________________
પ્રવચન : ૨
પરમ કૃપાનિધિ મહાન શ્રુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી વિરચિત "ધર્મબિંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થનો વિશેષ ધર્મ બતાવે છે.
ધર્મનો ઉપદેશ આપનારાઓને માર્ગદર્શન આપતાં ગ્રંથકાર મહાત્મા કહે છે કે ઃ પહેલાં સાધુધર્મનો ઉપદેશ આપતા રહો, જો ભવ્ય જીવ સાધુધર્મ સ્વીકારવામાં અશક્તિ પ્રકટ કરે તો એને અણુવ્રતાદિ બાર વ્રતમય ગૃહસ્થધર્મનો વિશેષ ઉપદેશ આપો. ધર્મનો ઉપદેશ તો આપતા જ રહો ! ધર્મોપદેશમાં થાકો નહીં; હિતબુદ્ધિથી ઉપદેશ આપ્યા જ કરો.
ટીકાકાર આચાર્યશ્રી કહે છે ઃ
श्रममविचिन्त्यात्मगतं तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् ।
आत्मानं च परं च हि हितोपदेष्टाऽनुगृह्णाति ।।
"હિતવૃષ્ટિથી ઉપદેશ આપનાર સ્વયં ઉપર તથા બીજાઓ ઉપર અનુગ્રહ કરે છે. એટલા માટે ઉપદેશકે પોતાના પરિશ્રમનો વિચાર કર્યા વગર સદૈવ ઉપદેશ આપવો; એ કલ્યાણકારી કામ છે.” કહેવાયું છે કે સદૈવ ધર્મોપદેશ આપતા રહો. ધર્મદેશના : જગતમાં મહાન ઉપકાર :
જો કે ધર્મદેશના—ધર્મોપદેશ જેવો ઉપકાર આ દુનિયામાં બીજો કોઇ નથી. એટલા માટે પરાનુગ્રહ વૃત્તિથી અધ્યવસાયવાળા મુનિવરોએ ધર્મોપદેશ આપવાની શ્રેષ્ઠ પરાનુગ્રહની વૃત્તિ ક૨વી જોઈએ ! આ ગ્રંથના બીજા અધ્યાયમાં ગ્રંથકાર મહર્ષિએ કહ્યું છે ઃ
नोपकारो जगत्यस्मिंस्ताद्दशो विद्यते क्वचित् । यादशी दुःखविच्छेदाद्देहिनां धर्मदेशना ॥
ધર્મોપદેશ સાંભળવાથી શ્રોતાઓના તન-મનનાં દુઃખો દૂર થઈ જાય છે. ટીકાકાર આચાર્યદેવે "દુઃખવિચ્છેદ”નો અર્થ “શરીરમાનસનુગ્રાપનયન” કર્યો છે. ધર્મનો ઉપદેશ સાંભળવાથી શ્રોતાઓનાં શારીરિક દુઃખો દૂર થઈ જાય છે; એટલા માટે ધર્મોપદેશ આપવો એ અદ્વિતીય ઉપકરનું કામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org