________________
૧૪૬
શ્રાવક જીવન ઝડપે ઝઘડાઓને શાંત કરવા અને જીતવાનો નહીં પરંતુ બંનેએ પોતાના જીવનસાથીને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરવો.
આ અંગે કેટલાક નિયમો ૧. સ્પષ્ટ કહોઃ જેનાથી સંબંધો સુધરી શકે છે તે સ્પષ્ટ ફેરફારોની વાત કરો. ૨. સાંભળોઃ ફરિયાદો સાંભળો અને તેમનું સ્પષ્ટીકરણ કરવાનો પ્રયત્ન કરો.
ફરિયાદ સામે ફરિયાદ ન કરો. ૩. વર્તમાનમાં રહોઃ ભૂતકાળના રોદણાં ન રડો. ૪. એક વિષય ઉપર રહો જો કદાચ એક કરતાં વધારે વિવાદ ઊભા થાય તો
તેમને લખી રાખો અને પછી તેમની ઉપર વાતચીત કરો. પ. પોતાની વાત પ્રત્યક્ષ વ્યવહાર સુધી જ સીમિત રાખો, તેનું વિશ્લેષણ કરવાનું
શરૂ ન કરો. ૬. એકાન્તમાં લડો બીજાની હાજરીમાં ન લડો. વિચાર વિમર્શ એટલા સમય
માટે સ્થગિત કરી દો. જ્યારે તમે શાંત થાઓ અને ક્રોધથી પાગલ ન બન્યા
હો ત્યારે વિચાર-વિમર્શ કરો. ૭. છૂટાછેડાનું નામ ન લો જે નારાજગીઓનો રસ્તો ન નીકળે તેને લીધે લગ્ન
વિચ્છેદની ધમકી વિવાહિત-સંબંધને ઢીલો કરે છે.
પતિ-પત્નીના સંબંધો સુવૃઢ રહે તો ચોથા અણુવ્રતનું પાલન સરળતાથી થઈ શકે છે, અન્યથા અણુવ્રત દૂષિત બને છે અથવા તેનો ભંગ પણ થઈ શકે છે.
હવે ચોથા અતિચારની વાત કરું છું. ૪. અનંગ કીડાથી બચતા રહો :
પ્રથમ તો "અનંગ" નો અર્થ સમજી લો. અંગ એટલે શરીરનો અવયવ મૈથુનસંભોગની અપેક્ષાથી સ્ત્રીની યોનિ અને પુરુષની જનનેન્દ્રિય અંગ કહેવાય છે. યોનિ અને જનનેન્દ્રિય સિવાય સ્ત્રી પુરુષનાં તમામ અંગો “અનંગ” કહેવાય છે. મુખ, કપોલ, વક્ષસ્થલ ઇત્યાદિ વગેરે અનંગો સાથે સ્ત્રી પુરુષની ક્રીડા “અનંગ ક્રીડા” કહેવાય છે.
અથવા અનંગનો બીજો એક અર્થ છે “કામ” કામવાસનાથી પ્રેરિત થઈને અનંગ ક્રીડા ન કરો. વાસ્તવમાં આ વ્રત ભંગ જ છે, છતાં પણ “મેં તો પરસ્ત્રી સાથે સંભોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org