________________
ભાગ
૮૫
સંભળાવવો હોય છે (માઈક વગર) ત્યારે ઘણો શ્રમ પહોંચે છે. સતત દોઢ-બે કલાક સુધી પ્રવચન આપતાં શરીર પરિશ્રમિત થઈ જાય છે. પરંતુ આવા પરિશ્રમની પરવા કરવી ન જોઈએ. પરોપકારપરાયણ મન આવા પરિશ્રમને પરિશ્રમ માનતું જ નથી.
.
૧
કોઈક વાર એવા ગામમાં પણ જવાનું થાય છે કે જ્યાં સવાર, બપોર અને સાંજ, ત્રણે સમયે પ્રવચન આપવાં પડે છે; પરંતુ લોકોની ઉત્કટ ધર્મભાવના, અપાર ભક્તિ અને સખત છતાં પણ સ્નેહપૂર્ણ આગ્રહ જોઈને થાક લાગતો જ નથી ! પણ જ્યાં પ્રવચન સમયે લોકો મૌન રહેતા નથી, શાન્તિ જાળવતા નથી, અનુશાસનનું પાલન કરતા નથી. ત્યાં થાક લાગે છે, ત્યાં બીજી વાર પ્રવચન માટેની ઈચ્છા થતી નથી. એટલા માટે જે રીતે ઉપદેશકને ઉપદેશ આપવામાં થાક ન લાગે તે રીતે શ્રોતાઓએ અનુશાસનનું પાલન કરવું જોઈએ.
બીજી મહત્ત્વની વાત છે શ્રોતાઓના ઉલ્લાસની. પ્રવચન સાંભળતા શ્રોતાઓના મુખ પર આનંદ કે ઉલ્લાસના ભાવ ઉમટતા હોય તો વક્તાને શ્રમનો અનુભવ થતો નથી. પરંતુ કેટલાક ગામોમાં મેં “સ્થિતપ્રજ્ઞ” શ્રોતાઓ જોયા છે ! એક સરખી ગંભીર મુખમુદ્રા રાખીને પ્રવચન સાંભળતા હોય છે. તેમનાં મુખ ઉપ૨ કોઈ ભાવ પરિવર્તન થતું નથી.
વક્તા પરોપકારરસિક હોવો જોઈએ :
જે વકતાના હૃદયમાં પરોપકારરસિકતા હોય છે તે ઉપદેશ આપવામાં થાકતો નથી. “૫૨-ઉપકાર સમો નહીં સુકૃત.” આ સૂત્ર તેના હૃદયની દીવાલ ઉપર લખેલું હોય છે. તે સહજ રીતે જ પરોપકારની પ્રવૃત્તિમાં પ્રવર્તમાન થાય છે, અને સાધુના જીવનમાં ધર્મોપદેશ સિવાય અન્ય કયું પરોપકારનું કાર્ય હોય છે ? તીર્થંકર ભગવંતોએ આ જ શ્રેષ્ઠ પરોપકારનું કાર્ય બતાવ્યું છે.
પરોપકારરસિક વક્તા વિચાર કરીને ઉપદેશ આપશે. "મારા આ ઉપદેશથી શ્રોતાઓનું હિત તો થશે ને ? અહિત તો નહીં થાયને ? મારો ઉપદેશ જિનાજ્ઞાનુસારી તો છે ને ?” આ વિચારવું અતિ આવશ્યક છે. મનમાં આવેલો ઉપદેશ આપવાથી, મનચાહ્યો ઉપદેશ આપવા માત્રથી બીજા ઉપર ઉપકાર થતો નથી. જિનાજ્ઞાનુસાર ઉપદેશ આપવાથી જ ઉપકાર થાય છે; કારણ કે આ જગતમાં અનાથોનો આધાર જિનવચન જ છે. અશાંતિનું ઔષધ એક માત્ર જિનવચન જ છે. તેથી જ ધર્મોપદેશ જિનવચનરૂપ જ હોવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org