________________ ભાગ - 1 237 કરતા રહો. એટલે કે તમે કેટલાં અને કેવા પ્રકારનાં વ્રતો ગ્રહણ કર્યા છે તે યાદ કરતા રહેવું. વ્રતો પ્રત્યે બહુમાન જાળવી રાખો : પ્રતિદિન વ્રતોનું અનુસ્મરણ કરવાનું છે તે બહુમાનથી કરવાનું છે. કેટલાં સુંદર છે આ વ્રતો ! આ વ્રતોને કારણે મારો આત્મા અનંત અનંત પાપોથી બચી ગયો છે. મારા સમગ્ર જીવનને કેવું સંયમિત કરી દીધું છે? "તીર્થંકર પરમાત્માએ એક એક વ્રત કેટલું સરસ બતાવ્યું છે! જ્યાં સુધી મારે ગૃહસ્થાવાસમાં રહેવું પડે, ત્યાં સુધી મારા જીવનમાં આ વ્રતો હોવાં જ જોઈએ. હું આ વ્રતોનું સારી રીતે પાલન કરીશ.” આ પ્રકારનો બહુમાનનો ભાવ રાખવાથી વ્રતો પ્રત્યેનું આકર્ષણ વધે છે અને એનાથી પુણ્યાનુબંધી પુણ્યકર્મનું બંધન થાય છે. પાપો પ્રત્યે ધૃણા કરો : * સમ્યકત્વ પ્રત્યે પ્રીતિ રાખવાની છે અને મિથ્યાત્વ પ્રત્યે ધૃણા–જુગુપ્સા કરવાની છે. * સત્યનો પક્ષપાત રાખો અને અસત્ય-જૂઠની નિંદા કર્યા કરો. અસત્યનો કદીય પક્ષ ન લેવો. * અચૌર્યથી, ન્યાયનીતિથી અને ઈમાનદારીથી સ્નેહ–સંબંધ રાખવાનો છે. તો બીજી તરફ ચોરી, અનીતિ, બેઈમાની પ્રત્યે ઘોર ધૃણા કરતા રહો. કદી પણ લોભમાં ખેંચાઈને ચોરીનો પક્ષપાત ન કરો. * સદાચારથી (સ્વત્રી સંતોષ અને પરસ્ત્રી ત્યાગ) પ્રેમ રાખો અને દુરાચારની ઘોર ધૃણા કરતા રહો. * અપરિગ્રહ સાથે નિરંતર પ્રેમ રાખવા માટે પરિગ્રહની તીવ્ર જુગુપ્સા કરતા રહો. પરિગ્રહની કટુ આલોચના કરો. * નિયંત્રિત જીવનપદ્ધતિ (ગુણવ્રતમય જીવન)થી સ્નેહભાવ રાખવા માટે અનિયંત્રિત અને સ્વચ્છેદ જીવન પદ્ધતિનો ઘોર વિરોધ કરતા રહો. * વ્રતો તરફ પક્ષપાત અને પાપો પ્રત્યે ધૃણા કરવાથી વ્રતો પ્રત્યે શ્રદ્ધા વધતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org