________________
૧૯૬
૨. બીજો અતિચાર છે, વચનનું દુપ્રણિધાન-પાપ વચન.
૩. ત્રીજો અતિચાર છે, કાયાનું દુષ્પ્રણિધાન-કાયાની પાપ પ્રવૃત્તિ.
૪. ચોથો અતિચાર છે, પ્રબળ પ્રમાદ વગેરેને કારણે સામાયિક પ્રત્યે અનાદર. ૫. પાંચમો અતિચાર છે સ્મૃતિભ્રંશ.
ન
પહેલા ત્રણ અતિચાર ન લાગે એટલા માટે જાગૃતિ આવશ્યક છે. જો મનમાં પાપ-વિચાર આવી જાય તો તરત જ મિચ્છામિ દુક્કડં' કહી દેવું જોઈએ. પાપી વિચારોનું પ્રાયશ્ચિત્ત છે મિચ્છામિ દુક્કડં, એનાથી મનની શુદ્ધિ થઈ જાય છે. "ધર્મબિંદુ” ના ટીકાકાર આચાર્યશ્રીએ કહ્યું છેઃ મિથ્યાઽતેન મનોલુળિયાનમાત્ર શુદ્ધિશ્ય ॥ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ વાત. મનની શુદ્ધિનો સરળ અને સુંદર ઉપાય બતાવી દીધો છે. પરંતુ” મેં આ પાપી વિચાર કર્યો, ક૨વો જોઈતો ન હતો......"એટલી પ્રતીતિ તો થવી જોઈએ ને ? વિચારો પ્રત્યે જાગૃતિ વગર આ સંભવ નથી. "મનઃશુદ્ધિ" નો આગ્રહ હોવો જરૂરી છે. સાધુજીવનમાં પણ આ જ ઉપાય છે ઃ
શ્રાવક જીવન
સાધુ જીવનમાં સાધુ-સાધ્વીઓ માટે મનઃશુદ્ધિનો ઉપાય આ જ “મિચ્છામિ દુક્કડં' નું પ્રાયશ્ચિત્ત બતાવવામાં આવ્યું છે. સાધુ સાધ્વીઓને યાવજ્જીવનું સામાયિક હોય છે. જિંદગી છે મનુષ્યની; મનની ચંચળતા કોઈ કોઈ વાર સાધુ સાધ્વીઓને પણ સતાવે છે. જ્યારે પણ પાપી વિચારો આવી જાય, "મિચ્છામિ દુક્કડં” ના પાણીથી મનને ધોઈ નાખવું જોઈએ.
એક વાત બરાબર સમજી લેવી કે અતિચારયુક્ત ધર્માનુષ્ઠાન નિરર્થક નથી. કોઈ બુદ્ધિમાન કહે છે, "ધર્મની ક્રિયા કરવી તો દોષ રહિત કરવી, દોષ લાગે તો ધર્મક્રિયા ન કરવી” આ ખોટી ધા૨ણા છે. જાણી જોઈને તો કોઈ દોષ લગાડતું નથી. અજાણતાં યા તો પ્રમાદવશ દોષ લાગે છે; પરંતુ નિરંતર અભ્યાસ કરવાથી એક દિવસે તે ક્રિયા અતિચાર વગર કરનારા બની જશો. અતિચાર લાગવાના ભયથી જો ક્રિયા છોડી દેવામાં આવે તો કદી પણ નિરતિચાર ક્રિયાનો અવસર નહીં આવે.
:
સભામાંથી કેટલાક લોકો ૧૦-૧૫ સાલથી સામાયિક કરે છે છતાં પણ તેમની સામાયિક ક્રિયા દોષયુક્ત જ હોય છે, અતિચાર લાગેલા જ રહે છે. ૧૦-૧૫ વર્ષનો અભ્યાસ શું ઓછો છે ?
મહારાજશ્રી : હા, ઓછો છે. ૫-૧૦ યા ૧૫ વર્ષનો અભ્યાસ નહીં, ૧૫-૨૦ જન્મોનો અભ્યાસ થયા પછી નિરતિચાર ક્રિયા થશે !! એટલા માટે ટીકાકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org