________________
ભાગ - ૧
૧૨૯ ૪. આપવા-લેવામાં ઓછું વતું કરવું. પ. વેપારમાં દગાબાજી કરવી.
આ બધું કરવા છતાં પણ વ્રતસાપેક્ષતા હોવાથી "અતિચાર” કહેવાય છે. વ્રતનિરપેક્ષ હોય અને આ બધું કરતો હોય તો વ્રત-ભંગ થાય છે. બીજા પાસે ચોરી ન કરાવો :
ત્રીજા અણુવ્રતમાં હું ચોરી કરીશ નહીં અને કરાવશ નહીં એવી પ્રતિજ્ઞા હોય છે. એટલે જે તે બીજા દ્વારા ચોરી કરાવે છે તો તે પ્રતિજ્ઞાનો ભંગ વ્રતની જ ભંગ થાય છે. પરંતુ તે હોશિયાર હોય છે ને ! તે બીજી વ્યક્તિને સીધું જ નહીં કહે કે “તું ચોરી કર" પરંતુ કહેશે ” આજ કાલ તું વેપાર કેમ નથી કરતો? કોઈ કામ કેમ કરતો નથી ?
ચોરને જો પૂછવામાં આવે તો ચોર શું નહીં સમજે કે "આ મને ચોરી કરવા પ્રેરિત કરે છે ?” પછી કહેશે "તારો માલ જો કોઈ ન લેતું હોય તો હું લઈશ, પરંતુ આવો નિષ્ક્રિય ન રહે!” એ રીતે ચોરને ચોરી માટે પ્રેરિત કરે છે. છતાં પણ પોતે માને છે કે “મેં તો વેપાર માટે કહ્યું છે, ચોરી કરવાનું કહ્યું નથી, આથી મારી વ્રતભંગ નહીં થાય.”
આ રીતે સ્વકલ્પનાથી તે વ્રતસાપેક્ષ રહે છે, એટલા માટે "અતિચાર” કહેવામાં આવ્યો છે. અન્યથા ચોરી કરાવવાથી વ્રતભંગ જ થાય છે. ચોરી કરાવનાર પણ ચોર જ છે. ચોર સાત પ્રકારના ગણાવ્યા છે.
चौरश्चौरापको मंत्री, भेदज्ञः क्राणकक्रयी ।
अन्नदः स्थानदश्चैव चौरः सप्तविधि स्मृतः ॥ ૧. સ્વયં ચોરી કરનાર, ૨. બીજા પાસે ચોરી કરાવનાર, ૩. ચોરી કરવાની સલાહ આપનાર, ૪. ચોરીનો ભેદ જાણનાર ૫. ચોરીનો માલ લેનાર ૬. ચોરોને ભોજન આપનાર અને, ચોરોને આશ્રય સ્થાન દેનાર – આ સાત પ્રકારના ચોર હોય છે.
ચોરને કોઈ પણ પ્રકારે ચોરી કરવા માટે પ્રેરિત કરનાર વાસ્તવમાં ચોર જ છે. પરંતુ "મેં તો વેપાર કરવા માટે પ્રેરણા આપી છે, ચોરી માટે નહીં. એવી મનોધારણા જ એને બચાવે છે. વ્રત ભંગ થવા દેતી નથી. છતાં ગમે ત્યારે ઉપદ્રવ તો થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org