SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ( પ્રવચન : ૧૭) મહાન મૃતધર પરમકૃપાનિધિ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધર્મબિંદુ” ગ્રંથમાં શ્રાવક જીવનનો વિશેષ ધર્મ બતાવ્યો છે. બાર વ્રતમય વિશેષ ધર્મ બતાવતાં તેમણે સર્વ પ્રથમ પાંચ અણુવત” બતાવ્યાં. તત્પશ્વાતુ તેઓ ત્રણ "ગુણવ્રત” બતાવે છે. પહેલું ગુણવ્રત "દિશા પરિમાણ" નું બતાવ્યું. હવે બીજું ગુણવ્રત "ભોગપભોગ પરિમાણ વ્રત” બતાવવું છે આજે. આ વ્રતમાં બે શબ્દો છે. "ભોગ” અને "ઉપભોગ”. જે વસ્તુ એક જ વાર ભોગવી શકાય છે તે "ભોગ” અને જે વસ્તુ વારેવારે ભોગવવામાં આવે છે તે "ઉપભોગ” કહેવાય છે. - ભોજન, વિલેપન વગેરે વસતુઓ ભોગ્ય કહેવાય છે. કપડાં, ઘરેણાં, સ્ત્રી, મકાન વગેરે વસ્તુઓ ઉપભોગ્ય હોય છે. એટલે કે એકની એક વસ્તુનો વારંવાર ઉપભોગ કરી શકાય છે. દુનિયામાં ભોગ્ય અને ઉપભોગ્ય વસ્તુઓ અનેક છે. તમામ વસ્તુઓનો ભોગઉપભોગ માણસ કરતો પણ નથી, એટલા માટે એ વસ્તુઓનું પરિમાણ કરવું જોઈએ. આ નિર્ણય કરી દેવાથી અસંખ્ય વસ્તુઓની "વિરતિ” થઈ જશે. એ વસ્તુઓની અપેક્ષા તૂટી જશે. જીવનની આવશ્યકતાઓ મયદિત થઈ જવાથી જીવન તાણમુક્ત થશે. આ દૃષ્ટિએ આ વ્રત ખૂબ જ ઉપયોગી છે. જો કે ગ્રંથકારે અહીં માત્ર આ વ્રતના પાંચ અતિચારો જ નિર્દેશ્યા છે, વ્રત અંગે અહીં કશીય વિશેષ વાતો જણાવી નથી. છતાં પણ વ્રત લેનારાઓને વ્રત લેવામાં સરળતા થઈ જાય એ દૃષ્ટિએ હું આ વ્રત સવિસ્તર સમજાવું છું. પહેલી પ્રતિજ્ઞા : હું ૨૨ અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ કરું છું. ૨૨ અભક્ષ્ય : ૧. માંસ, ઈડું, માછલી ૨. મધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy