________________
પ્રવચન ૪
धर्मग्रहणं हि तत्प्रतिपत्तिमद्विमलभावकारणम् ।
પરમ કૃપાનિધિ મહાન શ્રુતધર આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્વરચિત "ધબિંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો વિશેષ ધર્મ બતાવે છે.
વ્રતમય વિશેષ ધર્મને યોગ્યતા સંપન્ન વ્યક્તિ જ ગ્રહણ કરી શકે છે. આ વાત જણાવ્યા બાદ ટીકાકાર આચાર્યશ્રી એક પ્રશ્ન ઊભો કરે છે. તેઓ કહે છેઃ- ધર્મઃ સ્વચિત્તપરિશુદ્ધ્વથીનઃ । ધર્મ પેદા થાય છે પરિશુદ્ધ ચિત્તમાંથી ! તો પછી બીજા પાસેથી ધર્મગ્રહણ કરવાની વાત જ ક્યાં રહે છે ? જે વસ્તુ સ્વયં ઉત્પન્ન થતી હોય તે વસ્તુ બીજા પાસેથી લેવી એ સંગત લાગતું નથી.
પ્રશ્ન માર્મિક છે, ધર્મ જેવું પરમ તત્ત્વ શું લેવા-દેવાની વસ્તુ છે ? ધર્મ તો સ્વયંભૂ તત્ત્વ છે. પરિશુદ્ધ ચિત્તમાં જ ઉત્પન્ન થનારું તત્ત્વ છે. તો પછી ગ્રંથકાર આચાર્યદેવે ધર્મ ગ્રહણ કરવાની અને પ્રદાન કરવાની વાત કેમ કરી ? આ પ્રશ્નનું સમાધાન ગ્રંથકાર સ્વયં કરે છે.
ધર્મનું કારણ પણ ધર્મ ઃ
સદ્ગુરુ પાસેથી ધર્મ ગ્રહણ કરેલા એ વિમલ ભાવોની જાગૃતિનું અપૂર્વ નિમિત્ત છે. જે માણસ પોતાની શક્તિનો (વ્રતપાલન કરવાની) પર્યાપ્ત વિચાર કરે છે, અને જિનવચન અનુસાર સદ્ગુરુ પાસેથી વ્રત ગ્રહણ કરે છે, તેના આંતરિક ભાવો વિશુદ્ધ બને છે. ભાવોની નિર્મળતા જ પ્રધાન કારણ છે વ્રતગ્રહણનું, ધર્મગ્રહણનું.
ચિત્તમાં નિર્મળ ભાવરૂપ, વિશુદ્ધ ભાવરૂપ ધર્મ પેદા કરવા માટે, ધર્મ ગ્રહણ કરવા માટેનો બાહ્ય વિધિ કરવો જોઈએ.
એ સમજી લેવું કે તમામ બાહ્ય ક્રિયા-કલાપો ભીરતના શુભ-શુદ્ધ ભાવ પ્રકટ ક૨વા માટેનાં નિમિત્ત છે, સાધન છે, આલંબન છે. શુભક્રિયાથી શુભ ભાવ પ્રકટે છે અને અશુભ ક્રિયાથી અશુભ ભાવ પ્રકટે છે, ક્રિયા અને ભાવનો ઘનિષ્ઠ સંબંધ છે. જો તમે શુભ ભાવ, પવિત્ર વિચાર, નિર્મળ અધ્યવસાય ઈચ્છતા હો તો શુભ, પવિત્ર અને પ્રશસ્ત ક્રિયાઓ કરતા રહો, સારાં કાર્ય કરતા રહો.
અને જે રીતે આત્માના શુભ અને શુદ્ધ ભાવ ધર્મ છે, તે રીતે શુભ ભાવ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org