________________
૮૪
મેં એ યુવકને સમજાવ્યો અને તેના મનનું સમાધાન કર્યું.
બાલ જીવોની સામે એમને યોગ્ય ઉપદેશ ન આપવાથી કેવા અનર્થો થાય છે તેનાં અહીં માત્ર બે દૃષ્ટાંતો જ આપ્યાં છે. પરંતુ આ રીતે કેટલા અનર્થો થતા હશે ? એટલે જ ધર્મોપદેશકે ખૂબ જ સાવધાનીથી ઉપદેશ આપવો જોઈએ. શાસ્ત્ર વચનોનો સંદર્ભ સમજીને સાપેક્ષ દૃષ્ટિથી ઉપદેશ આપવો જોઈએ.
શ્રાવક જીવન
કદી કદી તો બુઘ-વિદ્વાન પુરુષોની સામે બાલયોગ્ય ઉપદેશ આપવાથી ઉપદેશકનો ઉપહાસ પણ થાય છે. અમારી સાથે પણ આવો એક બનાવ બન્યો હતો. અંદાજે ૩૦ વર્ષ પૂર્વેની વાત છે. અમારા સ્વ. પરમ ગુરુદેવની સાથે વિહાર કરતા કરતા અમે સૌરાષ્ટ્રના એક ગામમાં ગયા હતા. લાંબો વિહાર કરીને એ ગામમાં પહોંચ્યા હતા. સ્વાગત-શોભાયાત્રા પણ એક કલાક ફરી હશે. ઉપાશ્રયમાં આવતાં જ પ્રવચનનો કાર્યક્રમ હતો. પૂજ્ય ગુરુદેવે પહેલા જ દિવસે મને કહ્યું : "અહીં આજથી તારે પ્રવચન આપવાનું છે.”
પ્રથમ જ દિવસ હતો, પહેલી જ વાર આ ગામમાં આવ્યા હતા. લોકો સાથે કોઈ પરિચય હતો નહીં. વિચાર્યું કે "નાના ગામમાં લોકો સામાન્ય બુદ્ધિના હશે; મેં તો એક સારી વાર્તા પ્રવચનમાં સંભળાવી દીધી અને પ્રવચન પૂરું કર્યું.
પ્રવચનમાં સાત-આઠ પ્રબુદ્ધ શ્રાવકો પણ હતા. તેમણે જઈને પૂજ્ય ગુરુદેવને કહ્યું : “આજે જે મુનિવરે પ્રવચન આપ્યું તેમણે શું શાસ્ત્રોનું અધ્યયન નથી કર્યું ? વિશેષ તત્ત્વજ્ઞાન નથી પામ્યા ? તેમણે તો એક રસપૂર્ણ વાર્તા કહી ને પ્રવચન પૂરું કરી દીધું !”
પ્રવચનથી એ સાત-આઠ શ્રાવકોને સંતોષ ન થયો; કારણ કે એ પ્રબુદ્ધ હતા. સભામાંથી :- તો પછી બીજે દિવસે તત્ત્વજ્ઞાન જ તત્ત્વજ્ઞાન પ્રવચનમાં પીરસ્યું હશે ને ?
મહારાજશ્રી :- ના, એમ કરવામાં તો એ સાત-આઠ શ્રાવકો સિવાય સો-સવાસો જેટલાં ભાઈ-બહેનોને સંતોષ ન થાત અને તેઓ પૂજ્ય ગુરુદેવ પાસે જઈને ફરિયાદ કરત ! એટલા માટે મધ્યમ માર્ગ અપનાવ્યો ! કંઈક તત્ત્વજ્ઞાન, કંઈક તર્ક અને થોડીક વાર્તા ! બસ, પછી તો બધા ખુશ થઈ ગયા હતા !
ઉપદેશ આપવામાં થાકવાનું નથી :
ઉપદેશ આપવામાં પરિશ્રમ તો પડે જ છે. જ્યારે પ્રવચન-સભા મોટી હોય છે; ત્રણચાર હજાર, અથવા પાંચ સાત હજાર, દશ હજાર લોકોની સભાને ધર્મોપદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org