________________
૮
શ્રાવક જીવન વક્તા સ્વ-પર શાસ્ત્રોનો જ્ઞાતા હોવો જોઈએ :
ધર્મોપદેશકને જૈન શાસ્ત્રોનું તેમજ જૈનેતર શાસ્ત્રોનું ય જ્ઞાન હોવું જોઈએ. જૈન ધર્મના સિદ્ધાંતોનો સુચારુ બોધ હોવો જોઈએ, સિદ્ધાંતો સમજાવવાની સુંદર શૈલી હોવી જોઈએ.
આ ઉપરાંત જૈનેતર વૈદિક, બૌદ્ધ આદિ તેમજ ઈસાઈ, ઈસ્લામ વગેરે ધર્મોનું પણ સારું જ્ઞાન હોવું જોઈએ. આ સિવાય કેટલાક પ્રસિદ્ધ વિચારકોની વિચારધારાઓનું જ્ઞાન પણ આવશ્યક છે. આનાથી કોઈ પણ ધર્મની જિજ્ઞાસાવાળો અથવા ધર્મના વિષયમાં વાદવિવાદ કરનારો તેની સામે આવે તો તેનું તે સમાધાન કરી શકે છે, અને પોતાના ધર્મશાસનનું ગૌરવ વધારી શકે છે.
બીજા ધર્મો-દર્શનોના સિદ્ધાંતોનું ખંડન કરવા માટે પણ તેમના સિદ્ધાંતોનું સાચું જ્ઞાન હોવું જોઈએ. જો એ જ્ઞાન ન હોય તો બીજાના સિદ્ધાંતો પ્રત્યે અન્યાય થઈ જાય છે. તેમના સિદ્ધાંતો ખોટી રીતે રજૂ કરવા એ ભયંકર અન્યાય જ છે. . આવો અન્યાય "શાંકરભાષ્ય” માંથી શ્રી શંકરાચાર્યે કર્યો છે. તેમણે જૈન ધર્મના સિદ્ધાંત અનેકાન્તવાદ” ને ખોટી રીતે પ્રસ્તુત કર્યો છે. જો તેમણે અનેકાન્તવાદ" નું યથાર્થ અધ્યયન કર્યું હોત તો આમ ન કરત. તેમણે અનેકાન્તવાદ” નો અર્થ "અનિશ્ચિતવાદ” કર્યો છે !
જ્યારે જૈનાચાર્યોએ જ્યાં જ્યાં અન્ય ધર્મ-દર્શનોના સિદ્ધાંતો રજૂ કર્યા છે તે ન્યાયપુરસ્સર જ કર્યા છે.
એક વખત એક વેદાન્તાચાર્ય વિદ્વાન પંડિત સાથે મારે વાત થઈ હતી. મેં કહ્યું "તમારા આચાર્યોને પણ અનેકાન્તવાદનો સહારો તો લેવો જ પડ્યો છે !”
પંડિતજીએ કહ્યું "કેવી રીતે ?"
મેં કહ્યું : "જુઓ, તમારા વેદાન્તમાં "સત્” ત્રણ પ્રકારનાં બતાવવામાં આવ્યાં છે. પારમાર્થિક સત્, વ્યાવહારિક સતું અને પ્રતિભાસિક સત્. શું આ ત્રણ સંતુ ત્રણ અપેક્ષાઓથી નથી કહેવામાં આવ્યાં ?” પારમાર્થિક વૃષ્ટિથી “આત્મા” જ સત્ય બતાવ્યો.
વ્યાવહારિક દ્રષ્ટિથી સંસારના વ્યવહારોને સત્ બતાવ્યા. અને પ્રતિભાસની દ્રષ્ટિએ "દોરડામાં સાપ” ની કલ્પના જેવી મિથ્યા કલ્પનાઓ બતાવી.
આ "તૃષ્ટિ” શું છે ? આ જ સાપેક્ષવાદ છે! આ જ અનેકાન્તવાદ છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org