________________
૧૮૪
શ્રાવક જીવન નાટકો પણ કેવાં ગંદાં, બીભત્સ અને સેકસી હોય છે? શીલ અને સંસ્કારોનું તો નામોનિશાન મિટાવી દીધું છે. જો તમારે અધ્યાત્મના માર્ગ ઉપર ચાલવું હોય તો દુનિયામાં આવાં નાટકોનો મોહ છોડવો જ પડશે.
ઘર્મની સાથે અધ્યાત્મની સાથે નાટક સિનેમાનો મેળ જામતો જ નથી. વિશેષ ધર્મની આરાધના કરવાની અભિલાષા હદયમાં જાગતાં આવી તુચ્છ, વિલાસી વાતો. મનને સ્પર્શી જ નહીં શકે.
સરકસનો નિષેધ કરવામાં આવ્યો છે, કારણ કે તેમાં પશુઓને ત્રાસ આપવામાં આવે છે. પશુઓના ખેલ કરાવવામાં આવે છે. તેમાં પશુઓને ત્રાસ પડે છે. જોનારાઓ ખુશ થાય છે. એમાં પાપકર્મ બંધાય છે. સામૂદાયિક પાપકર્મ પણ બંધાય છે. સિનેમા, નાટક અને સરકસમાં સામુદાયિક (જેટલાં જોનારાં હોય છે એ બધાંનું) કર્મબંધન થાય છે.
એક અશુભ દ્રશ્ય બધા એકી સાથે જોઈને રાજી થાય છે. ત્યારે એકી સાથે પાપકર્મ બંધાય છે અને જ્યારે એ પાપકર્મ ઉદયમાં આવે છે ત્યારે એ બધાંને એકીસાથે દુઃખ આવે છે !!
જેમ કે હવાઈ જહાજનો અકસ્માત થાય છે અને એક સાથે ૧૦૦-૨૦૦ વ્યક્તિઓ મોતને શરણ થાય છે. ટ્રેઈનનો અકસ્માત થાય છે અને એક સાથે ૨૦૦૪00 મરી જાય છે. બસ, ગાડી યા સ્ટીમરના અકસ્માતમાં એક સાથે પ૦, ૧૦૦૨૦૦-૪૦૦ મરી જાય છે ! ધરતીકંપ થાય છે અને એક સાથે હજારો- લાખો માણસો મોતને ભેટે છે. આ બધાં સામુદાયિક પાપકર્મનાં ફળ છે.
આજકાલ ટી.વી. ઉપર એક સાથે બે ચાર કરોડ લોકો સિનેમા વગેરે જુએ છે. એમાં સારી ખોટી વાતો આવે જ છે. બધા લોકો એકી સાથે સારાં દ્રયોમાં ખુશ થાય છે અને સામુદાયિક પુણ્યકર્મ બાંધે છે, અને એક સાથે ખરાબ દ્રશ્યમાં ખુશ થાય છે તો સામુદાયિક પાપકર્મ બાંધે છે. પરંતુ ટી.વી.ના પરદા ઉપર સારી....મનને પવિત્ર, નિર્મળ કરનારી વાતો કેટલી આવે છે અને મનને પાપી બનાવનારી હિંસા, ચોરી, દુરાચાર, વ્યભિચાર અને બેઈમાની વધારનારી વાતો કેટલી આવે છે – એ તમે લોકો સારી રીતે જાણો છો.
એટલા માટે અમે લોકો ટી.વી., વિડિયો ન જોવાનો ઉપદેશ આપીએ છીએ. અમે લોકો તો તમારા મનની અને આત્માની ચિંતા કરીએ છીએ. વ્રતધારી બનવાની વાત આ દ્રષ્ટિએ કરવામાં આવે છે. હૈયામાં ઊતરે છે ને આ વાત? ઉતારવી પડશે, નહીંતર આસિનેમા, નાટક અને ડાન્સ પાર્ટીઓ તમને દુઃખ, અશાંતિ અને સંતાપની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org