________________
ભાગ - ૧ કદી વિચાર આવી જાય તો વાસ્તવિક મુક્તિબોધ થવા દેતો નથી.
હા, મિથ્યાત્વીને વૈરાગ્ય થઈ શકે છે, પરંતુ એ વૈરાગ્ય દુઃખજાનત યા તો મોહજનિત હોય છે. પ્રાયઃ એને જ્ઞાનજાનિત વૈરાગ્ય થતો નથી. કષાયોની પ્રબળતા ઓછી થતાં મિથ્યાત્વની ઉપસ્થિતિમાં પણ વૈરાગ્ય ઉદ્ભવી શકે છે, છતાં પણ એ વૈરાગ્ય ભાગ્યે જ વીતરાગતાની નજીક લઈ જાય છે. મંદ કષાય તીવ્ર થતાંની સાથે જ વૈરાગ્ય-ભાવને નષ્ટભ્રષ્ટ કરી દે છે. આપણને તો એવો વૈરાગ્ય ઈષ્ટ છે કે જે વૈરાગ્ય આપણને વીતરાગતા સુધી પહોંચાડી દે!
મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોની ઉપસ્થિતિમાં જીવાત્મામાં અનુકંપાવૃત્તિ જાગૃત થઈ શકતી નથી. જ્યારે કષાયોની મંદતા હોય ત્યારે દયા-કરણો દેખાય છે, પરંતુ એ દયા-કરુણા મોટા જીવોના વિષય પૂરતી જ મર્યાદિત રહે છે. સ્થાવર જીવોની તો એને ઓળખ પણ હોતી નથી ! તો પછી જીવો પ્રત્યે દયાળુ કેવી રીતે બની શકાય? ત્રસ જીવો પ્રત્યે પણ તેમની દયા અતિ સીમિત હોય છે. અજ્ઞાનતાને વશ થઈને તેઓ જીવહિંસામાં ધર્મ માને છે !! ધર્મને નામે તેઓ હિંસા કરે છે.
આ અપેક્ષાએ મિથ્યાત્વને મહાન પાપ કહેવામાં આવ્યું છે. અનંતાનુબંધી કષાયોને પણ મોટું પાપ માનવામાં આવ્યું છે. સદ્દગુરુ-નિમિત્તથી આ પાપ દૂર થઈ શકે છે. કોઈક વાર વિના નિમિત્તે ય આ પાપ દૂર થઈ શકે છે, પરંતુ રાજમાર્ગ છે નિમિત્તનો! નરવીરને સદ્ગુરુનું નિમિત્ત મળી ગયું. એનું મિથ્યાત્વ-પાપ દૂર થઈ ગયું. સભામાંથી સારું નિમિત્ત પુણ્યકર્મથી પ્રાપ્ત થાય છે ને ? મહારાજશ્રી હા પુણ્યકર્મનો ઉદય થાય છે ત્યારે સારું નિમિત્ત મળે છે. અને પાપકર્મનો ઉદય થાય છે ત્યારે ખરાબ નિમિત્ત પ્રાપ્ત થાય છે. નરવીર એકશિલા નગરીમાં :
નરવીર એકશિલા નગરીમાં પહોંચી ગયો. તેના મનમાં હવે શાન્તિ હતી. તેના મનમાં શ્રદ્ધાનો દીપ જલી રહ્યો હતો. તે આઢર શ્રેષ્ઠીની વિશાળ હવેલીના પ્રાંગણમાં પહોંચ્યો. ત્યાં તેણે અનેક મુસાફરો અને ગરીબોને ભોજન કરતા જોયા. જો કે તે પણ ભૂખ્યોત્તો હતો પરંતુ ભોજન કરવા બેઠો નહીં. એક બાજુ ઊભો રહ્યો. શેઠ આઢરે નરવીરને જોયો. તેણે પણ આઢર શેઠને જોયા. શેઠે ઈશારાથી નરવીરને પોતાની પાસે બોલાવ્યો. "તું મુસાફર છે, દૂરથી આવ્યો લાગે છે. ભોજન કરી લે.” નરવીરે કહ્યું : "શેઠ, હું મફત ભોજન કરતો નથી. પહેલાં મને કોઈ કામ બતાવો,
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org*