SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રાવક જીવન શરીરને પાપોથી મુક્ત રખાવનાર સામાયિક કરવા જેવું નથી? શરીરને પાપ મુક્ત રાખનાર ધર્મક્રિયાનું મહત્ત્વ ઓછું ન સમજે. ડગલે ડગલે પાપ કરનારું આ શરીર બે ઘડી નિષ્પાપ બનીને રહે છે એ ખૂબ મોટી વાત છે. એટલું જ નહીં, બે ઘડી સામાયિકમાં તમે મૌન તો બેસી શકો છો ને? મનનું મૌન ભલે નહીં, પણ વચનનું મૌન તો ધારણ કરી શકો છો ને ? ૪૮ મિનિટનું મૌન શું ઓછા મહત્ત્વનું છે? મૌનનું મહત્ત્વ ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પણ શારીરિક દ્રષ્ટિથી, આરોગ્યની દૃષ્ટિથી પણ ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. મૌનથી વચનશક્તિ વધે છે, વિચાર શક્તિ પણ વધે છે. તમારું મન ભલે ચંચળ છે, અને તમે વિચારોને રોકી નથી શકતા, પણ વાણીને તો રોકી શકો છો ને? વચનયોગને તો નિષ્પાપ બનાવી શકો છો ને? આ દ્રષ્ટિથી પણ તમારું સામાયિક સાર્થક થશે, અને જેમ જેમ શરીર અને વાણી નિષ્પાપ અને સ્થિર બનતાં જશે તેમ તેમ મન પણ નિષ્પાપ અને સ્થિર બનતું જશે. જો કે મનને સુધારવામાં સમય લાગશે...મંદગતિથી સુધરશે, પણ સુધરશે જરૂર. એટલા માટે "સામાયિક વ્રત” લેવું અતિ આવશ્યક છે. સામાયિક વ્રતની પ્રતિજ્ઞા : સામાયિક વ્રત તમે આ રીતે લઈ શકો છો? હું પ્રતિદિન એક યા એકથી વધારે સામાયિક કરીશ. અથવા હું મહિનામાં..આટલાં સામાયિક કરીશ. અથવા હું વર્ષમાં.....આટલાં સામાયિક કરીશ. બીમારી વગેરે અપરિહાર્ય કારણોથી ન કરું એટલો અપવાદ. વાસ્તવમાં જોવામાં આવે તો બીમારીમાં ખૂબ સારું સામાયિક થઈ શકે છે. જેટલો સમય સમતાભાવમાં રહી શકો – તેટલું સામાયિક થઈ જાય છે. એ ભાવ સામાયિક કહેવાય છે. ક્રિયારૂપ સામાયિક ન થઈ શકે તે સમયે બે ઘડી મનને રાગદ્વેષથી મુક્ત રાખીને ભાવ-સામાયિક કરી શકો છો. ભાવ - સામાયિક કરી શકો છો ? એક ભાઈ સારા વેપારી, શ્રીમંત છે. તેમણે મને જણાવ્યું કે તેઓ દરરોજ પૂના મુંબઈ અપડાઉન કરતા હતા. તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે ટ્રેઈનમાં હું કોઈની સાથે કોઈ વાત નહીં કરું, અને જે સીટ ઉપર બેઠો એ સીટ ઉપરથી, જ્યાં સુધી મુંબઈ ન આવે અને મુંબઈથી જતી વખતે પૂના ન આવે, ત્યાં સુધી ઊઠીશ નહીં. તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy