________________
૮૨
શ્રાવક જીવન જોડાયો હતો. મુંબઈમાં રહેતો હતો. તેનો એક મિત્ર તેને જૈનાચાર્યના પ્રવચનમાં લઈ આવ્યો. પ્રવચનમાં તેણે સાંભળ્યું કે જ્યાં સુધી મોક્ષ સારો લાગતો નથી અને સંસારનાં સુખ ખરાબ જણાતાં નથી ત્યાં સુધી તમારી બધી ધર્મક્રિયાઓ વ્યર્થ છે ! તે તમારું કોઈ આત્મકલ્યાણ કરી શકતી નથી.” પ્રવચન સાંભળ્યા પછી તે યુવાન ગહન વિચારોમાં ડૂબી ગયો. “મોક્ષને હું સમજ્યો જ નથી તો પછી "મોક્ષ” સારો લાગવાની વાત જ ક્યાં રહી? અને સંસારનાં સુખ સારાં લાગે છે, પ્રિય લાગે છે તો પછી હું જે પરમાત્મપૂજાની ધર્મક્રિયા કરું છું તે ક્રિયા વ્યર્થ જ છે ! હું જે નવકાર મંત્રનો જાપ કરું છું તે પણ વ્યર્થ જ છે !”
તેણે ધર્મક્રિયા છોડી દીધી. કેટલાક મહિનાઓ પછી તે મને મળ્યો ત્યારે આ વાત મને બતાવી. મને ખૂબ આશ્ચર્ય થયું. મેં એને સમજાવ્યો કેઃ “ભાઈ, ભલે તું મોક્ષનું સ્વરૂપ સમજતો નથી, પરંતુ તને મોક્ષ પ્રત્યે દ્વેષ તો નથી ને? કોઈ મોક્ષની વાત કરે તો તું નારાજ તો થતો નથી ને ? તેણે કહ્યું હું શા માટે નારાજ થાઉં? રાજી થવું કે નારાજ થવું એ તો મોક્ષના સ્વરૂપને જાણ્યા પછીની વાતો છે. મને મોક્ષ પ્રત્યે દ્વેષ નથી.” મેં કહ્યું “તો પછી તારી ધમક્રિયા નિષ્ફળ નથી. સફળ છે.
મેં એને બીજી વાત સમજાવી : "તને સંસારનાં વૈષયિક સુખ સારાં લાગે છે, મીઠાં લાગે છે......પ્રિય લાગે છે, પરંતુ તારી માન્યતા શું છે? શું તું સાંસારિક સુખોને ઉપાદેય માને છે?” તેણે કહ્યું ”ના, હું ઉપાદેય તો માનતો નથી. મને વૈષયિક સુખો પ્રિય લાગે છે – એ વાત પણ મને સારી લાગતી નથી. હું એને મારી કમજોરીનબળાઈ સમજું છું.” મેં કહ્યું: “તો પછી તારે ધર્મક્રિયા છોડવી જોઈએ નહીં, કરવી જ જોઈએ. તારી ધર્મક્રિયા વ્યર્થ નથી, સાર્થક છે.”
તેને સમજાવવામાં આવ્યો અને તેના મનનું સમાધાન કર્યું. બીજી એક વ્યક્તિ આવી. તે પણ આવો ઉપદેશ સાંભળીને જ આવી હતી. હતો તો બુદ્ધિશાળી પરંતુ ધર્મ ક્ષેત્રમાં નવો નવો પ્રવેશ્યો હતો. ગ્રેજ્યુએટ થયા પછી તેણે નોકરી મેળવવા છ માસ સુધી પ્રયત્નો કર્યા, પરંતુ નોકરી ન મળી. તેથી તે ખૂબ અશાંત થઈ ગયો. ગરીબ માતાપિતાનો પુત્ર હતો. તે પોતાના માતા-પિતાને આર્થિક દ્રષ્ટિથી સહાયક બનવા ઈચ્છતો હતો. નોકરી ન મળવાથી તે ખૂબ જ પરેશાન હતો. એક દિવસ પાસે આવેલા ઉપાશ્રયમાં પ્રવચન સાંભળવા ચાલ્યો ગયો. ચાતુર્માસના દિવસો હતા. એક વિદ્વાન મુનિરાજ ત્યાં ચાતુર્માસ બિરાજતા હતા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની આરાધના ચાલતી હતી. અંદાજે પ00 ભાઈ બહેનો અઠ્ઠમનું તપ અને જાપધ્યાન કરતાં હતાં.
જ્યારે એ યુવાન ઉપાશ્રયમાં આવ્યો ત્યારે ત્યાં મુનિરાજ પ્રવચન આપતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org