. દિલીપ વ્રજલાલ શાહ (ચાણસ્માવાળા) ૫૬. જગજીવનદાસ ન્યાલચંદ શાહ (ચાણસ્માવાળા) ૫૭. વિનેશ ઈન્ડસ્ટ્રીઝ : રવિભાઈ દોશી ૫૮. હંસાબેન મૂળજીભાઈ શાહ ૫૯. ઝવેરબેન જેઠુભાઈ મોમાયા ૬૦. વ્રજલાલ રતનચંદ શાહ ૬૧. પદ્માબેન શશિકાન્ત પારેખ ૬૨. સંઘવી જે. વીરચંદ એન્ડ સન્સ ૬૩. ભરતભાઈ હીરાલાલ શાહ ૬૪. પુનમચંદ શિવલાલ શાહ ૬૫. રમાબેન વસંતભાઈ શાહ ૬૬. પોપટલાલ ચત્રભૂજ બાબરીયા ૬૭. સુભાષભાઈ ભાયચંદ શાહ ૬૮. સર્વોદય કમર્શિયલ બેંક લિ. ૬૯. બાબુલાલ મણીલાલ શ્રોફ ૭૦. રઈબેન શાન્તિલાલ ગો. વકીલ સાન્તાક્રૂઝ, મુંબઈ - ૫૪ ઘાટકોપર, મુંબઈ - ૮૬ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ બિદડા-કચ્છ બિદડા-કચ્છ વડાવલી ચવેલી ધાનેરા સૂરત સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા વાપી વાપી સૂરત સૂરત ભીવંડી ભીવંડી મદ્રાસ મદ્રાસ તિરુપુર (T.N.) પૂના પૂના પૂના દાદરા સોલાપુર સોલાપુર શ્રીરામપુર ઈસ્લામપુર મહેસાણા મહેસાણા મહેસાણા Page #12 -------------------------------------------------------------------------- ________________ : શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ : ઉપલબ્ધ ગુજરાતી પુસ્તકો (સં. ૨૦૪૮) કિંમત ૧. સમરાદિત્ય મહાકથા : ભાગઃ ૧-૨-૩ (તાતા) ૨. જૈન રામાયણ : ભાગઃ ૧-૨-૩ (વાત). ૩. ધમ્મ સરણે પવન્જામિ : ભાગ : ૧-૨-૩-૪ ૪. પ્રશમરતિ (સંપૂર્ણ). ૫. પર્વપ્રવચનમાળા ૬. મારગ સાચા કૌન બતાવે ૭. શ્રાવક જીવનઃ ભાગ : ૧ ૮. પ્રીત કિયે દુઃખ હોય (વાત) . ૯. શોધ-પ્રતિશોધ (વાત) ૧૦. પાંપણે બાંધ્યું પાણિયારું (વાત) ૧૧. નીલ ગગનનાં પંખેરુ (વાત) ૧૨. વિચારપંખી ૧૩. વિજ્ઞાન-સેટ (૩ પુસ્તકો) ૧૪. તારા દુઃખને ખંખેરી નાખ ૧૫. સર્વજ્ઞ જેવા સૂરિદેવ (વાત) ૧૬. જૈનધર્મી ૧૭. દોસ્તી (વાત) ૧૮. વ્રત ધરે ભવ તરે (વાત) ૧૯. વાતદિીપ (વાત) ૨૦. અંજના (વાત) ૨૧. રીસાયેલો રાજકુમાર (વાત) ૨૨. ન પ્રિયતે ૨૩. જિનદર્શન ૨૪. ફૂલપાંદડી (વાત) ૨૫. માંગલિક ૨૬. બાળકોની સુવાસ-સેટ ૨૭, જ્ઞાનસાર ૨૦૦-૦૦ ૧૩૦-૦૦ ૧૦૦-૦૦ ૩૦-૦૦ ૩૦-૦૦ ૩૦-૦૦ ૩૦-૦૦ ૩૦-૦૦ ૩૦-૦૦ ૨૦-૦૦ ૨૦-૦૦ ૨૦-૦૦ ૨૦-૦૦ ૧પ-૦૦ ૧પ-૦૦ ૧પ-૦૦ ૧પ-૦૦ ૧૫-૦૦ ૧૦-૦૦ ૧૦-૦૦ ૧૦-૦૦ ૧૦૦૦ ૧૦-૦૦ ૮-૦૦ ૮-૦૦ ૬-૦૦ ૫૦-૦૦ Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧ सद्धर्म श्रवणादेवं नरो विगतकल्मषः । ज्ञाततत्त्वो महासत्त्वः परं संवेगमागतः ॥ धर्मोपादेयतां ज्ञात्वा संजातेच्छोऽत्र भावतः 1 द्दढं स्वशक्तिमालोच्य ग्रहणे संप्रवर्तते ॥ પરમ કૃપાનિધિ મહાન શ્રુતધર આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરિએ "ધર્મબિંદુ" ગ્રંથના તૃતીય અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો વિશેષ ધર્મ નિર્દેશ્યો છે. પ્રથમ અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો સામાન્ય ધર્મ બતાવ્યો છે, જ્યારે ત્રીજામાં વિશેષ ધર્મ. તમારા મનમાં જિજ્ઞાસા થશે કે હું બીજા અધ્યાય પર પ્રવચન કેમ નથી આપતો ? બીજો અધ્યાય તમારા સૌને માટે નથી; અમારા-સાધુઓ માટે છે. તેમાં ધર્મોપદેશ કેવી રીતે આપવો એ અંગે સમુચિત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ત્રીજા અધ્યાયની વાતો તમારા માટે જેટલી મહત્ત્વની છે, તેટલી મહત્ત્વની આ વાતો નથી. બીજી વાત આ પણ છે કે ગૃહસ્થ જીવનનો સામાન્ય ધર્મ સમજ્યા પછી વિશેષ ધર્મ જાણવાની ઈચ્છા જાગૃત થાય એ સ્વાભાવિક છે. સામાન્ય ધર્મોની અતિ ઉપયુક્ત અને રસપૂર્ણ વાતો સાંભળતાં સાંભળતાં કેટલાક શ્રોતાઓના મનમાં વિશેષ ધર્મ-પુરુષાર્થ કરવાની ભાવના જાગૃત થઈ શકે છે. સદ્ગુરુઓના મુખેથી ધર્મોપદેશ શ્રવણનો વિશિષ્ટ પ્રભાવ શ્રોતાઓના હૃદય ઉપર પડે છે. આ તૃતીય અધ્યાયના પ્રારંભે જ આચાર્ય દેવે એ પ્રભાવ બતાવ્યો છે. ધર્મ-શ્રવણથી પાપમુક્તિ ઃ અધિકારી સદ્ગુરુ પાસેથી ધર્મશ્રવણ કરતાં કરતાં માણસ કેટલાંક પાપોથી મુક્ત થઈ શકે છે. બે બાબતો સમજવાની છે. પ્રથમ બાબત છે ધર્મોપદેશકની અને બીજી છે ધર્મોપદેશ સાંભળનારાઓની. બંનેએ યોગ્યતા પ્રાપ્ત કરેલી હોય તો પાપોથી મુક્તિ અવશ્ય મળે છે. જિન શાસનમાં ધર્મોપદેશકની કેટલીક યોગ્યતાઓ અપેક્ષિત છે. બધા સાધુઓ ધર્મોપદેશક બની શકતા નથી. ઉપદેશક સાધુ "ગીતાર્થ” હોવો જોઈએ. એટલે કે શાસ્ત્ર-જ્ઞાતા હોવો જોઈએ, દેશ-કાળનો જાણકાર હોવો જોઈએ. શ્રોતાઓની Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન બૌદ્ધિક ક્ષમતાને સમજનારો હોવો જોઈએ. માત્ર શાસ્ત્રજ્ઞ હોવાથી મનુષ્ય ધર્મોપદેશક બની શકતો નથી. એટલું જ નહીં, શાસ્ત્ર-અધ્યયન કર્યું હોય, પરંતુ ચિંતન-પરિશીલન ન કર્યું હોય તો પણ તે ઉપદેશક બની શકતો નથી. ચિંતનપરિશીલન કર્યું હોય પરંતુ દેશ-કાળની વાસ્તવિકતાને જાણતો ન હોય તો પણ તે ધર્મનો ઉપદેશ આપી શકતો નથી; કારણ કે ધર્મનો સંબંધ માત્ર વર્તમાનકાળ સાથે જ નથી, વર્તમાન જીવન સાથે જ નથી, પણ એનો સંબંધ ભવિષ્યકાળ સાથે ય છે અને પારલૌકિક જીવન સાથે પણ છે. જો કદાચ માણસ ધર્મને ખોટા અર્થમાં સમજી બેસે તો એનાં વર્તમાન અને ભવિષ્ય બંને બગડી જાય. યોગ્યતાથી વંચિત ધર્મોપદેશક આવું અહિત કરી બેસે છે. તે બીજાઓ ૫૨, શ્રોતાઓ ઉપર ઉપકાર કરતો નથી પરંતુ ઘોર અપકાર કરે છે. ઉન્માર્ગી-દેશના આપીને તે પોતે ય ડૂબે છે અને બીજાંને પણ ડુબાડે છે. ધર્મનો સિદ્ધાંત સાચો હોય, પરંતુ એ સિદ્ધાંત સમજવાની ક્ષમતા શ્રોતાઓમાં ન હોય, તો એવા સિદ્ધાંતનો ઉપદેશ ન આપવો જોઈએ ! જે ઉપદેશ માટે જે યોગ્ય ન હોય તેને તે ઉપદેશ આપવો ન જોઈએ. અને કદાચ કોઈ ઉપદેશક ઉપદેશ આપે છે તો.....તે અનર્થ કરે છે, અહિત કરે છે. ધર્મોપદેશક થવું એ મોટી જવાબદારી છે. ધર્મોપદેશક સુયોગ્ય હોય પરંતુ શ્રોતા અયોગ્ય હોય તો તે શ્રોતા પાપમુક્ત થઈ શકતો નથી. શ્રોતા સુયોગ્ય હોવો જોઈએ. ભલેને તે સર્વજ્ઞશાસનના સિદ્ધાંતોને ન જાણતો હોય યા ન માનતો હોય પરંતુ જો તે સામાન્ય ધર્મોનું પાલન કરતો હોય તો સર્વજ્ઞના શાસનનો ધર્મ-ઉપદેશ સાંભળતાં સાંભળતાં શ્રદ્ધાવાન બની જશે એ નિશ્ચિત છે. તેનું મિથ્યાત્વ બરફની જેમ ઓગળીને પાણી થઈને ચાલ્યું જશે – વહી જશે. તેનું મિથ્યાત્વ-પાપ નાશ પામશે. અને તેના તીવ્ર કષાયો મંદ પડી જશે. રાજા કુમારપાળનો પૂર્વજન્મઃ ગુજરાતના રાજા કુમારપાળના પૂર્વજન્મની વાત છે ! કુમારપાળ પૂર્વજન્મમાં ડાકુ હતો, નરવીર એનું નામ હતું. (કેટલાક ગ્રંથોમાં તેનું નામ "જયન્ત” તેમજ “જયતાક્" પણ જણાવેલું છે.) માળવા અને ગુજરાતની સરહદ ઉપર એનો અડ્ડો હતો. એક પહાડી જગાએ એનો નિવાસ હતો. એણે એક નાનકડું રાજ્ય જ સ્થાપિત કર્યું હતું. તે પરાક્રમી વીર હતો. તેણે કેટલાંય ગામો લૂંટ્યાં હતાં. જે કોઈ મુસાફર યા કાફલો ત્યાંથી પસાર થતો હતો તેને નરવીર લૂંટી લેતો હતો. હું તમને આ વાત જણાવવા માગું છું કે આવા ડાકુમાં પણ સદ્ધર્મનું શ્રવણ કરવાની યોગ્યતા હતી અને એના પુણ્યોદયથી ધર્મ-શ્રવણ કરાવનાર મહાપુરુષ પણ એને મળી ગયા હતા. તેનું મિથ્યાત્વ અને તીવ્ર કષાયો કેવી રીતે નષ્ટ થયા Page #15 -------------------------------------------------------------------------- ________________ ભાગ તે હું તમને જણાવીશ. નરવીરની ટોળી ઘણી વિશાળ હતી. સમગ્ર પ્રદેશ ઉપર એની ધાક હતી. મુસાફરો માટે તો જાણે રસ્તો જ બંધ થઈ ગયો હતો. એક દિવસ માળવાનો ધનાઢ્ય વેપારી ધનદત્ત પોતાના કાફલા સાથે ત્યાંથી પસાર થતો હતો. તેની પાસે લાખોની સંપત્તિ, માલમતા હતી, નરવીરના સાથીદાર લૂંટારાઓએ ધનદત્તને લૂંટી લીધો. ધનદત્તના તમામ રક્ષકોની હત્યા કરવામાં આવી. ગમે તેમ કરીને ધનદત્ત ત્યાંથી બચીને નાસી છૂટ્યો. તેણે પોતાનું સર્વસ્વ ખોયું હતું. તે ભયંકર રોષ અને નિરાશાને લીધે બેચેન હતો. વેરની આગથી તેનું હૃદય બળી રહ્યું હતું. તેણે વિચાર કર્યો - "અનેક ક્રૂર પિશાચો એકઠા કરીને જેમ કોઈ રાક્ષસ લોકોને પરેશાન કરે છે એવી જ રીતે આ પલ્લીપતિ નરવીર અનેક ડાકુઓને એકત્ર કરીને મુસાફરોને લૂંટે છે, મારે છે.....એ મદોન્મત્ત બની ગયો છે. હવે જો એનો પ્રતિકાર કરવામાં નહીં આવે તો તે ઘણો જ આતંક ફેલાવશે, મારા જેવા અનેક મુસાફરોને કષ્ટરૂપ બનશે. મારે જ એનો પ્રતિકાર કરવો પડશે, પરંતુ હું એકલો કશું જ નહીં કરી શકું. કોઈક રાજાની મદદ લેવી પડશે.” .. ૧ આવો વિચાર કરીને તે માળવાના રાજા પાસે ગયો. તેણે રાજાને સમગ્ર વૃત્તાંત કહ્યો. રાજાએ કહ્યું : "શ્રેષ્ઠિ, તમે તમારે ઘરે જાઓ. એ પલ્લીપતિ નરવીરને હરાવીને તમારું બધું ધન તમને પરત આપવામાં આવશે. તમે નિશ્ચિંત રહો.” ૩ ધનદત્તે કહ્યું : “મહારાજ ! મારી સંપત્તિ ગઈ તેની મને ચિંતા નથી. પણ મેં પ્રતિજ્ઞા કરી છે કે તે ઉન્મત્ત પલ્લીપતિને પૂર્ણ રીતે સાફ કરીશ, ઉખેડી નાખીશ. એટલા માટે હું આપને વિનંતી કરું છું કે આપ આપનું વિશાળ સૈન્ય મારી સાથે મોકલો, બસ, હું એ દુષ્ટની સાથે હિસાબ પતાવી દઈશ.” માલવપતિએ ધનદત્તની વાત સાંભળીને પ્રસન્નતા વ્યક્ત કરી. તેણે ધનદત્તને વિશાળ સેના આપી. સેના લઈને તે પલ્લીપતિ નરવીરના રહેઠાણે પહોંચ્યો. જે પહાડી ઉપર પલ્લી (નાનું ગામ) હતી, તે પહાડીને સૈન્યે ઘેરી લીધી. જો કે તે પરાક્રમી યોદ્ધો હતો, છતાં તેને વિશાળ સેના સાથે લડવું અને જાણી જોઈને મરવું ઉચિત ન લાગ્યું. પરંતુ તેના સાથીદાર ડાકુઓએ ભેગા મળીને સૈન્યનો મુકાબલો કર્યો. ધનદત્ત પાગલની જેમ લડી રહ્યો હતો, ઘણા ડાકુઓ માર્યા ગયા. નરવીરને તેની સગર્ભા પત્નીની ચિંતા સતાવી રહી હતી. તે ગુપ્ત માર્ગેથી પહાડી ઉપરથી નીચે ઊતર્યો અને ગુપ્ત માર્ગે જંગલમાં અદૃશ્ય થઈ ગયો; પરંતુ એની ગર્ભવતી પત્ની ધનદત્તના હાથે પકડાઈ ગઈ, ધનદત્ત ઉપર ક્રોધ રૂપી રાક્ષસ સવાર હતો, તેણે નરવીરની પત્નીનું પેટ ચીરી નાખ્યું અને ગર્ભને પથ્થર ઉપર પછાડીને મારી . Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન નાખ્યો. આ દૃશ્ય સૈનિકોએ જોયું, તેઓ ધનદતના આ રાક્ષસી કત્ય ઉપર થૂક્યા. ધનદતે સંપૂર્ણ પલ્લીને બાળી નાખી. ધનદત્તના મનને શાન્તિ થઈ. તે સેના સાથે માલવપતિ પાસે પાછો આવ્યો. માલવપતિને ધનદત્તની ક્રૂરતામય હિંસાની વાતની ખબર પડી ગઈ હતી. તેણે નરવીરની પત્નીની અને ગર્ભની કેવી ઘોર હત્યા કરી હતી તે રાજાને ખબર પડી ગઈ હતી. જેવો ધનદત્ત રાજા સમક્ષ ઉપસ્થિત થયો ત્યારે રાજાએ તેનો ઘોર તિરસ્કાર કરીને કહ્યું - "હે નીચ વણિક ! તું ભલે ઉચ્ચ જાતિમાં ઉત્પન્ન થયો છે, પરંતુ તારાં કર્મ એક શૂદ્રને ય શરમાવે એવાં અધમ છે. તું કેટલો નિર્દયી છે કે તે સ્ત્રી-હત્યા તો કરી, પણ સાથે જ ભૃણ-હત્યા ય કરી ? એક ચંડાળ પણ આવું અધમ કૃત્ય ન કરે. તું મારી સામેથી દૂર થઈ જા, હું તારું કાળું મુખ જોવા ઈચ્છતો નથી.” રાજાએ ધનદત્તની સંપત્તિ પડાવી લીધી અને એને દેશનિકાલ કર્યો. ધનદત્ત માલવદેશ છોડીને જંગલમાં ચાલ્યો ગયો. તેને પોતે કરેલાં પાપોનો ઘોર પશ્ચાત્તાપ પણ થયો. પશ્ચાત્તાપ કરતાં તેણે શેષ જીવન વ્યતીત કર્યું. નરવીરને સદ્ગુરુની પ્રાપ્તિ ઃ નરવીર નાસતો, ભટકતો જંગલમાં એક વૃક્ષ નીચે બેઠો હતો. રક્તરંગિત તલવાર એની પાસે પડી હતી. એનાં વસ્ત્રો પણ રક્તથી લથપથ હતાં. બધું જ ગુમાવી ચૂકેલો તે નિરાશામાં ડૂબી ગયો હતો. તેના મનમાં ધનદત્ત પ્રત્યે ભયંકર આક્રોશ હતો. સાથીદારો અને પત્નીના મૃત્યુથી તે અત્યંત વ્યથિત હતો. ભૂખ અને તરસ પણ તેને સતાવી રહી હતી, ત્યાં તેણે કેટલાક સાધુઓને આવતા જોયા. આચાર્યશ્રી યશોભદ્રસૂરિજી પોતાના શિષ્ય પરિવાર સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જેવા આચાર્ય તેની પાસે આવ્યા તો નરવીરે ઊભા થઈને તેમને પ્રણામ કર્યા. આચાર્યે તેને "ધર્મલાભ” ના આશીર્વાદ આપ્યા. આચાર્યે તેની દીન-હીન પરિસ્થિતિ જોઈ, તેઓ તો કરુણાવંત હતા. તેમણે નરવીરને પૂછ્યું "મહાનુભાવ! તારી આવી દશા જોઈને મને લાગે છે કે તું ખૂબ જ દુઃખી છે; તારી આવી દશા કેવી રીતે થઈ?" અન્ય સાધુઓ પણ આચાર્યશ્રીની પાસે આવીને ઊભા રહ્યા હતા. કેટલાક ગૃહસ્થો પણ સાથે ચાલતા હતા, તેઓ પણ ત્યાં આવીને ઊભા રહી ગયા. મુનિરાજની સામે નરવીરનું હૃદય ખૂલી ગયું અને તેણે પોતાના જીવનનાં સમગ્ર કુકર્મો કહી સંભળાવ્યાં. પોતાના સાથીદારો અને પત્નીની હત્યાની વિગત કહેતાં કહેતાં નરવીરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. આચાદવે તેને વાત્સલ્યપૂર્ણ Page #17 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ દ્ભયથી કહ્યું : ગુરુદેવની ધર્મદિશના "મહાનુભાવ! તું એક પલ્લીપતિ હતો, એટલે કે એક નાનો રાજા હતો. તારી પાસે પુષ્કળ સંપત્તિ હતી છતાં પણ લોભવશ થઈને તૈમુસાફરોને લૂંટવાનું પાપકૃત્ય કર્યું. એ સારું નથી કર્યું. જે મૃત્યુ એક નિર્ધન માણસ પણ નથી કરતો તેવું પાપ કર્મ તે ધનવાન હોવા છતાં કર્યું. પરિણામે તારો ઘોર પરાજય થયો.....તારું સર્વસ્વ નષ્ટ થયું. મહાનુભાવ! યાદ રાખ કે લૂંટારાએ સ્થાનભ્રષ્ટ થવું પડે છે, તેના કુળનો વિનાશ થાય છે. અને તેનો વૈભવ ચાલ્યો જાય છે. બુદ્ધિના ધનુષ્ય એવું કાર્ય ન કરવું જોઈએ. જીવનભર ભલે નિર્ધનતાનું દુઃખ સહન કરવું પડે પરંતુ ચોરી યા લૂંટ સર્વથા અનુચિત છે, એટલા માટે તું આ પાપકર્મો છોડી દે અને પ્રશસ્ય કાર્ય કર. પાપોથી દુઃખ મળે છે અને ધર્મથી સુખ પ્રાપ્ત થાય છે. એટલા માટે પાપોનો ત્યાગ કરીને ધર્મનો આદર કરવો જોઈએ. આ મનુષ્ય જીવન વ્યર્થ ગુમાવવું ન જોઈએ.” અતિ અલ્પ શબ્દોમાં, સરળ ભાષામાં અને મધુર ધ્વનિમાં આચાર્યદેવે તેને ધર્મોપદેશ આપ્યો. જંગલ હતું, સમય થોડો હતો. વિહાર કરીને ગામમાં પહોંચવાનું હતું અને સામે એક ડાકુ હતો ! આચાર્યદેવ ગીતાર્થ જ્ઞાની પુરુષ હતા. દેશજ્ઞ અને કાલજ્ઞ પુરુષ હતા. તેમણે ત્યાં મિતાક્ષરી ઉપદેશ જ આપ્યો. સાથે જે મુસાફરો હતા તેમને આચાદવે ઈશારો કર્યો. એક મુસાફરે નરવીરને ભોજન આપ્યું. પાણી આપ્યું અને આગળ ચાલ્યો ગયો. આચાર્યદવે નરવીરને કહ્યું મહાનુભાવ! તું અહીંથી "એકશિલા” નગરીમાં જજે. ત્યાં "આઢર શ્રેષ્ઠી” રહે છે. તે તને સહારો આપશે.” નરવીરે ફરીથી નતમસ્તકે આચાર્યદિવને વંદન કર્યું. આચાર્યદવ તો પોતાના પરિવાર સાથે ત્યાંથી ચાલી નીકળ્યા. નરવીર જતા આચાર્યદેવને ભક્તિભાવથી નિહાળી રહ્યો. તેના મનમાં આચાર્યદેવ પ્રતિ પ્રતિભાવ જાગ્યો અને તેમનાં વચનો ઉપર શ્રદ્ધા જાગી. આ કેવી રીતે બન્યું? આચાર્યદેવના ઉપદેશથી નરવીરનું મિથ્યાત્વ દૂર થયું અને તેના તીવ્ર (અનંતાનુબંધી) કપાયો શાન્ત થયા. મિથ્યાત્વ અને કષાય-આ બે મહાન પાપો છે. જ્યાં સુધી આ બે પાપો દૂર થતાં નથી ત્યાં સુધી મનુષ્યની મોક્ષયાત્રાનો પ્રારંભ થતો નથી. અને મનુષ્યની જ્ઞાનવૃષ્ટિ ખૂલતી નથી. તેમજ મનુષ્ય અન્તર્મુખ પણ થઈ શકતો નથી. Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન મિથ્યાત્વની પ્રતિક્રિયા : જીવાત્મામાં રહેલું “મિથ્યાત્વ” એક અશુભ ભાવ છે. આ અશુભ ભાવ સાથે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ જોડાયેલા હોય છે. એ સાથે રહે છે અને સાથે જ જાય છે. આ અશુભ ભાવો જ્યાં સુધી જીવાત્મામાં રહે છે ત્યાં સુધી૧. જીવ શાન્તિનો અનુભવ કરી શકતો નથી. ૨. મોક્ષ પામવાની ઈચ્છા થતી નથી. ૩, સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. ૪. દુખી લોકો પ્રત્યે અનુકંપાનો ભાવ ઉત્પન્ન થતો નથી, અને ધર્મનું, ગુરુનું તેમજ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ તે જાણી શકતો નથી તથા માની શકતો નથી, જે ધર્મ નથી તેને ધર્મ માને છે, જે ગુરુ નથી તેને તે ગુરુ માને છે. અને જે પરમાત્મ-સ્વરૂપ નથી તેને પરમાત્મ-સ્વરૂપ માને છે. એટલે કે દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે તે ભ્રમણામાં રહે છે. મિથ્યાત્વની સાથે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ રહેવાથી મિથ્યાત્વના ભાવમાં તીવ્રતા રહે છે. સભામાંથી “અનંતાનુબંધી” નો અર્થ શું થાય? મહારાજશ્રી અંતહીન અનુબંધવાળા ક્રોધાદિ–કેટલાય વર્ષો વીતી જાય છતાં પણ જેનો ક્રોધ–વેરભાવ શાન્ત નથી થતો, કેટલાંય વર્ષો વીત્યા છતાં પણ જેનું માન-અભિમાન દૂર થતું નથી, તે જ રીતે કેટલાંય વર્ષો વીત્યા છતાં પણ જેનાં માયાકપટ અને લોભ દૂર થતાં નથી.... તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે. આવા કષાયો જે જીવાત્મામાં વિદ્યમાન હોય તે શાન્તિનો અનુભવ કેવી રીતે કરી શકે? ક્રોધ, માન, માયા અને લોભ અશાંતિ જ ઉત્પન્ન કરનાર તત્ત્વો છે. શું ક્રોધી વ્યક્તિ શાન્તિ પામી શકે છે? શું અભિમાની મનુષ્ય પ્રશમરસનું પાન કરી શકે? શું માયાવી મનુષ્ય કદી ભીતરની શાન્તિનો અનુભવ કરી શકે લોભી કદી શાન્તિભરી નિદ્રાનો અનુભવ કરી શકે અને આ તો અનંતાનુબંધીના ક્રોધાદિ ! કેટલા તીવ્ર અને કેટલા ભયંકર આમે ય મિથ્યાત્વનો દુભાવ મોક્ષને સમજવા દેતો નથી. મોક્ષનું જે વાસ્તવિક સ્વરૂપ છેઃ કૃત્નકર્મક્ષ મોક્ષ | સમસ્ત કમનો નાશ-સર્વ કમાંથી આત્માની મુક્તિ - એ સમજવા દેતો નથી. ઘણું કરીને એવો વિચાર પણ આવવા દેતો નથી. Page #19 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ કદી વિચાર આવી જાય તો વાસ્તવિક મુક્તિબોધ થવા દેતો નથી. હા, મિથ્યાત્વીને વૈરાગ્ય થઈ શકે છે, પરંતુ એ વૈરાગ્ય દુઃખજાનત યા તો મોહજનિત હોય છે. પ્રાયઃ એને જ્ઞાનજાનિત વૈરાગ્ય થતો નથી. કષાયોની પ્રબળતા ઓછી થતાં મિથ્યાત્વની ઉપસ્થિતિમાં પણ વૈરાગ્ય ઉદ્ભવી શકે છે, છતાં પણ એ વૈરાગ્ય ભાગ્યે જ વીતરાગતાની નજીક લઈ જાય છે. મંદ કષાય તીવ્ર થતાંની સાથે જ વૈરાગ્ય-ભાવને નષ્ટભ્રષ્ટ કરી દે છે. આપણને તો એવો વૈરાગ્ય ઈષ્ટ છે કે જે વૈરાગ્ય આપણને વીતરાગતા સુધી પહોંચાડી દે! મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોની ઉપસ્થિતિમાં જીવાત્મામાં અનુકંપાવૃત્તિ જાગૃત થઈ શકતી નથી. જ્યારે કષાયોની મંદતા હોય ત્યારે દયા-કરણો દેખાય છે, પરંતુ એ દયા-કરુણા મોટા જીવોના વિષય પૂરતી જ મર્યાદિત રહે છે. સ્થાવર જીવોની તો એને ઓળખ પણ હોતી નથી ! તો પછી જીવો પ્રત્યે દયાળુ કેવી રીતે બની શકાય? ત્રસ જીવો પ્રત્યે પણ તેમની દયા અતિ સીમિત હોય છે. અજ્ઞાનતાને વશ થઈને તેઓ જીવહિંસામાં ધર્મ માને છે !! ધર્મને નામે તેઓ હિંસા કરે છે. આ અપેક્ષાએ મિથ્યાત્વને મહાન પાપ કહેવામાં આવ્યું છે. અનંતાનુબંધી કષાયોને પણ મોટું પાપ માનવામાં આવ્યું છે. સદ્દગુરુ-નિમિત્તથી આ પાપ દૂર થઈ શકે છે. કોઈક વાર વિના નિમિત્તે ય આ પાપ દૂર થઈ શકે છે, પરંતુ રાજમાર્ગ છે નિમિત્તનો! નરવીરને સદ્ગુરુનું નિમિત્ત મળી ગયું. એનું મિથ્યાત્વ-પાપ દૂર થઈ ગયું. સભામાંથી સારું નિમિત્ત પુણ્યકર્મથી પ્રાપ્ત થાય છે ને ? મહારાજશ્રી હા પુણ્યકર્મનો ઉદય થાય છે ત્યારે સારું નિમિત્ત મળે છે. અને પાપકર્મનો ઉદય થાય છે ત્યારે ખરાબ નિમિત્ત પ્રાપ્ત થાય છે. નરવીર એકશિલા નગરીમાં : નરવીર એકશિલા નગરીમાં પહોંચી ગયો. તેના મનમાં હવે શાન્તિ હતી. તેના મનમાં શ્રદ્ધાનો દીપ જલી રહ્યો હતો. તે આઢર શ્રેષ્ઠીની વિશાળ હવેલીના પ્રાંગણમાં પહોંચ્યો. ત્યાં તેણે અનેક મુસાફરો અને ગરીબોને ભોજન કરતા જોયા. જો કે તે પણ ભૂખ્યોત્તો હતો પરંતુ ભોજન કરવા બેઠો નહીં. એક બાજુ ઊભો રહ્યો. શેઠ આઢરે નરવીરને જોયો. તેણે પણ આઢર શેઠને જોયા. શેઠે ઈશારાથી નરવીરને પોતાની પાસે બોલાવ્યો. "તું મુસાફર છે, દૂરથી આવ્યો લાગે છે. ભોજન કરી લે.” નરવીરે કહ્યું : "શેઠ, હું મફત ભોજન કરતો નથી. પહેલાં મને કોઈ કામ બતાવો, . * Page #20 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રાવક જીવન પછી હું ભોજન કરીશ.” નરવીરે નમ્રતા અને વિનયપૂર્વક વાત કરી. આઢર શેઠને નરવીરમાં વિશેષતા જોવા મળી આજ દિન સુધી આઢર શેઠના સદાવ્રતમાં હજારો લોકો ભોજન કરી ગયા હતા, પરંતુ નરવીર એક પહેલો માણસ હતો કે જે મફત ભોજન કરવા ઈચ્છતો ન હતો. શેઠે કહ્યું "ભાઈ, પહેલાં તું ભોજન કરી લે, પછી હું તને કામ આપીશ.” નરવીરે ભોજન કરી લીધું અને આઢર શેઠે તેને પોતાના ઘર માટે નોકરીમાં રાખી લીધો. નરવીર સત્ત્વશીલ અને પરાક્રમી તો હતો જ. તેમાં વાદારીનો પણ એક વિશિષ્ટ ગુણ હતો. નોકરીમાં વફાદારીનો ગુણ અનિવાર્યતયા અપેક્ષિત છે, અને આ ગુણ જેમાં હોય છે તે શેઠનો વિશ્વાસપાત્ર બની જાય છે–સ્નેહભાજન બની જાય છે. ઉન્નતિનો મૂળગુણઃ વફાદારી આઢર શેઠની તીક્ષ્ણ દ્રષ્ટિમાં નરવીર પાર ઊતર્યો. શેઠના ઘરમાં ચાર-ચાર જુવાન પુત્રવધૂઓ હતી. નરવીર ઘરમાં જ રહેતો હતો, પરંતુ કદીય આંખ ઊંચી કરીને તેણે પુત્રવધૂઓ તરફ જોયું ન હતું કે ન તો કોઈ સ્ત્રી સાથે અનાવશ્યક વાતો કરી. આઢર શેઠે નરવીરની સચ્ચરિત્રતા જોઈ અને શેઠનો તેના પ્રતિ પ્રેમ વધી ગયો. આ ઘણી મોટી વાત છે. મોટે ભાગે તો એવું જોવા મળે છે કે જે ઘરમાં નોકર પોષાય છે, રહે છે એ ઘરની જ બહેન-વહુઓ સાથે દુરાચાર-વ્યભિચાર કરતાં અચકાતો નથી. પહેલાં સારાં કાર્યો કરીને શેઠ-શેઠાણીનો વિશ્વાસ સંપાદિત કરી લે છે અને પછી કરે છે વિશ્વાસઘાત ! વિશ્વાસઘાત કેટલું મોટું પાપ છે એ વાત વિષયલોલુપ મનુષ્ય ક્યાંથી સમજે? વિષયલોલુપતા જ મનુષ્યને વિશ્વાસઘાતી બનાવે છે. બીજી વાત છે રૂપિયાની-ધન દોલતની, આઢર શેઠની હવેલીમાં અપાર સમૃદ્ધિ હતી. શેઠે નરવીરની પ્રામાણિકતા અનેકવાર જોઈ. કેમ કે નરવીરે તો આઢર શેઠની સંપત્તિ કરતાં ય વધારે સંપત્તિ જોઈ હતી. પલ્લીપતિ હતો ને! એટલે તેના મનમાં સંપત્તિનો રજ માત્ર મોહ રહ્યો ન હતો. ધન સંપત્તિનો પ્રગાઢ મોહ મનુષ્યને અપ્રામાણિક બનાવે છે. ચોરી પણ કરાવે છે, ધન-સંપત્તિની મુગ્ધતા મનુષ્યને વિશ્વાસઘાતી બનાવે છે. આ દુર્ગણ મનુષ્યની ઉતિમાં અવરોધક બને છે. આ દુર્ગુણથી “અંતરાયકર્મ નો બંધ થાય છે. જ્યારે આ કર્મ ઉદયમાં આવે છે ત્યારે નિર્ધનતાની દરિદ્રતાની ભેટ આપે છે. એટલા માટે Page #21 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ કહું છું કે પ્રામાણિક બનીને, વફાદારી નભાવીને જીવો. પ્રામાણિકતા અને વફાદારીથી તમારી ઉન્નતિ થશે. નરવીરની ઉન્નતિ પાછળ એના આ બે મુખ્ય ગુણ હતા. યશોભદ્રજી એકશિલા નગરીમાં નરવીરના ભાગ્યોદયને લીધે જ આચાર્યદેવ યશોભદ્રસૂરિજી એકશિલા નગરીમાં પધાર્યા. રસ્તામાંથી પસાર થતા આચાર્યદિવને નરવીરે જોયા. તેનાં નેત્રો આનંદિત થઈ ગયાં. તે વિચારવા લાગ્યો : "આ જ પેલા મુનિરાજ છે, જે મને જંગલમાં મળ્યા હતા. તેમણે મને ભોજન અપાવ્યું હતું, અને નગરીમાં આવવાની પ્રેરણા આપી હતી. આ મહાપુરુષે મારા ઉપર કેટલો મહાન ઉપકાર કર્યો છે ! હું એમની પાસે જઈશ અને તેમની સેવા કરીશ.” આ ગુણ-કૃતજ્ઞતા નરવીરનો બીજો વિશિષ્ટ ગુણ હતો. ઉપકારીના ઉપકારોને યાદ રાખવા એ વિશિષ્ટ ગુણ છે. આ ગુણ સર્વ જીવોમાં નથી હોતો, ઘણા ઓછા જીવોમાં હોય છે. જેની ઉન્નતિ થઈ રહી હોય, આત્મવિકાસ સધાતો હોય, તેનામાં જ આ ગુણ હોય છે. નરવીર ભાવિ રાજા કુમાળપાળનો જીવ છે ને ! નર ? આચાર્યદિવની સેવા કરવાનો વિચાર કરે છે. "હું ઘરનું કામ પૂર્ણ કરીને જયાં ગુરુદેવ બિરાજતા હશે ત્યાં ચાલ્યો જઈશ, અને તેમની સેવા કરીશ.” નરવીરે આચાર્યદિવના બિરાજવાની જગા જોઈ લીધી. ઘરનું કામ પૂરું કરીને તે ત્યાં જવા લાગ્યો અને આચાર્યદેવની સેવા કરવા લાગ્યો. આચાર્યદિને નરવીરના જીવન પરિવર્તનથી અતિ સંતોષ અનુભવ્યો. વાસ્તવમાં નરવીરનું પરિવર્તન અભુત હતું. તે ઘણો શાન્ત, સંતોષી અને ગુણવાન બની ગયો હતો! એક વખતનો ભયાનક ડાકુ આજ કેટલો પ્રશાન્ત થઈને ગુરુસેવા કરી રહ્યો હતો ! તમે કલ્પના કરશો તો જ જીવન-પરિવર્તનની મહત્તાનો ખ્યાલ આવશે. જ્યારે દિવસે ઘણો સમય નરવીર ઘરથી બહાર રહેવા લાગ્યો ત્યારે એક દિવસ આઢર શ્રેષ્ઠીએ પૂછયું : "નરવીર ! તું ભોજન પછી બપોરના સમયે ક્યાં જાય છે ?" "શેઠજી ! આપની નગરીમાં મારા ગુરુ પધાર્યા છે, તેમનું નામ છે યશોભદ્રસૂરિજી. હું તેમની પાસે જાઉં છું. તેમના વચનામૃતનું પાન કરવું મને ખૂબ જ ગમે છે.” નરવીરે કહ્યું. નરવીરની વાત સાંભળીને આઢર શેઠ વિચારવા લાગ્યા. હું પણ આવા સંત પુરુષ પાસે કેમ ન જાઉં? સંત પુરુષોનો ધર્મોપદેશ મનુષ્યને શક્તિ આપે છે. અને સાધૂનાં દર્શન પુષ્યમ્ | સાધુઓનાં દર્શન માત્રથી જ મનુષ્યનાં પાપો ધોવાઈ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રાવક જીવન જાય છે. અને પુણ્યકર્મ પ્રાપ્ત થાય છે. હું યશોભદ્રસૂરિજી પાસે જઈશ.” વિવેકી મનુષ્યને કલ્યાણ માર્ગની પ્રાપ્તિ સુલભ હોય છે; આઢર શેઠ વિવેકી હતો. સત્સંમાગમનો મહિમા તેના હૃદયમાં હતો; એટલા માટે તેણે નરવીરને ઠપકો ન આપ્યો કે "તું શા માટે સાધુઓ પાસે જાય છે... શું મળે છે ત્યાં ? ઘરનું કામ કર્યા કર, અને જવું હોય તો અઠવાડિયામાં એક વાર જવું, રોજ રોજ ન જવું.” વગેરે. આવી કોઈ વાત આઢ૨ શેઠે કરી નહીં, વિવેકી હતો ને ! વિવેકશીલ પ્રત્યેક વાતમાં સારપ ગ્રહણ કરે છે. ઉપયોગી વાત ગ્રહણ કરે છે. આઢ૨ શેઠે નરવીરને કહ્યું ઃ “નરવીર ! કાલ પ્રાતઃકાળે હું પણ તારી સાથે ગુરુદેવનાં દર્શન કરવા આવીશ." નરતીર આનંદિત થઈ ગયો. “શેઠજી, આપ અવશ્ય પધારજો. મારા ગુરુદેવ ચંદ્ર સમાન શીતળ છે અને સૂર્ય સમાન તેજસ્વી છે. તે જ્ઞાની છે. તેમની વાણી સાકર કરતાં ય વધુ મધુર છે. તેમનો ઉપદેશ સાંભળી આપનું હૃદય આનંદથી ભરાઈ જશે.” પોતાના ગુરુદેવની પ્રશંસા કરતાં કરતાં નરવીર ગદિત થઈ ગયો, આંખો ભરાઈ ગઈ. આઢર શેઠ નરવી૨ની ગુરુભક્તિ જોઈને હર્ષાવભોર થઈ ગયા. તેમનું મન બોલી ઊઠયું. "સાચી શાન્તિ આવા સાધુ પુરુષોના સંગમાં જ પ્રાપ્ત થાય છે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરેલા આ સંસારમાં અન્યત્ર શાન્તિ કર્યાં છે ? નરવીર ! તું ધન્ય છે; પુણ્યશાળી છે..... તને શાન્તિદાતા ગુરુ મળી ગયા !” આઢર શ્રેષ્ઠી બીજે દિવસે પ્રાતઃકાળે નરવીરને લઈને ગુરુદેવ પાસે પહોંચી ગયા. ગુરુદેવના દર્શન કરીને તે ભાવવિભોર થઈ ગયા. નરવીરે ગુરુદેવનું જે વર્ણન કર્યું હતું. તે તેમને અપૂર્ણ લાગ્યું. ગુરુદેવની અદ્ભુત પ્રતિભા જોઈને આઢર શ્રેષ્ઠી અત્યંત પ્રભાવિત થઈ ગયા. તેમણે સાષ્ટાંગ પ્રણામ કર્યા અને વિનયપૂર્વક ગુરુદેવની સામે બેસી ગયા. ગુરુદેવે બંનેને "ધર્મલાભ” ના આશીર્વાદ આપ્યા. અને ધર્મોપદેશ આપ્યો. આચાર્યદેવે આઢર શેઠને પોતાની જ્ઞાનવૃષ્ટિથી નિહાળીને, તેમનું ભવિષ્ય જોયું. તેમનો અંતરાત્મા પુલકિત થઈ ગયો. તેમણે આઢરને લક્ષ્ય બનાવીને ધર્મોપદેશ આપ્યો. આઢરને આ ધર્મોપદેશ અમૃતતુલ્ય લાગ્યો. ધર્મોપદેશ પૂર્ણ થતાં જ આઢર શેઠે કહ્યું : ‘ગુરુદેવ, અમે પ્રતિદિન પ્રાતઃકાળે ધર્મોપદેશ સાંભળવા આપની સેવામાં આવીશું. આજ આપની અમૃતમયી વાણી સાંભળીને મને અત્યંત હર્ષ થયો છે. આપે મારી ઉપર પરમ કૃપા કરી છે. પરમ ઉપકાર કર્યો છે.” Page #23 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ ૧૧ "વત્સ ! તારો શુભોદય છે કે તને જિનધર્મનો ઉપદેશ પ્રિય લાગ્યો. આ મનુષ્ય જીવનમાં ધર્મ-પુરુષાર્થને જ પ્રાધાન્ય આપવું જોઈએ. જેથી વર્તમાન અને ભવિષ્ય કાલીન-બંને જીવન સુખમય બને.” આઢર અને નરવીરે ગુરુદેવનાં ચરણોમાં વંદના કરી અને ઘેર પાછા આવ્યા. ધર્મોપદેશ શ્રવણનો પ્રથમ પ્રતિભાવ છે વિગત કલ્મષતા. એટલે કે પાપ-મુક્તિ. આઢર શેઠની પણ મિથ્યાત્વના પાપોથી અને અનંતાનુબંધી કષાયોના પાપોથી મુક્તિ કેવી રીતે થાય છે, અને આ બંને પુણ્યશાળી જીવાત્માઓમાં બીજા કયા પ્રતિભાવો જોવા મળે છે, એ આગળ ઉપર બતાવીશ. "ધર્મબંદુ" ના તૃતીય અધ્યાયની સાથે સાથે "કુમારપાળચરિત્ર" પર પણ પ્રવચનો થતાં રહેશે. સર્વ પ્રથમ કુમાળપાળનો પૂર્વજન્મ-વૃત્તાંત બતાવી રહ્યો છું. આજ આટલું જ. ✰✰✰ Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨ सद्धर्मश्रवणादेवं नरो विगतकल्मषः । ज्ञाततत्त्वो महासत्त्वः परंसंवेगमागतः धर्मोपादेयतां ज्ञात्वा संजातेच्छोऽत्र भावतः द्दढं स्वशक्तिमालोच्य ग्रहणे संप्रवर्तते ॥ મહાન શ્રુતધર પરમ કૃપાનિધિ આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સ્વરચિત "ધર્મીબંદુ” ગ્રંથની અંદર ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ-જીવનનો વિશેષ ધર્મ નિરૂપ્યો છે. સામાન્ય ધર્મોનું યથોચિત આચરણ કરતો મનુષ્ય જ્યારે સદ્ગુરુનો પરિચય પામે છે અને તેમનો સદ્ધર્મોપદેશ સાંભળે છે ત્યારે તેનું મિથ્યાત્વ દૂર થાય છે અને ક્રોધ વગેરે કષાયોની તીવ્રતા ઓછી થતી જાય છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો મનુષ્યને તત્ત્વબોધ પામવા દેતા નથી. સર્વજ્ઞ કથિત તત્ત્વોનો બોધ થવા દેતા નથી. આ બે પાપ તત્ત્વબોધમાં અવરોધરૂપ છે. સદ્ધર્મનો ઉપદેશ આ પાપોનો નાશ કરી શકે છે. હા, કરી શકે છે, કરે જ છે એવો નિયમ નથી. દુનિયામાં એવા જીવો પણ હોય છે કે જે તીર્થંકર-મુખેથી ઉપદેશ સાંભળતા હોય છે, છતાં પણ તેમનું મિથ્યાત્વ યથાવત્ રહે છે અને અનંતાનુબંધી કષાયો પણ એ જ સ્થિતિમાં અસ્તિત્વ ધરાવે છે. ઉપદેશનો પ્રભાવ સાપેક્ષા હોય છે. જીવોની યોગ્યતા અપેક્ષિત છે. સરળતાની યોગ્યતા જરૂરી છે. જો મનુષ્યમાં કુટિલતા-વક્રતા ન હોય અને સદ્ગુરુ-યોગ મળી જાય તો તેની ઉન્નતિ થવામાં વિલંબ થતો નથી. તેની ઉપર ધર્મોપદેશની પ્રભાવકતા અસર કરે જ છે. આઢર શેઠ અને નરવીર બંને સરળ પ્રકૃતિના જીવ હતા. તેમના હૃદયમાં ન હતું કપટ કે ન હતો દંભ. તેઓ આચાર્યશ્રી યશોભદ્રસૂરિજી પાસે પ્રતિદિન આવતા હતા; ધર્મોપદેશ સાંભળતા હતા અને ગુરુદેવની સેવા કરતા હતા. હવે તેમનું મિથ્યાત્વ દૂર થાય છે, તેમના કષાયોની અનંતાનુબંધિતા દૂર થાય છે. આઢરે અને નરવીરે વાસ્તવિક પરમાત્મ-સ્વરૂપને સમજી લીધું. સમ્યગ્ ગુરુતત્ત્વને ઓળખી લીધું અને સદ્ધર્મનો બોધ પ્રાપ્ત કરી લીધો. તેમના આત્મામાં તત્ત્વબોધનો પ્રકાશ પથરાયો. આચાર્યદેવે એમને જીવ, અજીવ, પુણ્ય, પાપ, Page #25 -------------------------------------------------------------------------- ________________ - ૧૩ ભાગ - ૧ આશ્રય, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ તત્ત્વોનું સ્વરૂપ સમજાવ્યું. બંનેએ નવતત્ત્વોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આમ તેમના હૃદયમાં પરમાત્મા જિનેશ્વર દેવના ધર્મશાસન ઉપર અનુરાગ વધવા લાગ્યો. આ બંનેમાં જેમ જેમ પાપ અને પુણ્યનો વિવેક વિકસિત થતો ગયો તેમ તેમ સંસારનાં ભૌતિક સુખોની મમતા-આસક્તિ ઓછી થતી ગઈ. જો કે મોક્ષની સુરેખ કલ્પના આવવી તો શક્ય ન હતી, છતાં પણ મોક્ષની-મુક્તિની વાતો તેમને ગમતી હતી. આત્માના શુદ્ધ સ્વરૂપની વાતો તેમને પ્રિય લાગવા માંડી. એમને ધર્મ ઉપાદેય. લાગવા માંડ્યો, એટલે કે જીવનમાં ધર્મની આવશ્યકતા જણાવા લાગી. સભામાંથી શું નરવીરના જીવનમાં આટલું પરિવર્તન સંભવિત છે? ડાકુજીવનનું કોઈ વ્યસન એનામાં રહ્યું નહીં હોય? મહારાજશ્રી ઃ હા, પરિવર્તન "સત્ત્વ” પર નિર્ભર રહે છે. સાત્ત્વિક મનુષ્ય ડાકમાંથી સાધુ બની શકે છે; એનાં ઉદાહરણો ઇતિહાસમાંથી પ્રાપ્ત થાય છે. અર્જુનમાલી અને દ્રઢપ્રહારીનાં દ્રષ્ટાંતો શાસ્ત્રપ્રસિદ્ધ છે. વાલ્મીકિની ઘટના પણ તમે બધા જાણો છો. વર્તમાન કાળમાં પણ મેં એવી વ્યક્તિઓ જોઈ છે....કે જેમણે સર્વ વ્યસનોને એકી સાથે ત્યજી દઈને સંયમમય જીવન બનાવ્યું હોય. મનુષ્યમાં સાત્ત્વિકતા હોવી જોઈએ. નરવીર સાત્ત્વિક પુરુષ હતો, અને એને આઢર જેવા સંસ્કારી પુરુષનો યોગ મળી ગયો. આઢરના ઘરમાં કોઈ વ્યસન ન હતું. બધાં જ માણસો સચ્ચરિત્રયુક્ત હતાં, એટલે જ નરવીરને સારું વાતાવરણ મળી ગયું. મનુષ્યના ચરિત્રનિમણિમાં વાતાવરણની ભૂમિકા અતિ મહત્ત્વની છે. જો સારું વાતાવરણ મળી જાય તો સચ્ચરિત્રનું નિમણિ થાય છે અને ખરાબ વાતાવરણ મળ્યું તો ખરાબ ચરિત્રનું નિર્માણ થાય છે. જો પોતાનું અને પરિવારનું સચ્ચરિત્ર નિર્માણ કરવા ઈચ્છતા હો તો સારા વાતાવરણમાં રહો. નરવીરનો ભાગ્યોદય થવાનો હતો ને? તેને આઢર શેઠનો પરિવાર રહેવા મળ્યો અને ગુરુદેવ યશોભદ્ર સૂરીશ્વરજીનો સમાગમ પ્રાપ્ત થયો. તેનું આંતરિક વ્યક્તિત્વ વિકસવા લાગ્યું, તેને ધર્મતત્ત્વનો બોધ થવા લાગ્યો. જેમ જેમ તે અહિંસા, સત્ય, અચૌર્ય, સદાચાર, અપરિગ્રહ વગેરે ધર્મતત્ત્વોને સમજતો ગયો તેમ તેમ તે તત્ત્વો તેના મનને પ્રિય લાગવા માંડ્યાં. તે વિચારવા લાગ્યોઃ “વાસ્તવમાં ઘમ જ મિત્ર છે અને ઘમ જ સ્નેહી છે. મૃત્યુ પછી આત્મા સાથે માત્ર એક ધર્મ જ આવે છે. બાકીનું બધું જ શરીર સાથે નાશ પામે છે. એટલા માટે મારે ધર્મ સાથે સંબંધ બાંધવો જોઈએ. ગુરુદેવે બાર વ્રતમય Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રાવક જીવન શ્રાવક ધર્મ બતાવ્યો છે. મારે તે ગ્રહણ કરવો જોઈએ. પરંતુ શું હું એ શ્રાવક ધર્મનું સમુચિત પાલન કરી શકીશ? મારે આઢર શ્રેષ્ઠી સાથે ચર્ચા કરવી જોઈએ. કારણ કે તે પણ શ્રાવક ધર્મ સ્વીકારવાની વાત કરતા હતા.” જ્યારે આઢર શ્રેષ્ઠીએ અને નરવીરે ગુરુદેવની સામે બાર વતમય શ્રાવક ધર્મ અંગીકાર કરવાની ભાવના વ્યક્ત કરી ત્યારે ગુરુદેવે કહ્યું : “મહાનુભાવો, તમે ધર્મની ઉપાદેયતા સમજીને વ્રતમય શ્રાવકધર્મ સ્વીકારવાની ભાવના વ્યક્ત કરી તેનાથી મને ઘણો સંતોષ થયો છે, પરંતુ તમે તમારી શક્તિ અને સામર્થ્યનો વિચાર કરી લો. તમે વ્રતોનું જીવનભર પાલન કરી શકશો કે નહીં. ભાવોલ્લાસમાં વ્રત ગ્રહણ કરી લેવું સરળ હોય છે પરંતુ પાલન કરવું કપરું કામ છે, દુષ્કર છે.” નરવીરે કહ્યું "ગુરુદેવ, એવું કેમ થાય છે ?" આચાદવે કહ્યું "મહાનુભાવ, મનના ભાવ સ્થિર હોતા નથી. અત્યારે તારું મન વ્રતધર્મનો સ્વીકાર કરવા ઉલ્લાસમાં છે, પરંતુ એ ઉલ્લાસ જીવન પર્યન્ત ટકી શકતો નથી. જ્યારે ઉલ્લાસ ચાલ્યો જશે ત્યારે વ્રતોનું પાલન મુશ્કેલ બની જશે. કોઈક વાર વ્રતભંગ કરવાનો વિચાર પણ આવી શકે છે. હા, મનનો ઉલ્લાસ ચાલ્યો ગયો હોય તે પછી પણ જો મનની દ્રઢતા હોય તો પ્રાણાન્ત પણ વ્રતભંગ થતો નથી. એટલા માટે તમે બંને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારી લો; પોતપોતાની માનસિક શક્તિ અંગે પણ વિચાર કરી જુઓ. વગર વિચાર્યું, શક્તિ વગર વ્રતગ્રહણ કરવામાં વ્રતભંગ થવાની સંભાવના રહે છે, એથી ઘણો મોટો અનર્થ થાય છે. જેમ વ્રત પાલન મહાન ફળ આપે છે તેમ વ્રતભંગ અતિ હાનિકતાં પણ બને છે.” આચાર્યદિવની વાત બંને મહાનુભાવોને ગંભીરતાપૂર્વક વિચારવા માટે બાધ્ય કરે છે. આ વાત અમને એટલે કે ઉપદેશકોને પણ વિચારવા પ્રેરણા આપે છે, વિવશ કરે છે. સભામાંથી આપને વળી શું વિચારવાનું છે? મહારાજશ્રી: અમારે એ વિચારવાનું છે કે વ્રત લેનાર, પ્રતિજ્ઞા......અભિગ્રહ લેનાર વ્રત, પ્રતિજ્ઞા, અભિગ્રહ ગ્રહણ કરીને તેનું પાલન કરી શકશે કે નહીં? વ્રત ધારણ કરવાની ઈચ્છાવાળા લોકોને વિચારવા માટે પ્રેરિત કરવાં જોઈએ કે તમે ગંભીરતાથી વિચારી લ્યો કે તમે વ્રત-પાલન કરી શકશો કે કેમ? કેટલાક ધર્મગુરુઓ તો વ્રત અંગીકાર કરનારાઓની યોગ્યતા-અયોગ્યતા પણ વિચારતા નથી. તેમની ભાવના છે કે નહીં એ પણ વિચારતા નથી. નિયમ પ્રતિજ્ઞા આપી દે છે, અને આવા ઘણા લોકોને વ્રતભંગ કરતાં મેં જોયા છે. પૂછવામાં આવતાં Page #27 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧૫ તેઓ કહે છે : "શું કરીએ મહારાજશ્રી, એ મહારાજશ્રીએ મારા ઉપર ખૂબ દબાણ કર્યું ", આ પ્રતિજ્ઞા તો તારે લેવી જ પડશે........ "તું આ પ્રતિજ્ઞા નહીં લે તો હું તારે ઘેરથી ભિક્ષા નહીં લઉં, વગેરે કહીને મને પરાણે પ્રતિજ્ઞા આપી. હું એ પ્રતિજ્ઞાનું પાલન કરી શક્યો નહીં અને મારી પ્રતિજ્ઞાનો ભંગ થઈ ગયો.” - ૧ અહીં પ્રતિજ્ઞા લેનાર જેટલો દોષિત નથી એટલો પ્રતિજ્ઞા આપનાર દોષિત છે. વ્રત, નિયમ અને પ્રતિક્ષા આપવાનું કામ ગીતાર્થ સાધુ પુરુષોનું છે. વ્રત આપતી વખતે વ્રત ધારણ કરનારના પારિવારિક સંજોગ, તેનું મનોબળ, વ્યવસાય વગેરે ઘણી ઘણી બાબતો ધ્યાનમાં લેવાની હોય છે. | વ્રત લેનારાઓને ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારવા માટે ગ્રંથકાર શ્રી આચાર્યદેવ અનુરોધ કરે છે. “તું સ્વશક્તિમાો—" કહ્યું છે એમણે. વ્રતધારણ ક૨ના૨ે પોતાની શક્તિનો વિચાર સૂક્ષ્મતાથી કરવો જોઈએ. “હૈં” નો અર્થ ટીકાકાર આચાર્યશ્રીએ "અતિસૂક્ષ્માભોળેન" કર્યો છે. સ્વશક્તિની આલોચના અતિસૂક્ષ્મ આભોગથી કરવાનું કહ્યું છે. ” આભોગ” એટલે ઉપયોગ. મન પ્રત્યે અતિ સૂક્ષ્મ ઉપયોગથી જોવાનું છે; મનને ઉપરછલ્લી રીતે જોવાનું નથી. મનની ગતિવિધિઓને અતિસૂક્ષ્મતાથી જોવી જોઈએ. વ્રતોનું પાલન કરવાની યોગ્યતા આપણા મનમાં છે કે નહીં એ વાતનો નિર્ણય કરવો જોઈએ. જો વ્રતપાલનની ક્ષમતા-તૃઢતા મનમાં હોય તો જ વ્રત ગ્રહણ કરવું જોઈએ, નહીંતર નહીં, કારણ કે સ્વશક્તિની આલોચના . કર્યા વગર વ્રત લેવાથી વ્રતભંગ થવાની પૂરી સંભાવના રહે છે. વ્રતભંગથી અનર્થ થાય છે, ખૂબ ભારે અહિત થાય છે. આ સૃષ્ટિથી આચાર્યદેવે આઢર શ્રેષ્ઠીને અને નરવીરને વ્રત સ્વીકાર કરતાં પૂર્વે ગંભીરતાથી વિચારવા કહ્યું હતું. વ્રતોનું સ્વરૂપ સમજાવ્યું, વ્રત ગ્રહણ કરવાની વિધિ પણ સમજાવી. વ્રત સ્વીકારવાના ભાવ પણ બંનેના હૃદયમાં પેદા કરી દીધા. પરંતુ જેવા એ બે જણા વ્રત ગ્રહણ કરવા તત્પર થયા કે તરત જ પોતપોતાની શક્તિની પર્યાલોચના કરવા પ્રેર્યા. "પોતાની શક્તિનો ગંભીરતાથી વિચાર કરી લ્યો કે શું હું વ્રતોનું પાલન કરી શકીશ ?” પ્રાયઃ એવું જોવામાં આવે છે કે જે વ્રત મનુષ્ય લે છે તે વ્રતનો ભંગ થવાના સંજોગો કદીક ને કદીક તો આવી જાય છે. કસોટીનો સમય આવી જ જાય છે ! એવા પ્રતિકૂળ સંજોગોમાં વ્રતપાલનમાં દૃઢ રહેવું એ મુશ્કેલ જ નહીં પરંતુ અતિ મુશ્કેલ છે, એટલે ભવિષ્યમાં વ્રત ભંગના કેવા કેવા સંજોગો આવી શકે છે અને એ સંજોગોમાં વ્રતપાલનની દૃઢતા ટકી રહેશે કે નહીં એ વિચારવાનું હોય છે. જો Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રાવક જીવન લાગે કે “કોઈ પણ સંજોગોમાં વ્રતભંગ નહીં થવા દઉં.....પ્રાણ ભલે જાય પરંતુ વ્રતભંગ નહીં કરું.” તો વ્રત સ્વીકારવું જોઈએ. એક દૃષ્ટાંતથી આ વાત સ્પષ્ટ કરું છું. માની લો કે મારા ઉપદેશથી તમારા મનમાં ભાવના જાગી કે કંદમૂળ નથી ખાવાં, તેમનો ત્યાગ કરવો છે.” તમે મારી પાસે પ્રતિજ્ઞા લેવા આવ્યા તો તમારે વિચારવું જોઈએ કે - ૧. કોઈ લગ્ન પ્રસંગે જવાનું થતાં ત્યાં બટાટા, ડુંગળી વગેરેનાં શાકભાજી હશે તો શું વગર શાકભાજીએ હું ભોજન કરી શકીશ ? ૨. કોઈક વાર લાંબી મુસાફરીમાં માત્ર કંદમૂળનાં જ શાકભાજી મળશે ત્યારે શાકભાજી વગર માત્ર દૂધ યા દહીં સાથે જ રોટલી-પૂરી ખાઈને ચલાવી લઈ શકીશ ને ? ૩. કદીક હોટલમાં ખાવાનો પ્રસંગ આવ્યો અને ત્યાં કંદમૂળવાળી દાળ યા શાકભાજી હોય તો શું એ વગર હું ભોજન કરી શકીશ ? ૪. મિત્રો સાથે કોઈ પાર્ટીમાં ગયા, જો ત્યાં કંદમૂળની બનેલી વસ્તુ નહીં ખાઉં તો મિત્રો મારી મજાક ઉડાવશે.......ખાવા મને આગ્રહ કરશે, તેવા પ્રસંગે હું મારી પ્રતિજ્ઞામાં દૃઢ રહી શકીશ ? એક બીજું દૃષ્ટાંત સાંભળી લો. તમારા મનમાં રાત્રિભોજન ત્યાગની ભાવના જાગી; તમે પ્રતિજ્ઞા લેવા વિચાર પણ કર્યો. તમારે અતિ સૂક્ષ્મતાની સાથે તમારા મનોબળનો વિચાર કરવો જોઈએ કે ૧. કોઈ લગ્ન પ્રસંગોમાં, કોઈ પાર્ટી વગેરેમાં ભોજનનું નિમંત્રણ આવશે; ભોજન પ્રાયઃ રાત્રિ સમયે જ હશે. તો શું હું સ્પષ્ટ ઈન્કાર કરી શકીશ ? ”હું રાત્રિભોજન નથી કરતો” એવી સ્પષ્ટ વાત કરી શકીશ ? ૨. કોઈક વા૨ કાર્યવશાત્ સૂયસ્તિ પૂર્વે ઘેર પહોંચી ન શક્યો, સૂર્યાસ્ત થઈ ગયો; તો શું ભોજન વગર ચલાવી લઈ શકીશ ? ૩. ઘરમાં મારા સિવાય બધાં જ રાત્રિભોજન કરે છે, તેમને પ્રતિદિન રાત્રિ ભોજન ક૨તાં જોઈને મારા મનમાં રાત્રિભોજન ક૨વાની ઈચ્છા પ્રકટ તો નહીં થાયને ? ૪. કદીક રાતના સમયે અતિશય ભૂખ લાગવાથી રાત્રિભોજન કરવા તૈયાર નહીં થઈ જાઉં ને ? વ્રતભંગ તો નહીં થાય ને ? Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ભાગ - ૧ પ. મારા રાત્રિભોજનના ઈન્કારથી મારાં સ્વજનો, મિત્રો વગેરે નારાજ થશે તે વખતે હું તેમની નારાજગી સહન કરી શકીશ? કે તેમને ખુશ કરવા પ્રતિજ્ઞા ભંગ કરીશ? આ રીતે પ્રત્યેક પ્રતિજ્ઞા અંગે વિચારવું જોઈએ. ગ્રંથકારના કહેવાનું તાત્પર્ય એ છે કે ભાવોલ્લાસમાં આવીને વગર વિચાર્યું પ્રતિજ્ઞા ન લેવી જોઈએ. પ્રતિજ્ઞા લેવા પહેલાં શાન્ત ચિત્તે, સ્વસ્થ મનથી વિચાર કરવો જોઈએ. જો માણસ પોતે ગંભીરતાપૂર્વક વિચારી શકતો ન હોય તો તેણે બુદ્ધિશાળી મિત્રો સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ, પણ એ મિત્રો વ્રતધારી હોવા જોઈએ, વ્રત-નિયમો પ્રતિ આદર રાખનારા હોવા જોઈએ. જો આવા મિત્રો ન હોય તો વ્રત આપનારા જ્ઞાની ગુરુદેવ સાથે પરામર્શ કરવો જોઈએ. નરવીરે આઢર શ્રેષ્ઠી સાથે પરામર્શ કર્યો. નરવીર માટે આ શ્રેષ્ઠી જ શ્રદ્ધેય અને આધારભૂત હતા. આઢર શ્રેષ્ઠી પોતે પણ વ્રતગ્રહણ કરવાની ભાવનાવાળા હતા. અર્થાતુ આઢર શ્રેષ્ઠી વ્રતચાહક હતા, એટલા માટે જ તે નરવીરને યથોચિત માર્ગદર્શન આપી શકતા હતા, તેના મનોબળને વૃઢ કરી શકતા હતા. આઢર શ્રેષ્ઠીને એ તો ખ્યાલ હતો જ કે નરવીર સત્ત્વશીલ પુરુષ છે. ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાનું પ્રાણાન્ત સુધી પાલન કરી શકે છે. ધર્મ માટે તે પ્રાણત્યાગ કરી શકશે, પરંતુ પ્રાણ માટે ધર્મત્યાગ નહીં કરે. તેમણે નરવીરને કહ્યું : "નરવીર, તારે નિર્ભય અને નિશ્ચિંત થઈને વ્રત ગ્રહણ કરવું; તું બાર વ્રતોનું પાલન કરી શકીશ. હું તારી સાથે જ છું. હું પણ વત ગ્રહણ કરીશ. તારે મારી પાસે જ રહેવાનું છે ને ! આપણે સાથે જ આનંદપૂર્વક વ્રતપાલન કરીશું. હવે તું નોકરી અને હું શેઠ નહીં, પરંતુ આપણો સંબંધ સાધર્મિકનો બની જશે. તું મારો સાધર્મિક બંધુ બનીશ. હા, એક વાત છે, જ્યારે પણ તારું મન વ્રતપાલનમાં શિથિલ બની જાય, ઢીલું પડી જાય ત્યારે મને એ વાત જણાવી દેવી. અને કદી મારું મન ઢીલું પડી જશે તો હું તને જણાવી દઈશ. આનાથી આપણે એક બીજાને સહાયક થઈ શકીશું. આપણી ધર્મ-આરાધના ખૂબ સારી થશે.” નરવીરનું દય હર્ષથી ગદ્ગદિત થઈ ગયું, આંખોમાં હર્ષનાં આંસુ ઊમટી આવ્યાં. તેણે આઢર શ્રેષ્ઠીનાં ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું : "હે પૂજ્ય, આપ જ્યારે કહેશો ત્યારે આપણે ગુરુદેવ પાસે જઈને વ્રત અંગીકાર કરીશું.” ધર્મ-આરાધનાના માર્ગમાં જો કોઈ સાથી-સંગાથી મળી જાય તો અપૂર્વ ઉત્સાહથી ઘમરાધના સંપન્ન થાય છે. વિવેકી અને સમજુ સાથી હોવાથી મોક્ષ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રાવક જીવન માર્ગના વિકટ જંગલમાંથી મનુષ્ય સરળતાથી પસાર થઈ જાય છે. જો પુણ્યોદય હોય તો જ વિવેકી સાથી મળે છે. નરવીરનો પુણ્યોદય હતો તેથી તો આઢર શ્રેષ્ઠી જેવા વિવેકસંપન્ન સાથી મળી ગયા. બંનેમાં સરળતા હતી, નિર્દભતા હતી. બંનેમાં સમજદારી હતી અને ગુણસમૃદ્ધિ પણ હતી, એટલે તો ગુરુદેવના અલ્પ પરિચયથી જ તેમણે વ્રતમય ગૃહસ્થધર્મ સમજી લીધો અને મેળવી પણ લીધો. શુભ દિન અને શુભ સમયે ગુરુદેવે આ બંનેને બાર વ્રત પ્રદાન કર્યા. બંને જણા હર્ષવિભોર થઈ ગયા. આઢર શ્રેષ્ઠીએ ગુરુદેવને વંદન કરીને કહ્યું “ગુરુદેવ, આપે અમારા ઉપર પરમ ઉપકાર કર્યો છે, આપ આજ્ઞા કરો, હું આપને શું ગુરુદક્ષિણા આપું?” ગુરુદેવે કહ્યું "મહાનુભાવ, જૈન શ્રમણ ગુરુદક્ષિણા-ગ્રહણ કરતા નથી, તેઓ તો નિર્મમ અને નિસંગ હોય છે. તેઓ તો પ્રતિ-ઉપકારની આશા રાખ્યા વગર ધર્મોપદેશ આપે છે.” તો પછી હું આપની શું ભક્તિ કરું? મને કોઈ આજ્ઞા આપીને ઉપકૃત કરો.” આઢર શ્રેષ્ઠીએ અતિ અહોભાવ વ્યક્ત કર્યો. ગુરુદેવે કહ્યું "મહાનુભાવ,. એક ભવ્ય જિનમંદિરનું નિર્માણ કરાવીને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરો.” આઢર શ્રેષ્ઠીએ ગુરુદેવનો ઉપદેશ સહર્ષ સ્વીકાર્યો અને જિનમંદિરના નિમણિકાર્યનો પ્રારંભ કરી દીધો. આ બાજુ આચાર્યદિને એકશિલા નગરીમાંથી વિહાર કરવાની વાત કરી દીધી. કારણ કે વર્ષાકાળ નજીક હતો. આઢર શ્રેષ્ઠીએ (સાથે નરવીરે પણ) ગુરુદેવને એકશિલા નગરીમાં જ વષકાળ વ્યતીત કરવાનો આગ્રહ રાખ્યો. ગુરુદેવે વિનંતી સ્વીકારી લીધી. આઢર અને નરવીરના સંવેગમાં અભિવૃદ્ધિ થઈ. ગુરુદેવની કરુણાથી બંને અભિભૂત થઈ ગયા. આઢરે નરવીરને કહ્યું “નરવીર, આપણો મહાન પુણ્યોદય છે. ગુરુદેવ અહીં વર્ષાકાળ પસાર કરશે, આપણને અવિરત ધર્મોપદેશ સાંભળવા મળશે. ગુરુદેવે આપણા આત્મામાં જે ધર્મબીજ રોપ્યાં છે તે ધર્મબીજ અંકુરિત થશે. વ્રત પાલનમાં આપણને વૃઢતા પ્રાપ્ત થશે. ગુરુદેવે આપણી ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ ઉપકારનો બદલો આપણે કયા જન્મમાં ચૂકવીશું? તેમણે આપણા બંને જન્મ સુધારી દીધા છે. આ જન્મ અને આવતો જન્મ-બંનેય.બોલતાં બોલતાં આઠરનો કંઠ રુંધાઈ ગયો. નરવીરની આંખો પણ ભીની થઈ ગઈ. આ રીતે બંનેનું સમ્યગ્દર્શન નિર્મળ થતું ગયું. ગુરુશ્રદ્ધાએ બન્ને જણાને પરમાત્માભક્ત અને ધર્મચુસ્ત બનાવી દીધા. બંને પ્રતિદિન પરમાત્મપૂજન કરે છે, Page #31 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ ગુરુસેવા કરે છે, દીન દુઃખી લોકો ઉપર અનુકંપા રાખે છે, અને ઔચિત્યપૂર્ણ જીવનવ્યવહાર કરે છે. ફલસ્વરૂપ બંને મહાનુભાવો નગરમાં લોકપ્રિય અને શ્રદ્ધેય બની ગયા. આવા ગીતાર્થજ્ઞાની પુરુષોના ચરણોમાં જીવન સમર્પિત કરીને તેમના માર્ગદર્શન પ્રમાણે જીવન જીવવાથી અનેકાનેક લાભ થાય છે; એટલા માટે જ કહું છું કે આવા કોઈ મહાપુરુષના હાથમાં તમારા જીવનની લગામ સોપી દો. રાજા કુમારપાળના જીવનચરિત્રમાં તમને આ જ વાત જાણવા મળશે; તે છે ગુરુ સમર્પણ. ૧૯ ગુરુ સમર્પણનું બીજ છે ગુરુપ્રીતિ. તેનો પ્રારંભ થાય છે ગુરુપ્રીતિથી. જંગલમાં નરવીરને ગુરુપ્રીતિ થઈ ગઈ હતી. એશિલા નગરીમાં આવ્યા પછી ગુરુભક્તિ જાગૃત થઈ. ગુરુનું શરણ લીધું અને ગુરુસમર્પણ કરી દીધું. આ જ રીતે આઢર શ્રેષ્ઠીના મનમાં પણ ગુરુપ્રીતિ, ભક્તિ, શરણાગતિ અને સમર્પણ ભાવ ઉત્પન્ન થયા. આ બધું અસાધારણ હતું. અપૂર્વ હતું; એટલા માટે જ આ બધા સંબંધો બીજા જન્મો સુધી ચાલ્યા કર્યા અને પ્રીતિભક્તિ વગેરે ભાવો વૃદ્ધિ પામતા રહ્યા. વિકસિત થતા રહ્યા. એમનાં જીવન પવિત્ર......પવિત્રતમ બનતાં રહ્યાં. મોક્ષ-માર્ગી જીવન જીવવા માટે જ્ઞાની-સંયમી મહાપુરુષોનું માર્ગદર્શન આવશ્યક હોય જ છે. આઢર અને નરવીરને આચાર્યશ્રી યશોભદ્રસૂરીશ્વરજીનું માર્ગદર્શન મળી રહ્યું. એક દિવસે આઢર શ્રેષ્ઠી નરવીર સાથે પરમાત્મપૂજા કરવા નિમિત્તે જિનમંદિરે ગયા. આઢર શ્રેષ્ઠી પૂજન માટે પુષ્પ, ફળ, નૈવેદ્ય આદિ શ્રેષ્ઠ સામગ્રી લાવ્યા હતા. ઉલ્લાસપૂર્ણ ભાવથી તેમણે પૂજા કરી. નરવીર પણ એ જ સામગ્રીથી પૂજા કરી શકતો હતો. પરંતુ તેણે વિચાર્યું : "આ પૂજનસામગ્રી તો મારા શેઠની છે; માટે મારી સામગ્રીથી પૂજા કરવી જોઈએ. મારી પાસે પાંચ કોડી છે. પાંચ કોડીનાં પુષ્પો ખરીદીને એ પુષ્પોથી પરમાત્માની પૂજા કરું.” આવું વિચારીને મંદિર બહાર જઈને માળી પાસેથી પુષ્પો ખરીદ્યાં અને એમનાથી પરમાત્માની પૂજા કરી. પુષ્પપૂજા કરતાં તેના હૃદયમાં અપૂર્વ ભક્તિભાવ ઊભરાયો અને તેણે અદ્ભુત પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જિત કર્યું. આ પુણ્ય હતું આગામી જન્મમાં રાજા બનવાનું ! જો કે નરવીર તો જાણતો ન હતો કે તેણે એવું પુણ્યકર્મ બાંધી લીધું છે. કર્મબંધના વિષયમાં તો પૂર્ણ શાની જ બતાવી શકે છે. આપણે તો નિષ્કામ ભાવનાથી શુભકર્મ કરતા રહેવાનું છે. પર્યુષણ પર્વ આવ્યું; એકશિલા નગરીમાં ધર્મયૌવન હેલે ચડ્યું. આચાર્યદેવશ્રી Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રાવક જીવન યશોભદ્રસૂરીશ્વરજીની અદ્ભુત પ્રે૨ણાથી હજારો નર-નારીઓએ વિશિષ્ટ ધર્મઆરાધના શરૂ કરી. સંવત્સરી મહાપર્વના આગળના દિવસે વિશેષ કાર્યને લીધે નરવીરને બહારગામ જવું પડ્યું. જ્યારે તે બીજે દિવસે આવ્યો તો શેઠનું ઘર બંધ હતું. બધાંય ઉપાશ્રયમાં પ્રવચન સાંભળવા ગયાં હતાં; નરવીર પણ ઉપાશ્રયે ગયો અને જઈને એવી જગાએ બેઠો કે આઢ૨ શ્રેષ્ઠી એને જોઈ શકે. આઢર શ્રેષ્ઠીએ તેને જોઈ પણ લીધો. શેઠે વિચાર કર્યો કે : "નરવીરે આજ સવારથી કશું ખાધુંપીધું નહીં હોય, તેને ભોજન માટે મોકલી દઉં." તેમણે શેઠાણીને ઘેર જવાનો ઇશારો કર્યો; શેઠાણીએ પુત્રવધુને ઘેર મોકલી, નરવીર પણ ઘેર આવ્યો. નરવીરને ખબર પડી કે આજ તો સંવત્સરી છે. અને બધાંને ઉપવાસ છે. તેણે શેઠની પુત્રવધૂને કહી દીધું ઃ "બહેનજી, આપ સર્વેને આજે ઉપવાસ છે, તો આજ હું પણ ઉપવાસ કરીશ. મારા માટે ભોજન ન બનાવતાં. હું ફરી પાછો ઉપાશ્રયે જાઉં છું અને ઉપવાસનું પચ્ચક્ખાણ કરી લઉં છું.” નરવીર ઉપાશ્રયે ગયો. પ્રવચન પૂર્ણ થતાં તેણે ગુરુદેવ પાસેથી ઉપવાસનું પચ્ચક્ખાણ લીધું. નરવીરના જીવનમાં આ પ્રથમ જ ઉપવાસ હતો. એણે આથી પૂર્વે કદીય ઉપવાસ કર્યો ન હતો. આજ એને અપૂર્વ હર્ષ થતો હતો. આઢર શ્રેષ્ઠી અને એના પરિવારને પણ અતિશય આનંદ થતો હતો. “નરવીરે આજ ઉપવાસ કર્યો છે.” આ વાત પરિવારમાં અનુમોદનાનો વિષય બની ગઈ હતી. આઢર શ્રેષ્ઠીનો પરિવાર ગુણાનુરાગી હતો; અને જે ગુણાનુરાગી હોય છે તેઓ ગુણોની પ્રશંસા કરે જ છે. ગુણોની પ્રશંસા કરવાથી ગુણવાનોની ગુણવૃદ્ધિ અને ગુણોની દૃઢતા થાય છે. ઘરમાં યા તો સમાજમાં જે ગુણની પ્રશંસા થાય છે, જે કાર્યની પ્રશંસા થાય છે એ ગુણ અને એ કાર્યને પ્રોત્સાહન મળે છે; લોકો એ ગુણ પ્રત્યે, એ કાર્ય પ્રત્યે આકર્ષિત થાય છે. એટલા માટે ગુણવાનોની પ્રશંસા કરતા જ રહો. નરવીરનો ઉપવાસ શાન્તિપૂર્વક થયો. પારણાના દિને તેણે આઢર શ્રેષ્ઠીની સાથે પરમાત્માની પૂજા કરી. મુનિરાજને ભિક્ષા આપી, અને પછી પારણાં કર્યાં. આઢર શ્રેષ્ઠીએ ન૨વી૨ને પોતાની પાસે બેસાડીને પારણાં કરાવ્યાં. શેઠના પુત્રોપુત્રવધૂઓએ....બધાંએ આગ્રહ કરીને નરવીરને ભોજન કરાવ્યું. ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસનો અતિરેક એટલો હતો કે તે લોકો ભૂલી ગયાં કે નરવીરના આ પ્રથમ ઉપવાસનાં પારણાં છે, એટલા માટે શું ખાવું, કેટલું ખાવું એ કશો જ ખ્યાલ ન હતો; Page #33 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ જેમને ખ્યાલ હતો તે લોકો પારણાં કરાવવાના ઉત્સાહમાં હતાં ! પારણાં થઈ ગયાં; નરવીર તેના ઓરડામાં જઈને આરામ કરવા લાગ્યો તો થોડાક સમયમાં જ તેના પેટમાં દર્દ શરૂ થયું. તે દર્દ સહન કરતો ગયો પરંતુ દર્દ વધતું જ ગયું. આઢર શેઠ કંઈક કામ માટે તેના ઓરડામાં ગયા તો નરવીર દુઃખથી કણસતો હતો. શેઠ તેની પાસે બેસી ગયા. દર્દની ગંભીરતા જોઈને તેમણે તરત જ વૈદ્યને બોલાવવા માણસ મોકલ્યો. સમગ્ર પરિવાર એકત્ર થઈ ગયો. ઘરેલું ઉપચારો શરૂ કરી દીધા. શેઠ નરવીરના માથે હાથ ફેરવતાં ફેરવતાં આશ્વાસન આપતા હતા. વૈદ્યરાજ આવ્યા. તેમણે ઉપચાર શરૂ કરી દીધા. વૈદ્યરાજે શેઠને દર્દની ગંભીરતા ઈશારા દ્વારા જણાવી દીધી. શેઠે નરવીરનું શિર તેમના ખોળામાં લઈને શ્રી નવકાર સંભળાવવો શરૂ કરી દીધો. પરિવારના તમામ લોકોની આંખો પણ અશ્રુભીની થઈ ગઈ. શેઠે નરવીરના મનને ધર્મધ્યાનમાં જોડી દેવા ભરપૂર પ્રયત્નો કર્યા. તેને સમતા-સમાધિ આપવાનો પ્રયત્ન કર્યો. નરવીર મૃત્યુની નજીક જઈ રહ્યો હતો. તેનું મન વિરક્ત હતું. સંસારની ઘટનાઓથી એનું મન મૂક્ત હતું. આથી રાગદ્વેષથી પણ મૂક્ત હતું. છતાં પણ તીવ્ર વેદના એના મનને વિચલિત કરતી હતી. મૃત્યુનો તેને કોઈ ભય ન હતો, જીવનમાં કોઈ આકર્ષણ ન હતું. નરવીરનો જીવન-દીપ બુઝાઈ ગયો. આઢર શેઠ અને સમગ્ર પરિવાર રડી પડ્યો. નરવીરના મૃત્યુથી આખી એકશિલા નગરી શોકમગ્ન થઈ ગઈ. સર્વત્ર નરવીરના ગુણોની પ્રશંસા થવા લાગી. આઢર શ્રેષ્ઠીને અને તેમના પરિવારને આશ્વાસન આપતાં ગુરુદેવે કહ્યું "મહાનુભાવ, નરવીર પોતાના જીવનને ધન્ય કરી ગયો છે. તે સમ્યગ્ગદર્શનનો પ્રકાશ પામ્યો અને વ્રતમય જીવન જીવી ગયો. તેનો આત્મા ધર્મરંગે રંગાઈ ગયો છે. તેનું મૃત્યુ સમાધિપૂર્વક થયું છે. એટલા માટે તમે બધાં શોક ન કરો. જન્મ સાથે મૃત્યુ જોડાયેલું જ છે. બધાંએ એક દિવસે જવાનું છે. નરવીરની જેમ મૃત્યુથી નિર્ભય બનો: નરવીરની જેમ જીવનનો મોહ ત્યજો, સમાધિ-મૃત્યુની ઝંખના કરતા ધર્મમય જીવન જીવતા રહો. સદ્દગુરુના સમાગમથી, તેમની પ્રેરણાથી-સહાનુભૂતિથી આઢર શ્રેષ્ઠીને શાન્તિ મળી. તેમનું શોકમગ્ન ર્દય શોક મુક્ત થતું ગયું. તેમનો વૈરાગ્યભાવ વધવા લાગ્યો. અને જીવનની ક્ષણભંગુરતાનો અંદાજ આવી ગયો. તેમણે તેમના મનને વિશેષ રૂપે ધર્મારાધનામાં જોડી દીધું. ઉત્તમ આત્માઓની આ નિશાની છે. તેઓ પ્રત્યેક ઘટનામાંથી સારી પ્રેરણા Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ગ્રહણ કરે છે. સારો બોધ પામે છે. ગ્રંથકાર આચાર્યદેવ ત્રીજા અધ્યાયના પ્રારંભમાં આ વાત બતાવે છે કે સદ્ધર્મના શ્રવણથી સાત્ત્વિક મનુષ્ય પાપ રહિત થાય છે, તત્ત્વબોધ પામે છે અને પરમ સંવેગી બની જાય છે; ધર્મ તત્ત્વની ઉપાદેયતા જાણીને શ્રાવક ધર્મ સ્વીકારવાની ઈચ્છાવાળો થાય છે. તે વ્રત પાલનની પોતાની શક્તિનો સૂક્ષ્મતાથી વિચાર કરે છે. જો તેવી શક્તિ હોય તો તે વ્રત ગ્રહણ કરવા માટે તત્પર થઈ જાય છે. આ વિષયમાં ગ્રંથકાર આચાર્યશ્રી કેટલીક વિશેષ બાબતો બતાવે છે તે આગળ બતાવીશ. અને નરવીર મરીને ક્યાં જન્મે છે.....વગેરે વાતો પણ આગળ બતાવવામાં આવશે. આજ આટલું જ ! શ્રાવક જીવન ✰✰ Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ઃ ૩ योग्यो ह्ययेवंविधः प्रोक्तो जिनैः परहितोद्यतैः । फलसाधनभावेन नातोऽन्यः परमार्थतः ! મહાન શ્રુતધર પરમ કૃપાનિધિ આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સ્વરચિત "ધર્મબિંદુ" ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ-જીવનનો વિશેષ ધર્મ બતાવ્યો છે. સામાન્ય ધર્મોનો સ્વીકાર અને પાલન હર કોઈ વ્યક્તિ કરી શકે છે, પરંતુ વિશેષ ધર્મનો સ્વીકાર વિશિષ્ટ યોગ્યતાસંપન્ન વ્યક્તિ જ કરી શકે છે. જેનો આત્મા મિથ્યાત્વથી મુક્ત થયો હોય. જેનો આત્મા તીવ્ર ક્રોધાદિ કષાયોથી મુક્ત થયો હોય. જે મનુષ્ય જીવ-અજીવાદિ તત્ત્વોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય. જેના મનમાં મોક્ષ પ્રત્યે પ્રીતિ અને સંસાર પ્રત્યે અપ્રીતિ ઉત્પન્ન થઈ હોય. જે મનુષ્ય સત્ત્વશીલ હોય. જેણે ધર્મની ઉપાદેયતા જાણી લીધી હોય. વિશેષ ધર્મનો સ્વીકાર કરવાની અને પાલન કરવાની સ્વયંની શક્તિનો જે મનુષ્ય સૂક્ષ્મતાથી વિચાર કરી શકતો હોય. આવો મનુષ્ય જ વિશેષ ધર્મ (બાર વ્રતમય ધર્મ) નો સ્વીકાર કરવા માટે યોગ્ય છે, પાત્ર છે, સમર્થ છે; બીજો નહીં. આ (યોગ્યતાનું) પ્રતિપાદન પરમ હિતકારી પરમાત્મા જિનેશ્વરદેવોએ કર્યું છે. પરમાત્મા જ પરમ હિતકારી : યોગ્યતાની વાત કહેનાર કોઈ સામાન્ય સંત-મહંત યા વિદ્વાન નથી, પરંતુ વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર છે. આપણે એમની ઉપર, એમણે કહેલી વાતો ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. જે વીતરાગ હોય છે, જે સર્વજ્ઞ હોય છે, જે "જિન” હોય છે તે વિશ્વસનીય હોય છે; કારણ કે તે સમગ્ર જીવલોકનું હિત કરનારા હોય છે; તેઓ સર્વ સ્વાર્થોથી મુક્ત હોય છે. પ્રથમ તો હું તમને "જિન" શબ્દનો અર્થ-ભાવાર્થ સમજાવું છું. આ તમારે Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રાવક જીવન સમજવું અતિ આવશ્યક છે. પ્રથમ વાત તો એ છે કે ‘જિન’ વ્યક્તિ-વિશેષનું નામ નથી, તે ગુણવાચી નામ છે. બીજી વાત, જિન’ શબ્દનો અર્થ છે વિજેતા. જે મહાપુરુષ પોતાની અંદરના શત્રુ-રાગદ્વેષ (કામ, ક્રોધ, લોભ, મદ, માન, હર્ષ) ને પૂર્ણતયા પરાજિત કરે છે, હરાવી દે છે, નષ્ટ કરી દે છે તે "જિન” કહેવાય છે. તેમનામાં રાગદ્વેષનું નામ નિશાન રહેતું નથી. ભવિષ્યમાં પણ કદી એમનો આત્મા રાગી યા દ્વેષી નહીં બને. અનંતકાળ વ્યતીત થવા છતાં પણ નહીં બને. સર્વકાળ એ ‘જિન’ બની રહેશે. આ ‘જિન’ બે પ્રકારના હોય છે. એક પ્રકાર છે તીર્થંકરોનો અને બીજો પ્રકાર છે સામાન્ય કેવળજ્ઞાનીઓનો. સર્વ તીર્થંકરો જિન હોય છે, એટલે કે રાગદ્વેષના વિજેતા હોય છે. આમ તો જે તીર્થંકર નથી બનતા તે બધા કેવળજ્ઞાની (પૂર્ણજ્ઞાની) પણ જિન હોય છે. અર્થાત્ રાગદ્વેષ-મુક્ત હોય છે. જે તીર્થંકર હોય છે તે બધા "જિન” હોય છે, પરંતુ જેટલા "જિન” હોય છે તે તમામ તીર્થંકર નથી હોતા, આ વાત સ્પષ્ટતાથી સમજી લેવી. એક કાલચક્રમાં (એક ઉત્સર્પિણી + એક અવસર્પિણી) માત્ર તીર્થંકરો ૪૮ જ હોય છે; જ્યારે “જિન” તો અસંખ્ય આત્માઓ હોય છે. જેઓ "જિન” બને છે તેઓ નિવણિ પામે છે. તેમને નથી તો જન્મ લેવો પડતો કે નથી મરવું પડતું. તેઓ નિણિ પછી અશરીરી (શરીર રહિત) જ રહે છે. આત્મા પોતાના મૂળ સ્વરૂપે અવસ્થિત રહે છે. શાસ્ત્રોમાં જેને "સિદ્ધશિલા” કહે છે ત્યાં આવા અનંત વિશુદ્ધ આત્માઓ રહે છે. "જિન" ને "વીતરાગ પણ કહેવાય છે, જિનેશ્વર પણ કહેવાય છે, અને “અરિહંત” પણ કહે છે. આ બધા શબ્દોનો અર્થ એક જ છે. આવા જિન નિઃસ્વાર્થી યથાર્થવાદી હોય છે. અને જે નિઃસ્વાર્થી હોય છે તેઓ જ સાચા પરહિતકારી હોય છે. જેને પોતાનો સ્વાર્થ સાધવાનો હોય છે તેઓ પરહિત કરી શકતા નથી. પરહિત કરવા કદીક જશે તો પણ એમાંય પોતાના સ્વાર્થોની સાધના તો રહેવાની જ. "જિન" ને તો કોઈ એકાદ પણ સ્વાર્થ હોતો નથી. તેઓ જે કંઈ ઉપદેશ આપે છે તે જીવોના હિતાર્થે જ આપે છે; સુખ માટે આપે છે, કુશળતા માટે આપે છે.આવા જિન-જિનેશ્વર આપણા આરાધ્ય પરમાત્મા છે. તે જ આપણા ઉપાસ્ય અને વિશ્વસનીય છે. તેમના હરેક ઉપદેશને આપણે શંકા વગર માનવો જોઈએ. તેમણે જે કંઈ કહ્યું છે તે આપણા સર્વના હિત માટે, કલ્યાણ માટે કહ્યું છે. સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે તેમની પરમ કરુણા હતી. Page #37 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૨૫ સભામાંથી ? આજ આવા “જિન” શું આપણા દેશમાં યા તો વિશ્વમાં ક્યાંય છે ખરા ? મહારાજશ્રી આપણા દેશમાં ય નથી અને વિદેશમાં ય નથી. હા, ધર્મશાસ્ત્રોમાં આવા એક પ્રદેશનું નામ તથા વર્ણન આવે છે. જેને "મહાવિદેહ ક્ષેત્ર” કહે છે. ત્યાં એવા "જિન” વર્તમાનમાં પણ છે. વીસ તીર્થંકરો હજુ ત્યાં છે, પરંતુ આપણે ત્યાં જઈ શકતા નથી. નથી પદયાત્રાથી જઈ શકતા, નથી કારથી, નથી હવાઈ જહાજથી ત્યાં જઈ શકતા. આપણા દેશમાં બે હજાર વર્ષ પૂર્વે અંતિમ "જિન” થયા જંબૂસ્વામી! તે શ્રમણ ભગવાન મહાવીરના પ્રશિષ્ય હતા. ભગવાન મહાવીરના શિષ્ય હતા સુધમાં સ્વામી અને તેમના શિષ્ય હતા જંબૂસ્વામી. જંબૂસ્વામીના નિવણિ બાદ કોઈ પણ આત્મા અહીં – આ દેશમાં “જિન” નથી બન્યો. અને હજારો વર્ષો સુધી કોઈ બનશે નહીં. આ વાત પણ જિનેશ્વરોએ જ કહી છે. મેં ધર્મશાસ્ત્રોમાં વાંચી છે અને તમને જણાવું છું. જિનેશ્વરોની વાત આપણે માનવી જ જોઈએ, કારણ કે એ પરમ હિતકારી હોય છે. તેમની વાતો ઉપર વિશ્વાસ નહીં કરીએ તો પછી કોની વાતો ઉપર કરીશું? પરમ હિતકારી અને પરમ સુખકારી પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાથી નતમસ્તક થવું જોઈએ. અને નિઃશંક બનીને તેમના માર્ગનું અનુસરણ કરવું જોઈએ. આ ગ્રંથમાં આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ જે કંઈ લખ્યું છે તે બધું જિનેશ્વર-કથિત જ છે. આચાર્યદિવ જિનેશ્વર-શાસનને સંપૂર્ણ સમર્પિત મહાપુરુષ હતા. આથી તેઓ પણ એટલા જ શ્રદ્ધેય છે, જેટલા જિનેશ્વર ભગવંત ! જિનેશ્વરશાસનની અવિચ્છિન્ન પરંપરામાં, પ્રાયઃ કોઈ પણ વ્યક્તિ જિન-વચનથી વિપરીત જઈ શકતી નથી. હરક્ષેત્રમાં યોગ્યતા અપેક્ષિતઃ જિનેશ્વર ભગવંતોએ વિશેષ ધર્મના સ્વીકાર એવં પાલન માટે યોગ્યતાની આવશ્યકતા જણાવી છે. સંસારના પ્રત્યેક ક્ષેત્રમાં યોગ્યતાને મહત્ત્વ આપ્યું જ છે ને? તમારે સ્કૂલ-કોલેજમાં અધ્યાપક બનવું છે. ન્યાયાલયમાં વકીલાત કરવી છે, તમારે ડૉકટર બનીને રોગી લોકોના ઉપચાર કરવા છે. તમારે સરકારી કાર્યાલયોમાં નોકરી કરવી છે. તો તમારે તમારી યોગ્યતા પ્રાપ્ત કરવી જ પડે છે. તે તે કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે યોગ્યતા પ્રાપ્ત કરવી અનિવાર્ય છે. જે ક્ષેત્રમાં જે કાર્ય કરવું હોય અને તે ક્ષતિ વગર કરવું હોય તો યોગ્યતા જોઈએ. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રાવક જીવન જ. એટલા માટે જ આપણે આપણાં કાર્યો માટે યોગ્ય વ્યક્તિની શોધ કરીએ છીએ. શરીરમાં રોગ થાય છે તો તે રોગના નિષ્ણાત ડોકટર પાસે જ જઈએ છીએ ને સંસાર-વ્યવહારોમાં કોઈ ગૂંચ ઊભી થાય છે, તો કોઈ સારા વકીલ પાસે જ જઈએ છીએ ને? અરે, છોકરાને ટ્યૂશન લેવું હોય તો પણ સુયોગ્ય શિક્ષક શોધીએ છીએ. અને સ્ત્રીઓને વાસણ માંજનાર નોકરની જરૂર હોય તો પણ સુયોગ્ય-પ્રામાણિક નોકર શોધવામાં આવે છે. તો શું આત્માની વિશુદ્ધિ કરનાર ધર્મ સ્વીકારવાનો હોય તો સ્વીકારનાર વ્યક્તિ સુયોગ્ય ન જોઈએ ? વિશેષ ધર્મનું પાલન કરવા માટે યોગ્યતા હોવી જોઈએ. ગુજરાતનો રાજા કુમારપાળ (વિક્રમની બારમી-તેરમી શતાબ્દી) એવો સુયોગ્ય મહાપુરુષ હતો. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજીએ તેનામાં વિશેષ ધર્મની યોગ્યતા જોઈ હતી. એકશિલા નગરીમાં નરવીરનું મૃત્યુ થયું. નરવીરનો આત્મા સૌરાષ્ટ્રના "દધિસ્થલી” ગામનાં રાજા ત્રિભુવનપાળની રાણી કાશમીરાદેવીને પેટે ગર્ભરૂપે અવતરિત થયો. તેનો જન્મ થયો ત્યારે તેનું નામ કુમારપાળ રાખવામાં આવ્યું. આ કુમારપાળ અને આચાર્યદિવ હેમચંદ્રસૂરીશ્વરજીનો ઓજસ્વી, તેજસ્વી અને સુવર્ણ-ઇતિહાસ લખવામાં આવ્યો છે. આ ઇતિહાસ અતિશય પ્રેરણાદાયી અને રોમાંચક છે. આ ઇતિહાસ લખ્યો છે આચાર્યશ્રી જયસિંહસૂરિજીએ. તેને સંસ્કૃત ભાષામાં મહાકાવ્ય સ્વરૂપે લખવામાં આવ્યો છે. ચાવડા વંશ અને ચૌલુક્ય વંશ: આ ચાતુર્માસિની દૈનિક પ્રવચન-ધારામાં આ ઇતિહાસ તમને સંભળાવીશ. આજે એ ઈતિહાસની પૂર્વભૂમિકા જ બતાવીશ. તમે ધ્યાનથી, એકાગ્ર મનથી સાંભળો. વિ.સ. ૮૦૨ માં “ચાવડા વંશ' ના પરાક્રમી રાજા વનરાજે અણહિલપુર પાટણ વસાવ્યું. વનરાજ, આચાર્યદિવ શ્રી શીલગુણસૂરિજીથી પ્રભાવિત હતો અને ઉપકૃત. પણ હતો. તે આચાર્યદિવને ગુરુ માનતો હતો. આચાદિવની પ્રેરણાથી તેણે પાટણમાં ભવ્ય જિનમંદિરનું નિમણિ કરાવ્યું અને આચાદિવના કરકમળોથી પ્રભુપ્રતિષ્ઠા કરાવી. . પચાસ વર્ષની ઉંમરે વનરાજ રાજા બન્યો હતો અને તેણે સાઠ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. એકસો દશ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગવાસી થયો હતો. તેની પછી Page #39 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ રાજા યોગરાજે ૩૫ વર્ષ રાજ્ય કર્યું. ક્ષેમરાજે ૨૫ વર્ષ રાજ્ય કર્યું. ભૂવડરાજે ૨૯ વર્ષ. વૈરસિંહે ૨૫ વર્ષ, રત્નાદિત્યે ૧૫ વર્ષ અને સામન્તસિંહે ૭ વર્ષ રાજ્ય કર્યું. આ રીતે ગુજરાતમાં ચાવડાવંશનું રાજ્ય ૧૯૬ વર્ષ રહ્યું. સામન્તસિંહના અવસાન સાથે ચાવડા વંશનો અંત આવી ગયો. તે પછી ચૌલુક્ય વંશનો પ્રારંભ થયો. રાજા સામન્તસિંહની બહેનનું નામ હતું લીલાવતી. લીલાવતાના લગ્ન “રાજ નામે રાજાની સાથે થયાં હતાં. લીલાવતીએ એક પુત્રને જન્મ આપ્યો; તેનો જન્મ મૂળ નક્ષત્ર'માં થયો હતો એથી તેનું નામ મૂળરાજ પાડવામાં આવ્યું. મૂળરાજ રાજા સામંતસિંહની પાસે રહેતો હતો. સામંતસિંહને મદ્યપાન કરવાનું વ્યસન હતું. એક વાર જ્યારે તે નશામાં હતો ત્યારે તેણે મૂળરાજને ગાદીએ બેસાડી દીધો. પરંતુ જ્યારે નશો ઊતરી ગયો ત્યારે તેણે ભાણેજને રાજસિંહાસન ઉપરથી ઉઠાડી મૂક્યો. આવું એક વાર નહીં, પરંતુ બે વાર સામંતસિંહે કર્યું. આથી મૂળરાજને ગુસ્સો આવ્યો અને તેણે સામંતસિંહને મારી નાખ્યો અને પોતે ગુજરાતનો રાજા બની ગયો. મૂળરાજ ચૌલુક્ય વંશનો હતો. તેની પછી ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ અને ભીમદેવ નામે ક્રમશઃ રાજાઓ બન્યા. ભીમદેવને બે પુત્રો હતા. એક ક્ષેમરાજ અને બીજો ક. કુમારપાળનો જન્મ : ભીમદેવના મૃત્યુ પછી કર્ણ ગુજરાતનો રાજા બને છે. ક્ષેમરાજ સ્વેચ્છાથી પોતાનો રાજ્યાધિકાર નાના ભાઈ કર્ણને આપી દે છે. રાજા કર્ણ ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદને “દધિસ્થલ” નું રાજ્ય આપે છે. દેવપ્રસાદને એક પુત્રરત્ન પ્રાપ્ત થાય છે અને તેનું નામ ત્રિભુવનપાલ રાખવામાં આવે છે. ભીમદેવથી ત્રિભુવનપાળ સુધીનો ઇતિહાસ આચાર્યદવ મેરૂતુંગસૂરિજીએ "પ્રબંધચિંતામણિ” માં બીજી પદ્ધતિથી બતાવ્યો છે. ઇતિહાસમાં આવા મતમતાન્તરો આવે છે. જે સમયે રાજા ભીમદેવ રાજ્ય કરતો હતો તે સમયે રાજધાની પાટણમાં "ચૌલાદેવી” નામે એક વારાંગના રહેતી હતી. જેવું અદ્ભુત એનું રૂપ હતું એવા જ અભુત તેના ગુણ હતા. વારાંગના હોવા છતાં પણ તે ધર્મ-મર્યાદિાનું એટલું સુંદર પાલન કરતી હતી કે પતિવ્રતા સ્ત્રી પણ કદાચ એટલું પાલન ન કરી શકે. ચૌલાદેવીની આ પ્રશંસા રાજા ભીમદેવે કણોપકર્ણ સાંભળી. ભીમદેવને આશ્ચર્ય થયું. "એક વારાંગનામાં આટલા ગુણ હોઈ શકે ? મારે પરીક્ષા કરવી જોઈએ.” આવો વિચાર કરીને ભીમદેવે પોતાના એક વિશ્વાસુ અનુચર સાથે સવા લાખ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રાવક જીવન રૂપિયાના મૂલ્યની રત્નજડિત તલવાર ચૌલાદેવીને મોકલી. એ જમાનામાં વારાંગનાઓ આ રીતે અમુક નિધરિતદ્રવ્યથી પ્રેમી સાથે નિશ્ચિત સમય માટે બંધાતી હતી. આ સમયગાળામાં તે બીજા કોઈ પણ પુરુષ સાથે પરિચય રાખતી ન હતી. એક સમપિત પત્નીની જેમ રહેતી હતી. ભીમદેવને તો પરીક્ષા જ કરવી હતી. તેણે ચૌલાદેવીની હવેલીની આસપાસ ગુપ્તચરો નિડુ કરી દીધા. તેણે વિચાર્યું કે - “હું રાત્રે એ વારાંગના પાસે જઈશ.” પરંતુ એ જ રાત્રે તેને માલવદેશ ઉપર આક્રમણ કરવા માટે સૈન્ય સાથે પાટણથી પ્રસ્થાન કરવું પડ્યું. તે ચૌલાદેવી પાસે જઈ ન શક્યો. માલવદેશના યુદ્ધમાં બે વર્ષ થઈ ગયાં. ભીમદેવને બે વર્ષ ત્યાં જ વ્યતીત કરવાં પડયાં. માલવ ઉપર વિજય પ્રાપ્ત કરીને જ્યારે તે પાટણ પાછો ફર્યો તે દિવસે તેને ચૌલાદેવી યાદ આવી. તેણે ગુપ્તચરોને બોલાવ્યા અને ચૌલાદેવી અંગે પૂછ્યું. ગુપ્તચરોએ કહ્યું : "મહારાજ, ચૌલાદેવીએ એક મહાપતિવ્રતા સન્નારીની જેમ શીલવ્રતનું પાલન કર્યું છે. તેની એક પણ ભૂલ અમે નિહાળી નથી. તે આપના પ્રત્યે જ નિષ્ઠાવાળી રહી છે.” આ રીતે ગુપ્તચરોનો વૃત્તાંત સાંભળીને અને નગરમાં પણ ચૌલાદેવીની પ્રશંસા સાંભળીને ભીમદેવ ચૌલાદેવી પ્રતિ સવિશેષ આકર્ષિત થયો. તેણે ચૌલાદેવી સાથે લગ્ન કરીને પોતાની રાણી બનાવી. જો કે રાજપરિવારમાં ઘણો વિરોધ થયો હતો. પરંતુ ભીમદેવે એ વિરોધની પરવા કરી નહીં. ચૌલાદેવીએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ હતું હરપાલ. હરપાલના પુત્રનું નામ ત્રિભુવનપાલ અને ત્રિભુવનપાલના પુત્રનું નામ કુમારપાળ.* સિદ્ધરાજનો જન્મ : ભીમદેવના મૃત્યુ પછી કર્ણદેવ ગુજરાતનો રાજા બન્યો. રાજા કર્ણદેવની પટરાણીનું નામ મીનળદેવી હતું. રાજા કર્ણ અને મીનળદેવી સંબંધમાં કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યસૂરીશ્વરે "દ્રયાશ્રમ” મહાકાવ્યમાં આ પ્રમાણે વૃત્તાંત જણાવ્યો છે. એક દિવસ કર્ણરાજા પાસે એક ચિત્રકાર આવ્યો. તે એક રાજકુમારીનું ચિત્ર * આ મત છે આચાર્ય મેરૂતુંગસૂરિજીનો. Page #41 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૨૯ લઈને આવ્યો હતો. તેણે કર્ણને કહ્યું: "હે ગુર્જરેશ્વર, દક્ષિણ પ્રદેશમાં ચંદ્રપુર નામે એક નગર છે. ત્યાંનો રાજા છે જયકેશી. જયકેશીની સુંદર રાજકુમારી મીનળદેવીનું આ ચિત્ર છે.” એ ચિત્રકારે કર્ણને આ મીનળદેવીનું ચિત્ર આપ્યું. કર્ણ તો ચિત્ર જોતાં જ મંત્રમુગ્ધ થઈ ગયો. ચિત્રકારે કહ્યું: “મહારાજ, આ રાજકુમારીને કોઈકે આપનું ચિત્ર બતાવ્યું છે. જ્યારથી તેણે આપનું ચિત્ર જોયું છે ત્યારથી તે આપના પ્રેમમાં પડી ગઈ છે. અને તેણે મનથી આપને પતિરૂપે માન્ય કર્યા છે.” રાજા કર્ણો ચિત્રકારનો ધન-ધાન્યથી સત્કાર કરીને વિદાય કર્યો. કેટલાક દિવસો પછી રાજા જયકેશીનો મંત્રી કર્ણરાજાના દરબારમાં ઉપસ્થિત થયો. તેણે કર્ણરાજાને પ્રણામ કરીને કહ્યું ” હે ગુર્જરેશ્વર, અમે ચંદ્રપુરના રાજા જયકેશીના સેવક છીએ. મહારાજાએ આપને માટે એક ભેટ મોકલી છે, પરંતુ એ ભેટ આપ નિરંતર આપની પાસે જ રાખો અને બીજા કોઈને ન આપો તો જ અમે એ ભેટ આપને આપી શકીએ.” રાજા કર્ણ વાત સમજી ગયા. તેણે કહ્યું : "આપની ભેટ હું સહર્ષ સ્વીકારું છું. પરંતુ એ પહેલાં આપ મારું આતિથ્ય ગ્રહણ કરો.” રાજાએ મંત્રીમંડળને સુંદર આવાસમાં ઉતાય. રાત્રિના સમયે રાજા કણે મીનળદેવીને જોઈ લીધી. તે મીનળદેવીનું સૌંદર્ય જોઈને મુગ્ધ થઈ ગયો. બીજે દિવસે કદિવે ધામધૂમથી મીનળદેવી સાથે લગ્ન કર્યું. જયકેશીના મંત્રીમંડળે અનેક હાથી, ઘોડા, રત્નો વગેરેની ભેટ ધરી. રાણી મીનળદેવીએ એક પુત્રને જન્મ આપ્યો કે તેનું નામ સિદ્ધરાજ. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીનો જન્મ : કુમારપાળ ચરિત્ર” માં બે ઐતિહાસિક પુરુષ-કુમારપાળ અને સિદ્ધરાજના જન્મવૃત્તાંત બતાવ્યા પછી ત્રીજા મહાપુરુષ હેમચંદ્રસૂરીશ્વરજીના જન્મનો વૃત્તાંત બતાવું છું. એ સમય હતો બારમી સદીનો મધ્યભાગ. ગુજરાતમાં એ સમયે સાક્ષાતુ ધર્મમૂર્તિ આચાર્યશ્રી દેવચંદ્રસૂરિજી જૈન ધર્મની સુવાસ પ્રસારિત કરતાં હજારો સ્ત્રી પુરુષોને સન્માર્ગ બતાવતા હતા. આચાર્યદિવ એક વખત ધંધુકા નગરમાં પધાર્યા. આચાર્યદિવના દર્શનથી સમગ્ર જૈનસંઘ આનંદવિભોર થઈ ગયો. ધંધુકામાં "મોઢ" જ્ઞાતિનો "ચાચગ” નામનો એક ધનાઢ્ય શ્રેષ્ઠી રહેતો હતો. તે ધર્મપ્રિય અને બુદ્ધિમાન હતો. તેની પત્નીનું નામ હતું પાહિણીદેવી. પાહિણી Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રાવક જીવન પરમ શ્રાવિકા હતી. એક દિન રાત્રિના સમયે પાહિણીને સ્વપ્ર આવ્યું કે તેને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું અને તેણે તે રત્ન ગુરુદેવને સમર્પિત કરી દીધું. સ્વપ્ર જોઈને તે જાગી અને શેષ રાત્રિ ધર્મધ્યાનમાં વ્યતીત કરી. પ્રાતઃકાળે તે જિનમંદિરે ગઈ. પરમાત્માનાં દર્શન કરીને તે ઉપાશ્રયે ગુરુદેવશ્રી દેવચંદ્રસૂરીશ્વર પાસે ગઈ. ગુરુદેવને વંદન કરીને તેણે પોતાને આવેલ સ્વપ્ર કહી બતાવ્યું અને પૂછ્યું "ગુરુદેવ, આ સ્વપ્રનું ફળ શું હશે ?" ગુરુદેવે કહ્યું : "પુણ્યશાલિની, તું કોઈ અસાધારણ ગુણવાળા પુત્રની જનની થઈશ. તે પુત્રરત્ન તું મને સમર્પણ કરીશ. તારો એ પુત્ર ભવિષ્યમાં જિનશાસનની અપૂર્વ શોભા વધારશે.” ગુરુદેવનાં વચન સાંભળીને પાહિણીદેવ આનંદવિભોર થઈ ગઈ, તે બોલી : "ગુરુદેવ, તથાસ્તુ. આપે કહ્યું તેવું જ થાઓ. તેણે પોતાના વસ્ત્રના એક છેડે ગાંઠ વાળી, જાણે કે સ્વપ્ર ફળ જ બાંધી દીધું. એ રાત્રે પાહિણીદેવીની કુક્ષીમાં એક ઉત્તમ જીવ અવતરિત થયો. પાહિણી ગર્ભવતી થઈ અને ગર્ભકાળ પૂર્ણ થતાં તેણે એક પુત્રને જન્મ આપ્યો. ચાચગ શ્રેષ્ઠીએ પુત્રનો જન્મોત્સવ મનાવ્યો. બારમા દિવસે પુત્રનું "ચાંગદેવ” નામ રાખવામાં આવ્યું. આ જ ચાંગદેવ આગળ ઉપર કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી બને છે. ગુરુદેવ ચાંગદેવમાં યોગ્યતા જુએ છે ઃ ગુરુદેવ દેવચંદ્રસૂરિજી ધંધુકાથી વિહાર કરી જાય છે. કેટલાંક વર્ષો અન્યત્ર વિચરીને ફરીથી ધંધુકા નગરે પધારે છે. એ સમયે ચાંગદેવ છ - સાત વર્ષનો થઈ ગયો હતો. એક દિવસ આશ્ચર્યકારક ઘટના બની. આચાર્યદેવ જિનમંદિરમાં દર્શન કરવા ગયા હતા. ત્રણ પ્રદક્ષિણા કરીને તેઓ પરમાત્માની પ્રાર્થનામાં લીન હતા. એ સમયે પાહિણીદેવી સાથે ચાંગદેવ જિનમંદિરમાં પહોંચ્યો અને તે ગુરુદેવના આસન ઉપર બેસી ગયો, પાહિણીદેવી પરમાત્માના દર્શનમાં લીન હતી. ગુરુદેવે ચાંગદેવને તેમના આસન ઉપર બેઠેલો જોયો. તેમના મુખ ઉપર સ્મિત ફરકી ગયું. ચાંગદેવ પણ ગુરુદેવની સામે મંદમંદ હસી રહ્યો છે. એ સમયે પાહિણીને ગુરુદેવે કહ્યું : "હે સુશીલા, તને મારા સ્વપ્રની વાત યાદ છે ? તેં સ્વપ્રમાં ચિંતામણિ રત્ન જોયું હતું અને તે રત્ન તેં ગુરુને આપી દીધું હતું. દેવી, એ જ આ તારો પુત્ર-રત્ન છે. પૂર્ણ પુણ્યોદયથી જે સ્વપ્ર આવે છે તે મિથ્યા થતાં નથી. જો, એ મારા આસન ઉ૫૨ બેસી ગયો છે ને ? એ જ રીતે એ મારી પાટ ઉપર મારો ઉત્તરાધિકારી બનીને Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૧ બેસશે. આ બાળક સાધુ બનવા યોગ્ય છે, આચાર્ય બનવા યોગ્ય છે. હે પુણ્યશાલિની, નાના બાળકને અમે પાત્રતા-યોગ્યતા જોયા સિવાય દીક્ષા આપતા નથી. એટલા માટે કહું છું કે તું તારું આ રત્ન મને સોંપી દે. સમગ્ર દેશમાં એ આર્હત્ ધર્મનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરનારો થશે.” ભાગ ૧ - પાહિણીદેવી આચાર્યદેવનાં મધુર વચનોનું શ્રવણ કરીને આનંદવિભોર થઈ ગઈ. નતમસ્તક થઈ ગઈ અને વિનીતભાવે તેણે કહ્યું : “ગુરુદેવ, આપ આ પુત્રને તેના પિતા પાસેથી સ્વીકારી લો.” પાહિણીદેવીએ પોતાની સ્વીકૃતિ તો આપી દીધી. આચાર્યશ્રી દેવચંદ્રસૂરીશ્વરજીમાં યોગ્યતા-અયોગ્યતા નિહાળવાની વિશિષ્ટ શક્તિ હતી. તેમણે ચાંગદેવમાં સાધુ થવાની યોગ્યતા જોઈ હતી. તેમણે ચાંગદેવની માત્ર તત્કાલીન ભાવનાને જ મહત્ત્વ આપ્યું ન હતું, "આ છોકરાની દીક્ષા લેવાની ભાવના છે, એ દીક્ષા લેવા ઈચ્છે છે.....એટલાથી જ માત્ર દીક્ષા આપવી યોગ્ય નથી. છોકરો યૌવનમાં પ્રવેશ્યા પછી પણ ઇન્દ્રિયપરવશ નહીં બને. જ્ઞાન-ધ્યાનમાં તત્પર રહેશે. એવી નિશ્ચિત પ્રતીતિ દીક્ષા આપનાર ગુરુને હોવી જોઈએ. વર્તમાન સમયમાં જ્યારે સમાજનું વાતાવરણ વધુ કલુષિત બન્યું છે; વિષયવિકારોનું નગ્ન પ્રદર્શન વધી રહ્યું છે, એવા સમયમાં યુવાન સાધુ-સાધ્વીને પોતાના મહાવ્રતોના પાલનમાં દૃઢ રહેવાની મૌલિક યોગ્યતા હોવી નિતાન્ત આવશ્યક છે. સાધુ જીવનમાં નિર્વિકારિતા અતિ મહત્ત્વનો ગુણ છે. કેટલાક આત્માઓ જન્મથી જ નિર્વિકાર હોય છે. પૂર્વજન્મોના સંસ્કાર લઈને જે આત્માઓ આવે છે તે સહજ રીતે નિર્વિકાર હોય છે. આવા જીવોને આઠ વર્ષની ઉંમરે સાધુજીવન અર્પવામાં કોઈ મુશ્કેલી આવતી નથી. આવા જીવો યૌવન અવસ્થામાં પણ વિકારરહિત રહી શકે છે. અન્યથા જ્યારે વિષય-વાસના જાગૃત થાય છે, જાતીય વૃત્તિઓ પ્રબળ બની જાય છે એવા સમયે એ વાસનાઓ ઉપર કાબૂ રાખવો એ કોઈ સામાન્ય વાત નથી. ભયાનક આગ બુઝાવવી સરળ છે. પણ કામવાસનાઓની પ્રચંડ આગ બુઝાવવી અતિ મુશ્કેલ છે. નાનું મોટું નિમિત્ત મળવાથી સંયમની શક્તિ (Controlling Power) ખતમ થઈ જાય છે, અને સંયમી પળવારમાં જ અસંયમી થઈ જાય છે. તે પોતાના મહાવતને ખોઈ બેસે છે. યૌવનકાલીન આવેગો યા તો શાન્ત હોવા જોઈએ અથવા એ આવેગો ઉપર સંયમ રાખવાની પ્રચંડ તાકાત હોવી જોઈએ. સાધુ-જીવનની આ યોગ્યતા અનિવાર્ય રૂપે જોવી જોઈએ. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩ર શ્રાવક જીવન આવી યોગ્યતા છે કે નહીં એ વાતનો નિશ્ચિત રૂપે નિર્ણય કરવાનું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ. શ્રી દેવચંદ્રસૂરીશ્વરજીમાં એ જ્ઞાન હતું. તેમણે ચાંગદેવની એવી યોગ્યતા જોઈને, એની માતા પાસે ચાંગદેવની ભિક્ષા માગી હતી. , યોગ્યતા જોયા વગર દીક્ષા આપવાથી સારાં પરિણામો આવતાં નથી. દીક્ષા લેનારાઓમાં પણ એ વાત વિચારવાની ક્ષમતા હોવી જોઈએ કે “શું હું પાંચ મહાવ્રતોનું પાલન કરી શકીશ ?" ગૃહસ્થ જીવનમાં બાર વ્રતો લેવા પૂર્વે જ્યારે ગ્રંથકાર ગંભીરતાથી વિચારવાનો આદેશ આપે છે ત્યારે સાધુ જીવનના મહાવ્રતો માટે વિચાર્યા વગર કેવી રીતે ચાલે ? સભામાંથી આઠ-દસ વર્ષનો બાળક આટલી ગંભીર વાતો કેવી રીતે વિચારી શકે ? મહારાજશ્રી નથી વિચારી શકતો. એટલા માટે દીક્ષા આપનાર ગુરુએ વિચારવું જોઈએ, પોતાની જ્ઞાનવૃષ્ટિથી કે "શું આ બાળક પાંચ મહાવ્રતોનું પાલન કરી શકશે? પાંચ સમિતિ અને ત્રણ ગુતિઓનું પાલન કરી શકશે ?” વગેરે બાબતો ગંભીરતાથી વિચારવી જોઈએ. ભવિષ્ય જાણવાનું જ્ઞાન હોવું જોઈએ એવા જ્ઞાન વગર નિર્ણય કરી શકાતો નથી. વર્તમાન કાળમાં છોકરો ગમે તેટલો સારો હોય, પરંતુ જો તેનું ભવિષ્ય સાધુતાની દ્રષ્ટિએ સારું દેખાતું ન હોય તો તેને દીક્ષા ન આપવી જોઈએ. શક્તિ અને યોગ્યતા વગર વ્રત-મહાવ્રત ન લેવાં જોઈએ. વ્રતપાલનની શક્તિ ન હોવા છતાં પણ વ્રતમહાવ્રત લેવાથી વ્રતભંગ થવાની સંભાવના રહે છે. એનાથી ખૂબ મોટું નુકસાન થાય છે. સમગ્ર જીવસૃષ્ટિનું પરમ હિત કરનાર તીર્થંકર ભગવંતોએ વ્રત લેનારાઓ માટે એટલા ખાતર જ યોગ્યતાનો આગ્રહ કર્યો છે. યોગ્ય વ્યક્તિને જ ધર્મપ્રાપ્તિનું સુયોગ્ય ફળ મળે છે. જેમાં યોગ્યતા નથી (પહેલાં બતાવી છે એવી) તે મનુષ્ય ધર્મ ગ્રહણ કરી શકતો નથી. જે કદાચ ગ્રહણ કરી લે તો પણ ધર્મપ્રાપ્તિનું ફળ એને મળતું નથી. આચાર્યદવ ચાંગદેવને સ્વીકારે છેઃ આચાર્યશ્રી દેવચંદ્રસૂરીશ્વરજીએ ચાંગદેવમાં ઘણી મહાન યોગ્યતા જોઈ હતી. તેમણે ચાચગ શ્રેષ્ઠીને પોતાની પાસે બોલાવીને પ્રેમથી તેમજ વાત્સલ્યથી સમજાવ્યો. પુત્રસ્નેહનું બંધન પણ સામાન્ય હોતું નથી. તે પણ જલદી તૂટતું નથી. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૩ આચાર્યદેવે ધૈર્યથી અને બુદ્ધિથી ચાચગને સમજાવ્યો. તેને આચાર્યદેવના જ્ઞાન અને સંયમ પ્રતિ પૂર્ણ શ્રદ્ધા હતી. તે આચાર્યદેવથી પ્રભાવિત થયો અને તેણે ગુરુદેવને ચાંગદેવ સોંપી દીધો. ભાગ ૧ - ચાંગદેવને સંયમમાર્ગ ઉપર લાવવા માટે માતાપિતાના આશીર્વાદ મળી ગયા. મહાન પુણ્યના ઉદય વગર આ વાત સંભવિત થતી નથી. ચાંગદેવ સ્વરૂપવાન હતો, બુદ્ધિશાળી હતો અને જનપ્રિય પણ હતો. ઘરમાં સંપત્તિ હતી, સમાજમાં માન હતું અને ભવિષ્ય ઉજ્જવળ હતું. આવી સ્થિતિમાં નાના છોકરાને ત્યાગ માર્ગ પર, મોક્ષમાર્ગ ૫૨ ચલાવવામાં સંયોગ મળવા અસાધારણ પુણ્યોદયથી જ શક્ય બને છે. સુયોગ ગુરુદેવનો ચાંગદેવને સંયોગ મળી ગયો - માત્ર સુયોગ જ નહીં, સમર્થ ગુરુદેવ મળી ગયા તેને 1 પુરુષાર્થ કર્યા વગર એવા ગુરુદેવનો યોગ પ્રાપ્ત થવો એ પૂર્વસંચિત પુણ્યકર્મનું ફળ જ માનવું જોઈએ. પુત્રસ્નેહનું બંધન પણ એટલું પ્રગાઢ ન હતું. એવાં માતા-પિતા મળવાં એ પૂર્વ સંચિત પુણ્યનો ઉદય જ માનવો પડશે. ચાંગદેવને ક્ષતિરહિત શરીર મળ્યું હતું. પાંચે ઈન્દ્રિયો પૂર્ણ હતી, સુંદર હતી, સ્પષ્ટ અને મધુર વચનશક્તિ હતી અને સૌભાગ્ય પણ અદ્ભુત હતું. આ બધું જ પુણ્યકર્મનું ફળ છે. આચાર્યદેવે ચાંગદેવમાં સર્વ પ્રકારની યોગ્યતા જોઈ હતી, તે ખૂબ જ પ્રસન્ન હતા. ચાંગદેવમાં તેમણે લાખોનો તારણહાર જોયો હતો. તેમણે ચાંગદેવમાં મહાન "જ્યોતિર્ધર" જોયો હતો. "કલિકાલનો કેવલજ્ઞાની” જોયો હતો. ! આવા ચાંગદેવને લઈને આચાર્યદેવ ધંધુકાથી ખંભાત તરફ વિહાર કરી દે છે. "ધર્મબિંદુ” ના રચયિતા આચાર્યદેવ સદ્ધર્મનો સ્વીકાર કરનારાઓની યોગ્યતા બતાવીને “ધર્મગ્રહણ” ના વિષયમાં એક માર્મિક પ્રશ્ન કરે છે, એ વિષયમાં આગળ વિચારીશું, આજે આટલું બસ. Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૪ धर्मग्रहणं हि तत्प्रतिपत्तिमद्विमलभावकारणम् । પરમ કૃપાનિધિ મહાન શ્રુતધર આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્વરચિત "ધબિંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો વિશેષ ધર્મ બતાવે છે. વ્રતમય વિશેષ ધર્મને યોગ્યતા સંપન્ન વ્યક્તિ જ ગ્રહણ કરી શકે છે. આ વાત જણાવ્યા બાદ ટીકાકાર આચાર્યશ્રી એક પ્રશ્ન ઊભો કરે છે. તેઓ કહે છેઃ- ધર્મઃ સ્વચિત્તપરિશુદ્ધ્વથીનઃ । ધર્મ પેદા થાય છે પરિશુદ્ધ ચિત્તમાંથી ! તો પછી બીજા પાસેથી ધર્મગ્રહણ કરવાની વાત જ ક્યાં રહે છે ? જે વસ્તુ સ્વયં ઉત્પન્ન થતી હોય તે વસ્તુ બીજા પાસેથી લેવી એ સંગત લાગતું નથી. પ્રશ્ન માર્મિક છે, ધર્મ જેવું પરમ તત્ત્વ શું લેવા-દેવાની વસ્તુ છે ? ધર્મ તો સ્વયંભૂ તત્ત્વ છે. પરિશુદ્ધ ચિત્તમાં જ ઉત્પન્ન થનારું તત્ત્વ છે. તો પછી ગ્રંથકાર આચાર્યદેવે ધર્મ ગ્રહણ કરવાની અને પ્રદાન કરવાની વાત કેમ કરી ? આ પ્રશ્નનું સમાધાન ગ્રંથકાર સ્વયં કરે છે. ધર્મનું કારણ પણ ધર્મ ઃ સદ્ગુરુ પાસેથી ધર્મ ગ્રહણ કરેલા એ વિમલ ભાવોની જાગૃતિનું અપૂર્વ નિમિત્ત છે. જે માણસ પોતાની શક્તિનો (વ્રતપાલન કરવાની) પર્યાપ્ત વિચાર કરે છે, અને જિનવચન અનુસાર સદ્ગુરુ પાસેથી વ્રત ગ્રહણ કરે છે, તેના આંતરિક ભાવો વિશુદ્ધ બને છે. ભાવોની નિર્મળતા જ પ્રધાન કારણ છે વ્રતગ્રહણનું, ધર્મગ્રહણનું. ચિત્તમાં નિર્મળ ભાવરૂપ, વિશુદ્ધ ભાવરૂપ ધર્મ પેદા કરવા માટે, ધર્મ ગ્રહણ કરવા માટેનો બાહ્ય વિધિ કરવો જોઈએ. એ સમજી લેવું કે તમામ બાહ્ય ક્રિયા-કલાપો ભીરતના શુભ-શુદ્ધ ભાવ પ્રકટ ક૨વા માટેનાં નિમિત્ત છે, સાધન છે, આલંબન છે. શુભક્રિયાથી શુભ ભાવ પ્રકટે છે અને અશુભ ક્રિયાથી અશુભ ભાવ પ્રકટે છે, ક્રિયા અને ભાવનો ઘનિષ્ઠ સંબંધ છે. જો તમે શુભ ભાવ, પવિત્ર વિચાર, નિર્મળ અધ્યવસાય ઈચ્છતા હો તો શુભ, પવિત્ર અને પ્રશસ્ત ક્રિયાઓ કરતા રહો, સારાં કાર્ય કરતા રહો. અને જે રીતે આત્માના શુભ અને શુદ્ધ ભાવ ધર્મ છે, તે રીતે શુભ ભાવ અને Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૫ - ભાગ - ૧ શુદ્ધ ભાવ પ્રકટ થવામાં નિમિત્ત રૂપ બનેલી ક્રિયા પણ ધર્મ છે. આ બધી ક્રિયાઓ કાર્ય ધર્મ છે, જે શુભ, શુદ્ધ આંતરભાવ પ્રકટ કરવામાં નિમિત્ત બને છે. એટલા માટે જો આપણે નિર્મળ ભાવરૂપ ધર્મ ઈચ્છતા હોઈએ તો આપણે પવિત્ર ક્રિયાઓ કરવી જ પડશે. જિનેશ્વર ભગવંતોએ જે જે ક્રિયાઓ કરવાનો ઉપદેશ આપ્યો છે તે બધી ક્રિયાઓ આદરપૂર્વક, પ્રીતિપૂર્વક કરવી પડશે. સદ્ગુરુ પાસેથી ધર્મગ્રહણની એક વિધિવત્ ક્રિયા કરવાની હોય છે. એ વિધિવત્ ક્રિયાથી વતમય ધર્મ ગ્રહણ કરવાથી ચિત્તમાં નિર્મળ ભાવ ઉદ્ભવે છે. પરંતુ એ ક્રિયા ખિન્ન મનથી કરવાની નથી. અવિધિપૂર્વક કરવાની નથી. ચંચળ મનથી પણ કરવાની નથી. પ્રત્યેક ધર્મક્રિયામાં પ્રીતિ અને આદર જોઈએ ? જે કોઈ ધર્મક્રિયા કરો તેમાં આંતરપ્રીતિ હોવી જોઈએ. પરંતુ અનાદિકાલીન પાપપ્રીતિ જ્યાં સુધી તૂટશે નહીં ત્યાં સુધી ધર્મપ્રીતિ થશે નહીં. સંસારની પાપક્રિયાઓ પ્રીતિપૂર્વક ન કરો. એ ક્રિયાઓ પ્રત્યે ધૃણા-નફરતનો ભાવ જાગૃત કરો. પ્રારંભમાં ભલે કૃત્રિમ નફરત કરો.....ધીરે ધીરે સ્વાભાવિક નફરત પેદા થઈ જશે. એ રીતે ધર્મક્રિયાઓમાં પ્રારંભમાં પ્રતિભાવ ભલે કૃત્રિમ હોય, પરંતુ ધીરે ધીરે એ પ્રતિભાવ સ્વાભાવિક બની જશે, ધર્મક્રિયા પ્રતિ પ્રીતિ થઈ જશે. અને પછી અંતે તો આદર થઈ જશે. પ્રીતિની સાથે આદરની ભાવના જોડાયેલી રહે છે. શુભ ભાવો જગાડનારી આ પવિત્ર ક્રિયા બતાવીને જિનેશ્વર ભગવંતોએ આપણા ઉપર પરમ ઉપકાર કર્યો છે. કેટલી સુંદર ક્રિયા છે એ !!” એ રીતે વિચાર કરવો જોઈએ. એવા વિચારોથી પ્રીતિનો ભાવ દ્રઢ થતો જાય છે. ધર્મક્રિયામાં જોઈએ સાતત્ય અને વિધિપરકતા : જો તમે ક્રિયા સતત એટલે કે પ્રતિદિન કરતા રહેશો તો જ પ્રીતિ-આદરનો ભાવ વધતો રહેશે. એવું નહીં કે આજ એક ધર્મક્રિયા કરી, પછી બે ચાર દિવસ ન કરી. ફરી પાછી એક બે દિવસ કરી. પાછળથી આઠ-દસ દિવસ ન કરી.ધર્મક્રિયામાં સાતત્ય ટકી રહેવું જોઈએ. નિયમિતતા હોવી જોઈએ. સાતત્યની સાથે તે તે ધર્મક્રિયાની વિધિ પ્રત્યે પણ આદર હોવો જોઈએ. જે ક્રિયા જે વિધિથી કરવાનું વિધાન હોય તે વિધાન પ્રમાણે જ તે ક્રિયા કરવી જોઈએ. જો પ્રીતિ હશે તો વિધિનું પાલન સહજભાવે થતું રહેશે. ક્રિયામાં રસ-રુચિ નહીં હોય તો ક્રિયા અવિધિથી થશે. અથવા અવિધિથી ક્રિયા કરવાથી ક્રિયાચિ ધીરે ધીરે નષ્ટ થતી જશે. ધર્મક્રિયામાં આનંદનો અનુભવ કરવો હોય તો વિધિનું પાલન Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩s શ્રાવક જીવન અવશ્ય કરો. સભામાંથી એક ધર્મક્રિયા જ્યારે "રુટીન” બની જાય છે ત્યારે તેમાં નિરસતા આવી જાય છે! મહારાજશ્રી ના, એવું નથી. જે ક્રિયા આપણે પ્રેમથી કરતા નથી. સતત કરતા નથી, વિધિપૂર્વક કરતા નથી. અર્થજ્ઞાનની સાથે કરતા નથી, એ ધમક્રિયાના ફળનો વિચાર કરતા નથી ત્યારે તે “રુટીનવી લાગે છે અને તેમાં નિરસતા આવે છે. દુકાન પર આવવું....પૈસા કમાવાશું રુટીનવર્ક નથી ? પરંતુ જેમ જેમ પૈસા મળતા જાય છે તેમ તેમ પૈસા કમાવાનો રસ વધતો જાય છે, જે વાસ્તવમાં જોઈએ તો જે ક્રિયામાં આપણને લાભ પ્રાપ્તિ દેખાય છે તે ક્રિયા રટીન બની જાય છે. અને એ કાર્યમાં આપણને આનંદ મળે છે. ધર્મક્રિયામાં આપણને "લાભ” દેખાવો જોઈએ. કંઈ પ્રાપ્તિ દેખાવી જોઈએ. તો આનંદનો અનુભવ થશે. સૌથી મોટો લાભ થાય છે વિમલ નિર્મલ ભાવોનો ! ચિત્ત નિર્મલ ભાવોથી પૂર્ણતયા ભરાઈ જાય છે ! આ છે ધર્મ, આ છે ધર્મનું ફળ ! ધર્મક્રિયામાં એકાગ્રતા અને અર્થજ્ઞાન જોઈએ ? ધર્મક્રિયા પ્રત્યે પ્રીતિનો ભાવ હશે તો મન એકાગ્ર બનશે. જ્યાં પ્રેમ હોય છે ત્યાં એકાગ્રતા આવે જ છે, અને ત્યાં મન એકાગ્ર બને જ છે. ધર્મક્રિયા સાથે મનનું જોડાણ અતિ મહત્ત્વપૂર્ણ છે. જે તે ધર્મક્રિયાઓના ભાવમાં મનને જોડવું જોઈએ. જે ઘમક્રિયાઓ સાથે મન જોડાઈ જાય છે તો ક્રિયા “અમૃતક્રિયા બની જાય છે. ક્રિયા કરનારનું દયે આનંદથી ભરાઈ જાય છે. એના આત્મામાં વિમલભાવરૂપ ધર્મ ઉત્પન્ન થાય છે. પરંતુ ધર્મક્રિયામાં મન ત્યારે જ ડૂબશે કે જ્યારે તે તે ધર્મક્રિયાનાં સૂત્રોના અર્થભાવાર્થનું જ્ઞાન હશે. આપણી તમામ ધર્મક્રિયાઓનાં સૂત્રો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં છે. વધારે પ્રમાણમાં પ્રાકતમાં છે. બે ત્રણ સૂત્રો ગુજરાતી ભાષામાં છે. તમને-ગૃહસ્થોને તો પ્રાકૃત ભાષાનું જ્ઞાન જ નથી. તમે કેવી રીતે એ સૂત્રોનો ભાવાર્થ સમજી શકશો? એટલા માટે સૂત્રોનું અર્થજ્ઞાન વ્યવસ્થિત રૂપે ગ્રહણ કરવું જોઈએ. ધાર્મિક પાઠશાળાઓમાં પણ અર્થજ્ઞાન વિશેષ રૂપે આપવું જોઈએ. પ્રત્યેક ધર્મક્રિયાનો પ્રાણ હોય છે સૂત્ર. સૂત્રોનું ઉચ્ચારણ અને શુદ્ધિ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. ઉચ્ચારણ સ્પષ્ટ હોવું જોઈએ. અશુદ્ધિઓ એમાં ન હોવી જોઈએ. શુદ્ધ અને સ્પષ્ટ સૂત્રોચ્ચારની સાથે અર્થનો ઉપયોગ હોવો જોઈએ. તે પછી જમીનની Page #49 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ એકાગ્રતા સહજ રીતે પ્રાપ્ત થશે. વ્રતમય વિશેષ ગૃહસ્થધર્મ પ્રદાન કરનારી અને ગ્રહણ કરનારી ક્રિયા ધર્મગ્રહણ ક૨ના૨ શિષ્ય માટે, શ્રમણોપાસક માટે ફળદાયિની બને છે. જિનવચન અનુસાર વિધિપૂર્વક ધર્મ ગ્રહણ કરવાથી ચિત્તમાં વિમલભાવ......નિર્મળ ભાવ જાગે છે. અને આ જ છે લવત્તા ધર્મગ્રહણની ! 39 ધર્મગ્રહણમાં ગુરુ-અનુગ્રહ આવશ્યક : સદ્ગુરુ પાસેથી વિધિપૂર્વક ધર્મગ્રહણ કરવાથી ગુરુ-અનુગ્રહ એટલે કે ગુરુકૃપા પણ પ્રાપ્ત થાય છે. ગુરુના હાર્દિક આશીર્વાદની સાથે ધર્મગ્રહણ કરનાર મુમુક્ષુ આત્મા પ્રાયઃ વ્રતપાલનમાં સફળ થાય છે. વ્રતપાલનમાં એનો ઉત્સાહ વધતો જાય છે. આચાર્યદેવ દેવચંદ્રસૂરીશ્વરજી ચાંગદેવને લઈને ધંધુકાથી વિહાર કરીને ખંભાત પધારે છે. ચાંગદેવને વિધિપૂર્વક સાધુ-ધર્મ પ્રદાન કરવો હતો. ચાંગદેવે ગુરુકૃપા તો પ્રાપ્ત કરી લીધી જ હતી. સભામાંથી : આચાર્યદેવે ચાંગદેવને સીધો સાધુધર્મ આપવાનો નિર્ણય કેમ કર્યો ? પહેલાં ગૃહસ્થ ધર્મ આપીને, તેનું પાલન કરાવીને અને પછી સાધુ ધર્મ આપ્યો હોત તો તે ઉચિત ન હતું ? : મહારાજ્જી ઃ રાજમાર્ગ તો એ જ છે ` પહેલાં શ્રાવકધર્મનું પાલન કરવામાં આવે અને પછી સાધુધર્મનો સ્વીકાર કરવામાં આવે. સાધુધર્મનું પાલન કરવા માટે તે જ માણસ યોગ્ય માનવામાં આવે છે કે જેણે શ્રાવકધર્મનું પાલન સમુચિત રૂપમાં કર્યું હોય, શ્રાવકધર્મનો અભ્યાસ કરતી વખતે પરિપક્વતા પ્રાપ્ત થાય છે, વ્રતપાલનની દૃઢતા પ્રાપ્ત થાય છે અને એનાથી સાધુધર્મના પાલનમાં સરળતા રહે છે. પરંતુ દરેક નિયમનો અપવાદ હોય છે. ચાંગદેવમાં આચાર્યદેવે એવી યોગ્યતા જોઈ હતી કે ” આ છોકરો શ્રાવકધર્મનું પાલન કર્યા વગર પણ સાધુ ધર્મનું પાલન કરવામાં સમર્થ છે. શક્તિમાન છે." યોગ્યતા જોનારા ગુરુ આચાર્યદેવ વિશિષ્ટ જ્ઞાની હતા. તેમનામાં ચાંગદેવના ભવિષ્યને જોવાની ક્ષમતા હતી. એટલા માટે જ તેમણે ચાંગદેવને સીધો જ સાધુધર્મ આપવાનો નિર્ણય કર્યો. એવા મહાપુરુષોનાં અનુકરણ હ૨ કોઈ સાધુ યા આચાર્ય કરી શકતા નથી. આચાર્યદેવ ખંભાત પધાર્યા. એ સમયે ખંભાતમાં મહામંત્રી ઉદયન જૈન સંઘના Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રાવક જીવન અગ્રણી હતા. આચાર્યદેવે તેમને બોલાવ્યા. ચાંગદેવની દીક્ષા અંગે તેમની સાથે પરામર્શ કર્યો અને શ્રેષ્ઠ મુહૂર્તમાં ચાંગદેવને દીક્ષા આપવામાં આવી. દીક્ષા મહોત્સવ ઉદયન મંત્રીએ કર્યો. ચાંગદેવનું નામ મુનિ સોમચંદ્ર રાખવામાં આવ્યું. સર્વ બાબતો જિનાજ્ઞા-અનુસાર અને વિધિપૂર્વક કરવામાં આવી. સોમચંદ્ર મુનિ સાધુધર્મ પ્રાપ્ત થતાં અત્યંત પ્રફુલ્લિત થઈ ગયા. વિમલ ભાવ ઉલ્લસિત થયા. તેમના દ્ધયમાં શુભ ભાવોનું પૂર ઊમટ્યું. ગુરુદેવે સોમચંદ્ર મુનિને અધ્યયન શરૂ કરાવ્યું. અતિ અલ્પ વર્ષોમાં તેમણે જિનાગમોનું અધ્યયન કરી લીધું. સંસ્કૃત પ્રાકૃતના જ્ઞાતા પણ બની ગયા. વેદાન્ત, ન્યાય, બૌદ્ધ આદિ ધર્મશાસ્ત્રોમાં પણ તેઓ પારંગત થઈ ગયા. જ્ઞાનોપાસના-જ્ઞાન પ્રાપ્તિ જ તેમનો જીવન રસ બની ગયો. તરણ અવસ્થા પૂર્ણ થઈ, યૌવનમાં પ્રવેશ કર્યો. એક દિવસે તેમણે ગુરુદેવની પાસેથી સાંભળ્યું કે પૂર્વકાલીન ભદ્રબાહુસ્વામી વગેરે મહાપુરુષો પાસે "પદાનુસારી પ્રજ્ઞા” હતી અને એને કારણે જ તેઓ "ચૌદ પૂર્વના જ્ઞાતા બન્યા હતા. એક દિવસ તેમણે પોતાના મનની વાત ગુરુદેવને બતાવી દીધી. "ગુરુદેવ, મેં મારી અલ્પબુદ્ધિ દ્વારા જિનાગમોનું જ્ઞાન તો સંપાદન કરી લીધું, પરંતુ વિશેષજ્ઞાન પ્રાપ્ત કરવા માટે હું દેવી સરસ્વતીની ઉપાસના કરવા ઇચ્છા રાખું છું, અને એટલા માટે કાશ્મીર જવા માગું છું. પરંતુ આપની આજ્ઞા હોય અને આપને ઉચિત લાગતું હોય તો.” આચાર્યશ્રીએ સોમચંદ્ર મુનિમાં જ્ઞાન પ્રાપ્તિની અસાધારણ તૃષા જોઈ. સમગ્ર દ્વાદશાંગીનું પરિપૂર્ણ જ્ઞાન સંપાદન કરવાની તીવ્ર ઈચ્છા જોઈ. છતાં પણ તેઓ ભાવાવેશમાં વહી ન ગયા. પ્રિય શિષ્યની પ્રશસ્ત ઈચ્છા જોઈને ગુરુજનો પ્રાયઃ ભાવાવેશમાં વહી જાય છે.” એની સારી ભાવના છે તો રજા આપી દો." જેવું થાય છે. પરંતુ આચાર્યશ્રી દેવચંદ્રસૂરિજી ભાવપ્રવાહમાં વહી જાય તેવા ન હતા. તેમણે ધ્યાનના આલોકમાં સોમચંદ્ર મુનિનું ભવિષ્ય જોયું, "શું સોમચંદ્ર મુનિ દેવી સરસ્વતીના અનુગ્રહને પાત્ર બનશે ?” માત્ર જૈન સંઘને જ નહીં, માત્ર દેશને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને હેમચંદ્રસૂરી જેવી અદ્વિતીય જ્ઞાન પ્રતિભા પ્રાપ્ત થઈ એ માત્ર દૈવયોગ ન હતો. પરંતુ સમર્થ ગુરુ અને સમર્પિત શિષ્યના સુભગ સંયોગની ઉપલબ્ધિ હતી. દેવચંદ્રસૂરિજી સમર્થ ગુરુ હતા અને હેમચંદ્રજી સમર્પિત શિષ્ય. સમપિત અને મેઘાવી શિષ્ય સમર્થ ગુરુની કૃપાને પાત્ર બને છે અને અપૂર્વ પ્રતિભાનો સ્વામી બને છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૯ સોમચંદ્ર મુનિની ઇચ્છા હતી કાશ્મીર જઈને દેવી સરસ્વતીની આરાધના કરવાની, પરંતુ એ ઈચ્છા પણ તેમણે ગુરુદેવને અધીન કરી દીધી હતી. ગુરુદેવે એ અંગે પણ ગંભીરતાથી વિચાર્યું; જ્યારે તેમને સફળતાનો સંકેત મળ્યો ત્યારે તેમણે કાશ્મી૨ જઈને દેવી સરસ્વતીની આરાધના કરવાની અનુમતિ આપી. સાથી મુનિવરો સહિત સોમચંદ્ર મુનિએ શુભ મુહૂર્તે પ્રસ્થાન પણ કરી લીધું. ભાગ ૧ - પ્રથમ જ મુકામ હતો; "ઉજ્જયન્તાવતાર” નામે ચૈત્યમાં રાત્રિના સમયે સોમચંદ્ર મુનિએ માંત્રિક સ્નાન કરીને સરસ્વતીનું ધ્યાન આરંભ્યું અને ધ્યાનલીન થઈ ગયા. સરસ્વતીનું વરદાન પામવાની તમન્ના હતી ને ! કાશ્મીર તો જ્યારે પહોંચાય ત્યારે ખરું !"ઉજ્જયન્તાવતાર” જિનમંદિરનું સ્થાન એમને યોગ્ય લાગ્યું અને તેમણે આરાધના શરૂ કરી દીધી. ધ્યાન લાગી ગયું અને લીનતા પ્રાપ્ત થઈ ગઈ. મધ્યરાત્રિનો સમય થયો. સોમચંદ્ર મુનિ પ્રત્યે આકર્ષિત થઈને વાગીશ્વરી દેવી સરસ્વતી સાક્ષાત્ પ્રકટ થઈ. તેના ડાબા હાથમાં પુસ્તક હતું અને જમણા હાથમાં વરદાયિની અક્ષમાળા હતી. તેની દેહ પ્રભા ઉજ્જવળ અને કાન્તિમતી હતી. આવી દેવી ભારતી, વિકસિત પદ્મની પાંખડી સમ નેત્રોથી સ્નેહમય ભાવોથી સોમચંદ્ર મુનિને જોઈ કહેવા લાગી : “હે મુનિવર, મને પ્રસન્ન કરવા માટે તારે હવે કાશ્મીર જવાની જરૂર નથી. તારી ભક્તિ અને ધ્યાનથી હું અહીં જ તારા પર પ્રસન્ન થઈ છું. મારી કૃપાથી તું સિદ્ધસારસ્વત થઈશ.” આવું વરદાન આપીને વિદ્યુત્ની જેમ અદૃશ્ય થઈ ગઈ. સોમચંદ્ર મુનિનું શરીર રોમાંચિત થઈ ગયું. તેમના નેત્રોમાંથી હર્ષાશ્રુ વહી રહ્યાં હતાં. તેમની પ્રજ્ઞા સૂર્ય-પ્રભા સમ તેજસ્વી બની ગઈ હતી. શેષ રાત્રિ તેમણે સરસ્વતીની સ્તવનામાં પસાર કરી. પ્રાતઃકાળનાં આવશ્યક કાર્યો પતાવીને તેઓ પાછા ગુરુદેવ પાસે પહોંચ્યા. “મસ્થળ વામિ" બોલતાં જ ઉપાશ્રયમાં પ્રવેશ કરીને તેમણે ગુરુદેવના ખોળે મસ્તક મૂક્યું. ગુરુદેવે પણ પોતાના પ્રિય શિષ્યના મસ્તકે હાથ મૂકતાં અપૂર્વ હર્ષ અનુભવ્યો.. દેવી શારદાની પરમ કૃપાથી સોમચંદ્ર મુનિના મુખારવિંદ ઉપર તેજસ્વિતાનાં કિરણો ફેલાઈ રહ્યાં હતાં. સોમચંદ્ર મુનિએ રાત્રે બનેલો સમગ્ર વૃત્તાંત ગુરુદેવને કહી સંભળાવ્યો; ગુરુદેવને અતિ હર્ષ થયો. તેમણે સરસ્વતી દેવીની સ્તુતિ કરી અને સોમચંદ્ર મુનિની સર્વ મુનિવરો સામે પ્રશંસા કરી. સભામાંથી : શું ગુરુ શિષ્યની પ્રશંસા કરે છે ? મહારાજશ્રી : કેમ નહીં ? શિષ્ય જ્યારે અદ્વિતીય, અસાધારણ આરાધના કરે Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રાવક જીવન છે. સિદ્ધિ પ્રાપ્ત કરે છે, જિનશાસનની પ્રભાવના કરે છે. અભિનવ ધર્મગ્રંથોની રચના કરે છે ત્યારે ગુરુદેવ એની પ્રશંસા કરે જ છે. પ્રશંસા કરવી જ જોઈએ. શું સ્થૂલભદ્ર મુનિવર કોશાને ત્યાં ચાતુમસિ કરીને, કોશાને શ્રાવિકા બનાવીને ગુરુદેવની સમક્ષ હાજર થયા ત્યારે ગુરુદેવે સ્થૂલભદ્રની પ્રશંસા કરી ન હતી ? ભરપૂર પ્રશંસા કરી હતી. ગુણવાન, પ્રજ્ઞાવંત શિષ્યના અસાધારણ કાર્યોની પ્રશંસા કરવાથી શિષ્ય સત્કાર્ય પ્રત્યે વિશેષ ઉલ્લાસિત થાય છે, તેનો ઉત્સાહ વધે છે. ગુરુ પ્રત્યે તેની શ્રદ્ધા દૃઢ થાય છે. સમર્પણ ભાવ વધે છે. ગુરુ શિષ્યને ઉપાલંભ આપે તેમ પ્રસંગોપાત પ્રશંસા પણ કરે : ન એટલા માટે વિશેષ પ્રસંગોએ સમતોલ શબ્દોમાં ગુરુ શિષ્યના ગુણોની, મહાન કાર્યોની પ્રશંસા કરતા રહે છે. કદી પ્રશંસા કરે જ નહીં, અને માત્ર દોષ જ બતાવીને ઠપકો આપતા રહે તો શિષ્યના મનમાં ગુરુ પ્રત્યે અભાવ, દુર્ભાવ વધતો જશે. જો કે શિષ્યના હૃદયમાં ગુરુ પ્રત્યે કદીય દુર્ભાવ પેદા થવો ન જોઈએ. ગુરુએ ગુણવાન, પ્રજ્ઞાવાન, મેધાવી શિષ્યોના મનોભાવોનો ખ્યાલ રાખવો જોઈએ એવી જિનાજ્ઞા છે. શિષ્યોનાં દયો ચરિત્રધર્મની આરાધનામાં ઉલ્લસિત થતાં રહે એટલા માટે ગુરુએ “સાયકોલોજિકલ ટ્રીટમેન્ટ” એટલે કે માનસિક ચિકિત્સા પણ કરવી જોઈએ. શ્રી દેવચંદ્રસૂરીશ્વરજી સોમચંદ્ર મુનિની ત્યારે ભરપૂર પ્રશંસા કરે છે કે જ્યારે તે દેવી સરસ્વતીની પરમ કૃપા પ્રાપ્ત કરીને આવે છે. “સિદ્ધ સારસ્વત” બનીને પાછા ફરે છે, બધા સહવર્તી મુનિવરો પણ સોમચંદ્ર મુનિની પ્રશંસા કરે છે. આ વિષયમાં એક સભાનતા રાખવાની હોય છે. શિષ્ય ગુરુ-પ્રશંસાની અપેક્ષા રાખવાની હોતી નથી, અને ગુરુએ શિષ્યનાં સત્કાર્યોની ઉપેક્ષા કરવાની ન હોય. જો શિષ્ય ગુરુ-પ્રશંસાની અપેક્ષા રાખશે તો તે જ્યારે પ્રશંસા સાંભળશે નહીં ત્યારે તે ગુરુ પ્રત્યે નફરત કરવા લાગશે. ગુરુએ ૧૯ વાર પ્રશંસા કરી હશે પણ એક વાર નહીં કરી હોય તો શિષ્ય બોલી નાખશેઃ “ગુરુ મહારાજને મારી કોઈ કદર નથી......ગુરુ સ્વાર્થી છે.”....વગેરે. જો કે અયોગ્ય અને અપાત્ર શિષ્યની પ્રશંસા કરવાની છે જ નહીં. જે શિષ્ય પ્રશંસા ઇચ્છતો નથી તેની પ્રશંસા કરવાની હોય છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં શિષ્યનો ઉલ્લાસ વધારવાની દૃષ્ટિથી કોઈ કોઈ વાર તેની "ઉપબૃહણા” કરવાની હોય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૪૧ સોમચંદ્ર મુનિ જેવા પ્રજ્ઞાવાન હતા તેવા જ ગુણવાન પણ હતા. જ્યારે ગુરુદેવે એમની પ્રશંસા કરી ત્યારે તે શરમાયા અને બીજા ખંડમાં ચાલ્યા ગયા. તેમના મનમાં તો માત્ર જ્ઞાન રમણતા જ હતી. હવે તેમને દેવી સરસ્વતીનું વરદાન મળી ગયું હતું. તેમણે જ્ઞાનની ચાર શાખાઓમાં પારંગતતા પ્રાપ્ત કરી લીધી હતી. વેદાન્ત દર્શનનું રહસ્ય પ્રાપ્ત કરી લીધું હતું. ઇતિહાસ (ભગવાન ઋષભદેવથી....) ના પારગામી બન્યા અને રાજનીતિમાં કૌશલ્ય પ્રાપ્ત કરી લીધું. તર્કશાસ્ત્રની આવશ્યક્તા : સોમચંદ્ર મુનિ ખૂબ જ પ્રજ્ઞાવાન હતા એટલે તેમને માટે તર્કશાસ્ત્રનું જ્ઞાન હોવું અતિ આવશ્યક હતું. તર્કશાસ્ત્ર બુદ્ધિને તીક્ષ્ણ બનાવે છે. પ્રત્યેક તત્ત્વને વિચારવામાં વ્યવસ્થિત માર્ગ બતાવે છે. દરેક વાતમાં સત્યાસત્યતાનો નિર્ણય કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. સ્વમત સિદ્ધ કરવાની અને પરમતનું ખંડન કરવાની ક્ષમતા અર્પે છે. વાદ-પ્રતિવાદ કરનારે તર્કશાસ્ત્રનું અધ્યયન કરવું જ જોઈએ. તર્કશાસ્ત્રના અધ્યયન સિવાય મનુષ્ય વાદ-વિવાદ કરી શકતો નથી, અને કરવા જાય છે તો પરાજ્ય પામે છે. દાર્શનિક ગ્રંથોના અધ્યયન માટે પણ તકશાસ્ત્રનું અધ્યયન-જ્ઞાન જરૂરી છે. વેદાન્તનું અધ્યયન આવશ્યક : સોમચંદ્ર મુનિ વેદાન્ત-દર્શનના પણ પારગામી હતા. વેદાન્ત દર્શનમાં સાંખ્યદર્શન, યોગદર્શન અને વૈશેષિક દર્શનોનો સમાવેશ થઈ જાય છે, કારણ કે આ ત્રણે દર્શનો વેદની માન્યતા ઉપર ઊભાં છે. પરસ્પરના કોઈ કોઈ મતભેદો પર તેઓએ અલગ-અલગ અસ્તિત્વ ખડું કર્યું. સોમચંદ્ર મુનિવરે બૌદ્ધ દર્શન અને ચાવક (નાસ્તિક) દર્શનનું પણ ગહન અધ્યયન કર્યું હતું. એ જમાનામાં આ દર્શનોના અધ્યયનની જરૂર હતી. જો કે રાજસભાઓમાં ભિન્ન ભિન્ન દર્શનોનો પરસ્પર વાદ-વિવાદ થતો હતો. એ વાદ-વિવાદોમાં જય-પરાજ્યનું ઘણું વિશેષ મહત્ત્વ રહેતું હતું. રાજાઓ પણ એ વિવાદમાં રસ લેતા હતા, અને એની અસર પ્રજા ઉપર પડતી હતી. કોઈ કોઈ વાર તો જે દર્શનવાળા હારી જતા તેમને તે રાજ્ય છોડીને બીજા રાજ્યમાં જવું પડતું હતું. એટલા માટે દરેક દર્શનના, દરેક ધર્મના ધર્મગુરુ સ્વદર્શનના અધ્યયનની સાથે સાથે પરદર્શનનું અધ્યયન પણ કરતા હતા. તર્કશાસ્ત્રનું અધ્યયન તો પ્રત્યેક દર્શનના વિદ્વાનોએ કરવું જ પડતું હતું. એ જમાનામાં જૈન અને બૌદ્ધો વચ્ચે, જૈન અને વેદાન્તીઓ વચ્ચે, બૌદ્ધ અને વેદાન્તીઓ વચ્ચે પ્રાયઃ વિવાદો થતા જ રહેતા હતા. ભારતમાં અનેક રાજ્યો હતાં, Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રાવક જીવન પ્રત્યેક રાજા કોઈને કોઈ ધર્મનું પાલન તો કરતો જ હતો. રાજા જે ધર્મનું પાલન કરતો હતો એ ધર્મના વિદ્વાનો તથા વિદ્વાન સાધુ-સંન્યાસીઓને રાજા પોતાની રાજસભામાં સ્થાન આપતો હતો અને અન્ય ધર્મના વિદ્વાનોની સાથે તેમના વાદવિવાદનું આયોજન કરતો હતો: વર્તમાન સમયમાં તો ન રહ્યા રાજાઓ, ન રહ્યા વાદ-વિવાદ ! આજ તો ભારત ધર્મ નિરપેક્ષ રાજ્ય છે. સર્વ ધર્મોનું સમાન સ્થાન છે આ દેશમાં. છતાં પણ દર્શનોનું અધ્યયન આજે પણ કરવામાં આવે છે. એનાથી બુદ્ધિ અને જ્ઞાન, બંનેનો વિકાસ થાય છે. દાર્શનિક જ્ઞાનના મતભેદો દ્વારા ઘણી બધી વાતો શીખવા મળે છે. શ્રી સોમચંદ્ર મુનિએ ઇતિહાસનું જ્ઞાન દેવી સરસ્વતીની કૃપાથી પ્રાપ્ત કરી લીધું હતું. "ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર” એ વાતનું સાક્ષી છે. ઇતિહાસ પ્રામાણિક હોવો જોઈએ. આજ કાલ એટલે કે બસો વર્ષથી આપણા દેશની શાળાઓમાં ભણાવવામાં આવે છે તે ઇતિહાસ અંગ્રેજો દ્વારા લખવામાં આવ્યો છે. તેમાં નથી ધર્મનો ઇતિહાસ, નથી જાતિનો ઇતિહાસ, નથી સંસ્કૃતિનો ઇતિહાસ કે નથી સાહિત્યકલાનો ઇતિહાસ ! એમાં છે હિન્દુઓના પરાજયનો ઇતિહાસ, મોગલોના વિજયનો ઇતિહાસ, અંગ્રેજોની બહાદુરીનો ઇતિહાસ. ! ઇતિહાસનું અધ્યયન કરવું હોય તો "ત્રિષષ્ટીશલાકા પુરુષ ચરિત્ર" નું અધ્યયન કરવું જોઈએ. મૂળ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યો છે. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષામાં તેના અનુવાદો થયા છે. જો કે વિશ્વની અન્ય ભાષાઓમાં પણ તેનો અનુવાદ થવો જરૂરી છે. ઠીક છે, આ કામ તો થતું રહેશે. પરંતુ તમે લોકો એ ગ્રંથ ક્યારે વાંચશો ? અતિ રસપૂર્ણ છે આ ગ્રંથ. ફાલતું પુસ્તકો વાંચવા કરતાં આવો ગ્રંથ વાંચો તો તમારું જ્ઞાન વધશે અને મગજ પણ સુધરશે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ (સોમચંદ્ર મુનિ) આ ગ્રંથની રચના કરીને વાસ્તવમાં અદ્ભુત કાર્ય કર્યું છે. રાજનીતિનું જ્ઞાન મહાપુરુષોને હોવું જોઈએ ઃ શ્રી સોમચંદ્ર મુનિએ રાજનીતિનું પણ ગહન અધ્યયન કર્યું હતું. જો કે તે રાજાશાહીનો જમાનો હતો. ધર્મ રાજ્યાશ્રિત હતા, એટલા માટે જવાબદાર જૈનાચાર્યોએ રાજાઓની સાથે, રાજનીતિજ્ઞો સાથે સંબંધો ટકાવવા પડતા હતા. એના બે હેતુઓ હતા. ધર્મરક્ષા અને ધર્મ પ્રચાર. માત્ર જૈનાચાર્યો જ નહીં, અન્ય Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ધર્માચાર્યો પણ રાજાઓ સાથે સબંધ રાખતા હતા. જ્યારે રાજા રાજપરિવાર અને રાજનીતિજ્ઞો સાથે સંપર્ક રાખવો અનિવાર્ય હોય ત્યારે રાજનીતિનું અધ્યયન ખૂબ જરૂરી છે. ભાગ ૧ - શ્રી હેમચંદ્રસૂરીશ્વરનો પ્રથમ પરિચય રાજા સિદ્ધરાજ જયસિંહની સાથે હતો અને પાછળથી રાજા કુમારપાળની સાથે થયો. બંને રાજાઓના માધ્યમથી તેમણે ધર્મરક્ષા તો કરી જ હતી, પણ ધર્મનો પ્રચાર પણ એટલો જ અદ્ભુત કર્યો હતો. આ ચરિત્રગ્રંથને આધારે એ આગળ બતાવીશ. રાજાઓની આસપાસ કૂટનીતિ.....છલકપટ....વગેરે તો ચાલતું જ રહે છે. એમાં જો મનુષ્યને રાજનીતિનું જ્ઞાન ન હોય તો માણસ ખરાબ મોતે માર્યો જતો હતો, રાજાના કોપનું પાત્ર બની જતો હતો. જિન શાસનની પરંપરામાં રાજાઓને ધર્મસન્મુખ કરીને, તેમના દ્વારા પ્રજામાં ધર્મ પ્રચાર કરવાની પદ્ધતિ હજારો વર્ષોથી ચાલી આવતી હતી. અનેક મહાન આચાર્યોએ રાજાઓને પ્રતિબદ્ધ કરીને ધર્મપ્રચાર કર્યો હતો, પરંતુ હેમચંદ્રાચાર્યે કુમારપાળ રાજાને પ્રતિબુદ્ધ કરીને દેશમાં જે અહિંસાનો પ્રચાર કર્યો હતો તે અદ્ભુત હતો, અદ્વિતીય હતો. અલબત્ત, શ્રી હેમચંદ્રસૂરિજીએ માત્ર રાજનીતિના જ્ઞાનથી જ આ કામ કર્યું ન હતું. પણ એમની પાસે દૈવી શક્તિઓ પણ હતી અને અદ્ભુત વચન શક્તિ પણ હતી. બધું એકત્ર થતાં જે એમની દિવ્ય પ્રતિભા પ્રકટી હતી, તે પ્રતિભા દ્વારા તેમણે ધર્મશાસનની ઉન્નતિ કરી હતી. ધર્મશાસનની ઉન્નતિની વાતો આગળ જણાવીશ. પ્રસ્તુતમાં તો "ધર્મબિંદુ”ના ગ્રંથકાર મહર્ષિ ધર્મગ્રહણ એવં ધર્મપ્રદાનની જે વાત બતાવી રહ્યા છે તે વાતનો ઉપસંહાર કરીને આજનું પ્રવચન પૂર્ણ કરીશ. જે મનુષ્ય સદ્ગુરુ પાસેથી શ્રાવકજીવનના વ્રતોનું સ્વરૂપ સાંભળ્યું છે, સમજી લીધું છે અને વ્રત ગ્રહણ કરવાનો વિચાર-નિર્ણય સમજીને કર્યો છે, એવી વ્યક્તિએ જિનવચન અનુસાર વિધિપૂર્વક સદ્ગુરુ પાસેથી વ્રત ગ્રહણ કરવાં જોઈએ. એવું ન વિચારવું જોઈએ કે "ધર્મ તો વિશુદ્ધ ચિત્તમાં જ ઉત્પન્ન થાય છે. આપણું મન નિર્મળ છે તો પછી ગુરુ પાસે જઈને વ્રત સ્વીકાર કરવાની શી જરૂર છે ? વિધિ-વિધાનની શી આવશ્યક્તા છે ?” આ બધી બાબતોની જરૂર છે. આ સર્વથી વિમલ ભાવોની પ્રાપ્તિ થાય છે. ચિત્તમાં વિમળ ભાવોની ભરતી આવે છે, અને આ જ તો છે સર્વોત્તમ ઉપલબ્ધિ. શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ. Page #56 -------------------------------------------------------------------------- ________________ જ શ્રાવક જીવન વિમલ, વિશુદ્ધ ભાવોને જાગૃત કરનારી પ્રશસ્ત ધાર્મિક ક્રિયાઓનો કદાપિ અનાદર ન કરવો જોઈએ. ધાર્મિક ક્રિયાઓ પ્રતિ અનાદર... અનુત્સાહવાળા કેટલાક વિદ્વાન લોકો તમારા જેવા સરળ (?) લોકોને ભ્રમમાં ન નાખે એટલા માટે જાગ્રત રહેવું. આજકાલ તો તમે લોકો સાંભળવા બધે જ જાઓ છો ને? બુદ્ધિ ઠેકાણે રાખીને સાંભળવું, નહીંતર ઉત્પથે-ઊલટા માર્ગે ચાલ્યા જશો. જે ધર્મક્રિયાઓ તમે કરો છો તેને પણ છોડી દેશો, અને બીજી પાપક્રિયાઓ શરૂ કરી દેશો. બુદ્ધિ મલીન ભાવોથી ભરાઈ જશે. એક પરિચિત ભાઈની વાત છે. પ્રતિદિન પરમાત્માની પૂજા કરતા હતા. બે ત્રણ વર્ષ પછી તેઓ મને મળ્યા, મેં પૂછયું : “શું પરમાત્મપૂજા નિયમિત કરો છો ?” "ના સાહેબ, મેં બે વર્ષથી પૂજા કરવી છોડી દીધી છે.” "કેમ ?” "મહારાજ સાહેબ, આત્મા જ પરમાત્મા છે.....તો પછી મંદિરમાં જઈને શા માટે પૂજા કરવી ?" "તો પછી આત્મા મૂળ સ્વરૂપે તો અણાહારી છે, તો ભોજન શા માટે કરવું ? જેમ પૂજા છોડી દીધી તેમ ભોજન પણ છોડી દેવું જોઈએ ! આત્મા મૂળ રૂપે તો પરમાત્મા છે, એમ આત્મા મૂળ રૂપથી અણાહારી છે !” તે ભાઈ વિચારમાં ડૂબી ગયા. મેં પૂછ્યું : "પૂજા છોડી દઈને એ સમયે બીજું શું કરો છો ? ધાર્મિક અધ્યયન પણ કરતા નહીં હો, કારણ કે આત્મા મૂળ રૂપમાં અનંત જ્ઞાની છે ! પછી વાંચવાની શી જરૂર? જે મૂળ સ્વરૂપે છે તે નહીં કરવાનું, કેમ? જે મૂળ સ્વરૂપે નથી હોતું તે બધું કરવાનું? હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ...આ બધું જ કરવાનું ! આ તમામ પાપક્રિયાઓ કરવાની ? " ભાઈ સમજી ગયા. તેમણે બીજે દિવસે પરમાત્માની પૂજા શરૂ કરી દીધી. આજે પણ કરે છે. બધી ધર્મક્રિયાઓ કરતા રહો. ત્યજો નહીં. ધર્મક્રિયાઓ છોડી દેશો તો જીવનમાં પાપક્રિયાઓ પ્રવેશી જશે. વ્રતમય શ્રાવક ધર્મ ગ્રહણ કરનાર મનુષ્યમાં એક મહત્ત્વપૂર્ણ ગુણ હોવો જરૂરી છે. તે ગુણ કયો છે તે આગળ બતાવીશ. આજે બસ, આટલું જ * * * Page #57 -------------------------------------------------------------------------- ________________ ( પ્રવચન : ૫ ) सति सम्यग्दर्शने न्याय्यमणुव्रतादीनां ग्रहणं नान्यथा ॥ जिनवचनाशवणादेः कर्मक्षयोपशमादितःसम्यग्दर्शनम् ॥ प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिकयाभिव्यक्तिलक्षणं तत् ॥ પરમ કૃપાનિધાન મહાન શ્રતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્વરચિત “ધર્મબિંદુ” ગ્રંથના તૃતીય અધ્યાયમાં ગૃહસ્થજીવનનો વિશેષ ધર્મ બતાવી રહ્યા છે. આ વિશેષ ધર્મ છે - બાર વ્રતમય શ્રાવકધર્મ. આ શ્રાવકધર્મ ત્યારે જ ફળદાયી બની શકે છે કે જ્યારે ગ્રહણ કરનારમાં સમ્યગુ દર્શનનો ગુણ પ્રકટેલો હોય. એટલા માટે ધર્મ પ્રદાન કરનાર સદ્ગુરુ સમ્યવ્રુષ્ટિજીવને જ વિશેષ ધર્મ-પ્રદાન કરે છે. સમ્યગ્ગદર્શન એટલે શ્રદ્ધા, અને વ્રત એટલે વિરતિ. શ્રદ્ધા વગર વિરતિ થઈ શકતી નથી. કેટલી વાસ્તવિક વાત કરી છે ગ્રંથકતએ ! બીજ વગર વૃક્ષ નહીં તેમ શ્રદ્ધા વગર વિરતિ નહીં. હા, બીજ વગરનાં વૃક્ષો હોય છે.....પરંતુ કાગળનાં.....પ્લાસ્ટિકનાં. તે વાસ્તવિક વૃક્ષો હોતા નથી પરંતુ વૃક્ષાભાસ હોય છે. એ વૃક્ષો ઉપર ફળો પણ લટકે છે, પણ તે ય આભાસ જ હોય છે. તે ફળ ખાવા માટે હોતાં નથી, માત્ર જોવા માટે જ હોય છે. એ રીતે શ્રદ્ધા વગર કોઈ વ્રતધારી બની પણ જાય તો તેનું વ્રત આભાસ-માત્ર જ હોય છે ! તેનાં વ્રત કાગળનાં વા પ્લાસ્ટિકનાં વૃક્ષ સમાન હોય છે. નિષ્ફળ હોય છે. શ્રદ્ધા વગરનાં વ્રતોનું કોઈ મૂલ્ય સર્વજ્ઞ વીતરાગ ભગવંતોએ બતાવ્યું નથી. આનાથી એટલો જ અર્થ પ્રતિપાદિત થાય છે કે પ્રથમ શ્રદ્ધાવાન બનવું જોઈએ, સમ્યગદર્શન-ગુણ પ્રગટ થવો જોઈએ. ટીકાકાર આચાર્યશ્રીએ મિથ્યાત્વી જીવને "ઉષરભૂમિ” સમાન જણાવ્યો છે. જે ભૂમિમાં અન્ન ઉત્પન્ન થતું નથી તે ભૂમિને ઉષરભૂમિ કહે છે. આવી ભૂમિમાં ખેડૂત કદાચ બી વાવે છે તો પણ તે બી અંકુરિત થતું નથી, નષ્ટ થઈ જાય છે. એ રીતે જે જીવાત્મામાં સમ્યગુદર્શન-ગુણ ઉત્પન્ન થયો નથી, જે મિથ્યાત્વી છે. તેને વ્રતો ગ્રહણ કરાવવામાં આવે તો પણ તે વ્રતો નષ્ટ થઈ જાય છે. વ્રતોનો ભાવ વિકસતો નથી. એટલા માટે વ્રતધારી થવા પૂર્વે શ્રદ્ધાવાન થવું એ આવશ્યક જ નહીં પરંતુ અનિવાર્ય છે." વ્રત લેવા તત્પર થયેલ માણસ શ્રદ્ધાવાન, સમકિત દ્રષ્ટિ છે કે નહીં” Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રાવક જીવન એ વાત વ્રત આપનાર ગુરુજનોએ વિચારવાની છે. સમ્યગદર્શન વગર અણુવ્રત પણ નહીં? સભામાંથી જે જીવ સમકિત દ્રષ્ટિ ન હોય તેને શું અણુવ્રતો પણ ન આપવા જોઈએ ? મહારાજશ્રી અણુવ્રત હોય. ગુણવ્રત હોય કે પછી શિક્ષાવ્રત હોય. આ વ્રતો વિશેષ ધર્મ છે. જે જીવમાં સમ્યગુ દર્શન ન હોય તેને આ વ્રતો ન આપવાં જોઈએ. પહેલો એ માણસને શ્રદ્ધાવાન એટલે કે સમકિતદ્રષ્ટિ કરવો જોઈએ. એક વાત સમજી લેવી કે મનુષ્યની માન્યતાને બદલવી સરળ કામ નથી. થોડાક સમય માટે વ્રત આપવું સરળ કામ છે ! મનુષ્યને સમકિતદ્રષ્ટિ બનાવવાનું કામ એ માન્યતા બદલવાનું કામ છે ! એમાં મિથ્યા માન્યતાને દૂર કરીને સમ્યગુ માન્યતાને સ્થાપિત કરવાની હોય છે ! આ અતિ દુષ્કર કાર્ય છે. મૂખને બુદ્ધિમાન બનાવવો એ જેટલું દુષ્કર નથી હોતું એટલું દુષ્કર નાસ્તિકને આસ્તિક બનાવવાનું છે. રોગીને નીરોગી બનાવવો મુશ્કેલ નથી. જે વ્યક્તિ સમકિતવૃષ્ટિ હોય તેને જ અણુવ્રત આપવાં જોઈએ, મિથ્યાવૃષ્ટિ મનુષ્યને આપવાં જોઈએ નહીં. જે આપે છે તેઓ લેનારનું હિત કરતા નથી પરંતુ અહિત કરે છે. લેનાર તો જાણતો નથી કે "હું મિથ્યાદ્રષ્ટિ છું એટલે મારે વ્રત ન લેવું જોઈએ. વ્રત આપનાર ગુરુજનોએ વિચારવાનો આ વિષય છે. તમે લોકો આ વાત ગંભીરતાપૂર્વક વિચારશો તો આ વાત તમને પણ તર્કપૂર્ણ લાગશે. કેટલાંક ઉદાહરણો દ્વારા આ વાત સ્પષ્ટ કરવા માગું છું. પ્રથમ ઉદાહરણ છે ખેડૂતનું. ખેતરમાં બીજ વાવતા પહેલાં તે જમીન સુયોગ્ય બનાવે છે; કાંટા દૂર કરે છે, જમીનને પોચી બનાવે છે, ખાતર નાખીને ઉપજાઉ બનાવે છે. પછી જ બીજ વાવે છે અને અનુકૂળ હવા-પાણીથી બીજને અંકુરિત કરે છે. બીજું ઉદાહરણ છે ડૉકટરનું. ઑપરેશન પહેલાં તે દરદીને તપાસે છે. તેની શારીરિક શક્તિ અને જીવન શક્તિ જુએ છે. શરીરમાંથી બગડેલો ભાગ કાઢી નાખે છે અને નવો અંશ પ્રત્યારોપિત કરે છે...તો આ કાર્યમાં શરીરની યોગ્યતા જેવી પડે છે. યોગ્યતા જોયા સિવાય ઑપરેશન કરવા જાય તો કદાચ દરદી મટેબલ” . ઉપર જ મૃત્યુશરણ થાય. ત્રીજું ઉદાહરણ મકાનનું છે. નવું મકાન બનાવવું હોય તો જમીનની યોગ્યતા Page #59 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ४७ જોવી પડતી હોય છે. એ જમીનમાં હાડકાં ન હોવાં જોઈએ. એ માટીની ગંધ સારી હોવી જોઈએ. એ ભૂમિ મડદાં બાળવાની યા દાટવાની ભૂમિ ન હોવી જોઈએ. આ બધું જોવું પડતું હોય છે. સુયોગ્ય જમીન ઉપર મકાન બનાવવાથી એ મકાનમાં રહેનાર સુખશાન્તિપૂર્વક રહી શકે છે. બરાબર આ જ રીતે આત્માની યોગ્યતા જોવી જોઈએ વ્રત આપતી વખતે. તેમાં મિથ્યાત્વ ન હોવું જોઈએ. જો તેમાં મિથ્યાત્વ હોય તો ઉપદેશ આપીને તે દૂર કરવું જોઈએ. મિથ્યાત્વ દૂર થતાં અને સમ્યગદર્શન પ્રગટ થયા પછી જ તેને વ્રત આપવા જોઈએ. સભામાંથી - મિથ્યાવૃષ્ટિને વ્રત ગ્રહણ કરવાની ઇચ્છા થાય ખરી? મહારાજશ્રી - હા, થઈ શકે છે. જેમ કે ભૂખ લાગી ન હોય છતાં ભૂખનો અનુભવ થાય છે ને ? એ રીતે મિથ્યાવૃષ્ટિને પણ વ્રત ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે! પણ તેનામાં વ્રતના સાચા ભાવ હોતા નથી. વિરતિ-ધર્મને સમજી શકતો નથી. એટલે જ તે વ્રત લે છે તો પણ વ્રતના ભાવોથી વંચિત રહે છે. ભાવ-વૃદ્ધિથી પણ તે વંચિત રહે છે. આ દ્રષ્ટિએ તે વ્રત ગ્રહણ કરવા માટે અયોગ્ય માનવામાં આવે છે. મિથ્યાદ્રષ્ટિ તરફ દ્વેષ ભાવથી આ કહેવામાં આવ્યું નથી, પણ એને સમકિત દૃષ્ટિ બનાવીને વ્રત આપવાની જિનાજ્ઞા બતાવવામાં આવી છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ બે પ્રકારે : સમ્યગુદર્શન-ગુણની પ્રાપ્તિ કેવી રીતે થાય છે એ વાત સમજતા પહેલાં "મિથ્યાત્વને સમજી લઈએ. જેમ આત્મા અનાદિ છે તેમ મિથ્યાત્વ પણ અનાદિ છે. આત્માની સાથે અનાદિથી " મિથ્યાત્વ-મોહનીય” નામનું કર્મ રહેલું છે, પરંતુ એવો નિયમ નથી કે જે "અનાદિ” હોય છે તે "અનંત” હોય છે. જે અનાદિ હોય છે તે “સાન્ત” અને “અનન્ત” એમ બે પ્રકારનું હોય છે.” મિથ્યાત્વમોહનીય કર્મ” કેટલાક (થોડા) જીવો સાથે અનન્તકાળ જોડાયેલું રહેશે, જ્યારે કેટલાક (વધારે) જીવો સાથેનો તેનો સબંધ તૂટી જશે, એટલે કે આ મિથ્યાત્વમોહનીય કર્મથી આત્મા મુક્ત થઈ જશે. જે આત્માઓ કયારેક ને કયારેક તો શુદ્ધ બુદ્ધ થનાર છે તે "ભવી” કહેવાય છે, અને તે મિથ્યાત્વમોહનીય કર્મથી મુક્ત થાય છે. જે આત્માઓ કદીય શુદ્ધ બુદ્ધ થનાર નથી તે “અભવી" કહેવાય છે. અને એ આત્માઓ મિથ્યાત્વ મોહનીય કર્મથી કદી પણ મુક્ત થતા નથી. એટલે કે આવા અભવ્ય આત્માઓને કદી પણ "સમન્ દર્શન” ગુણ પ્રાપ્ત થતો નથી. તેઓ અનાદિ અનંતકાળ મિથ્યાવૃષ્ટિ જ બની રહે Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રાવક જીવન છે. જે જીવો ભવી હોય છે તેઓ તો જિનવચન સાંભળતાં જ સમકિતવૃષ્ટિ બની જાય છે, અથવા ”નિસર્ગ” થી બની જાય છે. “તથાભવ્યત્વ” ના પરિપાકથી જીવની વીર્યશક્તિ ઉલ્લસિત થાય છે અને એ વીર્યશક્તિથી આપોઆપ મિથ્યાત્વમોહનીય કર્મ તૂટી જાય છે. અને સમ્યગ્દર્શન પ્રગટ થઈ જાય છે. સભામાંથી : "તથાભવ્યત્વ શું છે ? મહારાજશ્રી : જેવી રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આત્માના ગુણ છે તેવી જ રીતે તથાભવ્યત્વ” પણ આત્માનો અક્ષય ગુણ છે. જ્યારે આ ગુણ પિરપક્વ થાય છે, એટલે કે આત્માની મુક્તિ નજીકમાં હોય છે ત્યારે આત્માનો વીર્યગુણ ઉલ્લસિત થાય છે અને સમ્યગ્દર્શન-ગુણ પ્રગટ થાય છે, એને "નિસર્ગ સમકિત” (સમ્યગ્દર્શન) કહે છે. ઉપદેશ આદિ નિમિત્તોથી જે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે એને “અધિગમ સમકિત” કહે છે. સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવતાં ટીકાકાર આચાર્યદેવે સાત વાતો બતાવી છે. જેનું લક્ષણ તત્ત્વશ્રદ્ધા છે. જે વિપર્યાસને દૂર કરનાર છે. જે અસત્ આગ્રહો વગરનું છે. ૧. તત્ત્વશ્રદ્ધાનલક્ષણં ૨. વિપર્યયવ્યાવૃત્તિકારિ - ૩. અસદભિનિવેશશૂન્ય ૪. શુદ્ધવસ્તુપ્રજ્ઞાપનામુપગત - ૫. નિવૃત્તતીવ્રસંકલશં ૬. ઉત્કૃષ્ટબન્ધાભાવકૃત્ ૭. શુભાત્મપરિણામરુપ - જે પ્રત્યેક વસ્તુનું શુદ્ધ સ્વરૂપ બતાવે છે. જે ચિત્તનો તીવ્ર સંતાપ દૂર કરે છે. જે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવા દેતું નથી. જે શુભ આત્મપરિણામ રૂપ છે, તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનમ્ હવે એક એક વાતને સ્પષ્ટતાથી સમજી લો. જો કે વધુ વિસ્તાર તો નહીં કરું, સંક્ષેપમાં જ સમજાવીશ. કારણ કે ચાતુર્માસમાં જ ત્રીજો અધ્યાય પૂર્ણ કરવાનો છે. આમ તો આ સાતે બાબતોને વિસ્તારથી વિવેચિત કરવામાં મહિનાઓ પણ ઓછા પડે ! Page #61 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧. સમ્યગ્દર્શનનું લક્ષણ તત્ત્વશ્રદ્ધા : જો માણસ ત્રણ તત્ત્વો પ્રતિ શ્રદ્ધાવાન હોય તો માનવું કે આત્મામાં સમ્યગ્ દર્શન ગુણ પ્રકટેલો છે. એ ત્રણ તત્ત્વો છે : પરમાત્મા, સદ્ગુરુ અને સદ્ધર્મ. . ૧ ૪૯ જેમણે રાગદ્વેષનો સમૂળનાશ કર્યો છે, જે વીતરાગ બન્યા છે અને સર્વજ્ઞ છે એમને જ પરમાત્મા માનતો હોય, એવા વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલા મોક્ષમાર્ગે ચાલતો હોય અને જે વિશુદ્ધ મોક્ષમાર્ગનો ઉપદેશ આપતા હોય એવા સાધુપુરુષોને જ સદ્ગુરુ માનતો હોય, અને વીતરાગ-સર્વજ્ઞ દ્વારા બતાવવામાં આવેલા અહિંસામૂલક ધર્મને જ જે સદ્ધર્મ માનતો હોય તો સમજવાનું કે એની અંદર સમ્યગ્દર્શન-ગુણ પ્રગટ થયો છે. એ જીવાત્મા સમિકતી છે ! આવા શ્રદ્ધાવાન આત્માને જ્યારે જિનોક્ત નવ તત્ત્વોની સમજ અને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, ત્યારે એનો સમ્યગ્દર્શન ગુણ સુદૃઢ થાય છે અને સમુવલ બને છે. આ નવ તત્ત્વો છે - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. જેમ જેમ તમે લોકો આ નવ તત્ત્વોનું વિસ્તારથી, ઊંડાણથી અધ્યયન કરતા જશો તેમ તમને સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા પ્રત્યે પ્રીતિભાવ વધતો જશે. જિનશાસન પ્રતિ શ્રદ્ધા અવિચળ બનતી જશે. આ નવ તત્ત્વોની શ્રદ્ધા એ તમારા સમ્યગ્દર્શનનું લક્ષણ છે. એક વાત યાદ રાખવી, નવ તત્ત્વોનું માત્ર જ્ઞાન હોવું એ સમ્યગ્દર્શન માટે પર્યાપ્ત નથી, જ્ઞાનની સાથે શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધાયુક્ત જ્ઞાન એ જ્ઞાન છે, અન્યથા અજ્ઞાન છે. ૨. સમ્યગ્દર્શનથી વિપર્યાસ દૂર થાય છે ઃ જ્યારે નવ તત્ત્વો ૫૨ જ્ઞાન મૂલક શ્રદ્ધા થાય છે, ત્યારે તત્ત્વવિષયક કોઈ વિપર્યાસ રહેતો નથી. વિપર્યાસ એટલે વિરુદ્ધ જ્ઞાન, ભ્રમાત્મક જ્ઞાન. અંધારામાં દોરડું જોઈને સાપનું જ્ઞાન થાય છે ને ? નવ તત્ત્વોનો યથાર્થ બૌધ તમામ વિપર્યાસોને દૂર કરી દે છે. વિપરીત જ્ઞાન દૂર થઈ જાય છે. જેમ કે પરમાત્માને નિગ્રહ-અનુગ્રહ કરનાર માનતો હતો, જ્યારે પરમાત્માને સર્વજ્ઞ-વીતરાગ સ્વરૂપ સમજી લીધા તો નિગ્રહ-અનુગ્રહરૂપ વિપયસિ-જ્ઞાન દૂર થઈ ગયું. પહેલાં હિંસા અને આરંભ-સમારંભથી ભરપૂર ધર્મને ધર્મ માનતો હતો. સમ્યગ્ દર્શનનો પ્રકાશ પ્રાપ્ત થતાં ધર્મની પૂર્વ ભ્રમણા તૂટી જાય છે અને અહિંસામૂલક Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રાવક જીવન સર્વજ્ઞ ભાષિત ધર્મને જ ધર્મ માને છે. પહેલાં આત્માને નિત્ય યા તો અનિત્ય માનતો હતો; હવે સમ્યગુદર્શનના પ્રકાશમાં તેનો વિપયસિ દૂર થઈ જાય છે અને તે આત્માને "નિત્યાનિત્ય” માને છે. દ્રવ્યથી નિત્ય અને પર્યાયિથી અનિત્ય માને છે. પૂર્વે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશરૂપ પંચભૂતોમાં જ આત્માની માન્યતા હતી, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં પંચભૂતથી ભિન્ન આત્માને માને છે. વિપયસિ દૂર થઈ જાય છે. આ રીતે સર્વ તત્ત્વો અંગે સમકિત દ્રષ્ટિ જીવનું જ્ઞાન સ્પષ્ટ થઈ જાય છે. ભ્રમણાઓ દૂર થઈ જાય છે. ૩. અસતુ આગ્રહોથી સમ્યગદર્શન મુક્ત થાય છે: સમક્તિ વૃષ્ટિ જીવ જેવી રીતે ભ્રમણાઓથી મુક્ત થાય છે તેમ ખોટા આગ્રહોથી પણ મુક્ત થાય છે. જે માણસ એકાન્તવાદી હોય છે તે જ ખોટા આગ્રહવાળો હોય છે. અનેકાન્તને સમજનારો અને માનનારો મનુષ્ય અસત આગ્રહ કદી ય કરશે નહીં. સમકિતવૃષ્ટિ મનુષ્ય અનેકાન્તવાદને માને છે! અપેક્ષાવાદને માને છે એટલે ખોટો આગ્રહ કદી નહીં કરે. હા, સાચો આગ્રહ જરૂર કરશે. જેમ "આ ચંપકલાલ પિતા જ છે અથવા મામા જ છે” એવો ખોટો આગ્રહ તો નથી કરતાને ? પરંતુ કોઈ કહે કે "આ ચંપકલાલ તેમના બેટાનો બાપ નથી....એમના ભત્રીજાનો પિતા છે.....તો તમે સ્પષ્ટ ઇન્કાર કરી દેશો. તમે આગ્રહપૂર્વક કહેશો કે, “ચંપકલાલ પોતાના પુત્રની અપેક્ષાએ પિતા છે અને ભત્રીજાની અપેક્ષાએ કાકા છે.” સંસાર-વ્યવહારમાં જેવી રીતે તમે ખોટી વાતનો આગ્રહ રાખવો પસંદ કરતા નથી, એવી રીતે સમકિતદ્રષ્ટિ પુરુષ તત્ત્વવિષયક ખોટા આગ્રહોથી મુક્ત થઈ જાય છે. "આત્મા નિત્ય છે” એવો આગ્રહ થતો નથી, તેમ આત્મા અનિત્ય છે” એવો ખોટો આગ્રહ પણ થતો નથી. પરંતુ "આત્મા નિત્યાનિત્ય છે” એવો સાચો આગ્રહ એને અવશ્ય થાય છે. આમ તો "આત્મા દ્રવ્યદૃષ્ટિથી નિત્ય છે, અને પયયવૃષ્ટિથી અનિત્ય છે.” એવો સાચો આગ્રહ થાય છે; પરંતુ કોઈ કહે કે “આત્મા પયયવૃષ્ટિથી નિત્ય છે અને દ્રવ્યવૃષ્ટિથી અનિત્ય છે” તો તે નહીં માને સ્પષ્ટતયા ઈન્કાર કરશે. સમ્યગુદર્શન સમુચિત અપેક્ષાઓ સાથે સમન્વય સ્થાપિત કરે છે, પરંતુ કોઈ અનુચિત અપેક્ષાઓ સાથે સમન્વય સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે તો તે સ્પષ્ટ Page #63 -------------------------------------------------------------------------- ________________ પ૧ ભાગ - ૧ નિષેધ કરી દે છે. તે અસત્ આગ્રહ નહીં કરે, પણ સત્ આગ્રહ અવશ્ય કરશે. તે યથાર્થવાદી થશે. આત્મા.....પરમાત્મા.....પરલોક આદિ અગમ-અગોચર તત્ત્વોના વિષયમાં મિથ્યાદર્શનના અંધકારમાં જે આગ્રહો થાય છે તે તમામ આગ્રહો સમ્યગ્દર્શનનો પ્રકાશ પ્રાપ્ત થતાં છૂટી જાય છે. ૪. સમ્યગદર્શન વસ્તુનું શુદ્ધ સ્વરૂપ બતાવે છે: પ્રત્યેક વસ્તુનાં બે સ્વરૂપ હોય છે. શુદ્ધ અને અશુદ્ધ. મિથ્યાવૃષ્ટિ જીવ અશુદ્ધ સ્વરૂપ જુએ છે, એટલે કે માને છે. સમકિતવૃષ્ટિ જીવ શુદ્ધ સ્વરૂપ જુએ છે – માને છે. અર્થાત્ જે વસ્તુ કે પદાર્થ જેવો હોય છે તેવો જ સમકિતવૃષ્ટિ જુએ છે અને બીજાંને બતાવે છે. મિથ્યાત્વના અંધકારમાં જે વસ્તુ જેવી હોય છે તેવી દેખાતી જ નથી, તો પછી બતાવવાની તો વાત જ કયાં રહી? ખોટું જોશે, અશુદ્ધ જોશે તો અશુદ્ધ બતાવશે. સાચું જોશે. શુદ્ધ જોશે તો શુદ્ધ બતાવશે. "કુમારપાળચરિત્ર"માં નાગપુરના શ્રેષ્ઠી ધનદની એક ઘટના બતાવવામાં આવી છે. આચાર્યદેવશ્રી દેવચંદ્રસૂરિજી ખંભાતથી વિહાર કરતા નાગપુર પધાયાં. નાગપુરના જૈન સંઘમાં અપૂર્વ ઉલ્લાસ વ્યાપ્યો. લોકો આચાર્યદિવનાં પ્રવચનો સાંભળવા ઊમટી પડ્યા. શ્રી સોમચંદ્ર મુનિ તેમની અપૂર્વ વિદ્વત્તાથી અને વચનશક્તિથી ઘણા જ લોકપ્રિય બની ગયા. આ બાજુ નાગપુરમાં ધનદ નામે એક ધનાઢ્ય માણસ, જે ખૂબ મોટો દાનવીર હતો, વિશાળ પરિવારવાળો હતો, તેણે ઠેરઠેર ભંડારો સંતાડી રાખ્યા હતા; તેનું દુર્ભાગ્ય ઉદયમાં આવ્યું ને પરિણામ સ્વરૂપે તેની સમગ્ર સંપત્તિ ચાલી ગઈ. એટલું દારિત્ર્ય આવી ગયું કે વિશાળ હવેલીની માત્ર દીવાલો જ બચી; સર્વસ્વ વેચાઈ ગયું. બે ટંકનું પૂરું ભોજન પણ મળતું ન હતું. આ સમયે ધનદ શેઠને પેલા ઠેર ઠેર સંતાડેલા ભંડારો યાદ આવ્યા. તેના મનમાં ઉલ્લાસ જાગ્યો. તેણે એ ભંડારો બહાર કઢાવ્યા. પરંતુ એણે જોયું તો સોનામહોરોને બદલે કાળા કોલસા હતા ! તેની છાતી બેસી ગઈ. તે ભ્રમિત જેવો થઈ ગયો. છતાં પણ પોતાનાં પાપકર્મોનો વિચાર કરતાં કરતાં સ્વસ્થ થયો. હવેલીના એક ખૂણામાં કોલસાનો ઢગલો કરી દીધો. જો કે એક સમયે તે ધન ભંડાર હતો ! સોના મહોરો હતી! ધનદ દરરોજ એ કોલસા જુએ છે અને પોતાના Page #64 -------------------------------------------------------------------------- ________________ પર શ્રાવક જીવન દુર્ભાગ્યને નિંદે છે. તે તેની સુશીલ પત્નીને કહે છે - तावन्मतिः स्फुरति, वल्गति शास्त्रमन्तः, शौन्डीर्यमुल्लसति भाति महत्त्वमुच्यैः । यावन्मनोरथ रथ प्रथिताद्रिमार्गे न प्रतिकूलिकतमत्वमुपैति देव ! ॥ મનુષ્યની બુદ્ધિ ત્યાં સુધી જ ઉલ્લસિત રહે છે અને શાસ્ત્રોની ચર્ચા ચાલે છે. મનુષ્યનો ગર્વ ત્યાં સુધી જ ઉછળે છે અને મનુષ્યનું મહત્ત્વ પણ ત્યાં સુધી જ દેખાય છે, જ્યાં સુધી દૈવ (દુભગ્ય) એના મનોરથ રૂ૫ રથના માર્ગમાં આવીને ઊભું રહેતું નથી. ધનદ તેના પરિવાર સાથે સમતાપૂર્વક દુખનો સમય વ્યતીત કરતો હતો. એક દિવસ સોમચંદ્ર મુની વીરચંદ્ર ગણીની સાથે ગોચરી માટે ધનદ શેઠને ઘેર પહોંચ્યા. એ સમયે ધનદ શેઠ પરિવાર સાથે હવેલીના બહારના ભાગમાં બેઠા હતા. સૌના ચહેરા ઉદાસ હતા. જાણે બધાં જ બીમાર પડી ગયાં હોય તેવાં જણાતાં હતાં. બધાં મીઠાની રાબ પી રહ્યાં હતાં. સોમચંદ્ર મુનિવરે આ દ્રશ્ય જોયું. હવેલીને પણ અંદરબહારથી બરાબર જોઈ લીધી. પછી તેમણે વીરચંદ્ર ગણીજીને પૂછ્યું : મહાત્મા! આ ગૃહસ્થ આટલો સમૃદ્ધ હોવા છતાં રેકનિધનની જેમ કેમ જીવી રહ્યો છે ? તે રાજવીની માફક ખાઈ-પી શકે છે. સુંદર મૂલ્યવાન વસ્ત્રો પણ પહેરી શકે તેમ છે !” વીરચંદ્ર ગણીજીએ કહ્યું "મુનિરાજ ! તમે સદા શ્રીમંતોના ઘરોમાંથી ગોચરી લાવો છો એટલે તમને નિર્ધનોની પરિસ્થિતિનો અંદાજ ક્યાંથી આવી શકે ? તમે કોઈક વાર નિધનોના ઘેર પણ ભિક્ષા લેવા આવતા રહો તો વાસ્તવિક પરિસ્થિતિનું જ્ઞાન થઈ શકે !” સોમચંદ્ર મુનિએ કહ્યું "હે મહાત્મા! આપ આ શ્રેષ્ઠીને નિર્ધન–દુખી શા માટે કહો છો ? એના ઘરમાં તો સોનામહોરોના ઢગલા પડ્યા છે....હું જોઈ શકું છું ને ?" સોમચંદ્ર મુનિની વાત સાંભળીને વીરચંદ્ર મુનિની આંખો આશ્ચર્ય- વિસ્ફારિત થઈ ગઈ. તેમણે ધીમેથી પૂછ્યું: "ક્યાં છે એ સોનામહોરો?” સોમચંદ્ર મુનિએ ઇશારાથી એ ઢગલા બતાવ્યા. બાજુમાં જ ઊભેલો ધનદ શ્રેષ્ઠી બંને મુનિવરોની વાતો સાંભળે છે. તેણે વીરચંદ્રજીને પૂછ્યું : "ગુરુદેવ, આ બાલ મુનિરાજ શું કહે છે ?” વીરચંદ્ર મુનિએ આખી ય વાત કહી. ધનદે પણ કોલસાના ઢગલાઓ તરફ જોયું...તેના આશ્ચર્યનો Page #65 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ પાર ન રહ્યો. કોલસા સોનામહોરો બની ગયા હતા ! પહેલાં ધનદને જે કોયલા દેખાતા હતા તે સોમચંદ્ર મુનિને એના શુદ્ધ રૂપે સોના મહોરો દેખાતી હતી ! કોયલા અશુદ્ધ રૂપ હતું. દુર્ભાગ્યથી સોનામહોરો કોયલાના રૂપમાં દેખાતી હતી. સોમચંદ્ર મુનિના પુણ્યપ્રકર્ષથી સોનામહોરો દેખાવા લાગી ! એ જ રીતે મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી વસ્તુનું અશુદ્ધ રૂપ દેખાય છે અને સમ્યગ્દર્શનના પ્રભાવથી વસ્તુનું શુદ્ધ સ્વરૂપ દેખાય છે. ધનદ શ્રેષ્ઠી હર્ષવિભોર થઈ ગયો; તે સોમચંદ્ર મુનિના ચરણોમાં પડ્યો અને બોલ્યો : "હે મુનિરાજ, આપ ખરેખર મહાન પુણ્યશાળી આત્મા છો. આપ તરુણ છો છતાં પણ આપનો અદ્ભુત પ્રભાવ પ્રકાશિત થઈ રહ્યો છે. આપના દૃષ્ટિપાત માત્રથી જ જે સોનામહોરો કોયલા બની ગઈ હતી તે ફરીથી સોનામહોરો બની ગઈ. આપે આ સુવર્ણદાન આપીને મને અને મારા પરિવારને નવું જીવન અર્પી છે. હે મહાત્મા, આપ એક બીજી કૃપા કરો; આ સોનામહોરોના ઢગલાને આપ સ્પર્શ કરો, જેથી તે ફરીવાર કોયલા ન બની જાય !” ન ૫૩ સોમચંદ્ર મુનિએ સોનામહોરોના ઢગલાને સ્પર્શ કર્યો. ધનદે એ રાશિ મુનિવરોના જોતાં જ ભંડારમાં મુકાવી દીધો. ધનદ અને તેના પિરવારને અતિ આનંદ થયો. સૌનાં મુખ ખીલી ઊઠ્યાં, હ્રદય ઉલ્લાસમય થઈ ગયાં. બંને મુનિવરો સાથે ધનદ પણ ઉપાશ્રયે યો, ગુરુદેવને વંદન કરીને ગદ્ગદિત સ્વરે બોલ્યો : "હે પૂજ્યવર ! આપના શિષ્યના પ્રભાવથી જ કોલસાનું સોનું બની ગયું ! આ બધું જ સોનું આપનું છે. મારા ઉપર કૃપા કરો અને ફરમાવો કે આ સોનાનો વ્યય કેવી રીતે કરું ?" આચાર્ય ભગવંતે કહ્યું : “મહાનુભાવ ! આ તારો કૃતજ્ઞતા-ગુણ છે. તું એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરી શકે છે.” ધનદ શેઠે નાગપુરમાં ભવ્ય જિનમંદિરનું નિર્માણ કર્યું અને આચાર્યશ્રી દેવચંદ્ર સૂરીશ્વરજીના કરારવિંદોથી શ્રી મહાવીર ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. મિથ્યાત્વ ચાલ્યું જાય છે અને સમ્યગ્દર્શન ગુણ આત્મામાં પ્રકટ થાય છે ત્યારે અપૂર્વ ભાવોલ્લાસ ઉત્પન્ન થાય છે. જેમ કે કોયલા સોનું બની ગયા જોઈને ધનદને આનંદ થયો ! ૫. સમ્યગ્દર્શન તીવ્ર કષાય દૂર કરે છે ઃ મિથ્યાત્વ ચાલ્યું જાય છે તેની સાથે અનંતાનુબંધી કષાય પણ ચાલ્યા જાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રાવક જીવન મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો સાથે સાથે રહે છે. જ્યાં મિથ્યાત્વ ત્યાં અનંતાનુબંધી કષાયો અને જ્યાં અનંતાનુબંધી કષાયો ત્યાં મિથ્યાત્વ ! અનંતાનુબંધી કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ તીવ્ર કોટિના હોય છે ! તે આત્માને અનંત દુખ આપનારા છે. અનંત કાળ સંસારની દુર્ગતિઓમાં રખડાવનારા હોય છે. એટલા માટે તે અનંતાનુબંધી કહેવાય છે. એ રીતે આ ચાર કષાયો ચાર પ્રકારના હોય છેઃ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન. સૌથી વધારે તીવ્ર હોય છે અનંતાનુબંધી કષાય. ૦ અનંતાનુબંધી ક્રોધને પહાડની ફાટ-કંદરા સમાન માનવામાં આવે છે. પહાડ ફાટી જાય અને ફાટ પડી જાય તો દૂર કરવી કેટલી મુશ્કેલ હોય છે ? અનંતાનુબંધીનો ક્રોધ આવો હોય છે. અનંતાનુબંધી માનને પથ્થરના સ્તંભની ઉપમા આપવામાં આવી છે. પથ્થરનો તંભ તૂટી શકશે પરંતુ વળશે નહીં. અનંતાનુબંધી માન આવા પ્રકારનું હોય અનંતાનુબંધી માયા વાંસના મૂળ જેવી હોય છે. વાંસ કાપવો સરળ હોય છે. પરંતુ વાંસના મૂળને કાપવું અતિ દુષ્કર હોય છે. અનંતાનુબંધી માયા આવી હોય છે. લાખ જન્મ વીત્યા પછી પણ આ માયા દૂર થતી નથી. અનંતાનુબંધી લોભ કૃમિરાગ” જેવો હોય છે. કૃમિરાગ એવો રંગ હોય છે કે જે ધોવા છતાં પણ જતો નથી. કપડું ફાટી જશે પરંતુ રંગ જશે નહીં. અનંતાનુબંધી લોભ એવો હોય છે. સમ્યગુદર્શન આત્મામાં પ્રગટ થતાં, નથી રહેતું મિથ્યાત્વ અને નથી રહેતા તીવ્ર કષાયો–તીવ્ર સંકલેષ. તીવ્ર કષાય દૂર થતાં આત્મામાં ઉપશમ ભાવ ઉત્પન્ન થાય છે. કષાયોની સમય-મર્યાદા બંધાઈ જાય છે. કષાયો ન કરવા જોઈએ, કષાયો ખરાબ હોય છે” એ વાત આત્માને ગમી જાય છે. ૬. સમ્યગ્દર્શન કમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવા દેતું નથી જ્ઞાનાવરણ આદિ જે આઠ કર્મો છે તે બધાં કર્મોની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. જઘન્ય એટલે ઓછામાં ઓછાં અને ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે. જેમ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (કાલ) જીવ ૭૦ કોડાકોડી સાગરોપમની બાંધી શકે છે. (એક ક્રોડ x એક ક્રોડ = એક કોડાકોડી) પરંતુ કમની આ ઉત્કૃષ્ટ Page #67 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ ૫૫ સ્થિતિ મિથ્યાત્વી જીવ જ બાંધે છે, સમ્યગ્દર્શન-ગુણ પ્રકટ થતાં જીવ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકતો નથી. ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવા માટે અનંતાનુબંધી કષાયો જોઈએ; જો કે સમ્યગ્દર્શન થતાં આ કષાયો હોતા નથી. એટલા માટે સમકિત દૃષ્ટિ જીવ અન્તઃ કોડાકોડી સાગરોપમની જ સ્થિતિ બાંધી શકે છે. એટલે કે એક કોડાકોડી સાગરોપમ પણ પૂરી નહીં..... થોડીક ઓછી ! સભામાંથી : "સાગરોપમ” નો અર્થ શું ? મહારાજશ્રી કાળનું એક વિરાટ માપ છે. જેમ સો હજાર વર્ષ, લાખ વર્ષ....ક્રોડ વર્ષ બોલીએ છીએ, એવી રીતે પલ્યોપમ વર્ષ, સાગરોપમ વર્ષ બોલાય છે. પલ્યોપમ અને સાગરોપમ તમે ત્યારે જ સમજી શકશો કે જો તમારો ગણિતનો વિષય સારો હોય. જેનું ગણિત સારું હોય તેણે આ માપ સમજવું જોઈએ. સમ્યગ્દર્શનનો આ એક વિશિષ્ટ પ્રભાવ છે. અશુભ ભાવોનું સંયમન કરે છે, શુભ ભાવોને જાગ્રત કરે છે. ૭. સમ્યગ્દર્શન શુભ આત્મપરિણામ રૂપ છે સમ્યગ્દર્શન-ગુણ આત્માનો જ શુભ પરિણામ છે. પરિણામ એટલે અધ્યવસાય-પરિણામ એટલે ભાવ-આત્માનો જ શુભ ભાવ છે. સમ્યગ્દર્શન કર્મોદયજન્ય નથી. તે આત્મામાંથી પ્રગટ થાય છે. સમ્યગ્દર્શનનો આ શુભ ભાવ ત્રણ પ્રકારનો હોય છે. ♦ ઔપશમિક સમ્યગ્દર્શન ક્ષાયોપમિક સમ્યગ્દર્શન ક્ષાયિક સમ્યગ્દર્શન ♦ ઔપશમિક સમ્યગદર્શન સમગ્ર ભવચક્રમાં જીવને સર્વપ્રથમ જે સમ્યગ્દર્શન પ્રકટ થાય છે તે “ઔપશમિક” હોય છે. મિથ્યાત્વ નષ્ટ થતું નથી તો અનંતાનુબંધી કષાયો નષ્ટ નથી થતા. શાન્ત-ઉપશાન્ત થઈ જાય છે. જેટલા સમય (એક અન્તર્મુહૂત) સુધી આ બે ઉપશાંત રહે છે એટલા સમય સુધી સમ્યગ્દર્શન રહે છે, એને ઔપમિક સમ્યગ્દર્શન કહે છે. એક અન્તર્મુહૂર્ત પછી ફરીથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય ઉદયમાં (સક્રિય) આવી જાય છે – સમ્યગ્દર્શન ચાલ્યું જાય છે. ક્ષાયોપામિક સમ્યગ્દર્શન મિથ્યાત્વના કેટલાક અંશોનો ક્ષય (નાશ) થાય છે અને કેટલાક અંશોનો ઉપશમ થાય છે, ત્યારે, જે સમ્યગ્દર્શન પ્રકટ થાય છે તેને ક્ષાયોપમિક સમ્યગ્દર્શન કહે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રાવક જીવન છે. આ સમ્યગ્દર્શન હજારો-લાખો વર્ષો સુધી પણ રહી શકે છે. અને ચાલ્યું જાય તો અલ્પ ક્ષણોમાં પણ ચાલ્યું જઈ શકે છે. ♦ ક્ષાયિક સમ્યગ્દર્શન મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયોનો સંપૂર્ણ નાશ થતાં જે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તેને ક્ષાયિક સમ્યગ્દર્શન કહે છે. આ ક્ષાયિક સમ્યગ્દર્શન એક વાર જ પ્રકટ થાય છે. અને પ્રકટ થયા બાદ કદી જતું નથી. એ આત્મામાં કદી પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય આવતા જ નથી. સમ્યગ્દર્શનનો શુભ ભાવ આત્મામાં હોય અને કદાચ એ સમયે મૃત્યુ આવી જાય, તો જીવની સદ્ગતિ જ થાય છે. સમ્યગ્દર્શનનો આટલો અચિંત્ય પ્રભાવ છે. સભામાંથી : શું સમ્યગ્ દર્શન માત્ર મનુષ્યને જ થાય છે કે અન્ય જીવોને પણ થાય છે ? મહારાજશ્રી ઃ ચારે ગતિના જીવોને સમ્યગ્ દર્શન થઈ શકે છે. નારકીના નારક જીવોને, તિર્યંચગતિના પશુ-પક્ષીઓને, દેવગતિના દેવોને અને મનુષ્યોને સમ્યગ્ દર્શન થઈ શકે છે. આપણી મૂળભૂત વાત એ છે કે સમ્યગ્દર્શન વગર શ્રાવક ધર્મનાં વ્રત ગ્રહણ કરી શકાતાં નથી. વ્રતધારણ કરનારાઓમાં સમ્યગ્દર્શન તો હોવું જ જોઈએ. સમ્યગ્દર્શન વગર ગ્રહણ કરેલાં વ્રતો નિષ્ફળ જાય છે; મિથ્યાત્વનો અગ્નિ વ્રતોને સળગાવી દે,છે. એટલે કે મિથ્યાત્વની સાથે વ્રતોનો ભાવ આત્મામાં ટકી શકતો નથી. संयमा नियमाः सर्वे नाश्यन्तेऽनेन पावनाः । क्षयकालानलेनेव पादपाः फलशालिनः ॥ જેવી રીતે ફળોથી ભરપૂર વૃક્ષો પ્રલયકાલીન અગ્નિથી બળીને નાશ પામે છે, તેવી જ રીતે પાવનકારી સંયમ અને વ્રતાદિ સર્વ મિથ્યાત્વથી નાશ પામે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વ્રતધારી શ્રાવક બનવું હોય તો સમ્યગ્દર્શનવાળા થવું જોઈએ. આ સમ્યગ્દર્શન આત્મામાં છે કે નહીં, તેનાં લક્ષણો બતાવવામાં આવ્યાં છે. જો પાંચે લક્ષણો છે....દેખાતાં હોય તો માનવું જોઈએ કે આત્મામાં સમ્યગ્દર્શન છે. આજ બસ આટલું જ ! Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ઃ ૬ પરમ કૃપાનિધિ મહાનશ્રુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સ્વરચિત "ધર્મબિંદુ” ગ્રંથના તૃતીય અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો વિશેષ ધર્મ બતાવ્યો છે. વિશેષ ધર્મ ગ્રહણ કરનારાઓની યોગ્યતા બતાવતાં ગ્રંથકારે કહ્યું કે સમ્યગ્ દર્શન તગર વિરતિરૂપ વિશેષ ધર્મ છે તેને ગ્રહણ કરવો જોઈએ નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે જે વ્યક્તિમાં સમ્યગ્દર્શન છે તે જ વિશેષધર્મ ગ્રહણ કરી શકે છે. "મારામાં સમ્યગ્દર્શન છે કે નથી” એનો નિર્ણય કરવા માટે પાંચ લક્ષણો બતાવવામાં આવ્યાં છે. જો આ પાંચ લક્ષણો જીવાત્મામાં દેખાતાં હોય, એટલે કે જીવ જાતે જ આ પાંચે વાતોની અનુભૂતિ કરતો હોય, તો સમજવું કે તે સમ્યગ્ દર્શન છે. પાંચ લક્ષણો ગ્રંથકાર મહર્ષિએ આ પ્રકારે નિરૂપ્યાં છે. प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्याभिव्यकितलक्षणं तत् ॥ ૧. પ્રશમ, ૨. સંવેગ, ૩. નિર્વેદ, ૪. અનુકંપા, ૫. આસ્તિક્ય. આ પંચ લક્ષણો છે સમ્યગ્દર્શનનાં. અલ્પ યા વિશેષ માત્રામાં આ પાંચે લક્ષણોની અભિવ્યક્તિ થવી જોઈએ. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો જવાથી આ પાંચે ગુણો આત્મામાં સ્વતઃ પ્રાદુર્ભાવ પામે છે. સમ્યગ્દર્શન સાથે આ પાંચે ગુણ જોડાયેલા છે; માત્ર અભિવ્યક્તિ વત્તી ઓછી હોઈ શકે છે. આ ગુણ ક્રિયાત્મક નથી, પરંતુ ભાવાત્મક છે; એટલે તે બીજાને ન પણ દેખાય. તે તો માત્ર સૂક્ષ્મ અવલોકનથી જ જાણી શકાય છે. આજ આ પાંચે લક્ષણો વિશે જ કંઈક વિસ્તારપૂર્વક વાતો કરીશ. ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ વિષય. એકાગ્ર મનથી સાંભળીને, બુદ્ધિથી સમજી લેવા પ્રયત્ન કરવો. ધર્મના વિષયમાં તો "સમ્યગ્દર્શન”ની વાત મૂળભૂત પાયાની વાત છે. કારણ ધર્મનું મૂળ છે સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન અને સમક્તિ – બંનેનો એક જ અર્થ છે. બંને એક જ અર્થના દ્યોતક છે. સમ્યગ્દર્શનનું પ્રથમ લક્ષણ છે પ્રશમભાવ ઃ જ્યારે સમ્યગ્દર્શન ગુણ આત્મામાં પ્રકટ થાય છે ત્યારે અનંતાનુબંધી કષાયો Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૮ શ્રાવક જીવન ટકતા નથી, ઉદયમાં આવતા નથી. તીવ્ર કષાયોની પરિણતિ દૂર થતાં જ આત્મામાં કંઈક શાન્તિ અનુભવાય છે. કષાય ઘટતાં પ્રશમભાવ વધે છે, કષાય વધતાં અશાંતિ-સંલેષ વધે છે. અલબત્ત સમ્યગ્દર્શનની સાથે અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન કષાયો તો રહે જ છે, આ કષાયોનો ઉદય થાય છે. આ કષાયોને કારણે અશાંતિ, સંકલેષ......વગેરે રહેશે. પણ તીવ્રતા નહીં રહે. ક્રોધ, માન, માયા અને લોભ રહેશે અવશ્ય, પરંતુ તીવ્રતર, તીવ્રતમ નહીં હોય. સમકિતવૃષ્ટિ મનુષ્ય ચિત્તની સમતુલા જાળવી શકે છે. સમયાનુસાર અને ભાગ્યાનુસાર પરિસ્થિતિઓ અનુકૂળ પણ હોય છે અને પ્રતિકૂળ પણ. આ ભિન્નતા વચ્ચે પોતાના ચિત્તનું સંતુલન સમકિતી મનુષ્ય જાળવી રાખે છે. તે સુખદુઃખના આવેગોને એટલા તો વધવા દેતો નથી કે જેથી હલચલ પેદા થાય, ચિત્તનું સંતુલન બગડી જાય. મગધ સમ્રાટ શ્રેણિક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અનન્ય ભક્ત મગધ સમ્રાટ શ્રેણિક સમકિતવૃષ્ટિ જીવ હતા. તેમને ક્ષાયિક સમ્યગ્દર્શન હતું, એટલે કે તેમની આત્મસત્તામાંથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય સદાને માટે ચાલ્યાં ગયાં હતાં. સર્વત્ર એમના સમ્યગ્દર્શનની પ્રશંસા થતી હતી. સમ્રાટ શ્રેણિકને ઉત્તરાવસ્થામાં અકલ્પિત ભયાનક દુઃખ આવી પડ્યું. તેમના જ પુત્ર કોણિકે રાજ્યસત્તા હસ્તગત કરી લીધી અને પિતાને કારાવાસમાં કેદ કરી દીધા. તમે કદાચ મગધનો ઇતિહાસ વાંચ્યો હશે. અતિશય રોમાંચક અને દર્દમય એ ઇતિહાસ છે. શ્રેણિકને કોણિક પ્રત્યે અગાધ પ્રેમ હતો! કોણિકનો જન્મ થયો ત્યારથી શ્રેણિકને તેના પ્રત્યે અનહદ પ્રેમ હતો. જો કે કોણિકની માતા રાણી ચેલણાને પુત્ર પ્રત્યે પ્રેમ ન હતો. કારણ કે પુત્ર ગર્ભમાં હતો ત્યારથી જ ચેલણાને સંકેત મળી ગયો હતો કે “આ પુત્ર પિતાનો ઘાતક બનશે!” એટલે તો જન્મ થતાંની સાથે જ ચેલણાએ એને દાસી મારફતે નગર બહાર કચરામાં નખાવી દીધો હતો. રાણી ચેલણાનો રાજા શ્રેણિક પ્રતિ અગાધ પ્રેમ હતો. એ એવો પુત્ર ઇચ્છતી ન હતી કે જે પિતાનો ઘાતક બને. કમની વિચિત્રતા જુઓ ! પુત્ર પિતાનો ઘાતક થનારો છે, પિતા પ્રત્યે ઘોર તિરસ્કાર કરનારો છે, ક્રૂરતાથી દુઃખ આપનારો છે; એના પ્રત્યે પિતાને રાગ છે! મોહ છે ! મમતા છે ! આ ઉપરથી ફલિત થાય છે કે જીવાત્મા જેના ઉપર WWW.jainelibrary.org Page #71 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૫૯ રાગ કરે, મોહ કરે, તે જીવ એ જીવાત્મા પ્રત્યે રાગ કરે, મોહ રાખે એવો નિયમ નથી. રાગ કરે છે અથવા દ્વેષ પણ કરે છે. મોહ કરે છે અથવા નફરત પણ કરે છે. શ્રેણિકને પુત્ર કોણિક પ્રત્યે રાગ હતો, પરંતુ કોશિકને શ્રેણિક પ્રત્યે દ્વેષ હતો, નફરત હતી. હા, શ્રેણિક જાણતા હતા, સમજતા હતા કે "આ રાગદશા સારી નથી....આ પુત્રમોહ સારો નથી.” છતાં પણ તે રાગ કરતા હતા. કોણિકના મનમાં રાજ્યની લાલસા-રાજા બનવાની લાલસા પ્રબળ થતી ગઈ. તેણે રાજ્યના કેટલાક મંત્રીઓ અને સેનાપતિને પક્ષમાં લઈને વિદ્રોહ કર્યો. રાજા શ્રેણિકને કારાવાસમાં નાખી દીધા અને તે રાજા બની ગયો. પિતાને કારાવાસમાં નાખવા માત્રથી પુત્રને સંતોષ ન થયો, તે રોજ પિતાને ચાબુકથી મારતો હતો. એ સમયે શ્રેણિક પ્રશમભાવમાં રહેતા હતા. તેમના આત્મામાં સમ્યગ્દર્શન-રત્નદીપ ઝળહળી રહ્યો હતો ને ? પુત્રના હાથે માર ખાતી વખતે એ કેવું ચિંતન કરતા હશે કે જેથી એમના મનમાં કોણિક પ્રત્યે રોષ ન થયો, ક્રોધ ન આવ્યો ! જો કે શાસ્ત્રોમાં આવું કોઈ ચિંતન વાંચવામાં આવ્યું નથી, પરંતુ આવું જ કંઈક ચિંતન કર્યું હશે કે, “હે જીવ ! સંસારના સમગ્ર સંબંધો મિથ્યા છે. તું ભૂલી જા કે “આ મારો પુત્ર છે, તું આ પણ અપેક્ષા ન રાખ કે મેં એને કેટલો બધો પ્રેમ આપ્યો......અને એ મારી સાથે આવો શત્રુતાભર્યો વ્યવહાર કરે છે ? એને થોડુંક તો વિચારવું જોઈએ. તું બીજાં પાસે સહાનુભૂતિની અપેક્ષા ન રાખ. તું સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કર. એ વિચાર કે "આ વિશ્વમાં મારો કોઈ શત્રુ નથી.....સર્વ જીવો મારા મિત્રો છે. દુઃખ આપનાર પ્રત્યે પણ દ્વેષ ક૨વાનો નથી. વાસ્તવમાં હે જીવ, તું જ મારો દોસ્ત છે અને તું જ મારો શત્રુ છે.” "આ શ્રેણિક મને મારતો નથી, મારા શરીરને મારી રહ્યો છે. શરી૨ને મારવા દો. હું શરીર નથી. શરીર નાશવંત છે. હું શાશ્વત છું. મને કોઈ મારી શકતું નથી.” સભામાંથી : ઘોર દુઃખમાં શું આવું ચિંતન થઈ શકે છે ? મહારાજશ્રી ઃ થઈ શકે છે. સમ્યગ્દર્શન હોય તો થઈ શકે છે માત્ર નામનું સમ્યગ્દર્શન નહીં, વાસ્તવમાં સમ્યગ્દર્શન ગુણ આત્મામાં પ્રકટ થયો હોય તો આવું ચિંતન થઇ શકે છે. સમકિતવૃષ્ટિ જીવને "ભેદજ્ઞાન” થઇ જાય છે. આત્મા અને શરીરની ભિન્નતાનું જ્ઞાન થઈ જાય છે ત્યારે આવું ચિંતન સહજતાથી થાય છે. સમ્યગ્દર્શનથી ભેદજ્ઞાન : આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રકટ થતાં જડ અને ચેતનનો ભેદ સમજાઈ જાય • Page #72 -------------------------------------------------------------------------- ________________ GO શ્રાવક જીવન છે. “શરીર જડ છે, આત્મા ચેતન છે” આ વાત સ્પષ્ટ થઈ જાય છે. એનાથી શરીરનું મમત્વ તૂટી જાય છે. શરીરનું મમત્વ તૂટી જતાં શરીરનાં કષ્ટો સહન કરવાં સરળ બની જાય છે. અને કષ્ટ સરળતાથી સહન કરી શકાય છે ત્યારે તત્ત્વ ચિંતન કરવું સહજ બની જાય છે. દુઃખમાં પણ પ્રશમભાવ.....ઉપશમભાવ ટકી રહે છે સમકિત દ્રષ્ટિ જીવને. કોણિક શ્રેણિકને ચાબુકથી મારે છે, છતાં પણ શ્રેણિક ઉપશમ ભાવમાં રહે છે. આ પ્રભાવ હતો ભેદજ્ઞાનનો. છતાં પણ મૃત્યુ સમયે શ્રેણિકને પ્રશમભાવ ન રહ્યો. રૌદ્ર ધ્યાન આવી ગયું, અને મરીને તે નરકમાં ગયા ! સભામાંથી આવું કેમ બન્યું? મહારાજશ્રી - કારણ કે તેમણે નરકગતિનું આયુષ્યકર્મ બાંધી લીધું હતું. જીવે જે ગતિનું આયુષ્યક્રમ બાંધી લીધું હોય છે, એ ગતિ અનુસાર મૃત્યુના સમયે જીવનું ધ્યાન” બને છે. નરકગતિનું આયુષ્યકર્મ બાંધ્યું હોય તો મરતી વખતે રૌદ્ર ધ્યાન જ આવશે, અને રૌદ્ર ધ્યાનમાં જે આયુષ્ય કર્મ બંધાય છે તે નરકગતિનું જ બંધાય શ્રેણિકે સમ્યગ્ગદર્શન પામતા પૂર્વે નરકગતિનું આયુષ્ય કર્મ બાંધી લીધું હતું. આત્મામાં સમ્યગદર્શન પ્રગટ થાય એ સમયે જો આયુષ્યકર્મ બંધાય છે તો દેવગતિનું જ બંધાય છે. આ દ્રષ્ટિએ પણ સમ્યદર્શનનું મહત્ત્વ સમજવું જોઈએ. સમ્યગદર્શનથી સંવેગ ભાવ જાગે છે એક વાત સ્પષ્ટ રીતે સમજી લેવી કે સમ્યગ્ગદર્શન આત્માનો પોતાનો ગુણ છે. તે ગુણ પ્રકટ થતાં કેટલાક અન્ય ગુણો સ્વતઃ પ્રકટ થાય છે. “સંવેગ”આવો સ્વતઃ પ્રકટ થનારો વિશિષ્ટ ગુણ છે. "નિર્વેદ” "અનુકંપા” વગેરે આવા ગુણો છે. સંવેગ એટલે મોક્ષની ઈચ્છામોક્ષની ઇચ્છા એટલે આત્માના વિશુદ્ધ સ્વરૂપની ઝંખના. આ ઇચ્છા ત્યારે જ ઉત્પન્ન થાય છે કે જ્યારે આત્મા અને મોક્ષનું સ્વરૂપ જાણ્યું હોય. જેમ જેમ આત્માનું વિશુદ્ધ સ્વરૂપ સમજતા જઈએ તેમ તેમ એ સ્વરૂપને પામવાની ઈચ્છા વધતી જાય. સમકિતવૃષ્ટિ જીવને આત્માનું શુદ્ધ સ્વરૂપ ખૂબ ગમે કર્મોનો કોઈ પ્રભાવ નહીં, કમની કોઈ વિટંબણા નહીં, માત્ર આત્મ સ્વરૂપમાં જ રમણતા ! સમકિતદ્રષ્ટિ જીવ આવી રમણતા કરવા માટે લાલાયિત બને છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ ૬૧ જો કે આ વાત અંતઃકરણની છે, અંદરની છે. તેનું બાહ્યજીવન વિષય-કષાય અને અનેક પાપોથી ભરેલું હોઇ શકે છે, પણ એના અંતઃકરણના ઊંડાણમાં “સંવેગ”ના તરંગો લહેરાતા હોય. એટલે કે સમકિતવૃષ્ટિ જીવનું બાહ્ય અને આંતિરક રૂપ ભિન્ન ભિન્ન હોય છે. તેનું મન મોક્ષમાં હોય છે, તન સંસારમાં હોય છે. તેના વિચાર અને વ્યવહારમાં મોટું અંતર હોય છે. આ જ એના જીવનનો મોટો સંઘર્ષ છે. તે પોતાના વિચારોને વ્યવહારમાં કાર્યાન્વિત કરી શકતો નથી. એ એની એક પ્રકારની વિવશતા છે. આ વિવશતા એને વધુ વિરકત્ બનાવતી જાય છે. સમકિતવૃષ્ટિ વૈરાગી હોય છે : - હા, સમકિતવૃષ્ટિ જીવ ભલે બહારથી રંગરાગી દેખાતો હોય, વિષયવિલાસીભોગી જણાતો હોય, પરંતુ ભીતરમાં તે વિષયવિરાગી હોય છે. વિષય સુખો પ્રત્યે તે હેય દૃષ્ટિથી જુએ છે અને વિચારે છે. જો કે આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રકટ થવા પૂર્વે પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જે આત્મામાં સહજ વૈરાગ્ય થાય છે, તે જ આત્મા આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે અને સમ્યગ્દર્શનની વિશિષ્ટ ભૂમિકા પ્રાપ્ત કરી શકે છે. વૈરાગ્ય વગર સમ્યગ્દર્શન કેવી રીતે થઇ શકે ? સંસારનાં વૈયિક સુખ હૈય ન લાગે અને મોક્ષનાં સુખ ઉપાદેય ન લાગે, ત્યાં સુધી સમ્યગ્દર્શન કેવી રીતે થાય ? સમ્યગ્દર્શનના પ્રકાશમાં જ આત્મા સમગ્ર સંસારને દુઃખરૂપ અને મોક્ષને સુખરૂપ જોઇ શકે છે. દુઃખરૂપ સંસાર પ્રત્યે નથી રહેતો રાગ, નથી રહેતી આસક્તિ. એટલે કે સમિકત દૃષ્ટિ જીવના વિચારોમાં વિરક્તિ આવી જાય છે. બાહ્ય જીવનના વ્યવહારમાં રંગરાગ અને ભોગોપભોગ હોઇ શકે છે. વિરાગી જીવ પોતાના રાગદ્વેષ અને મોહને જોઇ શકે છે જોતો રહે છે, અને "મારા આ રાગ-દ્વેષ અને મોહ સારા નથી,. ત્યાજ્ય છે” એવું સમજતો હોય છે. આ જ એનો વૈરાગ્ય છે. ભગવાન ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી રાજા હોવા છતાં પણ વૈરાગી હતા. વિપુલ કર્મના ઉદયથી ભોગ-ઉપભોગની કોઇ પિરસીમા ન હતી; છતાં પણ તે ભીતરથી અલિપ્ત હતા. તે આત્માના વિશુદ્ધ રૂપના ચાહક હતા. પ્રતિદિન તેઓ એકાંતમાં આત્મચિંતનમાં રમમાણ રહેતા હતા. થોડાક સમય માટે તેઓ આ બાહ્યભૌતિક દુનિયાથી દૂર.....સુદૂર આધ્યાત્મિક દુનિયામાં ચાલ્યા જતા અને ત્યાં અનુપમ આનંદનો અનુભવ કરતા. તેમનો વૈરાગ્ય એમને સદૈવ આત્મભાવમાં જાગ્રત રાખતો હતો. આ વૈરાગ્યે જ એમને દર્પણ ભવનમાં વીતરાગ બનાવી દીધા. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સમકિતવૃષ્ટિમાં અત્યંત દયા હોય છે ઃ સમકિતવૃષ્ટિ જીવમાં પ્રશમ, સંવેગ અને નિર્વેદ હોય છે, તે રીતે અત્યંત દયા પણ હોય છે. દુઃખી જીવો પ્રત્યે તેનું હૃદય અનુકંપાભર્યું રહેતું હોય છે. શ્રાવક જીવન જો કે આ ગુણ-અનુકંપા તો સમ્યગ્દર્શન ગુણ પ્રકટ થવા પૂર્વે જ્યારે જીવ "ચરમ પુદ્ગલપરાવર્તકાલ” માં આવે છે ત્યારે પ્રકટ થાય છે, એટલે કે જે જીવનો સંસાર પરિભ્રમણ કાળ માત્ર એક પુદ્ગલપરાવર્ત બાકી રહે છે જે જીવ એક પુદ્ગલપરાવર્તકાળની અંદર અંદર જ મુક્તિ પામનારો હોય છે, તે જીવમાં અત્યંત દયા-અનુકંપા પેદા થાય છે. સભામાંથી ઃ પુદ્ગલપરાવર્તકાળ કોને કહે છે ? મહારાજશ્રી : આ અધ્યયનનો વિષય છે. "કાલ” એક વિશાળ-વિસ્તૃત વિષય છે અધ્યયન માટેનો. એક-બે કલાકમાં આ વિષય સમજાવી શકાય તેમ નથી. “કાલલોકપ્રકાશ” નામે ગ્રંથનું અધ્યયન કરવું પડે એ સમજવા માટે તો. પરંતુ અંતિમ પુદ્ગલપરાવર્ત” એટલે કે મુક્તિમાં જવા માટે એક નિશ્ચિત સમય-મર્યાદા હોય છે. જ્યારે જીવ આ સમય મર્યાદામાં આવી જાય છે ત્યારે તેનામાં અતિ દયાનો ગુણ આવિર્ભાવ પામે છે. જેમ જેમ જીવ મુક્તિની નજીક આવે છે તેમ તેમ દયા-ભાવના વિકસિત થાય છે. જો કે ગૃહસ્થ-મનુષ્યની દયા નિ૨૫રાધી જીવો સુધી જ સીમિત રહે છે. વ્રતધારી શ્રાવકનું પ્રથમ વ્રત પણ – "હું નિરપરાધી ત્રસ જીવોને જાણી જોઈને મારીશ નહીં” એવું હોય છે. છતાં પણ સમકિતવૃષ્ટિ જીવ તો અપરાધી જીવો પ્રત્યે પણ દયાળુ હોય છે. એવું જ્ઞાની પુરુષોએ કહ્યું છે. પોતાનો અપરાધ કરનારાઓ પ્રત્યે પણ તેઓ અશુભ-અકુશળ વિચારતા નથી ! અપરાધીઓના અપરાધોને માફ કરે છે. દુઃખીનાં દુઃખ દૂર કરવાની તેમને તીવ્ર ઇચ્છા હોય છે; કારણ કે તેઓ બીજાનાં દુઃખ જોઈને દુઃખી થાય છે. બીજા જીવોમાં દુઃખ દૂર થવાથી તેઓ સમજે છે કે તેમનાં જ દુઃખ દૂર થઈ ગયાં છે. બીજા જીવોનાં દુઃખો દૂર કરીને તેઓ સુખનો અનુભવ કરે છે. પોતાને સમકિતવૃષ્ટિ માનનારા લોકોએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ: “મારામાં આ પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા છે કે નથી. જો આ ગુણો નથી તો પછી મારામાં “સમ્યગ્દર્શન ગુણ” પ્રકટ થયો નથી ને ?” આવું આત્મસાક્ષિક ચિંતન કરવું જોઈએ. Page #75 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ સમકિતવૃષ્ટિ જિનવચનને જ સત્ય માને છે, આપણી શ્રદ્ધાને ય શાસ્ત્રસૃષ્ટિથી પારખી લેવી જોઈએ. "તે જ સત્ય છે અને નિઃશંક છે, જે જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે.” આ શાસ્ત્રસૃષ્ટિની શ્રદ્ધા છે. વીતરાગ ભગવંતોનાં વચનોને જ સત્ય માનો છો ને ? તેમનાં વચનોમાં શંકા તો નથી ને ? ૬૩ જો તમે વીતરાગના વચનોને જ સત્ય માનતા હો તો દુનિયાના બીજા રાગીદ્વેષી દેવોની પાસે તેમના પ્રભાવોથી પ્રભાવિત થઇને જતા તો નથી ને ? જો વીતરાગ પરમાત્મા પ્રત્યે આપણા હૃદયમાં નિઃશંક શ્રદ્ધા છે તો પછી બીજા દેવો પાસે જવાની શી જરૂર છે ? એક ગામમાં અમારૂં ચાતુર્માસ હતું. એક જૈન યુવકે તેના જીવનની એક રોમાંચક ઘટના સંભળાવી હતી. એ યુવક ઉપર કોઈ દુષ્ટ દેવનો પ્રભાવ પડ્યો હતો. તે અન્યમનસ્ક બની ગયો હતો. એ ગામમાં એક મુસલમાન ફકીર રહેતો હતો. અને તે ખૂબ મોટો માંત્રિક હતો. આ યુવક એ ફકીર પાસે પહોંચી ગયો. યુવકના લલાટ ઉપર કેસરનું તિલક હતું. ફકીરે કહ્યું : "તું અહીં શા માટે આવ્યો છે ?” યુવકે પોતાની તકલીફ જણાવી. ફકીર હસવા લાગ્યો. તેણે કહ્યું : "તારી વાત મેં સાંભળી લીધી; હું તને પૂછું છું કે તું મારી પાસે શા માટે આવ્યો છે ?” યુવકે કહ્યું : “આપ મને કોઈ મંત્ર-તંત્ર આપો તો મને સારું થઈ જાય.” ફકીરે કહ્યું : "ભાઈ, તું જૈન છે ને ? શું તારી પાસે નવકાર મંત્ર નથી ? તેની આરાધના કર. આનાથી મોટો કોઈ મંત્ર મારી પાસે નથી." યુવકે કહ્યું ઃ "ફકીરની વાત સાંભળીને મને શરમ આવી. હું ચૂપચાપ ઘેર આવ્યો અને અતિ ભક્તિભાવથી શ્રી નવકારમંત્રનો જાપ કરવા લાગ્યો, અને દૈવી ઉપદ્રવ શાંત થઈ ગયો." જિનવચન પ્રત્યે જો તમને નિઃશંક શ્રદ્ધા હોય, પૂર્ણ વિશ્વાસ હોય તો તમે લોકો જિનવચન અને જિનશાસન સિવાય ક્યાંય પણ શ્રદ્ધાવનત થશો નહીં. સભામાંથી : જિનવચનોમાં – વીતરાગ વાણીમાં શંકા તો નથી હોતી પરંતુ જિજ્ઞાસા તો થઇ શકે છે ને ? મહારાજશ્રી ઃ દરેક વાતને, હર તત્ત્વને સાચા અર્થમાં સમજવા માટે શંકા પણ કરી શકો છો ! શંકા કહો, પ્રશ્ન કહો, જિજ્ઞાસા કહો આ બધું એક જ છે. જોઇએ Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન ૬૪ માત્ર તત્ત્વ સમજવાની ભાવના. કદી કદી એવું પણ બને છે કે આપણી અલ્પ બુદ્ધિ કોઈ તત્ત્વને યથાર્થ રૂપમાં સમજી શકતી નથી. એ સમયે એવું ન બોલવું કે-“આ મારી વાત સમજમાં આવતી નથી એટલે હું માનતો નથી. હું જે સમજીશ એ જ માનીશ.” પૂર્ણ પુરુષે બતાવેલી બધી વાતો અપૂર્ણ મનુષ્ય પોતાની અલ્પ બુદ્ધિથી કેવી રીતે સમજી શકે? બીજી વાત –એક વાત આપણે બે દિવસ પહેલાં, બે વર્ષ પહેલાં સમજ્યા ન હતા તે આજ સમજી શકીએ છીએ. બુદ્ધિ કોઈક વાર મંદ તો કોઈક વાર તીવ્ર થતી રહે છે, કારણ કે બુદ્ધિનો આધાર ”મતિજ્ઞાનાવરણ કર્મ"નો ક્ષયોપમ હોય છે. કમનો ક્ષયોપમ સદા એક ધારો રહેતો નથી. કદીક વત્તા ઓછા પ્રમાણમાં રહે છે, એટલા માટે જ્યાં બુદ્ધિ અટકી જાય ત્યાં શ્રદ્ધાનો આશ્રય લો. બુદ્ધિ અને શ્રદ્ધાના આધારે મોક્ષ માર્ગ ઉપર ચાલવાનું છે. પરમાત્મા જિનેશ્વર દેવના ધર્મશાસનનું તત્ત્વજ્ઞાન ખૂબ ગહન છે. જો એ તત્ત્વજ્ઞાન પામવાની તમન્ના હોય, બુદ્ધિ હોય, સમય હોય અને જ્ઞાની પુરુષનો સંયોગ હોય તો અવશ્ય તત્ત્વજ્ઞાન પામવા પ્રયત્ન કરવો જોઈએ. જેમ જેમ તમે એ તત્ત્વજ્ઞાન પામતા જશો તેમ તેમ જિનેશ્વર ભગવંતો પ્રતિ તમારી શ્રદ્ધા પરિપુષ્ટ થતી જશે. તમે નિઃશંક થઈ જશો. જિનશાસન પ્રત્યે તમારો અહોભાવ વધી જશે. સમ્યગ્રદર્શનનું મૂળ પરમાત્મપ્રીતિ : જિન શાસનનાં શ્રાવક-શ્રાવિકાઓ જો કે બુદ્ધિશાળી છે. અને પછી તે તત્ત્વજ્ઞાની બની જાય તો? શ્રમણ ગવાન મહાવીરના સમયનાં શ્રાવક શ્રાવિકાઓના વૃત્તાંત આગમ ગ્રંથોમાં વાંચો છો તો એવા તત્ત્વજ્ઞાની શ્રાવક-શ્રાવિકાઓના વૃત્તાંતો જાણવા મળે છે. આનંદ શ્રાવક, સદાલક...વગેરે શ્રાવકો, અને સુલસા, રેવતી..જયન્તી વગેરે શ્રાવિકાઓ કેવાં તત્ત્વજ્ઞ હતાં? કેવી અપૂર્વ હતી તેમની શ્રદ્ધા અને અભુત. પરમાત્મપ્રીતિ ? સુલસા શ્રાવિકાની એક ઘટના સંભળાવું છું. ભગવાન મહાવીરદેવ પ્રતિ અનન્ય શ્રદ્ધા રાખનાર એક પરિવ્રાજક (સંન્યાસી) હતો; તેનું નામ હતું અંબડ. અંબડ મહાન ઈન્દ્રજાલિક હતો, વિશિષ્ટ જ્ઞાનનો ધારક હતો. એક વાર તેણે ભગવાનને કહ્યું? – "ભગવંત, હું રાજગૃહી જાઉં છું. મારા લાયક કોઈ સેવા હોય તો કહેવાની કૃપા કરો.” Page #77 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૬૫ ભગવાને કહ્યું "અંબડ, ત્યાં સુલસા શ્રાવિકાને "ધર્મલાભ” કહેજે.” આંબડે નતમસ્તક થઈને આજ્ઞાનો સ્વીકાર કર્યો અને રાજગૃહી તરફ ચાલ્યો; પરંતુ એના મનમાં સુલસા સંબંધી અનેક વિચારો આવવા લાગ્યા. "સુલસા એક સામાન્ય શ્રાવિકા છે. અલબત્ત, એ શ્રીમંત ઘરની છે, વ્રતધારી છે. પરંતુ આવી તો ઘણી શ્રાવિકાઓ છે છતાં પણ સર્વજ્ઞ, વીતરાગ એવા ભગવંતે સુલતાને જ "ધર્મલાભ” કહેવાનું કેમ કહ્યું? સુલતામાં એવી કઈ વિશિષ્ટતા છે કે જેથી તે ભગવાનના દ્દયમાં સ્થાન પામી શકી ? મારે આ વાત શોધી કાઢવી પડશે.” તેણે સુલતાના પરમાત્મ-પ્રેમની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. રાજગૃહીના ચાર નગરદ્વારોની બહાર ચાર રૂપ ધરવાની યોજના વિચારી કાઢી. એક દ્વાર ઉપર તેણે બ્રહ્માનું રૂપ બનાવ્યું. ઇન્દ્રજાલિક હતો ને? નગરમાં બ્રહ્માજીના આગમનની વાત આગની જેમ ફેલાઈ ગઈ. હજારો સ્ત્રી-પુરુષ બ્રહ્માજીનાં દર્શન કરવા આવ્યાં; ન આવી એક સુલતા. બીજા દરવાજા ઉપર અંબડે વિષ્ણુ ભગવાનનું રૂપ બનાવ્યું. નગરમાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ. હજારો નર-નારી વિષ્ણુ ભગવાનનાં દર્શન કરવા પહોંચી ગયાં; ન ગઈ એક સુલસા. ત્રીજે દરવાજે અંબડે શંકરનું રૂપ કર્યું. નગરનાં હજારો સ્ત્રી-પુરુષ ભગવાન શંકરનાં દર્શન કરવા ઊમટ્યાં. એક માત્ર સુલસા ન ગઈ. અંબાના દ્ધયમાં સુલતા પ્રતિ નિર્મળ ભક્તિભાવ વધવા લાગ્યો. ચોથે દરવાજે આંબડે પચ્ચીસમા તીર્થંકરનું રૂપ કર્યું. આખાય નગરના લોકો દર્શન કરવા ગયા, પરંતુ સુલસા ન ગઈ ! ત્યારે અંબડને સુલતાના ભવ્ય પરમાત્મ પ્રેમની પ્રતીતિ થઈ. અંબડ વિચારે છે : "વાસ્તવમાં તુલસા શ્રમણ ભગવાન મહાવીરદેવથી જ પરિતૃપ્ત છે, એમના પાવન ચરણોમાં જ સમર્પિત છે, એના હૃયમાં અન્ય કોઈ દેવ દેવીને સ્થાન નથી. તેના મનમાં એક માત્ર વીતરાગ સ્વરૂપની જ ચાહના છે." અને અંબડ પરિવ્રાજક સુલસાને ઘેર પહોંચ્યો અને સુલસાને ભગવાનનો "ધર્મલાભ કહ્યો ત્યારે સુલસા કેવી ભાવવિભોર થઈ ગઈ હશે..કેવાં એનાં રોમેરોમ વિકસ્વર થઈ ગયાં હશે અને આંખોમાંથી કેવાં હર્ષાશ્રુઓ વહેવા લાગ્યાં હશે..... આ બધું જોવા માટે એક માત્ર અંબડ જ ભાગ્યશાળી બન્યો હશે. અને એ જોઈને તેના મનનું પૂર્ણ સમાધાન થયું હશે કે ભગવાને સુલસાને શા માટે ધર્મલાભ કહેવડાવ્યા. Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન સમ્યગ્દર્શનનું મૂળ છે પરમાત્મ-પ્રીતે. અવિહડ પરમાત્મપ્રીતિ હોય તો કોઈ પણ સમ્યગ્દર્શનને હલાવી શકતું નથી. ન કોઈ ભય હલાવી શકે છે કે ન કોઈ લાલચ, ભય અને લાલચ સામે અડગ રાખનાર તત્ત્વ છે પ્રેમ. ન ૬૬ સમકિતવૃષ્ટિ જીવ દુઃખોથી નિર્ભય : સમકિત સૃષ્ટિ પરમાત્મપ્રેમી હોય છે, આથી તેને ૫રમાત્મા-નિર્દેશ્યા કર્મ સિદ્ધાન્ત ઉપર વિશ્વાસ હોય છે. પાપકર્મોના ઉદયથી દુઃખ આવે છે અને પુણ્યકર્મોના ઉદયથી સુખ મળે છે; એ જિનકથિત સિદ્ધાન્ત ઉપર એને શ્રદ્ધા હોય છે. “જો મારાં પુણ્યકર્મનો ઉદય હશે તો કોઈ મને દુઃખી કરી શકશે નહીં, અને જો મારાં પાપકર્મનો ઉદય હશે તો કોઈ મને સુખી કરી શકશે નહીં.” આ સિદ્ધાંતને આત્મસાત્ કરનાર સમકિતવૃષ્ટિ જીવ દુઃખ આવતાં ગભરાતો નથી અને સુખ આવતાં અભિમાન કરતો નથી. એક વાત ન ભૂલો, ગ્રંથકાર મહર્ષિએ પહેલેથી જ કહ્યું છે કે વ્રત ધારણ કરનારાએ સમક્તિ વૃષ્ટિ થવું અનિવાર્ય છે. એટલે જે જીવે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું હોય તે જીવ જ વ્રતધારી બની શકે છે. આવો નિયમ કેમ બતાવવામાં આવ્યો ? આવી શરત કેમ રાખી ? શું તમે લોકો કંઈ વિચારો છો ? વ્રતપાલનમાં દૃઢતા જોઇએ. મનનો નિર્બળ માણસ વ્રતપાલન કરી શકતો નથી. મનનો ઢીલો માણસ દુઃખ આવતાં વ્રતનો ભંગ કરી શકે છે. કોઈ સુખની લાલચ આવતાં વ્રતભંગ કરી શકે છે. સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત થતાં માણસ દૃઢ બને છે. શ્રદ્ધા જ એની અપૂર્વ શક્તિ હોય છે. આ શક્તિથી જ તે વ્રતપાલનમાં સમર્થ બની શકે છે. ગુજરાતનો રાજ સિદ્ધરાજ મોટી ઉંમરનો હોવા છતાં પણ નિઃસંતાન હતો. રાજારાણીને આ વાતનું દુઃખ હતું. બંનેને પુત્ર પ્રાપ્તિની તીવ્ર ઝંખના હતી. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સૂરીશ્વરજી જેવા મહાન ગુરુદેવનો એને પરિચય હતો; છતાં પણ સિદ્ધરાજ સોમનાથ મહાદેવ પાસે ગયો હતો ! કોડીનારની અંબાદેવી પાસે પણ ગયો હતો, પુત્ર પ્રાપ્તિની ઝંખના પરિપૂર્ણ કરવા માટે ! કારણ કે સિદ્ધરાજ સમકિત ન હતો. જિનવચનો પ્રત્યે તેના હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા ન હતી. જ્યારે કુમારપાળ સતિવૃષ્ટિ હતો તેથી તો કંટકેશ્વરી દેવીએ ભય બતાવ્યો, ત્રિશૂળ પ્રહાર કર્યો છતાં તેણે દેવીને પશુબલિદાન ન આપ્યું. તે પોતાના વ્રતોના પાલનમાં દૃઢ રહ્યા. પ્રત્યેક વ્રતના પાલનમાં ભય અને લાલચ આવે છે. દૃઢતા વગર વ્રતપાલન થઇ શકતું નથી. સાંભળો, કેટલીક સંભાવનાઓ બતાવું છું. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ભાગ - ૧ I પહેલું વ્રત છે – જાણી જોઈને કોઈ નિરપરાધી ત્રસ જીવને ન મારવાનું. માની લો કે તમારે કોઈ સંતાન નથી અને તમને સંતાનની તીવ્ર ઇચ્છા છે. તમે કોઈ પણ પીર-ફકીર યા દેવી-દેવતાની પાસે ગયા. અને તમને કહેવામાં આવ્યું. "એક પશુનું બલિદાન ચડાવવું પડશે. અમે ચડાવી દઈશું. તમારે પૈસા આપી દેવાના.” જો તમારામાં દ્રઢતા નહીં હોય તો તમે પશુબલિ ચડાવીને વ્રતભંગ કરી દેશો. - બીજું વ્રત છે અસત્ય ન બોલવાનું – પરંતુ કોઈ સ્નેહીએ યા મિત્રે ખોટી સાક્ષી આપવાનું દબાણ કર્યું અથવા કોઈકે મોટી લાંચ આપીને આપને જૂઠું બોલવાનું કહ્યું તો ? અથવા તમને ભય લાગ્યો કે – જો હું જૂઠું નહીં બોલું તો આફતમાં ફસાઈ જઈશ – જો તમારામાં દ્રઢતા નહીં હોય તો તમે વ્રત ભંગ કરશો. - ત્રીજું વ્રત છે ચોરી ન કરવાનું. પરંતુ તમારી સામે એવા સંજોગો ઉપસ્થિત થયા કે જો તમે ચોરી (સ્મગલીંગ) કરો છો તો તમને ત્રણ-ચાર લાખ રૂપિયા મળે છે....કહો, તમે વ્રતમાં દ્રઢ રીતે ટકી રહેશો ? i ચોથું વ્રત છે સ્વદારસંતોષ અને પરસ્ત્રી ત્યાગનું. માની લો કે તમારી સામે એવો પ્રસંગ આવ્યો, એકાંતમાં કોઈ સુંદર પરસ્ત્રીએ તમને સંભોગ માટે પ્રાર્થના કરી....... શું તમે વ્રતમાં દ્રઢ રહી શકશો? રૂપ અને સૌંદર્યની લાલચ સામાન્ય નથી હોતી. v પાંચમું વ્રત છે પરિગ્રહ પરિમાણનું. તમે વ્રત લીધું હોય દશ લાખના પરિમાણનું, પુણ્યકર્મના ઉદયથી તમારી પાસે દશ લાખ રૂપિયા આવી ગયા. હજુ પણ બીજા દશ-વીસ લાખ આવી શકે તેમ છે, શું તમે કમાવાનું બંધ કરી શકશો ? આ તો માત્ર અણુવ્રતો અંગેનાં ભયસ્થાનો બતાવ્યાં. ગુણવ્રત અને શિક્ષાવ્રતો અંગે પણ અનેક ભયસ્થાન છે. જો તમારું સમ્યગદર્શન પકુવ હશે તો જ તમે સારી રીતે વ્રતપાલન કરી શકશો. એટલા માટે સમ્યગ્દર્શનને દ્રઢ રાખવા માટે જાગૃતિ રહેવી જોઈએ. સમ્યગ્ગદર્શન લુપ્ત થવું ન જોઈએ. આ રીતે શ્રાવક ધર્મનાં બાર વ્રતો આપતા પહેલાં સગુરુ વ્રત લેવા તત્પર થયેલા મહાનુભાવમાં સમ્યગદર્શન છે કે નહીં એ જુએ છે. જો સમ્યગુ દર્શન ન હોય તો પ્રથમ તો સમ્યગ્દર્શન-ગુણ પ્રકટ કરવાનો ઉપદેશ આપે છે, એટલે કે શ્રદ્ધાવાન બનાવે છે. શ્રદ્ધાવાન-સમકિતવૃષ્ટિબનેલા મનુષ્યને સર્વ પ્રથમ ગુરુએ કેવો ઉપદેશ આપવો જોઈએ એ વાત હવે ગ્રંથકાર આચાર્યશ્રી બતાવશે. આજ આટલું જ. Page #80 -------------------------------------------------------------------------- ________________ 7 પ્રવચન : ૭ પરમ કૃપાનિધિ મહાન શ્રુતધર આચાર્યશ્રી હરિભદ્ર સૂરીશ્વરજીએ સ્વરચિત "ધર્મીબંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો વિશેષ ધર્મ નિરૂપ્યો છે. આ વિશેષ ગૃહસ્થધર્મ એવી વ્યક્તિને આપવો જોઈએ કે જેથી એ જીવાત્માનું આત્મકલ્યાણ થાય; આ વિષયમાં ગ્રંથકાર આચાર્યશ્રીએ કહ્યું છે કે જે જીવાત્મા સમ્યદૃષ્ટિ હોય તેને જ વિશિષ્ટ ગૃહસ્થધર્મ આપવો જોઈએ. સમ્યગ્દષ્ટિ જીવાત્માનો પરિચય ટીકાકાર આચાર્યશ્રીએ બે શબ્દોમાં જ આપ્યો છે – ભવ્ય અને ભવભીરુ ! સમ્યગ્દષ્ટિ આત્મા, ભવ્ય અને ભવભીરુ : "ભવ્ય” નો અર્થ છે મોક્ષમાં જવાની યોગ્યતાવાળો ! સંસારના તમામ જીવો મોક્ષમાં જવાની યોગ્યતાવાળા હોતા નથી. જે યોગ્યતાવાળા હોય છે તે ‘ભવ્ય’ કહેવાય છે, જે યોગ્યતા વગરના હોય છે તે ‘અભવ્ય’ કહેવાય છે. આમ સંસારમાં બે પ્રકારના જીવ હોય છે ભવ્ય અને અભવ્ય. -- ભવ્ય જીવ કોઈક કાળે મોક્ષમાં જશે, જ્યારે અભવ્ય જીવ કદીય મોક્ષે જશે નહીં. તમારા મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થશે કે – “હું ભવ્ય છું કે અભવ્ય ?” આ જિજ્ઞાસાનું સમાધાન તો વિશિષ્ટ જ્ઞાની પુરુષ જ કરી શકે છે; છતાં પણ એવું કહેવામાં આવે છે કે જે જીવાત્માના મનમાં એવી ચિંતા રહેતી હોય કે "હું ભવ્ય છું કે અભવ્ય ?” તે જીવાત્મા ભવ્ય હોય છે ! અભવ્ય જીવને આવી ચિંતા જ થતી નથી. જો કે ભવ્ય જીવ જ સમ્યગ્દષ્ટિ હોય છે. અભવ્ય જીવ સદૈવ મિથ્યાવૃષ્ટિ હોય છે. સમ્યદૃષ્ટિ જીવ ભવ્ય જ હોય છે. વિશિષ્ટ ગૃહસ્થ ધર્મ સ્વીકારનાર મનુષ્ય "ભવભીરુ” હોવો જોઈએ. "ભવભીરુ” એટલે ભવભ્રમણથી ડરનારો. હવે મારે સંસારની ચાર ગતિઓમાં જન્મ-મરણ પામવાં નથી” આવો વિચાર સદૈવ ટકવો જોઈએ. આવો મનુષ્ય સંસારમાં ભટકાવનારાં પાપોથી બચવાનો પ્રયત્ન કરતો રહેશે. વ્રતમય ગૃહસ્થ ધર્મ સ્વીકારનાર મનુષ્ય આવો "ભવભીરુ” હોવો જોઈએ. ભવભીરુ મનુષ્ય જ સાચા અર્થમાં વ્રતમય વિશિષ્ટ ગૃહસ્થ ધર્મનું પાલન કરી શકે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ ૬૯ આવો ભવ્ય અને ભવભીરુ મનુષ્ય જ્યારે ધર્મ પામવાની ઈચ્છાથી સદ્ગુરુ પાસે આવે ત્યારે સર્વપ્રથમ એને સદ્ગુરુ સાધુધર્મનો ઉપદેશ આપે છે ! ગ્રંથકાર આચાર્યશ્રી કહે છે : उत्तमधर्मप्रतिपत्त्य सहिष्णोस्वत्कथनपूर्वमुपस्थितस्य विधिनाऽणुव्रतादिदानम् । પ્રથમ ઉપદેશ સાધુધર્મનો ઃ તમારી દુકાનમાં કોઈ સારો શ્રીમંત ગ્રાહક આવે તો તમે પ્રથમ તો એને ઉત્તમ માલ બતાવશોને ? એ રીતે અમારી પાસે ભવ્ય અને ભવભીરુ જેવો સુયોગ્ય ધર્મગ્રાહક આવે તો અમારે એને પ્રથમ તો ઉત્તમ ધર્મ જ બતાવવો જોઈએ ! ઉત્તમ ધર્મ છે – સાધુધર્મ, શ્રમણધર્મ. કારણ કે સાધુધર્મ દ્વારા જ સર્વ કર્મોનો નાશ થઇ શકે છે. આ દૃષ્ટિએ, કર્મ ક્ષયની દૃષ્ટિએ સાધુધર્મની ઉત્તમતા છે. સાધુધર્મ માટે ટીકાકાર આચાર્યશ્રીએ કહ્યું છે કે : - “સર્વ કર્મ વિરેચક.” સાધુધર્મ સર્વ કર્મોનો વિરેચક છે, એટલે નાશ કરનાર છે. ભવ્ય અને ભવભીરુ જીવાત્માને સર્વપ્રથમ સાધુધર્મનો ઉપદેશ આપવાની જિનાજ્ઞા છે. સાધુધર્મનું વિવેચન વિસ્તારથી કરવાનું છે. સાધુધર્મનું સ્વરુપ સમજવાનું છે. સાધુધર્મ પાલનનું ફળ બતાવવાનું છે. સાધુજીવનનો આનંદ બતાવવાનો છે. એવી મિષ્ટ ભાષામાં, કરુણાપૂર્ણ હૃદયથી આ વાતો કરવાની છે કે સાંભળનાર આત્મા સાધુધર્મ પ્રત્યે આકર્ષિત થઇ જાય, અને સાધુધર્મનું પાલન કરવાની જો તેનામાં ક્ષમતા હોય, શક્તિ હોય તો તે સાધુધર્મનો સ્વીકાર પણ કરી શકે. કેટલાક લોકોની માનસિક સ્થિતિ એવી હોય છે કે હલકા પ્રકારનો માલ પસંદ આવતાં ઉત્તમ પ્રકારનો માલ પસંદ કરતા નથી. તેમને મન તો “જે મનને ગમ્યું તે ઉત્તમ.” એવો સિદ્ધાંત હોય છે. જટાશંકરને પેન્ટ પહેરવાની ઈચ્છા થઈ. તે પેન્ટ લેવા એક મોટા સ્ટોરમાં ગયા. સેલ્સમેને જટાશંક૨ને પચ્ચીસ રૂપિયે મીટરવાળો પેન્ટપીસ બતાવ્યો. ડીઝાઈન અને કલર સારા હતા. જટાશંકરે પેન્ટપીસ ખરીદી લીધો. રૂપિયા આપવા માટે તેણે પોતાના ગજવામાંથી સો-સોની નોટોનું એક બંડલ કાઢ્યું અને એમાંથી સો રૂપિયાની એક નોટ આપવા ગયો; સેલ્સમેને જટાશંકર પાસે આટલા બધા રૂપિયા જોઇને વિચાર્યું : "આ ગ્રાહક શ્રીમંત છે. હું તેને સો રૂપિયે મીટ૨નો પેન્ટપીસ બતાવું.” :: Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન તેણે એક મૂલ્યવાન પેન્ટપીસ બતાવીને જટાશંકરને કહ્યું : "તમારે તો આ પેન્ટપીસ લેવો જોઈએ ! આ સો રૂપિયે મીટરનો પેન્ટપીસ છે!” જટાશંકરે કહ્યું: "જે પેન્ટપીસ મેં લીધો છે તે હવે તમે લેવા ઇચ્છતા હો તો હું દોઢસો રૂપિયે મીટરના ભાવે આપીશ, સમજ્યા ? સેલ્સમેનને અફસોસ થયો કે, "જો મેં પહેલેથી જ સો રૂપિયે મીટરના ભાવનો પેન્ટપીસ બતાવ્યો હોત તો આ લઈ લેત....” મનુષ્યની એક પ્રકારની આ મનોવૃત્તિ હોય છે. જ્ઞાની પુરુષોએ મનુષ્યની મનોવૃત્તિને જાણીને આ વિધાન કર્યું છે કે ધર્મના સારા ગ્રાહકને સર્વ પ્રથમ શ્રેષ્ઠ ધર્મ બતાવવો. વિસ્તારથી સાધુધર્મની વિવેચના કરવી. ગ્રાહકના મનને સ્પર્શે એવી વિવેચના કરવી. સાંભળતાં સાંભળતાં સાધુધર્મ સ્વીકારવાની ઈચ્છા જાગવી જોઈએ. હા, સાધુધર્મ સ્વીકારવાની શક્તિ ન હોય અને સ્વીકાર ન કરે એ જુદી વાત છે, સાધુધર્મ સાથે તેનું આકર્ષણ હોવું જોઈએ. સાધુધર્મ સ્વીકારવામાં અશક્તિ કેમ? સાધુધર્મ સારો લાગે, ઉપાદેય લાગે તો પણ જો કદાચ જીવાત્મા વૈષયિક સુખોની પિપાસાવાળો હોય અને કેશલુંચન પાદવિહાર વગેરે કષ્ટોથી ડરતો હોય તો તે સાધુધર્મ સ્વીકારશે નહીં. ક્ષમા, નમ્રતા, સરળતા આદિ ગુણોનું પાલન કરવાની અશક્તિને કારણે પણ સાધુધર્મ સ્વીકારશે નહીં. સભામાંથી - જે વાત સારી લાગે તેનો સ્વીકાર તો કરવો જ જોઈએ ને? મહારાજશ્રી - એવો નિયમ નથી. સારું લાગવું યા ખરાબ લાગવું એ મનના ક્ષેત્રની વાત છે. જ્યારે પાલન કરવું માત્ર મનની વાત નથી. મન, વચન અને શરીર ત્રણની વાત છે. સાધુધર્મના પાલનમાં જેવી રીતે મનની દ્રઢતાની જરૂર હોય છે તેવી રીતે તનની, શરીરની દ્રઢતા પણ અપેક્ષિત છે. એવો નિયમ નથી કે જેનું મન દ્રઢ હોય તેનું શરીર પણ દ્રઢ જ હોય, દ્રઢ મનોબળ વાળાઓનાં શરીર કમજોર જોવામાં આવે છે. બીજી વાત છે મનની. જે મનને સંસારનાં ભૌતિક, વૈષયિક સુખો સારાં લાગે છે તે મન કોક કોક વાર મોક્ષની ઇચ્છા પણ કરે છે ! તે સાધુધર્મને પણ ચાહે સભામાંથી બે વિરૂદ્ધ ઇચ્છાઓ એક મનમાં રહી શકે છે? મહારાજશ્રી : હા, તમને પૈસા કમાવાની ઈચ્છા થાય છે ને? તેમજ દાન Page #83 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૭૧ આપવાની એટલે કે ત્યાગ કરવાની ઈચ્છા પણ થાય છે ને ! તમને ખાવાની ઈચ્છા થાય છે તેમ કોઇક વાર તપ કરવાની ઈચ્છા પણ થાય છે ને ? એ રીતે મનમાં સંસારનાં સુખોની ઈચ્છા અને સાધુધર્મની ઇચ્છા, આ બંને ઇચ્છાઓ એક સાથે મનમાં રહી શકે છે. એક ઇચ્છા કોઈક વાર પ્રબળ બને છે તો બીજી ઇચ્છા મંદ પડી જાય છે. વિષય-સુખ ભોગવવાની ઈચ્છા પ્રબળ બને છે તો સાધુધર્મ સ્વીકારવાની ઈચ્છા મંદ પડે છે. સંસાર સુખોની પ્રબળ ઇચ્છા સાધુધર્મની ઉપાદેયતા સમજવા છતાં પણ જીવને સાધુધર્મ સ્વીકારવાની ઈચ્છા મંદ પડે છે. સંસાર સુખોની પ્રબળ ઇચ્છા સાધુધર્મની ઉપાદેયતા સમજવા છતાં પણ જીવને સાધુધર્મ સ્વીકારતાં રોકે છે. - ૧ એક પણ વૈયિક સુખની ઈચ્છા જો તીવ્ર બની જાય છે તો સાધુધર્મ જ નહીં, કોઈ પણ ધર્મની આરાધનામાં મન લાગતું નથી. શ્રેષ્ઠ ધર્મ ગુરુધર્મનો સંયોગ મળવા છતાં પણ આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં મન લાગતું નથી. સિદ્ધરાજની પુત્રપ્રાપ્તિની તીવ્ર ઇચ્છા : ગુજરાતનો રાજા સિદ્ધરાજ (વિ.ની અગિયારમી સદી) નિઃસંતાન રહ્યો. વૃદ્ધાવસ્થામાં આ વાતે તે ખૂબ વ્યથિત રહેતો હતો. તેની પટ્ટરાણી પણ ખૂબ દુઃખી હતી. વિશાળ રાજ્ય, વિપુલ સંપત્તિ અને રોગહીન શરીર હોવા છતાં તે દુઃખી હતો. શ્રી હેમચંદ્રાચાર્ય સૂરીશ્વરજી જેવા કલિકાલસર્વજ્ઞ જેવાનું સાન્નિધ્ય પ્રાપ્ત થયું હોવા છતાં તે દુઃખી હતો, વ્યગ્ર રહેતો હતો. એક દિવસ રાણીએ તેને કહ્યું : “હે નાથ, જે વાત કર્મને આધીન હોય છે તેમાં શોક કરવો નિરર્થક છે. આપણા ઉપર દેવોનો અનુગ્રહ નથી. આપણા ભાગ્યમાં પુત્રસુખ નથી. પૂર્વજન્મમાં એવું પુણ્યકર્મ કર્યું નહીં હોય.....તો પછી એનું ફળ ક્યાંથી મળે ? છતાં પણ પુત્રપ્રાપ્તિ માટે આપ આટલું તો અવશ્ય કરો. ૧. ગુરુજનો પ્રત્યે વધુ ભક્તિભાવ રાખો. ૨. દેવોની દ્વિગુણિત પૂજા કરી. ૩. ઇચ્છિત ફળ આપનારી તીર્થયાત્રાઓ કરો. આ પ્રમાણેની વિવિધ ધર્મ આરાધનાથી કદાચ પુત્ર પ્રાપ્તિનું સુખ મળી શકે. સિદ્ધરાજને રાણીની વાત પસંદ પડી ગઈ. તેણે તીર્થયાત્રા કરવાનો નિર્ણય કર્યો. તે ગુરુદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી પાસે ગયો અને વિનયપૂર્વક તેમને તીર્થયાત્રા માટે સાથે ચાલવા આમંત્રણ આપ્યું. આચાર્યદેવે એ નિમંત્રણનો સ્વીકાર પણ કરી Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૨ લીધો ! પુત્રપ્રાપ્તિ માટે તીર્થયાત્રા ઃ રાણીએ કેટલું સરસ માર્ગદર્શન આપ્યું ? ”પુત્રનું સુખ પામવું હોય તો ધર્મની આરાધના કરો. ગુરુભક્તિ, તીર્થયાત્રા અને દેવપૂજા કરો !” અને જ્યારે રાજા સિદ્ધરાજે આચાર્યદેવ હેમચંદ્રાચાર્ય સૂરીશ્વરજીને સાથે આવવા પ્રાર્થના કરી તો ગુરુદેવે સ્વીકૃતિ પણ આપી દીધી ! તીર્થયાત્રા પાછળનો ઉદ્દેશ્ય શું ગુરુદેવ નહીં જાણતા હોય ? અવશ્ય જાણતા જ હશે. પરંતુ સાંસારિક સુખો માટે પણ ધર્મ જ કરવાની જિનાજ્ઞા છે. પાપનો નિષેધ છે, ધર્મ કરવાનો જ ઉપદેશ છે, અર્થ અને કામ પણ ધર્મથી જ પ્રાપ્ત થાય છે. સુજ્ઞ ગીતાર્થ આચાર્યદેવોએ શાસ્ત્રોમાં ઠેર ઠેર આ પ્રકારના ધર્મનો જ ઉપદેશ આપ્યો છે. સંસારનાં સુખ પામવા માટે ધર્મ ક૨વાનો જ ઉપદેશ આપવામાં આવ્યો છે. સભામાંથી : ધર્મ તો મોક્ષ પામવાના આશયથી જ કરવો જોઈએ ને ? મહારાજશ્રી : તો પછી અર્થ અને કામ (ભોગ સુખ) પામવા માટે પાપ કરવાં જોઈએ ? અર્થ (પૈસા) અને ભોગ સુખ પાપ કરવાથી મળે છે કે ધર્મ આચરવાથી ? એક વાત સ્પષ્ટ સમજી લો કે “મોક્ષ પામવા માટે જ ધર્મ ક૨વો જોઈએ ” એવો ઉપદેશ આપીશું તો જેને મોક્ષનું જ્ઞાન નથી, જેને મોક્ષ પામવાની ઈચ્છા નથી, એવા અજ્ઞાની જીવો એવું સમજશે કે "ધર્મ તો એમને માટે છે કે જેમને મોક્ષ પ્રાપ્ત કરવો છે. આપણને તો મોક્ષથી કોઈ મતલબ નથી......તેથી ધર્મ સાથે શું લેવા દેવા ?” આવા લોકો ધર્મનો માર્ગ છોડીને પાપના માર્ગે ચાલવા લાગશે. શ્રાવક જીવન • જો હેમચંદ્રચાર્યજી સિદ્ધરાજને કહી દેત કે "રાજન્, પુત્ર પ્રાપ્તિ માટે તીર્થયાત્રા ક૨વી ન જોઈએ. પુત્રસુખના ઉદ્દેશ્યથી ગુરુ ભક્તિ ન કરવી જોઈએ. પુત્ર સુખના લક્ષ્યથી દેવપૂજા પણ ન કરવી જોઈએ.” તો સિદ્ધરાજ શું કરત ? અને ગુરુદેવે આવું કેમ કહ્યું નહીં ? પુત્રસુખના ઉદ્દેશ્યથી રાજા તીર્થયાત્રાએ જઈ રહ્યો હતો. એ તીર્થયાત્રામાં હેમચંદ્રાચાર્યજી શા માટે સામેલ થયા ? જો આ પ્રકારની તીર્થયાત્રા જિનાજ્ઞાથી વિપરીત હોત તો એમના જેવા સર્વજ્ઞ સદૃશ આચાર્ય એ તીર્થયાત્રામાં જોડાત જ નહીં. જો રાણી રાજાને પુત્ર પ્રાપ્તિ માટે ધર્મનો માર્ગ ન બતાવત તો અને આચાર્યદેવ પોતાની અનુમતિ ન આપત તો, સંભવ છે કે સિદ્ધરાજ કોઈ માંત્રિક, તાંત્રિક યા કાપાલિકની પાસે જાત અને કોઈક પાપપ્રચૂર પ્રયોગ કરી બેસત. અગર બીજા લગ્ન કરી દેત. અથવા તો વર્તમાન સમયની જેમ પુત્ર પ્રાપ્તિ માટે સ્ત્રીની યોનિમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૭૩ બીજા પુરુષનું વીર્ય પ્રક્ષિપ્ત કરીને ગર્ભાધાન કરાવવામાં આવત.....આવો કોઈ અનૈતિક, કુત્સિત પ્રયોગ રાજા કરાવી લેત. - એટલા માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે જે મનુષ્યના મનમાં મોક્ષની રુચિ છે, અથવા મોક્ષ પ્રત્યે દ્વેષ નથી; એવા માણસો અર્થ અને કામ માટે પણ ધર્મ ક્રિયા કરી શકે છે. તેમની ધર્મક્રિયા વિષક્રિયા નથી, ગરલ ક્રિયા નથી. તીર્થયાત્રાથી સિદ્ધરાજ શાસનરાગી બન્યો : આચાર્યદેવ સાથે સિદ્ધરાજ સપરિવાર શત્રુંજય ગિરિરાજ ઉપર પહોંચ્યો. ગિરિરાજનાં દર્શનથી સિદ્ધરાજ રોમાંચિત થઈ ગયો. ગિરિરાજ ઉપ૨ જઈને તેણે ભગવાન ઋષભદેવનાં દર્શન કર્યાં. તેના હૃદયમાં અપૂર્વ ભક્તિભાવ ઉત્પન્ન થયો. આચાર્યદેવે ત્યાં નૂતન કાવ્ય રચના કરીને દેવાધિદેવની અદ્ભુત સ્તવના-પ્રાર્થના કરી. ત્યાં ભગવાન ઋષભદેવનો અદ્ભુત મહિમા જોઈને સિદ્ધરાજ જિનશાસનનો પરમ ભક્ત બની ગયો. તેણે વિચાર્યું : "આવા ઉત્તમ તીર્થમાં જો માણસ પે નાની સંપત્તિનો વ્યય નથી કરતો તો તે દેવગતિ કેવી રીતે પામી શકે ?” તેણે ભગવાન ઋષભદેવની પૂજા નિમિત્તે બાર ગામ ભેટ ધરી દીધાં ! સર્વ યાત્રીઓ માટે સદાવ્રત શરૂ કરાવી દીધાં. લોકોને પુષ્કળ દાન આપીને દારિદ્ર દૂર કરી દીધું ! ઘણા ઉલ્લાસથી યાત્રા પૂર્ણ કરી અને ત્યાંથી ગિરનારની યાત્રા માટે પ્રયાણ કર્યું. ગિરનારના પહાડ ઉપર જઈને બધાંએ ભગવાન નેમનાથનાં દર્શન કર્યાં. દર્શન-પૂજન કરીને રાજા હર્ષવિભોર બની ગયો. શ્રી હેમચંદ્ર સૂરીશ્વરે નૂતન કાવ્યોની રચના કરીને પ્રભુની પ્રાર્થનાસ્તવના કરી. આ બે તીર્થોની યાત્રાથી સિદ્ધરાજ જિનધર્મ પ્રત્યે વધારે શ્રદ્ધાવાળો થયો. સિદ્ધરાજની ઈચ્છાપૂર્તિ હેતુ આચાર્યશ્રી અક્રમનો તપ કરે છે ! બે તીર્થોની યાત્રા કરીને સિદ્ધરાજ વગેરે દેવપત્તન પહોંચ્યા. ત્યાં રાજાએ સોમનાથ ભગવાનનાં દર્શન કર્યાં. ત્યાંથી સપરિવાર તે "કોડીના૨ પહોંચ્યો. કોડીનારમાં વિશ્વમાતાસમાન દેવી અંબિકાનું મંદિર હતું. દેવી અંબિકાનો મહિમા સર્વત્ર ફેલાયેલો હતો. ભક્તજનોની ઇચ્છા પૂર્ણ કરનારી એ દેવી હતી. સિદ્ધરાજના મનમાં પુત્રપ્રાપ્તિની પ્રબળ ઇચ્છા તો પડી જ હતી. તે દેવી અંબિકા Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રાવક જીવન પાસેથી જાણવા માગતો હતો કે તેને પુત્ર થશે કે નહીં ? અને જો મારા ભાગ્યમાં પુત્ર ન હોય તો મારા મરણ પછી ગુજરાતનો રાજા કોણ થશે ? દેવી પાસેથી પ્રત્યુત્તર પામવા માટે સાધના કરવી પડે છે. ઉચ્ચકોટિનો આત્મા જો સાધના કરે તો સિદ્ધિ શીઘ્ર મળે છે. આથી સિદ્ધરાજે આચાર્યદેવને વિનંતી કરીઃ "ગુરુદેવ, મારી પાસે રાજ્ય, રત્ન, સુવર્ણ, હાથી, ઘોડા.....બધું જ છે. પરંતુ એક મોટી ખામી છે.....પુત્ર નથી......આપ મારી ઉપર કૃપા કરીને આ દેવીને પ્રત્યક્ષ કરીને પૂછી લો કે મારા ભાગ્યમાં પુત્રસુખ છે કે નહીં ? અને મારા મૃત્યુ પછી ગુજરાતનો રાજા કોણ બનશે ?” રાજાની વિનમ્ર વિનંતીને માન્ય રાખીને આચાર્યદેવે ત્રણ ઉપવાસ કરીને દેવી અંબિકાની સાધના કરી. દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું : "રાજાના ભાગ્યમાં પુત્ર નથી, તેના મૃત્યુ પછી ત્રિભુવનપાળનો પુત્ર કુમારપાળ રાજા બનશે, અને તે સંપ્રતિ રાજાની જેમ જૈનધર્મનો વ્યાપક પ્રચાર કરશે.” આચાર્યદેવે પ્રાતઃ કાળે રાજાને દેવીનો પ્રત્યુત્તર સંભળાવ્યો. રાજા ખૂબ દુઃખી, નિરાશ થયો, વિષાદ-પૂર્ણ થઈ ગયો. અને તેણે ગુરુદેવની સાથે ત્યાંથી પાટણ તરફ પ્રયાણ કર્યું. પૂજ્ય આચાર્યદેવનો જિનાજ્ઞાનુસારી અભિગમ ઃ સિદ્ધરાજની વિનંતીથી આચાર્યદેવે અઠ્ઠમતપની આરાધના કરીને દેવી અંબિકાને પ્રસન્ન કર્યાં. દેવી પાસેથી પ્રશ્નના ઉત્તરો મેળવીને રાજાની જિજ્ઞાસા પૂર્ણ કરી. આ ઘટનાના સંદર્ભમાં આપણે ઊંડાણમાં જઇને વિચારીએ. સર્વ પ્રથમ આપણને કલિકાલ સર્વજ્ઞ આચાર્યદેવ પ્રતિ શ્રદ્ધા અને તેમની જિનાજ્ઞાપ્રતિબદ્ધતા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. બીજી વાત "આ આચાર્ય નિસ્પૃહી અને સ્પષ્ટતાભાષી હતા” એ વાત ઉપર આપણને વિશ્વાસ હોવો જોઈએ. તેઓ રાજાઓની ચાપલૂસી કરનારા ન હતા એ વાત નિર્વિવાદ છે. તેઓ રાજાઓના માધ્યમ દ્વારા સર્વજ્ઞભાષિત ધર્મનો દેશ-વિદેશમાં પ્રચાર કરવા ઈચ્છતા હતા. આ એમનો મૌલિક દૃષ્ટિકોણ હતો. રાજાની ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમણે અઠ્ઠમ તપ કર્યું. એમનો આશય સ્પષ્ટ છે : “જો હું રાજાની ઈચ્છા પૂર્ણ કરું તો એનો મારા પ્રત્યે વિશ્વાસ દૃઢ થશે અને મારાં વચનો ઉપર વિશ્વાસ બેસશે. એનાથી તેનું આત્મકલ્યાણ સધાશે. તે ધર્મમાર્ગ ઉપર ચાલતો રહેશે. આચાર્યદેવે એ પણ કહ્યું નથી કે ઃ “સિદ્ધરાજ, શા માટે પુત્રની :: Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭પ ભાગ - ૧ આટલી ઈચ્છા રાખે છે? આ ઈચ્છા તો સંસારમાં ભટકાવનારી હોય છે.....છોડી દે આ ઈચ્છા અને મોક્ષની ઇચ્છા કર." સંભવ છે કે આવો ઉપદેશ આપવાથી સિદ્ધરાજને આચાર્યદેવ ઉપર શંકા આવત કે "આચાર્યો તો મારા ઉપર એવો મંત્ર પ્રયોગ નહીં કર્યો હોયને કે જેથી હું નિઃસંતાન રહું? એ વગર મને આવો ઉપદેશ શા માટે આપે? એ કુમારપાળના પક્ષમાં તો નહીં હોયને?” આવા વિકલ્પો થઈ શક્યા હોત. મહાન આચાર્ય દીર્ઘદ્રષ્ટિવાળા હોય છે. સર્વતોમુખી પ્રતિભાના સ્વામી હોય છે. દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાથી વિચારનારા હોય છે. તેમનો અભિગમ જિનાજ્ઞાનુસારી હોય છે. પહેલો ઉપદેશ સાધુ ધર્મનો અન્યથા “અન્તરાયદોષ” : ગ્રંથકાર આચાર્યદિવ કહે છે કે સમકિતવૃષ્ટિ જીવને પહેલો ઉપદેશ સાધુધર્મનો આપવો જોઈએ. ભવ્ય અને ભવભીરુ જીવને સાધુ ધર્મ પસંદ આવી શકે છે. શક્તિ સામર્થ્ય હોવાથી તે સાધુધર્મ સ્વીકારી પણ શકે છે. આવા જીવને જે સાધુધર્મનો ઉપદેશ ન આપતાં સીધો જ ગૃહસ્થધર્મ એટલે કે અણુવ્રતાદિનો ઉપદેશ આપવાથી એ ભવ્ય જીવની ચારિત્રધર્મની આરાધનામાં અંતરાય કરવાનું વિઘ્ન નાખવાનું પાપ ગુરુને લાગે છે. અને આ રીતે અંતરાય કરવાથી ભવાન્તરમાં ચારિત્રધર્મ પ્રાપ્ત થવો દુલર્ભ થઈ જાય છે ! ગ્રંથકારે કહ્યું છે : સદિorો પ્રયોડોરીયઃ | "સહિષ્ણુ” નો અર્થ છે સમર્થ. જે સાધુધર્મ એટલે ચારિત્રધર્મની આરાધના કરવા માટે સમર્થ છે, તેને અણુવ્રતાદિ આપવામાં (કો) ચારિત્રધર્મની આરાધનામાં અંતરાય થાય છે. ધર્મના ઉપદેશકો માટે આ મહત્ત્વપૂર્ણ નિર્દેશ છે. વ્યક્તિની યોગ્યતા જોઈને જ ઉપદેશ આપવાનો છે. પરંતુ આ વાત વ્યક્તિગત ઉપદેશની છે. માની લો કે મારી પાસે કોઈ મુમુક્ષુ જીવ આવ્યો. મને લાગ્યું કે આ જીવ ભવ્ય છે, ભવભીરુ છે. તો મારે સૌ પ્રથમ તો તેને સાધુધર્મનો ઉપદેશ આપવો જોઈએ. વિસ્તારથી સાધુધર્મ સમજાવવો જોઈએ. સમાવવા છતાં પણ જે તે સાધુધર્મનો સ્વીકાર કરવાનો ઈન્કાર કરી દે તો પછી તેને અણુવ્રતાદિનો ઉપદેશ આપવો જોઈએ. કોઈ એવી ઘમજિજ્ઞાસુ વ્યક્તિ આવે કે જેમાં મને પાપભીરુતા જેવી કોઈ મૌલિક યોગ્યતા દેખાતી ન હોય તો મારે એને સાધુધર્મનો ઉપદેશ ન આપવો જોઈએ, Page #88 -------------------------------------------------------------------------- ________________ وو શ્રાવક જીવન પરંતુ અણુવ્રતાદિનો ઉપદેશ આપવો જોઈએ. ભવ્ય અને ભવભીરુ જીવને ચારિત્રધર્મનો ઉપદેશ ન આપતાં જો અણુવ્રતાદિ ગૃહસ્થધર્મનો ઉપદેશ આપવામાં આવે અને એ માણસ અણુવ્રતાદિ સ્વીકાર કરી લે તો ઉપદેશક ગુરુને એક બીજે દોષ લાગે છે, સાવધ અનુમતિનો ! ગ્રંથકાર આચાર્યદેવે કહ્યું છે - અનુમતિવેતરત્ર ઘણી સમજવા જેવી છે. આ વાત. બીજો દોષ લાગે છે – “પાપમાં અનુમતિનો.” સાધુધર્મનો સ્વીકાર કરવાની શક્તિ હોવા છતાં પણ ગુરુના ઉપદેશથી જેણે ગૃહસ્થધર્મનો સ્વીકાર કર્યો હોય તે ગૃહસ્થ જીવનમાં જે જે પાપ કરશે તે પાપોમાં એ ગુરુની અનુમતિ થઈ જાય છે! કારણ કે સર્વપાપોના ત્યાગ રૂપ સાધુધર્મનો ઉપદેશ આપવાનો હતો અને તેને સાધુ બનાવવાનો હતો તે ન બનાવ્યો. જેટલા. પાપોનો તેણે ત્યાગ કર્યો (બાર વ્રતો સ્વીકારીને) તેટલા અંશમાં બચી ગયો, અને જે પાપોનો ત્યાગ ન કર્યો તે પાપોમાં ગુરુની અનુમતિ થઈ ગઈ! કારણ કે ગુરુએ તેને ઉપદેશ નથી આપ્યો. હવે કહો, તમારા જેવા ભવ્ય અને ભવભીરુ જીવોને હું સાધુધર્મનો જ ઉપદેશ આપું ને? નિષ્પાપ સાધુજીવનની વાતો સાંભળવામાં તમને આનંદ આવશે ને? સભામાંથી - અમારામાંથી કોઈ વ્યક્તિગત રીતે આપની પાસે ધર્મ પામવા માટે આવે તો આપ સાધુધર્મનો ઉપદેશ આપો ! અહીં તો અમને સાચા મનુષ્ય બનવાનો ઉપદેશ આપો. મહારાજશ્રી -મારે પણ તમારી ઈચ્છા-જિજ્ઞાસા જાણીને જ ઉપદેશ આપવાનો છે. હું પણ ઇચ્છું કે તમે સાચા મનુષ્યો બનો, સાચા શ્રાવક બનો અને પછી સાધુ બનો. છતાં પણ મને વિશ્વાસ છે કે તમને લોકોને પ્રાયઃ સાધુધર્મની વાતો પ્રિય લાગશે. આપણે કોઈ કોઈ વાર આ વાતો કરીશું. સાધુધર્મની આવી વાતો સાંભળીને કોઈક વાર તો ડાકુ પણ સાધુ બની ગયા છે. હા, કોઈક વાર માનવતા અને સાધુતા – બંને સાથે સાથે આવી જાય છે માનવના જીવનમાં. એટલા માટે ઉપદેશક સાધુપુરુષે ઉપદેશ આપવામાં સાવધાનીપૂર્વક વર્તવાની જરૂર છે. ત્રીજી એક વાત ગ્રંથકાર મહાત્મા બતાવે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૭૭ ગૃહસ્થ ધર્મનો ઉપદેશ ન આપે તો પણ દોષ ! સાધુધર્મનો ઉપદેશ આપ્યો કોઈ ભવ્ય આત્માને, પરંતુ તે મનુષ્ય સાધુધર્મ સ્વીકારવામાં તત્પર ન થયો. ઉપદેશક વિચારે કે "આ તો કાયર પુરુષ છે, આટલો આટલો મેં સાધુ ધર્મ સમજાવ્યો.....છતાં પણ કાયરતાની વાત જતી નથી...છટૂ.....જવા દો; એને અણુવ્રતાદિનો ઉપદેશ શું આપવો? નથી આપવો એને અણવ્રતાદિનો ઉપદેશ..... આ પ્રમાણે જે ધર્મગુરુ ઉપદેશ ન આપે તો તે જિનાજ્ઞાનો ભંગ કરે છે. પરમાત્માના ધર્મશાસનનો નાશ કરનારો બને છે. કહેવાનું તાત્પર્ય એ છે કે યા તો સાધુધર્મનો ઉપદેશ આપવામાં આવે અથવા ગૃહસ્થધર્મનો ઉપદેશ આપવામાં આવે, યોગ્યતા જોઈને ઉપદેશ આપવો જોઈએ. ઉપદેશક ગુરુમાં પોતાની પાસે આવનાર ધર્મ જિજ્ઞાસુની યોગ્યતા પારખવાની દૃષ્ટિ હોવી અનિવાર્ય છે. સભામાંથી - આપની પાસે આવનાર મનુષ્ય સાધુધર્મનો જેવી રીતે સ્વીકાર કરવા તત્પર નથી હોતો એ રીતે જ જો ગૃહસ્થધર્મરૂપ અણુવ્રતાદિ ગ્રહણ કરવા ય તત્પર નથી થતો તો શું આપને દોષ લાગે ખરો ? મહારાજશ્રી:- ના, અમારું કર્તવ્ય તો વિધિવત ઉપદેશ આપવાનું છે. ઉપદેશ આપવા છતાં પણ કોઈ મનુષ્ય ધર્મ (સાધુધર્મ યા ગૃહસ્થધમી ગ્રહણ નથી કરી શકતો તો અમને કોઈ દોષ લાગતો નથી. અમે વિધિવત્ ઉપદેશ ન આપીએ અને અમારી પાસે આવનાર વ્યક્તિ ધર્મથી વંચિત રહી જાય તો અમને દોષ લાગે. અમે સાધુધર્મનો ઉપદેશ ન આપીએ અને સાધુધર્મપાલન કરવાની શક્તિ હોવા છતાં પણ સાધુ ધર્મથી જીવ વંચિત રહી જાય છે તો, અને ગૃહસ્થ ધર્મનું પાલન કરવાની શક્તિ હોવા છતાં પણ એ જીવને અમે ગૃહસ્થધર્મનો ઉપદેશ ન આપીએ અને તે ગૃહસ્થધર્મથી વંચિત રહી જાય......તો ધર્મોપદેશક ગુરુને જિનાજ્ઞાનો ભંગ કરવાનો દોષ લાગે છે. આ વિષયમાં “જિનાજ્ઞા” શું છે એ આગળ ઉપર બતાવીશ. આજ બસ, આટલું જ. * * * Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨ પરમ કૃપાનિધિ મહાન શ્રુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી વિરચિત "ધર્મબિંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થનો વિશેષ ધર્મ બતાવે છે. ધર્મનો ઉપદેશ આપનારાઓને માર્ગદર્શન આપતાં ગ્રંથકાર મહાત્મા કહે છે કે ઃ પહેલાં સાધુધર્મનો ઉપદેશ આપતા રહો, જો ભવ્ય જીવ સાધુધર્મ સ્વીકારવામાં અશક્તિ પ્રકટ કરે તો એને અણુવ્રતાદિ બાર વ્રતમય ગૃહસ્થધર્મનો વિશેષ ઉપદેશ આપો. ધર્મનો ઉપદેશ તો આપતા જ રહો ! ધર્મોપદેશમાં થાકો નહીં; હિતબુદ્ધિથી ઉપદેશ આપ્યા જ કરો. ટીકાકાર આચાર્યશ્રી કહે છે ઃ श्रममविचिन्त्यात्मगतं तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । आत्मानं च परं च हि हितोपदेष्टाऽनुगृह्णाति ।। "હિતવૃષ્ટિથી ઉપદેશ આપનાર સ્વયં ઉપર તથા બીજાઓ ઉપર અનુગ્રહ કરે છે. એટલા માટે ઉપદેશકે પોતાના પરિશ્રમનો વિચાર કર્યા વગર સદૈવ ઉપદેશ આપવો; એ કલ્યાણકારી કામ છે.” કહેવાયું છે કે સદૈવ ધર્મોપદેશ આપતા રહો. ધર્મદેશના : જગતમાં મહાન ઉપકાર : જો કે ધર્મદેશના—ધર્મોપદેશ જેવો ઉપકાર આ દુનિયામાં બીજો કોઇ નથી. એટલા માટે પરાનુગ્રહ વૃત્તિથી અધ્યવસાયવાળા મુનિવરોએ ધર્મોપદેશ આપવાની શ્રેષ્ઠ પરાનુગ્રહની વૃત્તિ ક૨વી જોઈએ ! આ ગ્રંથના બીજા અધ્યાયમાં ગ્રંથકાર મહર્ષિએ કહ્યું છે ઃ नोपकारो जगत्यस्मिंस्ताद्दशो विद्यते क्वचित् । यादशी दुःखविच्छेदाद्देहिनां धर्मदेशना ॥ ધર્મોપદેશ સાંભળવાથી શ્રોતાઓના તન-મનનાં દુઃખો દૂર થઈ જાય છે. ટીકાકાર આચાર્યદેવે "દુઃખવિચ્છેદ”નો અર્થ “શરીરમાનસનુગ્રાપનયન” કર્યો છે. ધર્મનો ઉપદેશ સાંભળવાથી શ્રોતાઓનાં શારીરિક દુઃખો દૂર થઈ જાય છે; એટલા માટે ધર્મોપદેશ આપવો એ અદ્વિતીય ઉપકરનું કામ છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૭૯ ધમપદેશ સાંભળવાથી શારીરિક દુખોનો નાશ : આવો જ ઉપકાર કર્યો હતો આચાર્યદેવ મુનિચંદ્રસૂરીશ્વરજીએ. જ્યારે રાજકુમારી મયણાદેવીનું લગ્ન કુષ્ઠરોગી રાજા ઉંબરરાણા સાથે થયું ત્યારે મયણાસુંદરી ઉંબરરાજની સાથે ગુરુદેવ મુનિચંદ્રસૂરીશ્વરજીની પાસે ગઈ હતી. તેણે ગુરુદેવને કહ્યું હતું ? "ગુરુદેવ, નગરમાં જૈન ધર્મની ઘોર નિંદા થઈ રહી છે. હું જૈનધર્મની આરાધના કરનારી અને મને આવો કોઢવાળો પતિ મળ્યો...... મારા જૈન ધર્મની નિંદા થઈ રહી છે. આથી આપ કૃપા કરીને એવો ઉપાય બતાવો કે જેથી મારા પતિનો કોઢ દૂર થઈ જાય અને લોકો ધર્મનિંદા કરતાં બંધ થઈ જાય." આચાર્યદિને ઉપાય બતાવ્યો સિદ્ધચક્ર મહામંત્રની આરાધનાનો. ઉપાય બતાવ્યો નવ દિવસનું આયંબિલ તપ કરવાનો અને નવપદનું એકાગ્ર મનથી ધ્યાન કરવાનો. મયણાસુંદરીએ અને ઉબરરાજે એવું જ તપ કર્યું, ધ્યાન ધર્યું અને સિદ્ધચક્ર યંત્રની પૂજા કરી. પરિણામ તો તમે લોકો જાણો જ છો. ઉંબરરાજનો કોઢ મટી ગયો અને તે દેવકુમાર જેવો સ્વરૂપવાન થઈ ગયો. નિંદકોનાં મુખ બંધ થઈ ગયાં. માત્ર ઉંબરરાજનો જ રોગ દૂર થયો એવું નથી, તેના પ્રાણરક્ષક સાતસો સાથીઓના પણ શરીર–રોગો દૂર થઈ ગયા ! આ સમગ્ર પ્રભાવ કોનો હતો ? ધર્મોપદેશનો. એટલા માટે શાસ્ત્રકાર આચાર્યદવ કહે છે કે સદૈવ ધર્મનો ઉપદેશ આપ્યા કરો. થાક્યા વગર ધર્મનો ઉપદેશ આપ્યા કરો. આ શ્રેષ્ઠ ઉપકારી કાર્ય ધમપદેશથી મનનાં દુઃખ દૂર થાય છે ? ધર્મના ઉપદેશથી જેવી રીતે તનનાં દુઃખ દૂર થાય છે તેવી રીતે મનનાં દુઃખ પણ દૂર થાય છે. મેઘકુમાર મુનિ જે સમયે શ્રમણ ભગવાન મહાવીરની સામે ઊભા હતા, મનમાં ઘોર અશાંતિ હતી; રાતભર તેમને નિદ્રા આવી ન હતી. તેઓ આખી રાત આર્તધ્યાન કરતા રહ્યા હતા. "સવારે ભગવાનને કહીને હું ફરીથી ગૃહવાસમાં ચાલ્યો જઇશ. સાધુજીવનનાં કષ્ટો મારાથી સહન થતાં નથી.” તેઓ ભગવાનની સમક્ષ ઊભા રહ્યા. ભગવાને કરુણાઃ દૃષ્ટિથી મેઘકુમાર મુનિ સામે જોયું. મેઘકુમારને પૂર્વજન્મની વિગત સંભળાવી. હાથીના જન્મમાં એક સસલાને બચાવવા માટે તેમણે કેટલું કષ્ટ, દુઃખ સહન કર્યું હતું, એ બધું યાદ કરાવ્યું. મેઘકુમાર મુનિને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ. “અરે, મેં હાથીના ભાવમાં સમતાથી Page #92 -------------------------------------------------------------------------- ________________ ८० શ્રાવક જીવન દુઃખ સહન કર્યાં હતાં તો હવે તો મનુષ્ય ભવ પામ્યો છું. અને અહીં આ સાધુજીવનમાં થોડાંક દુઃખો આવતાં કેટલો અશાંત થઇ ગયો ? આ પવિત્ર જીવન છોડીને ગૃહસ્થવાસમાં જવા તૈયાર થઈ ગયો....! ના, હું ગૃહવાસમાં પાછો નહીં જાઉં." ભગવંતના ઉપદેશથી મેઘકુમાર મુનિનું મન શાન્ત, પ્રસન્ન અને સ્વસ્થ થઇ ગયું અને તે ધી૨-વી૨ બનીને મોક્ષ માર્ગે અગ્રેસર થયા. યુવરાજ યુગબાહુ ઉપર તેમના જ મોટા ભાઈ મણિરથે ગળા ઉપર તલવારનો ઘા કર્યો....આ સમયે યુગબાહુની પત્ની મદનરેખાએ અશાન્ત અને વૈરાગ્નિથી પ્રચંડ બનેલા યુગબાહુને ધર્મનો ઉપદેશ આપ્યો.....યુગબાહુનું મન પ્રશાન્ત થયું, વૈરાગ્નિ હોલવાઈ ગયો અને મરીને દેવગતિમાં ચાલ્યો ગયો. ધર્મોપદેશનો આ મહિમા છે. અમને એવા અનેક અનુભવો છે કે ધર્મોપદેશ સાંભળીને કેટલાકે આત્મહત્યા કરીને મરવાનો વિચાર પણ છોડી દીધો હોય અને તેમનાં મન શાન્ત, પ્રસન્ન અને સ્વસ્થ બન્યાં હોય, તેમજ ધર્મમાર્ગે ચાલનારા બન્યા હોય. ઉપદેશ સાંભળીને હિંસાના વિચાર છોડી દે છે; ગ્લાનિ અને ખેદ દૂર થઈ જાય છે ઉપદેશ સાંભળીને! ધર્મોપદેશક કેવા હોવા જોઈએ ઃ પરંતુ આ તમામ બાબતો ધર્મોપદેશક મુનિ ઉપર નિર્ભર છે. ધર્મનો ઉપદેશ આપનાર સાધુ ૧. શ્રોતાઓની કક્ષા સમજનારા હોવા જોઈએ. ૨. ઉપદેશ આપતાં ન થાકે એવા હોવા જોઈએ. ૩. પરોપકાર પ્રવૃત્તિમાં રસિક હોવા જોઈએ. ૪. સ્વ-૫૨ શાસ્ત્રોના જ્ઞાતા હોવા જોઈએ. હવે એક વાતને સંક્ષેપમાં સમજાવું છું. આ ઘણી મહત્ત્વની વાતો છે. પ્રથમ વાત છે શ્રોતાઓની કક્ષા સમજવાની. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ "ષોડશક” નામે ગ્રંથમાં શ્રોતાઓની ત્રણ કક્ષાઓ બતાવી છે બાલ, મધ્યમ અને બુધ. ધર્મતત્ત્વથી જેઓ અજાણ છે, ધર્મક્ષેત્રમાં નવા નવા આવેલા છે તે જીવો બાલ Page #93 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ ૮૧ જીવ કહેવાય છે ! સંસારના ક્ષેત્રોમાં ભલે બુદ્ધિમાન હોય, મોટા મોટા ઉદ્યોગો ચલાવનારા હોય, લાખો-કરોડોની લેણદેણ કરનારા હોય; પરંતુ જો ધર્મતત્ત્વથી સર્વથા અનભિજ્ઞ-અજાણ હોય, ધર્મક્ષેત્રમાં નવા નવા હોય તો તે બાલ જીવ કહેવાય છે ઃ આવા જીવોને એવી ધર્મદેશના આપવી જોઈએ કે જેથી તેમનાં તન-મનનાં દુઃખ - સંતાપ - ક્લેશ દૂર થઈ જાય. તેમના હૃદયમાં દાન, શીલ અને તપ – ધર્મ પ્રત્યે આકર્ષણ થઇ જાય. તેઓ ૫રમાત્મા વીતરાગ દેવ પ્રત્યે, સદ્ગુરુઓ પ્રત્યે અને જિનપ્રણિત ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાન થઇ જાય. આવા જીવોને ક્રિયાત્મક ધર્મ વધારે પસંદ પડે છે. મધ્યમ કક્ષાના લોકોને વ્રત અને નિયમ વધુ પસંદ આવે છે. વ્રત નિયમોનું સ્વરૂપ, વ્રત નિયમોનાં ફળ, પ્રભાવ વગેરે સાંભળવામાં તેમને વધુ રુચિ ઉપજે છે. આ લોકોને વ્રત-નિયમોના ધા૨ક અને પાલક સ્ત્રી-પુરુષો પ્રત્યે વધારે આકર્ષણ થાય છે. બાલકક્ષાના લોકો આવા વ્રતનિયમો જોતા નથી, તેઓ તો માત્ર ધર્મનો વેશ જુએ છે ! તૃતીય વર્ગના લોકો, બુધ – વિદ્વાનોની અભિરુચિ તત્ત્વજ્ઞાનમાં હોય છે; અને આ લોકો જ તત્ત્વજ્ઞાનના અતલ ઊંડાણમાં જઈ શકે છે. આત્મ સ્વરૂપની ગહન વાતો, મોક્ષ સ્વરૂપની અગમ-અગોચર વાતો આવા બુધજનો જ સમજી શકે છે. સમનયોની અને ચાર નિક્ષેપોની વાતો આ લોકો જ ગ્રહણ કરી શકે છે. આત્માની સ્વભાવ-વિભાવ દશાની ચર્ચા આ વિદ્વાન પુરુષો જ કરી શકે છે. કર્મબંધની, ગુણસ્થાનકોની, ગણિતની અને ચૌદ રાજલોકની સૂક્ષ્મ વાતો બાલ જીવો અને મધ્યમ જીવો પ્રાયઃ સમજી શકતા નથી. બુદ્ધિમાન મનુષ્ય જ એ સમજી શકે છે. સમાજમાં સર્વત્ર વિદ્વાનો તો થોડા જ હોય છે. એમાં મધ્યમ જીવો વધારે હોય છે. અને એથી ય વધુ બાલજીવો હોય છે. ધર્મોપદેશ સાંભળવા માટે એકઠા થયેલા એક હજાર લોકોમાં નવસો માણસો બાળ, નેવું માણસો મધ્યમ અને દશ માણસો પ્રાયઃ બુધ-વિદ્વાન હોઇ શકે છે. આવી સભાઓમાં વિશેષ રૂપે બાલજીવોને લક્ષ્ય બનાવીને ધર્મ-ઉપદેશ આપવો જોઈએ. બાલજીવપ્રચુર સભામાં મોક્ષની અને ગહન તત્ત્વજ્ઞાનની વાતો કહેવાથી કોઈ વિશેષ ફાયદો થતો નથી. કારણ કે તે લોકો મોક્ષની વાત સમજી શકતા નથી. ઘણું કરીને તો મોક્ષતત્ત્વને સમજવાની તેમનામાં બુદ્ધિ હોતી નથી. એક યુવાન, જો કે બુદ્ધિમાન હતો, ગ્રેજ્યુએટ હતો; પરંતુ ધર્મમાર્ગમાં નવો નવો Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રાવક જીવન જોડાયો હતો. મુંબઈમાં રહેતો હતો. તેનો એક મિત્ર તેને જૈનાચાર્યના પ્રવચનમાં લઈ આવ્યો. પ્રવચનમાં તેણે સાંભળ્યું કે જ્યાં સુધી મોક્ષ સારો લાગતો નથી અને સંસારનાં સુખ ખરાબ જણાતાં નથી ત્યાં સુધી તમારી બધી ધર્મક્રિયાઓ વ્યર્થ છે ! તે તમારું કોઈ આત્મકલ્યાણ કરી શકતી નથી.” પ્રવચન સાંભળ્યા પછી તે યુવાન ગહન વિચારોમાં ડૂબી ગયો. “મોક્ષને હું સમજ્યો જ નથી તો પછી "મોક્ષ” સારો લાગવાની વાત જ ક્યાં રહી? અને સંસારનાં સુખ સારાં લાગે છે, પ્રિય લાગે છે તો પછી હું જે પરમાત્મપૂજાની ધર્મક્રિયા કરું છું તે ક્રિયા વ્યર્થ જ છે ! હું જે નવકાર મંત્રનો જાપ કરું છું તે પણ વ્યર્થ જ છે !” તેણે ધર્મક્રિયા છોડી દીધી. કેટલાક મહિનાઓ પછી તે મને મળ્યો ત્યારે આ વાત મને બતાવી. મને ખૂબ આશ્ચર્ય થયું. મેં એને સમજાવ્યો કેઃ “ભાઈ, ભલે તું મોક્ષનું સ્વરૂપ સમજતો નથી, પરંતુ તને મોક્ષ પ્રત્યે દ્વેષ તો નથી ને? કોઈ મોક્ષની વાત કરે તો તું નારાજ તો થતો નથી ને ? તેણે કહ્યું હું શા માટે નારાજ થાઉં? રાજી થવું કે નારાજ થવું એ તો મોક્ષના સ્વરૂપને જાણ્યા પછીની વાતો છે. મને મોક્ષ પ્રત્યે દ્વેષ નથી.” મેં કહ્યું “તો પછી તારી ધમક્રિયા નિષ્ફળ નથી. સફળ છે. મેં એને બીજી વાત સમજાવી : "તને સંસારનાં વૈષયિક સુખ સારાં લાગે છે, મીઠાં લાગે છે......પ્રિય લાગે છે, પરંતુ તારી માન્યતા શું છે? શું તું સાંસારિક સુખોને ઉપાદેય માને છે?” તેણે કહ્યું ”ના, હું ઉપાદેય તો માનતો નથી. મને વૈષયિક સુખો પ્રિય લાગે છે – એ વાત પણ મને સારી લાગતી નથી. હું એને મારી કમજોરીનબળાઈ સમજું છું.” મેં કહ્યું: “તો પછી તારે ધર્મક્રિયા છોડવી જોઈએ નહીં, કરવી જ જોઈએ. તારી ધર્મક્રિયા વ્યર્થ નથી, સાર્થક છે.” તેને સમજાવવામાં આવ્યો અને તેના મનનું સમાધાન કર્યું. બીજી એક વ્યક્તિ આવી. તે પણ આવો ઉપદેશ સાંભળીને જ આવી હતી. હતો તો બુદ્ધિશાળી પરંતુ ધર્મ ક્ષેત્રમાં નવો નવો પ્રવેશ્યો હતો. ગ્રેજ્યુએટ થયા પછી તેણે નોકરી મેળવવા છ માસ સુધી પ્રયત્નો કર્યા, પરંતુ નોકરી ન મળી. તેથી તે ખૂબ અશાંત થઈ ગયો. ગરીબ માતાપિતાનો પુત્ર હતો. તે પોતાના માતા-પિતાને આર્થિક દ્રષ્ટિથી સહાયક બનવા ઈચ્છતો હતો. નોકરી ન મળવાથી તે ખૂબ જ પરેશાન હતો. એક દિવસ પાસે આવેલા ઉપાશ્રયમાં પ્રવચન સાંભળવા ચાલ્યો ગયો. ચાતુર્માસના દિવસો હતા. એક વિદ્વાન મુનિરાજ ત્યાં ચાતુર્માસ બિરાજતા હતા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની આરાધના ચાલતી હતી. અંદાજે પ00 ભાઈ બહેનો અઠ્ઠમનું તપ અને જાપધ્યાન કરતાં હતાં. જ્યારે એ યુવાન ઉપાશ્રયમાં આવ્યો ત્યારે ત્યાં મુનિરાજ પ્રવચન આપતા હતા. Page #95 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૮૩ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો મહિમા બતાવતાં મુનિરાજે કહ્યું : "જે કોઈ ભગવાન પાર્શ્વનાથને શરણે જાય છે તેનાં દુઃખ દૂર થઈ જાય છે, તેની અશાંતિ દૂર થઈ જાય છે.” - ૧ એ યુવકના મનમાં આ વાત સ્પર્શી ગઈ, તેણે તેના મનમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું શરણ સ્વીકારી લીધું. અને મનોમન પ્રાર્થના કરી કે .....”હે ભગવાન્ મને નોકરી મળી જશે તો હું તરત જ તારાં દર્શન કરવા આવીશ અને અક્રમનું તપ કરીશ. પ્રભુ, તું જ મારું શરણ છે.” બીજા જ દિવસે એને નોકરી મળી ગઈ, સારી નોકરી મળી ગઈ. તે શંખેશ્વરજી ગયો, અઠ્ઠમ તપ કર્યું અને પાછળથી તે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો અનન્ય આરાધક બની ગયો. એક દિવસ એ યુવક મુંબઈમાં એક આચાર્યશ્રીના પ્રવચનમાં ગયો; ત્યાં તેણે સાંભળ્યું ઃ "સંસારના આશયથી કરેલો ધર્મ, અધર્મથી – પાપથી પણ વધારે ખરાબ છે. એ ધર્મ જીવને જનમોજનમ સંસારમાં ભટકાવે છે !” તે યુવક તો સ્તબ્ધ થઈ ગયો. તેના મનમાં દ્વિધા પેદા થઈ ગઈ. તેણે પોતાના મિત્રને વાત કરી. તેના એ મિત્ર મારા પરિચિત શ્રાવક છે, તે એને મારી પાસે લઈ આવ્યો. મેં સમગ્ર વાત સાંભળી. મને ઘણું આશ્ચર્ય થયું ! હર વાતમાં શાસ્ત્ર અને શાસ્ત્રની વાત કરનારા.....પ્રૌઢ અને પ્રભાવશાળી આચાર્યશ્રીએ શું "લલિતવિસ્તરા”, “પંચાશક”, "શ્રાદ્ધદિનકૃત્ય", "ધર્મસંગ્રહ”, “પ્રશ્ન ચિંતામણિ", "શોડષક", "પુષ્પમાલા", "ઉત્તરા ધ્યયનસૂત્ર", "શ્રાદ્ધ વિધિ", "ઉપદેશતરંગિણી", "યોગબિંદુ" વગેરે ગ્રંથોનું અવગાહન નહીં કર્યું હોય ? જૈન શાસ્ત્રકાર બાલ-મુગ્ધ જીવોને ઇહલૌકિક સુખો માટે જિનોક્ત ધર્મ કરવાનો નિષેધ કરતા જ નથી. કારણ કે ધર્મપ્રવૃત્તિથી પાપપ્રવૃત્તિ દૂર થાય છે, અને મનુષ્યના જીવનમાં અરિહંત પરમાત્મા આરાધ્ય બને છે. સાંસારિક પ્રયોજનવાળું, લૌકિક આશયવાળું, પણ ધર્માનુષ્ઠાન મોક્ષ પ્રતિ દ્વેષ ન હોવાથી સદનુષ્ઠાનનું કારણ બને છે. આગળ વધીને તે મોક્ષ માર્ગનો આરાધક બની જાય છે. ધર્મ આરાધનાનું પ્રયોજન ભલે ને જીવનનિર્વાહ હોય યા તો સંસારસુખની લાલસા હોય પણ એ બધા માટે ધર્મ જ ઉપાદેય છે. ઐહિક પ્રયોજન સિદ્ધ થતાં જીવાત્મા આર્તધ્યાનથી એટલે કે અસમાધિથી બચી જાય છે. આગળ વધતાં શુદ્ધ મોક્ષમાર્ગના આશયવાળો ધર્મ આચરીને તે મુકિતનું સુખ પણ પ્રાપ્ત કરી શકે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૪ મેં એ યુવકને સમજાવ્યો અને તેના મનનું સમાધાન કર્યું. બાલ જીવોની સામે એમને યોગ્ય ઉપદેશ ન આપવાથી કેવા અનર્થો થાય છે તેનાં અહીં માત્ર બે દૃષ્ટાંતો જ આપ્યાં છે. પરંતુ આ રીતે કેટલા અનર્થો થતા હશે ? એટલે જ ધર્મોપદેશકે ખૂબ જ સાવધાનીથી ઉપદેશ આપવો જોઈએ. શાસ્ત્ર વચનોનો સંદર્ભ સમજીને સાપેક્ષ દૃષ્ટિથી ઉપદેશ આપવો જોઈએ. શ્રાવક જીવન કદી કદી તો બુઘ-વિદ્વાન પુરુષોની સામે બાલયોગ્ય ઉપદેશ આપવાથી ઉપદેશકનો ઉપહાસ પણ થાય છે. અમારી સાથે પણ આવો એક બનાવ બન્યો હતો. અંદાજે ૩૦ વર્ષ પૂર્વેની વાત છે. અમારા સ્વ. પરમ ગુરુદેવની સાથે વિહાર કરતા કરતા અમે સૌરાષ્ટ્રના એક ગામમાં ગયા હતા. લાંબો વિહાર કરીને એ ગામમાં પહોંચ્યા હતા. સ્વાગત-શોભાયાત્રા પણ એક કલાક ફરી હશે. ઉપાશ્રયમાં આવતાં જ પ્રવચનનો કાર્યક્રમ હતો. પૂજ્ય ગુરુદેવે પહેલા જ દિવસે મને કહ્યું : "અહીં આજથી તારે પ્રવચન આપવાનું છે.” પ્રથમ જ દિવસ હતો, પહેલી જ વાર આ ગામમાં આવ્યા હતા. લોકો સાથે કોઈ પરિચય હતો નહીં. વિચાર્યું કે "નાના ગામમાં લોકો સામાન્ય બુદ્ધિના હશે; મેં તો એક સારી વાર્તા પ્રવચનમાં સંભળાવી દીધી અને પ્રવચન પૂરું કર્યું. પ્રવચનમાં સાત-આઠ પ્રબુદ્ધ શ્રાવકો પણ હતા. તેમણે જઈને પૂજ્ય ગુરુદેવને કહ્યું : “આજે જે મુનિવરે પ્રવચન આપ્યું તેમણે શું શાસ્ત્રોનું અધ્યયન નથી કર્યું ? વિશેષ તત્ત્વજ્ઞાન નથી પામ્યા ? તેમણે તો એક રસપૂર્ણ વાર્તા કહી ને પ્રવચન પૂરું કરી દીધું !” પ્રવચનથી એ સાત-આઠ શ્રાવકોને સંતોષ ન થયો; કારણ કે એ પ્રબુદ્ધ હતા. સભામાંથી :- તો પછી બીજે દિવસે તત્ત્વજ્ઞાન જ તત્ત્વજ્ઞાન પ્રવચનમાં પીરસ્યું હશે ને ? મહારાજશ્રી :- ના, એમ કરવામાં તો એ સાત-આઠ શ્રાવકો સિવાય સો-સવાસો જેટલાં ભાઈ-બહેનોને સંતોષ ન થાત અને તેઓ પૂજ્ય ગુરુદેવ પાસે જઈને ફરિયાદ કરત ! એટલા માટે મધ્યમ માર્ગ અપનાવ્યો ! કંઈક તત્ત્વજ્ઞાન, કંઈક તર્ક અને થોડીક વાર્તા ! બસ, પછી તો બધા ખુશ થઈ ગયા હતા ! ઉપદેશ આપવામાં થાકવાનું નથી : ઉપદેશ આપવામાં પરિશ્રમ તો પડે જ છે. જ્યારે પ્રવચન-સભા મોટી હોય છે; ત્રણચાર હજાર, અથવા પાંચ સાત હજાર, દશ હજાર લોકોની સભાને ધર્મોપદેશ Page #97 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૮૫ સંભળાવવો હોય છે (માઈક વગર) ત્યારે ઘણો શ્રમ પહોંચે છે. સતત દોઢ-બે કલાક સુધી પ્રવચન આપતાં શરીર પરિશ્રમિત થઈ જાય છે. પરંતુ આવા પરિશ્રમની પરવા કરવી ન જોઈએ. પરોપકારપરાયણ મન આવા પરિશ્રમને પરિશ્રમ માનતું જ નથી. . ૧ કોઈક વાર એવા ગામમાં પણ જવાનું થાય છે કે જ્યાં સવાર, બપોર અને સાંજ, ત્રણે સમયે પ્રવચન આપવાં પડે છે; પરંતુ લોકોની ઉત્કટ ધર્મભાવના, અપાર ભક્તિ અને સખત છતાં પણ સ્નેહપૂર્ણ આગ્રહ જોઈને થાક લાગતો જ નથી ! પણ જ્યાં પ્રવચન સમયે લોકો મૌન રહેતા નથી, શાન્તિ જાળવતા નથી, અનુશાસનનું પાલન કરતા નથી. ત્યાં થાક લાગે છે, ત્યાં બીજી વાર પ્રવચન માટેની ઈચ્છા થતી નથી. એટલા માટે જે રીતે ઉપદેશકને ઉપદેશ આપવામાં થાક ન લાગે તે રીતે શ્રોતાઓએ અનુશાસનનું પાલન કરવું જોઈએ. બીજી મહત્ત્વની વાત છે શ્રોતાઓના ઉલ્લાસની. પ્રવચન સાંભળતા શ્રોતાઓના મુખ પર આનંદ કે ઉલ્લાસના ભાવ ઉમટતા હોય તો વક્તાને શ્રમનો અનુભવ થતો નથી. પરંતુ કેટલાક ગામોમાં મેં “સ્થિતપ્રજ્ઞ” શ્રોતાઓ જોયા છે ! એક સરખી ગંભીર મુખમુદ્રા રાખીને પ્રવચન સાંભળતા હોય છે. તેમનાં મુખ ઉપ૨ કોઈ ભાવ પરિવર્તન થતું નથી. વક્તા પરોપકારરસિક હોવો જોઈએ : જે વકતાના હૃદયમાં પરોપકારરસિકતા હોય છે તે ઉપદેશ આપવામાં થાકતો નથી. “૫૨-ઉપકાર સમો નહીં સુકૃત.” આ સૂત્ર તેના હૃદયની દીવાલ ઉપર લખેલું હોય છે. તે સહજ રીતે જ પરોપકારની પ્રવૃત્તિમાં પ્રવર્તમાન થાય છે, અને સાધુના જીવનમાં ધર્મોપદેશ સિવાય અન્ય કયું પરોપકારનું કાર્ય હોય છે ? તીર્થંકર ભગવંતોએ આ જ શ્રેષ્ઠ પરોપકારનું કાર્ય બતાવ્યું છે. પરોપકારરસિક વક્તા વિચાર કરીને ઉપદેશ આપશે. "મારા આ ઉપદેશથી શ્રોતાઓનું હિત તો થશે ને ? અહિત તો નહીં થાયને ? મારો ઉપદેશ જિનાજ્ઞાનુસારી તો છે ને ?” આ વિચારવું અતિ આવશ્યક છે. મનમાં આવેલો ઉપદેશ આપવાથી, મનચાહ્યો ઉપદેશ આપવા માત્રથી બીજા ઉપર ઉપકાર થતો નથી. જિનાજ્ઞાનુસાર ઉપદેશ આપવાથી જ ઉપકાર થાય છે; કારણ કે આ જગતમાં અનાથોનો આધાર જિનવચન જ છે. અશાંતિનું ઔષધ એક માત્ર જિનવચન જ છે. તેથી જ ધર્મોપદેશ જિનવચનરૂપ જ હોવો જોઈએ. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રાવક જીવન વક્તા સ્વ-પર શાસ્ત્રોનો જ્ઞાતા હોવો જોઈએ : ધર્મોપદેશકને જૈન શાસ્ત્રોનું તેમજ જૈનેતર શાસ્ત્રોનું ય જ્ઞાન હોવું જોઈએ. જૈન ધર્મના સિદ્ધાંતોનો સુચારુ બોધ હોવો જોઈએ, સિદ્ધાંતો સમજાવવાની સુંદર શૈલી હોવી જોઈએ. આ ઉપરાંત જૈનેતર વૈદિક, બૌદ્ધ આદિ તેમજ ઈસાઈ, ઈસ્લામ વગેરે ધર્મોનું પણ સારું જ્ઞાન હોવું જોઈએ. આ સિવાય કેટલાક પ્રસિદ્ધ વિચારકોની વિચારધારાઓનું જ્ઞાન પણ આવશ્યક છે. આનાથી કોઈ પણ ધર્મની જિજ્ઞાસાવાળો અથવા ધર્મના વિષયમાં વાદવિવાદ કરનારો તેની સામે આવે તો તેનું તે સમાધાન કરી શકે છે, અને પોતાના ધર્મશાસનનું ગૌરવ વધારી શકે છે. બીજા ધર્મો-દર્શનોના સિદ્ધાંતોનું ખંડન કરવા માટે પણ તેમના સિદ્ધાંતોનું સાચું જ્ઞાન હોવું જોઈએ. જો એ જ્ઞાન ન હોય તો બીજાના સિદ્ધાંતો પ્રત્યે અન્યાય થઈ જાય છે. તેમના સિદ્ધાંતો ખોટી રીતે રજૂ કરવા એ ભયંકર અન્યાય જ છે. . આવો અન્યાય "શાંકરભાષ્ય” માંથી શ્રી શંકરાચાર્યે કર્યો છે. તેમણે જૈન ધર્મના સિદ્ધાંત અનેકાન્તવાદ” ને ખોટી રીતે પ્રસ્તુત કર્યો છે. જો તેમણે અનેકાન્તવાદ" નું યથાર્થ અધ્યયન કર્યું હોત તો આમ ન કરત. તેમણે અનેકાન્તવાદ” નો અર્થ "અનિશ્ચિતવાદ” કર્યો છે ! જ્યારે જૈનાચાર્યોએ જ્યાં જ્યાં અન્ય ધર્મ-દર્શનોના સિદ્ધાંતો રજૂ કર્યા છે તે ન્યાયપુરસ્સર જ કર્યા છે. એક વખત એક વેદાન્તાચાર્ય વિદ્વાન પંડિત સાથે મારે વાત થઈ હતી. મેં કહ્યું "તમારા આચાર્યોને પણ અનેકાન્તવાદનો સહારો તો લેવો જ પડ્યો છે !” પંડિતજીએ કહ્યું "કેવી રીતે ?" મેં કહ્યું : "જુઓ, તમારા વેદાન્તમાં "સત્” ત્રણ પ્રકારનાં બતાવવામાં આવ્યાં છે. પારમાર્થિક સત્, વ્યાવહારિક સતું અને પ્રતિભાસિક સત્. શું આ ત્રણ સંતુ ત્રણ અપેક્ષાઓથી નથી કહેવામાં આવ્યાં ?” પારમાર્થિક વૃષ્ટિથી “આત્મા” જ સત્ય બતાવ્યો. વ્યાવહારિક દ્રષ્ટિથી સંસારના વ્યવહારોને સત્ બતાવ્યા. અને પ્રતિભાસની દ્રષ્ટિએ "દોરડામાં સાપ” ની કલ્પના જેવી મિથ્યા કલ્પનાઓ બતાવી. આ "તૃષ્ટિ” શું છે ? આ જ સાપેક્ષવાદ છે! આ જ અનેકાન્તવાદ છે ! Page #99 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ८७ પંડિતજી અનાગ્રહી હતા. તેમણે આ વાત સાંભળીને પ્રસન્નતા વ્યક્ત કરી અને જ્યારે તેમણે ભ્રષડ્રદર્શન સમુચ્ચય" "સ્પાદ્વાદમંજરી”, “રત્નાકર અવતારિકા” વગેરે ગ્રંથોમાં પ્રસ્તુત બૌદ્ધ વૈદિક વગેરેનાં મંતવ્યો બતાવ્યાં ત્યારે તે ખરેખર આશ્ચર્યમાં પડી ગયા. જેનાચાયોએ અન્ય દર્શનોનું ખંડન અવશ્ય કર્યું છે, પરંતુ પ્રામાણિકતાથી કર્યું છે. જૈન દર્શનનાં સાધુ-સાધ્વીઓ અન્ય દર્શનોનું અધ્યયન કરે છે. પ્રાયઃ અન્ય કોઈ પણ ધર્મના સાધુઓ જૈન ધર્મના સિદ્ધાન્તોનું અધ્યયન નથી કરતા. ઉપસંહાર કહેવાનું તાત્પર્ય એ છે કે સદેવ ઉપદેશ આપવો શ્રેયસ્કર છે; એનાથી માત્ર પરોપકાર જ નથી થતો, પરંતુ સ્વોપકાર પણ થાય છે. ટીકાકાર મહર્ષિ કહે છેઃ “આત્માન હિતોપદેષ્ટાગૃતિ | | હિતવૃષ્ટિથી ઉપદેશ આપનાર ઉપદેશક સ્વયં ઉપર અને બીજા ઉપર અનુગ્રહ કરે છે. ઉપદેશકની “કમ નિર્જરા” તો થાય જ છે. વિશેષમાં તેનું ધર્મવિષયક ચિંતન પણ વધે છે. એટલા માટે આ જગતને પાપોથી મુક્ત કરવા માટે સદૈવ ધર્મોપદેશ કરતા રહેવાનું છે. ધર્મથી જ અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ચારે પુરુષાથમાં ધર્મ જ મુખ્ય પુરુષાર્થ છે, એટલા માટે જ ઉપદેશ આપતા રહેવું એ જગત ઉપર શ્રેષ્ઠ ઉપકાર છે. આજ બસ, આટલું જ. * * * Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૯ પરમકૃપાનિધિ મહાનશ્રતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્વરચિત "ધમબિંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ ધર્મનો વિશેષ ધર્મ નિરૂપે છે. બાર વ્રતમાં વિશેષ ધર્મ બતાવતા પહેલાં તેઓ કહે છે કે ધર્મજિજ્ઞાસાથી જે કોઈ મહાનુભાવ ગુરુ પાસે આવે તો ગુરુએ સર્વ પ્રથમ એને સાધુધર્મનો રસપૂર્ણ ઉપદેશ આપવો! વિસ્તારપૂર્વક સાધુધર્મની વિવેચના કરીને મનુષ્ય જીવનમાં સાધુધર્મની જ આરાધના કરવી જોઈએ” એવો ભાવ શ્રોતાના મનમાં ઉત્પન્ન કરવો જોઈએ. જો ગુરુ પહેલાં સાધુધર્મનો ઉપદેશ ન આપે અને સીધો જ ગૃહસ્થ-ધર્મ-ઉપદેશ આપે તો તેમને જિનાજ્ઞા-ભંગ કરવાનું પાપ લાગે છે. હા, જે વ્યક્તિ સાધુધર્મનો સ્વીકાર અને પાલન કરવામાં સમર્થ ન હોય તેને ગુરુ ગૃહસ્થ ધર્મનો ઉપદેશ આપે પ્રશ્ન ગુરુદેવ ગૃહસ્થને અણુવ્રત-ગુણવ્રત-શિક્ષાવ્રત સ્વરૂપ ગૃહસ્થ ધર્મ પ્રદાન કરે તો જેટલે અંશે ગૃહસ્થ પાપોનો ત્યાગ કરતો નથી તે પાપોમાં ગુરુદેવને અનુમતિ દોષ શું નથી લાગતો? કારણ કે અણુવ્રતાદિ આંશિક પાપત્યાગરૂપ હોય છે. ઉત્તર - ગુરુ મહારાજને દોષ લાગતો નથી. ગ્રંથકાર સ્વયં પ્રશ્નના સમાધાન અંગે કહે છે. भगवद्वचप्रामाण्यादुपस्थितदाने दोषाभावः । "ઉપાસક દશા” વગેરે આગમોમાં આપણે વાંચીએ છીએ કે શ્રમણ ભગવાન મહાવીરદેવે સ્વયં આનંદ વગેરે શ્રાવકોને અણુવ્રતાદિ આપ્યાં હતાં ! તો શું જે અંશોમાં તે શ્રાવકોએ પાપત્યાગ કર્યો ન હતો તેમાં ભગવાનને પણ અનુમતિદોષ લાગ્યો ? ના, ભગવાન જે કંઈ કરે છે તે સવાંગસુંદર હોય છે, દોષરહિત હોય છે. એટલા માટે અમને પણ અણુવ્રતાદિ ગૃહસ્વધર્મ આપવામાં પાપ-અનુમતિનો દોષ લાગતો નથી. જેટલા અંશોમાં ગૃહસ્થ પાપોનો ત્યાગ કરતો નથી, તેટલા અંશોમાં અમારી અનુમતિ હોતી નથી કે “ભલે તે પાપ કરતો રહે...પાપ કરીને ય તે સુખી તો રહે છે ને ” એવો વિચાર અમે કરતા નથી. અણુવ્રત વગેરે વ્રતો આપતી વખતે તો અમે એમ વિચારીએ છીએ કે "બિચારો સર્વ પાપોનો ત્યાગ કરીને સાધુધર્મનો સ્વીકાર તો નથી કરી શકતો, તો ભલે અણુવ્રતાદિ ગ્રહણ કરે....હવે તેનો વીલ્લાસ વધશે, તે મહાવ્રતો પણ સ્વીકારશે.” Page #101 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૮૯ ટીકાકાર આચાર્યશ્રી તો કહે છે કે જીવોને અણુવ્રતાદિ આપવામાં ગુરુઓએ મધ્યસ્થ ભાવ એટલે કે સાક્ષી-માત્ર ભાવ ધારણ કરવાનો હોય છે. અણુવ્રતાદિ આપવામાં માત્ર સાક્ષીભાવ જોઈએ ? - સાક્ષીભાવ ધારણ કરવાનો હોય છે એટલે કે કર્તુત્વભાવ ધારણ કરવાનો નથી. “મેં આને અણુવ્રતાદિ આપ્યાં છે” એવો કર્તુત્વભાવ વતદાતાના મનમાં હોવો ન જોઈએ. "આ મહાનુભાવ અણુવ્રતાદિ લેવા માટે ઉપસ્થિત થયો છે અને મારે એને વિધિવત્ આપવાનાં છે.” બસ, આનાથી વધારે વિચારવું જોઈએ નહીં. આથી જે અને જેટલાં પાપ તે છોડી શકતો નથી, તે અને તેટલાં પાપોમાં વ્રતદાતા ગુરુની અનુમતિ હોતી નથી. વતદાતાની અનુમતિનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી! જ્યારે તે સાક્ષીમાત્ર ભાવનું અવલંબન લે છે ત્યારે અનુમતિ કઈ બાબતની ? પ્રથમ અણુવ્રત લેનાર વ્યક્તિ હું જાણી જોઈને નિરપરાધી ત્રસ જીવોની હિંસા નહીં કરું.” એવું વ્રત ધારણ કરે છે. આમાં અપરાધી જીવોને નહીં મારવાની પ્રતિજ્ઞા લીધી નથી. સ્થાવર જીવોને ન મારવાની પ્રતિજ્ઞા પણ નથી લીધી. તો શું આ જીવ ને તે મારશે તો એમાં વતદાતા ગુરુની અનુમતિ થઈ ગઈ? ના, વતદાતા ગુરુ ત. વ્રત લેનાર જે રીતે વ્રત માગે છે એ રીતે આપે છે. એને મહાવ્રત લેવા સમજાવે છે, તે લેવા ઈચ્છતો નથી તો પછી તે જેટલે અંશે પાપોનો ત્યાગ કરવા ઈચ્છે છે તેટલો ત્યાગ કરાવે છે. તે જે પાપ છોડી શકતો નથી તે પાપો સાથે વ્રતદાતાને કંઈ જ લેવાદેવા નથી હોતું. શ્રેષ્ઠિપુત્રોની એક ઉપનય કથા : સાંભળો, આ વાતને એક ઉપનય દ્વારા સમજાવું છું. ઘણા પ્રાચીનકાળની આ કથા છે. ઘોર વ્યથાની કથા છે. પ્રાચીન મગધ દેશમાં (વર્તમાન બિહાર) વસંતપુર નામનું એક નગર હતું. એ નગરનો રાજા હતો જિતશત્ર અને રાણીનું નામ હતું ધારિણી. એ નગરમાં સમુદ્રદત્ત નામે શ્રેષ્ઠી રહેતો હતો; તેની પત્નીનું નામ હતું સુમંગલા. સુમંગલાએ ક્રમશઃ છ પુત્રોને જન્મ આપ્યો. તેમનાં નામ હતાં પ્રિયંકર, ક્ષેમંકર, ધનદેવ, સોમદેવ, પૂર્ણભદ્ર અને માણિભદ્ર. એક દિવસે રાણી ધારિણીએ રાજાની સામે અંતઃપુરમાં અદ્ભુત નૃત્ય કર્યું. આ નૃત્યથી સંતુષ્ટ થઈને રાજાએ રાણીને વરદાન માગવા કહ્યું. રાણીએ કહ્યું: ”નાથ, અત્યારે વરદાન આપની પાસે જ રાખો, અવસર આવતાં માગીશ.” Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન થોડાક દિવસો પછી કૌમુદી મહોત્સવનો સમય આવ્યો. રાણીએ રાજાને કહ્યુંઃ ”નાથ, મારી ઈચ્છા છે કે હું મારા પરિવાર સાથે એટલે કે બાકીના અંતઃપુરની સાથે નગરના રાજમાર્ગો ઉપર રાત્રિએ પરિભ્રમણ કરું ! "રાજાએ સ્વીકૃતિ આપી દીધી અને નગરમાં પડો વગડાવ્યો કે "આજે સૂર્યાસ્ત પહેલા તમામ પુરુષો નગર બહાર ચાલ્યા જશે. રાત્રિના સમયે કોઈ પણ પુરુષ નગરમાં રહેશે નહીં.” રાજા પણ મંત્રીમંડળની સાથે તથા નગરની પ્રમુખ વ્યક્તિઓ સાથે નગર બહારના “મનોરમ” ઉદ્યાનમાં ચાલ્યો ગયો. ૯૦ પરંતુ શ્રેષ્ઠી સમુદ્રદત્તના છ પુત્રો નગરની બહાર જઈ શકયા નહીં. તેઓ પોતાની દુકાનના કામમાં અતિ વ્યસ્ત રહ્યા, “હમણાં જઈએ છીએ, હમણાં ચાલીએ છીએ....” કરતાં કરતાં જ્યારે તેઓ નગરના દરવાજે પહોંચ્યા તો દ્વાર બંધ થઈ ગયાં હતાં. તેઓ પોતાને ઘેર પાછા આવ્યા અને ભોંયરામાં સંતાઈ ગયા. રાત્રિના સમયે રાણી ધારિણી સુંદર શણગાર સજીને અંતઃપુરની અન્ય રાણીઓ સાથે નગરમાં પરિભ્રમણ કરવા નીકળી. રાજમાર્ગો ઉપર ઠેરઠેર દીવાઓ ઝળહળી રહ્યા હતા. તમામ રાજમાર્ગો સ્વચ્છ હતા, દરેક સ્થળે તોરણો બાંધેલાં હતાં, સુગંધીયુક્ત જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. રાણીએ પ્રાતઃકાળ સુધી નગરમાં પિરભ્રમણ કર્યું. પછી રાજા અને પ્રજાએ નગરમાં પ્રવેશ કર્યો. રાજાએ નગ૨૨ક્ષકોને આદેશ આપ્યો કે "જાઓ, નગરમાં તપાસ કરો, મારી આજ્ઞાનો કોઈએ ભંગ તો નથી કર્યો ને ?” નગ૨૨ક્ષકે તપાસ કરી, નગરશ્રેષ્ઠીના છ પુત્રોએ રાજ આજ્ઞાનું પાલન કર્યું ન હતું. એ નગ૨૨ક્ષકને ખબર પડી ગઈ. તેણે રાજાને નિવેદન કર્યું; રાજા અત્યંત ક્રોધાયમાન થયો; તેણે આજ્ઞા આપીઃ” એ આજ્ઞાભંજક છ છોકરાઓનો વધ ક૨વામાં આવે.” આજ્ઞા સાંભળીને શ્રેષ્ઠી સ્તબ્ધ થઈ ગયો. તેનું ચિત્ત ભ્રમિત જેવું થઈ ગયું. અત્યંત વ્યથાથી પારાવાર વ્યથિત થઇ ગયો. પરંતુ તરત જ સ્વસ્થ થઈને નગરના મુખ્ય માણસોને સાથે લઈને, શ્રેષ્ઠ રત્નોનો થાળ ભરીને રાજાની પાસે ગયો. પ્રણામ કરીને તેણે કહ્યું ઃ- “મહારાજ, મારા પુત્રોનો કોઈ પણ દુષ્ટ આશય ન હતો. દુકાનનાં કાર્યોમાં તેઓ અતિવ્યસ્ત હોવાથી બહાર નીકળી શક્યા નહીં. નગરનાં દ્વાર બંધ થઈ ગયાં હતાં તેથી તેમનો અપરાધ ક્ષમા કરો. મારા પ્રિય પુત્રોને જીવનદાનની કૃપા કરો.” રડતાં, વિલાપ કરતાં આવી પ્રાર્થના કરવા છતાં રાજાનો રોષ શાન્ત થયો નહીં. વારંવાર પ્રાર્થના કરવા છતાં પણ રાજા ક્ષમા કરતો નથી. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ભાગ - ૧ પછી શ્રેષ્ઠીએ કહ્યું ” મહારાજ, આપ મારા છ પુત્રોને મુક્ત કરવા ઈચ્છતા ન હો તો પાંચ પુત્રોને ક્ષમા કરીને મુક્ત કરવાની કૃપા કરો.” રાજાએ ન માન્યું. તો શ્રેષ્ઠીએ ફરીથી કહ્યું : “કૃપાનાથ, પાંચ નહીં તો ચાર પુત્રોને મુક્ત કરવાની કૃપા કરો.” રાજાએ ન સ્વીકાર્યું. મારા નાથ, ચાર નહીં તો ત્રણ પુત્રોને અભયદાન આપો.” પથ્થરદિલના રાજાએ નું માન્યું. શ્રેષ્ઠીએ કહ્યું : “હે રાજેશ્વર, ત્રણ નહીં તો બે પુત્રોને મુક્ત કરો.” રાજા માનતો નથી. તો કરગરતાં શ્રેષ્ઠીએ કહ્યું "આપને હું ભગવાન માનું છું.......મારી ઉપર કૃપા કરી અને એક પુત્રને તો મુક્ત કરી જ, નહીંતર હું સંતાનહીન થઈ જઈશ. મારું જીવતર વ્યર્થ થઈ જશે...જીવન વ્યર્થ તો થઈ જ ગયું છે.” મંત્રીમંડળે રાજાને વિનંતી કરી; રાજાએ એક પુત્રને મુક્તિ આપી. શ્રેષ્ઠી ઉદાસીન ભાવથી એક પુત્રને પોતાની સાથે લઈને ઘેર આવ્યો. "પાંચ પુત્રોનો વધ થશે” એ વિચાર "મારો એક પુત્ર બચી ગયો” એ વાતનો આનંદ થવા દેતો નથી. એક ગંભીર દુખ બીજા સામાન્ય દુઃખની અનુભૂતિ થવા દેતું નથી. પાંચ પુત્રોની મુક્તિ ન થવાથી ગહન દુઃખ હતું શ્રેષ્ઠીના ર્દયમાં ભરપૂર પ્રયત્નો કરવા છતાં તે પોતાના બધા પુત્રોને બચાવી શક્યો નહીં. તેને દરેક પુત્ર ઉપર પ્રેમ હતો. આથી તેનું દય વ્યથિત થયું. એક પુત્ર બચી જવા છતાં તે એ વાતની ખુશી અનુભવી શકતો ન હતો. એક પુત્રને બચાવ્યો એનો અર્થ એવો નથી કે પાંચ પુત્રોની હત્યામાં તેણે સહમતિ - અનુમતિ આપી દીધી! તે તેમને બચાવવા માગતો હતો. પાંચ પુત્રોને બચાવી શક્યો નહીં. એમાં પાંચ પુત્રોના વધમાં અનુમતિનો પ્રશ્ન જ ઊભો થતો નથી ! હવે આ વાતનો ઉપનય બતાવું છું. * વસંતપુર એટલે સંસાર. * રાજા એટલે શ્રાવક (ગૃહસ્થ) * શ્રેષ્ઠી એટલે ગુરુ. * છ પુત્રો એટલે જીવનિકાય (પૃથ્વીકાયાદિ) ગુરુ પોતાના પુત્ર સમાન ષજીવનિકાયના જીવોની હિંસા કરતા ગૃહસ્થનેશ્રાવકને સમજાવે છે. એટલે કે સાધુધર્મ સ્વીકારી ષજીવનિકાય (પૃથ્વીકાય, આપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય) ના જીવોને પૂર્ણ અભયદાન દેવા રૂપે સાધુધર્મનો સ્વીકાર કરવા સમજાવે છે, છતાં ગૃહસ્થ સમજતો Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રાવક જીવન નથી અને અણુવ્રતાદિ જ ગ્રહણ કરે છે; ત્યારે ગુરુ મધ્યસ્થભાવ યાને સાક્ષીભાવ જ ધારણ કરે છે. શ્રાવક જેટલાં હિંસાદિ પાપો કરે છે, તેમાં અનુમતિ નથી હોતી અને જેટલાં પાપ નથી કરતો તેમાં તેમની ખુશી હોતી નથી ! તેઓ તો માત્ર સાક્ષીભાવ જ ધારણ કરે છે. બે રહસ્યભૂત વાતો : ટીકાકાર આચાર્યશ્રીએ બે વાતો મહત્ત્વપૂર્ણ બતાવી છે. પ્રથમ વાત "માવવનુષ્ઠાનસ્ય સર્વાંગસુંવરત્વેનાન્તતો ટોષવિત્ત્તાત્ । પરમાત્મા તીર્થંકર દેવનું કોઈ પણ અનુષ્ઠાન હોય, કોઈ પણ ક્રિયા હોય તે સર્વાંગ સુંદર જ હોય છે. સર્વથા દોષ રહિત હોય છે. કેટલી યથાર્થ વાત કરી છે ટીકાકાર આચાર્યદેવે ! આ વાતનો નિષ્કર્ષ એ છે કે આપણે પરમાત્મા તીર્થંકર દેવની પ્રત્યેક ક્રિયામાં સર્વાંગ સુંદરતા જોવાની છે. ન જોવા મળે તો શોધવાની છે. સુંદરતા અવશ્ય મળશે. પરંતુ સૌદર્ય જેટલું વસ્તુ યા ક્રિયામાં નથી હોતું, એટલું જોનારની આંખોમાં હોવું જોઈએ ! દૃષ્ટિમાં સૌંદર્ય નહીં હોય તો વસ્તુ યા વ્યક્તિમાં તે દેખાશે નહીં. દોષવૃષ્ટિ દોષ જોશે. સભામાંથી :- જૈન ધર્મના જ એક પંથના આચાર્યે લખ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ પોતાનું અર્ધ દેવષ્ય બ્રાહ્મણને આપી દીધું હતું તે તેમની ભૂલ હતી. ભગવાન પણ ભૂલ્યા ? મહારાજશ્રી :- અને તે આચાર્ય તો બધું જ ચૂકી ગયા ને ! તેમને દાનધર્મનો નિષેધ કરવો હતો, દયાધર્મનો નિષેધ કરવો હતો. તેથી તેમણે ભગવાનની પણ ભૂલ બતાવવાની કુચેષ્ટા કરી છે ! વાસ્તવમાં જોવામાં આવે તો તેઓ એક ઉજ્જડ મરુભૂમિના પ્રદેશના હતા. જેથી તેમનામાં સૌંદર્યસૃષ્ટિ હોઇ શકે તેમ ન હતું. તેઓ ઇચ્છતા હોત તો પણ ભગવાન મહાવીર સ્વામીની દાન ક્રિયામાં સૌંદર્યસૃષ્ટિ જોઇ ન શકત. તેઓ ક્રિયા દોષરહિત જોઇ શકતા હતા પરંતુ કેવી રીતે જુએ ? દૃષ્ટિમાં વિપર્યાસ હતો, વૃષ્ટિ બગડી ગઈ હતી ! દયા અને દાન– આ બંને ધર્મોનો તેમને છેદ ઉડાડવો હતો ! ખંડનનું પણ એક જોશ હોય છે અને જોશમાં હોશ રહેતો નથી. તીર્થંકર જેવા વિશિષ્ટ જ્ઞાની લોકોત્તર પુરુષની ભૂલ એક અજ્ઞાની વ્યક્તિ બતાવે છે !! જે સમયે ભગવાને બ્રાહ્મણને દેવદૃષ્ય આપ્યું હતું એ સમયે ભગવાનને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન– આ ચારે જ્ઞાન હતાં. અને ભૂલ બતાવનાર એ સ્વામીને કેટલાં જ્ઞાન હતાં ? શું પૂરું શ્રુતજ્ઞાન પણ હતું ? ઠીક Page #105 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ છે. અજ્ઞાન પ્રજામાં, નિરક્ષર પ્રજામાં એ સમયે એક "પંથ" કાઢી દીધો! પંથ કાઢવો એ ખૂબ સરળ વાત છે. જેમ કે ભારતમાં કેટલા રાજકીય પંથો નીકળ્યા છે? કેટલી પાર્ટીઓ? કેવી રીતે? પરમાત્મા તીર્થંકરદેવ ભલેને બચપણમાં હોય. યુવાવસ્થામાં હોય યા મોટી ઉંમરમાં હોય – કોઈ પણ અવસ્થામાં હોય, તેમની પ્રત્યેક પ્રવૃત્તિ દોષરહિત હોય છે, સવગસુંદર હોય છે. બીજી મહત્ત્વપૂર્ણ વાત છે – સાક્ષીભાવની. સાધુપુરુષો માટે વૈશ્વિક વાતોમાં સાક્ષીભાવ જ અપેક્ષિત હોય છે. માત્ર જ્ઞાતાભાવ, માત્ર દ્રષ્ટાભાવ રહેવો જોઈએ. ગૃહસ્થને અણુવ્રતાદિમય ગૃહસ્થધર્મ પ્રદાન કરવામાં પણ જ્યારે સાક્ષીભાવ રાખવાનો કહ્યો છે તો પછી બીજી સામાજિક વાતોમાં તો સારી રીતે સાક્ષીભાવ રહેવો જોઈએ. પાપમય પ્રવૃત્તિમાં ખાસ કરીને સાક્ષીભાવ રહેવો જોઈએ. આટલી સાવધાનીપૂર્વક વર્તતા ગુરુજનોએ વિધિપૂર્વક વ્રત પ્રદાન કરવું જોઈએ. વ્રત પ્રદાનમાં વિધિની વ્યાપકતા : વ્રત લેવું અને આપવું એ મહત્ત્વપૂર્ણ ક્રિયા છે. વિધિપૂર્વક વ્રત લેવામાં આવે છે તો વ્રત લેનારને વ્રતપાલનમાં શક્તિ પ્રાપ્ત થાય છે. વિધિપૂર્વક વ્રત ગ્રહણ કરવાથી વ્રતપાલનમાં દ્રઢતા પ્રાપ્ત થાય છે. અને આ જ તો ઉદેશ્ય છે વ્રત લેવાનો. વ્રતો ગ્રહણ કરીને તે વ્રતોનું દ્રઢતાથી પાલન કરવાથી આત્મા પાપમુક્ત, વિશુદ્ધ બને છે. ક્રમશઃ મહાવ્રતમય જીવન બનાવવાની ભાવના જાગે છે, શક્તિ પ્રગટ થાય ગ્રંથકાર મહર્ષિએ "વિધિ”ની અંતર્ગત પાંચ વાતો બતાવી છે. योगवन्दननिमित्तदिगाकारशुद्धिरिति ॥ * પહેલી હોવી જોઈએ યોગશુદ્ધિ. * બીજી હોવી જોઈએ વંદનશુદ્ધિ. * ત્રીજી હોવી જોઈએ નિમિત્તશુદ્ધિ. * ચોથી હોવી જોઈએ દિશાશુદ્ધિ, અને * પાંચમી હોવી જોઈએ આકારશુદ્ધિ "વિધિમાં કોઈ એક વાત હોતી નથી, પાંચ-પાંચ વાતો હોય છે. પાપોથી મુક્ત Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રાવક જીવન કરનાર, ભવસાગરથી તારનાર ધર્મ ગ્રહણ કરવાનો છે ને ! એ ધર્મનું પાલન કરવાનું છે, એટલા માટે તમામ બાબતો ઉપર લક્ષ આપવું આવશ્યક છે. આપણે અહીં પાંચ બાબતો ઉપર વિવેચન કરીશું. સર્વ પ્રથમ "યોગશુદ્ધિ" બતાવીશ. યોગશુદ્ધિ : અહીં પંચાંગના સિદ્ધિયોગ યા કુમારયોગની વાત નથી. અહીં તો વાત છે મન, વચન અને કાયાના યોગની. મનોયોગ, વચનયોગ અને કાયયોગની શુદ્ધિ થવી આવશ્યક છે. ગૃહસ્થધર્મ અંગીકાર કરવો છે. પવિત્ર કાર્ય કરવાં છે, એટલા માટે શરીર શુદ્ધ હોવું જોઇએ. શરીરની સાથે સાથે વસ્ત્રો પણ શુદ્ધ હોવાં જોઇએ. ઘરમાંથી નીકળીને જ્યાં ગુરુદેવ બેઠા છે તે ઉપાશ્રયે જતી વખતે ઉપયોગ રાખવો જોઈએ કે ક્યાંય પણ પગ અશુદ્ધિમાં પડી ન જાય. બીજી જોઈએ વચનયોગની શુદ્ધિ. વ્રત ગ્રહણ કરતા પહેલાં, ગ્રહણ કરતી વેળાએ અને ગ્રહણ કર્યા પછી વાણી-વચન નિષ્પાપ રહેવાં જોઈએ. ક્રોધયુક્ત, માનયુક્ત તથા માયાયુક્ત વચન બોલવાં જોઈએ નહીં. એ જ રીતે અસત્ય અને અહિતકારી વચન ન બોલવાં જોઈએ. સત્ય, પ્રિય અને હિતકારી વચનો જ બોલવાં જોઈએ – આ છે વચનશુદ્ધિ. જ્યારે તમે શુભ, પવિત્ર અને સુંદર વિચારો કરો છો ત્યારે તે શુદ્ધ મનોયોગ કહેવાય છે. વ્રત ગ્રહણ કરતી વખતે મન પ્રશાંત અને ઉલ્લસિત જોઈએ. વ્રતદાતા ગુરુ પ્રત્યે બહુમાન હોવું જોઇએ. શુભ ભાવ હોવા જોઈએ તથા વ્રતમય ધર્મ પ્રત્યે શ્રદ્ધાના નિર્મળ ભાવો હોવા જોઈએ." આ વ્રતોથી મારો આત્મા નિર્મળ બનશે એવા પ્રકારના પ્રશસ્ત ભાવ હોવા જોઈએ, આ રીતે મન, વચન અને કાયાના યોગોની શુદ્ધિ હોવી જોઈએ. વન્દનશુદ્ધિ : બીજી શુદ્ધિ જોઇએ વંદનની. વ્રત ગ્રહણ કરતી વખતે પરમાત્મા તથા ગુરુને વંદન કરવાનાં હોય છે. વંદનની ક્રિયાનાં સૂત્રો હોય છે. સૂત્રોચ્ચાર સ્ખલનારહિત કરવો જોઈએ. સૂત્રોચ્ચાર કરતી વખતે અલ્પવિરામ, પૂર્ણવિરામ આદિનું ધ્યાન રાખીને કચાં અટકવું, ક્યાં ન અટકવું વગેરે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. બધાં જ સૂત્રો પરિપૂર્ણ બોલવાં જોઈએ. પ્રણિપાત પણ વિધિવત્ પંચાગ કરવો જોઈએ. વ્રતગ્રહણ કરતી વખતે "કાયોત્સર્ગ” પણ કરવાનો હોય છે, તે શાન્ત ચિત્તે ક૨વાનો હોય છે.” નવકારમંત્ર”ના યા "લોગસ્સ સૂત્ર” ના – જેટલા કાયોત્સર્ગ Page #107 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૯૫ કરવાના હોય તે ભ્રાન્તિ રહિત કરવા જોઈએ. અને મુદ્રા.આસન વગેરેનો ખ્યાલ રાખવો જોઈએ. આ છે વંદનશુદ્ધિ. નિમિત્તશુદ્ધિ : ત્રીજી શુદ્ધિ છે નિમિત્તશુદ્ધિ. વ્રતમય, વિશિષ્ટ ગૃહસ્વધર્મનો સ્વીકાર કરતી વખતે વાતાવરણમાં સારાં નિમિત્ત મળવાં જોઈએ. જેમ કે એ સમયે શંખધ્વનિ સંભળાય, શરણાઈ, મૃદંગ વગેરે વાદ્યોનો ધ્વનિ સંભળાય. જ્યારે વ્રત લેવા ઘેરથી નીકળીએ ત્યારે શુભ શુકન થાય, છત્ર, ધ્વજ, ચામર વગેરે પ્રશસ્ત દ્રવ્યોનાં દર્શન થાય....અને કયાંકથી પણ હવામાં સુગંધનો અનુભવ થાય. આ બધું સ્વાભાવિક હોવું જોઈએ, કૃત્રિમ નહીં; હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ હોવું જોઈએ. આ બધાથી વ્રતપાલનના ભાવોમાં દ્રઢતા આવે છે. મનુષ્ય ભાવો સાથે વાતાવરણનો સંબંધ છે. ઉલ્લાસમય વાતાવરણ મનોભાવોને ઉલ્લસિત બનાવે છે, જ્યારે નિરાશામય વાતાવરણ મનોભાવોને મંદ, નિર્બલ બનાવે છે, એટલા માટે નિમિત્તશુદ્ધિનું શુભકાર્યોમાં વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. દિશાશુદ્ધિ : દિશાઓની શુદ્ધિ જેવી જોઈએ. આવાં મંગલકારી, કલ્યાણકારી કાર્યો પૂર્વ દિશા સન્મુખ અથવા ઉત્તર દિશા સન્મુખ કરવાં જોઈએ. દિશાઓનું મહત્ત્વ, પ્રભાવ માત્ર આપણા જેન દર્શનમાં જ માનવામાં આવે છે એવું ન સમજતા. તમામ ભારતીય ધર્મોમાં દિશાઓનું મહત્ત્વ માનવામાં આવ્યું છે. આપણે માત્ર ચાર દિશાઓમાં નથી માનતા, પણ આઠ દિશાઓને માનીએ છીએ; દશ દિશાઓના અધિષ્ઠાયક દેવોને માનીએ છીએ. તેમને "દિક્યાલ” કહેવામાં આવે છે. અને આ દિક્યાલોનું પૂજન કરવામાં આવે છે. ઋષિ-મુનિઓએ પોતાના દિવ્ય જ્ઞાનથી નિર્ણય કર્યો છે કે કયાં કાર્યો કઈ દિશામાં કરવાથી સફળતા મળે છે. વ્રત-મહાવ્રત ગ્રહણ કરવાની બે પ્રશસ્ત દિશાઓ બતાવી છે - પૂર્વ અને ઉત્તર! અથવા જ્યાં મકાનને કારણે દિશાઓની અનુકુળતા ન આવતી હોય તો જે દિશામાં પરમાત્મા જિનેશ્વરદેવનું મંદિર હોય તે દિશામાં વ્રત ગ્રહણ કરવાં જોઈએ. પછી એ જિનમંદિર કોઈ પણ દિશામાં હોય. આગારશુદ્ધિ પાંચમી શુદ્ધિ છે આગારોની શુદ્ધિ. આગાર એટલે અપવાદ, વ્રત લેવાનાં છે Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શ્રાવક જીવન એટલે કે પ્રતિજ્ઞાઓ લેવાની છે. આ કાળમાં દરેક પ્રતિજ્ઞા, હરેક વ્રતમહાવ્રત સાપવાદ હોય છે. કોઈ પણ વ્રત-મહાવ્રત નિરપવાદ લેવામાં આવતું નથી. જ્ઞાની પુરુષોએ સંયોગ-પરિસ્થિતિઓ અને જીવાત્માના મનોબળને જોઈને કેટલાક અપવાદો બતાવ્યા છે. જેમ કે આવા આવા પ્રસંગે – પરિસ્થિતિમાં આ વ્રતનું પાલન નહીં કરી શકો તો પણ તમારું વ્રત ખંડિત થશે નહીં. વ્રતભંગ થશે નહીં. બસ, અહીં વ્રતધારીનો મનોભાવ વતપાલનનો હોવો જોઈએ. કોઈક વાર સંજોગવશાત્ વ્રતપાલન ન થઈ શકે તો પણ વ્રતભંગ થતો નથી. ૧. કોઈ સત્તાધીશની આજ્ઞાને લીધે પરવશ થઈને પ્રતિજ્ઞાનું પાલન ન થઈ શકે. ૨. કોઈ સમુદાયને પરવશ થતાં પ્રતિજ્ઞાનું પાલન થઈ ન શકે. ૩. કોઈ મારપીટ વગેરે બળપ્રયોગને કારણે પ્રતિજ્ઞા તોડવી પડે. ૪. કોઈ વાર વિશેષ કારણથી ગુરુ આજ્ઞા કરે અને પ્રતિજ્ઞા તોડવી પડે. પ. કોઈ વાર દેવોના દબાવાથી યા ભયથી પ્રતિજ્ઞા તોડવી પડે. - ૬. કોઈ વાર જંગલમાં, નિર્જન પ્રદેશમાં કે જેમાં પ્રાસુક (નિદૉષ) આહાર પાણીની પ્રાપ્તિ દુર્લભ હોય.....અને પ્રતિજ્ઞાનું પાલન ન થઈ શકે.....તો પણ પ્રતિજ્ઞા ભંગ કરનારને પ્રતિજ્ઞા ભંગનું પાપ લાગતું નથી. વ્રત આપતી વખતે ગુરુ આ અપવાદો સાથે વ્રત આપે છે. છતાં પણ તમારું મનોબળ વૃઢ હોય. "પ્રાણ જાય તો ભલે જાય, પણ મારી પ્રતિજ્ઞાનો ભંગ નહીં કરું.” એવો તમારો નિશ્ચિય હોય તો તમારે અપવાદોનો આશ્રય લેવો નહીં પડે. હા, એવા નરવીર પણ હોય છે કે જે દેવોની સામે પણ, બળ પ્રયોગની સામે પણ નમતા નથી. તેઓ મરવું પસંદ કરે છે પરંતુ વ્રત તોડવું પસંદ કરતા નથી. વાસ્તવમાં સમ્યગુદર્શન ગુણ આત્મામાં પ્રકટ થતાં આત્મા પ્રાણોથી પણ વ્રતોને વધારે મહત્ત્વ આપે છે. વ્રત બચાવવા માટે પ્રાણ ત્યાગ કરવો પડે તો કરે પરંતુ પ્રાણ બચાવવા માટે વ્રતોનો ત્યાગ કરતો નથી. આ નિયમ સાર્વત્રિક નથી. વિરલ આત્મામાં જ આવું મનોબળ હોય છે, એટલા માટે જ તો જ્ઞાની પુરુષોએ અપવાદ માર્ગ બતાવ્યા ! અપવાદમાર્ગનું આલંબન લેવાથી વ્રતભંગ થતો નથી. Page #109 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૯૭ ઉત્સર્ગ અને અપવાદઃ બન્ને મળીને મોક્ષમાર્ગ : ઉત્સર્ગ માર્ગ – મૂળમાર્ગ ઉપર ચાલવાના વિશુદ્ધ ભાવ હૃદયમાં રાખીને શાસ્ત્રનિર્દિષ્ટ પદ્ધતિથી અપવાદમાર્ગનું સેવન કરવામાં આવે તો કોઈ દોષ નથી લાગતો. દેખાવમાં ભલે વ્રતભંગ લાગતો હોય પરંતુ તે વ્રતભંગ નથી કહેવાતો. જેવી રીતે કોઈ પદયાત્રી ચાલતાં ચાલતાં થાકી જાય અને કોઈ વૃક્ષ નીચે છાયામાં બેસે છે, કોઈ પથ્થરની શિલા ઉપર આરામ કરે છે અને ત્યાં રાત વ્યતીત કરે છે તો પણ તેની પદયાત્રાનો ભંગ થતો નથી. કારણ કે તે બેસે છે ચાલવા માટે ! ચાલવાનો ભાવ અખંડ છે તો બેસવું, સૂવું વગેરે દોષ કહી શકાય નહીં. એ જ રીતે મોક્ષયાત્રા કરવાનો ભાવ અખંડ છે, વ્રતપાલનનો ભાવ અખંડ છે અને કોઈ વાર સંજોગવશાત (જે છ કારણો બતાવ્યાં એ) વ્રતનું પાલન ન થઈ શકે તો પણ વ્રતભંગ કહેવાય નહીં. અપવાદોના સેવનમાં સાવધાની રાખવી પડે છે, એટલા માટે ઉત્સર્ગ-અપવાદનું સેવન જ્ઞાની પુરુષોના માર્ગદર્શન પ્રમાણે કરવું જોઈએ. હવે એક વિશેષ વિધિ બતાવીને ગ્રંથકાર પ્રસ્તાવના પૂર્ણ કરે છે, અને અણુવ્રત બતાવવાનો પ્રારંભ કરે છે. તથા તોપચારણ્ય | વ્રતમય ધર્મગ્રહણ કરવાનો પ્રારંભ લગ્નના પ્રસંગથી પણ વધારે મહત્ત્વપૂર્ણ સમજવો જોઈએ તમારે. લગ્ન તો ભવસાગરમાં ડૂબાડનાર છે ને ? વ્રતમય ધર્મ તો ભવ સાગરમાંથી તારનાર છે! તારનાર પ્રસંગને આનંદથી – ઉત્સવથી મનાવવો જોઈએ. એટલે તો ગ્રંથકાર આચાર્યદવ ઉચિત ઉપચાર” કરવાનું કહે છે. * પુષ્પ, ધૂપ, દીપક આદિથી પરમાત્માની પૂજા કરવી જોઈએ. * ગુરુ મહારાજને વસ્ત્ર-પાત્ર-પુસ્તકાદિ પ્રદાન કરવા જોઈએ. * સાધર્મિકોનો ભોજન-વસ્ત્રાદિથી સત્કાર કરવો જોઈએ. * દીન, અનાથ, અપંગ લોકોની ભોજનાદિથી સેવા કરવી જોઈએ. આ બધાંનો પ્રેમથી, આદરથી અને ઉમંગથી સત્કાર કરવો જોઈએ. આ વિષયમાં વિશેષ વાતો આગળ બતાવીશ. આજ આટલું જ. Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧૦ ૫૨મ કૃપાળુ મહાન શ્રુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્વરચિત "ધર્મબિંદુ” ગ્રંથમાં તેના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થનો વિશેષ ધર્મ બતાવે છે. બાર વ્રતમય વિશેષ ધર્મ સ્વીકાર કરવાનો ભાવોલ્લાસ પ્રકટ થતાં તમે શુભ મુહૂર્તો વ્રત ગ્રહણ કરજો. વ્રત ગ્રહણને દિવસે યા તો આગળના દિવસે તમારે પરમાત્માની પુષ્પ, ધૂપ, વિલેપન આદિ ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવી જોઈએ. વસ્ત્ર, પાત્ર, ઔષધાદિ દ્વારા ગુરુદેવની ભક્તિ કરવી જોઈએ. ભોજન, વસ્ત્રાદિથી સાધર્મિકોની સેવા કરવી જોઈએ. સ્વજનોને પણ પરિતૃપ્ત કરવાં જોઈએ. દીન, અનાથ, દરિદ્ર લોકોને ઉચિત દાન આપવું જોઈએ. આ બધું તમારે સ્વશક્તિ અનુસાર ક૨વાનું છે. સૌને ગૌરવ આપીને કરવાનું છે. એટલે કે કોઈનાય મનમાં દુઃખ થાય એ રીતે કરવાનું નથી. સૌનાં મન પ્રસન્ન કરીને જ કરવાનું છે. આપણી આસપાસ રહેનારાઓની ચિત્ત - પ્રસન્નતા યથાસંભવ જાળવી રાખવાથી આપણી પણ ચિત્ત-પ્રસન્નતા સચવાઈ રહે છે. આનાથી ધર્મ આરાધનામાં મન જોડાય છે. શુભ ભાવોની ધારા વહે છે. બીજા લોકોનાં મનમાં ધર્મ પ્રત્યે ઉપાદેયભાવ ઉત્પન્ન થાય છે, અને તેમના મનમાં પણ વ્રતમય વિશેષ ધર્મ ગ્રહણ કરવાની શુભ ભાવના ઉત્પન્ન થાય છે. ધર્મક્ષેત્રમાં એકાંગિતા : સભામાંથી ; આવા પ્રસંગે પરમાત્મપૂજા અને ગુરુપૂજા તો કરીએ છીએ પરંતુ પ્રાયઃ સ્વજનો પ્રતિ દુર્લક્ષ્ય થઇ જાય છે. દીન, અનાથ, રોગી તો યાદ જ આવતાં નથી ! મહારાજશ્રી : કદાચ તમને લોકોને ખબર નહીં હોય કે આવા વિશિષ્ટ ધાર્મિક પ્રસંગો ઉપર આ બધું કરવાની જિનાજ્ઞા છે. જિનાજ્ઞા સર્વાંગી હોય છે. જે લોકો સર્વાંગી જિનાજ્ઞાને સમજતા નથી તે એકાંગી બની જાય છે. અહીં, આ ગ્રંથમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે સ્વજન, દીન, અનાથ વગેરેની યોગ્ય સેવા કરવી જોઈએ. સભામાંથી : સ્વામિવાત્સલ્ય કરીએ છીએ ને ? મહારાજશ્રી : સ્વામિવાત્સલ્યમાં શું તમે દીન, અનાથ, રોગી વગેરેને ભોજન કરાવો છો ? ભોજન કરાવવું તો દૂર રહ્યું; પરંતુ આવી ચડે તો ધક્કા મારીને બહાર Page #111 -------------------------------------------------------------------------- ________________ گا۔ ભાગ - ૧ કાઢો છો ને? સ્વામિવાત્સલ્યમાં પણ શું સાધર્મિકોનું ગૌરવ કરો છો ? જે સાધર્મિકો સાથે અણબનાવ હોય તેમની સાથે પ્રેમભાવ સ્થાપિત કરો છો ? સાધમિકોનો પરસ્પર પ્રેમભાવ વધતો જાય, પરસ્પરના ઝઘડા શાંત થાય એટલા માટે તો સ્વામિવાત્સલ્યની ધર્મક્રિયા બતાવવામાં આવી છે. પરંતુ તમે લોકો એ ક્રિયાના હાદને સમજતા નથી; એકાંગી બની ગયા છો ને? બીજી વાત, જયારે બાર વ્રતો લેવાનાં છે, શ્રાવકધર્મ અંગીકાર કરવાનો છે ત્યારે કોઈ પણ મનુષ્યની સાથે વેરભાવ તો રહેવો જ ન જોઈએ. કોઈની પણ સાથે વેરભાવ હોય, તેને દૂર કરવો જ જોઈએ. આનાથી દયનિર્મળ બને છે, અને નિર્મળ દ્ધયમાં જ ધર્મ પ્રવેશ પામે છે. નિર્મળ હદયમાં ધર્મ ટકે છે અને વૃદ્ધિ પામે છે. હવે મારે બાર વ્રતોનું સ્વરૂપ બતાવવું છે. એકાગ્ર મનથી સાંભળજો અને સમજવા પ્રયત્ન કરો. પછી વિચારો કે તમે વ્રત ગ્રહણ કરી શકશો કે નહીં! બાર વ્રતોઃ બાર વ્રતોના ત્રણ વિભાગો બતાવવામાં આવ્યા છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત. * અણુવ્રત એટલે મહાવ્રતોની અપેક્ષાએ નાનાં વ્રત. * ગુણવ્રત એટલે અણુવ્રતો ઉપર ઉપકાર કરનારાં વ્રત. * શિક્ષાવ્રત એટલે સાધુધર્મના અભ્યાસરૂપ વ્રત. અણવતઃ અણુવ્રતો પાંચ બતાવવામાં આવ્યાં છે. ૧. સ્થૂળ પ્રાણાતિપાતવિરતિ, ૨. સ્થૂળ મૃષાવાદવિરતિ, ૩. સ્થૂળ અદત્તાદાનવિરતિ ૪. સ્થૂળ અબ્રહ્મવિરતિ ( ૫. સ્થૂળ પરિગ્રહવિરતિ. પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ (અસત્ય), અદત્તદાન (ચોરી), અબ્રહ્મ (મૈથુન) અને પરિગ્રહ આ પાંચ મહાપાપ છે. આ પાપોથી આંશિક રૂપમાં વિરામ એટલે ‘વિરતિ.” Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રાવક જીવન ગુણવ્રત ઃ ગુણવ્રતોનું પાલન કર્યા વગર અણુવ્રતોની જેવી જોઈએ તેવી શુદ્ધિ થઈ શકતી નથી. એટલે અણુવ્રતોનું પાલન પ્રતિદિન જેવું શુદ્ધ – વિશુદ્ધ થતું રહેવું જોઈએ, તે થતું નથી. એટલા માટે ગુણવ્રતોનો સ્વીકાર અને પાલન કરવું અતિ આવશ્યક છે. આ ગુણવ્રતો ત્રણ છે. ? - પહેલું ગુણવ્રત છે દિવ્રત - દિશાઓનું વ્રત. દશ દિશાઓની અપેક્ષાથી આ વ્રત બતાવવામાં આવ્યું છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ દિશાઓ છે. નૈઋત્ય વાયવ્ય, ઈશાન અને અગ્નિ, આ વિદિશાઓ છે. એક ઊર્ધ્વ દિશા અને એક અધો દિશા. આ રીતે દશ દિશાઓ છે. આ દિશાઓમાં કેટલું દૂર જવું.....એટલે ગમન પરિમાણ કરવાનું હોય છે. જ બીજું ગુણવ્રત છે ભોગ – ઉપભોગ પરિમાણનું. આમાં બે શબ્દો છે, ભોગ અને ઉપભોગ. જે વસ્તુ એક વાર જ ભોગવી શકાય છે તેને ભોગ કહે છે. જેમ કે ભોજન. જે વસ્તુને એક વાર ખાઈ લીધી તે વસ્તુને ફરીથી ખાઈ શકાતી નથી. ઉપભોગ અને કહેવામાં આવે છે કે જેમાં વસ્તુને વારંવાર ભોગવી શકાય છે. જેમ કે વસ્ત્ર, મકાન, સ્ત્રી વગેરે. એક જ વસ્ત્રને વારંવાર પહેરવામાં આવે છે. એક જ મકાન પુનઃપુનઃ ભોગવી શકાય છે. આ ભોગ અને ઉપભોગનું પરિમાણ કરવું એ બીજું ગુણવ્રત છે. ત્રીજું વ્રત છે અનર્થદંડવિરતિનું. "અર્થ” એટલે અહીં પ્રયોજન ! જે પાપો પ્રયોજનથી કરવામાં આવે છે તેને – તે પાપને “અર્થદડ” કહેવામાં આવે છે. જે પાપ પ્રયોજન વગર કરવામાં આવે છે તેને અનર્થદંડ કહેવામાં આવે છે. પ્રયોજન અનેક હોય છે. ધર્મનું પ્રયોજન, સ્વજનનું પ્રયોજન, પોતાની ઇન્દ્રિયોનું પ્રયોજન...વગેરે.. પ્રયોજનથી પણ પાપક્રિયા કરવામાં આવે છે, એટલા માટે "દેડ” કહેવામાં આવે છે, અર્થદંડ ! પ્રયોજન વગર જે પાપ કરવામાં આવે છે તેને "અનર્થદંડ” કહેવામાં આવે છે. આ અનર્થદંડ ચાર પ્રકારના બતાવવામાં આવ્યા છે : (૧) અપધ્યાન – આચરિત (૨) પ્રમાદ આચરિત (૩) હિંસપ્રદાન અને (૪) પાપ કર્મોપદેશ – આ ચારે પ્રકારના અનર્થદડથી વિરતિ પામવી એ ત્રીજું ગુણવ્રત છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧૦૧ શિક્ષાપદ "શિક્ષા” એટલે સાધુધર્મનો અભ્યાસ. આ અભ્યાસમાં ચાર પદ , એટલે ચાર સ્થાન છે. પ્રથમ સ્થાન છે, સામાયિક. ટીકાકાર આચાર્યદવે અહીં "સામાયિક”ના ત્રણ અર્થ કર્યા છે. મોક્ષમાર્ગની આરાધનામાં સમાન સામર્થ્યવાળા ત્રણ તત્ત્વો-સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની પ્રાપ્તિ, એટલે કે સામાયિક. આ પ્રથમ અર્થ છે. રાગ અને દ્વેષની વચ્ચે મધ્યસ્થ રહીને જીવ સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ કરે. આ સામાયિકનો બીજો અર્થ છે. ત્રીજો અર્થ છે, સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવની પ્રાપ્તિ. આ ત્રણે અર્થ "સમાય.” શબ્દમાંથી ઉદ્ભવેલા છે. કેટલા સારા અર્થો બતાવ્યા છે, ટીકાકાર આચાર્યશ્રી એ ! પાપ-પ્રવૃત્તિનો ત્યાગ કરીને નિરપદ્ય-નિષ્પાપ યોગાનુષ્ઠાન રૂપ જીવપરિણામ સામાયિક છે. બી શિક્ષાપદ છે પૌષધ-ઉપવાસ. જે આત્મભાવને પુષ્ટ કરે તે પૌષધ. અષ્ટમી. ચતુર્દશી વગેરે પર્વના દિવસોમાં દોષોથી મુક્ત બનીને ગુણો સાથે રહેવું એને ઉપવાસ કહે છે. કહેવાયું છે કે : उपावृत्तस्य दोषेभ्यः सम्यग्वासो गुणैः सह । उपवासःस विज्ञेयो न शरीरविशोषणम् ॥ "દોષો” થી મુક્ત બનીને ગુણો સાથે સારી રીતે રહેવું, તેને "ઉપવાસ” કહેવામાં આવે છે. શરીરશોષણને ઉપવાસ ન માનવો. પૌષધમાં ચાર ગુણો સાથે રહેવાનું હોય છે. ૧. શરીર શુદ્ધિ. શરીર શોભા ન કરવી. ૨. બ્રહ્મચર્યનું પાલન કરવું. ૩ ધંધો-વ્યાપાર ન કરવો. ૪. આહાર-ભોજનનો સર્વથા યા આંશિક ત્યાગ કરવો. પૌષધોપવાસનો અભ્યાસ સાધુધર્મનો અભ્યાસ છે. ત્રીજું શિક્ષાપદ છે "દેશાવકાશિક” પહેલાં ગ્રહણ કરેલાં દિશાપરિમાણવ્રતનું પ્રતિદિન સ્મરણ કરીને પ્રત્યાખ્યાન કરવું, પચખાણ કરવું એ દેશાવકાશિક નામનું શિક્ષાપદ છે. વીતરાગ પરમાત્માના શાસનમાં રહેનાર સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા અતિથિ છે. આ અતિથિઓ ઘેર આવી ચડતાં ભક્તિથી ઊભા થવું જોઈએ, તેમને બેસવા Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રાવક જીવન આસન આપવું જોઈએ, પગ ધોવા જોઈએ, ચંદનથી લેપ કરવો જોઈએ અને પોતાના વૈભવ અનુસાર તેમને ભોજન કરાવવું જોઈએ. વસ્ત્ર અને ઔષધ આપવાં જોઈએ. આવાસ અને બીજી જરૂરી વસ્તુઓ આપવી જોઈએ. આને “સંવિભાગ” કહે છે. આ દાન નથી, સંવિભાગ છે. આ સંવિભાગ ન્યાય—નીતિથી ઉપાર્જિત દ્રવ્યથી કરવામાં આવે છે અને સાધુ સાધ્વીઓને કલ્પનીય દ્રવ્યથી કરવામાં આવે છે. યોગ્યતા અનુસાર વતપ્રદાન : જે માણરા આ તમામ વ્રતોનું પાલન કરવામાં સક્ષમ હોય તેને બધાં જ વ્રતો આપવાં જોઈએ. જે મનુષ્ય માત્ર પાંચ અણુવ્રતો જ ઇચ્છે તેને પાંચ જ આપવા અને જે માત્ર શિક્ષાપદ અથવા ગુણવ્રત જ લેવા ઈચ્છતો હોય તેને તેટલાં જ વ્રતો આપવાં જોઈએ. એટલે તમે લોકો જેટલાં ઈચ્છો તેટલાં વ્રતો લઈ શકો છો. કેટલી કરણી કહી છે જ્ઞાની પુરુષોએ! વ્રતપાલનની તમારી જેટલી ઈચ્છા હોય અને શક્તિ હોય. તદનુસાર તમે વ્રત ગ્રહણ કરી શકો છો. પરંતુ એક વાત નિશ્ચિત હોય છે -- સમ્યકત્વની. ભલે એક વ્રત લો અથવા બાર લો. મૂળમાં સમ્યકત્વ તો હોવું જ જોઈએ. સમ્યકત્વ વગર કોઈ પણ વ્રત વિશિષ્ટ ફળ આપતું નથી, એટલા માટે સર્વજ્ઞશાસન પ્રત્યે શ્રદ્ધાવાન બનવું તો અનિવાર્ય છે જ. અતિચારોથી બચતા રહો : સમ્યગુદર્શન સહિત ગ્રહણ કરેલાં વ્રતોનું પાલન અતિશય જાગૃતિ સાથે કરવાનું હોય છે. અતિચાર લાગી ન જાય, વિરાધના ન થઈ જાય, વ્રતભંગ ન થઈ જાય એ બાબતોની જાગૃતિ રાખવી જોઈએ. જાગૃતિ નહીં હોય તો સમ્યગુદર્શન ગુણ પણ ક્ષતિગ્રસ્ત થઈ જશે. વારંવાર દોષ લાગવાથી ગુણ જીર્ણશીર્ણ થઈ જશે અને એક દિવસે ગુણ નષ્ટ પણ થઈ જઈ શકે છે. "સમ્યગુદર્શન” ગુણને કયા કયા દોષોથી બચાવીને રાખવાનો છે એ સમજવું આવશ્યક બની જાય છે. દોષોનું જ્ઞાન દોષોથી બચવા હોવું જરૂરી છે. એટલા માટે સર્વ પ્રથમ તમારે સમ્ય દર્શનને દુષિત કરનારાં પાંચ દોષ-પાંચ અતિચાર બતાવું છું સાવધાન થઈને, એકાગ્રચિત્તે સાંભળજો. शङ्का-काङ्क्षा-विचिकित्साऽन्यदृष्टि प्रशंसासंस्तवाः सम्यगदष्टेरतिचारा इति ॥ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્ય દૃષ્ટિની પ્રશંસા અને એમની સંસ્તવના – આ પાંચ અતિચારો છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧૦૩ ૧, જિનવચનમાં શંકા ન કરો : જિનેશ્વરનાં વચનોમાં શંકા કરવી ન જોઈએ. શંકાના બે પ્રકારો બતાવવામાં આવ્યા છે ? ૧. દેશ શંકા ૨. સર્વ શંકા જિનવચનોમાં કોઈ બે ચાર વાતો લઇને શંકા કરે છે. તો તેને "દેશ શંકા” કહેવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. આગમોમાં "ભવ્ય” જીવ અને "અભવ્ય” જીવનું વર્ણન આવે છે. આ વાંચીને શંકા કરે કે “બંનેમાં જીવત્વ હોવા છતાં પણ એક જીવ ભવ્ય અને બીજે જીવ અભવ્ય કેમ ?” જ્યારે હેતુ નથી મળતો તો શંકા થઈ જાય છે. - "સર્વ શંકા” એટલે સમગ્ર આગમોના વિષયમાં શંકા થઈ જાય ! જેમ કે "જૈન ધર્મના તમામ સિદ્ધાંતો પ્રાકૃત ભાષા નિબદ્ધ છે તો શું આ તમામ સિદ્ધાંતો કલ્પનામાત્ર હશે ? સાચા નહીં હોય ?" એક વાત નિશ્ચિત રૂપે સમજી લેવી કે વિશ્વની તમામ વાતો તકથી નથી સમજી શકાતી. કેટલાક તત્ત્વોના હેતુ હોય છે તો કેટલાકના હેતુ નથી હોતા. એટલે કે વિશ્વમાં બે પ્રકારનાં તત્ત્વો હોય છે – હેતુગ્રાહ્ય અને અહેતુઝાહા. હેતુ ગ્રાહ્ય તત્ત્વોને હેતુઓથી સમજીને સ્વીકાર કરવો અને અહેતુગ્રાહ્ય તત્ત્વોનો એમ જ સ્વીકાર કરી લેવો જોઈએ. જેના હેતુઓ છે જ નહીં તેમના હેતુ કયાંથી લાવશો? જીવ તત્ત્વનું, અજીવ તત્ત્વનું, પુણ્ય-પાપ આદિ તત્ત્વોનું જ્ઞાન હેતુઓથી પ્રાપ્ત કરી શકીએ. પરંત ભવ્યત્વ, સંસાર અને મોક્ષમાં જીવોની સંખ્યા વગેરે વાતો અહેસુગમ્ય છે. આ વાતો સમજવા માટે કોઈ તક નથી, કોઈ હેતું નથી. હા, કોઈ અવધિજ્ઞાની, કેવળજ્ઞાની હેતુ આપી શકે છે, તક આપી શકે છે, સમજાવી શકે છે. અમારા જેવા માત્ર મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની માટે એ અસંભવ છે એ તર્ક યા હેતુથી સમજવું અને સમજાવવું ! એટલા માટે કોઈ આગમની વાત સમજવામાં ન આવે તો શંકા ન કરવી. શંકાથી શ્રદ્ધા નિર્બળ બને છે. અન્ય દર્શનોની કક્ષા ન કરો : શ્રદ્ધાને નિર્બળ બનાવનારો અતિચાર છે કાંક્ષાનો. કાંક્ષાના પણ બે પ્રકારો છેઃ દેશ કાંક્ષા અને સર્વ કાંક્ષા સર્વજ્ઞ ભાષિત દર્શન સિવાય બીજો કોઈ એક-બે દર્શન પસંદ આવી જાય અને એ દર્શનોના સ્વીકારની ઈચ્છા થઈ જાય તેને કહે છે દેશ કક્ષા. જેમ કે "મને જેના Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રાવક જીવન દર્શન કરતાં બૌદ્ધ દર્શન વધારે સારું લાગે છે. તો હું બૌદ્ધ દર્શનનો સ્વીકાર કરું? અથવા મને વેદાંત દર્શન સારું લાગે છે, હું વેદાંત દર્શનનો સ્વીકાર કરું? આવી આકાંક્ષા કરવાથી સમ્યગ્ગદર્શન કલુષિત થાય છે. સર્વકાંક્ષા કરનારો બધાં દર્શનોની આકાંક્ષા કરે છે. તેને તમામ દર્શનોની માન્યતાઓ સારી લાગે છે ! આનાથી સમ્યગ્દર્શન મલિન થાય છે. આપણે જૈનદર્શન પ્રત્યે શ્રદ્ધાવાન બનવાનું છે. કારણ કે જૈન દર્શન સર્વજ્ઞ દર્શન છે, યથાર્થ દર્શન છે. આપણે જૈન છીએ એટલા માટે જૈન દર્શનના પક્ષપાતની વાત. નથી કરતો, પરંતુ તમામ દર્શનોનો અભ્યાસ કરવાથી જણાયું છે કે જૈન દર્શન જ શ્રેષ્ઠ અને સાચું દર્શન છે. આવું દર્શન પામ્યા પછી અન્ય અપૂર્ણ દર્શનોની સ્પૃહાકાંક્ષા શા માટે કરવી? જૈન ધર્મનું ઊંડાણથી અધ્યયન કરવું જોઈએ. જૈન દર્શનના તત્ત્વમાર્ગ, આચારમાર્ગ વગેરે એટલા તો સુંદર અને બુદ્ધિગમ્ય છે તે તમે અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે. એકાદ-બે પુસ્તકો વાંચવાથી ખ્યાલ નહીં આવે. એથી કામ નહીં થાય. પ્રત્યેક વિષયના ગ્રંથોનું તલસ્પર્શી અધ્યયન કરવું પડશે અને તેમ કરવાથી તમને જૈન દર્શનનું આકર્ષણ થશે, તમારી શ્રદ્ધા વજલેપ જેવી બની જશે અને તેમને દુનિયાની કોઈ વ્યક્તિ વિચલિત નહીં કરી શકે. બુદ્ધિને સ્થિર રાખોઃ ત્રીજો અતિચાર છે "વિચિકિત્સા”નો. ટીકાકાર આચાર્યશ્રીએ વિચિકિત્સાનો અર્થ કર્યો છે મતિભ્રમ, બુદ્ધિની ચંચળતા. મતિભ્રમ થતાં મનુષ્ય વિચાર કરે છેઃ "જૈન દર્શન તો સારે છે. પરંતુ મારા જેન દર્શનના પાલનથી મને એનું ફળ મળશે કે નહીં? જેમ કે ખેડૂત ખેતીકામ કરે છે તો તેને ગમે ત્યારે ફળ મળે છે, તો કોઈ વાર નથી પણ મળતું. એ રીતે હું જિનેશ્વરદેવે બતાવેલાં વ્રત-નિયમોનું પાલન તો કરું છું પણ મને ફળ મળશે કે નહીં? – આવા સંકલ્પ વિકલ્પ (વિચિકિત્સા) કરવાથી સમ્યગુદર્શન મલિન થાય છે. સમ્યગ્દર્શન ગુણને તો આઘાત લાગે જ છે પરંતુ વિચિકિત્સાથી પાપ કર્મનું બંધન પણ થાય છે. એવાં પાપકર્મો બંધાય છે કે જેથી જ્યારે એ પાપકમાં ઉદયમાં આવે છે ત્યારે જીવાત્માને ભયાનક કષ્ટ સહન કરવો પડે છે. એટલા જ માટે મતિબુદ્ધિને સ્થિર રાખો. હું જૈનધર્મની આરાધના કરું છું તેથી મને એનું ફળ અવશ્ય મળશે” આ વિશ્વાસને અવિચળ રાખો. Page #117 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧૦પ બુદ્ધિમાં વિભ્રમ ઉત્પન્ન કરનારી વાતો ન સાંભળો. એવી ચોપડીઓ પણ ન વાંચો. જિનવચનો ઉપર અવિચળ વિશ્વાસ રૂપી અણમોલ સંપત્તિને સુરક્ષિત રાખવાની છે. અપૂર્ણ અસવજ્ઞોની પ્રશંસા ન કરો : શ્રદ્ધાની સંપત્તિને સુરક્ષિત બનાવવા માટે જે સર્વજ્ઞ નથી એવા માણસોની પ્રશંસા ન કરવી. જે પૂર્ણ નથી તેમની પ્રશંસા ન કરવી. અલબત્ત, એવા બુદ્ધ, કપિલ, કણાદ વગેરેના દર્શનોમાં થોડીઘણી સારી વાતો છે કે જે જૈન દર્શનથી મળતી આવે છે, છતાં પણ તેમની પ્રશંસા ન કરવી જોઈએ. જેમ કે એ લોકો પુણ્યશાળી છે.....એમનો જન્મ સાર્થક છે..... એ લોકો દયાળુ છે....”આવી રીતે તેમની પ્રશંસા ન કરવી જોઈએ. એવી પ્રશંસા કરવાથી બન્યા એ નીકળે છે કે આપણે પુણ્યશાળી નથી....આપણો જન્મ નિરર્થક છે...આપણે દયાવાન નથી...કારણ કે આપણે જૈન-દર્શનનો સ્વીકાર કર્યો છે !” પ્રશંસા કરવામાં પણ વિવેક હોવો જોઈએ. અન્ય ધર્મોનાં સારાં તત્ત્વોની પ્રશંસા વિવેકથી કરી શકાય છે. જેમ કે "બૌદ્ધ દર્શનનો ક્ષણિકવાદ સંસાર પ્રત્યે મનુ ને વૈરાગી બનાવે છે... અનાસકત બનાવે છે.....પતંજલિ મહર્ષિનું યોગ દર્શન યોગની સારી પ્રક્રિયાઓ બતાવે છે. વેદાન્ત દર્શન પણ મુક્તિ પામવાનો ઉપદેશ આપે છે. વગેરે. પ્રશંસાનો અર્થ એવો ન નીકળવો જોઈએ કે તે લોકો કૃતાર્થ થઈ ગયા અને આપણે ભટકી પડ્યા. તેઓ પરમ તત્ત્વ પામી ગયા અને આપણે રહી ગયા ! અવિવેકથી અન્ય દર્શનોની પ્રશંસા કરવાથી સમ્યગુદર્શનને ધક્કો વાગે છે. અન્ય દર્શનવાળાની સંસ્તવના ન કરો : જેવી રીતે અન્ય દર્શનવાળાની પ્રશંસા કરવાની નથી, તે રીતે તેમની સાથે રહેવાનું નથી અને પરિચય કરવાનો નથી. “સંસ્તવના” નો અર્થ સમજી લેવાનો છે. સહવાસજાનિત પરિચય કરવાનો નથી. સાથે રહેવાથી ભોજન, વસ્ત્ર વગેરેનું આદાન-પ્રદાન થાય છે, પરસ્પર વાતલિાપ થાય છે. જે અન્ય દર્શનવાળો તમારા કરતાં વધારે બુદ્ધિશાળી હોય, ધનવાન હોય અને થોડો શાસ્ત્રજ્ઞાની હોય તો તે તમારી શ્રદ્ધાને હલાવી દેશે. તમને તેના ધર્મ પ્રત્યે ખેંચી જશે. એટલા માટે અન્ય ધર્મવાળાઓ સાથે પરિચય–સંબંધ બાંધતા પહેલાં વિચારી લેવું કે બુદ્ધિ, જ્ઞાન અને ધન કોની પાસે વધારે છે. જો Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રાવક જીવન તમારી પાસે વધારે હોય તો પરિચય કરવામાં કોઈ ચિંતા નથી. અને જો તેની પાસે વધારે હોય તો તમે તેનાથી દૂર રહો. સભામાંથી : વર્તમાન સ્થિતિમાં તો અમારે બીજા ધર્મવાળાઓ સાથે રોજનો સંપર્ક રાખવો પડે છે. મહારાજશ્રી : હું માનું છું, એટલા માટે માર્ગદર્શન આપું છું. તમે લોકો પૈસા માટે એટલા નિર્બળ બની ગયા છો, એટલા પાગલ બની ગયા છો કે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક – પરિચય કરી બેસો છો. તમને તમારા "સમ્યગ્દર્શન” ગુણને સુરક્ષિત રાખવાની ઈચ્છા છે ? કદી તમને વિચાર આવે છે કે "મારા આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રકટ થયો છે કે નહીં ? મારે મારા આ ગુણને સુરક્ષિત રાખવો જોઈએ. આ ગુણને ડાઘ લાગે એવું મારે ન કરવું જોઈએ. મારે કોઈ સુખ છોડવું પડે તો છોડીશ, પરંતુ મારી શ્રદ્ધાને ડગવા નહીં દઉં.” આવે છે આવા વિચારો? તમારો સંકલ્પ છે ને કે ગમે તેવું દુઃખ આવી પડે તો પણ હું વીતરાગ સર્વશ પરમાત્માને છોડીને અન્ય કોઈ રાગ-દ્વેષી, મિથ્યાત્વી દેવ-દેવી પાસે નહીં જાઉં ? સભામાંથી : અમારા કેટલાક ભાઈઓ વીતરાગ પરમાત્માના મંદિરે આવતા નથી....પરંતુ રોકડિયા હનુમાનના મંદિરે જાય છે. મહારાજશ્રી : હનુમાન જેવા વૈરાગી - વીતરાગી બન્યા હતા તેવા બનવા માટે જતા હશે ! સભામાંથી : ના જી ! હનુમાનજી પાસેથી ધન લેવા માટે ! હનુમાનજી પાસે સંસારનાં સુખ લેવા માટે જાય છે ! મહારાજશ્રી ઃ આવા લોકોને સમ્યગ્દર્શન ગુણનો ખ્યાલ જ હોતો નથી. તેઓ આત્મગુણોથી અનભિજ્ઞ હોય છે. આવા લોકો કોઈપણ ધર્મના લોકો સાથે વ્યાપારિક સંબંધ રાખે છે, તેમની સાથે ખાય-પીએ છે, કલાકો સુધી વાર્તાલાપ કરે છે; હવે તો લગ્ન-સંબંધ પણ કરે છે – કોઈ કોઈ જૈનો મુસલમાનો સાથે પણ લગ્ન કરવા લાગ્યા છે ને ? અમારી વાત તો એ લોકો માટે છે કે જેમને “સમ્યગ્દર્શન” ગુણ સુરક્ષિત રાખવો છે; જેઓ સમ્યગ્દર્શન ગુણનું મહત્ત્વ સમજે છે, એવા મહાનુભાવ આ પાંચે દોષોથી બચીને રહે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ સમ્યકત્વનો મહિમા ઃ સમ્યકત્વ-સમ્યગ્દર્શનનો મહિમા સમજનારા માણસો જ આ શંકા વગેરે પાંચ દોષોથી બચવાનો પ્રયત્ન કરે છે. સમ્યકત્વનો મહિમા બતાવતાં આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ "સમરાઇચ્ચ કહા” માં કહ્યું છે : - ૧૦૭ तओ तम्मि पत्ते समाणे से जीवे बहुयकम्ममल मुक्के, आसन्ननियसरुवभावे पसन्ने संविग्गे निव्विण्णे अणुकंपापरे जिणवयण रुई आवि हवइ ॥ જ્યારે જીવ સમ્યગ્દર્શન ગુણ પામે છે ત્યારે તે ૧. ઘણા કર્મોથી મુક્ત બને છે. ૨. અલ્પકાળમાં આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરનારો બને છે. ૩. પ્રસન્નચિત્ત બને છે. ૪. સંવિગ્ન બને છે, એટલે કે વિશુદ્ધ પરમાત્મસ્વરૂપ, ગુરુસ્વરૂપ અને ધર્મ સ્વરૂપને જાણનારો અને શ્રદ્ધાળુ બને છે. ૫. નિર્વેદવાળો બને છે, એટલે કે સંસારનાં સુખોમાંથી વિરક્ત બને છે. ૬. અનુકંપાયુક્ત દયાળુ બને છે. ૭. જિનવચનોમાં એની અભિરુચિ વધે છે. આવો આત્મા કર્મોના શુભ-અશુભ વિપાકોને જાણતાં સર્વકાળ અપરાધી પ્રત્યે પણ સ્વાભાવિકતાથી ક્રોધ કરતો નથી. ઉપશમ ભાવમાં રહે છે. આવો આત્મા (સમ્યકત્વધારી) આયુષ્ય કર્મનું બંધન કરે છે તો અવશ્ય એ વૈમાનિક દેવલોકનું આયુષ્ય બાંધે છે. તેની દુર્ગાત થતી નથી. એટલા માટે સમકત્વને, સમ્યક્ દર્શનને શંકા-આદિ દોષોથી બચાવતા રહો એ જ મંગલ કામના. આજ બસ, આટલું જ. Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧૧ तथा व्रतशीलेषु पंच पंच यथाक्रमम् । પરમ કૃપાનિધિ મહાન શ્રુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્વરચિત "ધબિંદુ" ગ્રંથમાં ગૃહસ્થનો વિશેષ ધર્મ બતાવતાં સાવધાન કરે છે : "જે વ્રત ગ્રહણ કરો તેનું નિરતિચાર પાલન કરવાના હેતુથી અતિચારોને સમજો.” અહીં ગ્રંથકારે અણુવ્રતો માટે તો "વ્રત” શબ્દનો જ પ્રયોગ કર્યો છે, પરંતુ ગુણવત અને શિક્ષાવ્રત માટે "શીલ" શબ્દનો પ્રયોગ કર્યો છે. આ વિશિષ્ટ શબ્દ પ્રયોગ છે. ક્યાંય પણ ગુણવ્રત અને શિક્ષાવ્રત માટે "શીલ" શબ્દનો પ્રયોગ પ્રાયઃ સાંભળવામાં આવ્યો નથી. "શીલ" શબ્દનો અર્થ વ્યાપક અર્થમાં કરવામાં આવ્યો છે. દિશાઓનું પરિમાણ, ભોગ-ઉપભોગ પરિમાણ, અનર્થદંડ વિરતિ જેવાં શીલસ્વરૂપો છે. તેવી રીતે સામાયિક, દેશાવગાસિક, પૌષધ અને અતિથિસંવિભાગ પણ શીલ-સ્વરૂપ છે. પ્રત્યેક વ્રત અને પ્રત્યેક શીલના પાંચ-પાંચ અતિચાર છે. પહેલા અણુવ્રતના પાંચ અતિચાર આ રીતે બતાવવામાં આવ્યા છે. बन्ध-वधच्छविच्छेदातिभारारोपणान्नपाननिरोधाः । અતિચાર કોને લાગે છે ? અતિચારોનું વિવેચન કરવા પૂર્વે આ અતિચારો કેવા મનુષ્યને લાગે છે તે વાત સમજાવું છું. જે મનુષ્ય ક્રોધી હોય, લોભી હોય, એટલે કે કષાયોથી જેનું અંતઃકરણ મલિન હોય અને "જીવ મરી જાય તો પણ શું ?” એવી રીતે વિચારતો જીવહિંસા પ્રત્યે નિરપેક્ષ વૃત્તિવાળો હોય છે તેને જીવોનો બંધ.....વધ.....વગેરે કરવાથી અતિચાર લાગે છે; પરંતુ જે મનુષ્ય જીવોનો બંધ.....વધ વગેરે કરવામાં સાપેક્ષ વૃત્તિવાળો હોય છે, કષાયોને વશ થતો નથી તેને અતિચાર લાગતા નથી. સાપેક્ષ જીવ બંધ વગેરે કરે છે, છતાં પણ નિર્દોષ હોય છે; જ્યારે નિરપેક્ષ જીવને બંધ વગેરે કરવાથી અતિચાર લાગે છે. આ રીતે અતિચારોનો સંબંધ ક્રિયાની સાથે બતાવવામાં આવ્યો નથી પણ ભાવની સાથે બતાવવામાં આવ્યો છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧. જીવોનું બંધન : જીવોની સાથે આપણો વ્યવહાર કેવા ભાવથી થાય છે તે મહત્ત્વપૂર્ણ વાત છે. યાદ રાખો કે તમે વ્રતધારી બન્યા છો. તમારૂં "પ્રાણાતિપાત વિરમણ” નામે પ્રથમ વ્રત છે. પશુ હોય કે મનુષ્ય, તમે નિષ્પ્રયોજન એને બાંધી શકતા નથી ! બંધન તો પશુને પણ ગમતું નથી, તો મનુષ્યની તો વાત જ શી ? ૧૦૯ કેવળ આપણા મનોરંજન માટે અથવા પરપીડન માટે તમે પશુ યા માણસને બાંધો નહીં. કેટલાક માણસોને પરપીડનમાં મજા આવે છે ! આવી મજા વ્રતધારી લઈ શકતો નથી. - પ્રયોજનથી પણ પશુ યા માણસને બાંધવો પડે તો સાપેક્ષ ભાવથી બાંધવો જોઈએ. નિરપેક્ષ ભાવથી નહીં. કોઈ વાર કોઈ ચોર પકડાઈ ગયો અને એને બાંધવો છે, કોઈ વા૨ નોક યા નોકરાણીએ મોટો અપરાધ કર્યો અને તેને બાંધવાનું થાય, કોઈ વાર દીકરો ભણતો ન હોય અને તેને બાંધીને — પકડીને બેસાડ્યો છે.....તો એવી રીતે બાંધવાં જોઈએ કે કદાચ એ સ્થળે આગ લાગી જાય, તો તે લોકો સ્વયં પોતાનાં બંધનો તોડી શકે – ખોલી શકે. કોઈ વાર સાપ જેવું આવી જાય તો તેઓ જાતે પોતાની રક્ષા કરી શકે. નિરપેક્ષ ભાવથી ખૂબ મજબૂત રીતે બાંધવાં જોઈએ નહીં કે જેથી તેઓ બિચારાં હાલી પણ ન શકે. એટલે કે નિર્દય બનીને બાંધવાં જોઈએ નહીં. વાસ્તવમાં તો શ્રાવકે પોતાના ઘરમાં એવાં પશુઓ રાખવાં જોઈએ કે જેમને બાંધવાં ન પડે. વગર બાંધ્યે પ્રેમથી જ રહે ! એ રીતે નોકરો પણ એવા જ રાખવા જોઈએ કે જેથી તેમને બાંધવાનો—રોકવાનો પ્રસંગ જ ન આવે ! છતાં પણ કોઈ વાર બાંધવાં પડે તો સાપેક્ષ ભાવથી બાંધવાં જોઈએ. ક્રોધ કે લોભ કર્યા સિવાય બાંધવાં જોઈએ. જેથી અતિચાર ન લાગે. હવે તમે લોકો પશુપાલન તો કરતા જ નથી ! નાનાં મોટાં શહેરોમાં રહેનારાઓ પશુઓ રાખતા નથી. અને ગામડાંઓમાં રહેનારા જૈન પણ પ્રાયઃ પશુપાલન નથી કરતા ! આપણા જૈન સમાજમાં તો પશુપાલન રહ્યું જ નથી. બ્રાહ્મણ જેવા વર્ગોમાં પણ પશુપાલન ઓછું થતું જાય છે. પશુપાલન ન કરવાથી હિંસા વધી છે ઃ જેમ જેમ પશુપાલન ઓછું થતું ગયું તેમતેમ “સ્લોટર હાઉસ” – કતલખાનાં વધતાં ગયાં, અને દરરોજ લાખો પશુઓની કતલ થતી જાય છે. તમે લોકો સ્થિર Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રાવક જીવન બુદ્ધિથી વિચા૨શો તો સમજી શકશો કે આટલી ભયંકર હિંસા વધવામાં તમે લોકો પણ નિમિત્ત બન્યા છો. આ ઘોર હિંસા રોકવી હોય તો પશુપાલન વ્યાપક રૂપે થવું જોઈએ. ગ્રામ વિસ્તારોમાં લાખો પશુઓનું પાલન થઈ શકે તેમ છે; પરંતુ પશુઓ પ્રત્યે પ્રેમ અને કરુણા હોવી જોઈએ ને ? એ ક્યાંથી લાવીશું ? મનુષ્યો પ્રત્યે પણ પ્રેમ અને કરુણાના સ્રોત સુકાવા લાગ્યા છે, તો પછી પશુઓ પ્રત્યે પ્રેમ અને કરુણાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય ? શ્રાવકના હૃદયમાં પશુઓ માટે એવો પ્રેમ હોવો જોઈએ કે જેથી તેને ત્યાં રહેતાં પશુઓ બંધન વગર રહે ! પશુઓને જ્યાં પ્રેમ થઈ જાય છે ત્યાં તેઓ વિના બંધને રહે છે. શાસ્ત્રોમાં એવાં ઉદાહરણો પણ મળે છે. શ્રાવકને ત્યાં રહેનારા બે બળદોજે દિવસે શ્રાવક ઉપવાસ કરે તે દિવસે બે બળદો પણ ઉપવાસ કરતા હતા ! શ્રાવકશ્રાવિકા જ્યારે સ્વાધ્યાય કરતાં હતાં ત્યારે પાસે ઊભા રહીને બે બળદો પણ સ્વાધ્યાય (ધર્મચર્ચા) સાંભળતા હતા. સાંભળી સાંભળીને તેઓ સ૨ળ અને દયાવાન પ્રાણી બની ગયા હતા. સભામાંથી : આજે તો અમે ઉપવાસ કરીએ છીએ, તો અમારાં સંતાનો પણ ઉપવાસ કરતાં નથી ! અમે ધર્મચર્ચા કરીએ છીએ, તો અમારાં સંતાનોને એ ગમતું નથી ! મહારાજશ્રી : હાથી ઘોડા, બળદ, ગાય, ભેંશ વગેરે પશુ પ્રાયઃ સરળ પરિણામવાળાં પશુઓ હોય છે. તેઓ પ્રેમનો જવાબ પ્રેમથી આપે છે; મનુષ્યમાં સરળતા રહી નથી ! પ્રેમનો જવાબ તિરસ્કારથી મળે છે ને ! આ અપેક્ષાથી મનુષ્ય કરતાં પશુ સારાં પ્રાણી છે ! ૨. જીવોને નિરપેક્ષ ભાવોથી મારો નહીં : જે રીતે મનુષ્ય અને પશુઓને નિરપેક્ષ ભાવથી બાંધવાનાં નથી, તે રીતે તેમને નિરપેક્ષ ભાવથી મારવાનાં પણ નથી. અહીં મારવાં, યા “વધ” શબ્દનો અર્થ “મર્ડર", હત્યા કરવાનો નથી, પરંતુ સામાન્ય શારીરિક સજા કરવાનો છે. એવી રીતે મારવાં કે જેથી તેમનાં મર્મસ્થાનો ઉપર પ્રહાર ન થઈ જાય, ચોટ ન લાગી જાય. વાસ્તવિકતા તો એ છે કે શ્રાવકનું વ્યક્તિત્વ જ એવું હોવું જોઈએ કે ઘરનાં તમામ માણસો એનો વિનય-સન્માન કરનારાં બને. અને જો કોઈ અવિનય ઔદ્વત્ય કરતું હોય, બેત્રણ વાર સમજાવવા છતાં પણ ન સમજે તો એને મામુલી સજા કરવી Page #123 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧૧૧ જોઈએ, પરંતુ સજા કરતી વખતે દ્ધયમાં ક્રોધ હોવો ન જોઈએ. ક્રોધ હશે તો સાપેક્ષ ભાવ નહીં રહે. ક્રોધથી માણસ અંધ બની જાય છે. અને મર્મપ્રહાર પણ કરી બેસે છે. સામેનો જીવ મમહત થવાથી મરી પણ જાય ! મોટો અનર્થ થઈ જાય ! એટલા માટે પશુ ધા મનુષ્યને મારતી વખતે પણ ભીતરથી જાગ્રત રહેવાનું છે. આપણો ભાવ એને સુધારવાનો-રાખવાનો છે, મારવા માત્રનો નહીં. ૩. જીવોનાં અંગોપાંગનું છેદન ન કરો: જીવો સાથે નિર્દયતાથી વ્યવહાર કરવાનો જ નથી. જ્યારે જીવોને નિર્દયતાથી મારવાનાં ન હોય તો પછી તેમના હાથ, પગ, કાન, નાક વગેરે અંગોપાંગોનું છેદન કેવી રીતે કરાય? શ્રાવક આવું હીન કર્મ કરી જ ન શકે. પરંતુ દયાથી પ્રેરાઈને અથવા પોતાના વ્યવસાય (ડૉકટરી)થી જીવોનાં ઓપરેશન કરે તો તે વ્રતનો અતિચાર બનતો નથી પણ દયાનું કાર્ય બને છે, પુણ્યબંધનું કાર્ય બને છે. શ્રમણ ભગવાન મહાવીરના કાનોમાં જ્યારે તે ધ્યાનસ્થ અવસ્થામાં હતા ત્યારે લાકડાના અણીદાર ખીલાઓ ઠોકી બેસાડવામાં આવ્યા હતા ....ક્રોધમાં પાગલ બનીને ગોવાળે પાપકર્મ બાંધ્યું હતું. પરંતુ જ્યારે વૈદ્ય ભગવાનના કાનોમાંથી ખીલા કાઢ્યા ત્યારે ભગવાનને એટલી તીવ્ર પીડા થઈ હતી કે તેમના મુખમાંથી ચીસ નીકળી ગઈ હતી. આટલી પીડા થઈ હોવા છતાં ખીલા કાઢનાર વૈધે તો પૂણ્યકર્મ બાંધ્યું હતું. કારણ કે વૈદ્યની ભાવના ભગવાનને પીડા પહોંચાડવાની ન હતી, પીડા મટાડવાની હતી. ૪. નોકરો પાસે વધુ કામ ન કરાવો : કોઈ પણ જીવને જાણી જોઈને પીડા કરવાની નથી! "આત્મવત્ સર્વભૂતેષુ” ની ભાવનાને આત્મસાત કરનારો સમકિતદ્રષ્ટિ જીવ એવો વ્યવસાય પણ નહીં કરે કે જેમાં મનુષ્યોને અને પશુઓને વધારે ત્રાસ આપવો પડતો હોય. નોકર પાસે પણ તે વધારે કામ નહીં કરાવે. * જેમ કે તમે ટ્રેનમાંથી સ્ટેશન ઉપર ઊતર્યો. તમારી પાસે વધારે સામાન છે. તમારે બધો સામાન એક જ કુલીના માથે ચડાવવો જોઇએ નહીં, તે જેટલો ઉપાડી શકે તેટલો જ સામાન એને આપવો જોઈએ. સ્ટેશનમાંથી તમે બહાર આવ્યા, તમને ઓટોરિક્ષા ન મળી, મનુષ્પરિક્ષા મળી. રિક્ષા માણસ ચલાવે છે. રિક્ષા ચલાવનારને ત્રાસ ન પડે એટલા જ માણસો એમાં Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રાવક જીવન બેસાડવા જોઈએ અને એટલો જ સામાન રાખવો જોઈએ. રસ્તામાં ચડાણ-ઉતરાણ આવે ત્યારે રિક્ષામાંથી નીચે ઊતરવું જોઈએ. કારણ કે રિક્ષા ચલાવનારો એક જીવ છે એ સમજીને તેની સાથે દયાપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. મનુષ્ય જાતે જેટલો ભાર ઉપાડી શકે અને જાતે જ ઉતારી શકે તેટલો જ ભાર તેને ઉપડાવવો જોઈએ. પશુ ઉપર પણ એટલો ભાર ન મૂકવો જોઈએ કે જેથી તેને ત્રાસ થાય. ઘોડાગાડી, બળદગાડી, ઊંટગાડી તથા કૂતરાગાડી જેવી ગાડીઓ સાથે પશુઓને જોડો છો; તો યોગ્ય સમયે તેમને મુક્ત કરી દેવાં જોઈએ. હદથી વધારે દોડાવવાં ન જોઈએ, મારી મારીને દોડાવવાં ન જોઈએ. યાદ રાખો કે તમે સમકિતવૃષ્ટિ શ્રાવક છો. તમારામાં અનુકંપા હોવી જોઈએ. દયા-અનુકંપા.....કરુણા તમારું લક્ષણ છે. તમે દયાહીન કૃત્ય કરી જ ન શકો. તમે બીજા જીવોને કષ્ટ આપી જ ન શકો. ૫. પશુઓ અને નોકરોને સમયસર પાણી અને ભોજન આપો ઃ પશુ હોય કે માણસ, તેને ભૂખ્યું – તરસ્યું ન રાખવું જોઈએ. કોઈક વાર ગાય યા ભેંશે દૂધ દોહવા ન દીધું, લાત મારી, વાસણ ફોડી નાખ્યું.....ત્યારે ગુસ્સામાં આવીને...."આજ તને પાણી ય નહીં પિવડાવું.....આજ તને ઘાસ જ નહીં નીરું.” એમ બોલીને દિવસભર એને ભૂખ્યું – તરસ્યું રાખવામાં આવે છે ! આવું ન કરવું જોઈએ. પશુનો અપરાધ પણ માફ કરવો જોઈએ. જે દૂધ આપે છે તે કદી લાત પણ મારે, તો લાત ખાવી પડે છે ! પરંતુ લાતની સામે લાત મારવા જશો તો દૂધ નહીં મળે. એ રીતે નોકરોને પણ જાણી જોઈને ભૂખ્યા ન રાખવા જોઈએ. બળજબરીથી ઉપવાસ ન કરાવવા જોઈએ. કોઈ વાર ભૂખથી મૃત્યુ પણ થઈ શકે છે. હા, અજીર્ણ થયું હોય તો ઉપવાસ કરાવી શકો છો. તાવ આવ્યો હોય તો ઉપવાસ કરાવી શકો છો. કદી કોઈ નોકર અપરાધ કરી બેસે તો એને ભય બતાવી શકો છો. "આજ તને ખાવા નહીં મળે, પાણી પણ નહીં મળે !....એક ઓરડામાં પૂરી દઈશ.” પણ આવું કરવાનું નથી. ભોજનનો સમય સમાપ્ત થતાં તેને "ફરીવાર આવી ભૂલ ન કરતો” કહીને ભોજન કરાવવું જોઈએ. કોઈ વાર સાપેક્ષ ભાવથી "જ્યાં સુધી ભૂલ કબૂલ નહીં કરે ત્યાં સુધી ભોજન નહીં કરાવું” વિચારીને દિવસભર ભૂખ્યો રાખવા છતાં પણ અતિચાર થતો નથી. Page #125 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧૧૩ &યની ભાવના શુભ હોવી જોઈએ. જીવ પ્રત્યે સ્નેહભાવ હોવો જોઈએ. આ સ્નેહભાવ હોવાથી બહારથી–વ્યવહારથી બાંધવા કરવાથી, મારવાથી, અંગછેદન કરવાથી, વધારે માર મારવાથી અને ભૂખ્યા રાખવાથી પણ અતિચાર લાગતો નથી. એટલે કે પ્રથમ અણુવ્રત દૂષિત નથી બનતું. પ્રશ્ન - પહેલું અણુવ્રત "સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ” છે. આ વ્રત જેણે લીધું હોય તે જીવોને બંધન આદિ કરે છે તો પણ વ્રત તો અખંડ જ રહે છે ને? ઉત્તર - સાચી વાત છે! પ્રાણાતિપાતનો ત્યાગ કર્યો છે પ્રથમ વ્રતમાં. બંધનમારણ આદિનો પચખાણ-ત્યાગ કર્યો નથી, પરંતુ જીવોનું બંધન વગેરે પ્રાણાતિપાતના ઉપાયો છે ! એટલા માટે ઉપાયોનો ત્યાગ પણ આ અણુવ્રતમાં સમાવિષ્ટ થઈ જાય છે. એટલે કે પ્રાણાતિપાતનું પચખાણ કર્યું છે તો વધ-બંધનાદિનું પચખાણ થઈ જ જાય છે પ્રશ્ન - ત્યારે તો વધ-આદિ કરવાથી પચખાણનો ભંગ થાય છે ને? અતિચાર ન કહી શકાય ! અતિચારની ભાષા ઉત્તર :- પ્રત્યેક વ્રતનાં બે પાસાં હોય છે. અંતવૃત્તિ અને બહિવૃત્તિ. એટલે કે વ્રત ભાવાત્મક અને ક્રિયાત્મક હોય છે. એક ઉદાહરણથી સમજાવું છું. એક અણુવ્રતધારી મનુષ્ય રોષમાં આવી ગયો અને વિચારવા લાગ્યોઃ “આને મારી નાખીશ..પ્રાણ લઈ લઈશ....” અને એ વ્યક્તિ ઉપર એણે દયાહીન થઈને પ્રહાર પણ કર્યો, પરંતુ પેલી વ્યક્તિ નાસી ગઈ, પ્રહાર ન થયો તેની ઉપર અને તે બચી ગઈ. આ ઘટનાથી અણુવ્રતધારીના પહેલા વ્રતનો અંતવૃત્તિથી ભંગ થયો, પરંતુ બહિવૃત્તિથી ન થયો. પેલી વ્યક્તિનું મોત ન થયું. બહિવૃત્તિથી વ્રત અભંગ રહ્યું. એટલા માટે તેના વ્રતનો ભંગ ન થયો. અતિચાર ન લાગ્યો ! કારણ કે દેશથી (આંશિક રૂપથી) વ્રતનો ભંગ થયો એ જ "અતિચાર” કહેવાય છે. - વ્રતના એક અંશનું પાલન થાય છે અને એક અંશનો ભંગ થાય છે ત્યાં સુધી અતિચાર" કહેવાશે. પણ બંને એશોનો ભંગ થવાથી વ્રતભંગ કહેવાશે ! મન, વચન, કાયાથી હિંસાનો ત્યાગ કરો: વાસ્તવિકતા એ છે કે આપણે મન, વચન અને કાયાથી હિંસાનો ત્યાગ કરવો Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રાવક જીવન જોઈએ. જીવહિંસા અનેક અનર્થ પેદા કરે છે. અલબત્ત, સંપૂર્ણ અહિંસાનું પાલન તો સાધુ પુરુષો જ કરી શકે છે. ત્રસ અને સ્થાવર, તમામ પ્રકારના જીવોની મન, વચન અને કાયાથી હિંસા કરવી ન જોઈએ. કરાવવી ન જોઈએ, અને અનુમોદન ન કરવું જોઈએ. આ પ્રકારે હિંસાનો ત્યાગ સાધુ પુરુષો જ કરી શકે છે. ગૃહસ્થ ધર્મમાં તો માત્ર નિરપરાધી ત્રસ જીવોની જ સંકલ્પપૂર્વક હિંસાનો ત્યાગ થાય છે. તમે લોકો ગૃહસ્થો છો. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવોની હિંસા તમારા જીવનમાં થતી જ રહે છે. ત્રસ જીવોની દ્વિ-ઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના) હિંસા પણ થોડી ઘણી તો થતી રહે છે, એટલા માટે તમારું અણુવ્રત એટલું જ છે કે તમે નિરપરાધી ત્રસ જીવોની હિંસા નહીં કરો. અને તે પણ સંકલ્પપૂર્વક-ઇરાદાપૂર્વક હિંસા નહીં કરો. સ્થાવર જીવો પ્રતિ પણ કરુણા રાખો સમ્યગુદર્શનના પ્રકાશમાં તમે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં જીવત્વને માનો છો. ભલે તે સ્થાવર જીવો છે. સૂક્ષ્મ જીવ છે, પરંતુ જીવ તો છે જ. ભલે તેમની હિંસા ન કરવાનું વ્રત નથી લીધું તમે, છતાં પણ નિર્દયતાથી, ઉપેક્ષા ભાવથી એ જીવોની પણ હિંસા ન કરવી જોઈએ. તેમની ઉપેક્ષા જીવત્વની ઉપેક્ષા છે. હિંસા કરવી જ પડતી હોય તો સાપેક્ષ ભાવથી, ઓછામાં ઓછી માત્રામાંપ્રમાણમાં કરવી જોઈએ. પાણીનો ઉપયોગ ખૂબ ઓછો કરવો જોઈએ, પરંતુ જ્યારથી ઘરમાં પાણીના નળ આવ્યા છે, ત્યારથી પાણીનો ખૂબ જ દુરુપયોગ થવા લાગ્યો છે. જ્યાં એક લોટાથી કામ ચાલતું હતું ત્યાં પચાસ લોટા પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે. એનું પરિણામ તમે જુઓ છો ને ? દેશના અનેક પ્રાન્તોમાં રાજ્યોમાં પાણીનો અભાવ વર્તાઈ રહ્યો છે. પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે ! પાણી અપૂકાય સ્થાવર જીવ છે, પરંતુ એમાં ત્રસ જીવો પડે છે, એટલે જ પાણી ગળીને પીવું જોઈએ, ઉપયોગમાં લેવું જોઈએ. એથી ત્રસકાય જીવો બચી જશે. અગ્નિનો ઉપયોગ પણ ઓછામાં ઓછો કરવો જોઈએ. લાકડાનો અગ્નિ હોય કે કોલસાનો, ગેસનો હોય કે કેરોસીનનો....અગ્નિ કોઈ પણ હોય, ઉપયોગ ઓછો કરવો જોઈએ. "અગ્નિમાં જીવત્વ છે" એ વાત યાદ રાખો. વાયુકાય પ્રત્યે પણ કરુણાભાવ હોવો જોઈએ. કેટલાય લોકો ૨૪ કલાક પંખા ચાલુ રાખે છે. અસંખ્ય જીવોની હિંસા થાય છે પંખો ચાલવાથી! અસહ્ય ગરમી Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ભાગ - ૧ સિવાય પંખાનો ઉપયોગ ન કરવો જોઈએ. વનસ્પતિનો ઉપયોગ તો ઘણો જ વધી ગયો છે. જો કે પાંચે સ્થાવર જીવોમાં વધારે સંવેદનશીલ હોય છે વનસ્પતિના જીવ. દરરોજ કેટલી ભાજી-શાક ખાઓ છો ? સવારના નાસ્તામાં શાકભાજી જોઈએ ! એક બે ફળ પણ જોઈએ, સાંજના ભોજનમાં પણ બે-ત્રણ શાક-ભાજી જોઈએ અને રાતમાં પણ ભાજીપાઉં જોઈએ !! યાદ જ રહેતું નથી કે "વનસ્પતિમાં જીવત્વ છે." શ્રીમંત લોકો પોતાના બગીચામાં લોન ઉગાડે છે. લોનમાં અસંખ્ય જીવ હોય છે. એ જાણો છો, છતાં લોન ઉપર ચાલવું, રમવું, દોડવું....લોનને કોઈવાર કાપવી...... આ બધું ચાલે છે ને ? કેમ ? લોન ઉગાડવી આવશ્યક છે ? વ્યર્થ જીવ હિંસા શા માટે કરો છો? બિચારા સ્થાવર જીવ પોતાની રક્ષા કરી શકતા નથી તેથી શું તેમની હિંસા કરવાની ? યાદ રાખો કે તમે પણ અસુરક્ષિત થઈ જશો અને મહાકાલ ભક્ષ્ય બનાવી દેશે. ઘોર હિંસક વ્યવસાય ન કરવો જોઈએ ? પૈસાના લોભમાં ફસાઈને તમે લોકો પણ એવા વ્યવસાય કરો છો કે જે ઉદ્યોગોમાં ત્રસ – સ્થાવર જીવોની ઘોર હિંસા થાય છે. કેટલાય પ્રકારનાં કારખાનાં ચાલે છે તમારાં, જો તમારે પ્રથમ અણુવ્રતનું પાલન કરવું હોય તો તમારે એવા ઉદ્યોગો ન કરવા જોઈએ. અને જો હોય તો છોડી દેવા જોઈએ. તપાલન રૂપ ધર્મધન કમાવાનું છે તો ભૌતિક સંપત્તિનો મોહ છોડવો જ પડશે. સભામાંથી - કારખાનામાં હિંસા થાય છે, પરંતુ અમે લોકો તો હિંસા નથી કરતા. મહારાજશ્રી - તમે જાતે નહીં કરતા હો પરંતુ કરાવો તો છો ને ? એક વ્યક્તિ જાતે કોઈનું ખૂન નથી કરતી, બીજા પાસે કરાવે છે તો તે નિર્દોષ માનવામાં આવે છે? હિંસા કરનાર જેવો અપરાધી છે તેવો અપરાધી હિંસા કરાવનારો પણ છે. વ્રતધારીને તો હિંસા કરાવવાના પણ પચખાણ હોય છે. એટલા માટે એવા ઉદ્યોગો ભ ચલાવવા જોઈએ. નિરપરાધીની હિંસા ન કરોઃ તમારું પ્રથમ અણુવ્રત છે નિરપરાધી ત્રસ જીવોની હિંસા ન કરવાનું. જેણે તમારું કોઈ નુકસાન કર્યું નથી. કોઈ પણ પ્રકારનો અપરાધ કર્યો નથી તેને ન મારવું જોઈએ. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રાવક જીવન અપરાધ બે રીતે જોવા જોઈએ. એક અપરાધ આપણી તરફ હોય અને બીજો અપરાધ બીજાં પ્રત્યે હોય. તમને કોઈકે પથ્થર માર્યો, તમારામાં સહનશક્તિ છે, તમે સમતા રાખી શકો છો, તો તમે એ અપરાધીને સજા નહીં કરો, પરંતુ તમારામાં સમતા નથી અને સ્વરક્ષાની ભાવનાથી તમે એ અપરાધીને મારો છો તો તમારા વ્રતને દોષ નથી લાગતો. એક દુષ્ટ વ્યક્તિ તમને કશું કરતી નથી પરંતુ તમારા દેખતાં કોઈ સ્ત્રીને પરેશાન કરે છે, તમારા સમજાવ્યા છતાં પણ તે સમજતી નથી તો તમે એના અપરાધની સજા કરી શકો છો. તમારું અણુવ્રત અખંડ રહે છે. એ રીતે કોઈ બળવાન માણસ કોઈ નિર્દોષને-નિર્બળને દુખ આપે છે, તે તમારી મદદ માગે છે, તમે એને બચાવવા માટે પેલા બળવાનને સજા કરો છો, બાંધો છો. મારો છો તો પણ તમારું અણુવ્રત નિષ્કલંક રહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તમે અપરાધીને સજા કરો છો તો તમારા પહેલા અણુવ્રતને ડાઘ લાગતો નથી. સંકલ્પપૂર્વક હિંસા ન કરો : આમ તો કદાચ કોઈ જીવને મારવાનો તમારો સંકલ્પ ન હોય, પરંતુ પ્રમાદવશ કોઈ જીવની હિંસા થઈ જાય તો તમારું અણુવ્રત ખંડિત થતું નથી. હું એને મારું” એવા નિર્દય ભાવથી જે મારો અને તે જીવ મરી જાય તો તમારું અણુવ્રત ખંડિત થઈ ગયું સમજો. એટલા માટે મનમાં “મારીશ” એવો વિચાર સુદ્ધાં કરવાનો નથી. કોઈને મારવાનો વિચાર આવી જાય તો પણ કડક પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. ઉપસંહાર તીર્થકર ભગવંતોએ હિંસાના કટુ વિપાક બતાવતાં કહ્યું છે કે હિંસાથી જીવને દુભાંગ્ય, અપંગ શરીર, રોગ, દુગતિ પ્રાપ્ત થાય છે. આ જાણીને કયો બુદ્ધિમાન પુરુષ હિંસા કરશે ? મહાન સુખ-સંપત્તિ જો ઇચ્છતા હો તો વગર પ્રયોજને સ્થાવર જીવોની પણ હિંસા ન કરવી. યાદ રાખો એક કીડીથી શરૂ કરીને દેવરાજ ઈન્દ્ર સુધીના સર્વે જીવો જીવન ઈચ્છે છે. જીવિતદાન પ્રાપ્ત થતાં જીવોને પ્રસન્નતા થાય છે. એ મોટું રાજ્ય મળતાં પણ પ્રાપ્ત ન થાય એવી પ્રસન્નતા હોય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧૧૭ . "આચારાંગસૂત્ર” માં શ્રી સુધમાં સ્વામી જંબૂ સ્વામીને કહે છે: "હે જંબુ, હું તને કહું છું કે જે અરિહંત ભગવંતો અતીત કાળમાં થઈ ગયા, જે વર્તમાનમાં વિચરે, છે, અને ભવિષ્યમાં ઉત્પન્ન થશે તે સર્વે આ રીતે કહે છે, પ્રરુપણા કરે છે, પ્રતિપાદન કરે છે, ઉપદેશ આપે છે કે સર્વપ્રાણી, સર્વભૂત, સર્વ જીવ, હનનયોગ્ય નથી; સંઘટ્ટન કરવા યોગ્ય નથી, ઉપદ્રવ કરવા યોગ્ય નથી. આ ધર્મ જ ધ્રુવ-નિયત અને શાશ્વત છે. આ રીતે લોકાલોકદર્શી સર્વજ્ઞો કહે છે.” પુરાણ, સ્મૃતિ, વેદ વગેરે અન્ય શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ રૂપથી અહિંસાની જ પ્રધાનતા માનવામાં આવી છે. દીર્ઘ આયુષ્ય, સ્થિરતા, નિરોગિતા, સૌભાગ્ય, મધુરવાણી અને પ્રશંસા વગેરે અહિંસા-દયા ધર્મનાં જ ફળ છે. એટલા માટે પ્રથમ અણુવ્રત ગ્રહણ કરીને તેનું સુયોગ્ય પાલન કરતાં દયાધર્મને હૃદયમાં સ્થાપિત કરવો જોઈએ. - તમારા સૌના હૃયમાં દયાધર્મની શાશ્વત સ્થાપના થાય, દયાધર્મ પ્રતિષ્ઠા પામો અને તમે પૂર્ણસુખ સૌભાગ્ય પ્રાપ્ત કરનારા થાઓ, એ જ મંગલ કામના. આજ બસ, આટલું જ. Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૨ પરમ કૃપાનિધિ મહાન શ્રુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્વરચિત "ધર્મબિંદુ" ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો સવિશેષ ધર્મ બતાવે છે. તેમાં પ્રથમ અણુવ્રતના અતિચાર બતાવ્યા બાદ બીજા અણુવ્રતનાં અતિચાર બતાવે છે. "સ્થૂલ મૃષાવાદ-વિરમણ” વ્રતના પાંચ અતિચાર છે ઃ मिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखक्रिया न्यासापहार- स्वदारमंत्रभेदाः । ૧. મિથ્યા ઉપદેશ, ૨. રહસ્ય-અભ્યાખ્યાન, ૩. ખોટા લેખ લખવા, ૪. થાપણ પાછી ન આપવી, ૫. પત્ની વગેરેની ગુપ્ત વાત જાહે૨ ક૨વી. આ અતિચારોથી બીજું અણુવ્રત દૂષિત થાય છે; એટલા માટે એ કામ ન કરવાં જોઈએ. - ૧. મિથ્યા ઉપદેશ : બીજું અણુવ્રત લેનાર મનુષ્ય કોઈ વાર જૂઠું બોલવાના પ્રસંગે વિચારે છે ઃ "હું અસત્ય નહીં બોલી શકું, મારું અણુવ્રત છે. પરંતુ અસત્યનો આશ્રય લીધા વગર કામ થશે નહીં; શું કરું ? મારા ભાઈ અથવા મિત્ર દ્વારા અસત્ય બોલવું તો ? ઠીક છે, આ ઉપાય સારો છે. હું મિત્રને કેવી રીતે બોલવું તે શીખવી દઉં; મારા વ્રતનો ભંગ નહીં થાય અને કામ થઈ જશે ! ” આવું વિચારીને તે પોતાના મિત્રને શીખવે છે કે “આવું, આવું બોલવું !” મિત્ર એવું બોલી પણ દે છે. એનાથી અણુવ્રતનો ભંગ નથી થતો પરંતુ અતિચાર લાગે છે. કારણ કે તેના મનમાં વ્રતની અપેક્ષા છે. "મારા વ્રતનો ભંગ થવો ન જોઈએ.” એવી અપેક્ષા એના વ્રતને બચાવી લે છે. છતાં પણ બીજા પાસે અસત્ય બોલાવવાથી દોષ તો અવશ્ય લાગે છે. આથી બીજાં પાસે પણ અસત્ય બોલાવવું જોઈએ નહીં. Page #131 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧૧૯ ૨. કોઈની ગુપ્ત વાતના વિષયમાં ખોટાં અનુમાનો ન કરવાં : કોઈ બે અથવા ચાર માણસો ગુપ્ત મંત્રણા કરે છે. તમે એ મંત્રણામાં સામેલ નથી. તે લોકો શું વાત કરે છે તે જાણવાની તમને જિજ્ઞાસા છે, પરંતુ પાસે જઈને સાંભળી શકો તેમ નથી. દૂરથી ખોટાં તાર્કિક અનુમાન કરીને, "એ લોકો આવી આવી વાતો કરતા હતા” એવું બોલવું એ બીજો અતિચાર છે. આવું બોલવાથી અણુવ્રત તો દૂષિત થાય છે જ, એ સાથે બીજાં ઉપર આપત્તિ આવી પડે છે. પહેલાં પરિવારની દ્રષ્ટિથી આપત્તિ બતાવું છું. ભાઈ અને ભાભી એકાંતમાં વાત કરે છે. બહેને તે જોયું. "ભાઈ-ભાભી શું ગુસપુસ કરે છે?" તે ખોટું અનુમાન કરે છે અને જઈને બાને કહે છે: “ભાભી ભાઈને જુદા થવા સમજાવી રહી છે, મેં એમને વાતો કરતાં જોયાં છે.” સાસુ વહુ વચ્ચે ઝઘડો થશે ને? જ્યારે વહુને તો જુદા થવાની કલ્પનાય ન હોય! સાસુ જ્યારે ગુસ્સામાં આવીને કહે છે કે “તું મારા પુત્રને બગાડે છે, તું મારા ઘરમાં આગ લગાડે છે. મારા ઘરને વેરવિખેર કરવા બેઠી છે.” ત્યારે વહુના મનમાં શું થશે? નણંદના ખોટા અનુમાનથી વહુને કેટલું સહન કરવું પડે છે? એ રીતે બહેન ભાઈને કેવો અન્યાય કરી રહી છે? હવે એક ઉદાહરણ સામાજિક દ્રષ્ટિથી સમજાવું. બે-ચાર સ્ત્રીઓ તમારા ઘરના સામેના ઓટલા ઉપર બેસીને મંદ મંદ સ્વરમાં વાતો કરે છે. તેઓ વારંવાર તમારા ઘરની સામે જુએ છે. તમારા મનમાં શંકા થાય છે : ” આ સ્ત્રીઓ મારા ઘરની નિંદા તો નથી કરતી ?" તમે તમારી પત્નીને કહ્યું, પત્નીએ પણ એ સ્ત્રીઓ તરફ જોયું અને તે જોર જોરથી બોલવા લાગી કરી નિંદા પેટ ભરીને, અમારી નિંદા કરવા સિવાય તમને આવડે છે શું?” બિચારી પાડોસણો આશ્ચર્ય પામે છે, અને એમાંથી એક સ્ત્રી કહે છે: અમે શા માટે તમારી નિંદા કરીએ? અમે તો અમારા ઘરની વાત કરીએ છીએ.” તમારી સ્ત્રી કહે છે: "જુઠું ન બોલ, મને ખબર છે તું મારી જ નિંદા કરે છે....” થઈ ગયો ને ઝઘડો? સ્ત્રીઓનો ઝઘડો જ્યારે પુરુષોમાં પ્રવેશે છે ત્યારે શું થાય છે ? સ્નેહી-મિત્રોમાં પણ ખોટાં અનુમાનો કરવાથી પરસ્પરનો સ્નેહ નષ્ટ થાય છે, સંબંધો તૂટી જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બીજાની ગુપ્ત વાતો અંગે ખોટા અનુમાનો કરવાથી બીજુંઅણુવ્રત તો દૂષિત થાય જ છે, સાથે સાથે આ બધા અનાથ પણ ઉત્પન્ન થાય છે. એટલા માટે કદી પણ ખોટો અનુમાનો ન કરવો. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ એક છોકરીની જિંદગી બરબાદ થઈ ગઈ : એક સારા ઘરની છોકરી કોલેજથી પાછી આવતી હતી. રસ્તામાં એને એનો એક કાકાનો દીકરો ભાઈ મળી ગયો. મુંબઈથી આવ્યો હતો. બંને જણાં રોડની બાજુમાં ઊભાં ઊભાં વાતો કરવા લાગ્યાં. આ છોકરીને એક છોકરો દૂરથી જુએ છે. તેણે ખોટું અનુમાન કર્યું. એ છોકરા સાથે જ એ છોકરીની સગાઈ થઈ હતી. એ છોકરાએ સગાઈ તોડી નાખી ! એટલું જ નહીં, છોકરી અંગે, તેના ચારિત્રની બાબતમાં ખોટી ખોટી વાતો ફેલાવી. છોકરીએ એ છોકરાને સમજાવવા ભરપૂર પ્રયત્નો કર્યા; પણ તેણે ન માન્યું. છેવટે છોકરીએ આત્મહત્યા કરી. બીજાંની રહસ્યભૂત વાતો અંગે ખોટાં અનુમાનો ન કરો. ૩. જૂઠા લેખ ન લખવા જોઈએ : ”મારે તો ખોટું ન બોલવાનું વ્રત છે. ખોટું ન લખવાનું વ્રત નથી. એવું લખવાથી મારા વ્રતનો ભંગ નહીં થાય.” આવું વિચારીને જો વ્રતધારી મનુષ્ય ખોટો-જૂઠો લેખ લખે તો એનું વ્રત દૂષિત થાય છે. બેંકમાં બનાવટી સહી કરીને બેંકમાંથી લાખો રૂપિયા ઉપાડી લે છે. દસ્તાવેજો ઉપર ખોટી સહી કરીને લોકો બીજાંની જમીન હડપ કરી જાય છે. શ્રાવક જીવન એવો પત્ર લખવો કે જેનો બીજો અર્થ થતો હોય. આવાં ખોટાં કામ કરવાથી વ્રત તો મલિન થાય જ છે. રાજ્યનો પણ ગુનો બને છે, જો પકડાઈ જાય તો જેલ ભેગો થાય છે, બેઇજ્જતી પણ થાય છે; એટલા માટે આવા લેખ ન લખવા જોઈએ. ૪. થાપણ હડપ ન કરવી જોઈએ : જેમ કે કોઈકે તમને વિશ્વાસપાત્ર સમજીને તમને સોનું-ચાંદી અથવા રૂપિયા થાપણના રૂપમાં આપ્યા. જ્યારે તે પાછા લેવા માટે આવે ત્યારે તમે વિવાદ ઊભો કરી દો ! મારી પાસે તમારા રૂપિયા જેવું કશું નથી !” જો કે આ પાપને અહીં અતિચાર બતાવ્યો છે. પરંતુ આ પણ એક મોટું પાપ છે. વિશ્વાસઘાત છે ને અદત્તાદાન રૂપ ચોરી જ છે. પરંતુ અહીં મૃષાવાદ વિરમણ વ્રતનો અતિચાર કહ્યો છે. ત્યાં સુધી જ અતિચાર છે, જ્યારે તે અનાભોગથી બોલે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ છે : “મારી પાસે તમારી કોઈ થાપણ નથી.” અનાભોગ એટલે અજાણપણું, અજાણપણામાં બોલે તો વ્રતભંગ થતો નથી. જાણીજોઈને બોલે તો વ્રતભંગ થાય છે. ભાગ ૧ · "जाणं तो जइ करेइ तो भंगो । “ એટલા માટે કોઇની ય થાપણ હડપ કરવાની ઈચ્છા પણ ન કરવી જોઈએ. માની લો કે તમે અણુવ્રતધારી નથી; છતાં પણ તમારે આ પાપ ન કરવું જોઈએ. થાણ પાછી ન આપવાથી સામાવાળી વ્યક્તિને ઊંડી વેદના થાય છે અને કોકવાર મૃત્યુ પણ થાય છે. આ મૃત્યુના તમે નિમિત્ત બની જાઓ છો. એનાથી ઘોર પાપકર્મનો બંધ થાય છે અને દુર્ગંત થાય છે. તમે થાપણ પાછી આપતા નથી તો તમારે બીજા ભવમાં પણ કોઈને કોઈ રૂપમાં પાછી આપવી તો પડશે જ, એટલા માટે પ્રામાણિક બનીને જીવો. ૫. પત્ની-મિત્ર વગેરેની ગુપ્તવાતો પ્રકટ ન કરો ઃ બોલવામાં ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. કેટલીક ઘટનાઓ, કેટલાક પ્રસંગો એવા હોય છે કે કોઈને ય કહેવાના હોતા નથી; છતાં જેના ઉપર વિશ્વ સ હોય છે એને – નિકટના લોકોને પોતાની ગુપ્ત વાતો પણ લોકો કહી દે છે. માની લો કે તમારી પત્નીને તમારી ઉપર અતિશય પ્રેમ છે, ખૂબ જ વિશ્વાસ છે. તેના મનમાં કોઈ કોઈ વાર એક વાત આવે છે કે : “મારે કોઈ પણ વાત મારા પતિથી છુપાવવી નથી. તે મને હ્રદયથી પ્યાર કરે છે. તો હું મારી ગુપ્ત વાત પણ તેમને જણાવી દઉં. જ્યાં સુધી હું નહીં જણાવું ત્યાં સુધી મારા દિલમાં દુઃખ થશે.” તેણે પોતાની વાત એક દિવસે એકાન્તમાં પતિને કહી દીધી : "આજ હું આપને મારા જીવનની, લગ્ન પહેલાંની એક ભૂલ બતાવવા માગું છું. આપ મને ક્ષમા કરશો. એક યુવાન સાથે મારો શારીરિક સંબંધ થઈ ગયો હતો......મારું કૌમાર્ય ભંગ થયું હતું.....પાછળથી મને ઘણો જ પસ્તાવો થયો હતો.....પરંતુ જે વાત બનવા જેવી ન હતી તે બની ગઈ...... તમે પત્નીને આશ્વાસન આપ્યું અને આ વાત હું કોઈનેય કહીશ નહીં એવું વચન પણ આપી દીધું. થોડાંક વર્ષો પસાર થાય છે. ઘરમાં બાળકો પણ રમતાં થયાં છે. કોઈ પ્રસંગવશ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો. ઝઘડો શમાવવા માટે તમારા બે મિત્રો આવ્યા. શું એ પ્રસંગે તમે તમારી જાત ઉપર સંયમ રાખશો ? પત્નીની વાત મિત્રોને કહેશો Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ તો નહીં ને ? સભામાંથી - અમે પત્નીની વાતો કહીશું, પત્ની અમારી વાતો કહેશે ! મહારાજશ્રી :- એનું શું પરિણામ આવે ? જો સ્ત્રી વધારે સેન્સીટીવ લાગણીશીલ હોય તો સંભવ છે કે તે આત્મહત્યા કરી બેસે. અથવા પતિને ત્યજીને ચાલી જાય છે; અથવા પ્રતિદિન કજિયા થતા જ રહે છે. ઘરનું વાતાવરણ કલુષિત થઈ જાય છે અને બાળકોના મન ઉપર પણ માતાપિતાની દોષિત છાયા પડે છે. આમ મિત્રોની, – દોસ્તોની ગુપ્ત વાતો પણ પ્રકટ ન કરવી જોઈએ. મિત્રની, સ્નેહી-સ્વજનની ગુપ્ત વાત પ્રકાશિત કરવાથી મિત્રને તો નુકસાન થાય જ છે, તમને પણ પ્રાણહાનિનું જોખમ ઊભું થાય છે. એક સત્ય ઘટના જણાવું. મિત્રોની પણ ગુપ્ત વાત પ્રકટ ન કરો : મુંબઈમાં બે મિત્રો હતા; બાળપણથી બંનેની મિત્રતા હતી. પોતાના સુખદુઃખની વાતો તે એક બીજાને કરતા હતા. બંને વચ્ચે કોઈ પણ વાતનો પડદો ન હતો. આપણે આ મિત્રોને મંથન અને ચિંતનના નામે ઓળખીશું. બંને એક સાથે રહેતા હતા અને એકલા રહેતા હતા. શ્રાવક જીવન એક દિવસ ચિંતન બહારથી આવ્યો ત્યારે તે ખૂબ થાકેલો હતો. કંઈક ભયભીત પણ લાગતો હતો. સ્નાનાદિથી પરવારીને જ્યારે તે મંથન સાથે ચા પીવા બેઠો ત્યારે મંથને પૂછ્યું : "આજ તારા શરીરમાં થાક વધુ પ્રમાણમાં જણાય છે, અને તારી આંખોમાં ભય છે; બતાવ, શું વાત છે ?” ચિંતન મૌન રહ્યો. મંથને આગ્રહ કર્યો ત્યારે ચિંતન બોલ્યો : “તારાથી મેં એક વાત છુપાવી છે. આજે તને જણાવી દઉં છું, તું આગ્રહ કરે છે તો.ખબર નથી કે કાલે શું થશે ? મારી જિંદગી પણ ભયમાં છે. હું આંતરરાષ્ટ્રીય દાણચોરીના ધંધામાં ફસાઈ ગયો છું. કાલે અમે પોલીસના હાથમાં સપડાતાં સપડાતાં બચી ગયા. છતાં મને શંકા છે કે પોલીસે મને ઓળખી લીધો છે. એટલા માટે થોએક ભય છે.....” ચિંતનની વાત સાંભળીને મંથન સ્તબ્ધ થઇ ગયો. તેણે ચિંતનને કહ્યું : “ચિંતન, તું ક્યારથી આ ધંધામાં પડ્યો છે ?" ચિંતને જવાબ આપ્યો. "અંદાજે એક વર્ષથી.” મંથને ચિંતનને એ સમયે તો કશું ન કહ્યું. તે ઊભો થઈને ચાલ્યો ગયો પોતાને Page #135 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧૨૩ કામે. પરંતુ પાછળથી તેણે ચિંતનને એ ધંધો છોડી દેવા ખૂબ સમજાવ્યો. ચિંતને ન માન્યું. એ એવી ટોળી સાથે હતો કે તે છૂટી શકે તેમ ન હતું; અને છૂટવાનો પ્રયત્ન કરે તો મોત નિશ્ચિત હતું. - ૧ ચિંતનને સમજાવ્યા છતાં માનતો નથી ત્યારે મંથન વિચાર કરે છે : “હું આ વાત ચિંતનના પિતાને કહું તો ? મારે આ વાત તેમને જણાવી દેવી જોઈએ અને નહીં જણાવું તો જ્યારે તેમને ખબર પડશે કે ચિંતન દાણચોરીનો ધંધો કરે છે' તો તેઓ મને પણ માફ નહીં કરે. બીજી વાત, પિતાના સમજાવ્યાથી કદાચ તે માની જાય અને ખરાબ ધંધો છોડી દે." એક દિવસે મંથને ચિંતનના પિતાને આ વાત જણાવી દીધી. ચિંતનના પિતા ખૂબ જ દુઃખી થયા. તેમણે ચિંતનને પૂછ્યું. ચિંતન સમજી ગયો કે મંથને જ પિતાને વાત કરી છે; તેના મનમાં મંથન પ્રત્યે અવિશ્વાસ થઈ ગયોઃ "આ તો એક દિવસ પોલીસ બોલાવીને મને પણ સોંપી દે !” તેણે મંથનનો સાથ છોડી દીધો.....એક દિવસે મંથનનું અપહરણ થઈ ગયું. આજના દિવસ સુધી પત્તો લાગ્યો નથી કે મંથન ક્યાં છે ? ખેર, આવી તો ઘટનાઓ દ૨૨ોજ બને છે. તમે લોકો પણ સાવધાન રહો, સાહસ ન કરો. કોઈની પણ ગુપ્ત વાત પ્રકટ કરવાની મૂર્ખતા ન કરો. ખોટી વાત ન કરતા હો, તમે જેવી સાંભળી હોય તેવી જ સત્ય વાત કરતાં હો છતાં પણ બીજા અણુવ્રતને અતિચાર લાગે છે. કારણ કે પરિણામ-અંજામ સારો નથી આવતો; એટલા માટે વાત સાચી હોવા છતાં પણ પારમાર્થિક દૃષ્ટિથી અસત્ય છે. સત્ય વચનની મહત્તા સમજો : જ્યારે તમે સત્યનો મહિમા સમજશો ત્યારે જ મૃષાવાદ-અસત્યનો ત્યાગ કરી શકશો. આ વર્તમાન જીવન માત્રનો જ વિચાર નથી કરવાનો, આવનાર મૃત્યુની પછીની જીવનયાત્રાનો પણ વિચાર કરવો જોઈએ. જો આપણે ઈચ્છીએ કે ભવિષ્યમાં મારું વચન સર્વગ્રાહ્ય બને. મારી વાણી પ્રભાવક બને. અને સર્વને પ્રિય લાગે તો તમે સત્ય બોલો, અસત્ય ન બોલો. સત્ય પણ અપ્રિય અને અહિતકર બોલવાનું નથી. યાદ રાખો કે જો તમે સત્ય અપ્રિય બોલશો તો તમારી વાત સ્વીકાર્ય નહીં બને. જો તમે સત્ય પણ અહિતકારી કહ્યું તો પારમાર્થિક દૃષ્ટિએ તે અસત્ય જ કહેવાશે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રાવક જીવન અસત્યનો તો ત્યાગ કરવાનો જ છે. સભામાંથી - અમારા જેવા લોકો માટે ખૂબ કપરું છે ! મહારાજશ્રી - પ્રયત્ન કરવો જોઈએ. ભલે તમે બધે જ અસત્યનો ત્યાગ ન કરી શકો પણ કેટલીક વ્યક્તિઓની સામે તમે જૂઠું ન બોલો જેમ કે - ૧. સાધુ પુરુષો સામે અસત્ય નહીં બોલું, ૨. માતા-પિતા સામે અસત્ય નહીં બોલું, ૩. મિત્રની સાથે અસત્ય નહીં બોલું. ૪. પત્ની સાથે.................... સભામાંથીઃ અશક્ય છે, પત્નીની સાથે તો અસત્ય બોલવું જ પડે છે ! મહારાજશ્રી તો શું તમારો ઘરસંસાર અસત્યથી જ ચાલે છે? તમારી પત્ની પણ તમારી સાથે અસત્ય જ બોલતી હશે; તો પછી તમારા સંતોનો શું કરશે? અભ્યાસના રૂપે કેટલીક વ્યક્તિઓની સમક્ષ અસત્ય ન બોલવાનો સંકલ્પ કરવો જોઈએ. તેવી રીતે કેટલાંક સ્થાનોમાં પણ અસત્ય ન બોલવાનો સંકલ્પ કરવો જોઈએ. જેમ કે - ૧. મંદિરમાં અસત્ય નહીં બોલું, ૨. ધર્મસ્થાનમાં અસત્ય નહીં બોલું. ૩. દુકાનમાં અસત્ય નહીં બોલું....અથવા ઘરમાં અસત્ય નહીં બોલું. સમયની દ્રષ્ટિએ પણ અસત્યનો ત્યાગ કરી શકો છો. ૧. સવારે નવ વાગ્યા સુધી અસત્ય નહીં બોલું. ૨. બપોરે એક થી ત્રણ વાગ્યા સુધી અસત્ય નહીં બોલું. ૩. સાંજના ૬ થી ૯ વાગ્યા સુધી અસત્ય નહીં બોલું. ૪. રાત્રિના સમયે ૧૦ થી ૧૨ સુધી. આમાંથી જેટલું પણ થઈ શકે એને માટે સંકલ્પ કરી શકો છો. સત્ય બોલવામાં વિવેક જોઈએ ? જેમ અસત્ય બોલવાનું નથી, તે જ રીતે એવું સત્ય પણ બોલવાનું નથી કે જેથી Page #137 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧૨૫ કોઈ જીવનું મૃત્યુ થાય કે કોઈ જીવને મોટું કષ્ટ પહોંચે...એક બે ઉદાહરણો ઉપરથી આ વાત સમજાવું છું - તમે ચાર રસ્તા પડે ત્યાં ઊભા છો, ત્યાંથી એક દોડતો માણસ પૂર્વ દિશામાં ચાલ્યો ગયો. તે પછી તરત જ ચાર પાંચ માણસો દોડતા આવ્યા..ને તમને પૂછ્યું......."એક આદમી હાથમાં બેગ લઈને દોડતો અહીંથી ગયો? તમે એને જોયો? તમે આ માણસોના હાથમાં શસ્ત્રો જોયાં; તમારે અહીં મૌન રહેવું જોઈએ અથવા પશ્ચિમ દિશા દેખાડી દેવી જોઈએ. એ રીતે તમારી સામેથી એક દોડતો બકરો પાસેની ગલીમાં ચાલ્યો ગયો ! તેની પાછળ તરત જ એક કસાઈ આવ્યો. તેણે તમને પૂછ્યું: “અહીંથી જતા બકરાને જોયો તમે ?” તમારે કાં તો મૌન રહેવું જોઈએ અથવા બીજી જ ગલી બતાવવી જોઈએ, બકરો ગયો તે ગલી ન બતાવવી જોઈએ. અથવા નૈતિક તાકાત હોય તો કહી દેવું જોઈએ કે "હું જાણું છું, પણ બતાવીશ નહીં.” આવી નૈતિક તાકાતવાળા લોકો પણ આ દુનિયામાં છે. બંગાળાના એક તત્ત્વજ્ઞાની પુરુષ હતા. તેમનું નામ હતું પરંબા મિત્રા. ત્યાંના બ્રાહ્મો સમાજના તેઓ ચુસ્ત અનુયાયી હતા. નીતિપરાયણ અને સદાચારી હતા, તેઓ કદી અસત્ય બોલતા ન હતા. "સત્ય જ પરમેશ્વર છે” એવી એમને શ્રદ્ધા હતી. એક વાર રસ્તા ઉપરથી જતા હતા અને એક શરાબી મળ્યો: શરાબીએ તેમને પૂછ્યું "સ્ટાર સિનેમા ક્યાં આવ્યું? જલદી બતાવ.” મિત્રાજીએ એના હાવભાવ જોયા, એનાથી છૂટવા તરત જ કહી દીધું કે મને ખબર નથી.” અને આગળ ચાલ્યા. વીસ-પચીસ ડગલાં આગળ ગયા પછી તેમણે મનમાં વિચાર કર્યો: "સ્ટાર સિનેમા કયાં આવ્યું તેની મને ખબર છે, છતાં મેં કહ્યું કે “મને ખબર નથી ?' હું અસત્ય બોલ્યો. “તેઓ પાછા આવ્યા. પેલો શરાબી ત્યાં જ ઊભો હતો. મિત્રાજીએ. તેને કહ્યું: “સ્ટાર સિનેમાં ક્યાં આવ્યું તે હું જાણું છું પણ તને બતાવીશ નહીં.” પેલો શરાબી તો જોતો જ રહ્યો અને મિત્રાજી ચાલતા થયા. સત્ય પાલન માટે ગામ છોડી દીધું બીજી એક ઘટના સંભળાવું છું – રામકૃષ્ણ પરમહંસના પિતાજીની. તેમનું નામ હતું ખુદીરામ ચટ્ટોપાધ્યાય. તેઓ સાધુચરિત પુરુષ હતા. આખાય ગામમાં તેમની નીતિમત્તાની પ્રશંસા થતી હતી. કદી પણ તેમણે નીતિનો માર્ગ છોડીને અનીતિનો Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ માર્ગ લીધો ન હતો. એક દિવસે ગામનો જમીનદાર તેમની પાસે આવ્યો. ખુદીરામે તેનો યોગ્ય સત્કાર કર્યો અને પૂછ્યું : "આજ આપને મારી પાસે કેમ આવવું પડ્યું ?” "સાંભળો ખુદીરામ, મેં એક ખેડૂત ઉ૫૨ કોર્ટમાં કેસ કર્યો છે; તે ખેડૂતે કોર્ટમાં કહ્યું છે કે ખુદીરામ જે ન્યાય આપશે તે હું માન્ય કરીશ.” "ઠીક છે, હું ન્યાય આપીશ.” ખુદીરામે કહ્યું. શ્રાવક જીવન “તમારે મારા પક્ષમાં ન્યાય આપવાનો છે; અને સમજી વિચારીને તમે કામ કરશો તો હું તમને ખૂબ પૈસા આપીશ” "હું ન્યાય વેચવા ઈચ્છતો નથી.....” ખુદીરામે દૃઢતાપૂર્વક કહ્યું. “તો તમારે ગામ છોડવાનો વારો પણ આવી શકે.” જમીનદારે ધાકધામકીની ભાષામાં કહ્યું. ખુદીરામ મૌન રહ્યા. તેમણે વિચાર કર્યો. જ્યાં ગામનો માલિક અન્યાય-અનીતિ કરતો હોય, પોતાની જ પ્રજાને લૂંટવાની ઈચ્છાવાળો હોય એવા ગામમાં મારે ન રહેવું જોઈએ.” ખુદીરામે બીજે જ દિવસે પરિવાર સાથે ગામ છોડી દીધું. ન્યાયાધીશ સત્યવાદીનું મૂલ્યાંકન કરે છે ઃ જે જીવનભર સત્યની આરાધના કરે છે, તેની વિશ્વમાં પ્રતિષ્ઠા વિસ્તરે જ છે. ગ્રીસ દેશમાં પણ આવો એક સત્યવાદી થઈ ગયો. તેનું નામ હતું "જેનોક્રિટિસ. 蕁 જેનોક્રિટિસ ગ્રીસનો પ્રસિદ્ધ તત્ત્વચિંતક હતો, પરંતુ એની જેટલી પ્રતિષ્ઠા તત્ત્વચિંતક તરીકે હતી તેના કરતાં વધુ પ્રતિષ્ઠા ‘સત્યવાદી' તરીકે હતી. "જેનોક્રિટિસ કદી અસત્ય બોલે જ નહીં એવી એની પ્રસિદ્ધિ હતી. એક દિવસે જેનોક્રિટિસને કોર્ટમાં જવું પડ્યું. સાક્ષી આપવાની હતી. તે સાક્ષીના પાંજરામાં ઊભો રહ્યો. કોર્ટની પરંપરા અનુસાર "હું અસત્ય નહીં બોલું." એવી પ્રતિજ્ઞા લેવા માટે હાથમાં ધર્મપુસ્તક લેવું પડે છે. જેનોક્રિટિસે જેવું પુસ્તક હાથમાં લીધું તો ન્યાયાધીશે કહ્યું : "આદરણીય જેનોક્રિટિસ ! આપે ધર્મપુસ્તક હાથમાં લઈને પ્રતિજ્ઞા કરવાની આવશ્યકતા નથી. આપ જે બોલશો તે સત્ય જ હશે એવો મારો દૃઢ વિશ્વાસ છે. કોઈક વાર સૂર્ય પશ્ચિમમાં ઊગી શકે, પરંતુ આપ અસત્ય નહીં બોલો; એટલા માટે આવી પ્રતિજ્ઞા વગર આપે સાક્ષી આપવી હોય તો આપી શકશો.” Page #139 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧. ૧૨૭ જેનોક્રિટિસની આવી પ્રતિષ્ઠા હતી. એટલા માટે કહું છું કે સત્ય ઉપર વિશ્વાસ - કરો. ઉપસંહાર ઃ અસત્ય બોલવાના પ્રસંગો તો સંસારમાં આવતા જ રહે છે; અને જે લોકો અજ્ઞાની હોય છે તેઓ અસત્યનો જ પક્ષ લેનારા હોય છે. “સંસારમાં રહીએ છીએ તો અસત્ય બોલવું પડે છે....”વગેરે વાતો કરે છે. પરંતુ સમ્યગ્દષ્ટિ જીવો એવી વાતોથી ભ્રમિત થતા નથી. * જમીન અંગે કોઈ વાર અસત્ય બોલવાનો પ્રસંગ આવે છે. * કન્યાના વિષયમાં પણ કોઈ વાર અસત્ય બોલવાનો પ્રસંગ આવે છે. * પશુઓના વિષયમાં પણ કોઈ વાર અસત્ય બોલવાનો પ્રસંગ આવે છે. * ધન-સંપત્તિના વિષયમાં પણ કોઈ વાર અસત્ય બોલવાનો પ્રસંગ આવે છે. * થાપણના વિષયમાં પણ અસત્ય બોલવાનો પ્રસંગ આવે છે. આ પ્રસંગોમાં જ્યાં લોભ અને લાલચના પ્રસંગોમાં મન અસત્ય બોલવા તત્પર થઈ જાય, ત્યાં મનને સમજાવવું કે : “જો હું અસત્ય બોલીશ, પણ મારા પુણ્ય કર્મનો ઉદય નહીં થયો હોય તો મારું કાર્ય સિદ્ધ નહીં થાય. પુણ્યકર્મના ઉદયથી કાર્ય સિદ્ધ થઈ ગયું, તો તે અલ્પ સમય માટે જ હશે; પરંતુ અસત્ય બોલવાથી જે પાપકર્મ બંધાશે તે જનમોજનમ દુઃખ આપશે. એટલા માટે મારે અસત્ય બોલવું નથી, અને જ્યારે લોકોને ખબર પડી જશે કે “મેં જૂઠું બોલીને કાર્ય કર્યું છે.” ત્યારે મારા પ્રત્યે લોકોની શ્રદ્ધા નહીં રહે. એટલા માટે ભલે મને પૈસાનું નુકસાન થઈ જાય, મારી દીકરીનો સંબંધ થાય કે ન થાય, પશુઓનો સોદો થાય કે ન થાય........મારે અસત્ય બોલવું નથી." જીવદયા રૂપી લતાને નવપલ્લવિત કરનારી સત્ય રૂપી વર્ષામાં જ સ્નાન કરતા રહો. તમને અપૂર્વ શીતળતા પ્રાપ્ત થશે. બસ, આજ આટલું જ. Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧૩ મહાન મૃતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સ્વરચિત "ધર્મબિંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થનો વિશેષ ધર્મ પ્રતિપાદિત કર્યો છે. શ્રદ્ધાવાન ગૃહસ્થ વ્રતપાલનમાં પોતાની ક્ષમતાને લક્ષ્યમાં લઈને સદ્દગુરુની પાસે બાર વ્રત અંગીકાર કરે છે. પ્રથમ અને દ્વિતીય વ્રત અને તેમના અતિચાર આપ સૌને બતાવ્યા, હવે ત્રીજું વ્રત જણાવું છું. ત્રીજું અણુવ્રત આ રીતે લઈ શકો છો ? ત્રીજા વ્રતની પ્રતિજ્ઞા : બીજા માણસના ખીસામાંથી પૈસા વગેરે નહીં લઉં, ખીસું કાપીશ નહીં. ચોરીની ભાવનાથી બીજાના ઘરમાં પ્રવેશ કરીશ નહીં. ચોરીની ભાવનાથી તાળું તોડીશ નહીં, ધાડ નહીં પાડું. કોઈનીય નીચે પડેલી વસ્તુ લઈશ નહીં. બીજાના ખેતરમાં રસ્તો નહીં પાડું. કરચોરી નહીં કરું અને રાજ્યનિષિદ્ધ વેપાર નહીં કરું. ઘરની વસ્તુ માતા-પિતાની આજ્ઞા વગર લઈ શકું છું. મિત્ર, ભાઈ વગેરે સ્નેહીસ્વજનની વસ્તુ તેમને પૂછ્યા વગર લઈ શકું છું, જોઈ શકું છું. સ્વ મકાનમાંથી યા ભાડાના મકાનમાંથી કોઈ સંપત્તિ મળી જાય તો તે સંપત્તિ હું લઈ શકું છું. કોઈની ખોવાયેલી વસ્તુ મારા હાથમાં આવે તો તેના માલિકનો નિર્ણય કરીને તે તેને પરત કરીશ. આ સર્વ વાતોમાં ચોરીની ભાવના નહીં રાખું. આ રીતે તમે વ્રત ગ્રહણ કરી શકો છો. વ્રત ધારણ કર્યા પછી પાંચ સાવધાનીઓ રાખવાની હોય છે, નહીંતર વ્રતને દોષ લાગે છે. __ स्तेनप्रयोग-तदाहृतादान-विरुद्धराज्यातिक्रम - હીનમાનોન્માન-પ્રતિપાપા | આ પાંચ અતિચાર બતાવવામાં આવ્યા છે. ૧. બીજા પાસે ચોરી કરાવવી, ૨. ચોર દ્વારા લાવવામાં આવેલી વસ્તુ લેવી. ૩. શત્રુ રાજાના દેશમાં પ્રવેશ કરવો. Page #141 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧૨૯ ૪. આપવા-લેવામાં ઓછું વતું કરવું. પ. વેપારમાં દગાબાજી કરવી. આ બધું કરવા છતાં પણ વ્રતસાપેક્ષતા હોવાથી "અતિચાર” કહેવાય છે. વ્રતનિરપેક્ષ હોય અને આ બધું કરતો હોય તો વ્રત-ભંગ થાય છે. બીજા પાસે ચોરી ન કરાવો : ત્રીજા અણુવ્રતમાં હું ચોરી કરીશ નહીં અને કરાવશ નહીં એવી પ્રતિજ્ઞા હોય છે. એટલે જે તે બીજા દ્વારા ચોરી કરાવે છે તો તે પ્રતિજ્ઞાનો ભંગ વ્રતની જ ભંગ થાય છે. પરંતુ તે હોશિયાર હોય છે ને ! તે બીજી વ્યક્તિને સીધું જ નહીં કહે કે “તું ચોરી કર" પરંતુ કહેશે ” આજ કાલ તું વેપાર કેમ નથી કરતો? કોઈ કામ કેમ કરતો નથી ? ચોરને જો પૂછવામાં આવે તો ચોર શું નહીં સમજે કે "આ મને ચોરી કરવા પ્રેરિત કરે છે ?” પછી કહેશે "તારો માલ જો કોઈ ન લેતું હોય તો હું લઈશ, પરંતુ આવો નિષ્ક્રિય ન રહે!” એ રીતે ચોરને ચોરી માટે પ્રેરિત કરે છે. છતાં પણ પોતે માને છે કે “મેં તો વેપાર માટે કહ્યું છે, ચોરી કરવાનું કહ્યું નથી, આથી મારી વ્રતભંગ નહીં થાય.” આ રીતે સ્વકલ્પનાથી તે વ્રતસાપેક્ષ રહે છે, એટલા માટે "અતિચાર” કહેવામાં આવ્યો છે. અન્યથા ચોરી કરાવવાથી વ્રતભંગ જ થાય છે. ચોરી કરાવનાર પણ ચોર જ છે. ચોર સાત પ્રકારના ગણાવ્યા છે. चौरश्चौरापको मंत्री, भेदज्ञः क्राणकक्रयी । अन्नदः स्थानदश्चैव चौरः सप्तविधि स्मृतः ॥ ૧. સ્વયં ચોરી કરનાર, ૨. બીજા પાસે ચોરી કરાવનાર, ૩. ચોરી કરવાની સલાહ આપનાર, ૪. ચોરીનો ભેદ જાણનાર ૫. ચોરીનો માલ લેનાર ૬. ચોરોને ભોજન આપનાર અને, ચોરોને આશ્રય સ્થાન દેનાર – આ સાત પ્રકારના ચોર હોય છે. ચોરને કોઈ પણ પ્રકારે ચોરી કરવા માટે પ્રેરિત કરનાર વાસ્તવમાં ચોર જ છે. પરંતુ "મેં તો વેપાર કરવા માટે પ્રેરણા આપી છે, ચોરી માટે નહીં. એવી મનોધારણા જ એને બચાવે છે. વ્રત ભંગ થવા દેતી નથી. છતાં ગમે ત્યારે ઉપદ્રવ તો થાય Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ; શ્રિાવક જીવન ચોરી કરાવનાર પણ અપરાધીઃ માની લો કે તે ચોર પકડાઈ ગયો. તેણે પોલીસને કહ્યું : "મને આ વ્યક્તિએ ચોરી કરવા કહેલું....”પોલીસ તમને પકડશે ને ! પછી તમારું શું થશે? સભામાંથી પોલીસને લાંચ આપવી પડશે, પછી તે છોડશે. મહારાજશ્રી સંભવ છે કે કદાચ કમાણી કરતાં વધારે આપવી પડે! શક્ય છે કે કદાચ લાંચ આપવા છતાં કામ ન પણ થાય; વધારે મુશ્કેલીમાં મુકાવું પડે. પરિવારને પણ પરેશાની થાય. ૨. ચોરીનો માલ ન લેવો જોઈએ ? બીજી વાત છે ચોરીનો માલ લેવાની. અણુવ્રતધારી વિચારે કે "મારું વ્રત છે ચોરી ન કરવા અંગેનું, ચોરીનો માલ લેવાથી મારો વ્રતભંગ થતો નથી. આ મારો વેપાર છે.” વ્રત સાપેક્ષ રીતે વિચારે છે એટલા માટે વ્રતભંગ માનવામાં આવતો નથી, પરંતુ અતિચાર માનવામાં આવ્યો છે. જો કે આ મન મનાવવાની વાત છે. છતાં પણ “મારા વ્રતનો ભંગ થવો ન જોઈએ” એવી ભાવનાનું જ્ઞાની પુરુષોએ મૂલ્યાંકન કર્યું છે. ચોરીનો માલ ન લેવો જોઈએ. " આ ચોરીનો માલ છે.” એવું જાણ્યા પછી, લોભમાં ફસાઈને લેવો ન જોઈએ. ગમે ત્યારે પણ આફત આવી શકે છે ઘર યા દુકાન ઉપર ચોરીનો માલ રાખવાથી. ચોરીનો માલ લેવાથી, ઘરમાં રાખવાથી યા વેચવાથી – ૧. મન સતત ચિંતિત રહે છે. ભયભીત રહે છે. ૨. ચોરો સાથે, ડાકુઓ સાથે લેવા-દેવાનો સંબંધ રહેતો હોવાથી કોઈક વાર મારામારી અથવા હત્યા પણ થઈ શકે. ૩. પકડાઈ જતાં સજા પણ થઈ શકે છે. ૪. ધર્મ આરાધનામાં મન ચોંટતું નથી. ૫. મનની ચંચળતા વધે છે, સ્વભાવ પણ બગડે છે. ૬. વ્યવહાર તૃષ્ટિએ વ્રતનો ભંગ થતો નથી, પરંતુ નિશ્ચય દ્રષ્ટિથી વ્રતભંગ થઈ જ જાય છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ભાગ - એટલા માટે ચોરીનો માલ લેવો જ ન જોઈએ. એ વેપારથી અણુવ્રતધારીએ દૂર રહેવું જોઈએ. ૧૩૧ ૩. શત્રુ-દેશમાં ન જવું જોઈએ ઃ ત્રીજી વાત છે શત્રુ દેશમાં જવા અંગેની. જે દેશમાં જવાનો નિષેધ હોય, રાજ્ય તરફથી નિષેધ હોય, તે દેશમાં જવું ન જોઈએ. જેમ કે વર્તમાન કાળમાં તમારે કોઈપણ દેશમાં જવું હોય તો પોતાના દેશની પરમીશન લેવી પડે છે. અમેરિકા જવું હોય, ગ્રેટ બ્રિટન જવું હોય, ફ્રાન્સ યા પાકિસ્તાન જવું હોય તો તમારે વીસા” લેવો પડે છે. વીસા વગર જાઓ તો બીજા દેશવાળા પ્રવેશવા જ નહીં દે ! એરોડ્રોમથી જ પાછા મોકલી દેશે ! અને કદાચ કોઈ પ્રવેશી જાય તો પકડાઈ જતાં દંડ થાય છે. જેલમાં પૂરી દેવામાં આવે છે. "ચોરી”નો આરોપ આવે છે. માલિકની આજ્ઞા વગર તેનું કંઈ પણ લેવું, તેના ઘરમાં, દેશમાં પ્રવેશ કરવો એ પણ એક પ્રકારની ચોરી જ માનવામાં આવે છે. છતાં પણ દુનિયામાં “વગર રજાએ પરરાજ્ય પ્રવેશ” ને ચોરી કહેવામાં આવતી નથી. એ અપેક્ષાએ અતિચાર કહેવામાં આવે છે. અન્યથા વ્રતભંગ જ થાય છે. આન્ત૨રાષ્ટ્રીય દાણચોરી કરનારા લોકો મોટે ભાગે ૫૨૨ાષ્ટ્રમાં વગર રજાએ જ આવતા-જતા હોય છે. અણુવ્રત ધારીએ એવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. એવા ધંધા ન કરવા જોઈએ. ૪. આપ-લેમાં ઓછું વત્તું ન કરવું જોઈએ ઃ આપ લે માં પણ ચોરી ન કરવી જોઈએ. વધારે લેવું અને ઓછું આપવું એ પણ એક પ્રકારની ચોરી જ છે. પ્રાચીન સમયની એક બોધપ્રદ વાર્તા છે. એક ગામ હતું; એ ગામમાં એક ધનવાન શેઠ રહેતા હતા. દુકાન હતી. વેપાર ચાલતો હતો. એક ગોવાલણ શેઠને ત્યાં દૂધ આપતી હતી. એક દિવસે ગોવાલણે શેઠની દુકાનેથી એક શેર ચોખા લીધા. શેઠે બે અધોળ ચોખા ઓછા આપ્યા. ગોવાલણ ચાલી તો શેઠાણીએ એને એક શેર ઘી લાવવાનું કહ્યું. ગોવાલણ ઘેર પહોંચી. ગોવાલણે એક ત્રાજવામાં શેઠની દુકાનેથી લાવેલા ચોખા મૂક્યા અને ચોખાથી ઘી જોખી લીધું. જઈને શેઠાણીને આપી દીધું. શેઠાણીએ શેઠને કહ્યું : "મેં એક શેર ઘી મંગાવ્યું છે.” શેઠે ઘી જોખ્યું તો બે અધોળ ઓછું નીકળ્યું. ગોવાલણ ત્યાં જ ઊભી હતી ; શેઠે તેને કહ્યું “કેમ આમ, ઘી બે અધોળ ઓછું કેમ ?” Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન ગોવાલણે કહ્યું : “શેઠજી, આપે મને જેટલા ચોખા આપ્યા હતા, તેટલું મેં તમને ઘી આપ્યું; મેં તો તમારા જ ચોખાથી ઘી જોખ્યું છે.” શેઠ પોતાની ચોરી સમજી ગયા. જે સમયે વસ્તુના બદલામાં વસ્તુની આપ – લે થતી હતી તે સમયે આવા પ્રકારની ચોરી મોટે ભાગે થતી હતી. મનુષ્યનું મન જ આવું છે. વધારે લેવામાં અને ઓછું આપવામાં તે ખુશ થાય છે. અણુવ્રતધારીને આ જગાએ સાવધાન કરવામાં આવે છે. ૧૩૨ આ રીતે પૂરું મૂલ્ય લઈને માલ ઓછો આપવો એ પણ એક પ્રકારની ચોરી છે. કેટલાંક દૃષ્ટાંતોથી આ સમજાવું. ૧. પચાસ રૂપિયે મિટરનું કાપડ છે, રૂપિયા પૂરા પચાસ લઈ લો છો અને કપડું પૂરું નથી આપતા. ઓછું આપો છો. ૨. પાંચ રૂપિયે કિલો ખાંડ છે; તમે પાંચ રૂપિયા લો છો, અને ખાંડ કિલો કરતાં ઓછી આપો છો. ૩. પચાસ રૂપિયે કિલો ઘીનો ભાવ છે; પચાસ રૂપિયા લઈ લો છો અને ઘી કિલો કરતાં ઓછું આપો છો. આ બધું જ ચોરી છે. મોટે ભાગે કપટપટુ વેપારી જ આવી ચોરી કરે છે, અને મોટે ભાગે અભણ લોકો જ એમાં ફસાય છે. જે ગામમાં અજ્ઞાની, આદિવાસી....ભીલ વસે છે, અને જ્યાં એકાદ-બે વેપારી હોય છે; ત્યાં આ પ્રકારની ચોરી થાય છે. ૫. વેપારમાં દગાબાજી ન કરો. જે વેપારીઓ ન્યાય-નીતિ અને પ્રામાણિકતાના પક્ષપાતી નથી હોતા, તેઓ દગાબાજી કરે છે. સેળભેળ કરે છે. સાકરને બદલે કાંકરા ભરીને રવાના કરે છે. ખાદ્ય પદાર્થોમાં કેવી રીતે મિલાવટ થાય છે તે તમે નથી જાણતા ? ઘીને બદલે ‘મટનટેલો’ નો ઉપયોગ કેટલો વ્યાપક થઈ ગયો છે ? શુદ્ધ ઘી કેટલું દુર્લભ થઈ ગયું છું ? કાપડમાં અનીતિ નથી થતી ? કાપડ હોય સુરતનું અને સિક્કો લગાવે જાપાનનો ! આવું થાય છે ને ? સ્વદેશી માલ ઉપર પરદેશી સિક્કો લગાવીને માલ વેચે છે ને ? આવું કેમ કરવામાં આવે છે ? શ્રીમંત બનવા માટે જ ને ? શું અનીતિ ક૨વાથી, દગોફટકો ક૨વાથી, માણસ ધનવાન બની જાય છે ? Page #145 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧૩૩ સભામાંથી? જી હા, એવું જોવામાં આવે છે. મહારાજશ્રી ઃ જોવામાં દોષ છે. ધનપ્રાપ્તિ થાય છે “લાભાંતરાયકર્મ ના ક્ષયોપશમથી ! અનીતિ, અન્યાય અને બેઈમાની કરવાથી લાભાન્તરાયકર્મ બંધાય છે. એક તો મનુષ્યનો લાભાન્તરાય કમનો ક્ષયોપશમ થાય અને તે બેઈમાની કરે છે તો એને અર્થલાભ જરૂર થાય છે, પરંતુ તે એવું પાપકર્મ બાંધે છે કે ભવિષ્યમાં લાખ ઉપાય કરવા છતાં પણ અર્થલાભ નહીં થાય. જો અનીતિ-અન્યાય-બેઈમાની કરવાથી ધનપ્રાપ્તિ થતી હોય તો દુનિયામાં ધનવાન લોકો વધારે હોત. કારણ કે અનીતિ, અન્યાય, બેઈમાની કરનારાઓની સંખ્યા વધારે છે ! વિશ્વમાં ગરીબો વધારે છે, ધનવાનો ઓછા છે, કારણ કે વિશ્વમાં ન્યાય-નીતિનું પાલન કરનારા ઈમાનદાર લોકો ઓછા હોય છે. જ્યારે દુનિયામાં ન્યાય-નીતિનું પાલન કરનારાઓ વધશે, ઈમાનદાર લોકો વધશે ત્યારે દુનિયામાં ધનવાનો પણ વધશે. ચોરી ન કરવાનો ઉપદેશ આપનારાઓની આ જ્ઞાનદ્રષ્ટિ હતી. તેઓ કાર્યકારણ ભાવના જ્ઞાતા મહાપુરુષો હતા. ચોરી કરવાથી લાભાન્તરાય” નામનું પાપકર્મ બંધાય છે. જ્યારે તે કર્મ ઉદયમાં આવે છે ત્યારે જીવ નિધન બને છે. સુખનાં સાધનોની પ્રાપ્તિ પ્રયત્ન કરવા છતાં પણ થતી નથી. આ છે કાર્યકારણ ભાવ ! ચોરી કરવાનો વિચાર પણ ન કરો : એટલા માટે હું કહું છું કે તમે ચોરી કરવાનો વિચાર પણ ન કરો. કોઈ પણ માણસને ચોરી કરીને લાખો રૂપિયા કમાતો જોઈને, તમે ચોરી કરીને લાખો રૂપિયા કમાવાનો વિચાર ન કરો. પરંતુ વિચારો કે "આ માણસે પૂર્વજન્મમાં ન્યાય-નીતિ અને પ્રામાણિકતાનું પાલન કર્યું હશે, સાધુપુરુષોને દાન આપ્યું હશે, દીનદુઃખીની સેવા કરી હશે, એટલે જ આ જન્મમાં અહીં તેને લાખો રૂપિયા મળ્યા છે. પરંતુ આ જન્મમાં તે અન્યાય, અનીતિ અને બેઈમાની કરી રહ્યો છે, તેથી આગામી જન્મમાં તે નિધન બનશે; ગરીબના ઘરે જન્મશે અને આજીવન ગરીબ રહેશે.” આ સિદ્ધાંતને સારી રીતે સમજી લો, અને મનથી પણ ચોરીનો વિચાર ન કરો. મનમાં ચોરીનો વિચાર કરવાથી, ચોરીની યોજના કરવાથી, પાપકર્મોનું બંધન થાય છે. નિરર્થક પાપકર્મ શા માટે બાંધવાં ? Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રાવક જીવન ચોરી કરવાનાં પ્રયોજનો સભામાંથી ચોરી કરવાના વિચારો જ કેમ આવે છે? મહારાજશ્રી ચોરી કરવાનાં અનેક પ્રયોજનો હોય છે. પ્રથમ પ્રયોજન છે આજીવિકાનો અભાવ. અતિ પ્રયત્ન કરવા છતાં પરિવારની અનિવાર્ય આવશ્યક્તાઓ પૂર્ણ ન થતી હોય, પરિવારના સભ્યોને પર્યાપ્ત ભોજન ના મળતું હોય, પૂરતાં વસ્ત્રો ન મળતાં હોય......રહેવા ઘર ન મળતું હોય, પ્રામાણિકતાથી વેપાર કરવા છતાં પૈસા મળતા ન હોય, ત્યારે મનુષ્ય પ્રાયઃ ચોરી કરવાનો વિચાર કરે છે. બીજું પ્રયોજન છે શ્રીમંત બનવાની ખેવના-ઈચ્છા. જે માણસ શ્રીમંતને સુખી માને છે, તે શ્રીમંત બનવાની ઈચ્છા કરે છે. પ્રામાણિક વ્યવસાય કરવાથી શ્રીમંત થવાતું નથી. પરિણામે તે ચોરી કરવા તૈયાર થાય છે. ત્રીજું કારણ છે ચોરો સાથે મિત્રતા! મિત્ર ચોર હોય તો માણસ પ્રયોજન વગર પણ ચોરી કરવા લાગે છે. કેટલીક ચોરીઓમાં ધનવાન છોકરાઓ પણ પકડાય છે ! ચોથું કારણ છે એવી ફિલ્મો જોવી. ફિલ્મ જોઈને ધાડ પાડવાની, લૂંટ કરવાની પ્રેરણા પામનારાઓના અનેક કિસ્સાઓ નોંધાય છે. અંગ્રેજોના શાસનકાળમાં મુંબઈની લોર્સ બેંક લૂંટનારા એક ૨૦-૨૧ વર્ષના છોકરાએ કબૂલ્યું હતું કે એક સિનેમા જોઈને મેં બેંક લૂંટવા માટે યોજના બનાવી હતી. એટલા માટે તમને લોકોને હું વારંવાર કહું છું કે ફિલ્મો ન જુઓ. સારી, સંસ્કારપ્રેરક ફિલ્મો ખૂબ જ ઓછી બને છે. કારણ કે સારી ફિલ્મોનો વેપાર-ધંધો સારો ચાલતો નથી ને! પ્રજાનું ગમે તે થાઓ, પરંતુ ફિલ્મ બનાવનારા તો પૈસા કમાવા માટે જ ફિલ્મ બનાવે છે. ચોરીનું મૂળ કારણઃ ધનપ્રાપ્તિ ! ચોરીનાં અનેક કારણો બતાવ્યાં, પરંતુ મૂળ કારણ હોય છે ધનપ્રાપ્તિનું. ધનલોભ ચોરી કરાવે છે. ધનલોભ ન હોય તો માણસ પોતાના વેપાર-ધંધામાં પ્રામાણિક રહી શકે છે. દગો ફટકો નહીં કરે. બંગાળની એક ઘટના છે. કૃષ્ણપાંતી ચૌધરી સારા વેપારી હતા. તેઓ મીઠાના મોટા વેપારી હતા. મીઠાના ધંધામાં લાખો રૂપિયા કમાતા હતા. એક દિવસે એક વેપારી તેમની પેઢી ઉપર આવ્યો. તેણે કૃષ્ણપાંતી ચૌધરી સાથે કેટલાક હજાર મણ મીઠાનો સોદો કર્યો. થોડા રૂપિયા પણ આપ્યા અને કહ્યું: "કેટલાક દિવસો પછી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩પ ભાગ - ૧ હું માલ લઈ જઈશ.” વેપારી તો ચાલ્યો ગયો, થોડાક દિવસો વીત્યા. પરંતુ પેલો વેપારી માલ લેવા પાછો આવ્યો નહીં. આ બાજુ મીઠાના ભાવ વધવા લાગ્યા! જે વેપારીઓ પાસે મીઠાનો સ્ટોક હતો તેઓ ઘણા પૈસા કમાયા. કૃષ્ણપાંતી ચૌધરીએ પણ મીઠું વેચીને સારો નફો મેળવ્યો. પરંતુ વેપારીને વેચેલું મીઠું તેમણે વેચ્યું નહીં. એક વર્ષ વિતી ગયું, મીઠાનો ભાવ પણ વધ્યો હતો ત્યારે પેલા વેપારીનું મીઠું વેચીને જે રૂપિયા મળ્યા તે તેના નામે જમા કરી દીધા. એક દિવસે પેલો વેપારી આવ્યો, તો કૃષ્ણપાંતી ચૌધરીએ નફાની રકમ તેને આપી દીધી. એ વેપારી તો ચૌધરીની પ્રામાણિકતા જોઈને દંગ થઈ ગયો અને ખૂબ પ્રશંસા કરીને ચાલ્યો ગયો. હવે તમે લોકો વિચાર કરો. સભામાંથી અમે તો એ વેપારીને એક પૈસો પણ ન આપત. મહારાજશ્રી : કેમ? પૈસાનો લોભ વધી ગયો છે ? લોભી મનુષ્ય કયું પાપ નથી કરતો? ચોરી કરવાની તક મળવી જોઈએ; લોભી ચોરી કરશે જ. બેઈમાની કરશે જ. લોભી અન્યાય-અનીતિ કરશે જ, દગાબાજી પણ કરશે જ. ' એટલા માટે અણુવ્રતધારીને નિર્લોભી-સંતોષી થવાનો ઉપદેશ આપવામાં આવે છે. લોભી વ્યક્તિ પ્રાયઃ અણુવ્રતોનું પાલન કરી શકતો નથી. ચોરીથી બચવા કેટલીક સાવધાનીઓ : ત્રીજા અણુવ્રતનું યોગ્ય પાલન કરવા માટે જે રીતે નિર્લોભી બનવાનું છે તેમ બીજી પણ સાવધાનીઓ રાખવાની છે. પ્રથમ સાવધાની છે કોઈની પણ વસ્તુ વગર પૂછયે ન લેવી. વગર પૂજ્ય બીજાની વસ્તુ લેવાથી કોઈક વાર મન દગો દઈ શકે છે. પહેલાં ચોરી કરવાનો આશય ન હોય, પરંતુ પાછળથી ચોરી કરવાની વૃત્તિ પેદા થઈ શકે છે. અથવા વગર પૂછ્યું બીજાની વસ્તુ લેવાથી ચોરીનો આરોપ પણ આવી શકે છે. એટલા માટે જે વસ્તુ લેવાની હોય તે વસ્તુના માલિકને પૂછીને જ લો. બીજી સાવધાની છે ચોરો સાથે મૈત્રી ન રાખવી. ભલે ચોર ઉદાર હોય, પરોપકારી હોય....ગમે તેવો હોય, પણ તેની સાથે દોસ્તી ન રાખવી જોઈએ. ચોરની વાતો સાંભળીને કોઈક વાર મનને ચોરી કરવી સારી લાગશે અને અવસર મળતાં Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રાવક જીવન ચોરી પણ કરી બેસશો. ત્રીજી સાવધાની છે, જમીન ઉપર પડેલી કોઈની વસ્તુ ન લેવી. આ સારી આદત નથી. આ આદતથી કોઈક વાર માણસ દુઃખી થાય છે. મુંબઈની એક ઘટના છે. એક ભાઈ ઝવેરી-બજારમાંથી પસાર થતા હતા. તેમની આગળ બે યુવાનો જતા હતા. તેમણે જાણી જોઈને સોનાની વીંટી જમીન ઉપર નાખી દીધી! પાછળ ચાલતા પેલા ભાઈએ જેવી વીંટી હાથમાં લીધી તો પેલા બંને જણાએ તેમને ગળામાંથી પકડ્યા; મારપીટ શરૂ કરી દીધી. તેના હાથમાંથી બેગ પડાવી લીધી અને બે જણા. ભીડમાં અદ્ગશ્ય થઈ ગયા. ચોરીનું નુકસાન ઃ આમ તો ચોરીથી અનેક નુકસાન થાય છે, એટલે તો જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે ચોરી ન કરવી જોઈએ. ૧. નાની-મોટી ચોરી કરનાર અવિશ્વસનીય બની જાય છે. તેના ઉપર કોઈ વિશ્વાસ કરતું નથી. ચોરી કરવી છોડી દીધી હોય તો પણ તે વિશ્વાસપાત્ર નથી રહેતો. અમે લોકો એક ગામમાં ગયા. ગામની ચાર-પાંચ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મારી સામે બેઠી હતી. એક છોકરો પણ ત્યાં ઊભો હતો. થોડીક વાર સુધી અમારી વાતો ચાલી, પણ જતી વખતે એ વ્યક્તિઓમાંથી એક જણાએ મને કાનમાં કહ્યું : “આ છોકરાથી સંભાળજો, તેને વસ્તુ ઉઠાવી જવાની ટેવ છે.” પછી જ્યારે જ્યારે જ્યારે એ છોકરાને હું જોતો ત્યારે "આ ચોર છે” એવો વિચાર આવતો હતો ! જો કે એ છોકરાની આદત સુધરી ગઈ હતી, પરંતુ પહેલાં અનેક વાર ચોરીઓ કરવાથી તે અવિશ્વસનીય થઈ ગયા હતો. ૨. ચોરી કરનારો માણસ સદૈવ ભયભીત રહે છે. તેને હંમેશાં ભય સતાવે છે. ભયભીતને શાંતિ હોતી નથી. સુખનાં અનેક સાધનો હોવા છતાં પણ તે સુખ અનુભવથી વંચિત રહે છે. ૩. ચોરનું પારિવારિક જીવન દુખમય હોય છે. પરિવાર સારો હોવા છતાં પણ તેને અસંતોષ સતાવે છે. પરિવાર સાથે ચોરનો સંબંધ પણ વધારે રહેતો નથી. મોટા ભાગનો સમય તે પરિવારથી છેટો રહે છે. ૪. સજ્જનો સાથે ચોરનો સંબંધ કપાઈ જાય છે. વ્યસની અને દુર્જન લોકો સાથે સંબંધ બંધાઈ જાય છે. આથી અનેક દુર્ગુણો તેનામાં પ્રવેશી જાય છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ ૧૩૭ પ. પાપકર્મનું બંધન હોય છે. નિકાચિત કર્મબંધન પણ થઈ જાય છે. ચોરી સાથે જો હિંસાચાર કરે તો પ્રાયઃ નરકમાં જવાનાં કર્મ બાંધી લે છે. ૬. જે હાથો વડે માણસ ચોરી કરે છે, જે અંગ-ઉપાંગો ચોરીના કામમાં લે છે તે અંગ-ઉપાંગો આવતા જન્મમાં તેને મળતાં નથી. અનેક દુઃખોથી જો બચવું હોય તો ચોરીનું પાપકર્મ કદી ન કરો. ભલે દુઃખમાં જીવવું પડે, ગરીબીમાં જિંદગી વીતાવવી પડે; પરંતુ કદી ચોરી ન કરવી. અણુવ્રતનું પાલન કરીને જીવન સફળ બનાવો, એ જ મંગલ કામના. આજ બસ, આટલું જ. Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧૪ મહાન શ્રુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સ્વરચિત "ધર્મીબંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થનો વિશેષ ધર્મ પ્રતિપાદિત કર્યો છે. શ્રદ્ધાવાન ગૃહસ્થ વ્રતપાલનની પોતાની ક્ષમતાનો વિચાર કરીને સદ્ગુરુની પાસે જઈને વિધિપૂર્વક વ્રત અંગીકાર કરે છે. તમને ત્રણ વ્રતો અને તેમના અતિચારો બતાવ્યા; હવે ચોથું અણુવ્રત બતાવું છું. ચોથું અણુવ્રત તમે આ રીતે લઈ શકો છો. પર સ્ત્રી (૫૨ પુરુષ) સાથે કાયાથી મૈથુન-ત્યાગ કરું છું. સ્વ સ્ત્રી (સ્વ પતિ) સાથે દિવસના બ્રહ્મચર્યનું પાલન કરીશ. રાત્રિમાં પણ મર્યાદા કરું છું કે મહિનામાં અમુક રાત બ્રહ્મચર્યનું પાલન કરીશ. બેહોશ અવસ્થામાં કદાચ મન-વચન-કાયાથી સંભોગ યા સ્પર્શ થઈ જાય તેની જયણા-અપવાદ-રાખું છું. કોઇ કાર્યવશ સ્પર્શ કરવો પડે તેની જયણા રાખું છું. તેમાં મૈથુનની ભાવના રાખીશ નહીં. સ્વપ્રદોષ થઈ જાય તેની જયણા રાખું છું. ચૈત્ર અને આસો મહિનાની શાશ્વત ઓળીના ૧૮ દિવસો તથા પર્યુષણના ૮ દિવસો અવશ્ય બ્રહ્મચર્યનું પાલન કરીશ. કાર્તિક, ફાગણ અને અષાઢ ચોમાસાની ત્રણ અઠ્ઠાઈઓમાં પણ યથાશક્તિ બ્રહ્મચર્યનું પાલન કરીશ. બીભત્સ ગાળો નહીં બોલું. ચોથું અણુવ્રત લેવાનો આ પ્રકાર છે. બીજી રીતે પણ વ્રત લઈ શકો છો - અનેક પ્રકારો છે વ્રત લેવાના. મનુષ્ય જીવનની સાર્થકતા ક્યારે ? એક વાત યાદ રાખો કે સંયમથી જ જીવનની સાર્થકતા છે. સંયમમય જીવનનો અપૂર્વ મહિમા છે. જીવનને સંયમમય બનાવવા માટે ત્રણ પ્રકારનો સંયમ અપેક્ષિત છે. ૧. ઇન્દ્રિય સંયમ ૨. મનઃસંયમ ૩. આત્મસંયમ. પાંચ ઇન્દ્રિયો ઉપર સંયમ હોવો સૌથી પ્રથમ આવશ્યકતા છે. અશુભ સાથે, ખરાબ સાથે ઇન્દ્રિયોનો સંયોગ ન થવા દેવો એને ઇન્દ્રિય સંયમ કહેવામાં આવે છે. પાંચ ઇન્દ્રિયો છે. એમાં પાંચમી ઈન્દ્રિય છે સ્પર્શેન્દ્રિય. જેવી રીતે કાન મધુર Page #151 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ ૧૩૯ પ્રિય શબ્દ ઇચ્છે છે. આંખો સુંદર રૂપ ઇચ્છે છે, નાક સુગંધ ઇચ્છે છે, જીભ પ્રિય રસ ચાખે છે. એ રીતે સ્પર્શેન્દ્રિય પ્રિય-ઇષ્ટ, મનોજ્ઞ સ્પર્શ ઇચ્છે છે. પુરુષને સ્ત્રીનો સ્પર્શ પ્રિય હોય છે અને સ્ત્રીને પુરુષનો. એમ તો જડ પદાર્થોનો સ્પર્શ પણ પ્રિય હોય છે, પરંતુ સ્ત્રી-પુરુષનો પરસ્પરનો સ્પર્શ સૌથી વધારે પ્રિય હોય છે - પ્રિયત૨ - પ્રિયતમ હોય છે. આ સ્પર્શમાં સંયમ હોતો જરૂરી છે. યાદ રાખો કે જેટલું પ્રિય હોય છે તે બધાને સ્પર્શ કરી શકાતો નથી. તમામ મનપસંદ વસ્તુઓને સ્પર્શ કરવાની ચેષ્ટા કરીએ તો શું પરિણામ આવે તે જાણો છો ? સભામાંથી : માર પડે, હત્યા પણ થઈ જાય ! મહારાજશ્રી ઃ ઝવેરીના "શૉ-રૂમમાં” સુંદર અલંકારો રાખવામાં આવે છે. રોડ ઉપરથી પસાર થનારાઓને એ અલંકારો સારા લાગે છે, પ્રિય લાગે છે; પરંતુ હાથમાં લઈને સ્પર્શ કરી શકાય છે ? ના ! સ્પર્શ કરવાની ચેષ્ટા કરીએ તો ? ચોકીદાર રોકે છે ને ? એમ તો રસ્તા ઉપરથી અનેક સુંદર સ્ત્રીપુરુષો પસાર થતાં હોય છે. તેઓ પ્રિય પણ લાગતાં હોય છે, પરંતુ એમને સ્પર્શ કરી શકાય છે ? સ્પર્શ કરવાની ચેષ્ટા કરીએ તો ? ખાસડાં પડે ને ? એ રીતે કોઈ બેંકમાં તમે ગયા, ત્યાં કેશિયરના ટેબલ ઉ૫૨ દશ-દશ હજારનાં બંડલો પડ્યાં છે; તમને પસંદ પડી ગયાં; તો શું તમે એ રૂપિયાનાં બંડલોને સ્પર્શ કરવા જશો ? ના જ ને ? અને જો સ્પર્શવા આગળ વધ્યા તો ? સભામાંથી : રાઈફલધારી ચોકીદાર ગળું પકડીને બહાર ફેંકી દે ! મહારાજશ્રી ઃ એનો અર્થ એટલો જ થાય કે જે પ્રિય છે તે તમામને સ્પર્શ કરી શકાતો નથી ! જે આપણું હોય, જેના ઉપર આપણો અધિકાર હોય, તેને સ્પર્શ કરી શકીએ છીએ. જે વસ્તુ ઉપર, જે વ્યક્તિ ઉપર આપણો અધિકાર ન હોય એને સ્પર્શ કરવાથી અનેક અનર્થો ઊભા થઈ શકે છે. પોતાની સ્ત્રીમાં જ સંતોષ રાખવો જોઈએ ઃ થાય છે. પ્રત્યેક પુરુષમાં પ્રાયઃ સ્ત્રી પ્રત્યે આકર્ષણ હોય છે. પરંતુ જે સ્ત્રી સાથે લગ્ન કર્યાં હોય એને જ સ્પર્શ કરવાનો એને અધિકાર છે, બીજી સ્ત્રીઓને સ્પર્શ કરવાનો અધિકાર નથી. પુરુષની જાતીયવૃત્તિ સ્વદારા-સ્વપત્નીમાં જ સંતુષ્ટ રહેવી જોઈએ ! જે પુરુષો આ પ્રકારની મર્યાદાઓનું પાલન કરતા નથી અને પરસ્ત્રી સાથે સંભોગ કરે છે તે ભલે ક્ષણિક સુખ પામતા હોય, પરંતુ તેઓ પોતાના પારિવારિક જીવનમાં Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અશાંતિ, કલેશ અને કંકાશ ઊભા કરે છે. ભૂલવું નહીં કે સેક્સ જ જીવનમાં સર્વસ્વ નથી. પતિ પત્નીના જીવનમાં સેક્સ જ સર્વસ્વ નથી, પણ પરસ્પર વિશ્વાસ, પ્રશંસા અને સહાનુભૂતિ - આ ત્રણ બાબતો હોવી આવશ્યક છે. પુરુષ અને સ્ત્રીએ જો વિશ્વાસ સંપાદિત કરવો હોય, પ્રશંસા સાંભળવી દો.. અને સહાનુભૂતિ પ્રાપ્ત કરવી હોય તો તેણે પોતાની જાત ઉપર સંયમ રાખવો જ પડશે. ઈન્દ્રિય ઉપર સંયમ, મન ઉપર સંયમ, અને આત્મા ઉ૫૨ સંયમ–આ ત્રણે પ્રકારના સંયમો જોઈએ. શ્રાવક જીવન પરદારાગમન કરનાર પુરુષમાં તેની પત્નીનો વિશ્વાસ રહેશે ? પત્ની જ્યારે જાણે કે તેનો પતિ વ્યભિચારી છે તો તે પતિની પ્રશંસા કરશે કે ગાળો બોલશે? દુઃખ અને આપત્તિના સમયમાં પતિને શું પત્નીની સહાનુભૂતિ મળશે ? પરસ્ત્રીગામી પુરુષ અવિશ્વસનીય, નિંદાપાત્ર અને તિરસ્કૃત બને છે. સભામાંથી : પરંતુ તે શ્રીમંત હોય છે તો તેની જાહેરમાં પ્રશંસા થાય છે. ! મહારાજશ્રી : તે દાન આપે છે, યા પરોપકારી કાર્યો કરે છે તો તેની પ્રશંસા થાય છે. તેનાં જે સત્કાર્યો હોય છે તેની પ્રશંસા થાય છે, પણ ચારિત્રની દૃષ્ટિએ તે નિંદાપાત્ર જ બને છે, અને લોકો તેની નિંદા કરે જ છે. અરે, તેની પત્ની તો નિંદા કરશે જ. દુનિયા પ્રશંસા કરે એથી શું ? જીવન-સાથી તરફથી પ્રશંસા પ્રાપ્ત થવી જોઈએ ને ? ઘરમાં આદર મળતો નથી. પ્રેમ અને પ્રશંસા પ્રાપ્ત થતાં નથી, સ્નેહ-સહાનુભૂતિ મળતાં નથી, તો પછી ઘર વસાવવાનો શો અર્થ ? પરસ્ત્રીગામીના ખરાબ હાલ થાય છે જે પુરુષ રાગાંધ બની પરસ્ત્રીમાં આસક્ત થાય છે, તેના ખરાબ હાલ થાય છે. તે સ્ત્રીનો પતિ કદાચ શક્તિશાળી હશે તો તેની પત્નીને તો મારશે જ, પરંતુ સાથે સાથે પ્રેમીને પણ યમસદન પહોંચાડશે. છાપાંઓમાં આવા કિસ્સાઓ વાંચો છો ને ? બીજી વાત, જે સ્ત્રી પોતાના પતિને બેવફા બને છે તે સ્ત્રી તેના પ્રેમીને દગો નહીં દે ? એવી પણ સ્ત્રીઓ હોય છે કે જેઓ શ્રીમંત પુરુષોને પોતાના મોહપાશમાં ફસાવે છે, અને પાછળથી તેમની પાસેથી પૈસા પડાવે છે ! બ્લેક મેઇલીંગ કરે છે! આ રીતે કેટલાય શ્રીમંતો બરબાદ થઈ ગયા પરસ્ત્રીના ફંદામાં પડીને ! એટલા માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે પરસ્ત્રીનો સંપર્ક ન કરો. પોતાની જ પત્નીમાં સંતોષ રાખો. પરસ્ત્રીને માતા યા બહેનના સ્વરૂપે જુઓ. Page #153 -------------------------------------------------------------------------- ________________ . ભાગ ૧ રાવણ અને સુદર્શન ઃ રાવણને હજારો પત્નીઓ હતી, છતાં પણ તે પરસ્ત્રીમાં આસક્ત બન્યો. અને સીતાનું અપહરણ કર્યુ. સીતાને અશોક વાટિકામાં રાખી હતી અને દરરોજ રાવણ ત્યાં જઇને સીતાને મનાવવા રડતો હતો, તેનું મસ્તક જમીન ઉપર પટકતો હતો, ચાટુકારી કરતો કરતો પોતાનું સમગ્ર રાજ્યકાર્ય ભૂલીને તે સીતાને મનાવવા માટે રાત-દિવસ પ્રયત્નો કરતો હતો. છતાં પણ તે સીતાને પામી શક્યો નહીં. પરિણામ શું આવ્યું ? યુદ્ધ અને મૃત્યુ ! લંકાનું પતન થયું. ૧૪૧ અને સુદર્શન શેઠની વાત જાણો છો ને ? પરસ્ત્રી સામાન્ય સ્ત્રી નહીં પણ રાજાની રાણી અભયા હતી ! સુદર્શનનું અપહરણ કરીને અન્તઃપુરમાં લાવવામાં આવ્યો હતો. અભયાએ સુદર્શન સામે સંભોગનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેણે સુદર્શનની કામુક્તાને ઉત્તેજિત કરવા ભરપૂર પ્રયત્નો કર્યા. પરંતુ તે તો સુદર્શન હતો ! ભગવાન મહાવીરના શાસનનો શ્રાવક હતો. સ્વ સ્ત્રીમાં સંતુષ્ટ હતો. પરસ્ત્રીનો મન, વચન અને કાયાથી ત્યાગ કરનારો હતો. અભયાના લાખ પ્રયત્નો છતાં પણ તે અભયાને વશ થયો નહીં ! અભયા સ્વરૂપવતી હતી, કલાસ્વામિની હતી. હાવભાવ પ્રકટ કરવામાં કોઈ કચાશ તેણે રાખી નહીં, પરંતુ તે સુદર્શનના મનને વિચલિત કરી શકી નહીં. કારણ કે સુદર્શન ઇન્દ્રિયસંયમી હતો, મનઃસંયમી હતો અને આત્મસંયમી હતો. મન ચંચળ થાય છે તો ઇન્દ્રિયો ચંચળ થાય છે, પછી સંયમ રહેતો નથી. એટલા માટે મનને ચંચળ થવા દેવું ન જોઈએ. આજની દુનિયામાં મનને ચંચળ કરનારાં નિમિત્તોની કોઈ સીમા રહી નથી. દૃઢ મનઃ સંયમ વગર માણસ આ વ્રત લઈ શકતો નથી. તેમજ નભાવી પણ શકતો નથી. સુદર્શન જેવું દૃઢ મનોબળ છે ખરું ? એક અભયા નહીં, અનેક અભયાઓ પેદા થઈ ગઈ આ દુનિયામાં ! પરસ્ત્રીગમનથી પાપકર્મોનો બંધ : પરસ્ત્રી સંભોગ કરવા માત્રથી જ પાપ કર્મ બંધાય છે. અને એ વિચારમાં આયુષ્યકર્મનો બંધ પડી ગયો તો સંભવ છે કે એ સ્ત્રીને પેટે ગર્ભ રૂપે ઉત્પન્ન થવું પડે ! પરંતુ પરલોકની દૃષ્ટિથી આ વાત વિચારશો તો સમજી જશો. “પરસ્ત્રીગમનથી પરલોકમાં મારું શું થશે ? આ પાપનું ફળ તો મારે ભોગવવું જ પડશે, પાપનું ફળ દુઃખ હોય છે, મારે કેવાં દુઃખ ભોગવવાં પડશે ? પરસ્ત્રી સાથે સંભોગની ઈચ્છા થાય છે ત્યારે શું આવો વિચાર આવે છે ? આવો વિચાર કરવો, નહીંતર ઘોર Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રાવક જીવન પાપકર્મો બાંધીને દુગતિમાં ચાલ્યા જશો. આ યુગની યુવાન પેઢી વધારે પ્રમાણમાં માર્ગભ્રષ્ટ થઈ ગઈ છે. પરસ્ત્રીગમન અને પરપુરુષગમન ફેશન” ને નામે, "આનંદપ્રમોદ” ના નામે ચાલ્યું છે. આ જગા ઉપર બેસીને કેટલી વાતો કરું? આવી વાતો કહેવામાં પણ શરમ આવે છે, પરંતુ કહેવી પડે છે. તમને લોકોને સાવધાન કરવા એ મારી ફરજ છે. તન અને મનની બરબાદીનો આ ઉન્માર્ગ છે. આત્માના અધપતનનો આ ઉન્માર્ગ છે. આ વ્રત પારિવારિક જીવન માટે વરદાન છે : સ્વ-સ્ત્રી સંતોષ અને પરસ્ત્રી પરિહાર-રૂપ આ ચોથું અણુવ્રત તમારે-ગૃહસ્થો માટે વરદાન રૂપ થઈ શકે છે. સ્ત્રી માટે સ્વ-પુરુષ સંતોષ અને પરપુરુષ-પરિહારરૂ૫ વ્રત સમજવું જોઈએ. પતિ અને પત્ની બંને જો આ સ્વીકારીને તેનું સારી રીતે પાલન કરે તો પરિવારમાં શાન્તિ, પ્રેમ અને દિવ્યતાનું અવતરણ થયા વગર રહે નહીં. તન સ્વસ્થ બને છે, મન પવિત્ર રહે છે અને ધનની વૃદ્ધિ થાય છે. દૈવી કૃપાનું અવતરણ થાય છે. પરસ્પરનો વિશ્વાસ વધે છે. સ્નેહ અને સહાનુભૂતિ વધે છે, ધર્મ-આરાધનામાં ઉલ્લાસ વધે છે. અને એનાથી પુણ્યકર્મનો સંચય થાય છે, આત્મા પવિત્ર રહે છે. વ્રતપાલનમાં કેટલીક સાવધાનીઓ : આ ચોથા વ્રતમાં ક્ષતિ પહોંચાડનારી આ બાબતો છેઃ परविवाहकरणेत्वरपरिगृहीताऽपरिगृहीतागमनानङ्गक्रीतीव्रकामाभिलाषाः । ૧. બીજાના છોકરા-છોકરીઓનું વિવાહ-કાર્ય કરવાથી આ ચોથું અણુવ્રત દૂષિત થાય છે. ૨. બીજી સ્ત્રી (પર-સ્ત્રી) ને પૈસા આપીને એની સાથે મૈથુન સેવન કરવાથી ચોથા અણુવ્રતને અતિચાર લાગે છે. ૩. કુંવારી કન્યા વિધવા અને વેશ્યાની સાથે મૈથુન-સેવન કરવાથી ચોથું અણુવ્રત કલંકિત બને છે. ૪. કામવાસનાને જાગ્રત કરવા આલિંગનાદિ, કામક્રીડા કરવાથી આ અણુવ્રતને દોષ લાગે છે. ૫. સંભોગની તીવ્ર ઇચ્છા કરવાથી પણ આ અણુવ્રતને અતિચાર લાગે છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧૪૩ ૧. પર-વિવાહકરણ : જો તમે ચોથું અણુવ્રત લીધું હોય અને એનું સારી રીતે પાલન કરવું હોય તો બીજા સ્નેહી જનોના – સ્વજનોના છોકરા-છોકરીઓના વિવાહ તમારે ન કરવા જોઈએ. ભલેને તમારો એમની સાથે સ્નેહ સંબંધ હોય. અથવા તમે એમ વિચારો કે “તેના છોકરાનું લગ્ન હું કરાવી દઈશ તો મારા છોકરા માટે સુસંસ્કારી કન્યા શોધીને મારા દીકરાનાં લગ્ન કરાવશે.” અથવા તમારી દીકરી માટે સારો છોકરો મેળવવા માટે તમે બીજાઓની દીકરીઓનાં લગ્ન કરાવો છો. પ્રયોજન ગમે તે હોય. પરંતુ જો બીજાનાવિવાહ ગોઠવતા હશો તો તમારું અણવ્રત દૂષિત થશે. તમે પૂછશો કે “એવું કેમ ?” કારણ કે વિવાહ કરાવવાથી મૈથુન ક્રિયામાં તમારી સંમતિ થઈ જાય છે! જેમનાં જેમનાં લગ્ન તમે કરાવશો, તેમના મૈથુનમાં તમારી સંમતિ થઈ જાય છે. પોતાનાં સંતાનોનું લગ્ન કરાવવું એ તો એક અપરિહાર્ય કર્તવ્ય થઈ જાય છે. પરંતુ ત્યાં પણ મયદા અપેક્ષિત હોય છે ! | માની લો કે તમારે ચાર છોકરાઓ છે. તમે મોટા છોકરાનાં લગ્ન કરાવી દીધાં, હવે મોટો દીકરો તેના નાના ભાઈનાં લગ્ન કરાવી શકે છે. તો તેના લગ્ન સંબંધમાં તમારે સંમિલિત થવાની કોઈ જરૂર નથી રહેતી. સમજ્યાની બાબત એ છે તમે જે અણુવ્રત લીધું છે તે પૂર્ણ બ્રહ્મચર્યની દિશામાં પ્રથમ કદમ છે. તમારે એ દિશામાં આગળ વધવાનું છે. મહાવ્રતપાલનનો તમારો આદર્શ હોવો જોઈએ. અણવ્રતથી મહાવ્રત સધી પહોંચવામાં આ “વિવાહકરણ ની ક્રિયા બાધક બને છે. આવાં વિવાહ લગ્નાદિ કાર્યોમાં પરસ્ત્રી સંભોગની ઈચ્છા જાગ્રત થઈ જવાની સંભાવના રહે છે. એટલા માટે બની શકે તો વિવાહ કાર્યોથી દૂર રહેવાનો જ પ્રયત્ન કરવો જોઈએ. ૨. વેશ્યાગમન ન કરવું જોઈએ? અણુવ્રત લીધા પછી સ્વસ્ત્રીમાં સંભોગની તીવ્ર ઈચ્છા પૂર્ણ ન થતાં અથવા સ્વ-પત્ની સંભોગ માટે અનુકૂળ ન હોવાથી પુરુષ વિચારે કે "મારું વ્રત પરસ્ત્રી પરિહાર” નું છે, વેશ્યા પરસ્ત્રી નથી, એટલે કે તે કોઈનીય પત્ની નથી. તેની સાથે સંભોગ કરવાથી મારું વ્રત તૂટશે નહીં અને વાસના-તૃપ્તિ પણ થઈ જશે. પૈસા આપીને અલ્પ સમય માટે હું એને મારી સ્ત્રી બનાવી લઈશ. બસ, મારું કામ થઈ જશે !” અને જો તે પુરુષ વેશ્યાગમન કરે તો તેનું અણુવ્રત કલુષિત થઈ જાય છે. "ઇત્રપરિગૃહીતા” નો અર્થ છે વેશ્યા. પૈસા આપીને જેનો અલ્પ સમય માટે સ્વીકાર કરવામાં આવે છે. “સ્વ-સ્ત્રી”ની કલ્પના કરીને અને "આ સ્ત્રી કોઈની પત્ની Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રાવક જીવન નથી એટલા માટે પર-સ્ત્રી નથી” એવી કલ્પના કરીને તે વેશ્યા સાથે સંભોગ કરવાથી ભલે વ્યવહારથી વ્રતભંગ ન થતો હોય, પરંતુ ભાવની અપેક્ષાએ વ્રતભંગ જ છે. માત્ર “મારો વ્રત-ભંગ ન થાઓ” એટલી વ્રત-સાપેક્ષતા જ તેના વતનું રક્ષણ કરે છે, અન્યથા આ વ્રતભંગ જ છે. ૩. અપરિગૃહીતા સ્ત્રી પણ ત્યાજ્ય છે? - ત્રીજો અતિચાર બીજા અતિચારને મળતો આવે છે. અપરિગૃહીતા સ્ત્રી વેશ્યા પણ હોઈ શકે છે. જ્યારે તે વેશ્યાને કોઈએ પૈસા આપીને લીધી ન હોય તે સમયે તે અપરિગ્રહીતા” કહેવાશે. એ જ રીતે કોઈ અનાથ સ્ત્રી હોય તો તે પણ અપરિગૃહીતા કહેવાશે. વિધવા સ્ત્રી પણ અપરિગ્રહીત ગણાશે પણ તે બીજા કોઈ પુરુષ સાથે વચનબદ્ધ ન થઈ હોય તો. આવી સ્ત્રીની સાથે ” આ પર-સ્ત્રી નથી, અને મેં એને પૈસા આપીને મારી સ્ત્રી બનાવી છે” એવી કલ્પના કરીને જે સંભોગ કરે છે તે પોતાના અણવ્રતને દૂષિત કરે છે. વાસ્તવમાં જોવામાં આવે તો તે વ્રતભંગ જ છે. વ્રતનો ભાવ ક્યાં રહે છે ? ઇન્દ્રિય સંયમ ક્યાં રહે છે ? બસ, થોડીક વ્રત. સાપેક્ષતા રહેવાથી "અતિચાર” કહેવાય છે. પરંતુ આ રીતે વેશ્યા સાથે, વિધવા સાથે, કુંવારી કન્યા સાથે યા અનાથ સ્ત્રી સાથે સંભોગ કરવાથી વ્રત ભંગ થતો નથી, પણ માત્ર “અતિચાર' જ લાગે છે; એવું વિચારીને વ્યભિચારના માર્ગે ચાલશો નહીં. ભૂલ ન કરશો. અન્યથા સદાચારની ભાવના, બ્રહ્મચર્યની ભાવના નષ્ટ થઈ જશે. અણુવ્રતોનો કોઈ અર્થ નહીં રહે. જેની સાથે લગ્ન કર્યું છે તેને છોડીને અન્ય કોઈ પણ સ્ત્રીની સાથે સંભોગ ન કરવાનો વૃઢ સંકલ્પ કરો, વૃઢ નિશ્ચય કરો. આ સભામાંથી પત્ની અનુકૂળ ન હોય, પત્ની સાથે બોલચાલ પણ બંધ હોય ત્યારે શું કરવું? મહારાજશ્રી ત્યારે બ્રહ્મચર્યનું પાલન કરવું! મન ન માને તો ઉપાશ્રયમાં જઈને સૂવું. ભોજન ન મળે તો ઉપવાસ કરવામાં આવે છે. પરંતુ ઝેર ખાવામાં આવતું નથી! પર-સ્ત્રી, વેશ્યા, વિધવા વગેરે ઝેર બરાબર છે. સ્વસ્ટીથી જ્યારે સંભોગ સુખ ન મળતું હોય ત્યારે મનને સંયમમાં રાખવું જોઈએ. એટલા માટે તમને વારંવાર કહું છું કે પતિપત્નીના સંબંધો સારા રાખવા જોઈએ. Page #157 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ ૧૪૫ બંને વચ્ચે સારા સંબંધો હોવાથી પુરુષનું મન અન્ય સ્ત્રીમાં નહીં જાય અને સ્ત્રીનું મન અન્ય પુરુષમાં નહીં જાય. પતિપત્નીના સંબંધોને સુવ્યવસ્થિત રાખવા, ઘનિષ્ઠ બનાવવા માટે વર્તમાનકાળના પશ્ચિમના મનોવૈજ્ઞાનિકોએ કેટલાંક મહત્ત્વપૂર્ણ મંતવ્યો રજૂ કર્યાં છે તે જાણવા યોગ્ય છે. દાંપત્ય-જીવન સંબંધી મનોવૈજ્ઞાનિકોનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ મંતવ્યો : માસાચુસેટ્સના મનોવૈજ્ઞાનિક ડૉ. આર. વિલિયમ બેચરની સલાહ છે કે હાસ્ય, વિનોદ વૈવાહિક જીવનમાં ઉત્સાહ અને ઉમંગ તો આપે જ છે, સાથે સાથે નીરસ દુનિયાદારીને સહન કરવાની શક્તિ પણ અર્પે છે. એનાથી જીવન સાથી એકબીજાને આહત કર્યા વગર પોતાની ઈચ્છાઓ અને આલોચનાઓને પણ વ્યક્ત કરી શકે છે. મનોવૈજ્ઞાનિક ડેનિયલ ઓ'લિયરી અને હિલેરી ટર્કેવિટ્લે એક વિશેષ અધ્યયનમાં સલાહ આપી છે કે પારિવારિક જવાબદારીઓની પૂર્વે જે ક્રીડાઓમાં તમને મજા પડતી હતી તેમને ન છોડો. રોજિંદી જિંદગીથી વધારે આનંદમય પાસાઓને વિચારવા પ્રયત્ન કરો. એકબીજાની પ્રશંસા કરીને-હકારાત્મક પદ્ધતિથી એક બીજાની હિંમત વધારીને તમે કાર્યનો પ્રારંભ કરો. મનોવૈજ્ઞાનિક નોર્મન એમ. બેડબર્ન દ્વારા કરવામાં આવેલા ૨૭૮૭ લોકોના સર્વેક્ષણ અનુસાર દાંપત્યજીવનમાં સૌથી મહત્ત્વપૂર્ણ તત્ત્વો છે સાહચર્ય અને ઘનિષ્ઠતા, અને યૌન (સેક્સ) ઘનિષ્ઠતાની ભાષા છે, એટલા માટે બુદ્ધિમાન પત્ની પોતાના વૈવાહિક જીવનની માનસિક સમીક્ષા કરતી વખતે આ તત્ત્વોને અવશ્ય વિચારશે. શું તે અને તેનો પતિ સેક્સ સંબંધી વાત કરતાં કતરાય છે ? શું તેઓ અસંતોષને લીધે શાંત રહે છે ? આ જ તત્ત્વો પરેશાનીને નિમંત્રે છે. યૌન સમસ્યાઓને સહન કરતા જવાનો કોઈ અર્થ નથી. પારિવારિક અનુસંધાનકર્તા બ્રેન્ડ સી. મિલરના મતે વૈવાહિક સંતુષ્ટિ છઠ્ઠા યા સાતમા વર્ષે પોતાના નિમ્નતર સ્તરે હોય છે. આ લગભગ એ સમય હોય છે કે જ્યારે પહેલું બાળક નિશાળે જવાની શરૂઆત કરે છે. આ અધિગાળામાં વ્યાવસાયિક દબાણ અને બાળકના પાલનપોષણમાં ભારે વ્યસ્તતાને કારણે બંને વચ્ચે ઘનિષ્ઠતા અને સાહચર્યની ઓટ વર્તાય છે, જાયસ બ્રધર્સ ‘રીડર્સ ડાઈજેસ્ટ' માં કહે છે - બુદ્ધિમત્તા એમાં છે કે બને તેટલી Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રાવક જીવન ઝડપે ઝઘડાઓને શાંત કરવા અને જીતવાનો નહીં પરંતુ બંનેએ પોતાના જીવનસાથીને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરવો. આ અંગે કેટલાક નિયમો ૧. સ્પષ્ટ કહોઃ જેનાથી સંબંધો સુધરી શકે છે તે સ્પષ્ટ ફેરફારોની વાત કરો. ૨. સાંભળોઃ ફરિયાદો સાંભળો અને તેમનું સ્પષ્ટીકરણ કરવાનો પ્રયત્ન કરો. ફરિયાદ સામે ફરિયાદ ન કરો. ૩. વર્તમાનમાં રહોઃ ભૂતકાળના રોદણાં ન રડો. ૪. એક વિષય ઉપર રહો જો કદાચ એક કરતાં વધારે વિવાદ ઊભા થાય તો તેમને લખી રાખો અને પછી તેમની ઉપર વાતચીત કરો. પ. પોતાની વાત પ્રત્યક્ષ વ્યવહાર સુધી જ સીમિત રાખો, તેનું વિશ્લેષણ કરવાનું શરૂ ન કરો. ૬. એકાન્તમાં લડો બીજાની હાજરીમાં ન લડો. વિચાર વિમર્શ એટલા સમય માટે સ્થગિત કરી દો. જ્યારે તમે શાંત થાઓ અને ક્રોધથી પાગલ ન બન્યા હો ત્યારે વિચાર-વિમર્શ કરો. ૭. છૂટાછેડાનું નામ ન લો જે નારાજગીઓનો રસ્તો ન નીકળે તેને લીધે લગ્ન વિચ્છેદની ધમકી વિવાહિત-સંબંધને ઢીલો કરે છે. પતિ-પત્નીના સંબંધો સુવૃઢ રહે તો ચોથા અણુવ્રતનું પાલન સરળતાથી થઈ શકે છે, અન્યથા અણુવ્રત દૂષિત બને છે અથવા તેનો ભંગ પણ થઈ શકે છે. હવે ચોથા અતિચારની વાત કરું છું. ૪. અનંગ કીડાથી બચતા રહો : પ્રથમ તો "અનંગ" નો અર્થ સમજી લો. અંગ એટલે શરીરનો અવયવ મૈથુનસંભોગની અપેક્ષાથી સ્ત્રીની યોનિ અને પુરુષની જનનેન્દ્રિય અંગ કહેવાય છે. યોનિ અને જનનેન્દ્રિય સિવાય સ્ત્રી પુરુષનાં તમામ અંગો “અનંગ” કહેવાય છે. મુખ, કપોલ, વક્ષસ્થલ ઇત્યાદિ વગેરે અનંગો સાથે સ્ત્રી પુરુષની ક્રીડા “અનંગ ક્રીડા” કહેવાય છે. અથવા અનંગનો બીજો એક અર્થ છે “કામ” કામવાસનાથી પ્રેરિત થઈને અનંગ ક્રીડા ન કરો. વાસ્તવમાં આ વ્રત ભંગ જ છે, છતાં પણ “મેં તો પરસ્ત્રી સાથે સંભોગ Page #159 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧૪૭ ન કરવાની પ્રતિજ્ઞા કરી છે, આ તો માત્ર અનંગ ક્રીડા છે.” એવું વિચારે છે એટલે વ્રત સાપેક્ષતા રહે છે. એ અપેક્ષાએ અતિચાર કહેવામાં આવે છે. હવે પાંચમો અતિચાર જણાવું છું. ૫. સંભોગની તીવ્ર ઇચ્છા ન કરો : સ્વ-પત્નીની સાથે પણ સંભોગની મર્યાદા રાખવી જોઈએ. સંભોગની તીવ્ર ઈચ્છાથી બચવું જોઈએ. તીવ્ર ઈચ્છા મનને તો નુકસાન કરે જ છે, પણ સાથે સાથે શરીર ઉપર પણ ખરાબ અસર પાડે છે. મનોયોગ બગડી જતાં બીજાં મહત્ત્વનાં કાયો અપૂર્ણ રહે છે. તીવ્ર કામવાસના શરીરમાં અનેક રોગ ઉત્પન્ન કરે છે. પાપકર્મનાં બંધન તો થાય જ છે. સંભોગની તીવ્ર ઈચ્છાને લીધે કોઈક વાર પત્નીને અનિચ્છાએ વશ થવું પડે છે, એનાથી પણ ઘણીવાર ઝઘડા થાય છે, પરસ્પર કટુતા વધે છે, અને સંભવતઃ પુરુષ વેશ્યા અથવા પરસ્ત્રી પ્રત્યે ખેંચાઈ જાય છે. એટલા માટે સંભોગની ઈચ્છાને તીવ્ર ન થવા દેવી જોઈએ. આ પ્રકારે સ્વ-પત્ની સંતોષ અને પરસ્ત્રી–પરિહાર રૂપ ચોથું અણુવ્રત બતાવવામાં આવ્યું છે. દરેક દ્રષ્ટિએ આ અણુવ્રત ઉપયોગી, ઉપકારી અને ઉપાય છે. ઈન્દ્રિયસંયમ, મન સંયમ અને આત્મસંયમથી જ આ અણુવ્રતનું પાલન શક્ય બને છે. આ અણુવ્રતને ગ્રહણ કરીને સારી રીતે તેનું પાલન કરીને આત્માને નિર્મળ કરતા રહો એ જ મંગલ કામના. આજ બસ, આટલું. Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧૫ મહાન ભૃતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સ્વરચિત "ધર્મબિંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ-જીવનનો વિશેષ ધર્મ પ્રતિપાદિત કર્યો છે. બાર વ્રતમય ગૃહસ્થધમ બતાવ્યો છે. ગૃહસ્થાવસ્થામાં રહેવા છતાં પણ મોક્ષમાર્ગની આરાધના કરવાની તમન્ના રાખનારાઓ માટે બાર વ્રતોનો સ્વીકાર કરીને તેમનું પાલન કરવું આવશ્યક છે, એટલા માટે બાર વ્રતોને સવિસ્તર સમજાવું છું. આજે પાંચમું વ્રત “પરિગ્રહ પરિમાણ વ્રત” સમજવાનું છે. પહેલાં એ વ્રત સ્વીકારવાનું પ્રારૂપ બતાવું છું. "હું સોનાના દાગીના (અલંકારો)..........તોલાથી વધારે રાખીશ નહીં.” "હું ચાંદીના ઘરેણાં.........તોલાથી વધારે રાખીશ નહીં.” "હું રૂપિયા............થી વધારે નહીં રાખું.” "હું અનાજ.....મણથી વધારે નહીં રાખું.” "હું ખેતર, વાડી, બગીચા વગેરે......એકર જમીન કરતાં વધારે રાખીશ નહીં.” "હું.............ઘર...............દુકાન........બંગલાથી વધારે નહીં રાખું.” "હું ..........સોનું...........ચાંદીથી વધારે નહીં રાખું.” "હું તાંબું...........પિત્તળ....કાંસુ............લોઢું........એલ્યુમિનિયમ .....કિલોથી વધારે રાખીશ નહીં. "હું નોકરો......નોકરાણીઓ ....થી વધારે નહીં રાખું.” "હું....ગાય ભેં શ....બળદ..ઘોડા.......થી વધારે નહીં રાખું. "હું ઘી.....મણ, તેલ.......મણ............મીઠું............મણ/ગુણ.......... સાકર......મણથી વધારે નહીં રાખું. આ વસ્તુઓ સિવાય ઘરમાં ઉપયોગી વસ્તુઓ રાખીશ. તમારે જેટલા મણ રાખવું હોય તેટલું રાખી શકો છો. છે કોઈ તકલીફ કરનારી Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ભાગ - ૧ વાત ? આ અણુવ્રત સરળ છે ને? પરિગ્રહની મર્યાદા અપેક્ષિત છે, પરંતુ તમારી દ્રષ્ટિ "અપરિગ્રહ-ધર્મ”ની તરફ હોવી જોઈએ. “પરિગ્રહ પાપ છે.” એ વાત યાદ રાખવી જોઈએ. પરિગ્રહની અનર્થકારિતા : “પરિગ્રહ” નામનો આ ગ્રહ રાહુ, કેતુ અને શનિ કરતાં પણ વધારે ભયાનક ગ્રહ છે ! આ ગ્રહે ત્રણે ભુવનોને પોતાના પ્રભાવથી પ્રભાવિત કર્યા છે. એના પ્રભાવને નષ્ટ કરવા માટે આ અણુવ્રત લેવું અતિ આવશ્યક છે. જો કે અણુવ્રતથી પરિગ્રહનો પ્રભાવ પૂર્ણ રીતે નષ્ટ થતો નથી, પરંતુ પ્રારંભ અણુવ્રતથી કરવો જોઈએ. જો તમે આત્મશાન્તિ પ્રશમભાવને ટકાવી રાખવા માગતા હો તો તમારે પરિગ્રહને ઓછો કરવો જ પડશે. ચલ-અચલ સંપત્તિનું મમત્વ હૃદયમાં ભરી રાખીને શું તમે શાન્તિ પામવાની અપેક્ષા-આશા રાખો છો ? પ્રશમભાવ ટકાવી રાખવાની આશા રાખો છો ? પરિગ્રહનું મમત્વ શાન્તિનો શત્રુ છે; અપરિગ્રહી માનવ જ આત્મશાંતિનો અનુભવ કરી શકે છે. શું તમે ઘેર્ય-ધીરતાને જીવનમાં આવશ્યક માનો છો? જો તમને પરિગ્રહ પ્રિય હોય તો અધીરતા રહેવાની જ છે. પરિગ્રહી મનુષ્ય કદી ય ધીર રહી શકતો નથી. અધીરતા મનુષ્ય પાસે વગર વિચાર્યેવગર સમજે કાર્ય કરાવે છે. એનું પરિણામ દુઃખ અને સંકટ જ હોય છે. પરિગ્રહની સાથે અધીરતાને ઘનિષ્ઠ દોસ્તી છે. પરિગ્રહી મનુષ્ય ઉપર મોહનું સામ્રાજ્ય હોય છે, વ્યામોહનું વર્ચસ્વ હોય છે. પરિગ્રહી મનુષ્ય કદી પણ મોહ વિજયી બની શકતો નથી. પરિગ્રહ તો વિશ્વામગૃહ છે મોહનું ! મમતા, આસક્તિ, મૂચ્છ-બધા મોહના જ પયિો છે, ધનસંપત્તિ, સ્નેહસ્વજન વગેરેનો પરિગ્રહ શું મનુષ્યને મોહ-ભ્રમિત નથી કરતો ? કરે જ છે. પરિણામ શું આવે છે તે જાણો છો ને ! અહીં અશાંતિ અને પરલોકમાં દુર્ગતિ ! ચોથી વાત ખૂબ ગંભીર છે. તમને લોકોને કદાચ નહીં રુચે, છતાં બતાવું છું. પરિગ્રહમાંથી સર્વ પાપ પેદા થાય છે ! એટલે કે પાપોની જન્મભૂમિ છે પરિગ્રહ પરિગ્રહને કારણે મનુષ્ય હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, ક્રોધ કરે છે, માયા-કપટ કરે છે, અભિમાન કરે છે.....ઈષ્ય અને નિંદા કરે છે અને આ તમામ પાપ મનુષ્યની ઉન્નતિ કરે છે કે અવનતિ ? આ પાપો મનુષ્યને સુખી કરે છે કે દુખી? વિચારો, શાંતિથી વિચારો. પરિગ્રહ વધારવા દિન-રાત દોડધામ કરો Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ શ્રાવક જીવન છો, પરિગ્રહ વધતાં અત્યંત ખુશ થાઓ છો...પરંતુ થોડુંક અટકી જાઓ અને ગંભીરતાથી પરિગ્રહનાં પરિણામોનો વિચાર કરો. વિચાર કરશો તો પરિગ્રહની મર્યાદા બાંધવાની ઈચ્છા જન્મશે, અપરિગ્રહી થવાની ભાવના થશે. પાપોનાં પરિણામ ભલે આગામી જન્મમાં ભોગવવાં પડે, પરંતુ આ જીવનમાં આપત્તિ તો આવશે જ. પરિગ્રહની આસપાસ આપત્તિઓ રૂપી ડાકણો ભટકતી રહે છે, એટલા માટે જ તો પરિગ્રહી લોકો જીવનમાં શાન્તિથી ઊંઘી શકતા નથી. ઊંઘમાં પણ ભયભીત થઈને જાગી જાય છે. બરાડા પાડે છે, ઊભા થઈને દોડવા માંડે છે ! કોઈકોઈ વાર ચોરી થઈ જાય છે, સરકારી અધિકારીઓ પરેશાન કરે છે, તો કોઈ વાર સ્નેહીજનો તંગ કરે છે ! કોઈક વાર મૃત્યુ પણ થાય છે. આ તમામ આપત્તિઓ પરિગ્રહને કારણે જ આવે છે. દુનિયામાં એ જોવા પણ મળે છે. છતાં ય મોહાસક્ત જીવ પરિગ્રહની મમતા છોડતો નથી. આનાથી વધુ દુઃખદાયક વાત બીજી કઈ હોઈ શકે ? આપત્તિ આવી ન હોય પણ આપત્તિના આગમનની કલ્પના ય કેવું દુધ્વનિ કરાવે છે? પરિગ્રહી માણસ દુધ્વનિથી જીવે છે. ધનસંપત્તિ વગેરે પામવાની ઈચ્છા, દુધ્વનિ છે ! અને દુધ્વનિથી કેવા પાપકર્મો બંધાય છે તે જાણો છો ને ? એ કમી જીવને નરકમાં લઈ જાય છે. ઠીક છે, નરકમાં તો જ્યારે જવાનું હશે ત્યારે જઈશું પરંતુ આ જીવનમાં પણ દુધ્વનિથી – તીવ્ર આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી મન ક્ષુબ્ધ રહે છે અને એનાથી માનસિક રોગો થાય છે, માણસ પાગલ પણ થઈ જાય છે. મનની વિક્ષિપ્તતાથી આખો ય જીવન વ્યવહાર બગડી જાય છે. ઘરનાં લોકો વિમુખ થાય છે. વિક્ષિપ્ત મનવાળા માણસનું ઘરમાં, સમાજમાં, નગરમાં કોઈ મૂલ્ય હોતું નથી. જ્યારે માણસને લાગે છે કે ઘરમાં સ્નેહી-સ્વજનોમાં મારી કોઈ કીમત નથી” ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. ઘરમાં ભંડાર ભર્યા હોય, અપરંપાર સંપત્તિ હોય, છતાં પણ પરિગ્રહી માણસ દુઃખી રહે છે. આવા ભંડારને શું કરવાનો? સખચેનથી જીવવા ન દે એવો ધન-ભંડાર અભિશાપિત છે. આવી ધન-સંપત્તિ રાખવી ન જોઈએ. પરિગ્રહના અનર્થો આટલા જ નથી. પરિગ્રહ જેટલો વધારે તેટલું જ અભિમાન વધારે. અપાર સંપત્તિ હોય અને અભિમાન ન હોય તેવી તો કોઈ વિરલ વ્યક્તિ જ મળી શકે ! હા, ધનવાન પોતાની સંપત્તિને છુપાવી રાખવા માગે તો અભિમાન ન કરે. પરંતુ આવા લોકોનું ધન ચાલ્યું જાય છે, નાશ પામે છે, ત્યારે તેઓ ઊંડા Page #163 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ ૧૫૧ શોક-સાગરમાં ડૂબી જાય છે. અરે, બધું ધન નહીં પણ થોડુંક ધન ચાલ્યું જાય છે તો પણ તેઓ રડવા બેસે છે. આ શોક-સંતાપ અને રુદનનું મુખ્ય કારણ તેમનો પરિગ્રહ છે. જો હોય તો પરિગ્રહ ઓછો ક૨તા જાઓ, અને ન હોય તો એની કામના છોડી દો. અતિ ધનવાન, શ્રીમંત પરિગ્રહીઓને જોઈને એવું ન વિચારો કે આ લોકો પુણ્યશાળી છે અને આપણે કંગાલ છીએ. પરંતુ એવું વિચારો કે "આ લોકો કેટલા અશાન્ત, બેચેન અને અધીર છે....આપણે સુખી છીએ. બીજી એક મહત્ત્વની વાત કરું. જેટલા ઝઘડા શ્રીમંતોના ઘરોમાં થાય છે એટલા બીજાના ઘરોમાં નથી થતા. હા, શ્રીમંત હોય છતાં મમત્વરહિત હોય તેની વાત જુદી છે. મમત્વ-મૂચ્છગ્રિસ્ત માણસોની વાત છે આ તો ; તેઓ સદાય ક્લેશ-સંતપ્ત રહે છે. મમ્મણ શેઠની મિની આવૃત્તિ : ધન-સંપત્તિની મમતા-આસક્તિ કેટલી ભયાનક છે એ વાત તમને વધુ સમજાવવાની જરૂ૨ છે ? સમ્રાટ શ્રેણિકના સમયના મમ્મણ શેઠની વાત તો તમે લોકોએ કેટલીય વાર સાંભળી હશે. પરિગ્રહને કારણે, ધન–સંપત્તિના વ્યામોહને કારણે તે મરીને નરકમાં ગયો ! હમણાં જ જાપાનની એક ઘટના વાંચવામાં આવી. "સિગીયૂકીયૂઝ” નામનો એક ફેકટરી-કામદા૨ ૬૨ વર્ષની ઉંમરે મરી ગયો. બીજા વિશ્વયુદ્ધમાં યૂઝુ સૈનિક હતો, પાછળથી તે દક્ષિણ જાપાનના “નોબેકા” નગરમાં રહેતો હતો. એક નાનકડા ઘરમાં તે એકલો રહેતો હતો. તેણે લગ્ન કર્યું ન હતું. તે મરણ પામ્યો તે પછી પોલીસે તપાસ કરી. તે હંમેશાં પોતાના ઘરમાં બ્રેડ જ ખાતો હતો ! બેંકમાં તેના ૨,૩૦,૦૦૦ ડૉલર અને ઘરમાં ૭૦,૦૦૦ ડૉલર પેક કવરોમાં પડ્યા હતા ! તે કોઈનીય સાથે બ્રેડ ખાતો ન હતો; કારણ કે બીજાં સાથે ખાય તો તેમને પણ ખવડાવવી પડે ને! તે માત્ર બ્રેડ જ ખાતો હતો....છે ને મમ્મણ શેઠની મિની આવૃત્તિ !! મુંબઈમાં મહાલક્ષ્મીના મંદિર આગળ ઘણા ભિખારીઓ બેસે છે. થોડાક વર્ષ પહેલાં એક ભિખારી મરી ગયો, જે ગંદી ગોદડી ઉપર તે બેસતો હતો તે ગોદડીમાંથી ૭૫ હજારની ચલણી નોટો નીકળી હતી. જુઓ, દુનિયામાં કેવા કેવા પરિગ્રહી લોકો હોય છે ! ૭૫ હજારની નોટો ઉપર બેસીને ભીખ માગવાની મજા આવતી હશે ! Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રાવક જીવન "મારી પાસે ત્રણ લાખ ડૉલર છે” એ રીટાયર્ડ સૈનિક એવી રીતે ખુશ થતો હશે ને ! ન દાન દીધું, ન ભોગવ્યું, અંતે તે મરી ગયો. ડૉલર એમને એમ પડી રહ્યા. પરિગ્રહની વાસના એ જીવને કઈ ગતિમાં લઈ ગઈ હશે તેની કલ્પના કરજો ! સોનું, ચાંદી, ઘર, દુકાન, રૂપિયા, ગાડી-ઘોડા, નોકર-ચાકર વગેરે વધારવાનો વિચાર ત્યજી દેવાનો છે. ઓછું કરવાનો વિચાર કરવાનો છે. વાત ગળે ઊતરે છે? અંતઃકરણની શાંતિ........પ્રસન્નતા પામવી હોય તો બાહ્ય-પરિગ્રહ અને આંતરિક આસક્તિનો ત્યાગ કરવો જ પડશે; એટલા માટે આ અણુવ્રત બતાવવામાં આવ્યું છે. પાંચ અતિચાર : પાંચમું અણુવ્રત ગ્રહણ કર્યા પછી અતિચારોથી બચવું આવશ્યક છે. પાંચ પ્રકારના અતિચાર બતાવવામાં આવ્યા છે. આજના સંદર્ભમાં અતિચારોને સમજવા પડશે. અતિચારો આ રીતે છે. ક્ષેત્ર-વસ્તુ-હિર–સુવ–ધનધાન્ય-રીવાસ-શુગપ્રમાાતિમઃ | પ્રથમ અતિચારઃ ખેતર, ઘર, દુકાન ઇત્યાદિની જે સંખ્યા નિયત કરી હોય તેનાથી વધારે કરવી અને નાનાને મોટું બનાવવું. બીજો અતિચારઃ સોનું, રૂપું મર્યાદા કરતાં વધારે થઈ જવાથી પુત્ર, ભાઈ વગેરેને આપી દેવાં. ત્રીજો અતિચાર ધન-ધાન્યનું જે પરિમાણ કર્યું હોય તેના કરતાં વધારે રાખવું. ચોથો અતિચાર: નોકર-નોકરાણી તેમજ પશુઓની સંખ્યા વધી જવા છતાં તેમનો ત્યાગ ન કરવો. પાંચમો અતિચારઃ આસન, પલંગ, ટેબલ-ખુરશી વગેરે સામાન મર્યાદા કરતાં વધી જવા છતાં તેનો ત્યાગ ન કરવો. ભાવોલ્લાસ ઘટવાથી અતિચાર : આ પ્રકારના અતિચાર લાગવાનું કારણ છે ભાવોલ્લાસનો ઘટાડો. વ્રત ગ્રહણ કિરતી વખતે સાધુપુરુષના ઉપદેશથી ભાવોલ્લાસ વધે છે. વૃદ્ધિ પામતા ભાવોલ્લાસમાં મનુષ્ય વ્રત-પ્રતિજ્ઞા લઈ બેસે છે. પરંતુ પાછળથી જ્યારે Page #165 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧પ૩ ભાવોલ્લાસમાં ઓટ આવે છે, ત્યારે વ્રતનું અતિક્રમણ કરવા તૈયાર થઈ જાય છે. પાપનો ભય હોવાથી, વ્રતભંગ કરવામાં અચકાય છે. પરંતુ વ્રત ભંગ ન થાય અને ઈચ્છા પૂર્ણ થાય એવો માર્ગ કાઢે છે અને વ્રતને દૂષિત કરે છે. કેવી રીતે કરે છે કે કેટલાંક ઉદાહરણોથી સમજાવું છું. કોઈકે એક ખેતર અને એક ઘરનું પરિગ્રહ પરિમાણ નક્કી કર્યું. ભાવ ઘટી જતાં તેને બે ખેતર અને બે ઘર રાખવાની ઈચ્છા થઈ. જો તે આમ કરે છે તો તેનો વ્રત-ભંગ થાય છે, અને તે વ્રત-ભંગ કરવા ઈચ્છતો નથી. વ્રત ટકાવી રાખીને પણ ઈચ્છાપૂર્તિ કરવી છે! તે હોશિયારીથી કામ લે છે. તેનું ખેતર છે એની નજીકનું ખેતર તે ખરીદી લે છે. અને વચ્ચેથી વાડ કાઢી નાખે છે. બે ખેતરોનું એક ખેતર થઈ જાય છે, વ્રત-ભંગ થતો નથી અને ખેતર વધારવાની ઈચ્છા પૂર્ણ થઈ જાય છે, પરંતુ અતિચાર તો લાગી જ જાય છે ! જેમ ઘરની પાસેનું બીજું ઘર લે છે; વચ્ચેની દીવાલ કાઢી નાખે છે અને બેઘરોમાંથી એક ઘર બનાવી દે છે. વ્રત-ભંગ થતો નથી અને ઘર વધારવાની ઈચ્છા પૂર્ણ થાય છે. આમાં પણ અતિચાર તો લાગી જ જાય છે. જેમ કોઈ અણુવ્રતધારીએ "મારે એક હજાર ગ્રામ સોનું જ રાખવું છે.” આવું પરિગ્રહ-પરિમાણ નકકી કર્યું. પાછળથી સાસરેથી કે અન્ય સ્થળેથી વધારાનું સોનું આવી ગયું ! રાખવાની ઈચ્છા થઈ ગઈ. જો રાખે તો વ્રતભંગ થાય છે. તે વિચાર કરીને ઉપાય શોધી કાઢે છે. તે સોનું બીજા કોઈ મિત્રને સોંપી દે છે અને પોતાના મનમાં વિચાર કરે છે કે "મારું પરિગ્રહ પરિમાણ વ્રત ચાર માસનું છે. અથવા સાત મહિનાનું છે. તે પછી હું મિત્ર પાસેથી સોનું પાછું લઈ લઈશ”. મનમાં તો તેણે તે સોનું પોતાનું માની લીધું એ અપેક્ષાએ વ્રતભંગ થાય છે. પરંતુ વ્રત-સાપેક્ષ રહેતાં તેણે તે સોનું પોતાની પાસે રાખ્યું નથી. એટલે વ્રતભંગ થતો નથી. આ રીતે ભંગઅભંગ રૂપ અતિચાર લાગે છે. આ રીતે વ્રતધારીએ ધન-ધાન્યનું પ્રમાણ નક્કી કરી દીધું હોય અને પાછળથી ધન-ધાન્ય વધી ગયું ! તેનો ત્યાગ કરવો નથી, રાખવાની ઈચ્છા થઈ ગઈ. વ્રત ભંગ ન થાય અને ધન-ધાન્ય પાસે રહે એવી યુક્તિ કરે છે. એ ધન-ધાન્ય આપનાર લોકોને કહે છે: “ચાર મહિના પછી મારા ઘરમાં જે ધન-ધાન્ય છે તે વેચાઈ જશે. તે પછી તમારે આપવાનું છે તે હું લઈ જઈશ.” આ રીતે ચાર મહિના પછી તે લેવાનો સ્વીકાર કરી લે છે. તેનું વ્રત ચાર મહિનાનું છે, એટલે વતભંગ થતો નથી, પરંતુ તેણે મનથી તે લઈ લીધું અને લેવાનો વાયદો Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રાવક જીવન કર્યો, એથી અતિચાર લાગે છે. વ્રતસાપેક્ષતાની દૃષ્ટિએ વ્રતભંગ માનવામાં આવતો નથી. દાસ-દાસી અને પશુ-પક્ષીઓ અંગે પણ વ્રત લીધું છે કે : "આટલાં જ દાસદાસીઓ રાખીશ-પશુ-ગાયભેંશ રાખીશ.” માની લો કે આ મર્યાદા ચાર માસ માટેની રાખી છે. હવે આ સમય મર્યાદામાં ગર્ભાધાનનો વિચાર કરે છે તો અતિચાર લાગે છે. આ અધિકાળમાં દાસી પુત્ર-પુત્રીને જન્મ આપે, ગાય વાછરડાને જન્મ આપે તો સંખ્યા વધી જાય છે. સંખ્યા વધવાથી વ્રતભંગ થાય છે ! આ દૃષ્ટિએ એ એવી રીતે ગર્ભાિધાન કરાવે છે કે વ્રતની અવધિ પછી જ દ્વિપદ યા ચતુષ્પદ જીવ જન્મ આપી શકે. પરંતુ જીવ ગર્ભમાં આવવાથી નિર્ધારિત સંખ્યા કરતાં સંખ્યા વધી જાય છે........બસ, માત્ર જન્મ થતો નથી એટલું જ ! વ્રત સાપેક્ષતા ને કારણે અતિચાર લાગે છે. "કુપ્પમ્ " માં પણ પર્યાયાન્તર કરવાથી અતિચાર લાગે છે. ગૃહ-ઉપયોગી આસન, પલંગ, વાસણો વગેરેનું જે પરિમાણ કર્યું હોય તેની સંખ્યા વધી ન જાય તે માટે બે આસનોનું એક આસન કરી દે ! બે થાળીઓની એક મોટી થાળી બનાવી દે. "મેં સંખ્યાની મર્યાદા કરી છે....વસ્તુને નાની મોટી કરી શકું છું." આ રીતે વ્રતસાપેક્ષ રહીને વસ્તુનો પર્યાય-અવસ્થા-બદલે છે, એથી અતિચાર કહેવાય છે. અથવા વાસણવાળાને કહે કે "ચાર મહિના પછી હું આ વાસણો લઈ જઈશ, બીજા કોઈને આપતો નહીં." આ રીતે તે પોતે રાખતો નથી પરંતુ રખાવે છે. એથી વ્રતભંગ થતો નથી, પરંતુ અતિચાર લાગે છે. પરંતુ આ તમામ અતિચારો ત્યારે જ સંભવે છે કે જ્યારે વ્રત અમુક માસ માટે યા તો અમુક વર્ષ માટે લીધું હોય ! આજીવન અણુવ્રત લીધું હોય તો ? વધારે પ્રમાણમાં તો વ્રતભંગનો જ સંભવ રહે છે. હા, દૃઢતાપૂર્વક મર્યાદાપાલન કરવામાં આવે તો વ્રતપાલન સારી રીતે થઈ શકે છે; પરંતુ અધ્યવસાયોની ચંચળતા તેનું સારી રીતે પાલન કરવા દેતી નથી. જો મન ચંચળ હોય તો "પરિગ્રહ-પરિમાણ” વ્રત કેટલાક માસ યા કેટલાંક વર્ષ માટે લેતા રહેવું જોઈએ. સ્થૂળ પરિગ્રહ નવ પ્રકારનો : આ રીતે સંક્ષેપમાં પાંચ અતિચારો બતાવ્યા. હવે સ્થૂળરૂપે પરિગ્રહના નવ પ્રકારો બતાવવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે. ૧. ધન, ૨. ધાન્ય, ૩. ક્ષેત્ર, ૪. વાસ્તુ, ૫. ચાંદી, ૬. સોનું, ૭. ચોપગાં Page #167 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ પ્રાણીઓ, ૮. દ્વિપદ જીવ, અને ૯. કુષ્ય. પાંચ અતિચારોમાં આ નવ વસ્તુઓનો સમાવેશ થઈ જ જાય છે. બીજા વ્રતોના અતિચાર પણ પાંચ-પાંચ બતાવવામાં આવ્યા છે, એટલા માટે આ વ્રતના પણ પાંચ અતિચાર બતાવવામાં આવ્યા છે. ૧૫૫ પરિગ્રહ પરિમાણનું પ્રયોજન : જ્યારે વ્રતોનું મહત્ત્વ, પ્રયોજન સમજશો ત્યારે જ અતિચારોથી બચી શકશો. "ઓછામાં ઓછી આવશ્યકતા” એ જીવનનું સૂત્ર હશે તો “પરિગ્રહ-પરિમાણ” કરવામાં મજા આવશે. અને બાહ્ય પરિગ્રહની સાથે આંતર-પરિગ્રહ ઓછો કરવાનો સર્વદા ખ્યાલ રાખવો પડશે. આંતર-પરિગ્રહ છે મૂર્છા અને મમત્વ, આસક્તિ અને અનુરક્તિ. આંતરપરિગ્રહથી મુક્તિ પામવા માટે બાહ્ય પરિમાણ કરવું આવશ્યક છે. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે મમત્વનો ભાર સર્વ ભાર કરતાં વધારે છે. મમત્વ એ જ પરિગ્રહ છે. મુા શિહો વુત્તો ।" એવું જિન વચન છે. એક વસ્તુનું મમત્વ પણ જીવને ડુબાડી દે છે. હલકી વસ્તુ ઉપર આવે છે, ઉપર આવવું હોય તો ભાર ઓછો કરવો જ પડશે. મમત્વનો ભાર ઓછો કરવો પડશે. મમત્વથી થોડો પણ મુક્ત જીવ ઊર્ધ્વગતિ, દેવગતિ પામે છે. સંપૂર્ણતયા મમત્વ-મુક્ત બનતાં જ જીવાત્મા વીતરાગ બનીને મોક્ષ પામી લે છે. જે ચક્રવર્તી રાજા રાજ્યનો ત્યાગ કરીને સાધુ બની જાય છે, તે દેવગતિ યા મોક્ષ પામે છે અને જે રાજ્યનો ત્યાગ કરતો નથી, ાંજ્યના મમત્વ સાથે મરે છે; તે નરકમાં જાય છે ! આ વાત ઉપરથી તમે સમજી શકશો કે આંતર પરિગ્રહની કેટલી શક્તિ છે ! પરિગ્રહ-પરિમાણ વ્રતનું પ્રયોજન આ જ છે કે આંતર પરિગ્રહથી મુક્ત થઈને ઊર્ધ્વગતિ પ્રાપ્ત કરવી. પરિગ્રહ-પરિમાણથી ઇચ્છાનિરોધ : જે સમયે મન સ્વસ્થ અને વિવેકી હોય તે સમયે સમજી વિચારીને પરિગ્રહ પરિમાણ નિશ્ચિત કરીને પ્રતિજ્ઞા દ્વારા મનને બાંધી લેવું જોઈએ. કારણ કે મન સર્વદા સ્વસ્થ અને વિવેકી રહેતું નથી. એકવાર તે પ્રતિજ્ઞાથી બંધાઈ જાય છે તે પછી તે વધારે ચંચળ બની શકતું નથી. ભૌતિક સુખોની નિત્યનવી ઈચ્છાઓ તો ઉત્પન્ન થતી જ રહે છે ! એ ઇચ્છાઓનો વ્રતને લીધે વિરોધ થાય છે. અને ઈચ્છા નિરોધ એક પ્રકારનું મહાન તપ છે, આ તપથી પાપકર્મોની નિર્જરા થાય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રાવક જીવન આજ આ યુગમાં પણ એવા શ્રાવકો છે કે જેમણે ૨૫ વર્ષ પૂર્વે પાંચ લાખ રૂપિયાનું પરિગ્રહ-પરિમાણ વ્રત લીધું હતું, તેમની પાસે પાંચ લાખ રૂપિયા થઈ ગયા! પાછળથી કમાવાની અનેક તકો મળી, પરંતુ ન કમાયા. મોંઘવારી વધવા છતાં પણ તેમણે કોઈ રસ્તો વ્રતમાંથી ન કાઢયો. એક શ્રાવકને હું જાણું છું. પાંચ લાખ રૂપિયાની તેમની મર્યાદા છે. પરિગ્રહ પરિમાણવ્રત લીધું ત્યારે તે નોકરી કરતા હતા. પાછળથી પુણ્યોદયે મોટા વેપારી બન્યા.....પાંચ લાખ કમાઈ લીધા. પાંચ લાખ કમાયા પછી જ્યારે જ્યારે તે વધારે કમાયા તો તે રૂપિયા તેમણે ધર્મકાર્યમાં વાપરી નાખ્યા. કોઈવાર પાદવિહારી સંઘ કાઢયો, કોઈવાર મંદિરમાં પ્રતિષ્ઠા કરાવીને બે લાખ ખર્ચી નાખ્યા....તો કોઈવાર અનુકંપા-જીવદયાનાં કાર્યોમાં ત્રણ-ચાર લાખ રૂપિયા ખર્ચી કાઢ્યા, પરંતુ તેમણે પાંચ લાખ ઉપર પોતાને માટે એક રૂપિયો પણ રાખ્યો નથી. આ વ્રતથી સંગ્રહ વૃત્તિ નાશ પામે છે. અને પરોપકારનાં અનેક કાર્યો આ વ્રતથી થઈ જાય છે, સભામાંથીઃ આજ કાલ અમે લોકો પાંચ લાખની મર્યાદા કરી શકતા નથી. મહારાજશ્રી પચાસ લાખની મર્યાદા કરવી છે? કરી લો ઊભા થઈને ! છે તૈયારી ? પરંતુ પચાસ લાખ કમાયા પછી જ્યારે દશ-વીસ લાખ કમાશો ત્યારે તે રૂપિયા શુભકાર્યોમાં, ધર્મકાર્યોમાં ખર્ચ કરવા તૈયાર થશે ને? પૂછી જુઓ તમારા મનને! લીધેલા વ્રતમાં અડીખમ ટકી રહેવું એ સરળ કામ નથી ! વેપાર છે, અચાનક દશ લાખ રૂપિયા વધી ગયા ? તો એ દશ લાખ રૂપિયાને શુભ કાર્યમાં ખર્ચવા મન માનશે? પરિગ્રહ વૃત્તિ પ્રબળ હશે તો નહીં કરી શકો. સભામાંથી ભાઈ અથવા પત્નીને નામે કરી દે છે. મહારાજશ્રી ઃ હવે સાચું બોલ્યા! પત્નીના નામ ઉપર યા પુત્રના નામ ઉપર કરી દેવામાં તકલીફ તો નથી થતી ને ! માલિક તો તમે જ રહો છો ને ? જેમ કે ઈન્કમટેક્ષ બચાવવા માટે કેટલી ફાઈલો બનાવો છો ? પત્નીની ફાઈલ, બે ત્રણ પુત્રો હોય તો તેમની ફાઈલો ! માતા-પિતા હોય તો તેમની પણ ફાઈલો; કારણ કે તમારે વધારે ટેક્ષ ભરવો ન પડે, પણ તમામ ફાઈલોના માલિક તો તમે જ છો ને? એમ મયદા કરતાં વધારે પૈસા હોય તે ભલે પત્નીના નામ ઉપર હોય, વ્રતભંગથી બચી જાઓ પણ અતિચાર તો લાગે જ છે ! પરિગ્રહ પરિમાણનું નિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવે તો સત્કાર્યો કરવામાં ઘણી સરળતા રહે છે – જો પુણ્યકર્મનો ઉદય થઈ જાય તો. ઇતિહાસ-પ્રસિદ્ધ Page #169 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧૫૭ માંડવગઢના મંત્રી પેથડશાહ આટલાં બધાં સત્કાર્યો કેવી રીતે કરી શક્યા હતા? તેમણે અનેક મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. અનેક સદાવ્રતો ખોલ્યાં હતાં; કોઈ પણ સાધર્મિકને ઘર કે દુકાન વગરનો રાખ્યો ન હતો. કારણ કે પાંચ લાખની તેની મર્યાદા હતી. એનાથી વધારે જે કંઈ ધન મળતું હતું તે બધું શુભ કાર્યોમાં ખરચ કરી નાખતા હતા. "પાંચ લાખ રૂપિયા જ મારા છે. એનાથી વધારે રૂપિયા મારા નથી.....સત્કાર્યો માટે છે....”એવી સમજદારી વગર રૂપિયા છૂટી શકતા નથી. એનાથી આગળ સમ્યગ્દષ્ટિ શ્રાવક મર્યાદામાં રાખેલા રૂપિયાને પણ પોતાના માનતો નથી. ધનને ધૂળ બરાબર માને છે ! ઉપસંહાર : અંતમાં મારે એટલું જ કહેવું છે, તમારી મરજી મુજબ પરિગ્રહનું પરિમાણ કરો. સમજીને કરો. યાવજ્જીવન માટે ન કરવું હોય તો એક-બે વર્ષ માટે કરો. ચારઆઠ મહિના માટે કરો. પરંતુ કરો અવશ્ય. નવ પ્રકારના પરિગ્રહનું મમત્વ ઓછું કરવાનું છે. આસક્તિ તોડવાની છે. આસક્તિ તૂટવાથી આત્માનું ભારેપણું ઓછું થશે. આત્મા હલકો બનશે અને ઊર્ધ્વગતિ કરશે. આવશ્યક્તાઓ ઓછી થતાં અને મમત્વ તૂટતાં આત્મા અપૂર્વ આંતરિક પ્રસન્નતા અનુભવશે. સુખ-શાંતિનો આસ્વાદ માણશે, મનુષ્ય જીવન જીવવાનો અપૂર્વ આનંદ પ્રાપ્ત થશે. એટલા માટે આ “પરિગ્રહ પરિમાણ” વ્રત લઈને જીવન સફળ કરો એ જ મંગલ કામના. આજે આટલું જ. - ★★ Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧૬ પરમ કૃપાનિધિ મહાન શ્રુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્વરચિત “ધર્મબિંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો વિશેષ ધર્મ બતાવે છે. આ વિશેષ ધર્મ છે સમ્યક્ત્વમૂલક બાર વ્રતોનો. પાંચ અણુવ્રતોનું વિવેચન પૂર્ણ થયું, હવે ગુણવ્રતોનું વિવેચન શરૂ કરીશું. ગુણોની વૃદ્ધિ કરનારાં છે ગુણવ્રત. પ્રથમ ગુણવ્રત ઃ દિશાપરિમાણ ત્રણ ગુણવ્રતોમાં પ્રથમ ગુણવ્રત છે દિશાપરિમાણ ! અહિંસા વગેરે ગુણોની વૃદ્ધિ અને રક્ષા કરવી હોય તો રખડવું બંધ કરવું પડશે અને એક દિવસે પરિભ્રમણ સંપૂર્ણતયા બંધ કરવું પડશે ! ચારે દિશાઓમાં અને ઉપર નીચે ભટકવું બંધ કરવું પડશે. વધારે ભટકવાથી મોહાસક્તિ વધે છે. રાગદ્વેષ વધે છે, હિંસા આદિ પાપ વધે છે. તમે વિચારતા હશો કે મહારાજશ્રી આજે કેવી વાત કરી રહ્યા છે ? વાત બુદ્ધિગ્રાહ્ય નથી લાગતી ! દુનિયામાં હરવા ફરવાથી શું આસક્તિ વધે છે ? રાગદ્વેષ વધે છે ? આવી વાત વિચારો છો ને ? આવું તમે વિચારશો જ, કારણ કે તમારે માટે આ વાત નવી છે ! અર્થહીન પરિભ્રમણથી મોહાસક્તિ વધે છે ઃ પરિભ્રમણથી સંસાર છે, સ્થિરતાથી મુક્તિ છે ! તીર્થંકર ભગવંત આપણને મુક્તિ તરફ લઈ જવા માગે છે. એટલે કે સ્થિરતા તરફ લઈ જવા માગે છે. મુક્તિ સ્થિરતારૂપ છે. મુક્ત દશામાં આત્માના અસંખ્ય પ્રદેશ સ્થિર હોય છે. એક પણ આત્મપ્રદેશ અસ્થિર નહીં, ચંચળ નહીં. અને તે પણ સદાકાળ માટે ત્યાં કદી પણ અસ્થિરતા આવતી જ નથી. ત્યાં સ્થિરતા છે માટે ત્યાં શાશ્વત આનંદ છે. શાશ્વત સુખ છે. એટલા માટે મુક્તિ-મોક્ષ-નિર્વાણની કામના રાખનારાઓનું લક્ષ્ય સ્થિરતા હોવું અનિવાર્ય છે. પૂર્ણ સ્થિરતા તરફ પ્રગતિ કરવા માટે પરિભ્રમણ વર્જ્ય માનવું જોઈએ. અર્થહીન પરિભ્રમણ ત્યજી દેવું જોઈએ. આ ઉદ્દેશ્યથી આ પ્રથમ ગુણવ્રત-દિશાપરિમાણનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ઊર્ધ્વ, અધો અને તિર્યક્ આવાગનનું પરિમાણ ક૨વાનું Page #171 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧પ૯ કહેવામાં આવ્યું છે. માત્ર હરવા ફરવા અને ઉત્સુકતા-કુતૂહલથી પ્રેરિત થઈને પરિભ્રમણ કરવાથી સ્થાનો પ્રત્યે મોહ વધે છે. વ્યક્તિઓ પ્રત્યે અને વસ્તુઓ પ્રત્યે મોહ વધે છે. આ મોહાસક્તિ મુક્તિ-મોક્ષને ભૂલાવી દે છે. આ દ્રષ્ટિથી ચારે દિશાઓમાં અને ઉપર નીચે આવવા જવાની મર્યાદા કરવા આ વ્રત બતાવવામાં આવ્યું છે. આમ તો મનુષ્ય પરિભ્રમણશીલ હોય છે. દુનિયાને જોવા જાણવાની ઉત્સુકતાવાળો હોય છે. તેમાં રાગદ્વેષની પ્રબળતા હશે. "આ સારું, આ ખરાબ, આ શ્રેષ્ઠ આ કનિષ્ઠ .....”આવી અસંખ્ય કલ્પનાઓથી તેનું મન ભરેલું રહે છે. આવા મનમાં મોક્ષની કલ્પના કેવી રીતે રહી શકે? જે મનમાં દ્રવ્યાસક્તિ અને ક્ષેત્રાસક્તિ હોય છે એ મનમાં મોક્ષના વિચારો કેવી રીતે ટકી શકે ? મોક્ષમાર્ગનો વિચાર અને તત્ત્વજ્ઞાનની રમણતા કેવી રીતે રહી શકે ? એટલા માટે જ પરિભ્રમણ પરિમિત કરવાનું છે. આ વ્રત લેવાનું પ્રારુપ દિશાપરિમાણવ્રત તમે આ રીતે લઈ શકો છો. હું પૂર્વ દિશામાં.........................માઈલ(કિલોમિટર)થી દૂર જઈશ નહીં. હું દક્ષિણ દિશામાં............માઈલથી દૂર જઈશ નહીં. હું પશ્ચિમ દિશામાં ....................માઈલથી દૂર જઈશ નહીં. હું ઉત્તર દિશામાં..................માઈલથી દૂર જઈશ નહીં. હું ભૂમિની નીચે.... .........માઈલથી વધારે નીચે જઈશ નહીં. હું આકાશમાં ....... .......................માઈલ કરતાં વધારે ઉપર નહીં જાઉં. અથવા, હું–મારા ગામની સીમાની બહાર નહીં જાઉં. અથવા હું ભારત બહાર નહીં જાઉં......પરદેશમાં આટલા જ દેશોમાં જઈ શકીશ. રેડિયોના સમાચાર સાંભળવાની, ટી.વી. ઉપર જોવાની, પરદેશમાં માણસ મોકલવાની, તાર, ટેલિફોન, વાયરલેસ, છાપાં વાંચવાં, સાંભળવા વગેરેની છૂટ રાખું છું. જયણા રાખું છું, એટલે કે આ બધું કરવા છતાં પણ મારું વ્રત ખંડિત નહીં થાય. એ રીતે તમે વ્રત લઈ શકો છો. Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન ૧૬૦ અતિચારોથી સાવધાન રહો : વ્રત લીધા પછી વ્રતનું સારી રીતે પાલન કરવાનું છે. વ્રત દૂષિત ન થાય એટલા માટે જાગૃત રહેવાનું છે. કોઈક વાર ભયથી તો કોઈક વાર લાલચથી માણસ વ્રતને દૂષિત કરી દે છે. કોઈવાર વ્રતભંગ પણ કરી બેસે છે. વ્રતધારી માણસે ભય અને લાલચથી બચતા રહેવું જોઈએ. પહેલાં તો વ્રતને દૂષિત કરનાર અતિચારોની વાત કરું ? * ચારે દિશાઓમાં જેટલા માઈલ યા કિલોમિટર તમે નક્કી કર્યા હોય તેનાથી વધારે દૂર ન જવું જોઈએ. પ્રમાદથી ચાલ્યા ગયા તો અતિચાર લાગશે. * એ રીતે ઉપર જવા માટે તમે જેટલા કિલોમિટર નકકી કર્યો હોય, તેનાથી વધારે ઉપર જવાથી વ્રત દૂષિત થશે. જાણી જોઈને ગયા તો વ્રતભંગ જ થશે. * નીચે પણ મર્યાદાથી વધારે ન જવું જોઈએ. પ્રમાદવશ ગયા તો અતિચાર લાગશે, અને જાણી જોઈને ગયા તો વ્રતભંગ થશે. એક દિશાના માઈલ લઈને, બીજી દિશામાં જોડી દઈને તે દિશામાં વધારે દૂર જ્વાથી વ્રત દૂષિત થશે. જેમ કે તમે પૂર્વ દિશામાં જવા માટે ૧૦૦ માઈલ નક્કી કર્યા છે. જ્યારે તમારે જવું છે ૧૫૦ માઈલ. હવે તમે ઉત્તર દિશાના ૧૦૦ માઈલમાંથી પ0 માઈલ ઓછા કરીને પૂર્વ દિશામાં જોડી દીધા! અને પૂર્વ દિશામાં ૧૫૦ માઈલ ચાલ્યા ગયા, તો તમારું વ્રત દૂષિત થશે. આ રીતે ક્ષેત્રવૃદ્ધિ ન કરવી જોઈએ. જે દિશામાં જેટલા માઈલ જવાની મયદા તમે બાંધી હોય એ મયદાથી બહાર રહેલી વસ્તુ બીજી વ્યક્તિને મોકલીને મંગાવવી ન જોઈએ. તેમજ ત્યાંથી બહાર કોઈ વસ્તુ મોકલવી પણ ન જોઈએ. આવુ સમજીને કે : "પ્રતિજ્ઞા તો મેં લીધી છે ને? બીજી વ્યક્તિને મોકલીને વસ્તુ મંગાવું છું અગર તો મોકલું છું, તેથી મારું વ્રત તૂટશે નહીં” – હા, તૂટશે નહીં, પરંતુ અતિચાર તો અવશ્ય લાગશે. તમે વ્રત ” હું નહીં કરું " એટલું જ નથી લીધું, પરંતુ "નહીં કરાવું " એવું પણ લીધું છે. એટલે કે "મેં પ્રત્યેક દિશામાં ઉપર અને નીચે, જે મર્યાદા બાંધી છે તેનાથી બહાર નહીં જાઉં, એનાથી બહાર કોઈને પણ મોકલીને મારું કામ નહીં કરાવું "એવા પ્રકારની પ્રતિજ્ઞા હોય છે. પાંચમો અતિચાર લાગે છે સ્મૃતિનાશથી. સ્મૃતિના ત્રણ બાબતોથી થાય છે ૧. અતિવ્યાકુળતાથી ૨. અતિ પ્રમાદથી ૩ મંદ બુદ્ધિથી, સ્મૃતિનાશથી વ્રતને Page #173 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ અતિચાર લાગે છે. મેં પૂર્વીદેશામાં જવા માટે ૧૦૦ માઈલનું પરિમાણ કર્યું છે કે ૨૦ માઈલનું, તે યાદ આવતું નથી ! ભૂલી જવાય. તો એવી સ્થિતિમાં ૧૦૦ માઈલ સુધી જ જવું જોઈએ. ૨૦૦ માઈલ ન જવું જોઈએ. "પ્રવચન સારોદ્વાર"માં કહેવામાં આવ્યું છે કે ઃ - સ્મૃતિમૂર્છા હિં સર્વમનુષ્ઠાનમ્ સર્વ અનુષ્ઠાનોમાં સ્મૃતિ તો હોવી જ જોઈએ. આથી સ્મૃતિનાશ કરનારાં ત્રણ તત્ત્વોથી બચવું જોઈએ. ૧૬૧ અતિ વ્યાકુળતા, પ્રમાદ અને મંદબુદ્ધિ : જો તમે વ્રતધારી હો તો તમારે વ્યાકુળ થવાનું નથી. કોઈ કષ્ટ આવી પડે, આપત્તિ આવી પડે, કોઈ ઓચિંતી ઘટના બની જાય, છતાં પણ તમારે વ્યાકુળ થવું નહીં, સમતા ભાવમાં રહેવાનું છે. ક્ષણિક વ્યાકુળતા આવી જાય, પણ તરત જ સ્વસ્થ થઈ જવાનું. યાદ રાખો કે અતિ વ્યાકુળતાની સ્મૃતિ ઉપર ખરાબ અસર પડે છે. સ્મૃતિ કમજોર બની જાય છે. જેમનું જીવન સંઘર્ષમય હોય અને પોતે વ્યાકુળ રહેતી હોય તેવી વ્યક્તિઓની સ્મૃતિ નબળી પડતી હોય એ મેં જોયું છે. સવારની વાત સાંજે ભૂલી જાય છે, એક કલાક પહેલાંની વાત પણ ભૂલી જાય છે. એટલા માટે જેમણે સ્મૃતિ-શક્તિ ટકાવી રાખવી છે, વૃદ્ધિ પામતી રાખવી હોય, તેમણે વ્યાકુળ ન થવું, પ્રસન્નચિત્ત રહેવું. ચિત્ત પ્રસન્નતા સ્મૃતિને વધારવાનો શ્રેષ્ઠ ઉપાય છે. પરંતુ ચિત્ત પ્રસન્નતાનો અર્થ પ્રમાદ ન કરવો. ખાવું, પીવું અને મોજમજા કરીને સૂઈ જવું ! જો સત્કાર્યમાં રત ન રહ્યા અને પ્રમાદમાં ડૂબી ગયા તો સ્મૃતિનો નાશ થઈ જશે. પ્રસન્નચિત્તથી સત્પુરુષાર્થમાં વળગ્યા રહેવાનું છે. નિદ્રા પણ વધુ પડતી ન હોવી જોઈએ. નિંદા-વિકથા ન કરવી જોઈએ, વિષયાસક્તિ ન હોવી જોઈએ. કષાયોની તીવ્રતા ન હોવી જોઈએ. આ પ્રમાદોથી જેઓ મુક્ત હોય છે તેમની સ્મૃતિ જળવાઈ રહે છે. ન હા, જે માણસ જન્મથી જ કમજોર હશે તેની સ્મૃતિ કમજોર હશે. મંદ બુદ્ધિવાળો તો ત્યારે જ વ્રત લે કે જ્યારે તેની નજીકનો સાથી તેને વ્રતની સ્મૃતિ કરાવે, પાલનમાં સહાય કરતો રહે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ કેટલાક અપવાદો : વ્રત પાલનમાં સ્મૃતિનું મહત્ત્વ સમજ્યા ને ! સ્મૃતિનું મહત્ત્વ બતાવીને ગ્રંથકાર કંઈક વિશેષ વાત કરે છે. શ્રાવક જીવન માની લો કે તમે ઉ૫૨ ૬ માઈલ જવા માટેનું પરિમાણ કર્યું છે. તમે સમ્મેત શિખર ગયા, તમે પહાડ ઉપર છ માઈલ ચઢ્યા, ત્યાં એક વાંદરું આવે છે. તે તમારું વસ્ત્ર લઈને કોઈ ઊંચા ઝાડ ઉપર ચડી ગયું. હવે જો તમે વૃક્ષ ઉપર ચડો છો તો છ માઈલ ઉપર થઈ ગયા છે. હવે શું કરશો ? જ્ઞાની પુરુષોએ કહ્યું : “જો બીજી વ્યક્તિ ઉપર ચડીને વસ્ત્ર લાવે તો તમે વસ્ત્ર લઈ શકો છો, અથવા તો વાંદરું નીચે ફેંકી દે તો પણ લઈ શકો છો.” એ રીતે તમે નીચે જવા માટે ૨૫ સોપાનનું પરિમાણ નક્કી કર્યું છે; તમારો મૂલ્યવાન અલંકાર કૂવામાં પડી જાય છે અને કૂવો ઊંડો છે - ૨૫ સોપાન કરતાં ઊંડો છે. તો તમે શું કરશો ? જો બીજી વ્યક્તિ કૂવામાં ઊતરીને તમારો અલંકાર લઈ આવે તો તમે લઈ શકો છો. પરંતુ આ અપવાદ દિશાઓમાં નથી. તમારા પરિમાણ કરતાં વધારે દૂર જઈને કોઈ વ્યક્તિ તમારી વસ્તુ લઈ આવે તો તમે લઈ શકતા નથી. જેમ કે તમે ભૂલથી પિરમાણ કરતાં વધારે દૂર ચાલ્યા ગયા, ત્યાં તમે કેટલુંક ધન પ્રાપ્ત કર્યું. પાછળથી તમને ખ્યાલ આવ્યો કે મારા ૧૦૦ માઈલના પરિમાણ કરતાં હું વધારે દૂર આવી ગયો છું. તો તમારે મેળવેલું ધન છોડી દેવું જોઈએ. સ્મૃતિભ્રંશથી પણ જો ભૂલ થઈ જાય તો પાછા આવી જવું જોઈએ. વ્રતનું દૃઢતાપૂર્વક પાલન કરવું જોઈએ. ભય અને લાલચથી પ્રેરાઈને વ્રતભંગ ન કરવો જોઈએ. છે ને મહત્ત્વપૂર્ણ વ્રત ? વિશ્વના કોઈપણ ધર્મે આવું વ્રત બતાવ્યું નથી ! પરિભ્રમણનું પરિમાણ બતાવીને તીર્થંકર ભગવંતોએ ખૂબ જ ગહન વાત કરી છે. સ્વેચ્છાએ દોડધામ ઉપર કાપ મૂકવા કહ્યું અને સ્થિરતા પ્રત્યે નિર્દેશ કર્યો. દિશા પરિમાણ ન કરવાથી નુકશાન ઃ પરંતુ જે લોકો આ વ્રતનું મહત્ત્વ સમજતા નથી તેઓ આ વ્રત ગ્રહણ કરતા નથી અને કોઈવાર આપત્તિમાં ફસાઈ જાય છે. કેટલાંક વર્ષો પૂર્વે એક મહાનુભાવે તેમનો અનુભવ મને સંભળાવતાં કહેલું : એક વાર અમારા ગામમાં એક મહાત્મા પધાર્યા હતા. ગામમાં અમારું એકલું Page #175 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧૬૩ જ જૈનનું ઘર હતું. મુનિરાજને અમારા બીજા ઘરમાં ઉતારો આપ્યો અને યથાશક્તિ તેમની સેવા કરી. બીજે દિવસે સવારે તેઓ વિહાર કરતા હતા અને તેમણે મને કહ્યું : “કરમચંદ, કોઈક વ્રત (નિયમ) લેવું જોઈએ ” મેં કહ્યું : "મહારાજ, મારાથી કોઈ વ્રત કે નિયમ લઈ શકાય તેમ નથી મને ક્ષમા કરશો.” તેમણે કહ્યું : "ઠીક છે, આજે આજના દિવસ માટે દિશાપરિમાણનું વ્રત લો.” મેં કહ્યું ઃ તેમણે કહ્યું : “આજે આ ગામ છોડીને બહાર જવાનું નહીં !” મેં વિચાર કર્યો ઃ કરમચંદે વિચાર કર્યો કે.... "આજે મારે બહારગામ જવાનું પણ નથી, અને મુનિરાજ કેટલાંય વર્ષો પછી મારા ગામમાં આવ્યા, એમની વાત માનવી જોઈએ” મેં વ્રત લઈ લીધું, પ્રતિજ્ઞા કરી કે "આજે હું ગામની બહાર જઈશ નહીં." r આ વ્રતમાં શું કરવાનું હોય ?” મુનિરાજને વિદાય કરીને ઘેર પાછો ફર્યો. સવારનો નાસ્તો કરી લીધો અને દુકાને જઈને બેઠો. એ સમયે બહારગામથી બે માણસો મારી દુકાને આવ્યા અને પૂછ્યું : - "શેઠ કરમચંદજી આપ પોતે જ ને ?" મેં તેમને આદર આપ્યો, અને દુકાનમાં ગાદી ઉપર બેસાડ્યા. ચા પાણી કર્યાં. મેં પૂછ્યું : "કહો શા માટે પધારવું થયું ?” તેમણે પ્રત્યુત્તર આપ્યો : "વાત ગંભીર છે, બંધ ઓરડામાં જ ક૨વાની છે.” દુકાનની અંદર બીજો ઓરડો હતો, અમે ત્યાં જઈને બેઠા. બેમાંથી એક પાતળા શરીરવાળો ગોરા વાનનો યુવક હતો; તેણે વાતની શરૂઆત કરતાં કહ્યું : “અમારી પાસે સોનું છે, અમારે વેચવું છે. બજારમાં જે ભાવ ચાલતો હોય તેનાથી અડધા ભાવે તમને આપીશું !” સસ્તા સોનાની વાત સાંભળીને જ મારા મુખમાં પાણી આવી ગયું ! પરંતુ મેં પૂછયું : “તમને મારું નામ ગામ કોણે બતાવ્યાં ?” “કરમચંદ શેઠ, તમારું નામ તમારા જ એક સ્નેહીએ બતાવ્યું છે, બતાવનારની પાસે પૈસા ન હતા, નહીંતર તે જ સોનું લઈ લેત. અમારે તો રોકડા રૂપિયા જોઈએ. એક હાથમાં સોનું અને બીજા હાથમાં રૂપિયા !” "તમારી પાસે કેટલું સોનું છે ?” ”તમે જેટલું ઇચ્છો તેટલું ! રૂપિયા રોકડા જોઈએ.” Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ "અત્યારે તમારી પાસે કેટલું સોનું છે ?" “સોનું અમે સાથે રાખતા નથી, તમારે અમારી સાથે આવવું પડશે.” “ક્યાં આપવું પડશે ?” “નડિયાદ (ગુજરાત) સ્ટેશને ઊતરી જઈશું; ત્યાંથી બે માઈલ પગપાળા ચાલીશું, કામ રાતે જ કરવાનું છે.” "કાલે જઈએ તો ચાલશે ?....મેં કહ્યું. પેલા યુવકે કહ્યું ઃ- “ના, આજે જ આવવું પડે, આજની રાતે જ આપણે પહોંચવું પડે.” શ્રાવક જીવન મેં વિચાર કર્યો કે આજે જ મેં વ્રત લીધું છે, ગામ છોડીને બહાર ન જવાનું. અને આ આજે જ બહારગામ જવાની વાત કરે છે. આવો ભાગ્યોદય જિંદગીમાં પહેલી વાર જ આવ્યો છે. લાખ રૂપિયાનું સોનું લઈ લઉં, સોનાના ભાવ તો વધવાના જ છે....લાખો રૂપિયા કમાઈ લઈશ !” સભામાંથી : એ સમયે શું ભાવ ચાલતો હતો ? મહારાજશ્રી ઃ એ તો શેઠ કરમચંદને પૂછવું પડે. ને એ તો ઉપર ચાલ્યા ગયા! પરંતુ આ વાત તો અંદાજે ૫૫ વર્ષ પૂર્વેની છે; એ સમયે તોલાનો ભાવ ૫૦ રૂપિયાની આસપાસ હશે. કરમચંદે તો કદાચ એના કરતાં પણ ઓછો ભાવ જોયો હશે, અને ભવિષ્યમાં ભાવ વધવાના છે એ પણ જોયું હશે. કરમચંદે મને કહ્યું : "હું લાલચમાં ફસાઈ ગયો. લક્ષ્મી સામે ચાલીને વારેવારે નથી આવતી.....આવી છે તો વધાવી લઉં છું. વ્રતનો ભંગ થશે...પણ પાછળથી પ્રાયશ્ચિત્ત કરી લઈશ.” સભામાંથી : આ રીતે જાણીજોઈને વ્રતભંગ કરે અને પાછળથી પ્રાયશ્ચિત કરે તો ચાલી શકે ? મહારાજશ્રી :- શું તમારે પણ કરમચંદની લાઈનમાં નામ લખાવવું છે ? આ તો કરમચંદના વિચાર અને તેનું મનોમંથન બતાવું છું; શાસ્ત્રનો સિદ્ધાંત બતાવતો નથી. લોભલાલચમાં ફસાનારો મનુષ્ય કેવા કેવા વિચારો કરે છે અને પોતાના મનનું સમાધાન કરે તે બતાવું છું. કરમચંદે કહ્યું : "મેં એ આગન્તુક ભાઈઓની વાત ઉપર વિશ્વાસ કર્યો અને તેમની સાથે ચાલવા તૈયાર થઈ ગયો. પરંતુ રૂપિયા સાથે ન લીધા ! વિચાર કર્યો Page #177 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ ૧૬૫ કે રૂપિયા અહીં ઘેર જ આપી દઈશ. એ બે જણા સાથે આ વાત ન કરી. અમેચાલ્યા, સ્ટેશન બે માઈલ દૂર હતું. અમે ચાલતા ચાલતા સ્ટેશને પહોંચ્યા. રસ્તામાં તેમણે ઘણી ઘણી વાતો કરી. તેમની ઉપર મને દૃઢ વિશ્વાસ બેઠો. તેઓ તો મધુ૨ભાષી અને ચતુર હતા. સ્ટેશન ઉપર આવીને ગાડીમાં બેસી ગયા. રાતના બાર વાગે નડિયાદ સ્ટેશને પહોંચ્યા, ત્યાંથી અમે જંગલના રસ્તે પગપાળા ચાલી નીકળ્યા. હવે આ બે જણા બોલતા ન હતા, મૌન ચાલતા હતા. એક મારી આગળ હતો, બીજો પાછળ હતો. અંદાજે એક કલાક ચાલ્યા હોઈશું ત્યાં એક ઝૂંપડી આવી; ઝૂંપડી ખાલી હતી....એક ઝાંખો દીવો બળી રહ્યો હતો. અંદર એક રસ્તો હતો. એક આદમીએ કહ્યું : “મારી પાછળ પાછળ આવો.” પગથિયાં હતાં. હું પગથિયાં ઊતરતો હતો, પરંતુ મારું મન શંકાશીલ બનતું હતુ. અને હું કંઈક ભય અનુભવી રહ્યો હતો. દશ-બાર પગથિયાં ઊતરી ગયા ત્યાં એક ઓરડો હતો. એ ઓરડાની ભીંત ઉપર તલવાર, બંદૂકો વગેરે હથિયારો લટકી રહ્યાં હતાં. ઓરડામાં આશરે પંદર ડાકુઓ જેવા માણસો બેઠા હતા. વચ્ચે એમનો સ૨દા૨ બેઠો હતો. મને જોઈને તે બોલ્યો : "શેઠ, સોનું લેવા આવ્યા છો ?” હું બોલ્યો નહીં, માથું હલાવીને હા કદી દીધી. તેણે કહ્યું : "સારું, કેટલું સોનું જોઈએ ?" મેં કહ્યું "એક લાખ રૂપિયાનું !” તેની મોટી મોટી આંખો પહોળી થઈ ગઈ. એ બોલ્યો : "ઠીક છે, સોનું લઈ જજો, રૂપિયા લાવ્યો છો ને ?” મેં કહ્યું ઃ "ના, રૂપિયા સાથે નથી લાવ્યો, મારા ગામમાં આપી દઈશ. તમે જેને મારી સાથે મોકલશો તેને આપી દઈશ.” તે જોરથી બરાઠી ઊઠ્યો : "અરે શેતાનસિંહ, શું તેં શેઠને રૂપિયા લાવવાનું કહ્યું ન હતું ?” શેતાને મારી સામે જોયું અને મૌન રહ્યો. સરદાર બોલ્યો : "પહેલાં રૂપિયા જોઈએ અને પછી સોનું.” મારામાં હિંમત આવી ગઈ. મેં કહ્યું :- "તમે તમારા માણસને મારી સાથે અમદાવાદ મોકલો, હું ત્યાંથી રૂપિયા અપાવી દઈશ....અને તે મને ત્યાં સોનું આપશે.” મેં એટલી સહજતાથી વાત મૂકી કે સરદારને વિશ્વાસ બેસી ગયો. હું મનમાં મારા ઈષ્ટદેવને યાદ કરતો હતો અને પેલા મુનિરાજને સ્મરીને ક્ષમા યાચવા લાગ્યો....વ્રતભંગ કર્યો હતો ને ! ક્ષણભર તો મને લાગ્યું કે - અહીંથી જીવતો નીકળી શકીશ નહીં. આ ભયંકર ડાકુઓનો પડાવ હતો. પરંતુ ઈષ્ટદેવની કૃપાથી સરદારને મારી વાત ઉપર વિશ્વાસ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ આવી ગયો. અને એક ડાકુને મારી સાથે મોકલ્યો. જ્યારે અમે નડિયાદ સ્ટેશને આવ્યા ત્યારે મારી આંખો ઉપર બાંધેલી પટ્ટી છોડવામાં આવી. જતી વખતે સ્ટેશનથી જ મારી આંખો ઉપર પટ્ટી બાંધી દીધી હતી ! શ્રાવક જીવન અમે બે જણા અમદાવાદ સ્ટેશને પહોંચ્યા, સવારનો સમય હતો. મેં ડાકુને કહ્યું: "આપણે માણેક ચોક જઈશું અને ત્યાં હું રૂપિયા અપાવી દઈશ.” અમે માણેકચોક તરફ ચાલ્યા. મારા મનમાં વિચાર ચાલતા હતા કે હવે આ ડાકુથી કેવી રીતે છૂટવું. ઈષ્ટદેવનું સ્મરણ પણ કરી લેતો હતો. માણેકચોક આવી ગયો. લોકોની ભીડ હતી. મેં પેલાને કહ્યું : "તું અહીં ઊભો રહે, હું પતાવીને આવું છું.” હું સાર્વજનિક શૌચાલયમાં પેસી ગયો અને બીજા રસ્તેથી બહાર નીકળી ગયો, અને એક પોળમાં ઘૂસી ગયો. અમદાવાદની પોળો તો એવી હોય છે કે જો આદમી ઘૂસી ગયો તો પોલીસ પણ એને શોધી ન શકે. હું બચી ગયો; ત્રણ દિવસ અમદાવાદ રહીને મારે ગામ આવી ગયો. મેં પૂછ્યું: શું એ લોકો ફરીથી તમારા ગામમાં ન આવ્યા ? તેણે જવાબ આપ્યો કે : “ન આવ્યા, અને આવ્યા હોત તો પણ હું સાવધાન હતો, તેમની સાથે પતાવી લેત. પરંતુ મને વારંવાર મુનિરાજ યાદ આવતા હતા. મને બચાવવા માટે જ તેમણે તે દિવસે બહારગામ ન જવાનું “દિશાપરિમાણ” વ્રત આપ્યું હશે.” દિશા-પરિમાણ વ્રતમાં દૃઢ રહો : કરમચંદની વાત સાંભળીને ? આ સત્ય ઘટના છે. આ વ્રત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એક વ્રતધારીએ મને બતાવ્યું હતું કે એક દિવસે તેણે ગામમાંથી બહાર નહીં જવાનું વ્રત લીધું હતું. લોભલાલચના પ્રસંગો આવવા છતાં તે બહારગામ ન ગયો. સાંજે એક અજાણી વ્યક્તિ આવે છે. એ ભાઈનું નામ પૂછે છે. આ ભાઈ આગન્તુકનું સ્વાગત કરે છે અને આગન્તુક કહે છે ઃ "તમારા પિતાજી પાસેથી મારા પિતાજીએ પાંચ હજાર રૂપિયા લીધા હતા. મારા પિતાજીનું લખાણ મેં વાંચ્યું. હું અમેરિકા રહું છું. હું પૈસા કમાયો છું; મેં વિચાર કર્યો કે પિતાજીનું દેવું પણ હું ચૂકવી દઉં ! આજ રાત્રે જ મારે પ્લેનમાં વિદેશ જવાનું છે. તમે અહીં મળી ગયા, સારું થયું. વ્યાજ સાથે આ ૨૦ હજાર રૂપિયા લઈ લો.” આમ કહીને તેણે ૨૦ હજાર રૂપિયા મારી સામે મૂક્યા. પેલા વ્રતધારીએ મને કહ્યું કે "હું તો આશ્ચર્યચક્તિ થઈ ગયો ! જો તે દિવસે હું હાજર ન હોત તો ? રૂપિયા ન મળત. આ વાત ગૌણ છે, પરંતુ એવા પિતૃભક્ત અને નીતિવાદી માણસને મળવાનું ન બનત. મેં વ્યાજ ન Page #179 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧૬૭ લીધું, માત્ર પાંચ હજાર રૂપિયા જ લીધા અને એ રૂપિયા પિતાજીની સ્મૃતિમાં એક હોસ્પિટલમાં આપી દીધા." - ૧ છે ને આ પણ એક સુખદ અનુભવ ? આવા તો અનેક વ્રતધારી લોકોના અનુભવો પ્રાપ્ત થઈ શકે છે. મહત્ત્વની વાત છે સંસાર પરિભ્રમણ ઘટાડવાની. આ વ્રતથી સંસાર-પરિભ્રમણ ઘટે છે; ક્રમશઃ સ્થિરતાનો અભ્યાસ દૃઢ થાય છે. મારે આત્મભાવમાં સ્થિરતા પામવી છે. મારે સ્વ-ભાવમાં સ્થિર થવું છે. હવે મારે વિ-ભાવ દશામાં પરિભ્રમણ કરવું નથી. અનંત કાળથી હું સંસારમાં વિ-ભાવ દશામાં ભટક્યો, હવે ભટકવું નથી. આ સર્વનું પરિણામ દુઃખ, કલેશ અને સંતાપ જ આવ્યું છે. હવે આ જન્મમાં એ ભૂલ ફરીથી ક૨વી નથી. દશ દિશાઓમાં ભટકી ભટકીને હવે દુઃખી થવું નથી.” આવું ચિંતન આત્મસાક્ષીએ કરવાનું છે, અને આ શુભ વિચારને કાયમી કરવા દિશા પરિમાણ વ્રત લેવું પડશે. જ્ઞાનવૃષ્ટિ ખૂલી જતાં વ્રતનું પાલન સરળતાથી થઈ શકશે. તમારા સૌની જ્ઞાનવૃષ્ટિ ખૂલે અને તમે બધા વ્રતધારી બનીને પરમ સુખ પ્રત્યે અગ્રેસર બનો એ જ મંગલ કામના. Page #180 -------------------------------------------------------------------------- ________________ ( પ્રવચન : ૧૭) મહાન મૃતધર પરમકૃપાનિધિ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધર્મબિંદુ” ગ્રંથમાં શ્રાવક જીવનનો વિશેષ ધર્મ બતાવ્યો છે. બાર વ્રતમય વિશેષ ધર્મ બતાવતાં તેમણે સર્વ પ્રથમ પાંચ અણુવત” બતાવ્યાં. તત્પશ્વાતુ તેઓ ત્રણ "ગુણવ્રત” બતાવે છે. પહેલું ગુણવ્રત "દિશા પરિમાણ" નું બતાવ્યું. હવે બીજું ગુણવ્રત "ભોગપભોગ પરિમાણ વ્રત” બતાવવું છે આજે. આ વ્રતમાં બે શબ્દો છે. "ભોગ” અને "ઉપભોગ”. જે વસ્તુ એક જ વાર ભોગવી શકાય છે તે "ભોગ” અને જે વસ્તુ વારેવારે ભોગવવામાં આવે છે તે "ઉપભોગ” કહેવાય છે. - ભોજન, વિલેપન વગેરે વસતુઓ ભોગ્ય કહેવાય છે. કપડાં, ઘરેણાં, સ્ત્રી, મકાન વગેરે વસ્તુઓ ઉપભોગ્ય હોય છે. એટલે કે એકની એક વસ્તુનો વારંવાર ઉપભોગ કરી શકાય છે. દુનિયામાં ભોગ્ય અને ઉપભોગ્ય વસ્તુઓ અનેક છે. તમામ વસ્તુઓનો ભોગઉપભોગ માણસ કરતો પણ નથી, એટલા માટે એ વસ્તુઓનું પરિમાણ કરવું જોઈએ. આ નિર્ણય કરી દેવાથી અસંખ્ય વસ્તુઓની "વિરતિ” થઈ જશે. એ વસ્તુઓની અપેક્ષા તૂટી જશે. જીવનની આવશ્યકતાઓ મયદિત થઈ જવાથી જીવન તાણમુક્ત થશે. આ દૃષ્ટિએ આ વ્રત ખૂબ જ ઉપયોગી છે. જો કે ગ્રંથકારે અહીં માત્ર આ વ્રતના પાંચ અતિચારો જ નિર્દેશ્યા છે, વ્રત અંગે અહીં કશીય વિશેષ વાતો જણાવી નથી. છતાં પણ વ્રત લેનારાઓને વ્રત લેવામાં સરળતા થઈ જાય એ દૃષ્ટિએ હું આ વ્રત સવિસ્તર સમજાવું છું. પહેલી પ્રતિજ્ઞા : હું ૨૨ અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ કરું છું. ૨૨ અભક્ષ્ય : ૧. માંસ, ઈડું, માછલી ૨. મધ Page #181 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૩. માખણ ૪. મદિરા, તાડી, બિયર, ભાંગ, બીડી-સિગરેટ ૫ થી ૯. ઊમરો, ગુલરની ટેટીઓ, પીપર, વડના ટેટા, કોઠીમડું ૧૦. બરફ ૧૧. ઝેર, અફીણ, સોમલ, વચ્છનાગ., હરતાલ – ૧ ૧૨. ઝાકળ ૧૩, કાચી માટી ૧૪. રીંગણ ૧૫. બહુબીજ : પંડોલ, ખસખસ, અંજીર ૧૬. બોળ-અથાણું કેરી, આમલી, કરમદાં, લીલી હળદર, લીંબું, કેર, આદુ-કંદમૂળ વગેરેનું બનેલું અથાણું- ''તું. અથાણા-રાયતામાં ચોથે દિવસે બે-ઇન્દ્રિયની અને એંઠા હાથે સ્પર્શ કરવાથી પંચેન્દ્રિય જીવની ઉત્પત્તિ થઈ જાય છે. ૧૭. દ્વિદળ : (કાચું) ગરમ કર્યા વગરનાં દૂધ, દહીં, મઠ્ઠા સાથે કઠોળ, ગવાર યા મેથી-મેથીની ભાજી ખાવી અગર મેળવીને ખાવી. ૧૮. તુચ્છ ફળો-નાનાંબોર, જંગલી બોર, પીલું, પીચું વગેરે. ૧૯. અજ્ઞાત ફળો-કોઈ પણ અજાણ્યું ફળ ૨૦ થી ૨૨ રાત્રિભોજન, ચલિત ૨સ અને અનન્તકાય ૧૬૯ આ ૨૦, ૨૧, ૨૨ નંબરનાં અભક્ષ્ય ન ખાવાની અલગ પ્રતિજ્ઞા કરવાની હોય છે. જેમકે બીજી પ્રતિજ્ઞા : હું રાત્રિભોજનનો ત્યાગ કરું છું. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રાવક જીવન ત્રીજી પ્રતિજ્ઞા : હું યથાશક્તિ "ચલિત રસ” નો ત્યાગ કરું છું. નીચેની વસ્તુઓ બીજે દિવસે "ચલિત રસ” બની જાય છે. એટલા માટે ખાવાયોગ્ય નથી. ૧. રોટલી ૧૧. મલાઈ ૨. નરમ પૂરી ૧૨. દહીં ૩. પુરણપોળી ૧૩. રસગુલ્લા ૪. પાપડનો લોયો ૧૪. કાચી ચાસણી ૫દાળ ૧૫. એક તારની ચાસણીનો હલવો યા માવો. ૬. ક ૧૬. લીલા પાપડ ૧૭. લીલી સેવ ૮. ખીર ૧૮. લીલાં ભજિયાં-પકોડા ૯. શિખંડ ૧૯. પલાળેલી દાળ ૧૦. રાયતું ૨૦. પાણીવાળી ચટણી આ વસ્તુઓમાંથી તમે જેનો ત્યાગ કરવાની ઈચ્છા કરો તેનો ત્યાગ કરી શકો 4 $ છો. ચોથી પ્રતિજ્ઞા : હું ૩ર અનંતકાય વનસ્પતિનો યથાશક્તિ ત્યાગ કરું છું. ૧. સૂરણ કંદ ૧૨. લીલી મોથ ૨૩. ખિલોડા ૨. વજકંદ ૧૩. મૂળા ૨૪. અમૃતવેલ ૩. લીલી હળદર ૧૪. ડુંગળી ૨૫. વળ્યુલા ભાજી ૪. બટાટા ૧૫. લીલો કચરો ૨૬. ભૂમિ ફોડા ૫. હીરલીકંદ ૧૬. શતાવરી ૨૭. સુઅરવેલ ૬. લસણ ૧૭. કુંવારપાઠું ૨૮. પાલખ ભાજી ૭. ગાજર ૧૮. થોર ૨૯. કૂણી આમલી ૮. પતિનોકંદ ૧૯. લીલી ગળો ૩૦. રતાળુ ૯. ગરમર ૨૦. વંશ કારેલાં ૩૧. પીંડાળું ૧૦. કસેરો ૨૧. લુણી ૩૨. કોમળ વનસ્પતિ ૧૧. થેગ ૨૨. સાજી વૃક્ષ Page #183 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ ૧૭૧ આ તમામ અનંતકાયનો સર્વથા ત્યાગ ક૨વામાં અસમર્થ વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર ત્યાગ કરી શકે છે. જે જે અનંતકાયનો ત્યાગ કરવાનો હોય તેનું લિસ્ટ કરી લેવું જોઈએ. પાંચમી પ્રતિજ્ઞા : હું અનાજ, કઠોળ, શાક, ફળ અને મેવાનું નીચેનું પ્રમાણ રાખું છું; અન્યનો ત્યાગ કરું છું. અનાજ ઘઉં ચોખા જુવાર બાજરી મકાઈ કોદરા કાંગ સાબુદાણા જવ સરસવ તલ ખસખસ બંટી રાઈ અજમો જીરું ધાણા કઠોળ કુટિયા ગવાર ચણા બેસન તુવેર વાલ વટાણા મગ મેથી મઠ ચોળા ફણસી અડદ કળથી મસૂર શાક આફૂલ દૂધી કારેલાં કાકડી કેર કોઠીંબડાં કંકોડાં ગલકી ટીંડોરાં ટીંડસી તુરઈ લીંબુ પરવળ ટમેટાં ભીંડા મરચાં મોગરી ફળ દાડમ અનેનાસ અમરુદ કેરી આમળાં પીચ કરમદાં કેળાં ખરબૂચ મતીલાં રાયણ ગુંદાં જાંબૂ નારંગી કમળકાકડી સફરજન પપૈયું મેવા અખરોટ દ્રાક્ષ બદામ કાજૂ ખજૂર ચારોળી કાબુલીમેવા ખારેક પિસ્તાં મગફળી સોપારી વરિયાળી લવીંગ Page #184 -------------------------------------------------------------------------- ________________ સવા ફણસ કોકમ ગુંદાં ૧૭૨ શ્રાવક જીવન અનાજ કઠોળ શાક ફળ મેવા સાંગરી સરગવો ફાલસા કાચી કેરીનાં મોસંબી આંબળિયાં રામફળ. સીતાફળ ચીકું સવાની ભાજી શેતૂર સીંગ શિંગોડાં બિજોરું છઠ્ઠી પ્રતિજ્ઞા હું પંદર કર્મદાનનો ત્યાગ કરું છું. પંદર કર્મદાનઃ (૧) ઈગાલકર્મ જે વેપારમાં ભઠ્ઠી કરવી પડતી હોય એવા સર્વ વ્યાપારનો હું ત્યાગ કરું છું. ચૂનો, ઈટ, કોલસો-વગેરેનો વેપાર છોડી દઉં છું. (૨) વનકર્મ : ખેતી, બાગ, વાંસ, લાકડું વગેરેનો વેપાર છોડી દઉં છું. (૩) શકટ કર્મ સર્વ વાહનો (મોટર, ઘોડાગાડી, રિક્ષા) નો ધંધો છોડી દઉં છું. (૪) ભાડાકર્મ મકાન, જમીન, વાહન એ બધાને ભાડે આપવાનો ધંધો છોડી દઉં છું. વેશ્યાવૃત્તિનો ત્યાગ કરું છું. (૬) દતવાણિજ્ય હાથીદાંત, શંખ, કોડી, મોતી વગેરેનો વેપાર નહીં કરું. લાખવાણિજ્ય : લાખ ગુંદર, સાબુ, લોઢું, ગળી, ખાર વગેરેનો વેપાર નહીં કરું. (૮) રસવાણિજ્ય માંસ, શરાબ, મધ, માખણ વગેરેનો વેપાર નહીં કરું. (૯) કેશવાણિજય મનુષ્યના, પશુના, પક્ષીના વાળનો વેપાર છોડી દઈશ. Page #185 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ ૧૭૩ (૧૦) વિષવાણિજ્ય : સર્વ પ્રકારનાં ઝેર એવં માદક પદાર્થોનો વેપાર ત્યજી દઉં છું. (૧૧) યંત્ર-પીલણ કર્મ : મીલ, યંત્ર, ઘાણી વગેરેનો વેપાર નહીં કરું. ઘંટી વગેરે યંત્રો ઘરમાં રાખવાની જયણા રાખું છું. (૧૨) નિર્ણાંછન-કર્મ : મનુષ્ય, પશુ પક્ષીના અંગ-ઉપાંગોના છેદન-ભેદનનો વેપાર નહીં કરું. (૧૩) દવદાનકર્મ : વનમાં દવ લગાડવાનો વેપાર નહીં કરું. (૧૪) શોષણકર્મ : સરોવર, તળાવ વગેરે જળાશયોમાંથી પાણી કાઢવાનો ધંધો નહીં કરું. (૧૫) અસતીપોષણ : શોખથી યા વેપા૨ હેતુથી જુગારી, ચોર, વેશ્યા, કૂતરા, બિલાડી, મેના, પોપટ વગેરેને પાળીશ નહીં. સાતમી પ્રતિજ્ઞા : હું પ્રતિદિન ૧૪ નિયમ ધારણ કરીશ, અથવા જિંદગી માટે ૧૪ નિયમ ધારણ કરી લઉં છું. ચૌદ નિયમ ૧. સચિત્ત ૨. દ્રવ્ય ૩. વિગઈ ૪. ઉપાનહ ૫. તંબોલ ૯. શયન ૬. વસ્ત્ર ૧૦. વિલેપન ૭. પુષ્પ ૧૧. બ્રહ્મચર્ય ૮. વાહન ૧૨. દિશા પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય, અસિ, મસિ, કૃષિ......... આ નિયમોને આજે નહીં તો કોઈક વાર સવિસ્તર સમજાવીશ. ખૂબ મહત્ત્વપૂર્ણ છે આ નિયમો ! આ નિયમોનું પ્રતિદિન પાલન કરનારો મનુષ્ય અસંખ્ય પાપોથી બચી જાય છે. ૧૩. સ્નાન ૧૪. ભાતપાણી Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રાવક સચિત્ત ભોજનનો ત્યાગી હોવો જોઈએ ઃ આ ભોગોપભોગ વિરમણ વ્રતનું પાલન કરવા માટે શ્રાવકે પાંચ અતિચારોથી બચવું જોઈએ. આ વ્રતના જે પાંચ અતિચાર બતાવવામાં આવ્યા છે એ અતિચારોનું સ્વરૂપ જોતાં માલુમ પડે છે કે શ્રાવક સચિત્ત (સજીવ) આહારનો ત્યાગી હોવો જોઈએ. ગ્રંથકારને એ જ અભિપ્રેત હોય એમ લાગે છે. બીજી વાતો ગૌણ લાગે છે. શ્રાવક જીવન આ પાંચ અતિચારો “ભોગ વિરમણ” ના જ છે; "ઉપભોગ-વિ૨મણ” ના અતિચારો બતાવ્યા જ નથી. ગ્રંથકારનો અભિપ્રાય આપણે જાણી શકતા નથી. એટલો અભિપ્રાય સ્પષ્ટ છે કે શ્રાવકે સચિત્ત ભોજન ન કરવું જોઈએ ! સચિત્ત ભોજનનો શ્રાવકે ત્યાગ કરવો જ જોઈએ. સચિત્ત-અચિત્ત ઃ કદાચ તમે લોકો "ચિત્ત-અચિત્ત" શબ્દોથી અપરિચિત હશો. કેટલાક ભક્ત લોકો જાણતા હશે. મોટે ભાગે અનાજ, કઠોળ, શાક અને ફળો સજીવ એટલે કે ચિત્ત હોય છે, બધાં અનાજ અને ફઠોળ રાંધ્યા વગરનાં સચિત્ત કહેવાય છે. જ્યારે રાંધ્યા પછી "અચિત્ત” થઈ જાય છે. શ્રાવક રાંધેલા અનાજ અને કઠોળનું ભોજન કરે છે. શાકભાજી પણ ચિત્ત હોય છે. તેને રાંધવાથી અચિત્ત બની જાય છે. કાચાં શાક-ભાજી ન ખાવાં જોઈએ. આમ તો પપૈયું, ચીકું, કેરી વગેરે ફળો પણ સચિત્ત હોય છે. પરંતુ ફળોની છાલ ઉતારીને તેમને કાપીને, બીજ કાઢી નાખીને ૪૮ મિનિટ રાખી મૂકવામાં આવે તો તે પછી અચિત્ત બની જાય છે. માત્ર "કેળું" જ એક એવું ફળ છે કે જેની છાલ ઉતારી નાખતાંની સાથે જ એ અચિત્ત થઈ જાય છે. એને ૪૮ મનિટ રાખી મૂકવાની જરૂર નથી. ફળોનો રસ (જ્યૂસ) પણ ૪૮ મિનિટ પછી અચિત્ત થઈ જાય છે. સભામાંથી : ૪૮ મિનિટ પછી રસનો સ્વાદ બગડી જતો હશે ને ? મહારાજશ્રી : નથી બગડતો સારા પાત્રમાં રાખવાથી સ્વાદ બગડતો નથી. બીજી વાત એ છે કે શ્રાવક "રસાસ્વાદ” ને મહત્ત્વ આપતો નથી. શ્રાવકની દૃષ્ટિ જીવદયા ઉપર હોય છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ભાગ અચિત્ત ભોજનનું કારણ જીવદયા ઃ શ્રાવક જાણે છે કે કઈ કઈ વસ્તુઓમાં જીવત્વ હોય છે, અને જીવત્વ પ્રત્યે શ્રાવકના હૃદયમાં મૈત્રી, પ્રેમ અને સ્નેહ હોય છે. તે તેનું ભક્ષણ કેવી રીતે કરી શકે ? - ૧ સભામાંથી : સચિત્તને અચિત્ત બનાવવામાં જીવહિંસા તો થાય છે ને ? મહારાજશ્રી : થાય છે, પરંતુ જે અનિવાર્ય હોય છે એટલું જ અચિત્ત ક૨વામાં આવે છે. નિરર્થક અથવા માત્ર આનંદ પ્રમોદ માટે સચિત્તને અચિત્ત ન બનાવવું જોઈએ. વિશેષ તો શ્રાવક વનસ્પતિનો વધારે પ્રમાણમાં ત્યાગ કરે છે. કારણ કે વનસ્પતિનું જીવત્વ વિશેષ રૂપથી સંવેદનશીલ હોય છે. તેમાં સુખદુઃખનું સંવેદન વધુ હોય છે. આ દૃષ્ટિએ જૈન-સમાજમાં વધારે પ્રમાણમાં લોકો પતિથિને દિવસે શાકભાજીનો ત્યાગ કરે છે. જે લોકો એની મૂળભૂત ભાવનાને સમજતા નથી, તેઓ એ ત્યાગ ભાવનાની મશ્કરી કરે છે. આજની દુનિયામાં મનુષ્યનો જીવત્વ પ્રતિ પ્રેમ નહીંવત્ થઈ ગયો છે. સભામાંથી : પ્રેમ છે જ નહીં ! ૧૭૫ મહારાજશ્રી : એટલા માટે તો હિંસા જન્ય પદાર્થ ભોજનમાં આવવા લાગ્યા છે. આજે કઈ તિથિ છે – એ લોકો જાણતા નથી. સર્વ તિથિ સમાન ! નથી કરવું તપ, નથી કરવો ત્યાગ ! પછી તિથિનો ખ્યાલ શા માટે રાખવો ? સમગ્ર જીવન વ્યવહા૨ Date થી ચાલે છે ! અચિત્ત ભોજનમાં આ જ મુખ્ય હેતુ છે – જીવત્વનો પ્રેમ. શ્રાવકના હૃદયમાં જીવપ્રેમ હોય જ છે. જેના હૃદયમાં જીવપ્રેમ નથી, તે શ્રાવક નથી. કદાચ તમે કહેશો કે પાણીમાં અસંખ્ય જીવ છે, તેને ઉકાળવાથી-ગરમ ક૨વાથીપાણી અચિત્ત થાય છે. પરંતુ ઉકાળવાથી અસંખ્ય જીવોની હિંસા તો થાય જ છે ને ? શ્રાવક એ હિંસા કરે છે તો એનો જીવપ્રેમ ક્યાં રહ્યો ? સાચી વાત છે ! પરંતુ પાણી જીવનમાં અનિવાર્ય તત્ત્વ છે. પાણી વગર જીવન સંભવ નથી, તો પછી પાણી સચિત્ત પીવું ઉચિત કે અચિત્ત પીવું ઉચિત ? શ્રાવક જાણે છે કે પાણીમાં અસંખ્ય જીવ છે; તો પછી જીવતા જીવોને પેટમાં કેવી રીતે ઉતારી શકે ? ત્યાં એ પાણીને નિર્જીવ કરવું અનિવાર્ય બની જાય છે. તે હૃદયમાં દુઃખ અનુભવે છે, તેને વેદના થાય છે. એ રીતે ભોજનમાં પણ સમજવું. શ્રાવકના ભોજનમાં ઓછામાં ઓછાં દ્રવ્યો હશે. તે જીવવા માટે ભોજન કરે છે, ભોજન માટે Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રાવક જીવન જીવતો નથી. પાણી ઉકાળવા છતાં તેનો જીવ પ્રેમ અખંડ રહે છે. તે પાણીના એક બિંદુનો પણ દુરુપયોગ નહીં કરે. કોઈની ય આલોચના ન કરો, સ્વયં શ્રાવક બનો ! સભામાંથી ઃ આપ કહો છો તેવા શ્રાવકો તો દેખાતા જ નથી ! મહારાજશ્રી નથી દેખાતા તો તમે એવા શ્રાવક થઈ જાઓ ! તમને સારા શ્રાવક જોઈને બીજા લોકો પણ સારી પ્રેરણા લેશે અને તેઓ શ્રાવક બનશે ! હું જે શ્રાવકના ભોજનની વાત કરું છું તે બીજા શ્રાવકોની આલોચનાનિંદા કરવા માટે નથી કરતો, પણ તમે લોકો જો શ્રાવક બનવા ઈચ્છો તો તમારું ભોજન કેવું હોવું જોઈએ તેનું માર્ગદર્શન આપું છું. બીજામાં જે ગુણ ન હોય તે ગુણ તમારામાં હોઈ શકે છે ! આપણી વાત શ્રાવક જીવનના વિશેષ ધર્મ અંગે ચાલી રહી છે. વિશેષ ધર્મ તો બધા લોકો સ્વીકારી શકતા નથી ! ઘણા અલ્પ લોકો જ વિશેષ ધર્મની આરાધના કરી શકે છે, અને તેમની આરાધના બીજા લોકોની નજરમાં આવે જ, એવો નિયમ નથી. જે ગુણવૃષ્ટિવાળા લોકો હોય છે, તેઓ જ જોઈ શકે છે. દોષવૃષ્ટિ લોકોને કોઈ પણ વ્યક્તિમાં ગુણ દેખાતા જ નથી. શ્રાવક અચિત્ત ભોજન જ પસંદ કરે છે. કોઈ વિશેષ પરિસ્થિતિમાં સચિત્ત ભોજન કરવું પડે છે તો તેના હૃદયમાં દુઃખ થાય છે. તે બીજાંને દુઃખ નથી આપતો. બીજાંને તો તેનું સચિત્ત ભોજન દેખાશે ! તેની પરિસ્થિતિનો અંદાજ લગાવ્યા વગર તેની આલોચના–ટીકા કરવા લાગશે. ભોજનમાં કોઈ એકાન્ત નિયમ નથી હોતો; એટલા માટે "પ્રશમતિ” માં ભગવાન ઉમાસ્વાતિજીએ કહ્યું છે ઃ देशं कालं पुरुषमवस्थामुणयोग-शुद्धि परिणामान् । प्रसमीक्ष्यभवति कल्प्यं नैकान्तात् कल्प्यते कल्प्यम् ॥ કેવું ભોજન કલ્પ્ય અને કેવું અકલ્પ્સ, એનો નિર્ણય દેશ, કાળ, વ્યક્તિ, અવસ્થા, ઉપયોગ-શુદ્ધિ અને મનના પરિણામને આધારે કરવો જોઈએ. એકાન્તતઃ કલ્પ્ય નથી, અકલ્પ્ય નથી. આ સિદ્ધાંત તમે લોકો જાણતા નથી. એટલા માટે સમાજમાં ભારે ગરબડ થઈ રહી છે, શ્રાવક બનવા માટે આ તમામ વાતો સારી રીતે સમજવાની છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ભાગ હવે હું તમને ભોગોપભોગ-વિરમણ વ્રતના પાંચ અતિચારો બતાવું છું. આ વ્રતના પાંચ અતિચાર ઃ ૧. સચિત્ત વસ્તુનો ત્યાગ કર્યા પછી ભૂલથી ચિત્તભક્ષણ ન થાય તેનો ખ્યાલ રાખવો. ભૂલથી ચિત્ત-ભક્ષણ થવાથી અતિચાર લાગે છે. . ૨. ૧ સચિત્ત વસ્તુની સાથે સંબદ્ધ અચિત્ત વસ્તુ ખાવાથી પણ અતિચાર લાગે છે, એટલા માટે એવી વસ્તુ ન ખાવી જોઈએ. ૩. સચિત્ત-અચિત્ત મિશ્ર વસ્તુ ખાવાથી પણ અતિચાર લાગે છે. ૪. ચિત્ત પદાર્થ અર્ધપક્ષ હોય, પૂરો પાડ્યો ન હોય એવો પદાર્થ ખાવાથી અતિચાર લાગે છે, તેથી અર્ધપક્વ ભોજન ન ખાવું જોઈએ. ૫. જે વસ્તુ ખાવાથી તૃપ્તિ નથી થતી, એવી વસ્તુ ખાવાથી પણ અતિચાર લાગે છે. એવી વસ્તુઓ ન ખાવી જોઈએ. ખાવામાં સાવધાની આવશ્યક : રાંધ્યા વગરના ચોખા વગેરે ન ખાવા જોઈએ.” અનાજ તો અચિત્ત છે” એવું વિચારીને પણ ન ખાવા જોઈએ. વૃક્ષો સચેતન હોય છે, એના ઉપરનાં પરિપક્વ ફળોને અચિત્ત સમજીને ન ખાવાં જોઈએ. જેમ કે “ખજૂર તો અચિત્ત છે, તે ખાઈશ અને તેનું બીજ-ઠળિયો-ફેંકી દઈશ” એવું સમજીને ન ખાવી જોઈએ. આ રીતે કેરી વગેરે ફળો અંગે પણ સમજવાનું છે. સચિત્ત પ્રતિબદ્ધ આહાર ન કરવો જોઈએ. જો તમે સચિત્તનો ત્યાગ કર્યો છે તો ! અર્ધ પાકેલું, અર્ધ કાચું ધાન, ફળ વગેરે ન ખાવાં જોઈએ. ચોખા, ઘઉં, કાકડી વગેરે અર્ધપક્વ ખાવાથી (અચિત્ત માનીને) અતિચાર લાગે છે. જે વસ્તુનો ત્યાગ કર્યો હોય – પ્રતિજ્ઞાથી ત્યાગ કર્યો હોય, એનો ભોગ-ઉપભોગ કરવાથી અતિચાર લાગે છે. આ ભોગોપભોગ અજાણપણે કરવાથી પણ અતિચાર લાગે છે. જાણી જોઈને કરવાથી તો વ્રત ભંગ થઈ જાય છે. તુચ્છ-અસાર ઔષધિ (અપક્ષ)નું ભક્ષણ કરવાથી અતિચાર લાગે છે. જેનાથી તૃપ્તિ ન થાય તેવું ભોજન કરવાથી પણ અતિચાર લાગે છે. શ્રાવકે તુચ્છ ફળો વગેરેનું ભક્ષણ ન કરવું જોઈએ. રસનેન્દ્રિયની લોલુપતા વધે એવું ભોજન ન કરવું. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ઉપભોગ-પરિમાણ : જેવી રીતે ભોગ-પરિમાણ કરવાનું છે, તેવી રીતે ઉપભોગ પરિમાણ પણ ક૨વાનું છે. સૌથી પ્રથમ ઘર-મકાન-બંગલાનું પિરમાણ કરવું જોઈએ. કેટલાક સમયથી શ્રીમંત લોકો પોતાના પૈસાનું ઈન્વેસ્ટમેંટ મકાનોમાં કરે છે. એ લોકોને પૈસાની જ ચિંતા રહે છે. આત્માની ચિંતા તો થતી જ નથી ! જો તમારે શ્રીમંત લોકોએ વ્રતધારી બનવું હોય તો મકાનનું પરિમાણ કરવું પડશે. સભામાંથી : પૈસા વધારે થઈ જાય તો શું કરવું ? મહારાજશ્રી : સાધર્મિકોનો ઉદ્ધાર કરો ! જિન મંદિરોનું નિર્માણ કરો. જૈન સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરો ! ગુપ્ત દાન કરો, જેથી સરકાર પણ પરેશાન નહીં કરે. શ્રાવક જીવન જેમ મકાનનું પરિમાણ ક૨વાનું છે, તેવી જ રીતે વસ્ત્રોનું પણ કરવું આવશ્યક છે. ઓછામાં ઓછાં વસ્ત્રો રાખવાં જોઈએ. કેટલાંક વર્ષોથી વસ્ત્ર-પરિધાનનો શોખ વધી ગયો છે. સ્ત્રીઓમાં અને યુવક-યુવતીઓમાં ખૂબ જ વધારે પ્રમાણમાં શોખ વધ્યો છે. વસ્ત્રોની ફેશન વધી ગઈ છે. શ્રીમંત હોય કે મધ્યમ વર્ગના માણસો હોય....અરે, મજૂર વર્ગમાં પણ વસ્ત્રોની ફેશન વધી છે. વ્રતધારીએ સાદગીથી જીવવું જોઈએ. જો બે જોડ કપડાંથી ચાલતું હોય તો ત્રીજી જોડ રાખવાની નથી. ઉપસંહાર : સમગ્ર જીવન વ્યવહારને નિયંત્રિત અને સંયમિત કરવાનું આ વ્રત છે ! જીવનમાં ત્રણ વાતો મહત્ત્વપૂર્ણ હોય છે. રોટી, કપડાં અને મકાન ! આ વ્રતથી ત્રણે ય વસ્તુઓ ઉપર નિયંત્રણ આવી જાય છે, અને જીવન સુવ્યવસ્થિત બની જાય છે. બનાવવું છે ને જીવનને સુવ્યવસ્થિત ? સભામાંથી : અમારા લોકોનું જીવન અનિયંત્રિત અને અસંયમિત બની ગયું છે....સંયમમય જીવનની ઈચ્છા જ રહી નથી ! મહારાજશ્રી : તો પછી રોગ, અશાંતિ, સંતાપ અને ક્લેશોના શિકાર બની જશો; બાહ્ય સુખ-સુવિધાઓ હોવા છતાં પણ તમે સુખ શાંતિનો અનુભવ નહીં કરી શકો. સુખ-સુવિધાઓ......સુખનાં સાધન વધવા છતાં પણ જો તમારું જીવન સંયમી નહીં હોય તો તમે આંતરિક પ્રસન્નતા અનુભવી નહીં શકો. અસંયમિત જીવન તમને દુઃખ અને ક્લેશોની ઊંડી ખીણમાં ધકેલતું રહેશે, માનવ જીવન વ્યર્થ ચાલ્યું જશે. ભવિષ્યકાળ અંધકારમય બની જશે. એટલા માટે જ્ઞાની પુરુષ ત્યાગ અને સંયમનો ઉપદેશ આપે છે. તમે લોકો સંયમ માર્ગે ચાલીને પરમ આત્મહિત પ્રાપ્ત કરો એ જ મંગલ કામના. આજ આટલું બસ. ✰✰✰ Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧૮ પરમ કૃપાનિધિ મહાન મૃતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત “ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો વિશેષ ધર્મ બતાવે છે. વિશેષ ધર્મ એટલે સમ્યકત્વમૂલક બાર વ્રત. સામાન્ય ધર્મોના પાલનની સાથે જે મનુષ્ય-મહાનુભાવ વિશેષ ધર્મનું પાલન કરે છે, તે મનુષ્ય આ જીવનને અને પારલૌકિક જીવનને સફળ બનાવી દે છે. એનું જીવન શ્રેષ્ઠ જીવન હોય છે. શ્રેષ્ઠ જીવન જીવવા માટે બાર વ્રતોનું જ્ઞાન હોવું આવશ્યક છે, એટલા માટે તમને બાર વ્રત સમજાવું છું. અર્થદંડ અને અનર્થદંડ : "અનર્થદંડ” સમજવા માટે અર્થદંડ સમજવો આવશ્યક છે; દંડનો અર્થ છે સજા. સા એટલે પાપકર્મનું બંધન. પાપ બે પ્રકારનાં હોય છેઃ આવશ્યક અને અનાવશ્યક. આવશ્યક પાપ અર્થ દંડ છે. અનાવશ્યક પાપ અનર્થદંડ છે ! મનુષ્ય જેટલાં આવશ્યક પાપ કરે છે, એનાથી ઘણાં વધારે તો અનાવશ્યક પાપ કરે છે. એ પાપ મનુષ્ય મન, વાણી અને શરીર (પાંચ ઇન્દ્રિયો)થી કરે છે. તમારે બંને પ્રકારનાં આવશ્યક-અનાવશ્યક પાપો જાણી લેવા જોઈએ, અને જાણીને અનાવશ્યક પાપોનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સભામાંથીઃ અમને તો પાપ પુણ્યનો વિચાર જ નથી આવતો ! મહારાજશ્રી ઃ અત્યારે સુખમાં નહીં આવતા હોય, દુઃખમાં જરૂર આવશે !! પાપોનું જ્ઞાન પામી જશો તો એ સમયે ફસાઈ નહીં પડો. અનાવશ્યક પાપોને સમજે અને તેમનો ત્યાગ કરો, કારણ કે અનાવશયક પાપ કરવાથી કર્મબંધ પ્રગાઢ થાય છે. આથી અનર્થદડવિરમણની પ્રતિજ્ઞા આ રીતે લેવી જોઈએ. અનર્થદંડ-વિરમણ વ્રત : ૧. હું બીજાને આરંભ-સમારંભનો ઉપદેશ નહીં આપું. ૨. કાતર, તલવાર વગેરે આરંભ-સમારંભનાં સાધનો બીજાંને નહીં આપું. ૩. દૂધ, દહીં, ઘી, તેલ વગેરેનાં પાત્રો ખુલ્લાં નહીં રાખું. ૪. નાટક, સિનેમા-સરકસ, તમાશા, વેશ્યાઓના નાચ મુજરા વગેરે જોઈશ નહીં. પ. મલ્લ કુસ્તી, ફાંસી, તાજિયા વગેરે જોઈશ નહીં. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ૬. હિંસક પશુ (બિલ્લી વગેરે) નું પાલન નહીં કરું. ૭. નદી, સરોવર, સમુદ્ર, કુંડ, કૂવા વગેરેમાં સ્નાન કરીશ નહીં. ૮. જોર જોરથી હસીશ નહીં. ૯. વિકાર ઉત્પન્ન કરનાર શબ્દો નહીં બોલું, હાસ્ય ઉત્પન્ન કરનાર વાતો નહીં કર્યું. શ્રાવક જીવન આ બધાં જ અનાવશ્યક પાપો છે. બીજાં પણ છે પરંતુ એ પાછળથી બતાવીશ. અત્યારે તો આ પ્રતિજ્ઞાને સવિસ્તર બતાવીશ. આરંભ-સમારંભનો ઉપદેશ ન આપવો જે ક્રિયામાં નાના મોટા જીવોની વધારે હિંસા થાય છે, એવી ક્રિયાઓ કરવાનો બીજાંને ઉપદેશ ન આપવો જોઈએ. જો તમારાં હૃદયમાં જીવ દયાનો તીવ્ર કોટિનો શુભ ભાવ હશે તો તમે તમારા જીવનમાં એવી ક્રિયાઓ નહીં કરો, તો પછી બીજાને ઉપદેશ આપવાની વાત જ ક્યાં રહી ? છતાં પણ માની લો કે તમારી ફેકટરી ચાલે છે. મિલ ચાલે છે. યંત્રોમાં જીવોની હિંસા થાય છે, છતાં તમે બીજાંને એવી પ્રેરણા નહીં આપો કે "તમે આવી ફેકટરી શરૂ કરો, ઘણું કમાશો......તમે આવી મિલ નાખો, કરોડપતિ થઈ જશો....જુઓ અમે પાંચ વર્ષમાં બે કરોડ કમાઈ લીધા !” જો તમે તમારા આરંભ-સમારંભમાં ખુશ નથી, તેમાં તમારી મજબૂરી, ધનલોલુપતા માનતા હશો તો તમે બીજાંને એવા આરંભ-સમારંભના ધંધા કરવાની પ્રેરણા નહીં આપો. સભામાંથી : કોઈ અમારો અભિપ્રાય લેવા આવે તો ? મહારાજશ્રી : જે ધંધામાં જીવહિંસા વધારે થતી હોય એવા ધંધાનો અભિપ્રાય ન આપવો જોઈએ. એક મહત્ત્વપૂર્ણ તત્ત્વજ્ઞાન એને આપવું જોઈએ કે "ભાઈ, પૈસા ધંધો કરવાથી જ નથી મળતા, પૈસા તો મળે છે પુણ્યકર્મના ઉદયથી, અંતરાય કર્મ તૂટવાથી. ધંધો તો માત્ર નિમિત્ત છે. એટલા માટે એવો ધંધો કરો કે જેમાં જીવહિંસા વધારે થતી ન હોય." સામેવાળી વ્યક્તિ તમને પૂછશે કે, “તમે શા માટે ફેકટરી ચલાવો છો ? ફેકટરીમાં તો વધારે જીવહિંસા થાય છે.” તો તમારે કહેવું : "મારાં પાપકર્મનો ઉદય છે, હું માનું છું કે મારો ધંધો પાપનો છે. અને હું આ ધંધામાંથી સત્વર મુક્ત થવા ઈચ્છા રાખું છું.” કહેશો ને ? આરંભ-સમારંભના ધંધા તમને શોભા નથી દેતા. અસંખ્ય Page #193 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ ૧૮૧ અનંત જીવોની હિંસા કરીને લાખો-કરોડો રૂપિયા ભલે કમાઈ લ્યો; તે રૂપિયા જ તમારા પતનના નિમિત્ત બનશે. દુર્ગંતમાં લઈ જશે. આરંભ-સમારંભનાં સાધનો બીજાંને ન આપો : જેવી રીતે આરંભ-સમારંભની પ્રેરણા બીજાંને નથી આપવાની, એવી જ રીતે બીજાંને આરંભ-સમારંભનાં સાધનો પણ આપવાનાં નથી. તમારે આરંભસમારંભનાં સાધનો રાખવાં પડે છે તે અર્થદંડ છે, કારણ કે તમારે માટે એ સાધનો અનિવાર્ય હોઈ શકે અને એ સાધનોનો દુરુપયોગ તમે ન ક૨તા હો અને કરાવતા પણ ન હો. પરંતુ એ સાધનો બીજા લોકોને આપવાથી તે લોકો તેમનો દુરુપયોગ નહીં કરે તેની ખાત્રી કોણ આપશે ? સભામાંથી : અમારી પાસે ઘંટી વગેરે છે અને કોઈ પાડોશી અગર સ્નેહી માગે અને ન આપીએ તો શું ઔચિત્ય ભંગ ન થાય ? મહારાજ શ્રી ઃ ન થાય. જવાબ યોગ્ય અને મૃદુ ભાષામાં આપવો જોઈએ. એમને ખરાબ લાગે તેમ ન બોલવું જોઈએ, અને જૂઠું પણ ન બોલવું જોઈએ. કહેવું જોઈએ કે "અમારી પાસે છે પરંતુ અમે વ્રતધારી છીએ. એટલે એવા આરંભ-સમારંભનાં સાધન બીજાંને આપી શકીએ નહીં. ક્ષમા કરશો. બીજી કોઈ વસ્તુ જરૂરી હોય તો નિઃસંકોચ માગી લેવી !” ન આ વ્રતમાં જીવદયા જ પ્રધાન હેતુ છે, તમારાં સાધનો દ્વારા બીજા લોકો જીવહિંસા ન કરે એ જ કારણ છે બીજાંને એવાં સાધનો ન આપવા પાછળ, કોઈવાર વિના કારણ આક્ત પણ આવી શકે. કેટલાંક વર્ષોપૂર્વે એક ઘટના વાંચી હતી. ઘટના સાચી હતી; કોર્ટમાં કેસ પણ ચાલ્યો હતો. મિત્રને રિવોલ્વર આપી દીધી ..... બે મિત્રો હતા. એક મિત્રની પાસે રિવોલ્વરનું લાયસન્સ હતું. બીજા મિત્રને આની ખબર હતી, એક દિવસ સવારે તે મિત્રને ઘેર આવ્યો અને તેણે કહ્યું : "મારે આજે બહાર જવું છે. થોડોક ભય છે એટલા માટે તારી રિવોલ્વર જોઈએ છે. કાલ સવારે પાછી આપીશ, સ્વરક્ષા માટે જ જોઈએ છે. ચિંતા ન કરતો.” મિત્રે રિવોલ્વર આપી દીધી. રિવોલ્વરમાં કારતૂસ પણ ભરેલા હતા; તે લઈને તે ગયો પોતાને ઘેર. પોતાના કબાટમાં રિવોલ્વર મૂકી દીધી; ભોજન કરી લીધું, અને પોતાના ખંડમાં જઈને બેઠો. વાત કંઈક જુદી જ હતી. તેની પત્ની એક બદમાશ વ્યક્તિના પ્રેમમાં હતી, Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રાવક જીવન તે માણસ "દાદા" જેવો હતો. આ માણસે પોતાની પત્નીને અનેકવાર સમજાવવા પ્રયત્નો કર્યા પરંતુ પત્ની માનતી ન હતી. અને પેલા “દાદા”થી ડરતી પણ હતી. આ માણસે આજે એની પત્નીને અને “દાદા”ને પરલોક મોકલી દેવાનો નિર્ણય કર્યો હતો. જ્યાં આ બે જણાં મળતાં હતાં ત્યાં જઈને કામ પતાવવાનો વિચાર કર્યો. બેને મળવાનો સયમ હતો બપોરે ત્રણ વાગ્યાનો. તે ઓફિસે જવા નીકળી પડ્યો. ત્રણ વાગે એ પેલી જગાએ પહોંચ્યો. ત્યાં તેણે જે દૃશ્ય જોયું તેનાથી તે અત્યંત ક્રોધમાં આવી ગયો. તેણે રિવોલ્વર કાઢી, ધડ ધડ ગોળીઓ છોડી. પેલો દાદો અને તેની પત્ની ત્યાં જ ઢગલો થઈને પડ્યાં. બંનેનાં પ્રાણ-પંખેરું ઊડી ગયાં. રિવોલ્વરના ધડાકાથી આસપાસ રહેનારાં માણસો ત્યાં આવી ગયાં અને તેને પકડી લીધો. પોલિસ પણ આવી પહોંચી. તે રિવોલ્વર સાથે પકડાઈ ગયો. અને તેને કસ્ટડીમાં બંધ કરી દેવામાં આવ્યો. જે વ્યક્તિના નામે રિવોલ્વર હતી, રિવોલ્વરનું લાયસન્સ હતું એ વ્યક્તિને પણ પકડી લેવામાં આવી. "હત્યામાં સહયોગી” નો આરોપ એની ઉપર મૂકવામાં આવ્યો અને તેણે પણ કેટલાંક વર્ષો જેલવાસ ભોગવ્યો. જેવી રીતે આ ઘટના રિવોલ્વર દ્વારા બની, તેવી જ ઘટના તલવાર, છરી વગેરેથી પણ બની શકે છે, એટલા માટે બીજાંને સાધન ન આપવાનું જ્ઞાની પુરુષોએ કહેલું છે. દૂધ-દહીં, ઘી-તેલ વગેરેનાં વાસણો ખુલ્લાં ન રાખો : આ વાત પણ જીવદયાના લક્ષ્યથી જ બતાવવામાં આવી છે. નાના જીવો પ્રત્યે પણ દયાપૂર્ણ જ વ્યવહાર કરવો જોઈએ. સર્વ જીવોમાં ચૈતન્ય સમાનરૂપે રહેલું છે. કીડી હોય કે હાથી, મનુષ્ય હોય યા દેવ, દરેકમાં ચૈતન્ય છે. તેમના પ્રત્યે દયાભાવ રાખવાનો છે. એ જીવોને દુઃખ થાય, કષ્ટ પડે યા તો તેમનું મૃત્યુ થાય એવો વ્યવહાર કરવાનો નથી. ઘરમાં દૂધ-દહીં, ઘી-તેલ જેવી ખાદ્ય વસ્તુઓ હોય જ છે. તેમનાં વાસણ ઢાંકેલાં રાખવાં જોઈએ. જો વાસણ ખુલ્લું રહ્યું તો તેમાં હજારો, લાખો કીડીઓ, મંકોડાઓ પડે છે અને મરી જાય છે. કોઈ વાર મોટા જીવો પણ તેમાં પડીને મરી જાય છે, તો કોઈક વાર ઝેરી જીવ પણ પડે છે, અને ખાદ્ય પદાર્થોને ઝેરી બનાવે છે. એટલે જ તો દૂધ વગેરેનાં વાસણો ઢાંકવામાં આળસ ન કરવી જોઈએ. એક સ્ત્રીએ કહેલું કે તેણે સાંજે રસોડામાં દૂધ રાખી મૂક્યું હતું, કારણ કે રાત્રે બાળકને પાવાનું હતું. દૂધનું વાસણ ખુલ્લુ રહી ગયેલું અને તે સ્ત્રી રાત્રે સિનેમા Page #195 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ ૧૮૩ જોવા ચાલી ગઈ. રાત્રે દશ વાગે પાછી ઘેર આવી તેણે ઉતાવળને લીધે દૂધ જોયું નહીં અને બાળકને પાઈ દીધું. દૂધ પીતાંની સાથે જ બાળકને ઊલટી થઈ ગઈ અને તે બેહોશ થઈ ગયું. ડૉકટર બોલાવવામાં આવ્યો. દૂધના પાત્રમાં બાકી રહેલું થોડું દૂધ હતું તે ડૉકટરે જોયું. દૂધમાં એક કીડો મરી ગયેલો હતો. કીડો ઝેરી હતો. ડૉકટરે સ્ત્રીને ધમકાવી અને બાળકને તરત જ બે ઇંજેકશનો આપી દીધાં અને હોસ્પિટલમાં દાખલ કર્યું. ભાગ્યવશાત્ બાળક બચી ગયું ! ઃ સભામાંથી આજકાલ સ્ત્રીઓ મોટે ભાગે વાસણો ઢાંકતી જ નથી. પરવા કરતી જ નથી. વાસણો ખુલ્લાં જ પડ્યાં હોય છે. મહારાજશ્રી : આનાથી જીવહિંસા તો થાય જ છે, પરંતુ તમારા લોકોનું સ્વાસ્થ્ય પણ બગડે છે. આ કામ વિશેષરૂપે તો સ્ત્રીઓનું છે. તેમણે આ કાર્યમાં પ્રમાદ ન કરવો જોઈએ. તેઓ ભલેને વ્રત લે યા ન લે. પરંતુ ઘી-તેલ વગેરેનાં વાસણો ખુલ્લાં ન રાખવાં જોઈએ. આ તો એક સામાન્ય બુદ્ધિની-કોમન સેન્સની વાત છે. નાટક સિનેમા, સરકસ, તમાશા વગેરે ન જોવાં : જેવી રીતે અનર્થદંડના ત્યાગમાં જીવદયાની દૃષ્ટિ છે, એ જ રીતે આત્મસંયમ, ઇન્દ્રિયવિજય અને મનોનિગ્રહની દૃષ્ટિ પણ રહેલી છે. એવાં દૃશ્યો ન જોવાં જોઈએ કે જેથી આત્મસંયમ તૂટી જાય, ઇન્દ્રિયો ચંચળ થઈ જાય, મન સ્વચ્છંદી બની જાય. જીવનમાં આનંદ જોઈએ, મનોરંજન જોઈએ, આ વાત હું માનું છું; પરંતુ એ આનંદ, મનોરંજન એવાં ન હોવાં જોઈએ કે જેથી આત્મા મલિન થાય, મન ચંચળ થાય અને ઈન્દ્રિયો ઉત્તેજિત થાય. આ અર્થમાં નાટક જોવું, સિનેમા જોવું, સરકસ તમાશા જોવા, વેશ્યાઓનાં નૃત્ય જોવાં.....”અનર્થદંડ” કહેવાય છે. વ્રતધારી બનવું હોય તો આ અનર્થદંડનો ત્યાગ કરવો જ પડશે. અરે, વ્રતધારી નહીં પણ સગૃહસ્થ બનીને જીવવું હોય તો પણ આ વિષયમાં ગંભીરતાથી વિચારવું પડશે. જ સિનેમા, નાટક, તમાશા જ્યાં સુધી જોતા રહેશો, ત્યાં સુધી મન સ્થિર અને શાંત રહેશે નહીં, અને કેટલાંક વર્ષોથી તમારા ઘરોમાં વિડિયો...ટી.વી. આવી ગયાં છે, ત્યારથી તો તમારા લોકોના મનની સ્થિતિ જ બદલાઈ ગઈ છે. મારામારી અને સેક્સથી ભરેલી ફિલ્મો જોઈને શું તમારા મનમાં શાન્તિ, સમતા અને પ્રસન્નતા આવવાની છે ? યાદ રાખો, મગજનું સંતુલન જ બગડી જશે. અશાંતિની આગમાં બળીને રાખ થઈ જશો. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રાવક જીવન નાટકો પણ કેવાં ગંદાં, બીભત્સ અને સેકસી હોય છે? શીલ અને સંસ્કારોનું તો નામોનિશાન મિટાવી દીધું છે. જો તમારે અધ્યાત્મના માર્ગ ઉપર ચાલવું હોય તો દુનિયામાં આવાં નાટકોનો મોહ છોડવો જ પડશે. ઘર્મની સાથે અધ્યાત્મની સાથે નાટક સિનેમાનો મેળ જામતો જ નથી. વિશેષ ધર્મની આરાધના કરવાની અભિલાષા હદયમાં જાગતાં આવી તુચ્છ, વિલાસી વાતો. મનને સ્પર્શી જ નહીં શકે. સરકસનો નિષેધ કરવામાં આવ્યો છે, કારણ કે તેમાં પશુઓને ત્રાસ આપવામાં આવે છે. પશુઓના ખેલ કરાવવામાં આવે છે. તેમાં પશુઓને ત્રાસ પડે છે. જોનારાઓ ખુશ થાય છે. એમાં પાપકર્મ બંધાય છે. સામૂદાયિક પાપકર્મ પણ બંધાય છે. સિનેમા, નાટક અને સરકસમાં સામુદાયિક (જેટલાં જોનારાં હોય છે એ બધાંનું) કર્મબંધન થાય છે. એક અશુભ દ્રશ્ય બધા એકી સાથે જોઈને રાજી થાય છે. ત્યારે એકી સાથે પાપકર્મ બંધાય છે અને જ્યારે એ પાપકર્મ ઉદયમાં આવે છે ત્યારે એ બધાંને એકીસાથે દુઃખ આવે છે !! જેમ કે હવાઈ જહાજનો અકસ્માત થાય છે અને એક સાથે ૧૦૦-૨૦૦ વ્યક્તિઓ મોતને શરણ થાય છે. ટ્રેઈનનો અકસ્માત થાય છે અને એક સાથે ૨૦૦૪00 મરી જાય છે. બસ, ગાડી યા સ્ટીમરના અકસ્માતમાં એક સાથે પ૦, ૧૦૦૨૦૦-૪૦૦ મરી જાય છે ! ધરતીકંપ થાય છે અને એક સાથે હજારો- લાખો માણસો મોતને ભેટે છે. આ બધાં સામુદાયિક પાપકર્મનાં ફળ છે. આજકાલ ટી.વી. ઉપર એક સાથે બે ચાર કરોડ લોકો સિનેમા વગેરે જુએ છે. એમાં સારી ખોટી વાતો આવે જ છે. બધા લોકો એકી સાથે સારાં દ્રયોમાં ખુશ થાય છે અને સામુદાયિક પુણ્યકર્મ બાંધે છે, અને એક સાથે ખરાબ દ્રશ્યમાં ખુશ થાય છે તો સામુદાયિક પાપકર્મ બાંધે છે. પરંતુ ટી.વી.ના પરદા ઉપર સારી....મનને પવિત્ર, નિર્મળ કરનારી વાતો કેટલી આવે છે અને મનને પાપી બનાવનારી હિંસા, ચોરી, દુરાચાર, વ્યભિચાર અને બેઈમાની વધારનારી વાતો કેટલી આવે છે – એ તમે લોકો સારી રીતે જાણો છો. એટલા માટે અમે લોકો ટી.વી., વિડિયો ન જોવાનો ઉપદેશ આપીએ છીએ. અમે લોકો તો તમારા મનની અને આત્માની ચિંતા કરીએ છીએ. વ્રતધારી બનવાની વાત આ દ્રષ્ટિએ કરવામાં આવે છે. હૈયામાં ઊતરે છે ને આ વાત? ઉતારવી પડશે, નહીંતર આસિનેમા, નાટક અને ડાન્સ પાર્ટીઓ તમને દુઃખ, અશાંતિ અને સંતાપની Page #197 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧૮૫ ઊંડી ખીણમાં નાખી દેશે. મલ્લકુસ્તી, ફાંસી વગેરે ન જુઓ : જોવામાં કેટલાં પાપકર્મ બંધાય છે? એટલા માટે જે જોવું અનિવાર્ય નથી તે ન જોવું જોઈએ. જે જોયા વગર પણ આપણી જીવનયાત્રા સુખરૂપ ચાલ્યા કરતી હોય તેને શા માટે જેવું? લોકો મલ્લકુસ્તી જોવા જાય છે. કદાચ તમે લોકો નહીં જતા હો, સ્ત્રીઓ પણ નહીં જ ને? ટી.વી. ભલે જુઓ, પરંતુ મલ્લકુસ્તી નહીં જુઓ તો જીવનયાત્રા અટકી નહીં પડે ! અથવા તમને કોઈ શારીરિક યા આર્થિક નુકસાન પણ થવાનું નથી. તો પછી શા માટે જોવી ? એવી કુસ્તી જોવાથી રાગદ્વેષ વધે છે ! તમારો પ્રિય પહેલવાન જીતે તો ખુશ અને હારે તો નાખુશ થઈ જશોને? કુસ્તી ન જોવી જોઈએ. કેટલાક લોકોને ફાંસી જોવામાં મજા પડે છે. હવે આ યુગમાં તો ફાંસી જાહેરમાં આપવામાં આવતી નથી. જ્યાં ફાંસી આપવામાં આવે છે, ત્યાં લોકો જઈ પણ નથી શકતા. છતાં પણ કેટલાક લોકો સરકારી પરવાનો લઈને જોવા જાય છે. ત્યાં માનો કે કોઈ ખૂનીને ફાંસી આપવામાં આવે છે. જોનારના મનમાં ”સારું થયું, આવા દુષ્ટો. તો ફાંસી આપવી જ જોઈએ.” એવો વિચાર આવી જાય તો ઘોર પાપકર્મ બંધાઈ જાય છે. એના ફળસ્વરૂપે એને કોઈ જન્મે ફાંસીની સજા મળે છે. મલ્લકુસ્તી, ફાંસી, તાજિયા વગેરે જોવાં એ અનર્થદંડ છે, નિરર્થક વાતો છે. જીવનમાં એવો હલકો આનંદ ન હોવો જોઈએ. વ્રતધારી બનવા માટે એવી વાતોની ઈચ્છા જ ન હોવી જોઈએ. હિંસક પશુઓ ન પાળોઃ વ્રતધારીએ હિંસ પશુઓ ન પાળવાં જોઈએ. બિલાડી, કૂતરો, વાઘ વગેરે હિંસક પશુઓ છે. જો કે તમે લોકો વાઘ, ચિત્તાને તો પાળતા નથી, પરંતુ બિલ્લી-કૂતરાને પાળીને રાખવાની ફેશન થઈ ગઈ છે ને? બિલાડી અને કૂતરો તેને શિકાર મળતાં હિંસા કરશે જ. એ હિંસાનું પાપ તમને જ લાગશે. એ રીતે પરસ્પર પશુઓને લડાવવાં પણ ન જોઈએ. વ્રતમય જીવન સાથે એવી વાતો સારી લાગતી નથી. એવી વાતો વ્રતમય જીવનમાં હોવી જ ન જોઈએ. સભામાંથી ગાય, ભેંશ, ઘોડો વગેરેનું પાલન વ્રતધારી કરી શકે છે ને ! મહારાજશ્રી કરી શકે છે. ગાય, ભેંસ, ઘોડો વગેરે હિંસક પ્રાણીઓ નથી. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રાવક જીવન પરંતુ તમે લોકો ગાય-ભેંશનું પાલન કરવા ઈચ્છો છો ખરા ? જો સમગ્ર હિંદુ સમાજ અને જૈન સમાજ ગાય-ભેંશનું પાલન કરે તો એક પણ ગાય યા ભેંશ કતલખાનામાં જઈ શકે નહીં ! જીવદયાનું અપૂર્વ કાર્ય થઈ શકે. પરંતુ તમારે લોકોને એ કાર્ય નથી કરવું. તમારે તો કૂતરાં પાળવાં છે ! યાદ રાખો, કૂતરાથી પ્યાર થયો તો આવનારો જન્મ કૂતરાનો મળશે ! કૂતરો થવું પસંદ છે ને ? વિચારી લેજો. નદી-સરોવ૨, સમુદ્ર, કુંડમાં સ્નાન ન કરવું ઃ નિષ્પ્રયોજન પશુપાલન કરવાનું નથી, તે રીતે વ્રતધારી શ્રાવકે નદીમાં, સરોવરમાં, સમુદ્રમાં, કુંડમાં સ્નાન કરવું ન જોઈએ. કારણ કે એવા સ્થાનોમાં જીવ વધારે હોય છે, તેમની હિંસા થાય છે. બાથમાં સ્નાન કરી શકાય ? મહારાજશ્રી : ના, ન કરી શકો. ત્યાં પણ પાણી ગળેલું નથી હોતું. ભલે તેમાં માછલીઓ ન હોય. બીજા જીવો પણ ન હોય; પરંતુ "અપ્લાય" ના એટલે કે પાણીના જીવ તો હોય જ છે. વ્રતધારી શ્રાવક નિષ્પ્રયોજન એકેન્દ્રિય જીવોની પણ હિંસા કરવી પસંદ નહીં કરે. એટલા માટે તે પોતાના ઘરમાં પણ, થોડા પાણીથી અને તે પણ ગળેલા પાણીથી સ્નાન કરશે. આજકાલ તમે કોઈ કૂવાને કાંઠે બેસીને યા તળાવને કિનારે બેસીને સ્નાન નથી કરતા. જો ત્યાં સ્નાન કરવાનું હોય તો પણ પાણીને ગાળીને, પાત્રમાં લઈને સ્નાન કરવું જોઈએ. સભામાંથી : સ્વીમીંગ પુલ - વ્રતધારી શ્રાવક પાણીનો ઘણોજ અલ્પ ઉપયોગ, જેટલો અનિવાર્ય હોય તેટલો જ ઉપયોગ કરશે. જો લોકો, આજના યુગમાં તમે લોકો ભલે વ્રતધારી ન હો, છતાં જો પાણીનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવા લાગશો તો દેશની પાણીની સમસ્યા હલ થઈ જશે ને ? પાણીનો કેટલો દુરુપયોગ કરો છો ? દુઃખી થશો. કુદરત રુઠી છે.........કઈક સમજદાર બનશો તો બચશો..... નહીંતર વિનાશ નજીક છે. જોર જોરથી હસવું નહીં : વ્રતધારી શ્રાવક બનવું હોય તો આ તમામ મર્યાદાઓ પાળવી જ પડશે. એક મહત્ત્વપૂર્ણ મર્યાદા હવે બતાવું છું. શ્રાવકે જોર જોરથી હસવું ન જોઈએ. અટ્ટહાસ્ય ન કરવું જોઈએ. હા, સ્મિત થઈ શકે. સામાન્ય હાસ્ય નિષિદ્ધ નથી. સભામાંથી : કોઈવાર ડૉકટર કહે છે કે જોર જોરથી હસવું ? Page #199 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧૮૭ મહારાજશ્રી : ઉપચારના રૂપે હસવું પડે તો ભલે હસો ! પરંતુ વાતવાતમાં જોરજોરથી હસવાની આદત વ્રતધારીને શોભાસ્પદ નથી. વ્રતધારીનું વ્યક્તિત્વ મહાન હોય છે. જોર જોરથી અટ્ટહાસ્ય કરવાથી વ્યક્તિત્વ નિમ્ન કોટિનું થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે હાસ્ય પ્રસંગને અનુરૂપ હોવું જોઈએ. હસવા જેવી વાત હોય અને તમે ગંભીર રહો, તમારા મુખ ઉપર સ્મિત પણ આવવા દેતા ન હો, તો સારું લાગતું નથી. અને જ્યાં હસવા જેવી કોઈ વાત ન હોય ત્યાં તમે હસો તો પણ સારું નથી લાગતું. હસતા હોવા છતાં પણ તમારી ગંભીરતા અક્ષુણ્ણ રહેવી જોઈએ. તમારું હાસ્ય પણ ગંભીર હોવું જોઈએ. વ્રતધારીનું હાસ્ય તેના વ્રતમય જીવનની ઉદાત્તતાનું પરિચાયક હોવું જોઈએ. વિકારોત્પાદક વાણી ન બોલો : જેવી રીતે જોર જોરથી હસવું ન જોઈએ, એ રીતે અસભ્ય અને વિકારજનક શબ્દો પણ ન બોલવા જોઈએ. વ્રતધારીએ એવી વાતો ન કરવી જોઈએ કે જેથી બીજાંનાં મન વિષય વાસનાથી ઉત્તેજિત થઈ જાય, બીજાંની ઈન્દ્રિયો પોતપોતાના વિષય મેળવવા તત્પર થઈ જાય. જો વ્રતધારી શ્રાવક વિકારોત્પાદક વાણી બોલે તો તેના વ્રતને અતિચાર લાગે છે. વિકારજનક શબ્દોચ્ચારણ અનર્થદંડ છે. એટલે કે વ્રતધારી શ્રાવકનો વાર્તાલાપ રાગદ્વેષની ઉત્તેજનાથી મુક્ત રહેવો જોઈએ. એનો વાતિલાપ તો રાગદ્વેષને ઉપશાંત કરનારો હોવો જોઈએ. શાન્તિ, સમતા અને પ્રસન્નતાનાં પુષ્પો ખીલે છે, વ્રતધારીની વાણી-વારની વર્ષોથી. કહેવાનું તાત્પર્ય એ છે કે વ્રતધારી શ્રાવકે નિષ્પ્રયોજન, નિરર્થક બોલવું જ ન જોઈએ. સત્ય, પ્રિય અને હિતકારી વચન જ તેણે બોલવાં જોઈએ. કેટલીક સાવધાનીઓ : અનર્થદંડ વિરમણ વ્રતનું પાલન સારી રીતે કરવા માટે કેટલીક સાવધાનીઓ રાખવી પડે છે; નહીંતર વ્રતને દોષ-અતિચાર લાગે છે; અને વ્રત નિઃસાર બની જાય છે. અહીં આજે એ સાવધાનીઓ સંક્ષેપમાં રજૂ કરીને પ્રવચન પૂર્ણ કરીશ. પ્રથમ સાવધાની છે આર્તધ્યાન ન ફરવાની, પ્રિય-અપ્રિયના સંયોગ-વિયોગના વિચારોમાં ગૂંચવાવું નહીં. બીજી સાવધાની છે રોગ-વ્યાધિ આવતાં અભક્ષ્ય ખાવું નહીં અને મિથ્યાત્વી દેવ-દેવીઓને શરણે જવું નહીં. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રાવક જીવન ત્રીજી સાવધાની છે દેશકથા, રાજકથા, ભોજનકથા અને સ્ત્રીકથા ન કરવીઆ વાતો મનને વિકૃત કરે છે. ચોથી સાવધાની છે, યુદ્ધ કરનારાઓની પ્રશંસા ન કરવી. હિંસાનાં કાર્યોમાં અભિમાન ન કરવું. જૂઠ્ઠું બોલવામાં અભિમાન ન કરવું. શત્રુ ઉપર ખોટો આરોપ ન મૂકવો. પોતાની ખોટી પ્રશંસા ન કરવી. આ છે પાંચમી સાવધાની. વેપારમાં વિશ્વાસઘાત ન કરવો. જૂઠી વાત ન લખવી, ખોટી વાત ન કરવી કે ખોટા સોગંદ ન ખાવા. આ છે છઠ્ઠી સાવધાની. કોર્ટ-કચેરીમાં લડવું નહીં. પરિગ્રહ-મગ્ન ન રહેવું. આ સાતમી સાવધાની. ♦ પુનર્વિવાહની પ્રશંસા ન કરવી એ આઠમી સાવધાની. નવમી સાવધાની છે, રાવણવધ ન કરવો, ન જોવો. દશમી છે, પાણી ગળીને ઉપયોગમાં લેવું. અગિયારમી સાવધાની છે, નેત્ર વિકારાદિ કામચેષ્ટા ન કરવી. બારમી સાવધાની છે, વધારે ન બોલવાની ! તેરમી છે, અધિક સ્નાન ન કરવાની, વારંવાર ન ખાવાની. ચૌદમી સાવધાની છે, કટાક્ષ વચનો નહીં બોલવાની. વિષય-કષાયોને પોષક વાણી ન બોલવાની. પંદરમી સાવધાની છે, અનાવશ્યક વનસ્પતિ ન તોડવાની, વનસ્પતિ ઉપર ન ચાલવાની. આજ બસ, આટલું જ. ✰✰✰ Page #201 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : ૧૯) પરમ ઉપકારી પરમ કૃપાનિધિ મહાન વ્યુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત "ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ-જીવનનો વિશેષ ધર્મ બતાવે પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતો નિર્દેશ્યા પછી ચાર શિક્ષાવ્રત બતાવે છે. ચાર શિક્ષાવ્રતોમાં પ્રથમ શિક્ષાવત છે “સામાયિક”નું. શાન્તિ, સમતા, અને ચિત્ત સ્વાચ્ય પામવા માટેનો અમોઘ ઉપાય છે "સામાયિક.” અશાંતિ, કુલેષ, સંતાપ અને ગૂંચવણ ભરી દુનિયામાં બે ઘડી વિશ્રામ પામવાનો સમય છે સામાયિક ! એટલા માટે સામાયિક તો હરેક શાતિપ્રિય વ્યક્તિએ કરવું જ જોઈએ. ભલે બીજાં વ્રત લે, ન લે પણ સામાયિક વ્રત તો જીવનમાં અતિ આવશ્યક છે. મન, વચન, કાયાનું શૈર્ય અને શૈર્ય પામવાનો બીજો કોઈ ઉપાય છે જ નહીં. સુખ જોઈએ કે શાન્તિ? પરંતુ મારો પ્રથમ પ્રશ્ન એ છે કે તમારે ભૌતિક સુખ જોઈએ કે મનની શાન્તિઃ જો તમારું ધ્યેય વધારેમાં વધારે ભૌતિક સુખ પામવાનું હશે, શાન્તિથી કોઈ મતલબ નહીં હોય તો “સામાયિક” ની વાત તમને રુચશે નહીં. કારણ કે સામાયિકનો સંબંધ શાન્તિ અને સમતાની સાથે છે, ભૌતિક-વૈષયિક સુખો સાથે નહીં. ભૌતિક-વૈષયિક સુખ પામવા માટે લોકો રાત-દિવસ દોડધામ કરે છે, તે લોકો અશાંત છે....બેચેન છે....ચિંતાગ્રસ્ત છે, કષાયપરવશ છે, પછી ભલેને તેઓ મંદિરોમાં જતા હોય. લાખો રૂપિયાનાં દાન આપતા હોય. ભલે માસ-બે માસના ઉપવાસ કરતા હોય યા વર્ષમાં તીર્થધામોની પ-૧૦ યાત્રાઓ કરતા હોય. જો તેમનું લક્ષ્ય ધન-દોલત અને વૈષયિક સુખ પામવાનું હોય તો તેઓ અશાંત જ રહેશે. તીર્થધામોમાં પણ તેમને શાન્તિ નહીં મળે. તેઓ શાન્તિ ઈચ્છતા જ નથી, તો પછી મળવાનો સવાલ જ ક્યાં રહે છે? હા, ફરિયાદ કરતા રહે છે, કે અમને શાંતિ ન મળી... અમે માળા ફેરવીએ છીએ, મંદિરમાં જઈને છીએ....તીર્થયાત્રાઓ કરીએ છીએ, પણ અમને શાન્તિ નથી મળી. શાન્તિ કેવી રીતે મળે? વૈષયિક સુખની ભરપૂર સ્પૃહા હૃદયમાં ભરીને એ સુખ પામવાના જ પ્રયાસો કરનારાઓને શાન્તિ નહીં મળે. કારણ કે વૈષયિક સુખોની સ્પૃહાની સાથે કષાયોની પ્રબળતા વધતી જાય છે. ક્રોધ, માન, માયા અને લોભની Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯) શ્રાવક જીવન પરિણતિ વધી જાય છે, અને આ કષાયો શાન્તિના શત્રુ છે. સૌથી પહેલાં તમારા આત્માને પૂછોઃ શાન્તિ જોઈએ છે? વિષય-કષાયોને સીમિત કરવા પડશે : મનની શાન્તિની ઉપેક્ષા કરનાર અને વિષય સુખોની તીવ્ર સ્પૃહા કરનારા લોકો મનથી "અપસેટ" હોય છે, કેટલાક તો વળી પાગલ થઈ જાય છે. લાખો રૂપિયા અને અનેક પ્રકારની સુવિધાઓ હોવા છતાં પણ તે લોકો વ્યથિત અને પીડિત હોય છે. શું તમારે એવી સ્થિતિનું નિમણિ કરવું છે? નહીં જ ને? તો વૈષયિક સુખોની તીવ્ર સ્પૃહનો ત્યાગ કરો. કષાયોથી બચતા રહો. કષાયોથી બચવાના ઉપાય આ જ છેઃ વૈષયિક સ્પૃહાનો ત્યાગ. એટલા માટે "ભોગોપભોગ વિરમણ વ્રત અને "અનર્થદંડ વિરમણ વ્રત” બતાવવામાં આવ્યાં છે. આ બે તૃત માણસની વૈષયિક ઇચ્છાઓને સીમિત કરે છે. વૈષયિક ઈચ્છાઓ સીમિત થતાં કષાયોની પ્રબળતા રહેતી નથી. એનાથી “સામાયિકમાં સારું છે. મન-વચન-કાયાને સામાયિકમાં સ્થિરતા અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સામાયિક શું છે? સામાયિક બે ઘડી દરરોજ કરવાનું વ્રત છે. શુદ્ધ અને શાન્ત સ્થળે ૪૮ મિનિટ બેસવાનું છે, શુદ્ધ વસ્ત્રો પહેરવાનાં છે. ઊનનું વસ્ત્ર જમીન ઉપર પાથરીને બેસવાનું છે, મુહપત્તિ રાખવાની છે. અને ચરવલો ય રાખવાનો છે પાસે. બોલવું પડે તો મુહપત્તિનો ઉપયોગ કરવાનો હોય છે. ચાલવું પડે તો ચરવલાનો ઉપયોગ કરવાનો હોય છે. બને તેટલું શરીર સ્થિર રાખવાનું છે, એટલે કે શરીરને ચંચળ અસ્થિર થવા દેવાનું નથી. એક આસને બેસવાનું છે. બગાસું પણ ન આવે એવી રીતે, ભીંતનો ટેકો લીધા વગર બેસવાનું છે. મૌન ધારણ કરીને બેસવાનું છે. બોલવાનું નથી. એટલે કે નિરર્થક, નિષ્પયોજન અને પાપયુક્ત વચન બોલવાનાં નથી. કદાચ બોલવું જ પડે તો પ્રિય, સત્ય અને સ્વ-પરહિતકારી વચનો જ બોલવાં જોઈએ. આ રીતે વચનયોગની નિર્મળતા સિદ્ધ કરવાની છે. કાયયોગ અને વચનયોગ ચંચળતારહિત અને પાપરહિત બનશે ત્યારે મનોયોગ નિર્મળ અને પવિત્ર બનશે. મનમાં એક પણ પાપાચાર ન આવી જાય એટલા માટે મનને મંત્ર જાપમાં અથવા સ્વાધ્યાયમાં જોડી દેવું જોઈએ. Page #203 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ૧૯૧ સભામાંથી :- જ્યારે મંત્ર જાપ કરવા લાગીએ છીએ ત્યારે પાપ વિચાર વધારે આવે છે ! ફાલતું વિચારો વધારે આવે છે. મહારાજશ્રી : કારણ કે મનને મંત્ર સાથે જોડવાની કળા તમે પ્રાપ્ત કરી નથી. મનને મંત્ર સાથે જોડીને જોજો ! મનમાં બીજો એક પણ વિચાર પ્રવેશી શકશે નહીં. મનને મંત્ર સાથે જોડીને તમે શરૂ કરો, જેમ કે તમે નવકાર મંત્રના જાપ કરવા ઈચ્છો છો, તો એ મહામંત્રના અક્ષરો સાથે મનને જોડો. બધા જ ૬૮ અક્ષરોને શ્વેત-white જોવા પ્રયત્ન કરો. મનને કહી દો કે "તારે બધા અક્ષરો સફેદ જ જોવાના છે.” અક્ષરોને જોતા જઈને જાપ કરવાનો છે. મનથી જોવાનું છે, આંખોથી નહીં. આંખો તો નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર કરવાની છે, અથવા બંધ રાખવાની છે. મન જોવાનું કામ ક૨શે તો બીજો વિચાર નહીં કરી શકે ! આ રીતે મનને કમળના પુષ્પ સાથે જોડી શકો છો. આઠ પાંખડીઓવાળું કમળ જોવાનું અને તેમાં શ્રી નવકારનાં નવ પદોને સ્થાપિત કરીને જાપ કરવાના. કમળ સુંદર પુષ્પ છે. મનને સુંદર વસ્તુ વધારે પસંદ આવે છે ને ! એને કમળની સાથે જોડી દો. મનને જો સુંદર દૃશ્ય જોવામાં મજા આવતી હોય તો એને તીર્થંકર ભગવાનના સમવ સરણમાં લઈ લો. તેને સમવસણ જોવા દો. સમવસરણની શોભા અદ્ભુત હોય છે. એનાથી પણ વધારે શોભા હોય છે તીર્થંકર પરમાત્માની. ત્યાં મનને પંચ પરમેષ્ઠીઓના ધ્યાનમાં જોડી દો. મનને જોડવું જ પડશે, નહીંતર એ શુભ ભાવોને તોડશે, અને આત્માને બગાડશે. સામાયિકમાં આ જ કામ કરવાનું છે - મન, વચન, કાયાના યોગોને શુભ કરવાનું. નિષ્પાપ બનવાનું. બે ઘડી માટે પણ આ ત્રણ, મન-વચન-કાયા નિષ્પાપ બની રહે તો પછી આગળ ઉપર વધારે સમય નિષ્પાપ બનીને રહી શકશે. સામાયિકમાં કાયા નિષ્પાપ રહે છે ઃ કેટલાક લોકો પ્રશ્ન કરે છે : “અમારું મન સામાયિકમાં પણ પાપી વિચારો કરે છે. કારણ કે મન ચંચળ છે. તો પછી સામાયિક કરવું નિરર્થક છે ને ? ન કરવું જ સારું છે.... એવું નથી. સામાયિકનો પ્રયોગ માત્ર મનોયોગને જ નિષ્પાપ કરવાનો નથી. વચનયોગ અને કાયયોગને પણ નિષ્પાપ ક૨વાનો છે. ભલે તમારું મન સ્થિર ન રહેતું હોય સામાયિકમાં, પણ શરીર તો બે ઘડી એક જગાએ સ્થિર રહે છે ને ? બે ઘડી શરીરથી તો પાપ નહીં થાય ને ? શું આ લાભ નાનો સૂનો છે ? બે ઘડી Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રાવક જીવન શરીરને પાપોથી મુક્ત રખાવનાર સામાયિક કરવા જેવું નથી? શરીરને પાપ મુક્ત રાખનાર ધર્મક્રિયાનું મહત્ત્વ ઓછું ન સમજે. ડગલે ડગલે પાપ કરનારું આ શરીર બે ઘડી નિષ્પાપ બનીને રહે છે એ ખૂબ મોટી વાત છે. એટલું જ નહીં, બે ઘડી સામાયિકમાં તમે મૌન તો બેસી શકો છો ને? મનનું મૌન ભલે નહીં, પણ વચનનું મૌન તો ધારણ કરી શકો છો ને ? ૪૮ મિનિટનું મૌન શું ઓછા મહત્ત્વનું છે? મૌનનું મહત્ત્વ ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પણ શારીરિક દ્રષ્ટિથી, આરોગ્યની દૃષ્ટિથી પણ ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. મૌનથી વચનશક્તિ વધે છે, વિચાર શક્તિ પણ વધે છે. તમારું મન ભલે ચંચળ છે, અને તમે વિચારોને રોકી નથી શકતા, પણ વાણીને તો રોકી શકો છો ને? વચનયોગને તો નિષ્પાપ બનાવી શકો છો ને? આ દ્રષ્ટિથી પણ તમારું સામાયિક સાર્થક થશે, અને જેમ જેમ શરીર અને વાણી નિષ્પાપ અને સ્થિર બનતાં જશે તેમ તેમ મન પણ નિષ્પાપ અને સ્થિર બનતું જશે. જો કે મનને સુધારવામાં સમય લાગશે...મંદગતિથી સુધરશે, પણ સુધરશે જરૂર. એટલા માટે "સામાયિક વ્રત” લેવું અતિ આવશ્યક છે. સામાયિક વ્રતની પ્રતિજ્ઞા : સામાયિક વ્રત તમે આ રીતે લઈ શકો છો? હું પ્રતિદિન એક યા એકથી વધારે સામાયિક કરીશ. અથવા હું મહિનામાં..આટલાં સામાયિક કરીશ. અથવા હું વર્ષમાં.....આટલાં સામાયિક કરીશ. બીમારી વગેરે અપરિહાર્ય કારણોથી ન કરું એટલો અપવાદ. વાસ્તવમાં જોવામાં આવે તો બીમારીમાં ખૂબ સારું સામાયિક થઈ શકે છે. જેટલો સમય સમતાભાવમાં રહી શકો – તેટલું સામાયિક થઈ જાય છે. એ ભાવ સામાયિક કહેવાય છે. ક્રિયારૂપ સામાયિક ન થઈ શકે તે સમયે બે ઘડી મનને રાગદ્વેષથી મુક્ત રાખીને ભાવ-સામાયિક કરી શકો છો. ભાવ - સામાયિક કરી શકો છો ? એક ભાઈ સારા વેપારી, શ્રીમંત છે. તેમણે મને જણાવ્યું કે તેઓ દરરોજ પૂના મુંબઈ અપડાઉન કરતા હતા. તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે ટ્રેઈનમાં હું કોઈની સાથે કોઈ વાત નહીં કરું, અને જે સીટ ઉપર બેઠો એ સીટ ઉપરથી, જ્યાં સુધી મુંબઈ ન આવે અને મુંબઈથી જતી વખતે પૂના ન આવે, ત્યાં સુધી ઊઠીશ નહીં. તેઓ Page #205 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ ૧૯૩ સીટ ઉપર બેસીને મનને સ્વાધ્યાયમાં જોડતા હતા. મનમાં રાદ્વેષ પ્રવેશવા દેતા ન હતા. રાગદ્વેષ રહિત મન શમયુક્ત બને છે અને તે જ સામાયિક બને છે. ત્રણ ચાર કલાક જવાના અને ત્રણ ચાર કલાક આવવાના સામાયિક રૂપ બનાવી દીધા તેમણે ! પરિણામ સ્વરૂપ આજે ૬૫ વર્ષની ઉંમરે તેમણે ઓફિસે જવાનું છોડી દીધું છે, ધંધામાં તેમને રિચ નથી. અને દ૨૨ોજ ઘરે પાંચ સામાયિક કરે છે. શેષ સમય પણ સમતાભાવમાં વ્યતીત કરવાનો પ્રયત્ન કરે છે. સંસારમાં કોઈને કોઈ સમસ્યા તો હોય જ, છતાં પણ તેઓ પોતાનો સમતાભાવ ટકાવી રાખે છે. દ્રવ્ય ક્રિયાત્મક સામાયિક કરવાનું લક્ષ્ય ભાવ-સામાયિક જ છે. ભાવ સામાયિકનું લક્ષ્ય ન હોય અને માત્ર દ્રવ્ય સામાયિક કરનારાઓ હોય, તેઓ પોતાના મનમાં શાન્તિ પામતા નથી અને બીજાંની સામે ખોટું ઉદાહરણ પ્રસ્તુત કરે છે; જેમ કે - સામાયિક પૂરું કરતાં જ લડે - ઝઘડે છે, - સામાયિક પૂર્ણ કરતાં જ અસત્ય બોલે છે. - સામાયિક પૂર્ણ થતાં જ કોઈને મારે છે. - સામાયિક પૂર્ણ કરતાં કરતાં સંસારની વાતો કરે છે. - સામાયિક કરતાં કરતાં ક્રોધ કરે છે. - સામાયિક કરતાં કરતાં નિદ્રા લે છે. - સામાયિકમાં પ્રમાદથી બેસે છે. આ પ્રકારે સામાયિકની ક્રિયા કરનારાઓને જોઈને બુદ્ધિશાળી અને ભણેલાગણેલા લોકો સામાયિકથી નફરત કરે છે, અને આવી ક્રિયા કરનારી વ્યક્તિ કદી પણ ભાવ-સામાયિક કરી શકતી નથી. કારણ કે ભાવ-સામાયિક તેનું લક્ષ્ય જ હોતું નથી ! ભાવ-સામાયિક "સમતાયોગ” માં પરિવર્તિત થઈ જાય છે ! અને સમતાયોગમાં સ્થિર બનતાં વીતરાગતા પ્રાપ્ત થવામાં વાર લાગતી નથી. સામાયિકમાંથી સમતાયોગ ઃ શાસ્ત્રોમાં એવાં અનેક દૃષ્ટાંતો આવે છે કે જેમણે ઘોર કષ્ટોમાં પણ સમતા Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રાવક જીવન રાખી....... રાગદ્વેષથી મનને મુક્ત રાખ્યું....અને વીતરાગ સર્વજ્ઞ બની ગયા. આવાં દૃષ્ટાંતોમાંનું એક છે આચાર્ય શ્રી ચંડરુદ્રના શિષ્યરત્નનું. નગરના બહારના ઉદ્યાનમાં આચાર્યશ્રી પોતાના શિષ્ય-પરિવાર સાથે બેઠા હતા. આચાર્ય તેમના શિષ્યોથી જુદા સ્થાનમાં રહ્યા હતા. તેમનો સ્વભાવ અતિ ઉગ્ર હતો. જો કે તે જ્ઞાની હતા. તપસ્વી હતા. પરંતુ તેઓ ક્રોધ ઉપર વિજય પામી શક્યા ન હતા. તેઓ પોતાના સ્વભાવને જાણતા હતા, તેથી તેઓ નિમિત્તોથી દૂર રહેવાનું જ પસંદ કરતા હતા. એક દિવસે કેટલાક યુવકો એ ઉદ્યાનમાં ફરવા ગયા. એમાંથી એક યુવક એ જ દિવસે લગ્ન કરીને આવ્યો હતો. યુવકો હતા....આચાર્ય ચંડરુદ્રની પાસે જઈને મશ્કરીના ભાવમાં બોલ્યા : "મહારાજ, આપને શિષ્ય જોઈએ છે ?” આચાર્ય મૌન રહ્યા, યુવાનોએ ફરીથી પૂછ્યું : "મહારાજ, જો શિષ્ય જોઈએ તો આ યુવાન તૈયાર છે.” એવું બોલીને લગ્ન કરીને આવેલા પેલા યુવકને આગળ કર્યો. આચાર્યે જવાબ ન આપ્યો. ત્રણ વાર ચૂપ રહ્યા છતાં યુવાનોએ આચાર્યને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું. આચાર્યનો પ્રચંડ ક્રોધ ધકધકતી આગની જેમ જાગી ઊઠ્યો અને તેમણે એ યુવકને પકડીને એના કેશનું લંચન કરી નાખ્યું અને સાધુવેશ પણ પહેરાવી દીધો ! બીજા યુવકો ગભરાઈ ગયા-કદાચ આપણને પણ પકડીને મુંડન કરી નાખે.....તેઓ ગભરાઈને ગામમાં ભાગી ગયા. જેને સાધુ બનાવી દેવામાં આવ્યો હતો તે યુવકે વિચાર્યું : "હવે જ્યારે હું સ્વયં સાધુ બની જ ગયો છું તો હવે મારે આ વેશ છોડવો નથી. પરંતુ અહીં રહેવાથી મારાં સ્વજનો અહીં આવશે અને મારા નિમિત્તે મારા આ ગુરુદેવને પરેશાન ક૨શે. એટલા માટે અહીંથી ચાલી નીકળવું જોઈએ.” સૂર્યાસ્ત થઈ ગયો હતો. પૃથ્વી ઉપર અંધકાર ઊતરી રહ્યો હતો. નવા શિષ્ય આચાર્ય ચંડરુદ્રને કહ્યું : “ગુરુદેવ, હવે આપણે અહીંથી ચાલી નીકળીએ તો સારું રહેશે, અન્યથા મારાં સ્વજનો આપને હેરાન કરશે.” આચાર્યે કહ્યું : "અંધારામાં કેવી રીતે ચાલી શકીશું ? મારી આંખો અંધારામાં માર્ગ જોઈ શકતી નથી.” શિષ્યે કહ્યું ઃ "ગુરુદેવ, હું આપને ઉપાડીને ચાલીશ, આપ મારા ખભા ઉપર બેસી જાઓ.” આચાર્ય ચંડરુદ્ર કૂદ્ધ તો હતા જ. બેસી ગયા શિષ્યના ખભા ઉપર. શિષ્ય તો ગુરુને ઉપાડીને ચાલી નીકળ્યો. અંધકારમાં જંગલની પગદંડી ઉ૫૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ભાગ - ૧ ચાલવું......અને ગુરુને ઉપાડીને ચાલવું સરળ તો હતું નહીં. કયાંક ખાડો હોય, ક્યાંક ટેકરો હોય...ખભે બેઠેલા આચાર્યને ધક્કા લાગવા માંડ્યા. તેમનો ક્રોધ વધી ગયો. શિષ્યને કઠોર શબ્દોમાં કહેવા લાગ્યા. શિષ્ય સમતાભાવ રાખે છે. કારણ કે તે સાધુ બન્યો હતો...... આજીવન સામાયિક વ્રત લીધું હતું.આચાર્ય તો તેના મૂંડિત શિર ઉપર લાકડી મારે છે... માથામાંથી લોહી વહે છે... આચાર્ય બરાડી ઊઠે છે: "સીધો ચાલતો નથી ! મને જમીન પર પટકી દઈશ કે શું?” નવા શિષ્યના મનમાં રજમાત્ર પણ રોષ ન થયો. હું સ્વયં સામે ચાલીને શિષ્ય બન્યો છું. તેમને પરેશાન કર્યા છેતેઓ તો શાન્તિથી બેસીને તેમનું કામ કરતા હતા. દોષ એમનો નથી. મારો છે. આ તો મારા પરમ ઉપકારી છે...આ હતા એમના સમતામૂલક વિચારો. આ હતું તેમનું ભાવ-સામાયિક ! હા, ચાલતાં ચાલતાં, ઊભા ઊભા, બેઠે બેઠે પણ ભાવ-સામાયિક થઈ શકે છે. શિષ્ય ચાલતાં ચાલતાં આત્મચિંતનમાં લીન બન્યો. સમતાયોગમાં સ્થિર બન્યો. અને વીતરાગ-સર્વજ્ઞ બની ગયો ! વીતરાગ-સર્વજ્ઞને તો અંધારામાં પણ દેખાય છે. તેણે ગુરુને ન કહ્યું કે મને કેવળજ્ઞાન થયું છે ! તે તો ચાલતો રહ્યો. હવે આ કેવળજ્ઞાની શિષ્ય ચાલતાં ચાલતાં અથડાતા કુટાતા નથી.....માર્ગ દેખાય છે.....સીધા ચાલે છે. હવે આચાર્યે કહ્યું: “હવે કેવો સીધો ચાલે છે! દેડાનો માર પડ્યો તો જ્ઞાન થયું....કહે તો કર્યું જ્ઞાન થયું તને હવે ?” "ગુરુદેવ, અપ્રતિપાતી જ્ઞાન કેવળજ્ઞાન) થયું છે મને. " "અપ્રતિપાતી જ્ઞાન? કયારે થયું ?" આચાર્ય છલંગ મારીને શિષ્યના ખભા ઉપરથી નીચે કૂદી પડ્યા અને શિષ્યના ચરણોમાં નમી પડ્યા. ખૂબ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પશ્ચાત્તાપ કરતાં કરતાં તે પણ સમતાયોગમાં સ્થિર થઈ ગયા. તેમને પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ સમગ્ર પ્રભાવ સામાયિકનો છે, ભાવ સામાયિકનો છે. સામાયિકોમાં અતિચારોથી બચવું : સામાયિકની ક્રિયા કરતાં કરતાં ભાવ-સામાયિકમાં પ્રવેશ થશે, પરંતુ સામાયિકની ક્રિયામાં અતિચાર લાગવા દેવા ન જોઈએ. એટલે કે સામાયિકની ક્રિયાને દોષ લાગવા દેવો ન જોઈએ. ગ્રંથકાર આચાર્યશ્રીએ પાંચ અતિચાર બતાવ્યા છે. “योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थापनानि । ૧ પહેલો અતિચાર છે, મનનું દુષ્પરિધાન-મનના પાપી વિચારો. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ૨. બીજો અતિચાર છે, વચનનું દુપ્રણિધાન-પાપ વચન. ૩. ત્રીજો અતિચાર છે, કાયાનું દુષ્પ્રણિધાન-કાયાની પાપ પ્રવૃત્તિ. ૪. ચોથો અતિચાર છે, પ્રબળ પ્રમાદ વગેરેને કારણે સામાયિક પ્રત્યે અનાદર. ૫. પાંચમો અતિચાર છે સ્મૃતિભ્રંશ. ન પહેલા ત્રણ અતિચાર ન લાગે એટલા માટે જાગૃતિ આવશ્યક છે. જો મનમાં પાપ-વિચાર આવી જાય તો તરત જ મિચ્છામિ દુક્કડં' કહી દેવું જોઈએ. પાપી વિચારોનું પ્રાયશ્ચિત્ત છે મિચ્છામિ દુક્કડં, એનાથી મનની શુદ્ધિ થઈ જાય છે. "ધર્મબિંદુ” ના ટીકાકાર આચાર્યશ્રીએ કહ્યું છેઃ મિથ્યાઽતેન મનોલુળિયાનમાત્ર શુદ્ધિશ્ય ॥ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ વાત. મનની શુદ્ધિનો સરળ અને સુંદર ઉપાય બતાવી દીધો છે. પરંતુ” મેં આ પાપી વિચાર કર્યો, ક૨વો જોઈતો ન હતો......"એટલી પ્રતીતિ તો થવી જોઈએ ને ? વિચારો પ્રત્યે જાગૃતિ વગર આ સંભવ નથી. "મનઃશુદ્ધિ" નો આગ્રહ હોવો જરૂરી છે. સાધુજીવનમાં પણ આ જ ઉપાય છે ઃ શ્રાવક જીવન સાધુ જીવનમાં સાધુ-સાધ્વીઓ માટે મનઃશુદ્ધિનો ઉપાય આ જ “મિચ્છામિ દુક્કડં' નું પ્રાયશ્ચિત્ત બતાવવામાં આવ્યું છે. સાધુ સાધ્વીઓને યાવજ્જીવનું સામાયિક હોય છે. જિંદગી છે મનુષ્યની; મનની ચંચળતા કોઈ કોઈ વાર સાધુ સાધ્વીઓને પણ સતાવે છે. જ્યારે પણ પાપી વિચારો આવી જાય, "મિચ્છામિ દુક્કડં” ના પાણીથી મનને ધોઈ નાખવું જોઈએ. એક વાત બરાબર સમજી લેવી કે અતિચારયુક્ત ધર્માનુષ્ઠાન નિરર્થક નથી. કોઈ બુદ્ધિમાન કહે છે, "ધર્મની ક્રિયા કરવી તો દોષ રહિત કરવી, દોષ લાગે તો ધર્મક્રિયા ન કરવી” આ ખોટી ધા૨ણા છે. જાણી જોઈને તો કોઈ દોષ લગાડતું નથી. અજાણતાં યા તો પ્રમાદવશ દોષ લાગે છે; પરંતુ નિરંતર અભ્યાસ કરવાથી એક દિવસે તે ક્રિયા અતિચાર વગર કરનારા બની જશો. અતિચાર લાગવાના ભયથી જો ક્રિયા છોડી દેવામાં આવે તો કદી પણ નિરતિચાર ક્રિયાનો અવસર નહીં આવે. : સભામાંથી કેટલાક લોકો ૧૦-૧૫ સાલથી સામાયિક કરે છે છતાં પણ તેમની સામાયિક ક્રિયા દોષયુક્ત જ હોય છે, અતિચાર લાગેલા જ રહે છે. ૧૦-૧૫ વર્ષનો અભ્યાસ શું ઓછો છે ? મહારાજશ્રી : હા, ઓછો છે. ૫-૧૦ યા ૧૫ વર્ષનો અભ્યાસ નહીં, ૧૫-૨૦ જન્મોનો અભ્યાસ થયા પછી નિરતિચાર ક્રિયા થશે !! એટલા માટે ટીકાકાર Page #209 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ આચાર્યશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે : " अभ्यासोऽपि प्रायः प्रभूत- जन्मानुगो भवति शुद्धः ।" "પ્રાય" શબ્દનો પ્રયોગ એટલા માટે ક૨વામાં આવ્યો છે કે કોઈ ઉદ્ધૃદ્ઘ અને અલ્પ કર્મવાળો મનુષ્ય એક જન્મમાં જ ધર્મીક્રયા દોષરહિત બનાવી શકે છે. એક બે વર્ષમાં જ નિરુચાર ધર્મક્રિયા કરનારો બની શકે છે ! પરંતુ આવા મનુષ્ય લાખોમાં એક બે જ હોય છે ! ૧૯૭ સ્મૃતિ ટકાવી રાખો : કોઈ કોઈ વાર ઉંમર વધતાં મનુષ્યની સ્મૃતિ ઓછી થઈ જાય છે. એને એક કલાક પહેલાંની વાત પણ યાદ નથી રહેતી. ” મેં આજે સામાયિક કર્યું કે નહીં ?" મારે ચારે સામાયિક કરવાનું છે એ ભૂલી જાય છે. એનાથી સામાયિક વ્રતનો ભંગ નથી થતો પણ દોષ લાગે છે. સ્મૃતિભંગ થવામાં જીવનો એટલો દોષ નથી, જ્યારે અનાદરે કરવામાં જીવનો જ દોષ હોય છે. સામાયિકનો અનાદર કરવાનો નથી : અનાદર થાય છે પ્રબળ પ્રમાદથી, પરંતુ આ સૌથી મોટો દોષ છે જેમ તેમ સામાયિક કરવું. ન વિધિનો આદર, ન હ્રદયમાં સામાયિક પ્રત્યે બહુમાન. અનાદરથી તે સામાયિક કદી કરતો જ નણી, કરે છે તો સમયનો ખ્યાલ નથી રાખતો. સામાયિક લીધું અને તરત જ પૂર્ણ કર્યું ! સભામાંથી ઃ એવું કરવાથી તો સામાયિકનો ભંગ જ થઈ જાય છે ને ? એને અતિચાર કેમ કહેવાય ? મહારાજશ્રી : એટલા માટે કે તે વ્રત પ્રત્યે સાપેક્ષ ભાવવાળો છે. જેવું તેવું પણ કરે તો છે ને ?” મારે વ્રત છે માટે મારે સામાયિક કરવું જોઈએ.” એવો વિચાર કરવાથી વ્રતનો ભંગ થતો નથી. છતાં પણ અનાદર કરવો મોટો દોષ છે. ધર્મક્રયા પ્રત્યે અનાદર કરવાથી પાપકર્મનો એવો બંધ પડે છે કે આવનારા જન્મોમાં ધર્મક્રયા કરવાનું બને જ નહીં. એટલે કે પુણ્યબંધ કરવાની અને કર્મોની નિર્જરા કરવાની ધર્મક્રિયાઓ જનમોજનમ મળતી નથી. સામાયિકથી કનિર્જરા ઃ સામાયિકની ક્રિયા જો ભાવપૂર્વક કરવામાં આવે તો એનાથી અનંત કર્મોની Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રાવક જીવન નિર્જરા થાય છે. એટલે કે પાપ કર્મોનો નાશ થાય છે. પરમાત્મપૂજા, ગુરુસેવા, સુપાત્રદાન, અનુકંપાદાન....વગેરે ધર્મક્રિયાઓથી પુણ્યબંધ વિશેષ રૂપે થાય છે, એટલા માટે પ્રતિદિન એક સામાયિક તો કરવું જ જોઈએ ! ખાસ કરીને જ્યારે આપણા ગામ-નગરમાં સાધુ પુરુષોનો સમાગમ ન થાય ત્યારે તો અવશ્ય સામાયિક કરવું જોઈએ. સમૂહમાં પણ સામાયિક કરી શકો છો. ૪૮ મિનિટ તો દુનિયાનો પ્રપંચ છોડવો જ જોઈએ. અને પોતાના આત્મા માટે કંઈક ક૨વું જોઈએ. ૪૮ મિનિટની નવરાશ કાઢવી જ જોઈએ, ભલે ને તમે મોટા ઉદ્યોગપતિ હો કે નોકરી કરનારા હો. તમે સામાયિક શરૂ કરો.....છ માસ સુધી નિરંતર કરતા રહો. પછી તમે તમારો અનુભવ મને બતાવો—પછી તમે સામાયિક વગર રહી નહીં શકો. તમને સામાયિકની લગની લાગી જશે. તમે અપૂર્વ શાન્તિનો અનુભવ કરશો. તમને સામાયિક વ્રતથી શાન્તિ-સમતા અને પ્રસન્નતા પ્રાપ્ત થાઓ અને તમે સમતાયોગી બનીને સર્વજ્ઞ-વીતરાગ બનો એ જ મંગલ કામના. આજ બસ, આટલું જ. Page #211 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : પરમ કૃપાનિધિ, મહાન મૃતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત "ધમબિંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થજીવનનો વિશેષ ધર્મ બતાવે છે. વિશેષ ધર્મ છે બાર વ્રતોનો. સમ્યગુદ્રષ્ટિ ગૃહસ્થ જો બાર વ્રતોનું યથાશક્તિ પાલન કરે તો તે આ વર્તમાન મનુષ્ય જીવનને તો ધન્ય બનાવે જ છે, પણ આગામી જન્મોને પણ ધન્ય બનાવે છે. અનંત અનંત પાપોથી તે બચી જાય છે. અને જે પાપો કરવો પડે છે અને એ પાપોથી જે કર્મબંધ પડે છે. તે અતિ અલ્પ હોય છે. કારણ કે વ્રતધારી ગૃહસ્થ રસપૂર્વક પાપ નહીં કરે. ર્દયમાં દુઃખ ધારણ કરતો તે પાપ કરશે કે જે અનિવાર્ય રૂપમાં સંસારમાં કરવું પડે છે. દેશાવકાશિક વ્રત શા માટે અને કેવી રીતે ? બીજું શિક્ષાવ્રત છે દેશાવકાશિક. દેશ એટલે અલ્પ અને અવકાશ એટલે નિવૃત્તિ. દિવસમાં અલ્પ સમયની નિવૃત્તિ લેવાનું આ વ્રત છે. આખો દિવસ નિવૃત્ત રહેવાનું નથી. સવારે અને સાંજે પ્રતિક્રમણ અને આઠ સામાયિક કરવાનો સમય જોઈએ. આટલી જ નિવૃત્તિ જોઈએ. આ અવકાશ પ્રાપ્ત કરવાનું પ્રયોજન છે અણુવ્રત ; અણુવ્રત અને શિક્ષાવ્રત જે લીધાં હોય તે વ્રતોનું પાયલોચન કરવું અને લીધેલાં વ્રતોને વિશેષ રૂપથી ગ્રહણ કરવા માટે વિચારવું. વ્રતપાલનની પોતાની શક્તિ અને મર્યાદિા વિચારીને પ્રતિવર્ષ વ્રતોમાં ફેરફાર-પરિવર્તન કરી શકાય છે, પણ જો વ્રતો એક વર્ષની મર્યાદાથી ગ્રહણ કરેલાં હોય તો. જો યાવજીવન માટે વ્રત લીધાં હોય તો વિશેષ રૂપથી પરિવર્તન કરવામાં આવે છે. પરંતુ ઓછાં કરવામાં આવતાં નથી. અને વધારે અપવાદો પણ નથી લઈ શકાતા. એટલે કે વ્રતોનું સંક્ષેપીકરણ કરવામાં આવે છે. કેટલાક પ્રાચીન આચાર્યોનો મત એવો છે કે આ દેશાવકાસિક દ્રત માત્ર દિશા પરિમાણવ્રત (છઠું) નો સંક્ષેપ કરવા માટે છે! તેમનો તર્ક એ છે કે આ દેશાવકાસિક વ્રતના અતિચાર, દિશાપરિમાણ વ્રતના અતિચાર જેવા જ છે. ઠીક છે, દિશા પરિમાણ વ્રતનું પાયલોચન કરીને એનો જે સંક્ષેપ કરવો છે તો કરી લેવો અને પછી બીજ વ્રતોનું પયલિોચન અને સંક્ષેપ કરવો. સમય આઠ સામાયિકનો છે. ખૂબ સારી રીતે વ્રતોનું પાયલોચન થઈ શકે છે. પોતાના સામર્થ્ય Page #212 -------------------------------------------------------------------------- ________________ 200 શ્રાવક જીવન અંગે પણ ચિંતન થઈ શકે છે. વ્રતોનું પલિોચન કેવી રીતે કરવું ? જેમ કે તમે "દિશાપરિમાણવ્રત” ગ્રહણ કર્યું છે. દરેક દિશામાં તમે 200-200 કિલોમીટર જવાની મર્યાદા રાખી છે. હવે તમે "દેશાવકાસિક” વ્રત લીધું છે. તમે વિચારશો કે હું ગત વર્ષે ભૂલથી, પ્રમાદથી યા જાણીજોઈને 200 કિલોમીટરથી વધારે દૂર ચાલ્યો તો નથી ગયો ને? જો ગયા હશો તો તમે વિચારશો કે "જ્યારે સદ્દગુરુનો સંયોગ મળશે ત્યારે આ ભૂલનું પ્રાયશ્ચિત્ત લઈ લઈશ અને હવે ફરીથી આવી ભૂલ નહીં કરું.” હવે વિચાર કરતાં ખ્યાલ આવે કે કોઈ પણ દિશામાં હું 100 કિલોમીટરથી વધારે દૂર ગયો નથી, અને ભવિષ્યમાં 100 કિલોમીટરથી વધારે દૂર જવાની જરૂર પણ પડવાની નથી, તો પછી 100 કિલોમીટરની જ મર્યાદા કેમ ન રાખી લઉં? આજ દિન સુધી 200 કિલોમીટરની મર્યાદા છે, હવે હું 100 કિલોમીટરની મર્યાદા બિાંધું છું. પરંતુ મારે માટે શક્યતા છે કે પૂર્વ દિશામાં 200 કિલોમીટર જવું પડે તેમ છે, તો પૂર્વ-દિશામાં 200 કિલોમીટરની મર્યાદા રાખી લઉં અને બાકીની બધી દિશાઓમાં 100-100 કિલોમીટરની મર્યાદા રાખી લઉં. પરંતુ સંભવ છે કે ઉર્ધ્વ (ઉપર) અને અધઃ (નીચે)ની દિશામાં એક એક કિલોમીટરથી વધારે જવું પડતું જ નથી ! ઉપર વિમાનમાં મુસાફરી કરવામાં વધારેમાં વધારે 2 કિલોમીટર જવું પડે, પરંતુ નીચે તો 50 પગથિયાંથી વધારે ઊતરવું પડતું નથી. એટલા માટે અધ કિલોમીટરની મર્યાદા ન કરી લઉં? કરી દેવી જ જોઈએ. હા, કોઈક વાર એવી બીમારી આવી જાય કે અમેરિકા જઈને ઓપરેશન કરાવવું પડે, તો અપવાદ રાખી શકું છું કે બીમારીને કારણે કોઈ પણ દિશામાં ગમે તેટલો દૂર જઈ શકીશ. આ રીતે તમે પ્રત્યેક વ્રતની બાબતમાં પાયલોચન કરી શકો છો. ગ્રહણ કરેલા વ્રતોનો પુનર્વિચાર કરવાનું જ આ વ્રત છે. આ વ્રતમાં પણ બીજાં વ્રતોની માફક અતિચાર કરવાની સંભાવના બતાવતાં ગ્રંથકાર આચાર્યશ્રીએ કહ્યું છે ? आनयन-प्रेष्यप्रयोग-शब्द-रुपानुपात-पुद्गलप्रक्षेपाः पंचातिचाराः / Page #213 -------------------------------------------------------------------------- ________________ 201 ભાગ - 1 આ રીતે પાંચ અતિચાર બતાવ્યા છે. 1. પહેલો અતિચાર છે, બહારથી વસ્તુ મંગાવવાની ચાલાકી કરવી. 2. બીજો અતિચાર છે, વસ્તુ મર્યાદાથી બહારના ક્ષેત્રમાં મોકલવી. 3. ત્રીજો અતિચાર છે, બહાર ઊભેલા માણસને બોલાવવા છીંક ખાવી, ખૂંખારો કરવો વગેરે. 4. ચોથો અતિચાર છે, બહાર ઊભેલા માણસને પોતાનું રૂપ બતાવવાની ચેષ્ટા કરવી. 5. પાંચમો અતિચાર છે, કાંકરી વગેરે ફેંકીને "હું અહીં આવ્યો છું” એવું સૂચવવાની ચેષ્ટા કરવી. સભામાંથી સ્વેચ્છાથી વ્રત લેનાર મનુષ્ય આવા અતિચાર, આવી ભૂલો શા માટે કરે છે ? હા, કોઈના આગ્રહથી, અનિચ્છાએ વ્રત લેવાનું છે તો આવી ભૂલો કરવી સંભવ છે. મહારાજશ્રી વ્રત ગ્રહણ કરતી વખતે મનુષ્યના ભાવ વિશુદ્ધ અને પ્રવર્ધમાન હોય છે. એ સમયે તે વિચારે છે કે "હું જેવી રીતે વ્રત લઉં છું એ રીતે પાલન કરીશ.” પરંતુ જીવાત્માના ભાવ એક સરખા નથી રહેતા. કોઈકવાર વધે છે, કોઈક વાર ઘટે છે. તો વળી કોઈક વાર ભાવ સ્થિર પણ રહે છે. આ મનનો સ્વભાવ છે. વ્રત લેતી વખતે ભાવ વધેલા હોય છે. વ્રત લીધા પછી ભાવ ઓસરી પણ જાય છે. જ્યારે ઓસરી જાય છે ત્યારે આ દોષ, આ અતિચારો લાગે છે. પતન પામતું મન અશુભ વિચારોને પ્રવાહિત કરે છે. વ્રત ગ્રહણ કર્યા પછી ભાવ ઓસરી જતાં વ્રત બંધનરૂપ લાગે છે. છતાં પણ જો ગૃહસ્થ પાપભીરુ હોય તો વ્રતભંગ કરવાનું નહીં વિચારે. વ્રતભંગ ન થાય એ વાતની સાવધાની રાખીને વ્રતોને માત્ર દોષ લાગે એવું કામ કરશે. "મારું વ્રત તૂટ્યું તો નથી ને? તૂટવું ન જોઈએ....” એવું વિચારે છે. આ પણ તેની "વ્રત સાપેક્ષતા” છે. જ્ઞાની પુરુષોએ "વ્રત સાપેક્ષતા” નું મૂલ્યાંકન વધારે કર્યું છે. વ્રતસાપેક્ષતા જોઈએ જ H વ્રત-સાપેક્ષતા એટલે કે વ્રતનો પક્ષપાત. વ્રતધારી મનુષ્યને વ્રતનો પક્ષપાત હોવો જ જોઈએ. કોઈવાર પાપકર્મોનો પ્રબળ આવે. આવતાં તે પાપ કરવાનું વિચારી લે છે, અને પાપ કરી પણ બેસે છે. પરંતુ તેના દયમાં વ્રતનો પક્ષપાત હશે તો તે ફરીથી વ્રતમાં સ્થિર થશે અને વ્રતભંગ કરવાનો યા દૂષિત કરવાનો Page #214 -------------------------------------------------------------------------- ________________ 202 શ્રાવક જીવન પશ્ચાત્તાપ કરશે, પ્રાયશ્ચિત્ત પણ કરી લેશે. વ્રત છોડવા છતાં પણ વ્રતનો પક્ષપાત ટકી રહેશે તો માણસ વ્રત અને વ્રતધારીઓનો પ્રશંસક બનશે. વ્રત અને વ્રતધારીઓની પ્રશંસા એ વ્રતપક્ષપાતની નિશાની છે. એટલા માટે કોઈવાર વ્રતભ્રષ્ટ વ્યક્તિ વ્રત અને વ્રતધારીઓની પ્રશંસા કરે તો તમે એને દંભ ન માનતા અને એનો ઉપહાસ ન કરતા. તેનું મૂલ્યાંકન કરવાનું હોય. આ મહાનુભાવ વતભ્રષ્ટ થયા છે. પરંતુ તેના દ્ધયમાં વ્રતનો પક્ષપાત છે, એટલે કોઈક વાર આ વ્યક્તિ ફરીથી વ્રતધારી બની શકે છે.” એવું વિચારવાથી વ્રત સાપેક્ષતાના ભાવનું મૂલ્યાંકન થાય છે. આ વાતને પુષ્ટ કરનારાં વૃષ્ટાંતો છે નંદિષેણ મુનિ, આષાઢભૂતિ મુનિ, અરણિક મુનિ વગેરે. અલબત્ત, મોહનીય કર્મના પ્રબળ ઉદયથી તેઓ વ્રતભ્રષ્ટ થયા હતા જરૂર, પરંતુ તેમના દ્ધયમાં વ્રતોનો પક્ષપાત જરૂર હતો. એટલા માટે જ્યારે તેમને ઉત્થાનનું નિમિત્ત મળ્યું તો તેઓ જાગૃત થઈ ગયા અને ફરી વ્રતધારી બની ગયા. - કોઈ કોઈ વાર એવાં વ્રતધારી શ્રાવક-શ્રાવિકા અમારી પાસે આવે છે. વ્રતોમાં જે દોષ આવે છે તે તેઓ કહે છે અને પ્રાયશ્ચિત્ત લઈ લે છે. વ્રતભંગ થઈ ગયો હોય તો તે પણ તેઓ કહે છે, પ્રાયશ્ચિત્ત લઈને તેઓ પોતાના આત્માને નિર્મળ બનાવે છે. વ્રતો પ્રત્યે પ્રેમ હોય છે, એટલા માટે વ્રતભંગ થતાં Æયમાં દુઃખ થાય છે અને પ્રાયશ્ચિત્ત કરવાની ભાવના હોય છે. સભામાંથી તો પછી વ્રતભંગ કેવી રીતે થાય છે? મહારાજશ્રી સત્ત્વ ઓછું થઈ જતાં! બેટરીમાં પાવર હોવા છતાં પણ પ્રકાશ નથી આવતો, એવું થાય છે ને ? પાવર છે, પરંતુ પાવરલેસ ! એ રીતે વ્રત છે, પરંતુ સત્ત્વ ઓછું થઈ જતાં યા નષ્ટ થઈ જતાં વ્રતભંગ થઈ જાય છે. નવા સેલ્સ નાખી દો બેટરીમાં....પછી પ્રકાશ જ પ્રકાશ. આમ સત્ત્વ જાગૃત થઈ જતાં ફરીથી વ્રતપાલન શરૂ થઈ જાય છે. વ્રતપાલન માટે સત્ત્વ જોઈએ : વ્રતપાલનમાં સત્ત્વ એ આધાર છે, એટલા માટે સત્ત્વ ટકાવી રાખવું જોઈએ. સત્ત્વ ટકાવી રાખવા માટે સત્ત્વશીલ પુરુષોનો સંપર્ક....પરિચય રાખવો જોઈએ. સત્ત્વશીલ, વ્રતધારી સ્ત્રીપુરુષોના પરિચયથી તમારી બેટરી "ચાર્જ" થતી રહેશે. પાવર નબળા નહીં પડી જાય. વ્રતપાલનમાં દ્રઢતા જળવાઈ રહેશે. વ્રતપાલનમાં ગમે તેવાં નિમિત્તો આવી પડે, છતાં તમે વ્રતમાં દ્રઢતા સાચવી રાખી શકશો. વ્રતને Page #215 -------------------------------------------------------------------------- ________________ ભાગ - 1 203 દૂષિત કરનારા અને વ્રતનો ભંગ કરનારાં નિમિત્તે આ દુનિયામાં સર્વત્ર મળશે, પણ સત્ત્વશીલ વ્રતધારી મનુષ્ય એ નિમિત્તોની સામે અડગ રહેશે. કહેવાયું છે કે : "प्राणान् त्यजति धर्मार्थ, न धर्म प्राणसंकटे" પોતાના વતની રક્ષા માટે પ્રાણોનો ત્યાગ કરશે, પરંતુ પ્રાણરક્ષા માટે ધર્મનો ત્યાગ વ્રતધારી નહીં કરે! આ વાત છે સત્ત્વશીલ સ્ત્રીપુરુષોની–સત્ત્વ ઓસરે છે, ભાવ ઓસરે છે, વ્રત દૂષિત થાય છે. નિસત્ત્વ જીવો કોઈવાર ભાવાવેશમાં આવીને પોતાની શક્તિ-સામર્થ્યનો વિચાર કર્યા વગર વ્રત ધારણ કરે છે.......નિ:સત્વ તો હોય જ છે. કોઈ એવું નિમિત્ત મળ્યું...વતને અતિચાર લાગે છે યા વ્રતભંગ કરી દે છે. જેમ કે - એક ભાઈએ કહ્યું મેં રાત્રિભોજન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ ત્રણ ચાર વાર રાત્રિભોજન કરી લીધું. કારણ કે રાતમાં અતિશય ભૂખ લાગી હતી....ઘેર પહોંચ્યો તો રાત પડી ગઈ હતી.....ખાધા વગર ચાલે તેમ ન હતું....વગેરે. બીજા એક ભાઈએ કહ્યું: મેં કંદમૂળ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી. લાંબી મુસાફરી હતી. રસ્તામાં બીજી શાકભાજી મળે તેમ ન હતું. એટલે મેં ત્રણ ચાર વખત બટાટા, ડુંગળી વગેરે ખાઈ લીધાં હતાં. એક બે વાર લગ્ન પ્રસંગે ભોજન સમારંભમાં ગયો હતો. મિત્રોના અતિ આગ્રહને લીધે કંદમૂળ ખાઈ લીધાં. એક ભાઈએ કહ્યું કે પૈસાની ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ એક વાર પૈસાની અત્યંત જરૂર પડતાં શેઠને પૂછડ્યા સિવાય તિજોરીમાંથી દશ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા! આ બધાં નિઃસત્ત્વવ્રતધારી મનુષ્યોનાં ઉદાહરણો છે. આ દેશાવકાસિક વ્રતના વિષયમાં એક વ્રતધારીએ આલોચના કરતાં કહ્યું હતું કે મેં ચાર દિશામાં પ૦૦ કિલોમીટરથી વધારે દૂર ન જવાની પ્રતિજ્ઞા કરી હતી, પરંતુ એક વાર મારે પૂર્વ દિશામાં 600 કિલોમીટર જવું પડ્યું, કારણ કે મારા મિત્રનાં લગ્ન હતાં. તેની જાનમાં જવું અનિવાર્ય હતું.........મને એ દોષનું પ્રાયશ્ચિત્ત આપો ! જુઓ, મિત્રની જાનમાં જવા માટે વ્રત તોડી નાખ્યું. આ નિસત્તતા છે, કાયરતા Page #216 -------------------------------------------------------------------------- ________________ 204 શ્રાવક જીવન છે. નિસત્ત્વ અને કાયર લોકો જ અતિચાર લગાવે છે. પહેલો અતિચાર : પહેલો અતિચાર મનુષ્યને કેવી રીતે લાગે છે તે બતાવું. માની લો કે તેણે ઉત્તર દિશામાં 50 કિલોમીટરથી વધારે દૂર ન જવાનો નિયમ કર્યો છે. હવે એક દિવસે એ ઉત્તર દિશામાં 60 કિલોમીટર દૂર સોનું, ચાંદી યા બીજી કોઈ વસ્તુ મળે છે. હવે જો એ મળે તો સારો અર્થલાભ થાય તેમ છે. તે વિચારે છે : “જો 60 કિલોમીટર જાઉં છું તો વ્રતભંગ થાય છે. નથી જતો તો અર્થલાભ થતો નથી, તો શું કરું? બીજા વિશ્વાસુ માણસને મોકલીને તે માલ મંગાવું, અથવા તો ચિઠ્ઠી લખીને મોકલું.....એનાથી વ્રતભંગ નહીં થાય અને માલ પણ મળી જશે.” એ રીતે વિચારીને જો તે માલ મંગાવે છે તો એને અતિચાર લાગે છે, વ્રત દૂષિત થાય છે. બીજો અતિચાર : જે રીતે વ્રતધારી મનુષ્ય પોતાની નિશ્ચિત મર્યાદાથી બહારની વસ્તુ મંગાવવાનો ઉપક્રમ કરે છે, તો તેને અતિચાર લાગે છે તે રીતે નિશ્ચિત મયદાથી બહાર વસ્તુ મોકલવાનો ઉપક્રમ કરે છે તો પણ અતિચાર લાગે છે. આ બંને અતિચાર લાગવાનું કારણ છે લોભ, લાલચ અને તીવ્ર સ્પૃહા. પરંતુ વ્રતભંગ નથી કરતો, રસ્તો શોધી કાઢે છે ! સભામાંથી કેવી રીતે અમે ટેક્સ ભરવામાં રસ્તો કાઢીએ છીએ એ રીતે ? મહારાજશ્રી એવું જ સમજી લો! તફાવત માત્ર એટલો જ છે કે તમારી ઉપર સરકારે ટેક્સ ઠોકી બેસાડ્યો હતો. અહીં વ્રતધારીએ સ્વેચ્છાથી વ્રત સ્વીકાર્યું છે. વ્રત ટેક્સની જેમ ઠોકી બેસાડ્યું હોય અને માણસ બચવા માટેના રસ્તા શોધે તો ઠીક છે, પરંતુ સ્વેચ્છાથી વ્રત લીધા પછી ભય અથવા લોભને કારણે વ્રતને અતિચાર લગાવે એ સારું નથી. ત્રીજો અતિચાર : વ્રતનો પ્રેમ હોય છે તો વ્રતને દૂષિત કરવાનું કામ કરવામાં આવતું નથી. મૂળભૂત વાત એ છે કે વ્રતનો પ્રેમ હોવો જોઈએ. જેમ જેમ વ્રતનો પ્રેમ વધશે તેમ તેમ વતપાલન સારી રીતે થશે. જેમ જેમ વ્રતનો પ્રેમ ઓછો થશે તેમ તેમ અતિચારોનું સેવન વધતું જશે. Page #217 -------------------------------------------------------------------------- ________________ 205 ભાગ - 1 ત્રીજો અતિચાર ત્યારે લાગે છે કે જ્યારે વ્રતધારીએ ઘરની બહાર યા ઘરના કંપાઉન્ડમાંથી બહાર ન જવાની પ્રતિજ્ઞા કરી હોય છે. તે પ્રતિજ્ઞા લઈને ઘરમાં બેઠો હોય અને બહાર કોઈ માણસ ઊભો છે તેની સાથે વાત કરવી હોય, ત્યારે તે ઘરની બહાર તો જઈ શકે તેમ નથી! તેને ઘરમાં બોલાવી પણ શકતો નથી કે "લલ્લુભાઈ. જરા ઘરમાં આવો તો, તમારી સાથે મારે વાત કરવી છે.” આ પ્રકારે બોલાવવાથી વ્રતભંગ થઈ જાય છે. એટલા માટે પેલા બહાર ઊભેલા માણસને બોલાવવા માટે છીંક ખાય છે, ખૂંખારો કરે છે કે જેથી બહાર ઊભેલો માણસ સમજી જાય કે "મને ઘરમાં બોલાવવામાં આવે છે !" આ પ્રકારની ચાલાકીથી અતિચાર લાગે છે. ચોથો અતિચાર : ચોથો અતિચાર પણ આ પ્રકારનો છે. બહાર ઊભેલા માણસને ઘરમાં બોલાવવા માટે (પોતે ઘરની બહાર જઈ શકતો નથી માટે) તે છીંક નથી ખાતો, તાળી નથી પાડતો, પરંતુ પોતે ઘરના બારણે જઈને ઊભો રહે છે, જેથી બહારનો માણસ એને જોઈ શકે અને સ્વયં ઘરમાં આવી જાય. આ પ્રકારની ચાલાકી કરવાથી અતિચાર લાગે છે. પાંચમો અતિચાર : પાંચમો અતિચાર પણ 3-4 અતિચાર જેવો જ છે. કપટ કાર્યમાં ફરક છે. પોતાની મર્યાદા બહારના માણસને બોલાવવાની પદ્ધતિ બદલાય છે. કાંકરી ફેંકીને તેનું ધ્યાન દોરવામાં આવે છે. અથવા બીજી કોઈ વસ્તુ ફેંકીને પેલી વ્યક્તિને પોતાની પાસે બોલાવવામાં આવે છે. હું મારી માઈલની યા કિલોમીટરની મયદાની બહાર જઈ શકતો નથી, જવાથી વ્રતભંગ થાય છે. મારે વ્રતભંગ નથી કરવો અને કાર્ય કરવું છે. એટલે બીજો ઉપાય શોધીને કાર્ય કરું !" સભામાંથી એવું કરવાથી ભાવથી તો વ્રતભંગ થઈ જ જાય છે ને ? મહારાજશ્રી હા, થઈ જાય છે. વ્યવહારથી ભંગ નથી થતો, અતિચાર લાગી જાય છે. જે માણસ વ્યવહારથી પણ વ્રતભંગ નથી કરતો તે એક દિવસે ભાવથી વિતપાલન કરવા માટે સમર્થ બની શકે છે. અમારો વ્રતભંગ ન થવો જોઈએ આ છે વ્રતસાપેક્ષતા. જો વ્રતસાપેક્ષતા નથી રહેતી તો વ્રતભંગ થઈ જાય છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ 206 શ્રાવક જીવન વ્રતપાલનમાં નિવૃત્તિનું લક્ષ્ય જોઈએ: સાચી વાત એ છે કે વ્રત ગ્રહણ કરતી વખતે મનુષ્યનું લક્ષ્ય નિવૃત્તિનું હોવું જોઈએ. પ્રેમ પ્રવૃત્તિ માટે હોય છે અને વ્રત નિવૃત્તિનું લે છે, એથી આ પ્રકારના અતિચાર લાગે છે. એટલે તો ગ્રંથકાર આચાર્યદિને શરૂઆતમાં જ કહ્યું છે કે જે કોઈ વ્રત લો તે સમજી વિચારીને લો. પોતાના સામર્થ્યનો વિચાર કરીને લો. ભાવાવેશમાં આવી. જઈને વ્રત ન લેવું જોઈએ. _"મારે મારી સાંસારિક પ્રવૃત્તિઓ સીમિત કરવી છે. હવે મારે નિવૃત્તિ તરફ અગ્રેસર થવું છે.” એવો નિર્ણય આત્મસાક્ષીએ કરવો જોઈએ. ત્યારે જ વ્રતપાલનમાં વૃઢતા આવે છે. અન્યથા પ્રવૃત્તિઓનું આકર્ષણ વ્રતોમાં દૂષણ લગાડે છે. આજે અહીં બતાવેલા પાંચ અતિચારો પ્રવૃત્તિના આકર્ષણને કારણે જ લાગે છે. એ સ્પષ્ટ વાત છે. માત્ર સાપેક્ષતાના ભાવને લીધે જ બચી જાય છે. મનુષ્ય અન્યથા વ્રતભંગ જ થઈ જાય ! આચારમાર્ગની અનિવાર્યતાઃ રાવણની એક વાત H સભામાંથી વ્રતપાલન આચાર માર્ગ છે, આચાર માર્ગનું આટલું વધારે મહત્ત્વ શા માટે ? મહારાજશ્રી કોઈપણ ધર્મની આધારશીલા આચારમાર્ગ છે. ભારતના જે જે ઘમએ આચારમાર્ગને ગૌણ કરી દીધો, મહત્ત્વ ઓછું કર્યું તે ધમ લુપ્તપ્રાય થઈ ગયા. જેમ કે જે મનુષ્યોએ શુભ-શ્રેષ્ઠ આચારમાર્ગને જીવનમાં સ્થાન ન આપ્યું તે મનુષ્યો પાપોના ખાડામાં પડ્યા. તેમનું પતન થઈ ગયું. એટલા માટે વિશિષ્ટ જ્ઞાની પુરુષોએ સુંદર આચાર માર્ગ પ્રતિપાદિત કર્યો છે. શુભ-પ્રશસ્ત આચારોનું પાલન કરવાથી મનુષ્ય અનેક અનર્થોથી, પાપોથી, દુરાચારોથી બચી જાય છે. મનુષ્યની પાસે ગમે તેટલી કળાઓ હોય, ગમે તેટલું બળ હોય ધન હોય કે વૈભવ હોય, પરંતુ જો સમ્યમ્ આચાર ન હોય તો સર્વ વ્યર્થ છે. રાવણના સમયની એક વાત છે, આ પુરાણકથા છે. રાવણની રાજસભામાં એક મહર્ષિ પધાર્યા. રાવણ સાધુ, મુનિ, મહર્ષિઓને સન્માન આપનારો હતો. જ્યારે મહર્ષિ રાજસભામાં પધાર્યા તો રાવણે તેમનું સન્માન કર્યું. રાવણે પોતાના રાજ્યમાં વિવિધ પ્રયોગશાળાઓ સ્થાપિત કરી હતી. ' તેણે તે તમામ પ્રયોગશાળાઓ મહર્ષિને બતાવી. વિજ્ઞાનશાળા, ચિકિત્સાશાળા, Page #219 -------------------------------------------------------------------------- ________________ ભાગ - 1 207 શસ્ત્રશાળા, નૃત્યશાળા, સંગીતશાળા, વ્યાયામ શાળા.....વગેરે શાળાઓ મહર્ષિને બતાવી દીધી. મહર્ષિએ બધી શાળાઓ જોઈને ખૂબ પ્રશંસા કરી. જતી વખતે તેમણે રાવણને કહ્યું: "હે લંકેશ, મને લાગે છે કે આ તમામ પ્રયોગશાળાઓ શીઘ જ નષ્ટ થઈ જશે.” રાવણ ચમકયો, તેણે કહ્યું: “ભગવંત, એવું કેમ?" મહર્ષિએ જવાબ આપ્યો: "રાજ! તેંઆ બધી શાળાઓની આધારભૂત શાળા બનાવી નથી.” રાવણે પૂછ્યું: ભગવંત, આધારભૂત શાળા કઈ છે ?" મહર્ષિએ કહ્યું "સદાચાર શાળા !" આટલું કહીને મહર્ષિ તો ચાલ્યા ગયા, રાવણ ગંભીર વિચારણામાં ડૂબી ગયો. વર્તમાનની દયનીય સ્થિતિ : આજ પણ દેશ અને દુનિયામાં આ જ સ્થિતિ નજરે પડે છે. કેટલા પ્રકારની શાળાઓ ખૂલી છે ! પ્રયોગશાળા, નૃત્યશાળા, રસાયણશાસ્ત્રની શાળા, ચિકિત્સા શાળા, વિદ્યાશાળા, મહાવિદ્યાલય, સંગીતશાળા.......કેટલા કેટલા પ્રકારની ક્લબો ખૂલી છે? આ બધું હોવા છતાં પણ મનુષ્ય દુઃખી, અશાન્ત અને ત્રસ્ત છે. કારણ કે સદાચાર શાળા નથી ! અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની શિક્ષા આપનારી શાળાઓ ક્યાં છે? આવી શાળાઓ ન હોવાને કારણે જ આજ ઘોર હિંસા,પશુઓની અને મનુષ્યોની થઈ રહી છે. ડગલે ડગલે માણસ અસત્ય બોલે છે. ચોરી, અનીતિ. બેઈમાની બેહદ વધી રહી છે. “બ્રહ્મચર્ય” શબ્દ તો આજની યુવાન પેઢી ભૂલી જ ગઈ છે. દુરાચાર-વ્યભિચાર વ્યાપક બની ગયા છે. અપરિગ્રહ પ્રત્યે લોકોની શ્રદ્ધા નષ્ટ થઈ ગઈ છે. લોભ અને પરિગ્રહના નાગપાશમાં મનુષ્ય બંધાઈ ગયો છે. પરમાર્થ અને પરોપકારનું શિક્ષણ આપનારી શાળાઓ ક્યાં છે? વિનય અને મયદાઓની શિક્ષા ક્યાં મળે છે? ભક્ષ્ય અને અભક્ષ્ય પેય અને અપેયનો બોધ કરાવનારી શાળાઓ કયાં છે? ઈડા, માછલી અને માંસાહારનો પ્રચાર-પ્રૂસાર કેટલો વધી રહ્યો છે? શરાબ પીનારાઓની સંખ્યા કેટલી વધી ગઈ છે? પાણીની જેમ લોકો શરાબ પીએ છે. આનાથી મનુષ્ય વિનાશ તરફ ધકેલાઈ રહ્યો છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ 208 શ્રાવક જીવન વ્રતનિયમોની આજ અનિવાર્યતા છે : આવી સ્થિતિમાં વ્રત અને નિયમ કેટલા આવશ્યક છે એ વાત તમે લોકો સમજી શકો છો. અહીં બેઠેલા કેટલાક મહાનુભાવો એ માટે પરેશાન છે, કારણ કે ઘરમાં શરાબની બાટલીઓ આવી ગઈ છે ! એમના ઘરોમાં ઈંડાં આવવા લાગ્યાં છે ! તેઓ રોકી શકતા નથી. પરેશાન છે ! પરંતુ તે લોકો પોતાની ભૂલ કબૂલ કરશે કે તેમણે સંતાનોને બાળપણથી વ્રત - નિયમોનો મહિમા બતાવ્યો નથી. બચપણથી સદાચારોનું શિક્ષણ આપ્યું નથી. બચપણથી સંતાનોના મનમાં પાપોનો ભય ભય નથી..આ વાતો લોકો કબૂલ કરશે? ઉપસંહાર : હજુ પણ તમે લોકો જાગૃત થઈને વ્રતનિયમોનો મહિમા સમજો. સદાચારનો મહિમા સમજો. તમારા અને તમારા પરિવારના લોકોના જીવનમાં વ્રતપાલન હોય એવું વાતાવરણ ઉત્પન્ન કરો. વાતાવરણ બગડતું જાય છે, છતાં પણ તમે રોકી શકો છો. નિરાશ થવાની જરૂર નથી. ઉપાય અને ઉપચાર શોધતા રહો. જરૂર આવા ઉપાયો મળી રહેશે. "દેશાવકાસિક વ્રત” એ લોકો માટે છે કે જેમણે બાર વ્રતો અંગીકાર કર્યો છે, અને જેમની મનોવૃત્તિ નિવૃત્તિ પ્રત્યે આકર્ષિત થઈ ગઈ છે ! વ્રતપાલન વિશેષ દ્રઢતાથી કરવાના મનોરથ જેમના મનમાં પેદા થયા હોય. આવા લોકો એ વ્રતને દોષ લગાડ્યા વગર સારી રીતે તેનું પાલન કરી શકે છે. નિવૃત્તિનું લક્ષ્ય બનાવીને, વ્રતગ્રહણ કરીને, તેને સારી રીતે પાળીને આત્મકલ્યાણના પથ ઉપર અગ્રેસર થાઓ એ જ મંગળ કામના. . આજ બસ, આટલું જ. Page #221 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : 21) - પરમ કપાનિધિ, મહાન મૃતધર આચાર્ય શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી સ્વરચિત "ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો વિશેષ ધર્મ પ્રતિપાદિત કરે - છે. વિરોધનો વતનાય છે. તમને કર મજાનો. આજે અગિયારમું -- વ્રત સમજવાનું છે. મેં કાલે તમને લોકોને કહ્યું હતું તેમાં તમામ વાતો નિવૃત્તિ માર્ગની છે. સંસારની પ્રવૃત્તિથી મુક્ત થવાની ભાવના હોય, અને મોક્ષમાર્ગની સત્યપ્રવૃત્તિઓ કે જે નિવૃત્તિમય છે; એમાં અભિરુચિ હોય ત્યારે આ વ્રતો ગ્રહણ કરવાનાં હોય છે, અને સુચારુ રૂપથી પાળવાનાં હોય છે. પૌષધ વ્રત આજે મારે જે વ્રતની વાત કરવાની છે એ પૌષધવ્રત તો એક પ્રકારની સાધુતા જ છે ! પૌષધદ્રત કરનાર મનુષ્ય 24 કલાક માટે યા તો 12 કલાક માટે શ્રમણસાધુ બની જાય છે. સાધુ જેવી જ તમામ દિનચર્યા હોય છે પૌષધવ્રતમાં ! જો મનુષ્ય મહિનામાં બે-ચાર પૌષધ કરતો રહે, તો અનેક ચિંતાઓમાંથી, સંતાપોમાંથી, અને બીજી ઉપાધિઓભરી જિંદગીમાં કંઈક "રીલેક્સ” છુટકારો પામી શકે છે-રાહત મેળવી શકે છે. અને "આ મનુષ્ય જીવન સાધુતા માટે જ છે” એ આદર્શ સ્મૃતિમાં ટકી રહે છે. જ્ઞાની પુરુષોએ એ દ્રષ્ટિથી કહ્યું છે કે ચતુર્દશીના, અષ્ટમીના, પંચમીના દિવસે પૌષધ કરો. પર્વતિથિઓ નિવૃત્તિમય જીવન જીવવા માટે છે. પાપમય, અશાંતિમય, ફલેષમય જીવન પર્વતિથિઓમાં જીવવાનું નથી. ઘર અને દુકાનથી દૂર રહેવાનો અભ્યાસ કરવો આવશ્યક છે. પૌષધ જ એ અભ્યાસ છે. નિરંતર ઘર અને દુકાન સાથે રહેનારા લોકો અશાન્ત અને સંતપ્ત રહે જ છે, તમને લોકોને તો અનુભવ હશે. સભામાંથી એવું જ છે. મહારાજશ્રી તો પછી પૌષધવ્રતની ઉપેક્ષા શા માટે? “પૌષધ એક પ્રકારની શાન્તિ પામવાની, સ્વસ્થતા પામવાની શ્રેષ્ઠ વ્યવસ્થા છે. સંસારના તમામ વ્યવસાયોથી મુક્તિ ! આ મુક્તિ 24 કલાકની યા 12 કલાકની લઈ શકો છો, મુક્તિ ઈચ્છો તો મળી શકે છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ 210 શ્રાવક જીવન પૌષધવ્રતમાં પાળવાની ચાર વાતોઃ પૌષધવ્રતમાં ચાર વાતોનું પાલન કરવાનું હોય છે. પહેલી વાત છે તપશ્ચયની. ઉપવાસ સાથે પૌષધ કરો તો શ્રેષ્ઠ છે. પરંતુ ઉપવાસ ન કરી શકો તો આયંબિલ કરી શકો છો, અથવા એકાસણું કરી શકો છો. આયંબિલ યા એકાસણું કરવા માટે પોતાને ઘેર જઈ શકો છો, બીજાંને ઘેર પણ જઈ શકો છો. સવાર સાંજે પ્રતિક્રમણ તો કરવાનું જ છે. પ્રતિક્રમણનો સમાવેશ ચાર વાતોમાં નથી. બીજી વાત છે સ્નાનની. જો તમારે સવારે પૌષધ લેવું હોય તો તમારે સ્નાન કરવું જોઈએ નહીં, અને સ્નાન ન કરવાનું હોય તો પરમાત્માની દ્રવ્યપૂજા પણ કરવાની નથી. હા, જો તમારું ગૃહ-મંદિર હોય, અને તમારા સિવાય બીજું કોઈ પૂજા કરનારું ન હોય તો તમે અલ્પજળથી સ્નાન કરીને, પૂજા કરીને પછી પૌષધ લઈ શકો છો. તાત્પર્ય એ છે કે પૌષધ વ્રતમાં શરીરની શોભા, શરીર-શૃંગાર કરવાનો નથી. ત્રીજી વાત છે બ્રહ્મચર્ય પાલનની. પૌષધવ્રતમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. પરંતુ તેની પહેલાં 12 કલાકનું બ્રહ્મચર્ય પાલન હોવું જોઈએ. જેમ કે દિવસના 12 કલાકનું પૌષધ કર્યું હોય તો સાંજે પ્રતિક્રમણ કરીને પૌષધવ્રત પૂર્ણ કરીને ઘેર જાઓ તો એ રાત્રે પણ બ્રહ્મચર્ય પાલન કરવું જોઈએ. એટલે કે બે રાત અને એક દિવસ બ્રહ્મચર્યનું પાલન હોવું જોઈએ. જેથી તમે પૌષધવ્રતમાં સારી રીતે આત્મ ચિંતન કરી શકો છો. ચોથી વાત છે વ્યાપારની. પૌષધવ્રતમાં તમારે ઘર, દુકાનની કોઈ પ્રવૃત્તિ કરવાની નથી. ઘર અને દુકાનની કોઈ વાત પણ કરવાની નથી. એવા વિચારો પણ કરવાના નથી, પૈસાની લેણદેણ કરવાની નથી, પૈસાને અડકવાનું પણ નથી. સભામાંથી મહિલાઓ તો પૌષધવ્રતમાં પૈસા પોતાની પાસે રાખે છે. મહારાજશ્રી : પૈસા ન રાખવો જોઈએ! માનો કે કોઈ ધર્મ કાર્યમાં પૈસા આપવાના છે તો પૌષધવ્રતમાં ન આપવા જોઇએ. પૌષધની પહેલાં યા તો પછી આપવા જોઈએ. સભામાંથી મહિલાઓ સંવત્સરી પ્રતિક્રમણમાં કેટલાંક સૂત્રો બોલે છે, એ સમયે પૈસા રાખવા પડે છે. ઉપાશ્રય, ધર્મશાળાનો "ટેક્સ” પણ એ દિવસે આપવો પડે છે. એટલા માટે મહિલાઓને પૌષધવ્રતમાં પણ પૈસા પોતાની પાસે રાખવા Page #223 -------------------------------------------------------------------------- ________________ ભાગ - 1 211 પડે છે. મહારાજશ્રી આવી પ્રથા ખોટી છે. બંધ કરી દેવી જોઈએ એવી પ્રથાઓ. પૈસા લેવા હોય તો લો પરંતુ પૌષધદ્રત દૂષિત થાય એવી રીતે ન લેવા જોઈએ. પૌષધવત આ ચાર વાતોથી જ મહત્ત્વપૂર્ણ છે. ચાર મહાન આદર્શો * આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવવા માટે ઉપવાસ છે * દેહાસક્તિ તોડવા માટે શરીર શૃંગાર વર્ષ છે. * મૈથુન સંજ્ઞા ઉપર વિજય પામવા માટે બ્રહ્મચર્યપાલન છે. 0 પરિગ્રહસંજ્ઞા પર વિજય પામવા અ-વ્યાપાર છે. સર્વ સાવદ્ય (પાપ) ના ત્યાગરૂપ તો છે જ આ પૌષધદ્રત, પરંતુ આ ચાર વાતો ઉપર વિશેષ લક્ષ્ય આપવું અતિ આવશ્યક છે. આહારસંજ્ઞાથી જે અનર્થ પેદા થાય છે, તે અનથોને તમે જાણો તો ઉપવાસનું મહત્ત્વ સમજી શકશો. આહાર એટલે કે ખાવાપીવાની મનોવૃત્તિ. ભૂખ લાગે છે અને ખાવાની ઈચ્છા થાય છે એ આહાર સંજ્ઞા નથી. પણ ભૂખ ન હોય ત્યારે પણ ખાવાના જ વિચારો મનમાં આવે તે આહાર સંજ્ઞા છે. સભામાંથી ઉપવાસ કરીએ છીએ તો ખાવાના વિચારો વધારે આવે છે. એટલે ઉપવાસનાં પારણામાં ભાન રહેતું નથી ! મહારાજશ્રી: જો તમે "મારે આહારસંજ્ઞા ઉપર વિજય મેળવવો છે.” એ દ્રષ્ટિથી ઉપવાસ કરશો તો ઉપવાસના દિવસે ખાવાનો વિચાર નહીં આવે, પરંતુ અમારે અણાહારી બનવા માટે શું કરવું જોઈએ ”એ વિચારો આવશે. પૌષધવ્રતની સાથે ઉપવાસ થતાં ચિંતન, મનન કરવાનો અવકાશ મળે છે. આહારસંજ્ઞાને નિર્મૂળ કરવાના ઉપાયો વિચારી શકાય છે. બીજી વાત છે દેહાસક્તિ તોડવાની. દેહની, શરીરની આસક્તિ તોડવા માટે પહેલો ઉપાય છે - દેહને સજાવવો નહીં, દેહના રૂપને જોવું નહીં, દેહની વધારે તુષ્ટિપુષ્ટિ કરવી નહીં, પરંતુ પ્રતિદિન સંસાર વ્યવહારમાં આ વાત સંભવિત નથી. એટલા માટે પૌષધદ્રત”માં શરીર શૃંગાર ન કરવાનું કહેવામાં આવ્યું છે. મહિનામાં આવાં બે ચાર પૌષધ કરી લેવામાં આવે અને એમાં "શરીર અને આત્મા” ના ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે તો દેહાસક્તિ તૂટી શકે છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ 212 શ્રાવક જીવન હું આત્મા છું. શરીર નથી” એ વાત મનમાં ઊંડી ઊતરી જવી જોઈએ. આ વાત હૃદયમાં ઊતય સિવાય જ્ઞાનવૃષ્ટિ જ ખૂલતી નથી. આ વાત સમજ્યા પછી આત્મપ્રીતિ વધવી જોઈએ. અને દેહાસક્તિ તૂટવી જોઈએ. પૌષધવ્રતમાં આ કામ સરળતાથી થઈ શકે છે. સભામાંથી : આજકાલ તો અમે જોઈએ છીએ કે પૌષધિવ્રત કરનારા ક્રિયાકાંડના અભાવમાં ઘેરી નિદ્રા લે છે, અથવા તો ગપ્પાં મારે છે ! મહારાજશ્રી એનું કારણ છે અજ્ઞાન! જ્ઞાન વગરની ક્રિયા! ક્રિયા કરે છે પરંતુ એ લોકોને જ્ઞાન હોતું નથી. આથી તેઓ ક્રિયાજડ બની ગયા હોય છે. ક્રિયા પણ પ્રાયઃ વિધિપૂર્વક કરતા નથી ! છતાં પણ ક્રિયા કરવાનું અભિમાન કેટલું હોય છે? આવા લોકોનું અનુકરણ ન કરવું. એવા લોકોનું અનુકરણ કરવાથી તમે લોકો પણ એવા ક્રિયાજડ બની જશો. જ્ઞાનની સાથે ક્રિયાને જોડો. તમે જ્યારે પૌષધદ્રત કરી ત્યારે પ્રમાદ ન કરો. વિકથાઓ ન કરો. રાગદ્વેષની વૃદ્ધિ થાય એવું કશું ય ન કરો: આવશ્યક ક્રિયા કલાપો સિવાય કશું કરવાનું નથી. સિવાય કે જાપ-ધ્યાન, સ્વાધ્યાય, દેહાસક્તિ તોડવા માટે માનસિક પુરુષાર્થ કરવાનો છે. અનાસક્ત મહાત્મા રાજા ગુણસેન : એવો પુરુષાર્થ કરવાનો છે કે શરીર ઉપર કષ્ટ પડવા છતાં પણ "આ કષ્ટ મારા ઉપર નહીં, પરંતુ મારા શરીર ઉપર વરસી રહ્યાં છે, હું તો વિશુદ્ધ આત્મા છું" એવું ચિંતન ચાલતું રહે અને મન સમાધિમાં રહે. "સમરાદિત્ય કેવલી ચરિત્ર”માં સમરાદિત્યનો પહેલો ભવ રાજા ગુણસેનનો બતાવવામાં આવ્યો છે. રાજા ગુણસેન આચાર્ય વિજયસેન પાસેથી ધર્મ પામે છે. આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન એમને થાય છે. રાજા ગુણસેન પ્રત્યે તીવ્ર દ્વેષભાવ રાખનારો અગ્નિશમ મરીને વિદ્યુકુમાર દેવોમાં દેવ થાય છે. દેવ થયા પછી તે વિચાર કરે છે. "મેં પૂર્વજન્મમાં એવું કયું કર્મ કર્યું હશે કે જેનાથી મને આ દિવ્યા વિભૂતિ પ્રાપ્ત થઈ?” તેણે પોતાનો પૂર્વજન્મ જોયો અને તેના મનમાં રાજા ગુણસેન પ્રત્યેનો દ્વેષ ઉભરાઈ આવ્યો. જે સમયે દેવે ગુણસેનને જોયા ત્યારે ગુણસેન મહેલના એક વિશુદ્ધ ખંડમાં "કાર્યોત્સર્ગ ધ્યાન માં સ્થિર ચિત્તે ઊભા હતા. રાત્રિનો સમય હતો, દેવે એ મહાત્મા ગુણસેન ઉપર ગરમ-ગરમ ધૂળની વર્ષા કરી: ક્રોધથી દેવનું મન મૂઢ બની ગયું હતું. Page #225 -------------------------------------------------------------------------- ________________ ભાગ - 1 213 નરકની આગ જેવી એ ધૂળ હતી. આવી ધૂળવૃષ્ટિથી રાજા ગુણસેનનું શરીર બળવા લાગ્યું, છતાં તેઓ અનાકુલ રહ્યા. તેમનામાં મહાન સત્ત્વ હતું. કારણ કે જિનપ્રણિત ધર્મથી તેમનું મન ભાવિત હતું. ધર્મ પામવો, ધર્મક્રિયા કરવી.....એક વાત છે, અને ધર્મથી મનને ભાવિત કરવું એ બીજી વાત છે. ભેદજ્ઞાનથી મન ભાવિત થાય છે ત્યારે કચ્છના સમયે, દુઃખના સમયે સમતા-સમાધિ રહી શકે છે. સાંભળો, મહાત્મા ગુણસેનનું ચિંતન. જ્યારે તેમના ઉપર આગ વરસતી હતી, ત્યારે તે વિચારે છે : सारीर-माणसेहिं दुक्खेहि अभिदुयम्मि संसारे / सुलहमिणं जं दुक्खं दुलहा सद्धम्मपडिवत्ती // धन्नोऽहं जेण मए अणोरपारम्मि भवसमुद्दम्मि / भव सयसहस्स दुलह लद्धं सद्धम्मरयणमिणं // एयस्स पभावेण पालिज्जन्तस्स सइ पयत्तेण / जम्मन्तरम्मि जीवा पावन्ति न दुकखदोगच्चं // ता एसो च्चिय सफलो मज्झमणायरणदोसपरिहीणो / सद्धम्मलाभगरुओ जम्मो णाइम्मि संसारे // 'विलिहइ य मज्झ हिययम्मि जो कओ तस्सअग्गिसम्मस्स / परिभवकोवुप्पाओ तवइ अकज्जं कयं पच्छा // एण्हि पुण पडिवन्नो मेत्तिं सव्वेसु चेव जीवेसु / जिणवयणाओ अहयं विसेसओ अग्गिसम्मम्मि / આ ગાથાઓનો અર્થ આ પ્રમાણે છે. 1. શારીરિક અને માનસિક દુઃખોથી આ સંસાર ઉપદ્રવિત છે, આવા દુઃખ ભય સંસારમાં આ દુઃખ (આગ જેવી રેતી વરસાવવાનું દુઃખ) તો મામુલી છે ! પરંતુ સદ્ધર્મની મને જે પ્રાપ્તિ થઈ છે તે દુર્લભ છે. 2. સાચે જ હું ધન્ય છે કારણ કે આ અનંત સંસારમાં હજારો લાખો ભવમાં Page #226 -------------------------------------------------------------------------- ________________ 214 શ્રાવક જીવન જે સદ્ધર્મરત્વ પામવું દુર્લભ છે. એ સદ્ધર્મ રત્ન મને મળી ગયું છે. 3. આ ધમરત્નના પ્રભાવથી એના સુચારુ પાલનથી, જન્માન્તરમાં પણ જીવ દુઃખ-દુર્ગતિ પામતો નથી. 4. મારો તો આ જન્મ જ સફળ થઈ ગયો છે. કારણ કે અનાચરણ-દોષથી મુક્ત જન્મ અને સદ્ધર્મની શ્રેષ્ઠ પ્રાપ્તિ મને આ અનાદિ સંસારમાં થઈ ગઈ છે. પ. મારા દ્ધયમાં બસ આ વાત ખટકે છે કે, મેં પેલા અગ્નિશમનો ઘોર પરાભવ કર્યો અને એને લીધે તેનામાં પ્રચંડ ક્રોધ ઉત્પન્ન થયો, અકાર્ય કરવા બદલ મને ઘોર પશ્ચાત્તાપ થાય છે. 6. હવે તો મેં સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કર્યો છે, જિનવચનથી પ્રેરિત થઈને વિશેષ કરીને તો અગ્નિશમાં પ્રત્યે મારો મૈત્રીભાવ છે. તેના પ્રત્યે રજમાત્ર વેરભાવ નથી. પૌષધવ્રત જેવા જ "પ્રતિમાવત” માં રહેલા મહાત્મા ગુણસેન રાજાનું આ ગંભીર - ચિંતન, માત્ર સાંભળવાથી કામ નહીં ચાલે, એ ચિંતન ઉપર આપણે ગંભીરતાપૂર્વક ગહન ચિંતન કરવું પડશે. એક વાત યાદ રાખવી પડશે કે મહાત્મા ગુણસેને એવું ચિંતન કયા સંજોગોમાં, કેવી પરિસ્થિતિમાં કર્યું હતું. જ્યારે તેના શરીર ઉપર આગ વરસી રહી હતી, શરીર બળી રહ્યું હતું એ સમયે એણે આ ચિંતન કર્યું હતું. આ પ્રકારનું ચિંતન ભેદજ્ઞાની અનાસક્ત યોગી જ કરી શકે છે. આત્મા અને શરીરનો ભેદ જેણે જાણી લીધો હોય, માની લીધો હોય અને શરીર પ્રત્યે જે અનાસક્ત બની ગયો હોય તે જ્ઞાની પુરુષ જ એવી ઉપદ્રવગ્રસ્ત પરિસ્થિતિમાં શાન્તચિત્તથી જિનવચનનાનુરૂપ ચિંતન કરીને સમભાવ ધારણ કરી શકે છે. સંસાર દુખમય H "આ સંસાર શારીરિક અને માનસિક દુઃખોથી ભરેલો છે” એ એનો પ્રાથમિક વિચાર છે. એટલે કે સંસારમાં દુઃખો સ્વાભાવિક છે. "અરે, મને દુઃખ કેમ આવ્યું? મારા ઉપર આગ કેમ વરસી રહી છે?” એવો પ્રશ્ન એમના મનમાં ન ઉદ્ભવ્યો. આ આગ વરસવાનું દુઃખ તો મામૂલી છે નર્ક અને તિર્યંચગતિનાં દુખોની તુલનામાં. આ દુઃખો તો નગણ્ય છે. જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે મોટા દુખો સાથે તેની તુલના કરી લો. વર્તમાન દુઃખ તુચ્છ અને નગણ્ય લાગશે. નરકગતિ અને તિર્યંચગતિનાં દુઃખોનું જ્ઞાન કરી Page #227 -------------------------------------------------------------------------- ________________ 215 ભાગ - 1 લેવું જોઈએ. મનુષ્યગતિમાં પણ ભયાનક રોગ, ભીષણ દારિત્ર્ય, ઘોર અપમાનતિરસ્કાર, આદિ દુઃખોની કલ્પના જીવંત રહેવી જોઈએ. એનાથી તન-મનમાં સામાન્ય દુઃખ સહન કરવાની શક્તિ વધશે. ધર્મપ્રાપ્તિ દુર્લભ : તેમણે બીજો વિચાર ધર્મપ્રાપ્તિની દુર્લભતા ઉપર કર્યો. રાજા ગુણસેનને આચાર્યશ્રી વિજયસેનનો પરિચય થયો હતો, અને ધર્મપ્રાપ્તિ થઈ હતી. ગુરુનો પરિચય અને ધર્મની પ્રાપ્તિ; બંને વાતો રાજાને દુર્લભ લાગી હતી. એટલે તો ઉપસર્ગને સમયે, સંકટના સમયે તેઓ દુર્લભ તત્ત્વને છોડવા માગતા ન હતા. તેમણે પોતાનું વ્રત ન છોડ્યું. "આગ વરસવી હોય તેટલી વરસે, હું અહીંથી હઠવાનો નથી, વ્રતનો ત્યાગ કરવાનો નથી.” ધર્મને શ્રેષ્ઠ, દુલર્ભ તત્ત્વ માનશો તો, પ્રાણોથી પણ વધારે દુર્લભ માનવામાં આવે તો તમે સંકટના સમયે ધર્મનો ત્યાગ નહીં કરો ! જે વસ્તુ ઘણા ઓછા માણસોને મળે છે, તે વસ્તુ દુર્લભ માનવામાં આવે છે. ધર્મ ઘણા ઓછા માણસોને પ્રાપ્ત થાય છે. એટલા માટે તે દુર્લભ છે. યાદ રાખો કે ધર્મ જ સર્વ સુખોનું મૂળ છે. મૂળ સલામત રહેશે તો વૃક્ષ ફરીથી પણ પેદા થઈ શકે છે; રાજર્ષિ ગુણસેનનું ચિંતન કેટલું યથાર્થ હતું ? ધર્મનો પ્રભાવ : રાજા ધર્મના પ્રભાવનું ચિંતન કરે છે. "જો પ્રયત્ન સાથે ધર્મનું સુચારુ પાલન કરવામાં આવે તો જન્માન્તરમાં પણ જીવ દુઃખી થતો નથી. દુગતિમાં જતો નથી.” જીવન જીવતાં જીવતાં આવનારા જન્મોનો પણ વિચાર કરવો જોઈએ. આ જીવન તો "ચાર દિવસની ચાંદની” છે. મૃત્યુ પછી મારો જન્મ કઈ ગતિમાં થશે ? મારી દુગતિ ન થવી જોઈએ. મારો જન્મ થાય ત્યાં દુખ અને અશાન્તિ ન હજો. આ વાત ધર્મની આરાધનાથી જ સંભવિત થાય છે. જે આ જન્મમાં અહિંસા, અસત્ય, અચૌર્ય, સદાચાર અને અપરિગ્રહ-ધર્મનું પાલન કરે છે, દાન, શીલ, તપ અને ધર્મભાવનું પાલન કરે છે, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય ભાવનાઓને દ્ધયસ્થ કરે છે, તેની સંગતિ થાય છે, તેની દુર્ગતિ થતી નથી. રાજા ગુણસેનનો આ નિર્ણય હતો. ધર્મના પ્રભાવને તેઓ સારી રીતે સમજ્યા હતા. એટલા માટે તેમણે ઘોર સંકટમાં પણ ધર્મ પ્રભાવનું ચિંતન કર્યું. Page #228 -------------------------------------------------------------------------- ________________ 216 શ્રાવક જીવન મનુષ્ય જન્મની સફળતાઃ રાજા ગુણસેનને પોતાનો જન્મ સફળ લાગે છે. સફળતાનાં બે કારણો એમણે વિચાર્યો: “મારા જીવનમાં અનાચારોનું, દુરાચારોનું સેવન મેં નથી કર્યું અને મને સદ્ધર્મની પ્રાપ્તિ થઈ ગઈ !" કેટલી સુંદર વાત બતાવી છે એ રાજર્ષિએ ? જીવનની સફળતાના બે અસાધારણ હેતુઓ છે; અનાચારોનું સેવન ન હોય અને સદ્ધર્મની પ્રાપ્તિ અને પાલન હોય. સભામાંથી સદ્ધર્મની પ્રાપ્તિ તો થઈ ગઈ છે, પરંતુ અનાચારોનું સેવન કરતાં કરતાં તો અમારું જીવન નિષ્ફળ થઈ જશે ને ? મહારાજશ્રીઃ અનાચારોનો ત્યાગ કરવાનું સત્ત્વ હોવું આવશ્યક છે, અનાચાર સેવનથી જે સુખ પ્રાપ્ત થાય છે તે સુખ હેય છે. તુચ્છ છે. એ વાત મનને સમજાવો. અનાચાર સેવન દુગતિમાં લઈ જઈ શકે છે. હા, એક રસ્તો છે બચવા માટેનો. અનાચારોનું સેવન કરવાનું દુખ હોય દયમાં કે "હું કેટલો નિસત્ત્વ અને કાયર છું કે હું આ અનાચારોનો, દુરાચારોનો ત્યાગ કરી શકતો નથી? આ પાપોનું મારે સેવન ન કરવું જોઈએ." પાપોનું સેવન કર્યા પછી ખુશી ન થવું જોઈએ. પરંતુ પશ્ચાત્તાપ થવો જોઈએ, તો જ દુર્ગતિથી બચી શકશો. અગ્નિશમાં સાથે મૈત્રીભાવ: ગુણસેન અંતમાં અગ્નિશમને યાદ કરે છે. ત્રણ-ત્રણ માસ ખમણના પારણા માટે. અગ્નિશમને નિમંત્રણ આપ્યું, પરંતુ પારણું કરાવી શક્યો ન હતો. એનાથી અગ્નિશમએ આજીવન અનશન કરી નાખ્યું. રાજાએ ગુણસેન પ્રત્યે ઘોર વેરભાવ બાંધી લીધો હતો. એનાથી રાજા ગુણસેનનું લ્કય અતિ વ્યથિત હતું. "તે મારા પ્રત્યે કોઈ પણ ભાવ રાખે, હું તેની પ્રત્યે વિશેષ રૂપે મૈત્રીભાવ રાખું છું. કારણ કે પ્રત્યેક જીવ પ્રતિ મારા દયમાં મૈત્રીભાવ જ છે. હું જિનવચનો પ્રત્યે કૃતજ્ઞ છું જીન-વચન મારું શરણું છે.” શુભભાવથી સદ્ગતિ રાજર્ષિ ગુણસેન આ રીતે શુભ વિચારધારામાં રહે છે અને તેમનું મૃત્યુ થાય છે. શરીરનું પિંજર પડી રહે છે અને હંસ ઊડી જાય છે. ગુણસેનનો આત્મા પ્રથમ દેવલોકમાં દેવ બને છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ 217 ભાગ - 1 મૃત્યુ સમયે શુભ વિચારધારા વહેતી હોય તો સદ્ગતિ નિશ્ચિત છે. પરંતુ જીવનમાં શુભ વિચારધારાનો અભ્યાસ કર્યો હોય ત્યારે જ મૃત્યુ સમયે શુભ વિચારધારાની શક્યતા રહે છે. અથવા જીવનમાં કોઈ વાર શુભભાવોના વહન સમયે દેવગતિનું આયુષ્ય કર્મ બાંધી લીધું હોય તો મૃત્યુ સમયે શુભ વિચારો આવશે જ. એક વાત નિશ્ચિત છે કે મૃત્યુ સમયે શુભ-પવિત્ર વિચારો રહેશે તો સગતિ થશે અને અશુભ વિચારો રહેશે તો દુર્ગતિ થશે. પૌષધિવ્રતમાં નિરંતર શુભ વિચારો જ વહેતા રહેવા જોઈએ. કોઈ અતિચાર દોષ ન લાગે, એની પૂર્ણ સભાનતા રાખવી જોઈએ. હવે આ પૌષધવ્રતના પાંચ અતિચારો બતાવું છું. ગ્રંથકાર આચાર્યશ્રીએ લખ્યું अप्रत्युपेक्षित-अप्रमार्जित-उत्सर्ग-आदाननिक्षेप संस्तारोपक्रमण-अनादर-स्मृत्यनुपस्थापनानि / મેં પહેલાં જ કહ્યું હતું કે પૌષધવ્રતમાં સાધુ જેવા બનવાનું છે. એની દિનરાતના ક્રિયા-ચય સાધુ જેવી હોય છે. શ્રાવકે પૌષધમાં જ્યાં બેસવાનું હોય તે જગા જોઈ લેવી જોઈએ. સારી રીતે જોઈ લેવી જોઈએ. જો ન જુએ તો પ્રત્યુત્તેક્ષિતનામનો પ્રથમ અતિચાર લાગે છે. એ રીતે જે જગાએ બેસે છે. એ જગાને રજોહરણ (ચરવલા) દ્વારા સાફ કરી દેવી જોઈએ. વસ્ત્રના છેડાથી સાફ કરવી જોઈએ. જો આ પ્રમાણે પ્રમાર્જન ન કરે તો અથવા કરે પણ સારી રીતે ન કરે, ઓછી સાફ કરે, થોડી કરે, થોડી ન કરે તો “અપ્રમતનામનો અતિચાર લાગે છે. એ રીતે જમીનને દ્રષ્ટિથી જોયા વગર જમીન ઉપર પાણી ઢોળે છે, મૂત્ર તેમજ વિષ્ટાનું ઉત્સર્જન કરે છે તો ઉત્સનામે અતિચાર લાગે છે. શ્રાવકે પૌષધવ્રતમાં એવી જમીન ઉપર પાણી-મૂત્ર, વિષ્ટાનો ત્યાગ કરવો જોઈએ, કે જ્યાં નાનામોટા જીવ ન હોય. દ્રષ્ટિથી જોઈને, જો જીવ ન હોય તો જ પાણી વગેરે નાખવાં જોઈએ. એ રીતે પૌષધદ્રતમાં ઉપયોગી ધમપકરણ લેતી વખતે, જમીન ઉપર મૂકતી વખતે પણ (આદાન-લેવું, નિક્ષેપ-મૂકવું) દ્રષ્ટિ અને ચરવલા દ્વારા પ્રમાર્જન કરવું જોઈએ. જો ન કરવામાં આવે તો માન-નિકો નામે દોષ લાગે છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ 218 શ્રાવક જીવન પૌષધવ્રતમાં સૂવા માટે જે વસ્ત્ર પાથરવામાં આવે છે તેને સસ્તારક કહેવામાં આવે છે. સંસ્તારકનું પણ અભિલેખન કરવું જોઈએ. જે જગાએ સંસ્મારક પાથરવું હોય એ જમીનનું પણ પ્રમાર્જન, સાફસૂફી કરવી પડે. જો પ્રતિલેખન અને પ્રમાર્જન ન કરે તો સંતાપ૩પક્રમે નામે અતિચાર લાગે છે. પૌષધમાં પ્રતિલેખન કરીને જ સંસ્તારકનો ઉપયોગ કરવો જોઈએ. પૌષધશાળાનું પણ પ્રમાર્જન કરવું જોઈએ. સંસ્તારક શુદ્ધ વસ્ત્રનું હોય કે પછી દર્ભનું હોય, તેને જમીન ઉપર પાથરીને જ સૂવું જોઈએ. મકાનની બહાર જવાનું થાય તો સસ્તારકનું પ્રતિલેખન કરવું જોઈએ. ન કરે તો અતિચાર લાગે છે. પૌષધ ગ્રહણ કર્યા પછી જે પૌષધિવ્રત પ્રત્યે અનાદર રાખે તો અતિચાર લાગે છે. ભૂલી જાય કે "મેં પહેલાં પૌષધ કર્યું છે કે નહીં” તો પણ અતિચાર લાગે છે. સ્મૃતિભ્રંશ પણ અતિચાર છે. આ રીતે અતિચારોને જાણીને, અતિચાર ન લાગે એ રીતે પૌષધનું પાલન કરવું જોઈએ. આ રીતે દોષ રહિત વ્રતનું પાલન કરવાથી નિવૃત્તિધર્મના પાલનનો આનંદ . પ્રાપ્ત થાય છે. નિષ્પાપ જીવન જીવવાનો આનંદ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યનું પાલન : અબ્રહ્મ-મૈથુન મોટું પાપ છે. મૈથુન વૃત્તિ ઉપર વિજય પામવા માટે બ્રહ્મચર્યનું પાલન આવશ્યક છે. પૌષધમાં તમે મન, વચન, કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરી શકો છો. મૈથુનસંજ્ઞા ઉપર વિજય પામવો, મનુષ્ય માટે સરળ તો નથી છતાં પણ અનિવાર્ય છે. પરિગ્રહસંજ્ઞા ઉપર વિજય પામવાનો છેઃ પૌષધમાં કોઈપણ પ્રકારનો વેપાર કરવાનો નથી; કારણે અનાદિકાળથી ચાલતી પરિગ્રહસંજ્ઞા ઉપર વિજય પામવાનો છે. મૈથુનસંજ્ઞા જેવી જ ખતરનાક આ પરિગ્રહસંજ્ઞા છે.” મારે અપરિગ્રહી બનવું છે.” એ ભાવનાની સાથે પૌષધદ્રત કરવાનું છે. ઉપસંહાર : પૌષધદ્રત સાધુજીવનનો પૂર્વ-અભ્યાસ છે. મન જ્યારે નિવૃત્તિપ્રિય બને છે ત્યારે પૌષધદ્રત કરવાનો આનંદ અનુભવાય છે. જો પૌષધમાં આનંદનો અનુભવ નહીં થતો હોય તો તમે વિકથાઓ કરતા રહેશો. નિંદા-રસનો આનંદ લૂંટતા રહેશો. Page #231 -------------------------------------------------------------------------- ________________ 219 ભાગ - 1 નિદ્રા લેતા રહેશો. એક વિશેષ સાવધાની બતાવીને પ્રવચન પૂર્ણ કરું છું. પૌષધમાં કષાય ન કરવા, ક્રોધ ન કરવો, અભિમાન ન કરવું, માયા-કપટ ન કરવાં-અને લોભ ન કરવો-આ મહત્ત્વની વાત છે. જો કષાય કરશો તો પૌષધિવ્રતનો પ્રાણ જ નષ્ટ થઈ જશે. એટલા માટે બની શકે તો મૌનની સાથે પૌષધ કરો. પૌષધમાં પ્રતિક્રમણ, પ્રતિલેખન વગેરે ક્રિયાઓ સારી રીતે કરવી. ખૂબ પવિત્ર છે એ ક્રિયાઓ. એ ક્રિયાઓ વિધિપૂર્વક કરવી જોઈએ. આ પ્રકારે પૌષધવ્રતનું પાલન કરતાં પરમ નિવૃત્તિ પ્રાપ્ત કરો એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ. Page #232 -------------------------------------------------------------------------- ________________ ( પ્રવચન : 22 પરમ કૃપાનિધિ મહાનશ્રુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સ્વરચિત "ધર્મબિંદુ "ગ્રંથના ત્રીજા” અધ્યાયમાં ગૃહસ્થનો વિશેષ ધર્મમાં બતાવ્યો છે. વિશેષ ધર્મ એટલે સમ્યકત્વ મૂલક બાર વત. 11 વ્રતોનું વિવેચન પૂર્ણ થયું, આજ બારમા "અતિથિ સંવિભાગ” વ્રતનું વિવેચન કરીશ. વ્રતનું વિવેચન કરતા પહેલાં “અતિથિ” અને "સંવિભાગ” શબ્દોનો અર્થ-ભાવાર્થ જણાવું. અતિથિ : જેને તિથિનું - પવતિથિનું કોઈ બંધન નથી હોતું તે અતિથિ કહેવામાં આવે છે. કોઈ પણ દિવસે તે તમારે ઘેર આવી શકે છે તે "અતિથિ” કહેવાય છે. "અતિથિ” નો મહિમા માત્ર જૈન પરંપરામાં જ છે એવું નથી. વૈદિક અને બૌદ્ધ વગેરે ધમમાં પણ “અતિથિ” ને પૂજય માનવામાં આવ્યો છે. વિદેશના તત્ત્વચિંતકોએ પણ અતિથિ” નું મહત્ત્વ બતાવ્યું છે. "મનુસ્મૃતિ માં કહેવામાં આવ્યું છેઃ न वै स्वयं तदश्नीयादतिथिं यन्न भोजयेत् / જે અતિથિને ન ખવડાવવામાં આવે તે સ્વયં પણ ન ખાવું જોઈએ. યુદ્ધતિ માં અશ્વઘોષે કહ્યું છેઃ आतिथ्यमार्यधर्मो हि स्यादतिथिर्यथा-तथा / અતિથિ ગમે તેવો હોય પરંતુ એનું આતિથ્ય કરવું એ શ્રેષ્ઠ ધર્મ છે. “અથર્વવે” માં કહેવામાં આવ્યું છે. “कीर्ति च वा एष यशश्च गृहाणामश्नाति यः पूर्वोऽतिथेरश्नाति જે વ્યક્તિ અતિથિને ભોજન કરાવ્યા પહેલાં પોતે ભોજન કરે છે તે પોતાના ઘરની કીતિ અને યશને ખાય છે. “શતપથ બ્રાહvમાં પણ સૂચવ્યું છે કે Page #233 -------------------------------------------------------------------------- ________________ / ભાગ - 1 221 तन्न्वेवानवकलुप्तम् / यो मनुष्येस्वनश्नत्सु पूर्वोऽश्नीयात् / અતિથિને ભોજન કરાવ્યા પૂર્વ સ્વયંભોજન લેવું એ પૂર્ણતયા અનુચિત છે. વાલ્મીકિ સમય માં અતિથિ-મહત્તા આ રીતે બતાવવામાં આવી છે. यथामृतस्य संप्राप्तिः यथा वर्षमनूदके / यथा सदृशदारेषु पुत्रजन्मा प्रजस्य वै // प्रणष्टस्य यथा लाभो यथा हर्षो महोदयः / तथैवागमनं मन्ये स्वागतं ते महामुने / જેવી અમૃત પ્રાપ્તિ, જેવી જળહીન સ્થાને વષ, જેવો નિઃસંતાન મનુષ્યને યોગ્ય પત્નીથી પુત્ર જન્મ, જેવી નષ્ટ સંપત્તિથી પુનઃપ્રાપ્તિ, જેવો હર્ષનો અતિરેક, એવી રીતે હું આપનું આગમન માનું છું. હે મહામુનિ, આપનું સ્વાગત છે. મદીમર માં વેદ વ્યાસજીએ કહ્યું છે: चक्षुर्दद्यान्मनो दद्यात् वाचं दद्यात् सुभाषितम् / उत्थाय आसनं दद्यादेष धर्मः सनातनः // प्रत्युत्थायाभिगमनं कुर्यान्न्यायेन चार्चनम् / ઘર આવેલી વ્યક્તિને પ્રેમથી જુઓ, મનથી તેના પ્રત્યે ઉત્તમ ભાવ રાખો. મીઠાં વચન બોલો તથા ઊઠીને એને આસન આપો. ગૃહસ્થનો આ સનાતન ધર્મ છે. અતિથિને સામે જઈ આવકારો અને યથોચિત રીતે આદર સત્કાર કરો. દક્ષિણના એક તત્ત્વચિંતક તિરુવલ્લુવરે કહ્યું છે કે દરિદ્રમાં દરિદ્ર છે કે જે અતિથિનો સત્કાર ન કરે ! પ્રસિદ્ધ કવિ એમર્સને લખ્યું છે કે Happy is the man who never puts on face but receives every visiters with the countenance he has on. સુખી માણસ તે છે જે માણસ 'અતિથિને જોઈને મુખ નીચું કરતો નથી. પરંતુ હરેક અતિથિનું પ્રસન્નતાપૂર્વક સ્વાગત કરે છે. આપણા જૈનધર્મમાં તો અતિથિ” ને બાર વ્રતોમાં સમાવિષ્ટ કરીને તેનું ગૌરવ સ્થાપિત કર્યું છે, પરંતુ બારમા વ્રતમાં જે અતિથિનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અતિથિ કોઈ સામાન્ય અભ્યાગત-મહેમાન નથી સમજવાનો. તે હોય છે પંચ મહાવ્રતધારી સાધુ અને સાધ્વી સાધુ અને સાધ્વીનો "સંવિભાગ” કરવાનો Page #234 -------------------------------------------------------------------------- ________________ 222 શ્રાવક જીવન હોય છે. જો ગામમાં સાધુ-સાધ્વી ન હોય તો પછી વ્રતધારી શ્રાવક અને શ્રાવિકા ને "અતિથિ” માનીને એમનો સંવિભાગ કરવો જોઈએ. સંવિભાગ : "સંવિભાગ” શબ્દ જૈન દર્શનનો વિશિષ્ટ શબ્દ છે. અતિથિને માત્ર ભાગ આપવાનો નથી. વિભાગ આપવાનો નથી...તેનો "સંવિભાગ” કરવાનો છે. સમ્ ઉપસર્ગ અહીં "સમ્યગુ” અર્થમાં છે. “સમ્યગુ' એટલે સુંદર ! અતિથિને ભોજન, વસ્ત્ર વગેરે જે કંઈ આપવાનું હોય તે સુંદર રીતે આપવાનું હોય છે. પ્રેમથી આપવાનું હોય છે. "અતિથિ સંવિભાગ” વ્રતધારીએ 1. ઉપવાસ કરીને 2. પૌષધ કરીને 3. પારણાના દિવસે એકાસન કરીને 4. વિનયથી સાધુ-સાધ્વીને નિમંત્રણ આપીને પ. તેમનું પ્રિય શબ્દો દ્વારા સ્વાગત કરીને 6. તેમને આહાર-પાણી આપવાનાં છે. અને જે આહાર તેઓ ગ્રહણ કરે તે આહાર વ્રતધારી ગ્રહણ કરે છે. તે જ આહારથી તે એકાસણું કરે છે. આ છે - અતિથિ સંવિભાગ દ્રત પાલનની પદ્ધતિ. સભામાંથી અમે સાંભળ્યું છે કે એવા વ્રતધારી સ્ત્રીપુરુષ મુનિરાજને એ બધી જ વસ્તુઓ લેવાનો આગ્રહ કરે છે કે જે વસ્તુઓ તેમને ખાવી હોય છે! મુનિરાજની ઈચ્છા કેટલીક વસ્તુઓ લેવાની હોતી નથી છતાં પણ થોડી થોડી લેવી પડે છે ! મહારાજશ્રી સાચી વાત છે, ન લે તો એ લોકો નારાજ થઈ જાય છે. કહે છે, "મહારાજ સાહેબ, તમે નહીં લો તો અમે ખાઈ નહીં શકીએ..થોડુંક તો લઈ લો...” અને તેઓ લઈ લે છે. આ અમારી કરુણાજન્ય ઉદારતા હોય છે. પરંતુ તમારે લોકોએ વિચારવું જોઈએ કે સહજતાથી, સ્વાભાવિક્તાથી જે આહાર મુનિરાજ ગ્રહણ કરશે તે જ આહાર હું ગ્રહણ કરીશ” એવું કરવાથી "અતિથિ સંવિભાગ” વ્રત કરવામાં વિશેષ આનંદ આવે છે. આ રીતે ઉપવાસ-પૌષધની સાથે "અતિથિ સંવિભાગ” ભલે તમે વર્ષમાં એક Page #235 -------------------------------------------------------------------------- ________________ ભાગ - 1 223 યા બે વાર કરો, પરંતુ ઉપવાસ-પૌષધ વગર પ્રતિદિન અતિથિ સંવિભાગ કરી શકો છો. “હું અતિથિ વિભાગ કરીને જોજન કરીશ” એવી પ્રતિજ્ઞાવાળાં સ્ત્રી-પુરુષ આજના યુગમાં પણ કયાંક ક્યાંક જોવા મળે છે. પ્રાચીન કાળની વાતોમાં આ પ્રકારનાં વ્રત ધારણ કરનાર અનેક સ્ત્રી પુરુષો આવે છે. એમાં “નયસાર' ના ગ્રામપતિનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. તે શ્રમણ ભગવાન મહાવીરનો જ આત્મા હતો મહાવીર બનવાનો પાયો-આધાર નયસાર' ના જન્મમાં જ પડ્યો હતો, એમ કહીએ તો ખોટું નથી. નયસાર અને અતિથિ સંવિભાગ : નયસારને એક દિવસે રાજા તરફથી આદેશ મળ્યો કે જંગલમાં જઈને નોકરી પાસે લાકડાં કપાવીને લઈ આવવાં. નયસાર નોકરોને લઈને જંગલમાં ગયા. જંગલમાં એક વિભાગમાં જઈને તેમણે એક “કેમ્પ’ - પડાવ નાખ્યો. એક બાજુ નોકરો લાકડાં કાપે છે તો બીજી બાજુ કેટલાક નોકરો ભોજન બનાવતા હતા. નયસાર પોતાના કેમ્પમાં છે. ભોજનનો સમય થાય છે. નયસાર પોતાના મનમાં વિચાર કરે છે: “જો આ સમયે કોઈ તપસ્વી-અતિથિ આવી જાય તો તેને ભિક્ષા આપીને હું ભોજન કરું." તેઓ કેમ્પમાંથી બહાર નીકળ્યા. જંગલમાં જ્યાંથી રસ્તો પસાર થતો હતો ત્યાં કોઈ તપસ્વી મુનિસંત પુરુષની રાહ જોતા ઊભા રહ્યા. એટલામાં દૂર દૂર કોઈ મુનિરાજને અહીંતહીં ભટકતા જોયા. નયસાર તરત જ ત્યાં પહોંચી ગયા. અને મુનિરાજને વંદન કરીને પૂછ્યું : "હે મુનિરાજ, આપ અહીં જંગલમાં એકલા કેમ ફરી રહ્યા છો ?" મુનિરાજે કહ્યું : "હું એક સાથે સાથે હતો. પ્રાતઃ હું મારા જ્ઞાન-ધ્યાનમાં મગ્ન હતો....સાર્થ તો ચાલી નીકળ્યો.....મને ખબર ન રહી. હું એકલો પડી ગયો.......રસ્તો જાણતો ન હતો અને અહીં આવી ગયો.” “હે મહાત્મા, મારી સાથે ચાલો, આ જંગલમાં જ મારે થોડા દિવસો રહેવાનું છે, એટલા માટે ભોજન વગેરે તૈયાર છે. મારો ભાગ્યોદય થયો કે આપ જેવા મહાત્મા મને મળી ગયા. આપ મારા નિવાસે પધારો, ભિક્ષા ગ્રહણ કરો અને વિશ્રામ કરો. દિન ઢળતાં હું રસ્તો બતાવીશ અને આપ સાથે સાથે મળી જશો.” મુનિરાજ નયસારની સાથે તેમના નિવાસે ગયા. નયસારે ખૂબ ભક્તિભાવથી મુનિરાજને ભિક્ષા આપી. ભિક્ષા આપ્યા પછી જ નયસારે ભોજન કર્યું. આ નયસારનો “અતિથિ સંવિભાગ હતો. કારણ કે નયસારને તપસ્વી અતિથિ મળતાં Page #236 -------------------------------------------------------------------------- ________________ 224 શ્રાવક જીવન અમૃતપ્રાપ્તિ જેવો આનંદ થયો હતો. ખોવાયેલી સંપત્તિ મળતાં જેવો આનંદ થાય તેવો આનંદ તેમને થયો હતો. નવસારે મુનિરાજને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી જોયા હતા. મુનિરાજ પ્રત્યે મનમાં ઉત્તમ ભાવ જાગ્યા હતા. મધુર વચનોથી તેમણે મુનિરાજને નિમંત્રિત કર્યા હતા. અને વૃદ્ધિગત ભાવોથી મુનિરાજને ભોજન કરાવ્યું હતું. આ સંવિભાગ” હતો. માત્ર દાન આપવું એ સંવિભાગ નથી, આ રીતે આપવું એ સંવિભાગ છે ! અતિથિ પ્રત્યે પ્રેમભાવ અને મધુર વાણી-વ્યવહાર હોવાં અતિ આવશ્યક છે. તેમને ભોજન, વસ્ત્ર, ઔષધ આદિ પૂજ્યતાના શ્રેષ્ઠ ભાવ સાથે આપવાથી અપૂર્વ આત્માનંદની પ્રાપ્તિ થાય છે. મુનિરાજે ભોજન કરી લીધું; વિશ્રામ કરી લીધો. તે પછી નયસારે કહ્યું: હે મહાત્મા, ચાલો, આપને માર્ગ બતાવું.” મુનિરાજ સાથે નયસાર ચાલ્યા, મુનિરાજના મનમાં નયસાર પ્રતિ સભાવ ઉત્પન્ન થયો હતો. સદ્વ્યવહારથી અને સભાવથી બીજાના દ્ધયમાં સ્નેહભાવ પ્રાયઃ ઉત્પન્ન થાય છે ! સભામાંથી પ્રાયઃ કેમ કહ્યું? મહારાજશ્રી દુનિયામાં કેટલાક એવા માણસો પણ હોય છે કે તેમની સાથે સદ્ભાવ પૂર્ણ વ્યવહાર કરો તો પણ તેઓ તેનું મૂલ્યાંકન કરી શકતા નથી! તેમના બ્દયમાં સદ્દભાવ-સદ્ વ્યવહાર કરનારાઓ પ્રત્યે સ્નેહભાવ પેદા થતો જ નથી ! હોય છે આવા માણસો ! હમણાં જ મેં એક સત્ય ઘટના વાંચી. એક નાનકડા શહેરની વાત છે. એક મહોલ્લામાં એક ઘરમાં ત્રણ ચાર છોકરાઓ રહેતા હતા. કોલેજમાં ભણતા હતા. એક દિવસ એ મહેલ્લામાં વાસણ વેચનારી એક સ્ત્રી આવી. તે જૂનાં વસ્ત્રોના બદલામાં વાસણો આપતી હતી. તે એ છોકરાઓના ઘરમાં આવી અને બોલી : "વાસણો લેવાં હોય તો ભાઈ, જૂનાં વસ્ત્રો આપો અને વાસણ લઈ લો." એક છોકરાએ કહ્યું: “અમારે તો વાસણો નથી લેવાં, પરંતુ સામે જે ગલી દેખાય છે તે ગલીમાં જે પહેલું ઘર છે, એમાં જે સ્ત્રી રહે છે તે વાસણો લેશે. ત્યાં ચાલી જા.” તે સ્ત્રી ચાલી ગઈ ત્યાં, છોકરાઓ હસવા લાગ્યા. તેમણે જે સ્ત્રીનું ઘર બતાવ્યું હતું તે સ્ત્રી કજિયાખોર હતી. ખરાબ વ્યવહાર કરનારી હતી. પેલી વાસણવાળી સ્ત્રી ત્યાં ચાલી ગઈ. આ સ્ત્રીએ પુરાણાં વસ્ત્રો આપીને વાસણો લીધાં..ઝઘડો Page #237 -------------------------------------------------------------------------- ________________ 225 ભાગ - 1 કરીને, અને એક ગ્લાસ વધારે પણ લઈ લીધો ! વાસણવાળી સ્ત્રી પાછી ફરી, છોકરાઓ બહાર જ ઊભા હતા. તેમણે પૂછ્યું: “શું તારો ધંધો થયો ?" સ્ત્રીએ કહ્યું “હા, ધંધો થયો, પરંતુ તેણે એક ગ્લાસ વધારે લઈ લીધો!” આમ કહીને તે ચાલી ગઈ. બે દિવસ પછી એ વાસણવાળી સ્ત્રી પેલા છોકરાઓ પાસે ગઈ અને પૂછ્યું: "ભાઈ, પેલી સ્ત્રી જ્યાં રહેવા ગઈ? તમને ખબર છે? તેણે ઘર બદલ્યું છે અને તેના પાડોશીઓ તેનું નવું ઘર બતાવતા નથી.” છોકરાઓએ પૂછ્યું : "પરંતુ તારે એ સ્ત્રીનું શું કામ છે ?" "ભાઈ, તેણે જે જૂનાં કપડાં આપ્યાં હતાં તેમાં એક પેન્ટ હતું, પેન્ટના ગજવામાંથી પ૦૦ રૂપિયા નીકળ્યા છે ! મારે તે રૂપિયા પાછા આપવા છે !" છોકરાઓ ચક્તિ થઈ ગયા. એક છોકરાએ તે બાઈને કહ્યું: "તારા ભાગ્યથી તને એ પ૦૦ રૂપિયા મળ્યા છે......તું રાખી લે; તારે પાછા આપવાની શી જરૂર છે ?" તેણે જવાબ આપ્યો: “ના ભાઈ, એ અનીતિના પૈસા છે..... હું ન રાખી શકે, ભગવાન જુએ છે. ભગવાન પેટ ભરવા રોટલો આપે છે. એ પૈસા એ સ્ત્રીને પાછા આપવા જ છે. દયા કરો, એ સ્ત્રીનું ઘર શોધીને મને બતાવો.” એક છોકરાને એ ઝઘડાખોર સ્ત્રીનું નવું ઘર ક્યાં છે એની ખબર હતી. તે વાસણવાળી સાથે ગયો, ઘર બતાવ્યું, ત્યાં એ સ્ત્રી પાડોશણ સાથે ઝઘડતી હતી. વાસણવાળી સ્ત્રીએ જઈને કહ્યું: "બહેન તમે જે જૂનાં વસ્ત્રો આપ્યાં હતાં તેમાંથી 500 રૂપિયા નીકળ્યા છે, લઈ લો તમારા રૂપિયા.” તેણે પ00 રૂપિયા એ સ્ત્રીને આપી દીધા. પણ વાસણવાળી સ્ત્રીને ન તો ધન્યવાદ આપ્યા, ન પાણી પાયું, ઉપરથી બોલી : "સારું કર્યું તેં મારા પૈસા પાછા આપ્યા, નહીંતર એ અનીતિના રૂપિયા તને પચત નહીં, તને નુકસાન થાત." આ સાંભળીને કોલેજિયન યુવકનું મન ખાટું થઈ ગયું. તેણે વાસણવાળીને કહ્યું "સાંભળ્યું ને? આ ડાકણને પૈસા પાછા આપવા ન હતા......કેવી છે આ ચુડેલ? ધન્યવાદના બે શબ્દો તો બોલતી નથી અને ઉપરથી....” Page #238 -------------------------------------------------------------------------- ________________ 226 શ્રાવક જીવન વાસણવાળીએ કહ્યું : “ભાઈ, એ ધન્યવાદ આપે કે ન આપે, મારે તો ભગવાનની નજરમાં અપરાધી બનવું ન હતું, પાછા આપી દીધા, ચાલો અહીંથી.” વાસણવાળીના સદૂભાવ અને સદ્વ્યવહારનું મૂલ્યાંકન તે સ્ત્રી ન કરી શકી, હોય છે એવા જીવ પણ સંસારમાં. ઘરમાં વહુ કેટલું સારું કામ કરતી હોય છે, પણ સાસુ એનું મૂલ્યાંકન નથી કરતી. પ્રશંસાના બે શબ્દો બોલતી નથી. એવું મોટા ભાગના ઘરોમાં જોવા મળે છે ને? પુરુષ ખૂબ મહેનત કરીને પૈસા કમાય છે, કેટલીક પત્નીઓ એનું મૂલ્યાંકન નથી કરતી, ઉપરથી બોલે છે, પૈસા કમાઈને લાવો છો તે અમારા ઉપર ઉપકાર કરો છો ? ઘર ચલાવવું હોય તો પૈસા કમાવા જ પડે.” નોકર શેઠ પ્રત્યે ગમે તેટલો સદ્ભાવ રાખતો હોય, સારું કામ કરતો હોય, પરંતુ મોટે ભાગે શેઠ લોકો નોકરોનું મૂલ્યાંકન કરતા નથી. એવું શેઠ નોકરો પ્રતિ ગમે તેટલો સદ્ભાવ અને સદ્ વ્યવહાર રાખતા હોય, પણ નોકરો પ્રાયઃ એમનું મૂલ્યાંકન ઓછું કરે છે. સદ્ભાવ અને સદ્વ્યવહારનું મૂલ્યાંકન કરો : દુનિયામાં સભાવ અને સદ્ વ્યવહાર અતિ દુર્લભ છે, કોઈ પણ વ્યક્તિમાં આ બે તત્ત્વો દેખાય તો તેની પ્રશંસા કરવી જોઈએ. ઉપહણા કરવી જોઈએ, તેના પ્રત્યે સદ્ભાવ પ્રદર્શિત કરવો જોઈએ. સવ્યવહાર કરવો જોઈએ. એવું કરવાથી એ બે તત્ત્વોમાં વૃદ્ધિ થાય છે. સદ્ભાવ વૃદ્ધિ પામે છે. સદ્ વ્યવહાર વ્યાપક બને છે. મુનિરાજે નયસારના સદ્ વ્યવહાર અને સભાવનું મૂલ્યાંકન કર્યું. "આ આત્મા સુયોગ્ય, સુપાત્ર અને ગુણવાન છે, તેણે મને માર્ગ બતાવ્યો તો હું એને માર્ગ બતાવું.” જ્યારે મુખ્ય માર્ગ ઉપર બંને આવી પહોંચ્યા ત્યારે નયસારે કહ્યું: "હે મહાત્મ, આ માર્ગે આપ આગળ ચાલ્યા જજો. આગળ સાથે મળી જશે.” મુનિરાજે નયસાર તરફ કરુણા અને વાત્સલ્યથી જોયું, નયસાર નતમસ્તક થઈ ગયા અને મુનિરાજને નમન કર્યું. મુનિરાજે પ્રેમપૂર્ણ શબ્દોમાં કહ્યું "મહાનુભાવ, તેં મને એક ગામનો રસ્તો બતાવ્યો, હું તને પરમ સુખ અને પરમ શાન્તિનો રસ્તો બતાવવા ઈચ્છું છું.” "બતાવો મહારાજ !" નયસારે ભક્તિપૂર્ણ શબ્દોમાં કહ્યું. મુનિરાજે કહ્યું : Page #239 -------------------------------------------------------------------------- ________________ ભાગ - 1 227 " નયસાર, જે સર્વજ્ઞ અને વીતરાગ અરિહંત છે એમને જ પરમાત્મા માનવા. જે મહાવ્રતધારી હોય, જિનાજ્ઞાનુસારી હોય તેમને સદ્ગુરુ માનવા, અને સર્વજ્ઞ ભાષિત ધર્મને જ ધર્મ માનવો. હું તને એક મહામંત્ર આપું છું રોજ તેનો તારે જાપ કરવો.” મુનિરાજે નયસારને શ્રી નવકાર મહામંત્ર આપ્યો. નયસારે અતિ ભક્તિભાવથી એ મંત્ર ગ્રહણ કર્યો. કૃતજ્ઞભાવથી નયસારની આંખો ભરાઈ ગઈ. મુનિરાજે એને આશીર્વાદ આપ્યા અને પોતાના રસ્તે ચાલી નીકળ્યા. નયસાર જ્યાં સુધી મુનિરાજ દેખાયા ત્યાં સુધી ઊભા રહ્યા અને પછી પોતાના સ્થાને પાછા ફર્યા. તેમનું સ્ક્રય ભક્તિભાવથી ગદ્ગદિત હતું. તેમની કલ્પનામાં મુનિરાજ તરતા હતા, તેમણે “સમ્યગદર્શન’ ગુણ મેળવી લીધો હતો. "અતિથિ સંવિભાગ” નો આ મહિમા છે, પ્રભાવ છે. “અતિથિ રૂપમાં તમારે ઘેર ઉત્તમ આત્માઓ આવી શકે છે. કોઈ તીર્થકરનો, કોઈ ગણધરનો, કોઈ કેવલજ્ઞાનીનો આત્મા જે આગામી જન્મોમાં થનાર હોય, તમારે ત્યાં આવી શકે છે. જો તમે ભાવપૂર્ણ દયથી તેમનો સંવિભાગ કરો તો મહાન લાભ પ્રાપ્ત થઈ શકે છે. દયમાં અતિથિ પ્રત્યે પ્રેમભાવ, ભક્તિભાવ, અહોભાવ હશે તો અતિચાર નહીં લાગે; પરતું જ્યારે આ ભાવમાં પડતી થાય છે ત્યારે અતિચાર લાગે છે. પાંચ અતિચાર : "અતિથિ-સંવિભાગ” વ્રતમાં પાંચ અતિચારો બતાવવામાં આવ્યા છે. તે આ પ્રકારે. सचित्तनिक्षेप-पिधान-परव्यपदेश-मात्सर्य-कालातिक्रमाः // 1. પ્રથમ અતિચાર લાગે છે સચિત્ત નિક્ષેપ-સાધુ સાધ્વી સચિત્ત (સજીવ) આહાર લેતાં નથી. સચિત્ત આહાર તેમને માટે વર્ય હોય છેએ રીતે સચિત્ત (ફળ-શાકભાજી વગેરે) વસ્તુમાં સંલગ્ન અચિત્ત આહાર પણ સાધુ સાધ્વી ગ્રહણ કરતાં નથી. કાચા પાણીના વાસણ ઉપર રોટલી-શાકભાજી વગેરે પડ્યાં હોય તે આહાર અમે લેતા નથી. લઈ શકતા નથી. કારણ કે કાચું પાણી (ઉકાળ્યા વગરનું પાણી) સચિત્ત હોય છે. જેમ કે એક પાત્રમાં ફળ મૂકેલાં છે, ફળ સચિત્ત છે. કળા સિવાયના) એ ફળોના પાત્રમાં અચિત્ત આહાર પડ્યો છે. છતાં પણ અમે એ આહાર ગ્રહણ કરી શકતા નથી. અતિથિ-સંવિભાગ કરનારો શ્રાવક જો અજ્ઞાનતાથી આહારને સચિત્ત વસ્તુ Page #240 -------------------------------------------------------------------------- ________________ 228 શ્રાવક જીવન ઉપર રાખે–ભૂલથી રાખે....સાધુ મુનિરાજને કલ્પતો નથી એટલે તેઓ લેતા નથી, આ "અતિચાર” છે. જાણી જોઈને સાધુને આહાર ન આપવો પડે એ ભાવનાથી કરે તો વ્રતનો ભંગ થાય છે. જેમ કે તે વિચારે છે મારા આ “અતિથિ-સંવિભાગ” વ્રત અનુસાર મારે સાધુને ભિક્ષા આપવી જોઈએ. પરંતુ સાધુઓ સચિત્ત વસ્તુ ઉપર મૂકેલી વસ્તુ લેતા નથી. હું તેમની સામે આહાર મૂકીશ; તેઓ નહીં લે અને મારું વ્રત તૂટશે નહીં. - આમાં "મારું વ્રત તૂટશે નહીં” એ ભાવ સાપેક્ષતાનો હોવાથી અતિચાર છે. જો જાણીબૂઝીને, ભિક્ષા ન આપવાની ભાવનાથી એવું કરે તો વ્રતભંગ જ કહેવાશે. 2. બીજો અતિચાર છે "સચિત્તપિધાન”નો. આહારની ઉપર સચિત્ત પુષ્પ, ફળ, કંદ વગેરે રાખીને આહારને ઢાંકી દે છે અને જ્યારે ભિક્ષા માટે મુનિવર પધારે છે ત્યારે તે આહાર તેમની સામે મૂકી દે છે. મુનિરાજ એ આહાર ગ્રહણ કરતા નથી. તેઓ ચાલ્યા જાય છે. હવે આ મૂર્ખ માણસ વિચારે છે કે "મેં તો મુનિરાજની સામે ભિક્ષા ધરી દીધી હતી. તેમણે ન સ્વીકારી તો હું શું કરું? મારું વ્રત તૂટ્યું નથી.” માત્ર મન મનાવવાની છે આ વાત ! વાસ્તવમાં વ્રતભંગ જ કહેવાશે. કુટિલ બુદ્ધિથી જ તેણે અચિત્ત આહારને સચિત્ત વસ્તુઓથી ઢાંકીને રાખ્યો છે...જેથી મુનિ આહાર ગ્રહણ કરે જ નહીં ! અતિથિને ન આપવાની ભાવનામાં “સંવિભાગરહેતો જ નથી! સંવિભાગ કરવાની ભાવના વગર અતિથિ વિભાગ વ્રત કેવી રીતે અખંડ રહેશે? તૂટશે જ. 3. હવે ત્રીજો અતિચાર સમજી લો. લગાડવા નહીં પરંતુ તેનાથી બચવા માટે સમજવાનો છે ! શ્રાવક સાધુઓની ભિક્ષા ગ્રહણ કરવાની પદ્ધતિ જાણે છે કે જે વસ્તુ જે વ્યક્તિની હોય તેની ઈચ્છાથી તે વસ્તુ ગ્રહણ કરે છે. માલિકની ઈચ્છા વગર, બીજી વ્યક્તિ એ વસ્તુ આપે તો પણ સાધુ પ્રહણ નથી કરતા! આ નિયમનો ફાયદો ઉઠાવનાર વ્રતધારી શ્રાવક ભિક્ષા ન આપવી પડે એટલા માટે ભિક્ષા આપતી વખતે બોલે છે. આ ઘી તો લલ્લુભાઈનું છે. આ સાકર ચંચળ બહેનની છે. અને એ લોકો અહીં નથી. છતાં પણ મહારાજ, આપ આ ઘી અને સાકર ગ્રહણ કરો !" મુનિ તો ના પાડશે. ભિક્ષા નહીં લે અને ચાલ્યા જશે! તે વ્રતધારી શ્રાવક ખુશ થઈ જશે. ચાલો, ઘી અને સાકર બચી ગયાં. અને વ્રત પણ બચી ગયું. આવી તૃષ્ટિબુદ્ધિવાળાનું વ્રત કેવી રીતે બચે? ટીકાકાર આચાર્યશ્રીએ લખ્યું છેઃ Page #241 -------------------------------------------------------------------------- ________________ 229 ભાગ - 1 यदाऽनाभोगादिनाऽतिक्रमादिना वा एतानाचरति तदाऽविचारोऽन्यदा तु भंग gવ જો વ્રતધારી અજાણતા, ભૂલમાં એવું કરે તો અતિચાર લાગે છે. પરંતુ અનાચાર કરે, ઈરાદાથી કરે તો વ્રતભંગ જ થાય છે. 4. ચોથો અતિચાર ત્યારે લાગે છે કે જ્યારે ભિક્ષા આપતી વખતે વિચારે છેઃ "મારી પાસેના ભિખારીએ પણ મુનિને ભિક્ષા આપી, તો શું હું ભિખારી કરતાં પણ ગયો?” એવું વિચારીને ભિક્ષા આપે કે ક્રોધ કરીને ભિક્ષા આપે તો અતિચાર લાગે છે. "માત્સર્ય” નો અર્થ છે બીજાના ગુણ સહન ન થવા! બીજા લોકો મુનિને દાન આપે છે, આ ગુણ જોઈને સહન થતું નથી અને માત્સર્યથી પ્રેરાઈને ભિક્ષા આપે છે આ અતિચાર છે. વાસ્તવમાં "સંવિભાગ” થતો જ નથી. એટલા માટે ભંગ જ માનવો જોઈએ. 5. પાંચમો અતિચાર પણ નામનો જ અતિચાર છે, વાસ્તવમાં તો વ્રતભંગ જ છે. મુનિની ભિક્ષાનો જે સમય હોય એના પહેલાં જ ભોજન કરી લે, અથવા સમય વીત્યા પછી ભોજન કરે ! જ્યારે મુનિ ભિક્ષા માટે આવે ત્યારે કહી દે કે "આપ મોડા આવ્યા” અથવા “આપ વહેલા આવ્યા.” આ પાંચ અતિચારો છે. સંવિભાગની ભાવના ચાલી જાય છે ત્યારે આ અતિચારો લાગે છે. અતિથિ પ્રત્યે ભક્તિનાવ નષ્ટ થઈ જાય છે ત્યારે આ દોષ લાગે છે - દોષ રહિત વ્રતપાલન જ આત્મકલ્યાણનું કારણ બને છે. એ વાત કાલે બતાવીશ. આજ બસ, આટલું જ. Page #242 -------------------------------------------------------------------------- ________________ ( પ્રવચન : 23 પરમ કૃપાનિધિ મહાન મૃતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્વરચિત. ધર્મબિંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ–જીવનનો વિશેષ ધર્મ બતાવી રહ્યા છે. તેમણે બાર વ્રતમાં વિશેષ ધર્મ બતાવ્યો, પરંતુ એક મહત્ત્વપૂર્ણ વાત આપણી સામે રાખી છે તેમણે, તેઓ કહે છે : ... "एतदहिताणुव्रतादिपालनं विशेषो गृहस्थधर्मः // અતિચાર રહિત સમ્યકત્વનું અને બાર વ્રતોનું પાલન વિશિષ્ટ ગૃહસ્થધર્મ છે. અતિચાર-દોષ વ્રતોને ન લાગવા જોઈએ. તમે વિચારશો કે સમજી વિચારીને જો વિધિપૂર્વક વ્રત લેવામાં આવે તો પછી અતિચાર લાગવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી ! પરંતુ એવી વાત નથી. અતિચાર લાગે છે પાપકર્મોના ઉદયથી - કિલષ્ટ કમોના ઉદયથી - ગ્રંથકાર મહર્ષિએ કહ્યું છે. વિરુષ્ટયાવતિચાર | ખૂબ મહત્ત્વપૂર્ણ વાત કરવાની છે આજે. વ્રતધારીને અતિચાર લાગવાનું મૂળ કારણ સમજવાનું છે. સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જે સમયે મનુષ્ય-ગૃહસ્થ સમ્યકત્વ સહિત બાર વ્રત સ્વીકાર કરે છે તે સમયે આત્મામાં વિશિષ્ટ શુદ્ધિ ઉત્પન્ન થાય છે, એ વિશુદ્ધિથી મિથ્યાત્વ અને કષાયોનો સર્વથા નાશ થવો જોઈએ અને કેટલાક લોકોનો થાય છે પણ ખરો, પરંતુ આત્મવિશદ્ધિથી મિથ્યાત્વ વગેરે કર્મો સર્વથા નષ્ટ ન થયાં હોય ત્યારે મિથ્યાત્વ અને કષાયોનો ઉદય થાય છે તે વખતે અતિચાર લાગવો, અનાચારનું સેવન થવું વગેરે સ્વાભાવિક હોય છે. મિથ્યાત્વનો ઉદય થતાં જિનવચનોમાં શંક, મિથ્યા દર્શનો પ્રત્યે આકર્ષણ વગેરે દોષો પેદા થાય છે. કષાયોના ઉદયથી જીવહિંસા, અસત્ય, ચોરી, દુરાચાર, પરિગ્રહ આદિ પાપોનું આચરણ કરતો થઈ જાય છે. એટલે કે વ્રતોને દોષ લાગવાની સંભાવના ઊભી થાય છે. હા, સમ્યકત્વમૂલક બાર વ્રતોનો સ્વીકાર કરતી વખતે આત્મામાં વિશેષ પ્રકારની શુદ્ધિ પેદા થાય અને એ આત્મશુદ્ધિથી મિથ્યાત્વનું આમૂલ ઉમૂલન થઈ જાય. અનંતાનુબંધી કષાયોનો આમૂલ નાશ થઈ જાય તો પછી અતિચાર લાગવાનો સંભવ રહેતો નથી. Page #243 -------------------------------------------------------------------------- ________________ ભાગ - 1 231 અતિચારનાં મૂળ કારણ મિથ્યાત્વ અને કષાયઃ એટલા માટે તો સર્વપ્રથમ મિથ્યાત્વ દૂર કરવું આવશ્યક છે, અને એટલે જ તો મિથ્યાત્વને સારી રીતે સમજી લેવું જોઈએ. આ મિથ્યાત્વ આત્માનો અનાદિકાલીન દોષ છે. પરંતુ જે દોષ અનાદિ હોય તે અનંત-અંત રહિત જ હોય એ આવશ્યક નથી. અનાદિ દોષનો પણ અંત આવી શકે છે. જે જીવો "ભવ્ય” હોય છે તેમનો મિથ્યાત્વ દોષ અનાદિ હોવા છતાં પણ નષ્ટ થાય છે. પરંતુ જે જીવો "અભવ્ય” હોય છે એમનો અનાદિકાલીન મિથ્યાત્વ દોષ કદી નષ્ટ થતો નથી ! તેમનું મિથ્યાત્વ અનાદિ-અનન્ત હોય છે. ભવ્ય અને અભિવ્ય : તમારા માટે "ભવ્ય” અને "અભવ્ય” શબ્દો નવા છે ને? એ શબ્દો સમજાવું છું. જે જીવ ગમે ત્યારે પણ મોક્ષ પામવાનો હોય તો તેને "ભવ્ય" કહેવાય છે. એટલે કે ભવ્ય જીવની કોઈને કોઈ સમયે મુક્તિ થશે જ. કોઈની સત્વરે તો કોઈની વિલંબથી, પરંતુ જે જીવ અભવ્ય” હોય છે તેની કદીય મુક્તિ થતી જ નથી. કારણ કે એ અભવ્ય આત્માને મુક્તિ પ્રત્યે પ્રેમ જ હોતો નથી. તે મોક્ષ-મુક્તિ ઇચ્છતો જ નથી. તેથી તેને તે મળતી જ નથી ! જીવાત્મા જે વસ્તુને ઇચ્છતો જ ન હોય તે તેને મળે જ નહીં. "ભવ્ય” જીવાત્મા કોઈક વાર તો મુક્તિ ઈચ્છે છે. મુક્તિ માટે તેનો પ્રેમ જાગૃત થાય છે માટે તેની મુક્તિ થાય છે. ભવ્ય જીવાત્માની ભીતર મુક્તિરાગ સુષુપ્ત અવસ્થામાં પડેલો હોય છે. સમય આવતાં, એવું આલંબન મળતાં તે મુક્તિરાગ જાગૃત થઈ જાય છે અને એની મુક્તિ થાય છે. આવા ભવ્ય જીવો અનંત હોય છે. હા, અનંત જીવો મુક્ત થઈ પણ ગયા છે, અને અનંત જીવો મુક્ત થશે. મજાની વાત તો એ છે કે અભવ્ય જીવો પણ સંસારમાં અનન્ત છે, એવું ધર્મગ્રંથમાં કહેવાયું છે. એ અભવ્ય જીવોમાં મુક્તિરાગ હોતો જ નથી. ન સુષુપ્ત અવસ્થામાં, ન જાગૃત અવસ્થામાં. તે જીવો કદી પણ-કોઈપણ જન્મમાં મોક્ષનેમુક્તિને માનતા જ નથી !"શાસ્ત્રોમાં જેવો મોક્ષ કહેવામાં આવ્યો છે એવો મોક્ષ હોઈ શકતો જ નથી.” એવી અભવ્ય જીવોની માન્યતા હોય છે ! "એવું કેમ ?" આ પ્રશ્ન ન પૂછશો. જીવાત્માઓમાં પોતપોતાની યોગ્યતાની વાત હોય છે આ. કોઈક વાર ભવ્ય જીવ પણ અભવ્ય જેવો લાગે છે જે સમયે મોક્ષરચિ સુષુપ્ત હોય, મોક્ષ પ્રત્યે દ્રષ્ટિ ન ખૂલી હોય એ સમયે તે ભવ્ય જીવ પણ મોક્ષ તરફ નફરત Page #244 -------------------------------------------------------------------------- ________________ 232 શ્રાવક જીવન કરે છે. મોક્ષને નથી માનતો. જ્યારે તેનું "ભવ્યત્વ” પરિપક્વ થાય છે ત્યારે દૃષ્ટિ ખૂલે છે - આંતરવૃષ્ટિ ખૂલે છે અને મોક્ષ પ્રતિ દ્વેષ નથી કરતો, મોક્ષ પ્રતિ અદ્વેષી બને છે. મોક્ષ પ્રતિ અદ્વેષ H ભવ્યાત્માની એક અવસ્થાઃ મોક્ષદ્વેષ દૂર થવો એ સામાન્ય વાત નથી, મહત્ત્વપૂર્ણ ઘટના છે. ભવ્યજીવનો ઘણો બધો વિકાસ થયા પછી આ ઘટના બને છે. "અભવ્ય” આત્માની અનંતકાલીન સંસારયાત્રામાં આ “મોક્ષ-અદ્વૈષ ની ઘટના સંભવિત નથી ! સદેવ મોક્ષદ્વેષ જ હોય છે. આ આત્માઓનું પોત જ એવું હોય છે !! સભામાંથી અમે લોકો મોક્ષ સમજતા જ નથી. સમજતા નથી એટલે મોક્ષ પ્રતિ રાગ નથી...તો શું અમે મોક્ષદ્વેષી કહેવાઈએ? મહારાજશ્રી ના, મોક્ષ પ્રત્યે રાગ નથી એનો અર્થ મોક્ષદ્વેષ નથી, પરંતુ મોક્ષ પ્રતિ અદ્વેષ છે. જેમ રાગ નહીં તેમ દ્વેષ નહીં. મારા જેવો કોઈ સાધુ અથવા શ્રાવક મોક્ષનું સ્વરૂપ સમજાવતો હોય ત્યારે શું મનમાં એવું થાય છે કે "ના. મારે આવો મોક્ષ ન જોઈએ, આવો મોક્ષ હોઈ જ ન શકે ?" . સભામાંથી ના, એવું નથી થતું. મહારાજશ્રી તો પછી તમે ભવ્ય આત્મા છો! અરે, દ્વેષ હોય તો પણ હું તમને "અભવ્ય આત્મા કહી શકતો નથી! કારણ કે આવનારા જન્મોમાં કદાચ ભવ્યત્વ ઉજ્જવળ થઈ જાય..... આત્માની વિશુદ્ધિ વધી જાય, એ સમયે તમારા મનમાં મોક્ષરાગ જાગ્રત પણ થઈ જાય ! એટલા માટે "આ ભવ્યાત્મા છે કે અભવ્યાત્મા એનો સાચો જવાબ વિશિષ્ટ શ્રુતજ્ઞાની જ આપી શકે. અને અવધિજ્ઞાની વગેરે પણ આપી શકે છે. આત્માને આત્મજ્ઞાનથી જોનારા અને જાણનારા આ વાત બતાવી. શકે છે ! મિથ્યાત્વની સાથે મુક્તિ પ્રેમ થઈ પણ શકે છે ? આપણી પાસે ન તો પૂર્વોનું જ્ઞાન છે, ન તો અવધિજ્ઞાન વગેરે આત્મપ્રત્યક્ષ જ્ઞાન છે ! આપણી પાસે જે અતિ અલ્પ શાસ્ત્રજ્ઞાન છે, એના આધારે શાસ્ત્રચર્ચા કરવાની છે. ભવ્ય- મિથ્યાત્વી જીવની એક એવી અવસ્થા આવે છે કે જ્યારે તેનામાં મુક્તિની ચાહના ઉત્પન્ન થાય છે ! ભલે પોતપોતાના ધર્મ અનુસાર મુક્તિની કલ્પના હોય, Page #245 -------------------------------------------------------------------------- ________________ ભાગ - 1 233 પણ મુક્તિની ઈચ્છા જાગ્રત થાય છે. અભવ્ય-મિથ્યાત્વીને કદી પણ, કોઈ પણ જન્મમાં મુક્તિનો પ્રેમ પેદા થતો જ નથી, એટલું જ નહીં, મોક્ષ પ્રતિ દ્વેષ પણ રહે છે ! મિથ્યાત્વથી અતિચાર : સમ્યકત્વ સહિત બાર વ્રત જ્યારે ગૃહસ્થ ગ્રહણ કરે છે ત્યારે એ સમયે (જો તે જીવ ભવ્ય હોય તો) આત્મામાં વિશેષ પ્રકારની શુદ્ધિ પ્રકટ થાય છે, પરંતુ તે શુદ્ધિ સંપૂર્ણતયા (Totally) મિથ્યાત્વની અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભની સફાઈ કરવામાં સમર્થ નથી બનતી તો ગમે ત્યારે પણ ઉપશાંત મિથ્યાત્વ અને ઉપશાંત કષાય ઉદયમાં આવી શકે છે અને જીવને ભ્રમિત કરી શકે છે, અસ્વસ્થ કરી શકે છે. ભ્રમિત અને અસ્વસ્થ મનુષ્ય વ્રતોને દૂષિત કરે છે - અતિચાર લાગે છે. વ્રતધારી શ્રાવક જ નહીં, મહાવ્રતધારી સાધુ પણ જો તેનાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય ઉદયમાં આવી જાય તો તે પણ પોતાનાં વ્રતોને અતિર ર લગાવે છે. મિથ્યાત્વ અને કષાયોનો તીવ્ર ઉદય થતાં સાધુ અને શ્રાવક વ્રતભ્રષ્ટ પણ થઈ શકે છે. ભૂતકાળમાં આવા ઘણા પ્રસંગો બન્યા છે અને વર્તમાનકાળમાં પણ બને છે. સમ્યકત્વના પાંચ અતિચાર : જ્યારે મિથ્યાત્વનો ઉદય થાય છે ત્યારે પાંચ પ્રકારના અતિચારો લાગે છે. "પ્રવચન સારોદ્ધાર” ગ્રંથમાં આ પ્રકારના અતિચારો બતાવવામાં આવ્યા છે. संका कंखा य तहा वितिगिच्छा, अन्नतित्थि य पसंसा परतित्थि ओव सेवणमइयारा पंच सम्मत्ते / પહેલો અતિચાર છે શંકા, જીવાદિક નવ તત્ત્વના વિષયમાં સંશય કરવો. બીજો અતિચાર છે કંખા, એટલે અન્ય ધર્મો સાથે વીતરાગ ધર્મની તુલના કરીને અન્ય ધર્મોને વિશેષ માનવા. ત્રીજો અતિચાર છે રિતિગિચ્છા-અતિભ્રમ થતાં ફળ ઉપર સંદેહ કરવો. ચોથો અતિચાર છે અન્ય ધાર્મિકોની પ્રશંસા કરવી–વીતરાગ ધર્મની નિંદા કરવી. ' . Page #246 -------------------------------------------------------------------------- ________________ 234 શ્રાવક જીવન પાંચમો અતિચાર છે અન્ય ધાર્મિકોની સેવા કરવી, સ્વયંના ધર્મગુરુઓની સેવા ન કરવી. જ્યારે મિથ્યાત્વનો ભાવ આત્મામાં ઉદિત થાય છે ત્યારે આ બધી બાબતો મનુષ્યના જીવનમાં આવે છે. એનાથી સમ્યકત્વ દૂષિત થાય છે. ક્લિષ્ટ કષાયોના ઉદયથી અતિચાર ? જે રીતે મિથ્યાત્વથી સમ્યકત્વ દૂષિત થાય છે, એ રીતે કષાયોના ઉદયથી વ્રત દૂષિત થાય છે. * તીવ્ર ક્રોધ થવાથી પહેલું અણુવ્રત દૂષિત થઈ શકે છે. ક્રોધમાં હિંસા થઈ જવી સ્વાભાવિક છે. એ રીતે ક્રોધમાં મનુષ્ય જૂઠું પણ બોલી શકે છે. એટલે બીજું અણુવ્રત દૂષિત થાય છે. * તીવ્ર માન–કષાયના ઉદયથી પણ હિંસા વગેરે પાપોનું આચરણ થઈ જાય છે. * તીવ્ર માયા કરવાથી ત્રીજું, ચોરી ન કરવાનું અણુવ્રત દૂષિત થાય છે. અસત્ય પણ બોલાય છે.....આ રીતે અણુવ્રતોને અતિચાર લાગે છે. લોભ-કષાયના ઉદયથી કયું વ્રત દૂષિત થતું નથી ? લોભ એટલે કે આસક્તિ, મમત્વ, સ્નેહ વૃદ્ધિ–એવો લોભ પાંચ અણુવ્રતોને અતિચારોથી દૂષિત કરે જ છે. ગુણવ્રતોને અને શિક્ષાવ્રતોને પણ દૂષિત કરે છે. "ક્લિષ્ટ કર્મોના ઉદયથી અતિચાર લાગે છે.” આ ખૂબ મહત્ત્વપૂર્ણ વાત છે. આ વાત બીજા માટે વિચારવાથી, અતિચાર લગાડનારા બીજા લોકો પ્રત્યે અભાવ યા દ્વેષ પેદા નહીં થાય. બીજા વ્રતધારીઓ પ્રત્યે - “આમને ક્લિષ્ટ કર્મોનો ઉદય થયો છેએટલા માટે તેઓ પોતે ગ્રહણ કરેલાં વ્રતોને દૂષિત કરી રહ્યા છે....શું કરે તેઓ? જીવાત્માનો કોઈ દોષ નથી. આ રીતે આપણા મનનું સમાધાન કરવાથી આપણા મનમાં દ્વેષ પેદા થશે નહીં. શાન્તિ રહેશે. પરંતુ આ વિચાર સ્વયં-પોતાના માટે કરવાનો નથી. જ્યારે આપણને અતિચાર લાગે છે ત્યારે અમારાં ક્લિષ્ટ કમના ઉદયથી મારાં વ્રતોને દૂષિત કરું છું.” એવું વિચારવાથી વ્રતોને દૂષિત કરતા જ જશો. કદીય અતિચારોથી બચશો નહીં. અતિચાથી આગળ વધીને અનાચારનું સેવન અને વ્રતભંગ કરી બેસશો. વિચારવામાં બંને દ્રષ્ટિબિંદુ ભિન્ન હોવાં જોઈએ. જે રીતે બીજા માટે વિચારવાનું છે એ રીતે પોતાને માટે નથી વિચારવાનું. આપણી વિચારવાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે જેથી બીજાં પ્રત્યે દ્વેષ ન હોય અને પોતાને માટે નિરાશા ન હોય - જૂઠો Page #247 -------------------------------------------------------------------------- ________________ ભાગ - 1 ૨૩પ આત્મ સંતોષ પણ ન હોય. જે તમે વિચારશો કે "મારાં વ્રત અતિચારોથી દૂષિત થાય છે, હું શું કરું? મારાં પાપકર્મોને લીધે દૂષિત થઈ રહ્યાં છે; કદયને મટાડવો મારા હાથની વાત નથી.” તો શું થશે ? એક દિવસ તમે વ્રતભંગ કરી બેસશો. પાપકર્મોનો પરાભવ કરી શકાય છે? એટલા માટે ગ્રંથકાર મહર્ષિ કહે છે - તમે પાપકર્મોનો પરાભવ કરી શકો છો, કરતા રહો. વિદિતાનુષ્ઠાનવીર્યતા–ત " તમે જે સમ્યકત્વ ગ્રહણ કર્યું છે, તે સમ્યકત્વની, તે સમ્યગ્દર્શનની પ્રતિદિન સ્મૃતિ તાજી રાખો. પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય–આ પાંચ વાતોનું પાલન કરતા રહો......તમે પાપ કર્મો ઉપર વિજય પામશો. તમે જે અણુવ્રત ગુણવ્રત, શિક્ષાવ્રત ગ્રહણ કર્યા હોય તેમના સ્વરૂપનું પ્રભાવનું, અને ફળનું ચિંતન કરતા રહો. તમે પાપકર્મોનો પરાભવ કરશો. માત્ર એક બે વાર ચિંતન કરવાથી કામ ચાલશે નહીં. પુનઃપુનઃ ચિંતન, પુનઃપુનઃ સ્મરણ કરતા રહેવું પડશે. સદૈવ શુભ વ્યવહારોનું પાલન કરવું પડશે, જો "જીવવીર્ય” હોય તો ! આ જ જીવસામર્થ્યથી પાપ કર્મો પર વિજય પામવાનો છે. પાપકર્મો ઉપર વિજય પામવાથી અતિચાર લાગવાનો સવાલ જ પેદા થતો નથી. ટીકાકાર આચાર્યદવ કહે છે : विहितानुष्ठानं सर्वापराध व्याधिविरेचनौषधं महत् / આ સ્વીકૃત સમ્યકત્વ-અણુવ્રત-ગુણવ્રતશિક્ષાવ્રતોનું પુનપુન સ્મરણ અને તદનુરૂપ શુભ વ્યવહારોનું પાલન એક મહાન ઔષધી છે ! આ ઔષધથી અપરાધરૂપ તમામ વ્યાધિઓનું વિરેચન થઈ જાય છે. એટલે કે તમામ અપરાધો નષ્ટ થઈ જાય છે. પછી કોઈ અતિચાર લાગશે જ નહીં. ગ્રહણ કરેલા સમ્યકત્વ અને વ્રતોનું નિરતિચાર પાલન કરવા માટે ગ્રંથકાર અને ટીકાકાર મહર્ષિ કેટલું સમુચિત માર્ગદર્શન આપી રહ્યા છે ! પુરુષાર્થ પ્રત્યે પ્રેરિત કરે છે, કારણ કે પાપકર્મોના ઉદયથી અતિચાર લાગે છે. આ વાસ્તવિકતા બતાવી, પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને હાથ બાંધીને નિષ્ક્રિય બનીને બેસી રહેવાનું નથી કહ્યું. પરંતુ એ પાપકર્મો ઉપર વિજય પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપ્યો: "તમે Page #248 -------------------------------------------------------------------------- ________________ 236 શ્રાવક જીવન પુરુષાર્થ કરતા રહો, તમે પાપકર્મો ઉપર, અતિચારો ઉપર વિજય પામી શકશો. આ પુરુષાર્થથી તમે એવી સ્થિતિ પ્રાપ્ત કરશો કે જેથી તમામ અતિચારો, સર્વ અપરાધો નષ્ટ થઈ જશે. સાચો પુરુષાર્થ કરવાનું માર્ગદર્શન : પુરુષાર્થ નિષ્ઠાથી કરવો જોઈએ. આત્મસાક્ષીથી કરવો પડશે - માત્ર દેખાવ ન હોવો જોઈએ. પુરુષાર્થ કેવા પ્રકારનો કરવો જોઈએ એનું માર્ગદર્શન આપતાં ટીકાકાર આચાર્યશ્રી કહે છે: 1. એ વ્રતોનું પ્રતિદિન અનુસ્મરણ કરો. 2. એ વ્રતો પ્રત્યે બહુમાન–અહોભાવ જાગ્રત રાખો. 3. અવ્રતો તરફ એટલે કે હિંસા, અસત્ય, ચોરી, મૈથુન વગેરે પ્રતિ વૃણા તિરસ્કારનો ભાવ સતત રાખો. 4. પાપસેવનનાં અને વ્રતભંગનાં ફળોનું આલોચન-ચિંતન કરો અને વ્રતપાલનના ફળનું ચિંતન કરો. પ. તીર્થંકર પરમાત્માની ભક્તિ કરો. 6. સુસાધુ પુરુષોની પપાસના કરો. અને 7. ઉત્તમ ગુણો પ્રત્યે સમભાવ જાળવી રાખો. આ સાત વાતો છે પુરુષાર્થના ક્ષેત્રની. પ્રમાદ કર્યા વગર, આ વાતોની ઉપેક્ષા કર્યા વગર પુરુષાર્થ કરવાની પ્રેરણા આપે છે ગ્રંથકાર અને ટીકાકાર આચાર્યદિવ બંને. હવે હું આ સાતે વાતોને કંઈક સ્પષ્ટ કરીને સમજાવું છું. આજે બારે વ્રતોનું વિવેચન પૂર્ણ કરવું છે. કાલના વ્રતધારી શ્રાવક ગૃહસ્થોની સામાન્ય જીવન ચર્ચા બતાવવી છે. એટલા માટે આજ આ સાત મહત્ત્વપૂર્ણ વાતો એકાગ્ર ચિત્તથી સાંભળી લેવી. કારણ કે આ સાત વાતો "પંચાશક” નામના ગ્રંથમાંથી - જે આ ગ્રંથકારનો ગ્રંથ છે - ટીકાકાર આચાર્યદવે લઈને બતાવી છે. ખૂબ જ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું વ્રતોની પ્રતિદિન સ્મૃતિ રાખોઃ પ્રથમ વાત તો એ છે કે વ્રત ગ્રહણ કર્યા પછી તમે તમારા મનમાં વ્રતોનું સ્મરણ Page #249 -------------------------------------------------------------------------- ________________ ભાગ - 1 237 કરતા રહો. એટલે કે તમે કેટલાં અને કેવા પ્રકારનાં વ્રતો ગ્રહણ કર્યા છે તે યાદ કરતા રહેવું. વ્રતો પ્રત્યે બહુમાન જાળવી રાખો : પ્રતિદિન વ્રતોનું અનુસ્મરણ કરવાનું છે તે બહુમાનથી કરવાનું છે. કેટલાં સુંદર છે આ વ્રતો ! આ વ્રતોને કારણે મારો આત્મા અનંત અનંત પાપોથી બચી ગયો છે. મારા સમગ્ર જીવનને કેવું સંયમિત કરી દીધું છે? "તીર્થંકર પરમાત્માએ એક એક વ્રત કેટલું સરસ બતાવ્યું છે! જ્યાં સુધી મારે ગૃહસ્થાવાસમાં રહેવું પડે, ત્યાં સુધી મારા જીવનમાં આ વ્રતો હોવાં જ જોઈએ. હું આ વ્રતોનું સારી રીતે પાલન કરીશ.” આ પ્રકારનો બહુમાનનો ભાવ રાખવાથી વ્રતો પ્રત્યેનું આકર્ષણ વધે છે અને એનાથી પુણ્યાનુબંધી પુણ્યકર્મનું બંધન થાય છે. પાપો પ્રત્યે ધૃણા કરો : * સમ્યકત્વ પ્રત્યે પ્રીતિ રાખવાની છે અને મિથ્યાત્વ પ્રત્યે ધૃણા–જુગુપ્સા કરવાની છે. * સત્યનો પક્ષપાત રાખો અને અસત્ય-જૂઠની નિંદા કર્યા કરો. અસત્યનો કદીય પક્ષ ન લેવો. * અચૌર્યથી, ન્યાયનીતિથી અને ઈમાનદારીથી સ્નેહ–સંબંધ રાખવાનો છે. તો બીજી તરફ ચોરી, અનીતિ, બેઈમાની પ્રત્યે ઘોર ધૃણા કરતા રહો. કદી પણ લોભમાં ખેંચાઈને ચોરીનો પક્ષપાત ન કરો. * સદાચારથી (સ્વત્રી સંતોષ અને પરસ્ત્રી ત્યાગ) પ્રેમ રાખો અને દુરાચારની ઘોર ધૃણા કરતા રહો. * અપરિગ્રહ સાથે નિરંતર પ્રેમ રાખવા માટે પરિગ્રહની તીવ્ર જુગુપ્સા કરતા રહો. પરિગ્રહની કટુ આલોચના કરો. * નિયંત્રિત જીવનપદ્ધતિ (ગુણવ્રતમય જીવન)થી સ્નેહભાવ રાખવા માટે અનિયંત્રિત અને સ્વચ્છેદ જીવન પદ્ધતિનો ઘોર વિરોધ કરતા રહો. * વ્રતો તરફ પક્ષપાત અને પાપો પ્રત્યે ધૃણા કરવાથી વ્રતો પ્રત્યે શ્રદ્ધા વધતી Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન 238 પરિણતિનું આલોચન કરો. ચોથી વાત છે પરિણતિ એટલે કે ફળ, પરિણામનો વિચાર કરવાથી, વ્રતોનું નિરતિચાર પાલન કરવાથી કયું ફળ મળે છે ? અતિચાર સહિત જો વ્રતપાલન કરીએ તો કયું ફળ મળે છે. અને વ્રત ભંગ કરવાથી કયું ફળ મળે છે? આ સર્વ વાતોની પલિોચના કરવી જોઈએ. આ પ્રકારનાં ચિંતનથી વ્રતપાલનમાં દ્રઢતા આવે છે. કારણ કે વ્રતભંગનું પરિણામ અશુભ જ હોય છે. અતિચાર સહિત વ્રતપાલન કરવાથી પણ ફળ સારું જોઈએ તેવું પ્રાપ્ત થતું નથી. તીર્થંકર-ભક્તિ કરો : પાંચમો પુરુષાર્થ છે તીર્થકરની ભક્તિનો-તીર્થંકર પરમાત્માનો પ્રભાવ અચિંત્ય અને અભુત હોય છે. તીર્થંકરનું સ્વરૂપ સમજાવતાં એક પ્રાચીન મહર્ષિએ લખ્યું * પરમાત્મા અચિન્હ ચિંતામણિ છે. * ભવસાગરમાં જહાજ છે. * ત્રિલોકના નાથ છે. * અનુત્તર પુણ્યનો ભંડાર છે. * રાગ-દ્વેષ અને મોહથી મુક્ત છે. બીજી એક જગાએ કહેવામાં આવ્યું છે કે પરમાત્મા તીર્થંકર દેવ - * ભવસાગરમાં નિયમિક છે. * ભવ વનમાં સાર્થવાહ અને * ભવ વનમાં જીવોની રક્ષા કરનારા મહાગોપ છે. તીર્થંકર પરમાત્માનું ચિંતન, આ વિશેષતાઓ દ્વારા કરવું જોઈએ. એનાથી બ્દયમાં પરમાત્મા પ્રત્યે અપૂર્વ આદર ઉત્પન્ન થશે અને બહુમાનપૂર્વક ભક્તિ થશે. અને એ ભક્તિ અદ્દભુત હશે. પરમાત્માની પ્રતિદિન અષ્ટ પ્રકારી પૂજા કરો. અભિષેક, પૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા, ધૂપપૂજા, દીપકપૂજા, અક્ષતપૂજા, નૈવેદ્યપૂજા અને ફળપૂજા–આ અષ્ટ પ્રકારી પૂજા છે. પછી ભાવપૂજા કરવાની છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ભાગ - 1 239 નિદભ અને નિષ્કપટ હદયથી જે મનુષ્ય પરમાત્માની ભક્તિ કરે છે તે ભગવદ્ અનુગ્રહને પાત્ર બને છે. જે મનુષ્ય ઉપર ભગવદ્ અનુગ્રહ અવતરિત થાય છે તે વતપાલન કરવામાં સમર્થ - શક્તિમાન બને છે. કુમારપાળ મહારાજા, પેથડશાહ મહામંત્રી વગેરે વ્રતધારી શ્રાવક પ્રતિદિન ભાવપૂર્વક પરમાત્માની ભક્તિ કરતા હતા. તેથી તેમણે વ્રતપાલનમાં દૃઢતા પ્રાપ્ત કરી. સંકટ સમયે પણ તેઓ અડગ રહ્યા. એટલા માટે વ્રતધારી સ્ત્રી પુરુષોએ પ્રતિદિન પરમાત્મભક્તિ મન, વચન અને કાયા દ્વારા સ્થિર કરવી જોઈએ. સુસાધુ પુરુષોની પપાસના કરો : જેવી રીતે પ્રતિદિન પરમાત્મ-ભક્તિ કરવાની છે તે રીતે જ પ્રતિદિન સગુરુ જનોની સર્વ પ્રકારે ઉપાસના કરવાની છે. જે રીતે રાજા કુમારપાળ આચાર્યદિવ હેમચંદ્રસૂરિજીની પપાસના કરતો હતો, જે રીતે મહામંત્રી પેથડશાહ આચાર્યદિવ ધર્મઘોષસૂરિજીની ઉપાસના કરતો હતો, જે રીતે રાજા આમ આચાર્યદિવ બપ્પ ભટ્ટસૂરિની પÚપાસના કરતો હતો, તે રીતે. સદ્ગુરુનો સંયોગ મળવો પણ દુર્લભ છે, સંયોગ મળ્યો છે તો મહાન ભાગ્યોદય સમજીને સદગુરુની પપાસના કરી લેવી જોઈએ. પપાસના એટલે સર્વ પ્રકારની ઉપાસના. ભિક્ષા, વસ્ત્ર, પાત્ર અને ઔષધથી તો સેવા કરવાની જ હોય છે, પણ વિશેષમાં તેમની જ્ઞાનોપાસનામાં, તેમના શાસન પ્રભાવનાનાં કાર્યોમાં સહયોગી બનવાનું હોય છે. પોતપોતાની શક્તિ અનુસાર સહયોગી બનવાનું હોય છે. આનાથી સદ્ગુરુની પરમ કૃપા પ્રાપ્ત થાય છે, કૃપાનું બળ અદ્ભુત હોય છે. એ કૃપાબળથી વ્રતપાલનમાં દ્રઢતા આવે છે. જો વ્રત ગ્રહણ ન કર્યો હોય તો વ્રત ગ્રહણ કરવાની ઈચ્છા જાગે છે. ગુરુનું સતત માર્ગદર્શન મળવાથી મોક્ષમાર્ગની આરાધનામાં ગતિ આવે છે, પ્રગતિ થાય છે, અને હિંમત વૃદ્ધિ પામે છે; એટલા માટે ગુરુપયુપાસના અવશ્ય કરતા રહો. ઉત્તર ગુણોથી અલંકૃત થાઓઃ “પ્રવચનસારોદ્ધાર” નામે ગ્રંથમાં શ્રાવકના 21 ગુણો બતાવવામાં આવ્યા છે. તે જ "ઉત્તરગુણ” હોવા જોઈએ એવું હું સમજુ છું. અક્ષુદ્ર, રૂપવાન, સૌમ્ય, લોકપ્રિય, અક્રૂર, ભીરુ, અશઠ, સ-દક્ષિણ, લજ્જાયુક્ત, દયાયુક્ત, મધ્યસ્થ સૌમ્યતૃષ્ટિગુણરાગી, સત્કથાકારી, સુદીર્ઘદર્શી, વિશેષજ્ઞ, વૃદ્ધાનુસારી, વિનીત, કૃતજ્ઞ, Page #252 -------------------------------------------------------------------------- ________________ 240 શ્રાવક જીવન પરહિતાર્થકારી અને લબ્ધલક્ષ-આ 21 ગુણો છે. એવા ગુણવાન પુરુષ વ્રતપાલનમાં દઢ બનશે જ. બુદ્ધિમાન વ્યક્તિએ પ્રમાદ ન કરવો જોઈએ: આ રીતે સાત વાતોનો પુરુષાર્થ બતાવ્યો છે. પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. પ્રમાદ ન કરવો. ગ્રંથકાર આચાર્યદવ કહે છે કે બુદ્ધિમાન વ્યક્તિએ પ્રમાદ ન કરવો જોઈએ, આળસ ન કરવી. તમે તો બુદ્ધિમાન છો ને? તો પછી આ સાત પ્રકારના પુરુષાર્થ કરો. આ પ્રકારે પુરુષાર્થ કરનાર બુદ્ધિમાન, જો વ્રતધારી નહીં હોય તો વ્રતધારી બની જશે અને વ્રતધારી હશે તો કદી વતભંગ નહીં કરે. કદીય વ્રતભંગ નહીં કરે ! પુરુષાર્થથી અતિચારો પર વિજય પ્રાપ્ત કરવાનો છે - અતિચારરહિત વ્રતપાલન કરવાનું છે. આજ બાર વ્રતોનું વિવેચન પૂર્ણ થયું. વિવેચના શાસ્ત્રસાપેક્ષ રહીને કરી છે, છતાં પણ પ્રમાદથી યા અજ્ઞાનથી, જિનાજ્ઞાથી વિપરીત બોલ્યો હોઉં તો–બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડે ! Page #253 -------------------------------------------------------------------------- ________________ સર્જનનાં “માઈલસ્ટોન' कचंद महेता निर्मित काशन ट्रस्ट * ધર્મ સરણે પવજજાભિ (ભાગઃ 1-2-3-4) * પ્રશમરતિ (સંપૂર્ણ) * જૈન રામાયણ (ભાગ 1-2-3) * પર્વ પ્રવચનમાળા * મારગ સાચા કૌન બતાવે * પ્રીત કિયે દુઃખ હોય * પાંપણે બાંધ્યું પાણિયારું * નીલ ગગનના પંખેરૂ * વિજ્ઞાન સેટ (3 પુસ્તકો) છે તારા દુઃખને ખંખેરી નાંખ * સર્વજ્ઞ જેવા સૂરિદેવ * વિચારપં ખી * જૈનધર્મ * દોસ્તી * શ્રદ્ધાની સરંગમ * વાર્તાદીપ 0 અંજના છે ન મિયતે રીસાયેલો રાજકુમાર * જિન દર્શન * ફુલપાંદડી * માંગલિક * સુવાસ સેટ (3 પુસ્તકો) પ્રાર્થના * વ્રત ધરે ભવ તરે * શ્રાવક જીવન (1-2-3-4) જ્ઞાનસાર * સમરાદિત્ય મહાકથા (ભાગ 1-2-3) * શોધ પ્રતિશોધ * JAIN RAMAYAN (1-2-3) * THE WAY OF LIFE (1-2-3-4) * GUIDELINESS OF JAINISM * A CODE OF CONDUCT . TREASURE OF MIND * SCIENCE SET (3 BOOKS) (ATMA-KARMA-DHARMA) * JIN DARSHAN * BURY YOUR WORRY . 13 MINI BOOKLETS * अरिहंत (हिन्दी मासिकपत्र) For Private & Personal Use Onl www.jainelibrary.de * अन्य हिन्दी साहित्य Page #254 -------------------------------------------------------------------------- ________________ BU HENDU