________________
૯૬
શ્રાવક જીવન એટલે કે પ્રતિજ્ઞાઓ લેવાની છે. આ કાળમાં દરેક પ્રતિજ્ઞા, હરેક વ્રતમહાવ્રત સાપવાદ હોય છે. કોઈ પણ વ્રત-મહાવ્રત નિરપવાદ લેવામાં આવતું નથી. જ્ઞાની પુરુષોએ સંયોગ-પરિસ્થિતિઓ અને જીવાત્માના મનોબળને જોઈને કેટલાક અપવાદો બતાવ્યા છે.
જેમ કે આવા આવા પ્રસંગે – પરિસ્થિતિમાં આ વ્રતનું પાલન નહીં કરી શકો તો પણ તમારું વ્રત ખંડિત થશે નહીં. વ્રતભંગ થશે નહીં. બસ, અહીં વ્રતધારીનો મનોભાવ વતપાલનનો હોવો જોઈએ. કોઈક વાર સંજોગવશાત્ વ્રતપાલન ન થઈ શકે તો પણ વ્રતભંગ થતો નથી. ૧. કોઈ સત્તાધીશની આજ્ઞાને લીધે પરવશ થઈને પ્રતિજ્ઞાનું પાલન ન થઈ શકે. ૨. કોઈ સમુદાયને પરવશ થતાં પ્રતિજ્ઞાનું પાલન થઈ ન શકે. ૩. કોઈ મારપીટ વગેરે બળપ્રયોગને કારણે પ્રતિજ્ઞા તોડવી પડે. ૪. કોઈ વાર વિશેષ કારણથી ગુરુ આજ્ઞા કરે અને પ્રતિજ્ઞા તોડવી પડે. પ. કોઈ વાર દેવોના દબાવાથી યા ભયથી પ્રતિજ્ઞા તોડવી પડે. - ૬. કોઈ વાર જંગલમાં, નિર્જન પ્રદેશમાં કે જેમાં પ્રાસુક (નિદૉષ) આહાર પાણીની
પ્રાપ્તિ દુર્લભ હોય.....અને પ્રતિજ્ઞાનું પાલન ન થઈ શકે.....તો પણ પ્રતિજ્ઞા ભંગ કરનારને પ્રતિજ્ઞા ભંગનું પાપ લાગતું નથી. વ્રત આપતી વખતે ગુરુ આ અપવાદો સાથે વ્રત આપે છે.
છતાં પણ તમારું મનોબળ વૃઢ હોય. "પ્રાણ જાય તો ભલે જાય, પણ મારી પ્રતિજ્ઞાનો ભંગ નહીં કરું.” એવો તમારો નિશ્ચિય હોય તો તમારે અપવાદોનો આશ્રય લેવો નહીં પડે. હા, એવા નરવીર પણ હોય છે કે જે દેવોની સામે પણ, બળ પ્રયોગની સામે પણ નમતા નથી. તેઓ મરવું પસંદ કરે છે પરંતુ વ્રત તોડવું પસંદ કરતા નથી.
વાસ્તવમાં સમ્યગુદર્શન ગુણ આત્મામાં પ્રકટ થતાં આત્મા પ્રાણોથી પણ વ્રતોને વધારે મહત્ત્વ આપે છે. વ્રત બચાવવા માટે પ્રાણ ત્યાગ કરવો પડે તો કરે પરંતુ પ્રાણ બચાવવા માટે વ્રતોનો ત્યાગ કરતો નથી.
આ નિયમ સાર્વત્રિક નથી. વિરલ આત્મામાં જ આવું મનોબળ હોય છે, એટલા માટે જ તો જ્ઞાની પુરુષોએ અપવાદ માર્ગ બતાવ્યા ! અપવાદમાર્ગનું આલંબન લેવાથી વ્રતભંગ થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org