SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૧ ૧૪૫ બંને વચ્ચે સારા સંબંધો હોવાથી પુરુષનું મન અન્ય સ્ત્રીમાં નહીં જાય અને સ્ત્રીનું મન અન્ય પુરુષમાં નહીં જાય. પતિપત્નીના સંબંધોને સુવ્યવસ્થિત રાખવા, ઘનિષ્ઠ બનાવવા માટે વર્તમાનકાળના પશ્ચિમના મનોવૈજ્ઞાનિકોએ કેટલાંક મહત્ત્વપૂર્ણ મંતવ્યો રજૂ કર્યાં છે તે જાણવા યોગ્ય છે. દાંપત્ય-જીવન સંબંધી મનોવૈજ્ઞાનિકોનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ મંતવ્યો : માસાચુસેટ્સના મનોવૈજ્ઞાનિક ડૉ. આર. વિલિયમ બેચરની સલાહ છે કે હાસ્ય, વિનોદ વૈવાહિક જીવનમાં ઉત્સાહ અને ઉમંગ તો આપે જ છે, સાથે સાથે નીરસ દુનિયાદારીને સહન કરવાની શક્તિ પણ અર્પે છે. એનાથી જીવન સાથી એકબીજાને આહત કર્યા વગર પોતાની ઈચ્છાઓ અને આલોચનાઓને પણ વ્યક્ત કરી શકે છે. મનોવૈજ્ઞાનિક ડેનિયલ ઓ'લિયરી અને હિલેરી ટર્કેવિટ્લે એક વિશેષ અધ્યયનમાં સલાહ આપી છે કે પારિવારિક જવાબદારીઓની પૂર્વે જે ક્રીડાઓમાં તમને મજા પડતી હતી તેમને ન છોડો. રોજિંદી જિંદગીથી વધારે આનંદમય પાસાઓને વિચારવા પ્રયત્ન કરો. એકબીજાની પ્રશંસા કરીને-હકારાત્મક પદ્ધતિથી એક બીજાની હિંમત વધારીને તમે કાર્યનો પ્રારંભ કરો. મનોવૈજ્ઞાનિક નોર્મન એમ. બેડબર્ન દ્વારા કરવામાં આવેલા ૨૭૮૭ લોકોના સર્વેક્ષણ અનુસાર દાંપત્યજીવનમાં સૌથી મહત્ત્વપૂર્ણ તત્ત્વો છે સાહચર્ય અને ઘનિષ્ઠતા, અને યૌન (સેક્સ) ઘનિષ્ઠતાની ભાષા છે, એટલા માટે બુદ્ધિમાન પત્ની પોતાના વૈવાહિક જીવનની માનસિક સમીક્ષા કરતી વખતે આ તત્ત્વોને અવશ્ય વિચારશે. શું તે અને તેનો પતિ સેક્સ સંબંધી વાત કરતાં કતરાય છે ? શું તેઓ અસંતોષને લીધે શાંત રહે છે ? આ જ તત્ત્વો પરેશાનીને નિમંત્રે છે. યૌન સમસ્યાઓને સહન કરતા જવાનો કોઈ અર્થ નથી. પારિવારિક અનુસંધાનકર્તા બ્રેન્ડ સી. મિલરના મતે વૈવાહિક સંતુષ્ટિ છઠ્ઠા યા સાતમા વર્ષે પોતાના નિમ્નતર સ્તરે હોય છે. આ લગભગ એ સમય હોય છે કે જ્યારે પહેલું બાળક નિશાળે જવાની શરૂઆત કરે છે. આ અધિગાળામાં વ્યાવસાયિક દબાણ અને બાળકના પાલનપોષણમાં ભારે વ્યસ્તતાને કારણે બંને વચ્ચે ઘનિષ્ઠતા અને સાહચર્યની ઓટ વર્તાય છે, જાયસ બ્રધર્સ ‘રીડર્સ ડાઈજેસ્ટ' માં કહે છે - બુદ્ધિમત્તા એમાં છે કે બને તેટલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy