SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રાવક જીવન પાપકર્મો બાંધીને દુગતિમાં ચાલ્યા જશો. આ યુગની યુવાન પેઢી વધારે પ્રમાણમાં માર્ગભ્રષ્ટ થઈ ગઈ છે. પરસ્ત્રીગમન અને પરપુરુષગમન ફેશન” ને નામે, "આનંદપ્રમોદ” ના નામે ચાલ્યું છે. આ જગા ઉપર બેસીને કેટલી વાતો કરું? આવી વાતો કહેવામાં પણ શરમ આવે છે, પરંતુ કહેવી પડે છે. તમને લોકોને સાવધાન કરવા એ મારી ફરજ છે. તન અને મનની બરબાદીનો આ ઉન્માર્ગ છે. આત્માના અધપતનનો આ ઉન્માર્ગ છે. આ વ્રત પારિવારિક જીવન માટે વરદાન છે : સ્વ-સ્ત્રી સંતોષ અને પરસ્ત્રી પરિહાર-રૂપ આ ચોથું અણુવ્રત તમારે-ગૃહસ્થો માટે વરદાન રૂપ થઈ શકે છે. સ્ત્રી માટે સ્વ-પુરુષ સંતોષ અને પરપુરુષ-પરિહારરૂ૫ વ્રત સમજવું જોઈએ. પતિ અને પત્ની બંને જો આ સ્વીકારીને તેનું સારી રીતે પાલન કરે તો પરિવારમાં શાન્તિ, પ્રેમ અને દિવ્યતાનું અવતરણ થયા વગર રહે નહીં. તન સ્વસ્થ બને છે, મન પવિત્ર રહે છે અને ધનની વૃદ્ધિ થાય છે. દૈવી કૃપાનું અવતરણ થાય છે. પરસ્પરનો વિશ્વાસ વધે છે. સ્નેહ અને સહાનુભૂતિ વધે છે, ધર્મ-આરાધનામાં ઉલ્લાસ વધે છે. અને એનાથી પુણ્યકર્મનો સંચય થાય છે, આત્મા પવિત્ર રહે છે. વ્રતપાલનમાં કેટલીક સાવધાનીઓ : આ ચોથા વ્રતમાં ક્ષતિ પહોંચાડનારી આ બાબતો છેઃ परविवाहकरणेत्वरपरिगृहीताऽपरिगृहीतागमनानङ्गक्रीतीव्रकामाभिलाषाः । ૧. બીજાના છોકરા-છોકરીઓનું વિવાહ-કાર્ય કરવાથી આ ચોથું અણુવ્રત દૂષિત થાય છે. ૨. બીજી સ્ત્રી (પર-સ્ત્રી) ને પૈસા આપીને એની સાથે મૈથુન સેવન કરવાથી ચોથા અણુવ્રતને અતિચાર લાગે છે. ૩. કુંવારી કન્યા વિધવા અને વેશ્યાની સાથે મૈથુન-સેવન કરવાથી ચોથું અણુવ્રત કલંકિત બને છે. ૪. કામવાસનાને જાગ્રત કરવા આલિંગનાદિ, કામક્રીડા કરવાથી આ અણુવ્રતને દોષ લાગે છે. ૫. સંભોગની તીવ્ર ઇચ્છા કરવાથી પણ આ અણુવ્રતને અતિચાર લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy