________________
ભાગ - ૧
૧૪૩ ૧. પર-વિવાહકરણ :
જો તમે ચોથું અણુવ્રત લીધું હોય અને એનું સારી રીતે પાલન કરવું હોય તો બીજા સ્નેહી જનોના – સ્વજનોના છોકરા-છોકરીઓના વિવાહ તમારે ન કરવા જોઈએ. ભલેને તમારો એમની સાથે સ્નેહ સંબંધ હોય. અથવા તમે એમ વિચારો કે “તેના છોકરાનું લગ્ન હું કરાવી દઈશ તો મારા છોકરા માટે સુસંસ્કારી કન્યા શોધીને મારા દીકરાનાં લગ્ન કરાવશે.” અથવા તમારી દીકરી માટે સારો છોકરો મેળવવા માટે તમે બીજાઓની દીકરીઓનાં લગ્ન કરાવો છો. પ્રયોજન ગમે તે હોય. પરંતુ જો બીજાનાવિવાહ ગોઠવતા હશો તો તમારું અણવ્રત દૂષિત થશે. તમે પૂછશો કે “એવું કેમ ?” કારણ કે વિવાહ કરાવવાથી મૈથુન ક્રિયામાં તમારી સંમતિ થઈ જાય છે! જેમનાં જેમનાં લગ્ન તમે કરાવશો, તેમના મૈથુનમાં તમારી સંમતિ થઈ જાય છે. પોતાનાં સંતાનોનું લગ્ન કરાવવું એ તો એક અપરિહાર્ય કર્તવ્ય થઈ જાય છે. પરંતુ ત્યાં પણ મયદા અપેક્ષિત હોય છે ! | માની લો કે તમારે ચાર છોકરાઓ છે. તમે મોટા છોકરાનાં લગ્ન કરાવી દીધાં, હવે મોટો દીકરો તેના નાના ભાઈનાં લગ્ન કરાવી શકે છે. તો તેના લગ્ન સંબંધમાં તમારે સંમિલિત થવાની કોઈ જરૂર નથી રહેતી.
સમજ્યાની બાબત એ છે તમે જે અણુવ્રત લીધું છે તે પૂર્ણ બ્રહ્મચર્યની દિશામાં પ્રથમ કદમ છે. તમારે એ દિશામાં આગળ વધવાનું છે. મહાવ્રતપાલનનો તમારો આદર્શ હોવો જોઈએ. અણવ્રતથી મહાવ્રત સધી પહોંચવામાં આ “વિવાહકરણ ની ક્રિયા બાધક બને છે. આવાં વિવાહ લગ્નાદિ કાર્યોમાં પરસ્ત્રી સંભોગની ઈચ્છા જાગ્રત થઈ જવાની સંભાવના રહે છે. એટલા માટે બની શકે તો વિવાહ કાર્યોથી દૂર રહેવાનો જ પ્રયત્ન કરવો જોઈએ. ૨. વેશ્યાગમન ન કરવું જોઈએ?
અણુવ્રત લીધા પછી સ્વસ્ત્રીમાં સંભોગની તીવ્ર ઈચ્છા પૂર્ણ ન થતાં અથવા સ્વ-પત્ની સંભોગ માટે અનુકૂળ ન હોવાથી પુરુષ વિચારે કે "મારું વ્રત પરસ્ત્રી પરિહાર” નું છે, વેશ્યા પરસ્ત્રી નથી, એટલે કે તે કોઈનીય પત્ની નથી. તેની સાથે સંભોગ કરવાથી મારું વ્રત તૂટશે નહીં અને વાસના-તૃપ્તિ પણ થઈ જશે. પૈસા આપીને અલ્પ સમય માટે હું એને મારી સ્ત્રી બનાવી લઈશ. બસ, મારું કામ થઈ જશે !” અને જો તે પુરુષ વેશ્યાગમન કરે તો તેનું અણુવ્રત કલુષિત થઈ જાય છે.
"ઇત્રપરિગૃહીતા” નો અર્થ છે વેશ્યા. પૈસા આપીને જેનો અલ્પ સમય માટે સ્વીકાર કરવામાં આવે છે. “સ્વ-સ્ત્રી”ની કલ્પના કરીને અને "આ સ્ત્રી કોઈની પત્ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org