SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૧ ૧૪૭ ન કરવાની પ્રતિજ્ઞા કરી છે, આ તો માત્ર અનંગ ક્રીડા છે.” એવું વિચારે છે એટલે વ્રત સાપેક્ષતા રહે છે. એ અપેક્ષાએ અતિચાર કહેવામાં આવે છે. હવે પાંચમો અતિચાર જણાવું છું. ૫. સંભોગની તીવ્ર ઇચ્છા ન કરો : સ્વ-પત્નીની સાથે પણ સંભોગની મર્યાદા રાખવી જોઈએ. સંભોગની તીવ્ર ઈચ્છાથી બચવું જોઈએ. તીવ્ર ઈચ્છા મનને તો નુકસાન કરે જ છે, પણ સાથે સાથે શરીર ઉપર પણ ખરાબ અસર પાડે છે. મનોયોગ બગડી જતાં બીજાં મહત્ત્વનાં કાયો અપૂર્ણ રહે છે. તીવ્ર કામવાસના શરીરમાં અનેક રોગ ઉત્પન્ન કરે છે. પાપકર્મનાં બંધન તો થાય જ છે. સંભોગની તીવ્ર ઈચ્છાને લીધે કોઈક વાર પત્નીને અનિચ્છાએ વશ થવું પડે છે, એનાથી પણ ઘણીવાર ઝઘડા થાય છે, પરસ્પર કટુતા વધે છે, અને સંભવતઃ પુરુષ વેશ્યા અથવા પરસ્ત્રી પ્રત્યે ખેંચાઈ જાય છે. એટલા માટે સંભોગની ઈચ્છાને તીવ્ર ન થવા દેવી જોઈએ. આ પ્રકારે સ્વ-પત્ની સંતોષ અને પરસ્ત્રી–પરિહાર રૂપ ચોથું અણુવ્રત બતાવવામાં આવ્યું છે. દરેક દ્રષ્ટિએ આ અણુવ્રત ઉપયોગી, ઉપકારી અને ઉપાય છે. ઈન્દ્રિયસંયમ, મન સંયમ અને આત્મસંયમથી જ આ અણુવ્રતનું પાલન શક્ય બને છે. આ અણુવ્રતને ગ્રહણ કરીને સારી રીતે તેનું પાલન કરીને આત્માને નિર્મળ કરતા રહો એ જ મંગલ કામના. આજ બસ, આટલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy