________________
૧૩૦ ;
શ્રિાવક જીવન ચોરી કરાવનાર પણ અપરાધીઃ
માની લો કે તે ચોર પકડાઈ ગયો. તેણે પોલીસને કહ્યું : "મને આ વ્યક્તિએ ચોરી કરવા કહેલું....”પોલીસ તમને પકડશે ને ! પછી તમારું શું થશે?
સભામાંથી પોલીસને લાંચ આપવી પડશે, પછી તે છોડશે.
મહારાજશ્રી સંભવ છે કે કદાચ કમાણી કરતાં વધારે આપવી પડે! શક્ય છે કે કદાચ લાંચ આપવા છતાં કામ ન પણ થાય; વધારે મુશ્કેલીમાં મુકાવું પડે. પરિવારને પણ પરેશાની થાય. ૨. ચોરીનો માલ ન લેવો જોઈએ ?
બીજી વાત છે ચોરીનો માલ લેવાની. અણુવ્રતધારી વિચારે કે "મારું વ્રત છે ચોરી ન કરવા અંગેનું, ચોરીનો માલ લેવાથી મારો વ્રતભંગ થતો નથી. આ મારો વેપાર છે.” વ્રત સાપેક્ષ રીતે વિચારે છે એટલા માટે વ્રતભંગ માનવામાં આવતો નથી, પરંતુ અતિચાર માનવામાં આવ્યો છે.
જો કે આ મન મનાવવાની વાત છે. છતાં પણ “મારા વ્રતનો ભંગ થવો ન જોઈએ” એવી ભાવનાનું જ્ઞાની પુરુષોએ મૂલ્યાંકન કર્યું છે.
ચોરીનો માલ ન લેવો જોઈએ. " આ ચોરીનો માલ છે.” એવું જાણ્યા પછી, લોભમાં ફસાઈને લેવો ન જોઈએ. ગમે ત્યારે પણ આફત આવી શકે છે ઘર યા દુકાન ઉપર ચોરીનો માલ રાખવાથી.
ચોરીનો માલ લેવાથી, ઘરમાં રાખવાથી યા વેચવાથી – ૧. મન સતત ચિંતિત રહે છે. ભયભીત રહે છે. ૨. ચોરો સાથે, ડાકુઓ સાથે લેવા-દેવાનો સંબંધ રહેતો હોવાથી કોઈક વાર
મારામારી અથવા હત્યા પણ થઈ શકે. ૩. પકડાઈ જતાં સજા પણ થઈ શકે છે. ૪. ધર્મ આરાધનામાં મન ચોંટતું નથી. ૫. મનની ચંચળતા વધે છે, સ્વભાવ પણ બગડે છે. ૬. વ્યવહાર તૃષ્ટિએ વ્રતનો ભંગ થતો નથી, પરંતુ નિશ્ચય દ્રષ્ટિથી વ્રતભંગ
થઈ જ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org