________________
ભાગ - ૧
૮૯ ટીકાકાર આચાર્યશ્રી તો કહે છે કે જીવોને અણુવ્રતાદિ આપવામાં ગુરુઓએ મધ્યસ્થ ભાવ એટલે કે સાક્ષી-માત્ર ભાવ ધારણ કરવાનો હોય છે.
અણુવ્રતાદિ આપવામાં માત્ર સાક્ષીભાવ જોઈએ ? - સાક્ષીભાવ ધારણ કરવાનો હોય છે એટલે કે કર્તુત્વભાવ ધારણ કરવાનો નથી. “મેં આને અણુવ્રતાદિ આપ્યાં છે” એવો કર્તુત્વભાવ વતદાતાના મનમાં હોવો ન જોઈએ. "આ મહાનુભાવ અણુવ્રતાદિ લેવા માટે ઉપસ્થિત થયો છે અને મારે એને વિધિવત્ આપવાનાં છે.” બસ, આનાથી વધારે વિચારવું જોઈએ નહીં. આથી જે અને જેટલાં પાપ તે છોડી શકતો નથી, તે અને તેટલાં પાપોમાં વ્રતદાતા ગુરુની અનુમતિ હોતી નથી. વતદાતાની અનુમતિનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી! જ્યારે તે સાક્ષીમાત્ર ભાવનું અવલંબન લે છે ત્યારે અનુમતિ કઈ બાબતની ?
પ્રથમ અણુવ્રત લેનાર વ્યક્તિ હું જાણી જોઈને નિરપરાધી ત્રસ જીવોની હિંસા નહીં કરું.” એવું વ્રત ધારણ કરે છે. આમાં અપરાધી જીવોને નહીં મારવાની પ્રતિજ્ઞા લીધી નથી. સ્થાવર જીવોને ન મારવાની પ્રતિજ્ઞા પણ નથી લીધી. તો શું આ જીવ ને તે મારશે તો એમાં વતદાતા ગુરુની અનુમતિ થઈ ગઈ? ના, વતદાતા ગુરુ ત. વ્રત લેનાર જે રીતે વ્રત માગે છે એ રીતે આપે છે. એને મહાવ્રત લેવા સમજાવે છે, તે લેવા ઈચ્છતો નથી તો પછી તે જેટલે અંશે પાપોનો ત્યાગ કરવા ઈચ્છે છે તેટલો ત્યાગ કરાવે છે. તે જે પાપ છોડી શકતો નથી તે પાપો સાથે વ્રતદાતાને કંઈ જ લેવાદેવા નથી હોતું. શ્રેષ્ઠિપુત્રોની એક ઉપનય કથા :
સાંભળો, આ વાતને એક ઉપનય દ્વારા સમજાવું છું. ઘણા પ્રાચીનકાળની આ કથા છે. ઘોર વ્યથાની કથા છે.
પ્રાચીન મગધ દેશમાં (વર્તમાન બિહાર) વસંતપુર નામનું એક નગર હતું. એ નગરનો રાજા હતો જિતશત્ર અને રાણીનું નામ હતું ધારિણી. એ નગરમાં સમુદ્રદત્ત નામે શ્રેષ્ઠી રહેતો હતો; તેની પત્નીનું નામ હતું સુમંગલા. સુમંગલાએ ક્રમશઃ છ પુત્રોને જન્મ આપ્યો. તેમનાં નામ હતાં પ્રિયંકર, ક્ષેમંકર, ધનદેવ, સોમદેવ, પૂર્ણભદ્ર અને માણિભદ્ર.
એક દિવસે રાણી ધારિણીએ રાજાની સામે અંતઃપુરમાં અદ્ભુત નૃત્ય કર્યું. આ નૃત્યથી સંતુષ્ટ થઈને રાજાએ રાણીને વરદાન માગવા કહ્યું. રાણીએ કહ્યું: ”નાથ, અત્યારે વરદાન આપની પાસે જ રાખો, અવસર આવતાં માગીશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org