________________
પ્રવચન : ૧૫
મહાન ભૃતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સ્વરચિત "ધર્મબિંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ-જીવનનો વિશેષ ધર્મ પ્રતિપાદિત કર્યો છે. બાર વ્રતમય ગૃહસ્થધમ બતાવ્યો છે.
ગૃહસ્થાવસ્થામાં રહેવા છતાં પણ મોક્ષમાર્ગની આરાધના કરવાની તમન્ના રાખનારાઓ માટે બાર વ્રતોનો સ્વીકાર કરીને તેમનું પાલન કરવું આવશ્યક છે, એટલા માટે બાર વ્રતોને સવિસ્તર સમજાવું છું.
આજે પાંચમું વ્રત “પરિગ્રહ પરિમાણ વ્રત” સમજવાનું છે. પહેલાં એ વ્રત સ્વીકારવાનું પ્રારૂપ બતાવું છું. "હું સોનાના દાગીના (અલંકારો)..........તોલાથી વધારે રાખીશ નહીં.” "હું ચાંદીના ઘરેણાં.........તોલાથી વધારે રાખીશ નહીં.” "હું રૂપિયા............થી વધારે નહીં રાખું.” "હું અનાજ.....મણથી વધારે નહીં રાખું.” "હું ખેતર, વાડી, બગીચા વગેરે......એકર જમીન કરતાં વધારે રાખીશ નહીં.” "હું.............ઘર...............દુકાન........બંગલાથી વધારે નહીં રાખું.” "હું ..........સોનું...........ચાંદીથી વધારે નહીં રાખું.” "હું તાંબું...........પિત્તળ....કાંસુ............લોઢું........એલ્યુમિનિયમ
.....કિલોથી વધારે રાખીશ નહીં. "હું નોકરો......નોકરાણીઓ ....થી વધારે નહીં રાખું.” "હું....ગાય ભેં શ....બળદ..ઘોડા.......થી વધારે નહીં રાખું.
"હું ઘી.....મણ, તેલ.......મણ............મીઠું............મણ/ગુણ.......... સાકર......મણથી વધારે નહીં રાખું.
આ વસ્તુઓ સિવાય ઘરમાં ઉપયોગી વસ્તુઓ રાખીશ. તમારે જેટલા મણ રાખવું હોય તેટલું રાખી શકો છો. છે કોઈ તકલીફ કરનારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org