________________ ભાગ - 1 223 યા બે વાર કરો, પરંતુ ઉપવાસ-પૌષધ વગર પ્રતિદિન અતિથિ સંવિભાગ કરી શકો છો. “હું અતિથિ વિભાગ કરીને જોજન કરીશ” એવી પ્રતિજ્ઞાવાળાં સ્ત્રી-પુરુષ આજના યુગમાં પણ કયાંક ક્યાંક જોવા મળે છે. પ્રાચીન કાળની વાતોમાં આ પ્રકારનાં વ્રત ધારણ કરનાર અનેક સ્ત્રી પુરુષો આવે છે. એમાં “નયસાર' ના ગ્રામપતિનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. તે શ્રમણ ભગવાન મહાવીરનો જ આત્મા હતો મહાવીર બનવાનો પાયો-આધાર નયસાર' ના જન્મમાં જ પડ્યો હતો, એમ કહીએ તો ખોટું નથી. નયસાર અને અતિથિ સંવિભાગ : નયસારને એક દિવસે રાજા તરફથી આદેશ મળ્યો કે જંગલમાં જઈને નોકરી પાસે લાકડાં કપાવીને લઈ આવવાં. નયસાર નોકરોને લઈને જંગલમાં ગયા. જંગલમાં એક વિભાગમાં જઈને તેમણે એક “કેમ્પ’ - પડાવ નાખ્યો. એક બાજુ નોકરો લાકડાં કાપે છે તો બીજી બાજુ કેટલાક નોકરો ભોજન બનાવતા હતા. નયસાર પોતાના કેમ્પમાં છે. ભોજનનો સમય થાય છે. નયસાર પોતાના મનમાં વિચાર કરે છે: “જો આ સમયે કોઈ તપસ્વી-અતિથિ આવી જાય તો તેને ભિક્ષા આપીને હું ભોજન કરું." તેઓ કેમ્પમાંથી બહાર નીકળ્યા. જંગલમાં જ્યાંથી રસ્તો પસાર થતો હતો ત્યાં કોઈ તપસ્વી મુનિસંત પુરુષની રાહ જોતા ઊભા રહ્યા. એટલામાં દૂર દૂર કોઈ મુનિરાજને અહીંતહીં ભટકતા જોયા. નયસાર તરત જ ત્યાં પહોંચી ગયા. અને મુનિરાજને વંદન કરીને પૂછ્યું : "હે મુનિરાજ, આપ અહીં જંગલમાં એકલા કેમ ફરી રહ્યા છો ?" મુનિરાજે કહ્યું : "હું એક સાથે સાથે હતો. પ્રાતઃ હું મારા જ્ઞાન-ધ્યાનમાં મગ્ન હતો....સાર્થ તો ચાલી નીકળ્યો.....મને ખબર ન રહી. હું એકલો પડી ગયો.......રસ્તો જાણતો ન હતો અને અહીં આવી ગયો.” “હે મહાત્મા, મારી સાથે ચાલો, આ જંગલમાં જ મારે થોડા દિવસો રહેવાનું છે, એટલા માટે ભોજન વગેરે તૈયાર છે. મારો ભાગ્યોદય થયો કે આપ જેવા મહાત્મા મને મળી ગયા. આપ મારા નિવાસે પધારો, ભિક્ષા ગ્રહણ કરો અને વિશ્રામ કરો. દિન ઢળતાં હું રસ્તો બતાવીશ અને આપ સાથે સાથે મળી જશો.” મુનિરાજ નયસારની સાથે તેમના નિવાસે ગયા. નયસારે ખૂબ ભક્તિભાવથી મુનિરાજને ભિક્ષા આપી. ભિક્ષા આપ્યા પછી જ નયસારે ભોજન કર્યું. આ નયસારનો “અતિથિ સંવિભાગ હતો. કારણ કે નયસારને તપસ્વી અતિથિ મળતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org