________________
૧૯૫
ભાગ - ૧ ચાલવું......અને ગુરુને ઉપાડીને ચાલવું સરળ તો હતું નહીં. કયાંક ખાડો હોય, ક્યાંક ટેકરો હોય...ખભે બેઠેલા આચાર્યને ધક્કા લાગવા માંડ્યા. તેમનો ક્રોધ વધી ગયો. શિષ્યને કઠોર શબ્દોમાં કહેવા લાગ્યા. શિષ્ય સમતાભાવ રાખે છે. કારણ કે તે સાધુ બન્યો હતો...... આજીવન સામાયિક વ્રત લીધું હતું.આચાર્ય તો તેના મૂંડિત શિર ઉપર લાકડી મારે છે... માથામાંથી લોહી વહે છે... આચાર્ય બરાડી ઊઠે છે: "સીધો ચાલતો નથી ! મને જમીન પર પટકી દઈશ કે શું?”
નવા શિષ્યના મનમાં રજમાત્ર પણ રોષ ન થયો. હું સ્વયં સામે ચાલીને શિષ્ય બન્યો છું. તેમને પરેશાન કર્યા છેતેઓ તો શાન્તિથી બેસીને તેમનું કામ કરતા હતા. દોષ એમનો નથી. મારો છે. આ તો મારા પરમ ઉપકારી છે...આ હતા એમના સમતામૂલક વિચારો. આ હતું તેમનું ભાવ-સામાયિક ! હા, ચાલતાં ચાલતાં, ઊભા ઊભા, બેઠે બેઠે પણ ભાવ-સામાયિક થઈ શકે છે.
શિષ્ય ચાલતાં ચાલતાં આત્મચિંતનમાં લીન બન્યો. સમતાયોગમાં સ્થિર બન્યો. અને વીતરાગ-સર્વજ્ઞ બની ગયો ! વીતરાગ-સર્વજ્ઞને તો અંધારામાં પણ દેખાય છે. તેણે ગુરુને ન કહ્યું કે મને કેવળજ્ઞાન થયું છે ! તે તો ચાલતો રહ્યો. હવે આ કેવળજ્ઞાની શિષ્ય ચાલતાં ચાલતાં અથડાતા કુટાતા નથી.....માર્ગ દેખાય છે.....સીધા ચાલે છે. હવે આચાર્યે કહ્યું: “હવે કેવો સીધો ચાલે છે! દેડાનો માર પડ્યો તો જ્ઞાન થયું....કહે તો કર્યું જ્ઞાન થયું તને હવે ?”
"ગુરુદેવ, અપ્રતિપાતી જ્ઞાન કેવળજ્ઞાન) થયું છે મને. " "અપ્રતિપાતી જ્ઞાન? કયારે થયું ?" આચાર્ય છલંગ મારીને શિષ્યના ખભા ઉપરથી નીચે કૂદી પડ્યા અને શિષ્યના ચરણોમાં નમી પડ્યા. ખૂબ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પશ્ચાત્તાપ કરતાં કરતાં તે પણ સમતાયોગમાં સ્થિર થઈ ગયા. તેમને પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
આ સમગ્ર પ્રભાવ સામાયિકનો છે, ભાવ સામાયિકનો છે. સામાયિકોમાં અતિચારોથી બચવું :
સામાયિકની ક્રિયા કરતાં કરતાં ભાવ-સામાયિકમાં પ્રવેશ થશે, પરંતુ સામાયિકની ક્રિયામાં અતિચાર લાગવા દેવા ન જોઈએ. એટલે કે સામાયિકની ક્રિયાને દોષ લાગવા દેવો ન જોઈએ. ગ્રંથકાર આચાર્યશ્રીએ પાંચ અતિચાર બતાવ્યા છે.
“योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थापनानि । ૧ પહેલો અતિચાર છે, મનનું દુષ્પરિધાન-મનના પાપી વિચારો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org