________________
૧૬૪
"અત્યારે તમારી પાસે કેટલું સોનું છે ?"
“સોનું અમે સાથે રાખતા નથી, તમારે અમારી સાથે આવવું પડશે.”
“ક્યાં આપવું પડશે ?”
“નડિયાદ (ગુજરાત) સ્ટેશને ઊતરી જઈશું; ત્યાંથી બે માઈલ પગપાળા ચાલીશું, કામ રાતે જ કરવાનું છે.”
"કાલે જઈએ તો ચાલશે ?....મેં કહ્યું.
પેલા યુવકે કહ્યું ઃ- “ના, આજે જ આવવું પડે, આજની રાતે જ આપણે પહોંચવું પડે.”
શ્રાવક જીવન
મેં વિચાર કર્યો કે આજે જ મેં વ્રત લીધું છે, ગામ છોડીને બહાર ન જવાનું. અને આ આજે જ બહારગામ જવાની વાત કરે છે. આવો ભાગ્યોદય જિંદગીમાં પહેલી વાર જ આવ્યો છે. લાખ રૂપિયાનું સોનું લઈ લઉં, સોનાના ભાવ તો વધવાના જ છે....લાખો રૂપિયા કમાઈ લઈશ !”
સભામાંથી : એ સમયે શું ભાવ ચાલતો હતો ?
મહારાજશ્રી ઃ એ તો શેઠ કરમચંદને પૂછવું પડે. ને એ તો ઉપર ચાલ્યા ગયા! પરંતુ આ વાત તો અંદાજે ૫૫ વર્ષ પૂર્વેની છે; એ સમયે તોલાનો ભાવ ૫૦ રૂપિયાની આસપાસ હશે. કરમચંદે તો કદાચ એના કરતાં પણ ઓછો ભાવ જોયો હશે, અને ભવિષ્યમાં ભાવ વધવાના છે એ પણ જોયું હશે.
કરમચંદે મને કહ્યું : "હું લાલચમાં ફસાઈ ગયો. લક્ષ્મી સામે ચાલીને વારેવારે નથી આવતી.....આવી છે તો વધાવી લઉં છું. વ્રતનો ભંગ થશે...પણ પાછળથી પ્રાયશ્ચિત્ત કરી લઈશ.”
સભામાંથી : આ રીતે જાણીજોઈને વ્રતભંગ કરે અને પાછળથી પ્રાયશ્ચિત કરે તો ચાલી શકે ?
મહારાજશ્રી :- શું તમારે પણ કરમચંદની લાઈનમાં નામ લખાવવું છે ? આ તો કરમચંદના વિચાર અને તેનું મનોમંથન બતાવું છું; શાસ્ત્રનો સિદ્ધાંત બતાવતો નથી. લોભલાલચમાં ફસાનારો મનુષ્ય કેવા કેવા વિચારો કરે છે અને પોતાના મનનું સમાધાન કરે તે બતાવું છું.
કરમચંદે કહ્યું : "મેં એ આગન્તુક ભાઈઓની વાત ઉપર વિશ્વાસ કર્યો અને તેમની સાથે ચાલવા તૈયાર થઈ ગયો. પરંતુ રૂપિયા સાથે ન લીધા ! વિચાર કર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org