________________
ભાગ - ૧
૭૯ ધમપદેશ સાંભળવાથી શારીરિક દુખોનો નાશ :
આવો જ ઉપકાર કર્યો હતો આચાર્યદેવ મુનિચંદ્રસૂરીશ્વરજીએ. જ્યારે રાજકુમારી મયણાદેવીનું લગ્ન કુષ્ઠરોગી રાજા ઉંબરરાણા સાથે થયું ત્યારે મયણાસુંદરી ઉંબરરાજની સાથે ગુરુદેવ મુનિચંદ્રસૂરીશ્વરજીની પાસે ગઈ હતી. તેણે ગુરુદેવને કહ્યું હતું ?
"ગુરુદેવ, નગરમાં જૈન ધર્મની ઘોર નિંદા થઈ રહી છે. હું જૈનધર્મની આરાધના કરનારી અને મને આવો કોઢવાળો પતિ મળ્યો...... મારા જૈન ધર્મની નિંદા થઈ રહી છે. આથી આપ કૃપા કરીને એવો ઉપાય બતાવો કે જેથી મારા પતિનો કોઢ દૂર થઈ જાય અને લોકો ધર્મનિંદા કરતાં બંધ થઈ જાય."
આચાર્યદિને ઉપાય બતાવ્યો સિદ્ધચક્ર મહામંત્રની આરાધનાનો. ઉપાય બતાવ્યો નવ દિવસનું આયંબિલ તપ કરવાનો અને નવપદનું એકાગ્ર મનથી ધ્યાન કરવાનો. મયણાસુંદરીએ અને ઉબરરાજે એવું જ તપ કર્યું, ધ્યાન ધર્યું અને સિદ્ધચક્ર યંત્રની પૂજા કરી. પરિણામ તો તમે લોકો જાણો જ છો. ઉંબરરાજનો કોઢ મટી ગયો અને તે દેવકુમાર જેવો સ્વરૂપવાન થઈ ગયો. નિંદકોનાં મુખ બંધ થઈ ગયાં.
માત્ર ઉંબરરાજનો જ રોગ દૂર થયો એવું નથી, તેના પ્રાણરક્ષક સાતસો સાથીઓના પણ શરીર–રોગો દૂર થઈ ગયા ! આ સમગ્ર પ્રભાવ કોનો હતો ? ધર્મોપદેશનો. એટલા માટે શાસ્ત્રકાર આચાર્યદવ કહે છે કે સદૈવ ધર્મનો ઉપદેશ આપ્યા કરો. થાક્યા વગર ધર્મનો ઉપદેશ આપ્યા કરો. આ શ્રેષ્ઠ ઉપકારી કાર્ય
ધમપદેશથી મનનાં દુઃખ દૂર થાય છે ?
ધર્મના ઉપદેશથી જેવી રીતે તનનાં દુઃખ દૂર થાય છે તેવી રીતે મનનાં દુઃખ પણ દૂર થાય છે. મેઘકુમાર મુનિ જે સમયે શ્રમણ ભગવાન મહાવીરની સામે ઊભા હતા, મનમાં ઘોર અશાંતિ હતી; રાતભર તેમને નિદ્રા આવી ન હતી. તેઓ આખી રાત આર્તધ્યાન કરતા રહ્યા હતા. "સવારે ભગવાનને કહીને હું ફરીથી ગૃહવાસમાં ચાલ્યો જઇશ. સાધુજીવનનાં કષ્ટો મારાથી સહન થતાં નથી.”
તેઓ ભગવાનની સમક્ષ ઊભા રહ્યા. ભગવાને કરુણાઃ દૃષ્ટિથી મેઘકુમાર મુનિ સામે જોયું. મેઘકુમારને પૂર્વજન્મની વિગત સંભળાવી. હાથીના જન્મમાં એક સસલાને બચાવવા માટે તેમણે કેટલું કષ્ટ, દુઃખ સહન કર્યું હતું, એ બધું યાદ કરાવ્યું. મેઘકુમાર મુનિને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ. “અરે, મેં હાથીના ભાવમાં સમતાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org