________________
ભાગ ૧
અતિચાર લાગે છે.
મેં પૂર્વીદેશામાં જવા માટે ૧૦૦ માઈલનું પરિમાણ કર્યું છે કે ૨૦ માઈલનું, તે યાદ આવતું નથી ! ભૂલી જવાય. તો એવી સ્થિતિમાં ૧૦૦ માઈલ સુધી જ જવું જોઈએ. ૨૦૦ માઈલ ન જવું જોઈએ.
"પ્રવચન સારોદ્વાર"માં કહેવામાં આવ્યું છે કે ઃ
-
સ્મૃતિમૂર્છા હિં સર્વમનુષ્ઠાનમ્ સર્વ અનુષ્ઠાનોમાં સ્મૃતિ તો હોવી જ જોઈએ. આથી સ્મૃતિનાશ કરનારાં ત્રણ તત્ત્વોથી બચવું જોઈએ.
૧૬૧
અતિ વ્યાકુળતા, પ્રમાદ અને મંદબુદ્ધિ :
જો તમે વ્રતધારી હો તો તમારે વ્યાકુળ થવાનું નથી. કોઈ કષ્ટ આવી પડે, આપત્તિ આવી પડે, કોઈ ઓચિંતી ઘટના બની જાય, છતાં પણ તમારે વ્યાકુળ થવું નહીં, સમતા ભાવમાં રહેવાનું છે. ક્ષણિક વ્યાકુળતા આવી જાય, પણ તરત જ સ્વસ્થ થઈ જવાનું. યાદ રાખો કે અતિ વ્યાકુળતાની સ્મૃતિ ઉપર ખરાબ અસર પડે છે. સ્મૃતિ કમજોર બની જાય છે.
જેમનું જીવન સંઘર્ષમય હોય અને પોતે વ્યાકુળ રહેતી હોય તેવી વ્યક્તિઓની સ્મૃતિ નબળી પડતી હોય એ મેં જોયું છે. સવારની વાત સાંજે ભૂલી જાય છે, એક કલાક પહેલાંની વાત પણ ભૂલી જાય છે.
એટલા માટે જેમણે સ્મૃતિ-શક્તિ ટકાવી રાખવી છે, વૃદ્ધિ પામતી રાખવી હોય, તેમણે વ્યાકુળ ન થવું, પ્રસન્નચિત્ત રહેવું. ચિત્ત પ્રસન્નતા સ્મૃતિને વધારવાનો શ્રેષ્ઠ
ઉપાય છે.
પરંતુ ચિત્ત પ્રસન્નતાનો અર્થ પ્રમાદ ન કરવો. ખાવું, પીવું અને મોજમજા કરીને સૂઈ જવું ! જો સત્કાર્યમાં રત ન રહ્યા અને પ્રમાદમાં ડૂબી ગયા તો સ્મૃતિનો નાશ થઈ જશે. પ્રસન્નચિત્તથી સત્પુરુષાર્થમાં વળગ્યા રહેવાનું છે. નિદ્રા પણ વધુ પડતી ન હોવી જોઈએ. નિંદા-વિકથા ન કરવી જોઈએ, વિષયાસક્તિ ન હોવી જોઈએ. કષાયોની તીવ્રતા ન હોવી જોઈએ. આ પ્રમાદોથી જેઓ મુક્ત હોય છે તેમની સ્મૃતિ જળવાઈ રહે છે.
ન
હા, જે માણસ જન્મથી જ કમજોર હશે તેની સ્મૃતિ કમજોર હશે. મંદ બુદ્ધિવાળો તો ત્યારે જ વ્રત લે કે જ્યારે તેની નજીકનો સાથી તેને વ્રતની સ્મૃતિ કરાવે, પાલનમાં સહાય કરતો રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org