________________
૨૦
શ્રાવક જીવન
યશોભદ્રસૂરીશ્વરજીની અદ્ભુત પ્રે૨ણાથી હજારો નર-નારીઓએ વિશિષ્ટ ધર્મઆરાધના શરૂ કરી.
સંવત્સરી મહાપર્વના આગળના દિવસે વિશેષ કાર્યને લીધે નરવીરને બહારગામ જવું પડ્યું. જ્યારે તે બીજે દિવસે આવ્યો તો શેઠનું ઘર બંધ હતું. બધાંય ઉપાશ્રયમાં પ્રવચન સાંભળવા ગયાં હતાં; નરવીર પણ ઉપાશ્રયે ગયો અને જઈને એવી જગાએ બેઠો કે આઢ૨ શ્રેષ્ઠી એને જોઈ શકે. આઢર શ્રેષ્ઠીએ તેને જોઈ પણ લીધો. શેઠે વિચાર કર્યો કે : "નરવીરે આજ સવારથી કશું ખાધુંપીધું નહીં હોય, તેને ભોજન માટે મોકલી દઉં."
તેમણે શેઠાણીને ઘેર જવાનો ઇશારો કર્યો; શેઠાણીએ પુત્રવધુને ઘેર મોકલી, નરવીર પણ ઘેર આવ્યો. નરવીરને ખબર પડી કે આજ તો સંવત્સરી છે. અને બધાંને ઉપવાસ છે. તેણે શેઠની પુત્રવધૂને કહી દીધું ઃ "બહેનજી, આપ સર્વેને આજે ઉપવાસ છે, તો આજ હું પણ ઉપવાસ કરીશ. મારા માટે ભોજન ન બનાવતાં. હું ફરી પાછો ઉપાશ્રયે જાઉં છું અને ઉપવાસનું પચ્ચક્ખાણ કરી લઉં છું.”
નરવીર ઉપાશ્રયે ગયો. પ્રવચન પૂર્ણ થતાં તેણે ગુરુદેવ પાસેથી ઉપવાસનું પચ્ચક્ખાણ લીધું. નરવીરના જીવનમાં આ પ્રથમ જ ઉપવાસ હતો. એણે આથી પૂર્વે કદીય ઉપવાસ કર્યો ન હતો. આજ એને અપૂર્વ હર્ષ થતો હતો. આઢર શ્રેષ્ઠી અને એના પરિવારને પણ અતિશય આનંદ થતો હતો. “નરવીરે આજ ઉપવાસ કર્યો છે.” આ વાત પરિવારમાં અનુમોદનાનો વિષય બની ગઈ હતી.
આઢર શ્રેષ્ઠીનો પરિવાર ગુણાનુરાગી હતો; અને જે ગુણાનુરાગી હોય છે તેઓ ગુણોની પ્રશંસા કરે જ છે. ગુણોની પ્રશંસા કરવાથી ગુણવાનોની ગુણવૃદ્ધિ અને ગુણોની દૃઢતા થાય છે.
ઘરમાં યા તો સમાજમાં જે ગુણની પ્રશંસા થાય છે, જે કાર્યની પ્રશંસા થાય છે એ ગુણ અને એ કાર્યને પ્રોત્સાહન મળે છે; લોકો એ ગુણ પ્રત્યે, એ કાર્ય પ્રત્યે આકર્ષિત થાય છે. એટલા માટે ગુણવાનોની પ્રશંસા કરતા જ રહો.
નરવીરનો ઉપવાસ શાન્તિપૂર્વક થયો. પારણાના દિને તેણે આઢર શ્રેષ્ઠીની સાથે પરમાત્માની પૂજા કરી. મુનિરાજને ભિક્ષા આપી, અને પછી પારણાં કર્યાં. આઢર શ્રેષ્ઠીએ ન૨વી૨ને પોતાની પાસે બેસાડીને પારણાં કરાવ્યાં. શેઠના પુત્રોપુત્રવધૂઓએ....બધાંએ આગ્રહ કરીને નરવીરને ભોજન કરાવ્યું. ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસનો અતિરેક એટલો હતો કે તે લોકો ભૂલી ગયાં કે નરવીરના આ પ્રથમ ઉપવાસનાં પારણાં છે, એટલા માટે શું ખાવું, કેટલું ખાવું એ કશો જ ખ્યાલ ન હતો;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org