________________
ભાગ - ૧
४७ જોવી પડતી હોય છે. એ જમીનમાં હાડકાં ન હોવાં જોઈએ. એ માટીની ગંધ સારી હોવી જોઈએ. એ ભૂમિ મડદાં બાળવાની યા દાટવાની ભૂમિ ન હોવી જોઈએ. આ બધું જોવું પડતું હોય છે. સુયોગ્ય જમીન ઉપર મકાન બનાવવાથી એ મકાનમાં રહેનાર સુખશાન્તિપૂર્વક રહી શકે છે.
બરાબર આ જ રીતે આત્માની યોગ્યતા જોવી જોઈએ વ્રત આપતી વખતે. તેમાં મિથ્યાત્વ ન હોવું જોઈએ. જો તેમાં મિથ્યાત્વ હોય તો ઉપદેશ આપીને તે દૂર કરવું જોઈએ. મિથ્યાત્વ દૂર થતાં અને સમ્યગદર્શન પ્રગટ થયા પછી જ તેને વ્રત આપવા જોઈએ. સભામાંથી - મિથ્યાવૃષ્ટિને વ્રત ગ્રહણ કરવાની ઇચ્છા થાય ખરી?
મહારાજશ્રી - હા, થઈ શકે છે. જેમ કે ભૂખ લાગી ન હોય છતાં ભૂખનો અનુભવ થાય છે ને ? એ રીતે મિથ્યાવૃષ્ટિને પણ વ્રત ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે! પણ તેનામાં વ્રતના સાચા ભાવ હોતા નથી. વિરતિ-ધર્મને સમજી શકતો નથી. એટલે જ તે વ્રત લે છે તો પણ વ્રતના ભાવોથી વંચિત રહે છે. ભાવ-વૃદ્ધિથી પણ તે વંચિત રહે છે. આ દ્રષ્ટિએ તે વ્રત ગ્રહણ કરવા માટે અયોગ્ય માનવામાં આવે છે. મિથ્યાદ્રષ્ટિ તરફ દ્વેષ ભાવથી આ કહેવામાં આવ્યું નથી, પણ એને સમકિત દૃષ્ટિ બનાવીને વ્રત આપવાની જિનાજ્ઞા બતાવવામાં આવી છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ બે પ્રકારે :
સમ્યગુદર્શન-ગુણની પ્રાપ્તિ કેવી રીતે થાય છે એ વાત સમજતા પહેલાં "મિથ્યાત્વને સમજી લઈએ. જેમ આત્મા અનાદિ છે તેમ મિથ્યાત્વ પણ અનાદિ છે. આત્માની સાથે અનાદિથી "
મિથ્યાત્વ-મોહનીય” નામનું કર્મ રહેલું છે, પરંતુ એવો નિયમ નથી કે જે "અનાદિ” હોય છે તે "અનંત” હોય છે. જે અનાદિ હોય છે તે “સાન્ત” અને “અનન્ત” એમ બે પ્રકારનું હોય છે.” મિથ્યાત્વમોહનીય કર્મ” કેટલાક (થોડા) જીવો સાથે અનન્તકાળ જોડાયેલું રહેશે, જ્યારે કેટલાક (વધારે) જીવો સાથેનો તેનો સબંધ તૂટી જશે, એટલે કે આ મિથ્યાત્વમોહનીય કર્મથી આત્મા મુક્ત થઈ જશે.
જે આત્માઓ કયારેક ને કયારેક તો શુદ્ધ બુદ્ધ થનાર છે તે "ભવી” કહેવાય છે, અને તે મિથ્યાત્વમોહનીય કર્મથી મુક્ત થાય છે. જે આત્માઓ કદીય શુદ્ધ બુદ્ધ થનાર નથી તે “અભવી" કહેવાય છે. અને એ આત્માઓ મિથ્યાત્વ મોહનીય કર્મથી કદી પણ મુક્ત થતા નથી. એટલે કે આવા અભવ્ય આત્માઓને કદી પણ "સમન્ દર્શન” ગુણ પ્રાપ્ત થતો નથી. તેઓ અનાદિ અનંતકાળ મિથ્યાવૃષ્ટિ જ બની રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org