________________
૮
શ્રાવક જીવન પછી હું ભોજન કરીશ.” નરવીરે નમ્રતા અને વિનયપૂર્વક વાત કરી. આઢર શેઠને નરવીરમાં વિશેષતા જોવા મળી આજ દિન સુધી આઢર શેઠના સદાવ્રતમાં હજારો લોકો ભોજન કરી ગયા હતા, પરંતુ નરવીર એક પહેલો માણસ હતો કે જે મફત ભોજન કરવા ઈચ્છતો ન હતો. શેઠે કહ્યું "ભાઈ, પહેલાં તું ભોજન કરી લે, પછી હું તને કામ આપીશ.”
નરવીરે ભોજન કરી લીધું અને આઢર શેઠે તેને પોતાના ઘર માટે નોકરીમાં રાખી લીધો. નરવીર સત્ત્વશીલ અને પરાક્રમી તો હતો જ. તેમાં વાદારીનો પણ એક વિશિષ્ટ ગુણ હતો. નોકરીમાં વફાદારીનો ગુણ અનિવાર્યતયા અપેક્ષિત છે, અને આ ગુણ જેમાં હોય છે તે શેઠનો વિશ્વાસપાત્ર બની જાય છે–સ્નેહભાજન બની જાય છે. ઉન્નતિનો મૂળગુણઃ વફાદારી
આઢર શેઠની તીક્ષ્ણ દ્રષ્ટિમાં નરવીર પાર ઊતર્યો. શેઠના ઘરમાં ચાર-ચાર જુવાન પુત્રવધૂઓ હતી. નરવીર ઘરમાં જ રહેતો હતો, પરંતુ કદીય આંખ ઊંચી કરીને તેણે પુત્રવધૂઓ તરફ જોયું ન હતું કે ન તો કોઈ સ્ત્રી સાથે અનાવશ્યક વાતો કરી. આઢર શેઠે નરવીરની સચ્ચરિત્રતા જોઈ અને શેઠનો તેના પ્રતિ પ્રેમ વધી ગયો.
આ ઘણી મોટી વાત છે. મોટે ભાગે તો એવું જોવા મળે છે કે જે ઘરમાં નોકર પોષાય છે, રહે છે એ ઘરની જ બહેન-વહુઓ સાથે દુરાચાર-વ્યભિચાર કરતાં અચકાતો નથી. પહેલાં સારાં કાર્યો કરીને શેઠ-શેઠાણીનો વિશ્વાસ સંપાદિત કરી લે છે અને પછી કરે છે વિશ્વાસઘાત ! વિશ્વાસઘાત કેટલું મોટું પાપ છે એ વાત વિષયલોલુપ મનુષ્ય ક્યાંથી સમજે? વિષયલોલુપતા જ મનુષ્યને વિશ્વાસઘાતી બનાવે છે.
બીજી વાત છે રૂપિયાની-ધન દોલતની, આઢર શેઠની હવેલીમાં અપાર સમૃદ્ધિ હતી. શેઠે નરવીરની પ્રામાણિકતા અનેકવાર જોઈ. કેમ કે નરવીરે તો આઢર શેઠની સંપત્તિ કરતાં ય વધારે સંપત્તિ જોઈ હતી. પલ્લીપતિ હતો ને! એટલે તેના મનમાં સંપત્તિનો રજ માત્ર મોહ રહ્યો ન હતો.
ધન સંપત્તિનો પ્રગાઢ મોહ મનુષ્યને અપ્રામાણિક બનાવે છે. ચોરી પણ કરાવે છે, ધન-સંપત્તિની મુગ્ધતા મનુષ્યને વિશ્વાસઘાતી બનાવે છે. આ દુર્ગણ મનુષ્યની ઉતિમાં અવરોધક બને છે. આ દુર્ગુણથી “અંતરાયકર્મ નો બંધ થાય છે. જ્યારે આ કર્મ ઉદયમાં આવે છે ત્યારે નિર્ધનતાની દરિદ્રતાની ભેટ આપે છે. એટલા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org