________________ 236 શ્રાવક જીવન પુરુષાર્થ કરતા રહો, તમે પાપકર્મો ઉપર, અતિચારો ઉપર વિજય પામી શકશો. આ પુરુષાર્થથી તમે એવી સ્થિતિ પ્રાપ્ત કરશો કે જેથી તમામ અતિચારો, સર્વ અપરાધો નષ્ટ થઈ જશે. સાચો પુરુષાર્થ કરવાનું માર્ગદર્શન : પુરુષાર્થ નિષ્ઠાથી કરવો જોઈએ. આત્મસાક્ષીથી કરવો પડશે - માત્ર દેખાવ ન હોવો જોઈએ. પુરુષાર્થ કેવા પ્રકારનો કરવો જોઈએ એનું માર્ગદર્શન આપતાં ટીકાકાર આચાર્યશ્રી કહે છે: 1. એ વ્રતોનું પ્રતિદિન અનુસ્મરણ કરો. 2. એ વ્રતો પ્રત્યે બહુમાન–અહોભાવ જાગ્રત રાખો. 3. અવ્રતો તરફ એટલે કે હિંસા, અસત્ય, ચોરી, મૈથુન વગેરે પ્રતિ વૃણા તિરસ્કારનો ભાવ સતત રાખો. 4. પાપસેવનનાં અને વ્રતભંગનાં ફળોનું આલોચન-ચિંતન કરો અને વ્રતપાલનના ફળનું ચિંતન કરો. પ. તીર્થંકર પરમાત્માની ભક્તિ કરો. 6. સુસાધુ પુરુષોની પપાસના કરો. અને 7. ઉત્તમ ગુણો પ્રત્યે સમભાવ જાળવી રાખો. આ સાત વાતો છે પુરુષાર્થના ક્ષેત્રની. પ્રમાદ કર્યા વગર, આ વાતોની ઉપેક્ષા કર્યા વગર પુરુષાર્થ કરવાની પ્રેરણા આપે છે ગ્રંથકાર અને ટીકાકાર આચાર્યદિવ બંને. હવે હું આ સાતે વાતોને કંઈક સ્પષ્ટ કરીને સમજાવું છું. આજે બારે વ્રતોનું વિવેચન પૂર્ણ કરવું છે. કાલના વ્રતધારી શ્રાવક ગૃહસ્થોની સામાન્ય જીવન ચર્ચા બતાવવી છે. એટલા માટે આજ આ સાત મહત્ત્વપૂર્ણ વાતો એકાગ્ર ચિત્તથી સાંભળી લેવી. કારણ કે આ સાત વાતો "પંચાશક” નામના ગ્રંથમાંથી - જે આ ગ્રંથકારનો ગ્રંથ છે - ટીકાકાર આચાર્યદવે લઈને બતાવી છે. ખૂબ જ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું વ્રતોની પ્રતિદિન સ્મૃતિ રાખોઃ પ્રથમ વાત તો એ છે કે વ્રત ગ્રહણ કર્યા પછી તમે તમારા મનમાં વ્રતોનું સ્મરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org