________________
ભાગ
૧
૧૮૧
અનંત જીવોની હિંસા કરીને લાખો-કરોડો રૂપિયા ભલે કમાઈ લ્યો; તે રૂપિયા જ તમારા પતનના નિમિત્ત બનશે. દુર્ગંતમાં લઈ જશે. આરંભ-સમારંભનાં સાધનો બીજાંને ન આપો :
જેવી રીતે આરંભ-સમારંભની પ્રેરણા બીજાંને નથી આપવાની, એવી જ રીતે બીજાંને આરંભ-સમારંભનાં સાધનો પણ આપવાનાં નથી. તમારે આરંભસમારંભનાં સાધનો રાખવાં પડે છે તે અર્થદંડ છે, કારણ કે તમારે માટે એ સાધનો અનિવાર્ય હોઈ શકે અને એ સાધનોનો દુરુપયોગ તમે ન ક૨તા હો અને કરાવતા પણ ન હો. પરંતુ એ સાધનો બીજા લોકોને આપવાથી તે લોકો તેમનો દુરુપયોગ નહીં કરે તેની ખાત્રી કોણ આપશે ?
સભામાંથી : અમારી પાસે ઘંટી વગેરે છે અને કોઈ પાડોશી અગર સ્નેહી માગે અને ન આપીએ તો શું ઔચિત્ય ભંગ ન થાય ?
મહારાજ શ્રી ઃ ન થાય. જવાબ યોગ્ય અને મૃદુ ભાષામાં આપવો જોઈએ. એમને ખરાબ લાગે તેમ ન બોલવું જોઈએ, અને જૂઠું પણ ન બોલવું જોઈએ. કહેવું જોઈએ કે "અમારી પાસે છે પરંતુ અમે વ્રતધારી છીએ. એટલે એવા આરંભ-સમારંભનાં સાધન બીજાંને આપી શકીએ નહીં. ક્ષમા કરશો. બીજી કોઈ વસ્તુ જરૂરી હોય તો નિઃસંકોચ માગી લેવી !”
ન
આ વ્રતમાં જીવદયા જ પ્રધાન હેતુ છે, તમારાં સાધનો દ્વારા બીજા લોકો જીવહિંસા ન કરે એ જ કારણ છે બીજાંને એવાં સાધનો ન આપવા પાછળ, કોઈવાર વિના કારણ આક્ત પણ આવી શકે. કેટલાંક વર્ષોપૂર્વે એક ઘટના વાંચી હતી. ઘટના સાચી હતી; કોર્ટમાં કેસ પણ ચાલ્યો હતો.
મિત્રને રિવોલ્વર આપી દીધી .....
બે મિત્રો હતા. એક મિત્રની પાસે રિવોલ્વરનું લાયસન્સ હતું. બીજા મિત્રને આની ખબર હતી, એક દિવસ સવારે તે મિત્રને ઘેર આવ્યો અને તેણે કહ્યું : "મારે આજે બહાર જવું છે. થોડોક ભય છે એટલા માટે તારી રિવોલ્વર જોઈએ છે. કાલ સવારે પાછી આપીશ, સ્વરક્ષા માટે જ જોઈએ છે. ચિંતા ન કરતો.”
મિત્રે રિવોલ્વર આપી દીધી. રિવોલ્વરમાં કારતૂસ પણ ભરેલા હતા; તે લઈને તે ગયો પોતાને ઘેર. પોતાના કબાટમાં રિવોલ્વર મૂકી દીધી; ભોજન કરી લીધું, અને પોતાના ખંડમાં જઈને બેઠો.
વાત કંઈક જુદી જ હતી. તેની પત્ની એક બદમાશ વ્યક્તિના પ્રેમમાં હતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org