SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૧ ૧૯૩ સીટ ઉપર બેસીને મનને સ્વાધ્યાયમાં જોડતા હતા. મનમાં રાદ્વેષ પ્રવેશવા દેતા ન હતા. રાગદ્વેષ રહિત મન શમયુક્ત બને છે અને તે જ સામાયિક બને છે. ત્રણ ચાર કલાક જવાના અને ત્રણ ચાર કલાક આવવાના સામાયિક રૂપ બનાવી દીધા તેમણે ! પરિણામ સ્વરૂપ આજે ૬૫ વર્ષની ઉંમરે તેમણે ઓફિસે જવાનું છોડી દીધું છે, ધંધામાં તેમને રિચ નથી. અને દ૨૨ોજ ઘરે પાંચ સામાયિક કરે છે. શેષ સમય પણ સમતાભાવમાં વ્યતીત કરવાનો પ્રયત્ન કરે છે. સંસારમાં કોઈને કોઈ સમસ્યા તો હોય જ, છતાં પણ તેઓ પોતાનો સમતાભાવ ટકાવી રાખે છે. દ્રવ્ય ક્રિયાત્મક સામાયિક કરવાનું લક્ષ્ય ભાવ-સામાયિક જ છે. ભાવ સામાયિકનું લક્ષ્ય ન હોય અને માત્ર દ્રવ્ય સામાયિક કરનારાઓ હોય, તેઓ પોતાના મનમાં શાન્તિ પામતા નથી અને બીજાંની સામે ખોટું ઉદાહરણ પ્રસ્તુત કરે છે; જેમ કે - સામાયિક પૂરું કરતાં જ લડે - ઝઘડે છે, - સામાયિક પૂર્ણ કરતાં જ અસત્ય બોલે છે. - સામાયિક પૂર્ણ થતાં જ કોઈને મારે છે. - સામાયિક પૂર્ણ કરતાં કરતાં સંસારની વાતો કરે છે. - સામાયિક કરતાં કરતાં ક્રોધ કરે છે. - સામાયિક કરતાં કરતાં નિદ્રા લે છે. - સામાયિકમાં પ્રમાદથી બેસે છે. આ પ્રકારે સામાયિકની ક્રિયા કરનારાઓને જોઈને બુદ્ધિશાળી અને ભણેલાગણેલા લોકો સામાયિકથી નફરત કરે છે, અને આવી ક્રિયા કરનારી વ્યક્તિ કદી પણ ભાવ-સામાયિક કરી શકતી નથી. કારણ કે ભાવ-સામાયિક તેનું લક્ષ્ય જ હોતું નથી ! ભાવ-સામાયિક "સમતાયોગ” માં પરિવર્તિત થઈ જાય છે ! અને સમતાયોગમાં સ્થિર બનતાં વીતરાગતા પ્રાપ્ત થવામાં વાર લાગતી નથી. સામાયિકમાંથી સમતાયોગ ઃ શાસ્ત્રોમાં એવાં અનેક દૃષ્ટાંતો આવે છે કે જેમણે ઘોર કષ્ટોમાં પણ સમતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy