________________
૧૪૪
શ્રાવક જીવન નથી એટલા માટે પર-સ્ત્રી નથી” એવી કલ્પના કરીને તે વેશ્યા સાથે સંભોગ કરવાથી ભલે વ્યવહારથી વ્રતભંગ ન થતો હોય, પરંતુ ભાવની અપેક્ષાએ વ્રતભંગ જ છે. માત્ર “મારો વ્રત-ભંગ ન થાઓ” એટલી વ્રત-સાપેક્ષતા જ તેના વતનું રક્ષણ કરે છે, અન્યથા આ વ્રતભંગ જ છે. ૩. અપરિગૃહીતા સ્ત્રી પણ ત્યાજ્ય છે? - ત્રીજો અતિચાર બીજા અતિચારને મળતો આવે છે. અપરિગૃહીતા સ્ત્રી વેશ્યા પણ હોઈ શકે છે. જ્યારે તે વેશ્યાને કોઈએ પૈસા આપીને લીધી ન હોય તે સમયે તે અપરિગ્રહીતા” કહેવાશે. એ જ રીતે કોઈ અનાથ સ્ત્રી હોય તો તે પણ અપરિગૃહીતા કહેવાશે. વિધવા સ્ત્રી પણ અપરિગ્રહીત ગણાશે પણ તે બીજા કોઈ પુરુષ સાથે વચનબદ્ધ ન થઈ હોય તો. આવી સ્ત્રીની સાથે ” આ પર-સ્ત્રી નથી, અને મેં એને પૈસા આપીને મારી સ્ત્રી બનાવી છે” એવી કલ્પના કરીને જે સંભોગ કરે છે તે પોતાના અણવ્રતને દૂષિત કરે છે. વાસ્તવમાં જોવામાં આવે તો તે વ્રતભંગ જ છે. વ્રતનો ભાવ ક્યાં રહે છે ? ઇન્દ્રિય સંયમ ક્યાં રહે છે ? બસ, થોડીક વ્રત. સાપેક્ષતા રહેવાથી "અતિચાર” કહેવાય છે.
પરંતુ આ રીતે વેશ્યા સાથે, વિધવા સાથે, કુંવારી કન્યા સાથે યા અનાથ સ્ત્રી સાથે સંભોગ કરવાથી વ્રત ભંગ થતો નથી, પણ માત્ર “અતિચાર' જ લાગે છે; એવું વિચારીને વ્યભિચારના માર્ગે ચાલશો નહીં. ભૂલ ન કરશો. અન્યથા સદાચારની ભાવના, બ્રહ્મચર્યની ભાવના નષ્ટ થઈ જશે. અણુવ્રતોનો કોઈ અર્થ નહીં રહે.
જેની સાથે લગ્ન કર્યું છે તેને છોડીને અન્ય કોઈ પણ સ્ત્રીની સાથે સંભોગ ન કરવાનો વૃઢ સંકલ્પ કરો, વૃઢ નિશ્ચય કરો. આ સભામાંથી પત્ની અનુકૂળ ન હોય, પત્ની સાથે બોલચાલ પણ બંધ હોય ત્યારે શું કરવું?
મહારાજશ્રી ત્યારે બ્રહ્મચર્યનું પાલન કરવું! મન ન માને તો ઉપાશ્રયમાં જઈને
સૂવું.
ભોજન ન મળે તો ઉપવાસ કરવામાં આવે છે. પરંતુ ઝેર ખાવામાં આવતું નથી! પર-સ્ત્રી, વેશ્યા, વિધવા વગેરે ઝેર બરાબર છે. સ્વસ્ટીથી જ્યારે સંભોગ સુખ ન મળતું હોય ત્યારે મનને સંયમમાં રાખવું જોઈએ.
એટલા માટે તમને વારંવાર કહું છું કે પતિપત્નીના સંબંધો સારા રાખવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org