________________
ભાગ - ૧
૯૫ કરવાના હોય તે ભ્રાન્તિ રહિત કરવા જોઈએ. અને મુદ્રા.આસન વગેરેનો ખ્યાલ રાખવો જોઈએ. આ છે વંદનશુદ્ધિ. નિમિત્તશુદ્ધિ :
ત્રીજી શુદ્ધિ છે નિમિત્તશુદ્ધિ. વ્રતમય, વિશિષ્ટ ગૃહસ્વધર્મનો સ્વીકાર કરતી વખતે વાતાવરણમાં સારાં નિમિત્ત મળવાં જોઈએ. જેમ કે એ સમયે શંખધ્વનિ સંભળાય, શરણાઈ, મૃદંગ વગેરે વાદ્યોનો ધ્વનિ સંભળાય. જ્યારે વ્રત લેવા ઘેરથી નીકળીએ ત્યારે શુભ શુકન થાય, છત્ર, ધ્વજ, ચામર વગેરે પ્રશસ્ત દ્રવ્યોનાં દર્શન થાય....અને કયાંકથી પણ હવામાં સુગંધનો અનુભવ થાય. આ બધું સ્વાભાવિક હોવું જોઈએ, કૃત્રિમ નહીં; હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ હોવું જોઈએ. આ બધાથી વ્રતપાલનના ભાવોમાં દ્રઢતા આવે છે. મનુષ્ય ભાવો સાથે વાતાવરણનો સંબંધ છે. ઉલ્લાસમય વાતાવરણ મનોભાવોને ઉલ્લસિત બનાવે છે, જ્યારે નિરાશામય વાતાવરણ મનોભાવોને મંદ, નિર્બલ બનાવે છે, એટલા માટે નિમિત્તશુદ્ધિનું શુભકાર્યોમાં વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. દિશાશુદ્ધિ :
દિશાઓની શુદ્ધિ જેવી જોઈએ. આવાં મંગલકારી, કલ્યાણકારી કાર્યો પૂર્વ દિશા સન્મુખ અથવા ઉત્તર દિશા સન્મુખ કરવાં જોઈએ.
દિશાઓનું મહત્ત્વ, પ્રભાવ માત્ર આપણા જેન દર્શનમાં જ માનવામાં આવે છે એવું ન સમજતા. તમામ ભારતીય ધર્મોમાં દિશાઓનું મહત્ત્વ માનવામાં આવ્યું છે. આપણે માત્ર ચાર દિશાઓમાં નથી માનતા, પણ આઠ દિશાઓને માનીએ છીએ; દશ દિશાઓના અધિષ્ઠાયક દેવોને માનીએ છીએ. તેમને "દિક્યાલ” કહેવામાં આવે છે. અને આ દિક્યાલોનું પૂજન કરવામાં આવે છે. ઋષિ-મુનિઓએ પોતાના દિવ્ય જ્ઞાનથી નિર્ણય કર્યો છે કે કયાં કાર્યો કઈ દિશામાં કરવાથી સફળતા મળે છે.
વ્રત-મહાવ્રત ગ્રહણ કરવાની બે પ્રશસ્ત દિશાઓ બતાવી છે - પૂર્વ અને ઉત્તર! અથવા જ્યાં મકાનને કારણે દિશાઓની અનુકુળતા ન આવતી હોય તો જે દિશામાં પરમાત્મા જિનેશ્વરદેવનું મંદિર હોય તે દિશામાં વ્રત ગ્રહણ કરવાં જોઈએ. પછી એ જિનમંદિર કોઈ પણ દિશામાં હોય. આગારશુદ્ધિ પાંચમી શુદ્ધિ છે આગારોની શુદ્ધિ. આગાર એટલે અપવાદ, વ્રત લેવાનાં છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org