________________
ભાગ ૧
૮૧
જીવ કહેવાય છે ! સંસારના ક્ષેત્રોમાં ભલે બુદ્ધિમાન હોય, મોટા મોટા ઉદ્યોગો ચલાવનારા હોય, લાખો-કરોડોની લેણદેણ કરનારા હોય; પરંતુ જો ધર્મતત્ત્વથી સર્વથા અનભિજ્ઞ-અજાણ હોય, ધર્મક્ષેત્રમાં નવા નવા હોય તો તે બાલ જીવ કહેવાય છે ઃ આવા જીવોને એવી ધર્મદેશના આપવી જોઈએ કે જેથી તેમનાં તન-મનનાં દુઃખ - સંતાપ - ક્લેશ દૂર થઈ જાય. તેમના હૃદયમાં દાન, શીલ અને તપ – ધર્મ પ્રત્યે આકર્ષણ થઇ જાય. તેઓ ૫રમાત્મા વીતરાગ દેવ પ્રત્યે, સદ્ગુરુઓ પ્રત્યે અને જિનપ્રણિત ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાન થઇ જાય. આવા જીવોને ક્રિયાત્મક ધર્મ વધારે પસંદ પડે છે.
મધ્યમ કક્ષાના લોકોને વ્રત અને નિયમ વધુ પસંદ આવે છે. વ્રત નિયમોનું સ્વરૂપ, વ્રત નિયમોનાં ફળ, પ્રભાવ વગેરે સાંભળવામાં તેમને વધુ રુચિ ઉપજે છે. આ લોકોને વ્રત-નિયમોના ધા૨ક અને પાલક સ્ત્રી-પુરુષો પ્રત્યે વધારે આકર્ષણ થાય છે. બાલકક્ષાના લોકો આવા વ્રતનિયમો જોતા નથી, તેઓ તો માત્ર ધર્મનો વેશ જુએ છે !
તૃતીય વર્ગના લોકો, બુધ – વિદ્વાનોની અભિરુચિ તત્ત્વજ્ઞાનમાં હોય છે; અને આ લોકો જ તત્ત્વજ્ઞાનના અતલ ઊંડાણમાં જઈ શકે છે. આત્મ સ્વરૂપની ગહન વાતો, મોક્ષ સ્વરૂપની અગમ-અગોચર વાતો આવા બુધજનો જ સમજી શકે છે. સમનયોની અને ચાર નિક્ષેપોની વાતો આ લોકો જ ગ્રહણ કરી શકે છે. આત્માની સ્વભાવ-વિભાવ દશાની ચર્ચા આ વિદ્વાન પુરુષો જ કરી શકે છે.
કર્મબંધની, ગુણસ્થાનકોની, ગણિતની અને ચૌદ રાજલોકની સૂક્ષ્મ વાતો બાલ જીવો અને મધ્યમ જીવો પ્રાયઃ સમજી શકતા નથી. બુદ્ધિમાન મનુષ્ય જ એ સમજી શકે છે.
સમાજમાં સર્વત્ર વિદ્વાનો તો થોડા જ હોય છે. એમાં મધ્યમ જીવો વધારે હોય છે. અને એથી ય વધુ બાલજીવો હોય છે. ધર્મોપદેશ સાંભળવા માટે એકઠા થયેલા એક હજાર લોકોમાં નવસો માણસો બાળ, નેવું માણસો મધ્યમ અને દશ માણસો પ્રાયઃ બુધ-વિદ્વાન હોઇ શકે છે. આવી સભાઓમાં વિશેષ રૂપે બાલજીવોને લક્ષ્ય બનાવીને ધર્મ-ઉપદેશ આપવો જોઈએ.
બાલજીવપ્રચુર સભામાં મોક્ષની અને ગહન તત્ત્વજ્ઞાનની વાતો કહેવાથી કોઈ વિશેષ ફાયદો થતો નથી. કારણ કે તે લોકો મોક્ષની વાત સમજી શકતા નથી. ઘણું કરીને તો મોક્ષતત્ત્વને સમજવાની તેમનામાં બુદ્ધિ હોતી નથી.
એક યુવાન, જો કે બુદ્ધિમાન હતો, ગ્રેજ્યુએટ હતો; પરંતુ ધર્મમાર્ગમાં નવો નવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org