________________
૩૩
આચાર્યદેવે ધૈર્યથી અને બુદ્ધિથી ચાચગને સમજાવ્યો. તેને આચાર્યદેવના જ્ઞાન અને સંયમ પ્રતિ પૂર્ણ શ્રદ્ધા હતી. તે આચાર્યદેવથી પ્રભાવિત થયો અને તેણે ગુરુદેવને ચાંગદેવ સોંપી દીધો.
ભાગ ૧
-
ચાંગદેવને સંયમમાર્ગ ઉપર લાવવા માટે માતાપિતાના આશીર્વાદ મળી ગયા. મહાન પુણ્યના ઉદય વગર આ વાત સંભવિત થતી નથી. ચાંગદેવ સ્વરૂપવાન હતો, બુદ્ધિશાળી હતો અને જનપ્રિય પણ હતો. ઘરમાં સંપત્તિ હતી, સમાજમાં માન હતું અને ભવિષ્ય ઉજ્જવળ હતું. આવી સ્થિતિમાં નાના છોકરાને ત્યાગ માર્ગ પર, મોક્ષમાર્ગ ૫૨ ચલાવવામાં સંયોગ મળવા અસાધારણ પુણ્યોદયથી જ શક્ય બને છે.
સુયોગ ગુરુદેવનો ચાંગદેવને સંયોગ મળી ગયો - માત્ર સુયોગ જ નહીં, સમર્થ ગુરુદેવ મળી ગયા તેને 1 પુરુષાર્થ કર્યા વગર એવા ગુરુદેવનો યોગ પ્રાપ્ત થવો એ પૂર્વસંચિત પુણ્યકર્મનું ફળ જ માનવું જોઈએ.
પુત્રસ્નેહનું બંધન પણ એટલું પ્રગાઢ ન હતું. એવાં માતા-પિતા મળવાં એ પૂર્વ સંચિત પુણ્યનો ઉદય જ માનવો પડશે.
ચાંગદેવને ક્ષતિરહિત શરીર મળ્યું હતું. પાંચે ઈન્દ્રિયો પૂર્ણ હતી, સુંદર હતી, સ્પષ્ટ અને મધુર વચનશક્તિ હતી અને સૌભાગ્ય પણ અદ્ભુત હતું. આ બધું જ પુણ્યકર્મનું ફળ છે.
આચાર્યદેવે ચાંગદેવમાં સર્વ પ્રકારની યોગ્યતા જોઈ હતી, તે ખૂબ જ પ્રસન્ન હતા. ચાંગદેવમાં તેમણે લાખોનો તારણહાર જોયો હતો. તેમણે ચાંગદેવમાં મહાન "જ્યોતિર્ધર" જોયો હતો. "કલિકાલનો કેવલજ્ઞાની” જોયો હતો. !
આવા ચાંગદેવને લઈને આચાર્યદેવ ધંધુકાથી ખંભાત તરફ વિહાર કરી દે છે.
"ધર્મબિંદુ” ના રચયિતા આચાર્યદેવ સદ્ધર્મનો સ્વીકાર કરનારાઓની યોગ્યતા બતાવીને “ધર્મગ્રહણ” ના વિષયમાં એક માર્મિક પ્રશ્ન કરે છે, એ વિષયમાં આગળ વિચારીશું, આજે આટલું બસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org