________________
ભાગ
-
૧
૧૯૧
સભામાંથી :- જ્યારે મંત્ર જાપ કરવા લાગીએ છીએ ત્યારે પાપ વિચાર વધારે આવે છે ! ફાલતું વિચારો વધારે આવે છે.
મહારાજશ્રી : કારણ કે મનને મંત્ર સાથે જોડવાની કળા તમે પ્રાપ્ત કરી નથી. મનને મંત્ર સાથે જોડીને જોજો ! મનમાં બીજો એક પણ વિચાર પ્રવેશી શકશે નહીં. મનને મંત્ર સાથે જોડીને તમે શરૂ કરો, જેમ કે તમે નવકાર મંત્રના જાપ કરવા ઈચ્છો છો, તો એ મહામંત્રના અક્ષરો સાથે મનને જોડો. બધા જ ૬૮ અક્ષરોને શ્વેત-white જોવા પ્રયત્ન કરો. મનને કહી દો કે "તારે બધા અક્ષરો સફેદ જ જોવાના છે.” અક્ષરોને જોતા જઈને જાપ કરવાનો છે. મનથી જોવાનું છે, આંખોથી નહીં. આંખો તો નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર કરવાની છે, અથવા બંધ રાખવાની છે. મન જોવાનું કામ ક૨શે તો બીજો વિચાર નહીં કરી શકે !
આ રીતે મનને કમળના પુષ્પ સાથે જોડી શકો છો. આઠ પાંખડીઓવાળું કમળ જોવાનું અને તેમાં શ્રી નવકારનાં નવ પદોને સ્થાપિત કરીને જાપ કરવાના. કમળ સુંદર પુષ્પ છે. મનને સુંદર વસ્તુ વધારે પસંદ આવે છે ને ! એને કમળની સાથે જોડી દો.
મનને જો સુંદર દૃશ્ય જોવામાં મજા આવતી હોય તો એને તીર્થંકર ભગવાનના સમવ સરણમાં લઈ લો. તેને સમવસણ જોવા દો. સમવસરણની શોભા અદ્ભુત હોય છે. એનાથી પણ વધારે શોભા હોય છે તીર્થંકર પરમાત્માની. ત્યાં મનને પંચ પરમેષ્ઠીઓના ધ્યાનમાં જોડી દો. મનને જોડવું જ પડશે, નહીંતર એ શુભ ભાવોને તોડશે, અને આત્માને બગાડશે.
સામાયિકમાં આ જ કામ કરવાનું છે - મન, વચન, કાયાના યોગોને શુભ કરવાનું. નિષ્પાપ બનવાનું. બે ઘડી માટે પણ આ ત્રણ, મન-વચન-કાયા નિષ્પાપ બની રહે તો પછી આગળ ઉપર વધારે સમય નિષ્પાપ બનીને રહી શકશે. સામાયિકમાં કાયા નિષ્પાપ રહે છે ઃ
કેટલાક લોકો પ્રશ્ન કરે છે : “અમારું મન સામાયિકમાં પણ પાપી વિચારો કરે છે. કારણ કે મન ચંચળ છે. તો પછી સામાયિક કરવું નિરર્થક છે ને ? ન કરવું જ સારું છે....
એવું નથી. સામાયિકનો પ્રયોગ માત્ર મનોયોગને જ નિષ્પાપ કરવાનો નથી. વચનયોગ અને કાયયોગને પણ નિષ્પાપ ક૨વાનો છે. ભલે તમારું મન સ્થિર ન રહેતું હોય સામાયિકમાં, પણ શરીર તો બે ઘડી એક જગાએ સ્થિર રહે છે ને ? બે ઘડી શરીરથી તો પાપ નહીં થાય ને ? શું આ લાભ નાનો સૂનો છે ? બે ઘડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org