________________
૧૮૨
શ્રાવક જીવન
તે માણસ "દાદા" જેવો હતો. આ માણસે પોતાની પત્નીને અનેકવાર સમજાવવા પ્રયત્નો કર્યા પરંતુ પત્ની માનતી ન હતી. અને પેલા “દાદા”થી ડરતી પણ હતી. આ માણસે આજે એની પત્નીને અને “દાદા”ને પરલોક મોકલી દેવાનો નિર્ણય કર્યો હતો. જ્યાં આ બે જણાં મળતાં હતાં ત્યાં જઈને કામ પતાવવાનો વિચાર કર્યો. બેને મળવાનો સયમ હતો બપોરે ત્રણ વાગ્યાનો. તે ઓફિસે જવા નીકળી પડ્યો. ત્રણ વાગે એ પેલી જગાએ પહોંચ્યો. ત્યાં તેણે જે દૃશ્ય જોયું તેનાથી તે અત્યંત ક્રોધમાં આવી ગયો. તેણે રિવોલ્વર કાઢી, ધડ ધડ ગોળીઓ છોડી. પેલો દાદો અને તેની પત્ની ત્યાં જ ઢગલો થઈને પડ્યાં. બંનેનાં પ્રાણ-પંખેરું ઊડી ગયાં.
રિવોલ્વરના ધડાકાથી આસપાસ રહેનારાં માણસો ત્યાં આવી ગયાં અને તેને પકડી લીધો. પોલિસ પણ આવી પહોંચી. તે રિવોલ્વર સાથે પકડાઈ ગયો. અને તેને કસ્ટડીમાં બંધ કરી દેવામાં આવ્યો. જે વ્યક્તિના નામે રિવોલ્વર હતી, રિવોલ્વરનું લાયસન્સ હતું એ વ્યક્તિને પણ પકડી લેવામાં આવી. "હત્યામાં સહયોગી” નો આરોપ એની ઉપર મૂકવામાં આવ્યો અને તેણે પણ કેટલાંક વર્ષો જેલવાસ ભોગવ્યો.
જેવી રીતે આ ઘટના રિવોલ્વર દ્વારા બની, તેવી જ ઘટના તલવાર, છરી વગેરેથી પણ બની શકે છે, એટલા માટે બીજાંને સાધન ન આપવાનું જ્ઞાની પુરુષોએ કહેલું છે.
દૂધ-દહીં, ઘી-તેલ વગેરેનાં વાસણો ખુલ્લાં ન રાખો
:
આ વાત પણ જીવદયાના લક્ષ્યથી જ બતાવવામાં આવી છે. નાના જીવો પ્રત્યે પણ દયાપૂર્ણ જ વ્યવહાર કરવો જોઈએ. સર્વ જીવોમાં ચૈતન્ય સમાનરૂપે રહેલું છે. કીડી હોય કે હાથી, મનુષ્ય હોય યા દેવ, દરેકમાં ચૈતન્ય છે. તેમના પ્રત્યે દયાભાવ રાખવાનો છે. એ જીવોને દુઃખ થાય, કષ્ટ પડે યા તો તેમનું મૃત્યુ થાય એવો વ્યવહાર કરવાનો નથી.
ઘરમાં દૂધ-દહીં, ઘી-તેલ જેવી ખાદ્ય વસ્તુઓ હોય જ છે. તેમનાં વાસણ ઢાંકેલાં રાખવાં જોઈએ. જો વાસણ ખુલ્લું રહ્યું તો તેમાં હજારો, લાખો કીડીઓ, મંકોડાઓ પડે છે અને મરી જાય છે. કોઈ વાર મોટા જીવો પણ તેમાં પડીને મરી જાય છે, તો કોઈક વાર ઝેરી જીવ પણ પડે છે, અને ખાદ્ય પદાર્થોને ઝેરી બનાવે છે. એટલે જ તો દૂધ વગેરેનાં વાસણો ઢાંકવામાં આળસ ન કરવી જોઈએ.
એક સ્ત્રીએ કહેલું કે તેણે સાંજે રસોડામાં દૂધ રાખી મૂક્યું હતું, કારણ કે રાત્રે બાળકને પાવાનું હતું. દૂધનું વાસણ ખુલ્લુ રહી ગયેલું અને તે સ્ત્રી રાત્રે સિનેમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org