________________ 240 શ્રાવક જીવન પરહિતાર્થકારી અને લબ્ધલક્ષ-આ 21 ગુણો છે. એવા ગુણવાન પુરુષ વ્રતપાલનમાં દઢ બનશે જ. બુદ્ધિમાન વ્યક્તિએ પ્રમાદ ન કરવો જોઈએ: આ રીતે સાત વાતોનો પુરુષાર્થ બતાવ્યો છે. પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. પ્રમાદ ન કરવો. ગ્રંથકાર આચાર્યદવ કહે છે કે બુદ્ધિમાન વ્યક્તિએ પ્રમાદ ન કરવો જોઈએ, આળસ ન કરવી. તમે તો બુદ્ધિમાન છો ને? તો પછી આ સાત પ્રકારના પુરુષાર્થ કરો. આ પ્રકારે પુરુષાર્થ કરનાર બુદ્ધિમાન, જો વ્રતધારી નહીં હોય તો વ્રતધારી બની જશે અને વ્રતધારી હશે તો કદી વતભંગ નહીં કરે. કદીય વ્રતભંગ નહીં કરે ! પુરુષાર્થથી અતિચારો પર વિજય પ્રાપ્ત કરવાનો છે - અતિચારરહિત વ્રતપાલન કરવાનું છે. આજ બાર વ્રતોનું વિવેચન પૂર્ણ થયું. વિવેચના શાસ્ત્રસાપેક્ષ રહીને કરી છે, છતાં પણ પ્રમાદથી યા અજ્ઞાનથી, જિનાજ્ઞાથી વિપરીત બોલ્યો હોઉં તો–બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org