________________
ભાગ - ૧ જેમને ખ્યાલ હતો તે લોકો પારણાં કરાવવાના ઉત્સાહમાં હતાં !
પારણાં થઈ ગયાં; નરવીર તેના ઓરડામાં જઈને આરામ કરવા લાગ્યો તો થોડાક સમયમાં જ તેના પેટમાં દર્દ શરૂ થયું. તે દર્દ સહન કરતો ગયો પરંતુ દર્દ વધતું જ ગયું. આઢર શેઠ કંઈક કામ માટે તેના ઓરડામાં ગયા તો નરવીર દુઃખથી કણસતો હતો. શેઠ તેની પાસે બેસી ગયા. દર્દની ગંભીરતા જોઈને તેમણે તરત જ વૈદ્યને બોલાવવા માણસ મોકલ્યો. સમગ્ર પરિવાર એકત્ર થઈ ગયો. ઘરેલું ઉપચારો શરૂ કરી દીધા. શેઠ નરવીરના માથે હાથ ફેરવતાં ફેરવતાં આશ્વાસન આપતા હતા. વૈદ્યરાજ આવ્યા. તેમણે ઉપચાર શરૂ કરી દીધા. વૈદ્યરાજે શેઠને દર્દની ગંભીરતા ઈશારા દ્વારા જણાવી દીધી. શેઠે નરવીરનું શિર તેમના ખોળામાં લઈને શ્રી નવકાર સંભળાવવો શરૂ કરી દીધો. પરિવારના તમામ લોકોની આંખો પણ અશ્રુભીની થઈ ગઈ. શેઠે નરવીરના મનને ધર્મધ્યાનમાં જોડી દેવા ભરપૂર પ્રયત્નો કર્યા. તેને સમતા-સમાધિ આપવાનો પ્રયત્ન કર્યો. નરવીર મૃત્યુની નજીક જઈ રહ્યો હતો. તેનું મન વિરક્ત હતું. સંસારની ઘટનાઓથી એનું મન મૂક્ત હતું. આથી રાગદ્વેષથી પણ મૂક્ત હતું. છતાં પણ તીવ્ર વેદના એના મનને વિચલિત કરતી હતી. મૃત્યુનો તેને કોઈ ભય ન હતો, જીવનમાં કોઈ આકર્ષણ ન હતું.
નરવીરનો જીવન-દીપ બુઝાઈ ગયો. આઢર શેઠ અને સમગ્ર પરિવાર રડી પડ્યો. નરવીરના મૃત્યુથી આખી એકશિલા નગરી શોકમગ્ન થઈ ગઈ. સર્વત્ર નરવીરના ગુણોની પ્રશંસા થવા લાગી. આઢર શ્રેષ્ઠીને અને તેમના પરિવારને આશ્વાસન આપતાં ગુરુદેવે કહ્યું
"મહાનુભાવ, નરવીર પોતાના જીવનને ધન્ય કરી ગયો છે. તે સમ્યગ્ગદર્શનનો પ્રકાશ પામ્યો અને વ્રતમય જીવન જીવી ગયો. તેનો આત્મા ધર્મરંગે રંગાઈ ગયો છે. તેનું મૃત્યુ સમાધિપૂર્વક થયું છે. એટલા માટે તમે બધાં શોક ન કરો. જન્મ સાથે મૃત્યુ જોડાયેલું જ છે. બધાંએ એક દિવસે જવાનું છે.
નરવીરની જેમ મૃત્યુથી નિર્ભય બનો: નરવીરની જેમ જીવનનો મોહ ત્યજો, સમાધિ-મૃત્યુની ઝંખના કરતા ધર્મમય જીવન જીવતા રહો. સદ્દગુરુના સમાગમથી, તેમની પ્રેરણાથી-સહાનુભૂતિથી આઢર શ્રેષ્ઠીને શાન્તિ મળી. તેમનું શોકમગ્ન ર્દય શોક મુક્ત થતું ગયું. તેમનો વૈરાગ્યભાવ વધવા લાગ્યો. અને જીવનની ક્ષણભંગુરતાનો અંદાજ આવી ગયો. તેમણે તેમના મનને વિશેષ રૂપે ધર્મારાધનામાં જોડી દીધું.
ઉત્તમ આત્માઓની આ નિશાની છે. તેઓ પ્રત્યેક ઘટનામાંથી સારી પ્રેરણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org