________________
ભાગ ૧
૧૮૩
જોવા ચાલી ગઈ. રાત્રે દશ વાગે પાછી ઘેર આવી તેણે ઉતાવળને લીધે દૂધ જોયું નહીં અને બાળકને પાઈ દીધું. દૂધ પીતાંની સાથે જ બાળકને ઊલટી થઈ ગઈ અને તે બેહોશ થઈ ગયું. ડૉકટર બોલાવવામાં આવ્યો. દૂધના પાત્રમાં બાકી રહેલું થોડું દૂધ હતું તે ડૉકટરે જોયું. દૂધમાં એક કીડો મરી ગયેલો હતો. કીડો ઝેરી હતો. ડૉકટરે સ્ત્રીને ધમકાવી અને બાળકને તરત જ બે ઇંજેકશનો આપી દીધાં અને હોસ્પિટલમાં દાખલ કર્યું. ભાગ્યવશાત્ બાળક બચી ગયું !
ઃ
સભામાંથી આજકાલ સ્ત્રીઓ મોટે ભાગે વાસણો ઢાંકતી જ નથી. પરવા કરતી જ નથી. વાસણો ખુલ્લાં જ પડ્યાં હોય છે.
મહારાજશ્રી : આનાથી જીવહિંસા તો થાય જ છે, પરંતુ તમારા લોકોનું સ્વાસ્થ્ય પણ બગડે છે. આ કામ વિશેષરૂપે તો સ્ત્રીઓનું છે. તેમણે આ કાર્યમાં પ્રમાદ ન કરવો જોઈએ. તેઓ ભલેને વ્રત લે યા ન લે. પરંતુ ઘી-તેલ વગેરેનાં વાસણો ખુલ્લાં ન રાખવાં જોઈએ. આ તો એક સામાન્ય બુદ્ધિની-કોમન સેન્સની વાત છે. નાટક સિનેમા, સરકસ, તમાશા વગેરે ન જોવાં :
જેવી રીતે અનર્થદંડના ત્યાગમાં જીવદયાની દૃષ્ટિ છે, એ જ રીતે આત્મસંયમ, ઇન્દ્રિયવિજય અને મનોનિગ્રહની દૃષ્ટિ પણ રહેલી છે. એવાં દૃશ્યો ન જોવાં જોઈએ કે જેથી આત્મસંયમ તૂટી જાય, ઇન્દ્રિયો ચંચળ થઈ જાય, મન સ્વચ્છંદી બની જાય.
જીવનમાં આનંદ જોઈએ, મનોરંજન જોઈએ, આ વાત હું માનું છું; પરંતુ એ આનંદ, મનોરંજન એવાં ન હોવાં જોઈએ કે જેથી આત્મા મલિન થાય, મન ચંચળ થાય અને ઈન્દ્રિયો ઉત્તેજિત થાય.
આ અર્થમાં નાટક જોવું, સિનેમા જોવું, સરકસ તમાશા જોવા, વેશ્યાઓનાં નૃત્ય જોવાં.....”અનર્થદંડ” કહેવાય છે. વ્રતધારી બનવું હોય તો આ અનર્થદંડનો ત્યાગ કરવો જ પડશે. અરે, વ્રતધારી નહીં પણ સગૃહસ્થ બનીને જીવવું હોય તો પણ આ વિષયમાં ગંભીરતાથી વિચારવું પડશે.
જ
સિનેમા, નાટક, તમાશા જ્યાં સુધી જોતા રહેશો, ત્યાં સુધી મન સ્થિર અને શાંત રહેશે નહીં, અને કેટલાંક વર્ષોથી તમારા ઘરોમાં વિડિયો...ટી.વી. આવી ગયાં છે, ત્યારથી તો તમારા લોકોના મનની સ્થિતિ જ બદલાઈ ગઈ છે. મારામારી અને સેક્સથી ભરેલી ફિલ્મો જોઈને શું તમારા મનમાં શાન્તિ, સમતા અને પ્રસન્નતા આવવાની છે ? યાદ રાખો, મગજનું સંતુલન જ બગડી જશે. અશાંતિની આગમાં બળીને રાખ થઈ જશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org