________________
८०
શ્રાવક જીવન
દુઃખ સહન કર્યાં હતાં તો હવે તો મનુષ્ય ભવ પામ્યો છું. અને અહીં આ સાધુજીવનમાં થોડાંક દુઃખો આવતાં કેટલો અશાંત થઇ ગયો ? આ પવિત્ર જીવન છોડીને ગૃહસ્થવાસમાં જવા તૈયાર થઈ ગયો....! ના, હું ગૃહવાસમાં પાછો નહીં જાઉં."
ભગવંતના ઉપદેશથી મેઘકુમાર મુનિનું મન શાન્ત, પ્રસન્ન અને સ્વસ્થ થઇ ગયું અને તે ધી૨-વી૨ બનીને મોક્ષ માર્ગે અગ્રેસર થયા.
યુવરાજ યુગબાહુ ઉપર તેમના જ મોટા ભાઈ મણિરથે ગળા ઉપર તલવારનો ઘા કર્યો....આ સમયે યુગબાહુની પત્ની મદનરેખાએ અશાન્ત અને વૈરાગ્નિથી પ્રચંડ બનેલા યુગબાહુને ધર્મનો ઉપદેશ આપ્યો.....યુગબાહુનું મન પ્રશાન્ત થયું, વૈરાગ્નિ હોલવાઈ ગયો અને મરીને દેવગતિમાં ચાલ્યો ગયો. ધર્મોપદેશનો આ મહિમા છે.
અમને એવા અનેક અનુભવો છે કે ધર્મોપદેશ સાંભળીને કેટલાકે આત્મહત્યા કરીને મરવાનો વિચાર પણ છોડી દીધો હોય અને તેમનાં મન શાન્ત, પ્રસન્ન અને સ્વસ્થ બન્યાં હોય, તેમજ ધર્મમાર્ગે ચાલનારા બન્યા હોય. ઉપદેશ સાંભળીને હિંસાના વિચાર છોડી દે છે; ગ્લાનિ અને ખેદ દૂર થઈ જાય છે ઉપદેશ સાંભળીને! ધર્મોપદેશક કેવા હોવા જોઈએ ઃ
પરંતુ આ તમામ બાબતો ધર્મોપદેશક મુનિ ઉપર નિર્ભર છે. ધર્મનો ઉપદેશ આપનાર સાધુ
૧. શ્રોતાઓની કક્ષા સમજનારા હોવા જોઈએ.
૨. ઉપદેશ આપતાં ન થાકે એવા હોવા જોઈએ.
૩. પરોપકાર પ્રવૃત્તિમાં રસિક હોવા જોઈએ.
૪. સ્વ-૫૨ શાસ્ત્રોના જ્ઞાતા હોવા જોઈએ.
હવે એક વાતને સંક્ષેપમાં સમજાવું છું. આ ઘણી મહત્ત્વની વાતો છે.
પ્રથમ વાત છે શ્રોતાઓની કક્ષા સમજવાની. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ "ષોડશક” નામે ગ્રંથમાં શ્રોતાઓની ત્રણ કક્ષાઓ બતાવી છે બાલ, મધ્યમ અને બુધ.
ધર્મતત્ત્વથી જેઓ અજાણ છે, ધર્મક્ષેત્રમાં નવા નવા આવેલા છે તે જીવો બાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org