________________
૧૬૨
કેટલાક અપવાદો :
વ્રત પાલનમાં સ્મૃતિનું મહત્ત્વ સમજ્યા ને ! સ્મૃતિનું મહત્ત્વ બતાવીને ગ્રંથકાર કંઈક વિશેષ વાત કરે છે.
શ્રાવક જીવન
માની લો કે તમે ઉ૫૨ ૬ માઈલ જવા માટેનું પરિમાણ કર્યું છે. તમે સમ્મેત શિખર ગયા, તમે પહાડ ઉપર છ માઈલ ચઢ્યા, ત્યાં એક વાંદરું આવે છે. તે તમારું વસ્ત્ર લઈને કોઈ ઊંચા ઝાડ ઉપર ચડી ગયું. હવે જો તમે વૃક્ષ ઉપર ચડો છો તો છ માઈલ ઉપર થઈ ગયા છે. હવે શું કરશો ?
જ્ઞાની પુરુષોએ કહ્યું : “જો બીજી વ્યક્તિ ઉપર ચડીને વસ્ત્ર લાવે તો તમે વસ્ત્ર લઈ શકો છો, અથવા તો વાંદરું નીચે ફેંકી દે તો પણ લઈ શકો છો.”
એ રીતે તમે નીચે જવા માટે ૨૫ સોપાનનું પરિમાણ નક્કી કર્યું છે; તમારો મૂલ્યવાન અલંકાર કૂવામાં પડી જાય છે અને કૂવો ઊંડો છે - ૨૫ સોપાન કરતાં ઊંડો છે. તો તમે શું કરશો ? જો બીજી વ્યક્તિ કૂવામાં ઊતરીને તમારો અલંકાર લઈ આવે તો તમે લઈ શકો છો. પરંતુ આ અપવાદ દિશાઓમાં નથી. તમારા પરિમાણ કરતાં વધારે દૂર જઈને કોઈ વ્યક્તિ તમારી વસ્તુ લઈ આવે તો તમે લઈ શકતા નથી.
જેમ કે તમે ભૂલથી પિરમાણ કરતાં વધારે દૂર ચાલ્યા ગયા, ત્યાં તમે કેટલુંક ધન પ્રાપ્ત કર્યું. પાછળથી તમને ખ્યાલ આવ્યો કે મારા ૧૦૦ માઈલના પરિમાણ કરતાં હું વધારે દૂર આવી ગયો છું. તો તમારે મેળવેલું ધન છોડી દેવું જોઈએ. સ્મૃતિભ્રંશથી પણ જો ભૂલ થઈ જાય તો પાછા આવી જવું જોઈએ.
વ્રતનું દૃઢતાપૂર્વક પાલન કરવું જોઈએ. ભય અને લાલચથી પ્રેરાઈને વ્રતભંગ ન કરવો જોઈએ. છે ને મહત્ત્વપૂર્ણ વ્રત ? વિશ્વના કોઈપણ ધર્મે આવું વ્રત બતાવ્યું નથી ! પરિભ્રમણનું પરિમાણ બતાવીને તીર્થંકર ભગવંતોએ ખૂબ જ ગહન વાત કરી છે. સ્વેચ્છાએ દોડધામ ઉપર કાપ મૂકવા કહ્યું અને સ્થિરતા પ્રત્યે નિર્દેશ કર્યો. દિશા પરિમાણ ન કરવાથી નુકશાન ઃ
પરંતુ જે લોકો આ વ્રતનું મહત્ત્વ સમજતા નથી તેઓ આ વ્રત ગ્રહણ કરતા નથી અને કોઈવાર આપત્તિમાં ફસાઈ જાય છે.
કેટલાંક વર્ષો પૂર્વે એક મહાનુભાવે તેમનો અનુભવ મને સંભળાવતાં કહેલું : એક વાર અમારા ગામમાં એક મહાત્મા પધાર્યા હતા. ગામમાં અમારું એકલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org