________________
ભાગ
-
૧
સમકિતવૃષ્ટિ જિનવચનને જ સત્ય માને છે,
આપણી શ્રદ્ધાને ય શાસ્ત્રસૃષ્ટિથી પારખી લેવી જોઈએ. "તે જ સત્ય છે અને નિઃશંક છે, જે જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે.” આ શાસ્ત્રસૃષ્ટિની શ્રદ્ધા છે. વીતરાગ ભગવંતોનાં વચનોને જ સત્ય માનો છો ને ? તેમનાં વચનોમાં શંકા તો નથી ને ?
૬૩
જો તમે વીતરાગના વચનોને જ સત્ય માનતા હો તો દુનિયાના બીજા રાગીદ્વેષી દેવોની પાસે તેમના પ્રભાવોથી પ્રભાવિત થઇને જતા તો નથી ને ? જો વીતરાગ પરમાત્મા પ્રત્યે આપણા હૃદયમાં નિઃશંક શ્રદ્ધા છે તો પછી બીજા દેવો પાસે જવાની શી જરૂર છે ?
એક ગામમાં અમારૂં ચાતુર્માસ હતું. એક જૈન યુવકે તેના જીવનની એક રોમાંચક ઘટના સંભળાવી હતી. એ યુવક ઉપર કોઈ દુષ્ટ દેવનો પ્રભાવ પડ્યો હતો. તે અન્યમનસ્ક બની ગયો હતો. એ ગામમાં એક મુસલમાન ફકીર રહેતો હતો. અને તે ખૂબ મોટો માંત્રિક હતો. આ યુવક એ ફકીર પાસે પહોંચી ગયો. યુવકના લલાટ ઉપર કેસરનું તિલક હતું.
ફકીરે કહ્યું : "તું અહીં શા માટે આવ્યો છે ?” યુવકે પોતાની તકલીફ જણાવી. ફકીર હસવા લાગ્યો. તેણે કહ્યું : "તારી વાત મેં સાંભળી લીધી; હું તને પૂછું છું કે તું મારી પાસે શા માટે આવ્યો છે ?” યુવકે કહ્યું : “આપ મને કોઈ મંત્ર-તંત્ર આપો તો મને સારું થઈ જાય.”
ફકીરે કહ્યું : "ભાઈ, તું જૈન છે ને ? શું તારી પાસે નવકાર મંત્ર નથી ? તેની આરાધના કર. આનાથી મોટો કોઈ મંત્ર મારી પાસે નથી."
યુવકે કહ્યું ઃ "ફકીરની વાત સાંભળીને મને શરમ આવી. હું ચૂપચાપ ઘેર આવ્યો અને અતિ ભક્તિભાવથી શ્રી નવકારમંત્રનો જાપ કરવા લાગ્યો, અને દૈવી ઉપદ્રવ શાંત થઈ ગયો."
જિનવચન પ્રત્યે જો તમને નિઃશંક શ્રદ્ધા હોય, પૂર્ણ વિશ્વાસ હોય તો તમે લોકો જિનવચન અને જિનશાસન સિવાય ક્યાંય પણ શ્રદ્ધાવનત થશો નહીં.
સભામાંથી : જિનવચનોમાં – વીતરાગ વાણીમાં શંકા તો નથી હોતી પરંતુ જિજ્ઞાસા તો થઇ શકે છે ને ?
મહારાજશ્રી ઃ દરેક વાતને, હર તત્ત્વને સાચા અર્થમાં સમજવા માટે શંકા પણ કરી શકો છો ! શંકા કહો, પ્રશ્ન કહો, જિજ્ઞાસા કહો આ બધું એક જ છે. જોઇએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org