SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ; પ્રાસક આચાર્યશ્રી હરિભદ્રસૂરિ-વિરચિત ધર્મબિંદુના ત્રીજા અધ્યાય ઉપર પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજીએ આપેલાં પ્રવચનોનો આ પહેલો ભાગ છે. પ્રવચનો મૂળ હિન્દી ભાષામાં અપાયેલાં છે. એનો આ ભાવાનુવાદ છે. ભાવાનુવાદ કર્યો છે - ડો. પ્રહલાદ પટેલે. (M.A., Ph.D. વડનગર) જેવી રીતે “ સર ના ચાર ભાગમાં ૯૬ પ્રવચનો પ્રકાશિત થયાં હતાં, તેવી રીતે “શ્રાવક જીવન’ના પણ ચાર ભાગ પ્રકાશિત કરવાની ધારણા છે. બીજો ભાગ તો પ્રેસમાં જવાની તૈયારીમાં છે. એનો અનુવાદ પણ ડો. પ્રહૂલાદભાઈ પટેલે કર્યો છે. જેવી રીતે “ઘણાં સારાં પવMામિના ચાર ભાગ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં [way of Life] છપાયા છે ને ખૂબ આદર પામ્યા છે (હિન્દીમાં બીજી આવૃત્તિ છપાવવાની તૈયારી ચાલે છે.), તેવી રીતે “શ્રાવક જીવનના ચાર ભાગ પણ ખૂબ જ ઉપાદેય બનશે, એવી અમારી શ્રદ્ધા છે. જે કોઈ સ્ત્રી-પુરુષને શ્રાવક-શ્રાવિકા બનવું છે, સાચા અર્થમાં શ્રાવક-શ્રાવિકા બનવું છે, તેમના માટે આ “શ્રાવક જીવન’ના ચારે ભાગ માર્ગદર્શક બનશે. પૂજ્ય આચાર્યદિને સરળ છતાં રોચક અને પ્રેરક ભાષામાં આ પ્રવચનો આપેલાં છે. અનેક રસમય પ્રાચીન-અર્વાચીન દ્રષ્ટાંતોથી, તર્ક-દલીલોથી અને વર્તમાન પરિસ્થિતિઓની પાયલોચનાઓથી આ પ્રવચનો રસપૂર્ણ બનેલાં છે. વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના આજીવન ગ્રાહકોને તથા ટ્રસ્ટના સાહિત્યના ચાહકોને અમારી આગ્રહપૂર્ણ વિનંતી છે કે તેઓ આવાં સુંદર પુસ્તકોની, વિશેષ પ્રસંગોમાં પ્રભાવના કરે. મિત્રોને, સ્નેહીજનોને ભેટ આપે અને એ રીતે સત્સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરે. કાગળ, પ્રિન્ટિંગ, બાઈનિંગ-બધું જ ખૂબ મોંઘુ થઈ ગયું છે, તે છતાં ટ્રસ્ટ એની પુસ્તક-પ્રકાશનની સમ્પ્રવૃત્તિ સતત કરી રહ્યું છે. એ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતની પરમ કૃપાનું ફળ છે અને ટ્રસ્ટના વિશાળ વાચકવર્ગના સહયોગની ઉપલબ્ધિ છે ! મહેસાણા ટ્રસ્ટીગણ વતી ૧-૮-૯૨ જયકુમાર બી. પરીખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy