SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક જીવન બૌદ્ધિક ક્ષમતાને સમજનારો હોવો જોઈએ. માત્ર શાસ્ત્રજ્ઞ હોવાથી મનુષ્ય ધર્મોપદેશક બની શકતો નથી. એટલું જ નહીં, શાસ્ત્ર-અધ્યયન કર્યું હોય, પરંતુ ચિંતન-પરિશીલન ન કર્યું હોય તો પણ તે ઉપદેશક બની શકતો નથી. ચિંતનપરિશીલન કર્યું હોય પરંતુ દેશ-કાળની વાસ્તવિકતાને જાણતો ન હોય તો પણ તે ધર્મનો ઉપદેશ આપી શકતો નથી; કારણ કે ધર્મનો સંબંધ માત્ર વર્તમાનકાળ સાથે જ નથી, વર્તમાન જીવન સાથે જ નથી, પણ એનો સંબંધ ભવિષ્યકાળ સાથે ય છે અને પારલૌકિક જીવન સાથે પણ છે. જો કદાચ માણસ ધર્મને ખોટા અર્થમાં સમજી બેસે તો એનાં વર્તમાન અને ભવિષ્ય બંને બગડી જાય. યોગ્યતાથી વંચિત ધર્મોપદેશક આવું અહિત કરી બેસે છે. તે બીજાઓ ૫૨, શ્રોતાઓ ઉપર ઉપકાર કરતો નથી પરંતુ ઘોર અપકાર કરે છે. ઉન્માર્ગી-દેશના આપીને તે પોતે ય ડૂબે છે અને બીજાંને પણ ડુબાડે છે. ધર્મનો સિદ્ધાંત સાચો હોય, પરંતુ એ સિદ્ધાંત સમજવાની ક્ષમતા શ્રોતાઓમાં ન હોય, તો એવા સિદ્ધાંતનો ઉપદેશ ન આપવો જોઈએ ! જે ઉપદેશ માટે જે યોગ્ય ન હોય તેને તે ઉપદેશ આપવો ન જોઈએ. અને કદાચ કોઈ ઉપદેશક ઉપદેશ આપે છે તો.....તે અનર્થ કરે છે, અહિત કરે છે. ધર્મોપદેશક થવું એ મોટી જવાબદારી છે. ધર્મોપદેશક સુયોગ્ય હોય પરંતુ શ્રોતા અયોગ્ય હોય તો તે શ્રોતા પાપમુક્ત થઈ શકતો નથી. શ્રોતા સુયોગ્ય હોવો જોઈએ. ભલેને તે સર્વજ્ઞશાસનના સિદ્ધાંતોને ન જાણતો હોય યા ન માનતો હોય પરંતુ જો તે સામાન્ય ધર્મોનું પાલન કરતો હોય તો સર્વજ્ઞના શાસનનો ધર્મ-ઉપદેશ સાંભળતાં સાંભળતાં શ્રદ્ધાવાન બની જશે એ નિશ્ચિત છે. તેનું મિથ્યાત્વ બરફની જેમ ઓગળીને પાણી થઈને ચાલ્યું જશે – વહી જશે. તેનું મિથ્યાત્વ-પાપ નાશ પામશે. અને તેના તીવ્ર કષાયો મંદ પડી જશે. રાજા કુમારપાળનો પૂર્વજન્મઃ ગુજરાતના રાજા કુમારપાળના પૂર્વજન્મની વાત છે ! કુમારપાળ પૂર્વજન્મમાં ડાકુ હતો, નરવીર એનું નામ હતું. (કેટલાક ગ્રંથોમાં તેનું નામ "જયન્ત” તેમજ “જયતાક્" પણ જણાવેલું છે.) માળવા અને ગુજરાતની સરહદ ઉપર એનો અડ્ડો હતો. એક પહાડી જગાએ એનો નિવાસ હતો. એણે એક નાનકડું રાજ્ય જ સ્થાપિત કર્યું હતું. તે પરાક્રમી વીર હતો. તેણે કેટલાંય ગામો લૂંટ્યાં હતાં. જે કોઈ મુસાફર યા કાફલો ત્યાંથી પસાર થતો હતો તેને નરવીર લૂંટી લેતો હતો. હું તમને આ વાત જણાવવા માગું છું કે આવા ડાકુમાં પણ સદ્ધર્મનું શ્રવણ કરવાની યોગ્યતા હતી અને એના પુણ્યોદયથી ધર્મ-શ્રવણ કરાવનાર મહાપુરુષ પણ એને મળી ગયા હતા. તેનું મિથ્યાત્વ અને તીવ્ર કષાયો કેવી રીતે નષ્ટ થયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy