________________
૩ર
શ્રાવક જીવન આવી યોગ્યતા છે કે નહીં એ વાતનો નિશ્ચિત રૂપે નિર્ણય કરવાનું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ. શ્રી દેવચંદ્રસૂરીશ્વરજીમાં એ જ્ઞાન હતું. તેમણે ચાંગદેવની એવી યોગ્યતા જોઈને, એની માતા પાસે ચાંગદેવની ભિક્ષા માગી હતી. ,
યોગ્યતા જોયા વગર દીક્ષા આપવાથી સારાં પરિણામો આવતાં નથી. દીક્ષા લેનારાઓમાં પણ એ વાત વિચારવાની ક્ષમતા હોવી જોઈએ કે “શું હું પાંચ મહાવ્રતોનું પાલન કરી શકીશ ?" ગૃહસ્થ જીવનમાં બાર વ્રતો લેવા પૂર્વે જ્યારે ગ્રંથકાર ગંભીરતાથી વિચારવાનો આદેશ આપે છે ત્યારે સાધુ જીવનના મહાવ્રતો માટે વિચાર્યા વગર કેવી રીતે ચાલે ?
સભામાંથી આઠ-દસ વર્ષનો બાળક આટલી ગંભીર વાતો કેવી રીતે વિચારી શકે ?
મહારાજશ્રી નથી વિચારી શકતો. એટલા માટે દીક્ષા આપનાર ગુરુએ વિચારવું જોઈએ, પોતાની જ્ઞાનવૃષ્ટિથી કે "શું આ બાળક પાંચ મહાવ્રતોનું પાલન કરી શકશે? પાંચ સમિતિ અને ત્રણ ગુતિઓનું પાલન કરી શકશે ?” વગેરે બાબતો ગંભીરતાથી વિચારવી જોઈએ. ભવિષ્ય જાણવાનું જ્ઞાન હોવું જોઈએ એવા જ્ઞાન વગર નિર્ણય કરી શકાતો નથી.
વર્તમાન કાળમાં છોકરો ગમે તેટલો સારો હોય, પરંતુ જો તેનું ભવિષ્ય સાધુતાની દ્રષ્ટિએ સારું દેખાતું ન હોય તો તેને દીક્ષા ન આપવી જોઈએ. શક્તિ અને યોગ્યતા વગર વ્રત-મહાવ્રત ન લેવાં જોઈએ. વ્રતપાલનની શક્તિ ન હોવા છતાં પણ વ્રતમહાવ્રત લેવાથી વ્રતભંગ થવાની સંભાવના રહે છે. એનાથી ખૂબ મોટું નુકસાન થાય છે.
સમગ્ર જીવસૃષ્ટિનું પરમ હિત કરનાર તીર્થંકર ભગવંતોએ વ્રત લેનારાઓ માટે એટલા ખાતર જ યોગ્યતાનો આગ્રહ કર્યો છે. યોગ્ય વ્યક્તિને જ ધર્મપ્રાપ્તિનું સુયોગ્ય ફળ મળે છે. જેમાં યોગ્યતા નથી (પહેલાં બતાવી છે એવી) તે મનુષ્ય ધર્મ ગ્રહણ કરી શકતો નથી. જે કદાચ ગ્રહણ કરી લે તો પણ ધર્મપ્રાપ્તિનું ફળ એને મળતું નથી. આચાર્યદવ ચાંગદેવને સ્વીકારે છેઃ
આચાર્યશ્રી દેવચંદ્રસૂરીશ્વરજીએ ચાંગદેવમાં ઘણી મહાન યોગ્યતા જોઈ હતી. તેમણે ચાચગ શ્રેષ્ઠીને પોતાની પાસે બોલાવીને પ્રેમથી તેમજ વાત્સલ્યથી સમજાવ્યો. પુત્રસ્નેહનું બંધન પણ સામાન્ય હોતું નથી. તે પણ જલદી તૂટતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org