SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રાવક જીવન રાખી....... રાગદ્વેષથી મનને મુક્ત રાખ્યું....અને વીતરાગ સર્વજ્ઞ બની ગયા. આવાં દૃષ્ટાંતોમાંનું એક છે આચાર્ય શ્રી ચંડરુદ્રના શિષ્યરત્નનું. નગરના બહારના ઉદ્યાનમાં આચાર્યશ્રી પોતાના શિષ્ય-પરિવાર સાથે બેઠા હતા. આચાર્ય તેમના શિષ્યોથી જુદા સ્થાનમાં રહ્યા હતા. તેમનો સ્વભાવ અતિ ઉગ્ર હતો. જો કે તે જ્ઞાની હતા. તપસ્વી હતા. પરંતુ તેઓ ક્રોધ ઉપર વિજય પામી શક્યા ન હતા. તેઓ પોતાના સ્વભાવને જાણતા હતા, તેથી તેઓ નિમિત્તોથી દૂર રહેવાનું જ પસંદ કરતા હતા. એક દિવસે કેટલાક યુવકો એ ઉદ્યાનમાં ફરવા ગયા. એમાંથી એક યુવક એ જ દિવસે લગ્ન કરીને આવ્યો હતો. યુવકો હતા....આચાર્ય ચંડરુદ્રની પાસે જઈને મશ્કરીના ભાવમાં બોલ્યા : "મહારાજ, આપને શિષ્ય જોઈએ છે ?” આચાર્ય મૌન રહ્યા, યુવાનોએ ફરીથી પૂછ્યું : "મહારાજ, જો શિષ્ય જોઈએ તો આ યુવાન તૈયાર છે.” એવું બોલીને લગ્ન કરીને આવેલા પેલા યુવકને આગળ કર્યો. આચાર્યે જવાબ ન આપ્યો. ત્રણ વાર ચૂપ રહ્યા છતાં યુવાનોએ આચાર્યને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું. આચાર્યનો પ્રચંડ ક્રોધ ધકધકતી આગની જેમ જાગી ઊઠ્યો અને તેમણે એ યુવકને પકડીને એના કેશનું લંચન કરી નાખ્યું અને સાધુવેશ પણ પહેરાવી દીધો ! બીજા યુવકો ગભરાઈ ગયા-કદાચ આપણને પણ પકડીને મુંડન કરી નાખે.....તેઓ ગભરાઈને ગામમાં ભાગી ગયા. જેને સાધુ બનાવી દેવામાં આવ્યો હતો તે યુવકે વિચાર્યું : "હવે જ્યારે હું સ્વયં સાધુ બની જ ગયો છું તો હવે મારે આ વેશ છોડવો નથી. પરંતુ અહીં રહેવાથી મારાં સ્વજનો અહીં આવશે અને મારા નિમિત્તે મારા આ ગુરુદેવને પરેશાન ક૨શે. એટલા માટે અહીંથી ચાલી નીકળવું જોઈએ.” સૂર્યાસ્ત થઈ ગયો હતો. પૃથ્વી ઉપર અંધકાર ઊતરી રહ્યો હતો. નવા શિષ્ય આચાર્ય ચંડરુદ્રને કહ્યું : “ગુરુદેવ, હવે આપણે અહીંથી ચાલી નીકળીએ તો સારું રહેશે, અન્યથા મારાં સ્વજનો આપને હેરાન કરશે.” આચાર્યે કહ્યું : "અંધારામાં કેવી રીતે ચાલી શકીશું ? મારી આંખો અંધારામાં માર્ગ જોઈ શકતી નથી.” શિષ્યે કહ્યું ઃ "ગુરુદેવ, હું આપને ઉપાડીને ચાલીશ, આપ મારા ખભા ઉપર બેસી જાઓ.” આચાર્ય ચંડરુદ્ર કૂદ્ધ તો હતા જ. બેસી ગયા શિષ્યના ખભા ઉપર. શિષ્ય તો ગુરુને ઉપાડીને ચાલી નીકળ્યો. અંધકારમાં જંગલની પગદંડી ઉ૫૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy